________________
ધ્યેય
એ ધ્યાન છે. તેના ચાર પ્રકાર છે. ૧. આર્તધ્યાન ૨. રૌદ્રધ્યાન ૩. ધર્મધ્યાન ૪. શુક્લધ્યાન. પ્રથમનાં બે અશુભ છે. પછીનાં બે શુભ (પ્રશસ્ત) છે.
જેને મોહ, રાગ, દ્વેષ નથી તથા મન વચન કાયાના યોગ પ્રત્યે ઉપેક્ષા છે. તેને શુભાશુભ જાણવાવાળો ધ્યાનમય અગ્નિ પેદા થાય છે, જે કર્મક્ષયનું કારણ છે. એક વસ્તુમાં અંતર્મુહૂર્તકાળ સુધી એકાગ્ર થતું તે છદ્મસ્થોનું ધ્યાન છે. યોગ નિરોધરૂપ સર્વજ્ઞનું ધ્યાન છે. ધ્યેયને વિષય કરવાવાળું ધ્યાન જ્ઞાનની પર્યાય છે. મંત્રના ધ્યાન દ્વારા દેવ, અસુરોને વશ કરી શકાય છે. શારીરિક પીડા શમે છે, ઇચ્છિતફળની પ્રાપ્તિ થાય છે, આવા પ્રકારનાં ધ્યાન અશુભ છે આત્માનું અહિત કરનારાં છે.
પારમાર્થિક ધ્યાનનું ફળ જેમ કાષ્ઠમાં અગ્નિ પ્રગટ થાય છે તેમ શુદ્ધ ધ્યાનમાં આત્મા જ પ્રગટ થાય છે. માટે ધ્યાન એ મુક્તિનું ૫૨મ સાધન છે. ધ્યાનને માટે નિશ્ચિત કાળ કે સ્થાન નથી છતાં ઉત્તમ ધ્યાન માટે અંત૨-બાહ્ય ઉત્તમ સામગ્રી હોય છે. સ્થિર આસન મુદ્રા દ્વારા ધ્યાની
Jain Education International
૧૨૨
જૈન સૈદ્ધાંતિક
સાધુએ નાભિથી ઉપર હૃદય કે મસ્તકમાં અથવા અભ્યાસાનુસાર અન્ય સ્થાને ચિત્તવૃત્તિને સ્થિર કરવી. મનને બાહ્ય વિષયો કે પદાર્થમાંથી પાછું ખેંચી આત્મામાં જોડવું અથવા કોઈ એક શરીરના નાસાગ્ર જેવા સ્થાને સમાધિપૂર્વક
જોડવું.
અથવા પરમાત્માના ગુણમાં જોડવું. એ પ્રકારે તાદાત્મ્યપણે સ્થિર થવું.
આત્મજ્ઞાની આત્માને જે ભાવથી જે રૂપે ધારે છે તેમાં તન્મય થાય છે. એવું એકીકરણ તે સમાધિરૂપ ધ્યાન છે. પરમાત્માનું ધ્યાન કરી જીવ પરમાત્મ સ્વરૂપ થાય છે. ધ્યેય : શુભાશુભ પરિણામોનાં કારણને ધ્યેય કહે છે. જીવાદિ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ બુદ્ધિમાનોને ધર્મધ્યાનમાં ધ્યેય હોય છે. ધ્યાન માટેનાં સર્વ આલંબનો ધ્યેય છે. સર્વજ્ઞ વીતરાગ તથા અષ્ટકર્મ રહિત સિદ્ધોનું ધ્યાન ધ્યેય છે. આચાર્યાદિ ગુરુતત્ત્વનું ધ્યાન ધ્યેય છે. શુદ્ધાત્મા ધ્યેય છે. રાગાદિરહિત મોક્ષને કારણભૂત ધ્યાન ધ્યેય છે. રત્નત્રય તથા વૈરાગ્ય ધ્યેય છે. ધ્રુવઃ અચલ, સ્થિર. ધ્રુવપદ : સ્થિ૨૫૬, મોક્ષપદ. ધ્રુવબંધી પ્રકૃતિઓ : જે કર્મપ્રકૃતિઓનો
For Private & Personal Use Only
www.jainelibrary.org