________________
શબ્દપરિચય
પરિવર્તન થયા કરે છે. તેથી કાળાનુસાર જીવોમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભાવ સંભવ છે. તેથી તે પ્રમાણે ગુણોને ધારક મુનિ નિર્વ્યાપક સમજીને ગ્રહણ કરવા. નિર્ણાંછન કર્મ : સાવધ પ્રવૃત્તિ છે. પશુઓના અંગોપાંગનું છેદન કરવું, નાક વીંધવા. કાન કાપવા વગેરે.
નિર્લેપન : આહાર, શરી૨, ઇન્દ્રિય અને શ્વાસોચ્છ્વાસની અપર્યાપ્તિની | નિવૃત્તિને નિર્લેપન કહે છે.
નિર્વદ્યકર્મ : જે કાર્યોમાં હિંસા, અસત્ય
આદિ દ્રવ્ય પાપો, સ્થૂલ પાપો કે રાગદ્વેષાદિ પાપો નથી.
નિર્વર્ગ : જે સર્વથા અસદૃશ્ય હોય તે.
(અસમાન) નિર્વર્ગણા : સમયોની સમાનતા વર્ગણા છે. એ સિવાયના જે ઉપરના સમયવર્તી પરિણામ ખંડ છે, તેના કાંડક કે પર્વનું નામ નિર્વર્ગણા છે. નિર્વર્તના : બનાવવું, રચના થવી. ખાસ કરીને ઇન્દ્રિયરચનામાં આ શબ્દ હોય છે.
૧૩૫
નિર્વહણ :
પરિષહોના સમયે
નિરાકુળપણે
રત્નત્રયરૂપ
પરિણિતમાં દૃઢ રહેવું તે. નિર્વાણ સંસારનાં સુખદુઃખ, જન્મમરણ, ઇન્દ્રિયો, મોહ, ક્ષુધા, તૃષા, ચિંતા, દુર્ધ્યાન વગેરેથી સર્વથા
Jain Education International
નિર્વિચિકિત્સા
રહિત, ધર્મધ્યાન શુક્લધ્યાનથી પણ મુક્ત દશા તે નિર્વાણ. સર્વથા સર્વ કર્મોનો નાશ થઈ જીવ સંસારથી મુક્ત થાય તે. જેને પુનઃ જન્મ-મરણ નથી. કેવળ અવ્યાબાધ સુખમાં રમણતા છે. તીર્થંકરોનું નિર્વાણ કલ્યાણ મહોત્સવ મનાય છે.
જીવનનું
:
નિર્વાહ : દેહનું ભરણપોષણ. નિર્વિકૃતિ જે આહારથી જીભ અને મનમાં વિકૃતિ પેદા થાય તેનો ત્યાગ. અતિ ભારે માદક પદાર્થોથી વિકૃતિ થાય તેનો ત્યાગ. નિર્વિચિકિત્સા : મલિન પદાર્થો જોઈને ગ્લાનિ નિંદા કે તિરસ્કાર ન કરવો તે. નિર્વિચિકિત્સા બે પ્રકારની છે, દ્રવ્યનિર્વિચિકિત્સા, ભાવનિર્વિચિકિત્સા.
:
૧.
૨.
દ્રવ્ય નિર્વિચિકિત્સા : સવિશેષ ત્યાગી, સાધુજનોનાં મલ-મલિન, ગાત્ર, પાત્ર, વસ્ત્ર, દેહ, મળ, મૂત્રાદિ જોઈને ગ્લાનિ ન થવી, પૂર્ણતા ન પામેલા રત્નત્રયયુક્ત પવિત્ર ધર્માત્માઓના દેહાદિ પ્રત્યે ગ્લાનિ ન કરવી. રત્નત્રયના આરાધક ભવ્ય જીવોના શરીરની દુર્ગંધી કે કુરૂપતા જોઈને ગ્લાનિ ન કરવી. અસાતાના તીવ્ર ઉદયમાં પીડા પામતા જીવો ૫૨ કે કોઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org