________________
દર્શનકાર
હોય છે. સંસારી જનોનો ઉપયોગ ક્રમિક હોય છે. દર્શન ઉપયોગ અત્યંત અલ્પકાલીન અને સૂક્ષ્મ હોવાથી સંસારી જીવને તેનો બોધ થતો નથી. નિજ સ્વરૂપનો પરિચય
સ્વસંવેદન દર્શન ઉપયોગથી થાય છે. તે શ્રદ્ધાના અર્થમાં પણ છે. તેથી સમ્યગદર્શનમાં દર્શન શબ્દનો પ્રયોગ કર્યો છે. જ્યારે કોઈ પદાર્થને જુએ ત્યારે કોઈ વિકલ્પ ન ઊઠે અને બીજા પદાર્થને ન જુએ ત્યાં સુધી જે સત્તામાત્રને ગ્રહણ કરે તે દર્શન ઉપયોગ છે. તે પદાર્થ કાળો છે, ધોળો છે એવો વિકલ્પ ઊઠે તે જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાનને માટે જે આત્માનો વ્યાપાર તે પ્રકાશ વૃત્તિ દર્શન છે. જ્ઞાનને ઉત્પન્ન કરવાવાળા પ્રયત્નથી સંબંધિત સ્વસંવેદનને દર્શન ઉપયોગ કહે છે. એનો અધિકારી આત્મા છે. દર્શનાવરણની પ્રકૃતિ સ્વરૂપ સંવેદનનો ઘાત કરે છે. દર્શનાવરણના ક્ષય-ક્ષયોપશમથી થતું અવલોકન (વેદનરૂપ વ્યાપાર) તે દર્શન છે. દર્શન ઉપયોગ ચાર પ્રકારે છે. ૧. ચક્ષુદર્શન ૨. અચક્ષુદર્શન ૩. અવધિદર્શન ૪. કેવળદર્શન. કેવળી ભગવંતને જ્ઞાન દર્શન ઉપયોગ સાથે હોય છે.
–
Jain Education International
૧૧૦
જૈન સૈદ્ધાંતિક
દર્શનકાર : શાસ્ત્રો રચનાર. ભિન્ન ભિન્ન માન્યતા ધરાવનાર. દર્શનમોહ : મોહનીય કર્મની પ્રકૃતિ છે. સમ્યક્ત્વનો ઘાત કરવાવાળી ઘાતી છે.
દર્શન વિશુદ્ધિ તીર્થંક૨ નામકર્મની નિકાચનાની ૧૬ ભાવનામાં પ્રથમ અને સર્વ પ્રધાન ભાવના દર્શન વિશુદ્ધિ છે. સમ્યગ્દર્શનની અત્યંત નિર્મલતા અને દઢતા આ ભાવનાથી થાય છે. તત્ત્વાર્થ શ્રદ્ધા દ્વારા શુદ્ધ સમ્યગ્દર્શન, આઠ ગુણ અંગો સહિતનું હોય છે. તથા ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, હિતાહિત અત્યંત વિવેકવાળી દર્શનવિશુદ્ધિ છે. દર્શનશાસ્ત્ર ઃ ભિન્ન ભિન્ન માન્યતાઓ બતાવનારાં શાસ્ત્રો.
દર્શનશુદ્ધિ : આ ચંદ્રપ્રભસૂરિ રચિત
સમ્યક્ત્વ વિષયક ન્યાયપૂર્ણ ગ્રંથ. દર્શનાચા૨ : પંચાચારનો બીજો ભેદ છે, જેમાં નિઃશંકિત આદિ પ્રકારો છે. વીતરાગ પ્રણી તત્ત્વ ઉપરની રુચિને વધારનાર એવા આચારોના નિઃશંકિત આદિ આઠ ભેદ છે. દર્શનાવરણ (દર્શનાવરણીય કર્મ) પદાર્થોનું સામાન્ય અવલોકન થવું કે બોધ ન થવો. આત્માના દર્શનગુણને આવ૨ણ કરનારું દર્શનાવરણીય કર્મ, તેના નવ ભેદ
:
For Private & Personal Use Only
www.jainelibrary.org