________________
શબ્દપરિચય
૧૩૩
નિર્જરા
ગુણસ્થાનમાં જવું. નિગ્રંથઃ રાગદ્વેષની ગ્રંથિરહિત
સાધુજનો. નિશ્ચયષ્ટિથી બાહ્ય તથા અત્યંતર પરિગ્રહના ત્યાગી નિગ્રંથ છે. સમ્યગૃજ્ઞાન સમ્યગુદર્શન સમ્યગુચારિત્રરૂપ રત્નત્રયના પરિણામ નિગ્રંથ છે. વ્યવહારદૃષ્ટિથી સંસારનો ત્યાગ કરીને જે સાધુજનો સર્વવિરતિધારી
છે તે નિગ્રંથ છે. નિર્જરા: આત્મપ્રદેશો પરથી પૂર્વે
બાંધેલાં કર્મ પ્રદેશોનું ઈષ્ટનિષ્ટ ફળ આપીને એકદેશ ઝરવું, નિવૃત્ત થવું તે નિર્જરા તપ વડે નિરસ થયેલાં કર્મો સંસારચક્ર ચલાવવા સમર્થ નથી થતાં. ફળની શક્તિને નષ્ટ કરે, તેનાથી નિવૃત્તિ થાય તે નિર્જરા. સંસારી સર્વ જીવને ક્રમથી પરિપાકકાલને પ્રાપ્ત થઈ (ઉદયગત) શુભાશુભ કર્મનું ફળ આપી નિવૃત્ત થાય તે વિપાક નિર્જરા છે. જેનો વિપાકકાળ ન થયો હોય અને ઉદયાવલીની બહાર હોય તેવાં કર્મોને તપ વડે ઉદયમાં લાવીને શુભાશુભ અનુભવ થાય તે અવિપાક નિર્જરા. સમ્યગુદૃષ્ટિને વિપાક-અવિપાક બંને કર્મોની નિર્જરા થાય. નરકાદિ ગતિમાં કર્મફળના વિપાકથી થતી અબુદ્ધિપૂર્વકની નિર્જરા |
અકુશલાનુબંધી છે. પુનઃ પાપને બંધાવતી નિર્જરા છે. કર્મોના ઉદયમાં જે સહન કરવામાં સંતાપ પેદા થાય ત્યારે કર્મ ઝરે તે અકામનિર્જરા છે. પરતંત્રતાને કારણે ભોગ-ઉપભોગનો નિરોધ કરવો પડે તે અકામ નિરા છે. અવિપાક નિર્જરા નિરાનુબંધ) મોક્ષનું કારણ છે. સવિપાક, અકુશલાનુબંધ સંસારનું કારણ છે. કર્મોની નિર્જરા ચર્મચક્ષુ ગોચર નથી.
અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અતિન્દ્રિય જ્ઞાન વડે પ્રત્યક્ષ જાણે છે. કર્મશક્તિને નિર્મૂળ કરવાને સમર્થ જીવનો શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે, અને તે શુદ્ધોપયોગના સામર્થ્યથી પૂર્વોપાર્જિત કર્મપુદ્ગલોનો સંવરપૂર્વક ભાવથી એકદેશ ક્ષય થવો તે દ્રવ્યનિર્જરા છે. જે પરિણામથી સંવર થાય છે, તે પરિણામથી નિર્જરા થાય છે. ઇન્દ્રિયાદિના સંયમથી મન, વચન, કાયાની ગુપ્તિ વડે, તપ વડે સંવરસહિત નિર્જરા થાય છે. જળપ્રવાહ આવતો રહે તો જેમ તળાવ સુકાતું નથી તેમ સંવર થયા વગર કેવળ તપથી નિરા થતી નથી. મુનિ આત્મસ્વરૂપમાં લીન થાય છે ત્યારે વિકલ્પરહિત દશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org