________________
શબ્દપરિચય
ન જવાય માટે પુનઃ પુનઃ તેનું સ્મરણ કરવું. શાસ્ત્ર – અર્થનું પુનઃ પુનઃ રિશીલન કરવું. પરિશાતન ઃ શરીરના પુદૂગલ સ્કંધોના સંચયરહિત જે નિર્જરા થાય તે. પાંચે શ૨ી૨ માટે સમજવું. પરિષહ : માર્ગથી ચલિત ન થતા, કર્મોની નિર્જરા માટે સાધુ જે કંઈ સહન કરે તે. અતિ ક્ષુધા, તૃષા, ગરમી, ઠંડી, લાભ, અલાભ, માન, અપમાન ઇત્યાદિ બાવીસ પરિષહો છે, તેને સમતાથી સહન કરે તે પરિષહજય છે. સમતારૂપ સામાયિક દ્વારા નિજ-૫૨માત્માની ભાવનાથી ઉત્પન્ન વિકારરહિત નિત્યાનંદરૂપ સુખામૃત અનુભવથી દૃઢ રહેવું તે પરિષહજય છે. પરિષહ પ્રત્યે જોડાવું નહિ તે.) પ્રમત્ત આદિ ગુણસ્થાનોમાં કષાય તથા અન્ય દોષ હોવાને કારણે તે તે ભૂમિકાએ પરિષહ હોય છે. તેને સહન કરે તે પરિષહય છે. પરિસ્કંદ : જીવના ચલિત-અચલિત
પ્રદેશ યોગની સક્રિયતાથી થતું આત્મ પ્રદેશોનું સ્પંદન. પરિહાર : ત્યાગ કરવો. (પ્રાયશ્ચિત્ત) શિથિલાચારી સાધુજનોને સંઘથી બહાર મૂકવા. પરિહાર વિશુદ્ધિ અત્યંત નિર્મલ ચારિત્ર છે. પાંચ સામાયિકમાં સાધુ ચારિત્રમાં ત્રીજું
Jain Education International
પરોક્ષ પ્રમાણ
છે. પ્રાણીવધ જેવી હિંસાના ત્યાગને પરિહાર કહે છે. સાધુ અષ્ટ પ્રવચન – સિદ્ધાંતના દઢપણે ધારક છે. સમ્યગ્દર્શનની વિશુદ્ધિ હોય છે. પરિહાસધામ : મશ્કરીનું પાત્ર કે સ્થાન. પરીક્ષા : કસોટી. વિચારણા, જિજ્ઞાસા, તર્ક પરસ્પર વિરુદ્ધ અનેક યુક્તિઓમાંથી કઈ યુક્તિ પ્રબલ કે દુર્બલ છે તેનો નિર્ણય કરવા વિચારણા કરવી. (કસોટી) પરીક્ષા. પરોક્ષ ઃ ઇન્દ્રિયો તથા મન દ્વારા જણાય
તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે, છતાં પરોક્ષ છે. યદ્યપિ કેવળ પરોક્ષ નથી કારણ કે તે દ્વારા પદાર્થોનો નિર્ણય દૃઢ હોય છે. જે વ્યવહારથી પ્રત્યક્ષ સમાન હોય છે, છતાં ઇન્દ્રિયાધીન હોવાથી ૫૨માર્થ દૃષ્ટિએ પરોક્ષ છે.
પરોક્ષ પ્રમાણ : બીજાની સહાયતાથી પદાર્થને અસ્પષ્ટ જાણે. તેના સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ પાંચ ભેદ છે.
અતીન્દ્રિયજ્ઞાન પ્રત્યક્ષ છે, જેમાં ઇન્દ્રિયની જરૂ૨ નથી. મતિ શ્રુતજ્ઞાન પરોક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન અતિન્દ્રિયજ્ઞાન હોવાથી પ્રત્યક્ષ જ્ઞાન છે. ઇન્દ્રિયો પરદ્રવ્ય છે તેથી
૧૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org