________________
ચિરમ
૧૧૮
હેમચંદ્રાચાર્ય રચિત ન્યાયવિષયક ૩૨ શ્લોક પ્રમાણ ગ્રંથ. (૩) દિ.આ. અમિતગતિ રચિત ૩૨ શ્લોક પ્રમાણ સામાયિક પાઠ. દ્વિચરમ છેલ્લા બે ભવ થવાવાળો
જીવ.
દ્વિજ: બ્રાહ્મણ. દ્વિતીયોપશમ : સાતમા ગુણસ્થાનમાં ક્ષયોપમિક સભ્યષ્ટિ જીવ, શ્રેણિ ચઢવાની સન્મુખ અવસ્થામાં અનંતાનુબંધી ક્રોધાદિ ચતુષ્ટયનું વિસંયોજન, અર્થાત્ અપ્રત્યાખ્યાનાદિરૂપ કરીને દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિનો ઉપશમ કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. દ્વિર્બન્ધક ઃ જે આત્માઓનું મિથ્યાત્વ નબળું પડ્યું છે કે જેઓ મિથ્યાત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાક્રોડીની ફક્ત બે જ વખત બાંધવાના છે તેવા જીવો. હિંદ્રિય જાતિઃ બે ઇન્દ્રિય જાતિ નામ કર્મ.
કિંદ્રિય જીવ : બે ઇન્દ્રિય જીવ. સ્પર્શ,
રસવાળા.
દ્વીપ : સમુદ્રોથી વીંટળાયેલી ભૂમિ તથા સાગરોની વચ્ચે વચ્ચે આવતાં અંતર્કીપ (ભૂમિ)
દ્વેષ : અપ્રીતિ, અનિષ્ટ કે અસહ્ય પદાર્થોમાં વેરભાવ રાખવો. તેના ક્રોધ, માન, અરિત, શોક, ભય,
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
જુગુપ્સા વિગેરે ભેદ છે.
દ્વૈત : બંધ અને મોક્ષ, રાગ અને દ્વેષ એવા ભેદવાળી બુદ્ધિ.
ધ
ધન : સાંસારિક વ્યવસ્થાનું સાધન, ધનદ : કુબેર : એક દેવ છે. ધનપતિઃ ધનવાન, સંપત્તિવાન. ધનરાશિ : ઘણું ધન (રાશિ-ઢગલો) ધનુષ : કાયાનું પ્રમાણ, ક્ષેત્રનું પ્રમાણ.
દંડ, યુગ, મુસલ, નાલી, એકાર્થ. ધમ્મ રસાયણ ઃ દિ. મુ. પદ્મનંદિ રચિત વૈરાગ્ય વિષયક ગ્રંથ. ધરણઃ માપ-તોલનું એક પ્રમાણ, ધરણીધર ઃ ભગવાન ઋષભદેવના વંશના એક રાજા હતા. ધરણીધર દેવઃ પાર્શ્વનાથના
અધિષ્ઠાયક દેવ.
ધર્મ: દુર્ગતિથી પડતા આત્માને જે
ધારી રાખે. દરેક પદાર્થના સ્વભાવને ધર્મ કહે છે. જેમકે જીવનો સ્વભાવ સુખ, અતિન્દ્રિય આનંદ, તે અંતરંગ છે, ખાસ અનુષ્ઠાન દ્વારા આનંદની પ્રાપ્તિ થાય તે બાહ્ય આનંદ છે. અંતર આનંદ નિશ્ચય ધર્મ છે, બાહ્ય આનંદ વ્યવહાર ધર્મ છે. નિશ્ચય ધર્મ સાક્ષાત્ સમતા સ્વરૂપ, તથા સમ્યક્ત્વ સહિત સ્વભાવિક છે. વ્યવહાર ધર્મ તેનું કારણ હોવાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org