________________
શબ્દપરિચય
૫રમાત્મતત્ત્વ : ધ્યાન
પરમાત્મતત્ત્વ.
પરમાત્મા : સયોગી તથા અયોગી કેવળી, સિદ્ધ પરમાત્મા સાક્ષાત્ પરમાત્મા છે.
Jain Education International
યોગ્ય
શુદ્ધાત્મા, પરમાત્મા. અંતઃકરણ પરમાત્મા જીવમાત્રમાં અનાદિ છે. કાર્ય-પરમાત્મા આદિ છે. સંસારી જીવોમાં ઉત્કૃષ્ટ પવિત્ર પ્રગટ આત્માને પરમાત્મા કહે છે. કારણ પરમાત્મા જન્મ જરા મરણ પુનરાગમન, પુણ્ય પાપ આઠ કર્મરહિત, શુદ્ધજ્ઞાનાદિક ગુણે યુક્ત અવિનાશી, અવ્યાબાધ અતીન્દ્રિય, નિત્ય અચલ તથા નિરાલંબ છે. શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ-સ્વભાવવાળા કારણ પ૨માત્મા છે. તે વાસ્તવમાં આત્મા છે. કાર્ય-પ૨માત્મા અષ્ટ કર્મોનો નાશ કરીને કેવળજ્ઞાન, કેવળ દર્શનમય જેનો સ્વભાવ છે તે સિદ્ધ પરમાત્મા છે. તે પાંચે શરીરના અભાવથી નિઃશરીરી તથા નિરાકાર છે. અનંત ચતુષ્ટયધારી | કાર્ય-પ૨માત્મા તે અત્યંત પરમેશ્વર છે. અર્થાત્ અત્યંત તથા સિદ્ધ ૫રમાત્મા છે.
આત્મા અત્યંત સિદ્ધ પરમાત્માની ઉપાસના કરીને સ્વયં પરમાત્મા
:
૧૪૫
પરમેષ્ઠી
થાય છે. જેમ દીપકથી દીપક પ્રગટે છે તેમ, અથવા જે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપની આરાધના કરીને પરમાત્મા થાય છે. જેમ વાંસ પરસ્પર સંઘર્ષથી અગ્નિરૂપ થાય છે તેમ. તે કારણ – કાર્યની સિદ્ધિ છે. વાસ્તવમાં આત્મા જ પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે. છતાં ભક્તિયોગમાં ઈશ્વરપરમાત્મામાં કર્તાપણાનો આરોપ નિષિદ્ધ નથી. પરમેશ્વર, ઈશ્વર, પરમાત્મા એકાર્થવાચી છે. પરમાનંદ ઃ શુદ્ધ ઉપયોગનું અ૫૨ નામ. (૫રમાર્થ)
:
પરમાર્થ : નિશ્ચયથી ૫૨માર્થ સ્વ સમય,
શુદ્ધ, કેવળી મુનિ જ્ઞાની છે. ઉત્કૃષ્ટ અર્થને પરમાર્થ કહે છે. મોક્ષમાર્ગ અર્થસૂચક પરમાર્થ છે. પરમાર્થ પ્રત્યક્ષ :
કેવળજ્ઞાનીને
પદાર્થોનું જ્ઞાન અત્યંત પ્રત્યક્ષ હોય
છે તે. પરમાવગાઢ
કેવળ
સમ્યગ્દર્શન જ્ઞાનીનું સમ્યગ્દર્શન – કેવળ
દર્શન. પરમાધિજ્ઞાન તદ્ભવ મોક્ષગામી મહાત્માઓને હોય, સર્વાધિ. પરમાવસ્થા ઃ મુક્તાવસ્થા. જૈની મુક્તિ અવશ્ય છે.
પરમેષ્ઠી : જે પરમપદને સ્થાપિત છે. તે પરમેષ્ઠી પરમાત્મા છે. જે દેવો -
For Private & Personal Use Only
:
www.jainelibrary.org