________________
પારિષ્ઠાપાનિકા સમિતિ
પારિષ્ઠાપાનિકા સમિતિ સાધુ
:
સાધ્વીજનો તથા વ્રતીજનો માટે ખાસ. મળ મૂત્ર થૂંક આદિ શારીરિક મેલો જ્યાં નાખવાના
હોય તે ભૂમિને જોવી, પ્રમાર્જવી. પાર્થિવી ધારણા : ધ્યાનનો એક પ્રકા૨ છે.
પાર્શ્વનાથ : વર્તમાન ચોવીસીના ત્રેવીસમા તીર્થંકર. પાર્શ્વસ્થ મુનિનો એક પ્રકાર છે. ઇન્દ્રિય કષાય તથા વિષયોથી | પરાજિત થઈને ચારિત્રભ્રષ્ટ મુનિ પાર્શ્વસ્થ છે. તેની સેવા કરવાવાળા પણ પાર્શ્વસ્થ જેવા છે. સંયમીઓના દોષ જુએ છે. તેથી તે મુનિઓ નથી, નમસ્કારને યોગ્ય નથી.
યદ્યપિ કોઈ એકાંતથી અસંયમી ન હોય, સંયમીઓની સાથે રહે પણ નિરતિચાર સંયમનું પાલન ન કરે. એક જ સ્થાનમાં રહે. ગૃહસ્થોના વધુ સંપર્કમાં રહે. અધિકરણ જેવાં સાધનો ગ્રહણ કરે. અથવા અન્ય પદાર્થોનો સંગ્રહ કરે તે પાર્શ્વસ્થ સાધુ કહેવાય છે.
પાલંબ : ભગવાન મહાવીરના તીર્થમાં અંતકૃત કેવળી થયા.
પાહુડ: પ્રાકૃત) ગ્રંથ છે. દિ.આ. કુંદાકુંદાચાર્યશ્રી દ્વારા ૮૫ પાહુડ ગ્રંથની રચના થઈ હતી. તેમાંથી
Jain Education International
૧૫૬
જૈન સૈદ્ધાંતિક
સમયસાદિ ૧૨ ઉપલબ્ધ છે. અષ્ટપાહુડ ગ્રંથ પ્રચલિત છે. પાંડુ : ચક્રવર્તીની નવ નિધિઓમાંથી એક. પાંડુકવન : સુમેરુ પર્વત પરનું ચોથું વન, જેના ૫૨ ચા૨ ચૈત્યાલય છે. પાંડુકંબલાશિલા : સુમેરુ પર્વત ઉપરની એક શિલા, જેના ૫૨ પશ્ચિમ વિદેહના તીર્થંકરોનો જન્માભિષેક થાય છે.
પાંડુશિલા : સુમેરુ પર્વત પર સ્થિર એક શિલા, જેના ૫૨ ભરતક્ષેત્રના તીર્થંકરોના જન્મકલ્યાણકનો ઉત્સવ થાય છે. (જનાભિષેક) પાંશુલપાદ : ધૂળિયા પગવાળા, નાનાં બાળકો. પિચ્છિકા દિ. મુનિ. અન્ય જીવોની જયણા માટે મોરપિંછનો કોમળ ગુચ્છો રાખે છે તે.
:
પિત્ત : ઔદારિક શરીરની પિત્ત ધાતુ છે. પિપાસા ઃ તૃષા (તરસ) મુનિજનો અતિશય ગરમીમાં તથા પિતજ્વ૨ કે અનશનમાં તૃષાને સમતાથી સહન કરે તે પિપાસાજય છે. તથા શરીર અને ઇન્દ્રિયોના સંયમમાં થતી મંથનરૂપ પિપાસાને સંતોષ અને સંયમથી જ્ય કરે તે પિપાસા છે.
પિશાચઃ દેવની જાતિ છે જેના ચૌદ
For Private & Personal Use Only
www.jainelibrary.org