________________
ધર્મપરાયણ
વિપાકવિચય, સંસ્થાન વિચય, ચારની મુખ્યતા છે, મૈત્રી આદિ ચાર ભાવના તથા બાર અનુપ્રેક્ષા ધર્મધ્યાનનું પ્રવેશદ્વાર છે, ક્ષમાદિ દસ ધર્મ ધર્મધ્યાનનાં લક્ષણ છે. પુણ્યરૂપ આશયને કારણે તથા શુદ્ધ લેશ્યામાં અવલંબનથી વસ્તુના યથાર્થ સ્વરૂપનું ચિંતન પ્રશસ્તધ્યાન છે. દર્શનાનાદિ ઉપયોગ, કાર્યોત્સર્ગ, શુભયોગ, સ્વાધ્યાય, વ્રત તપ, શુભ અનુષ્ઠાન, ભક્તિ, શ્રદ્ધાન એ સર્વેમાં મનના પરિણામનો હેતુ કર્મક્ષયનો હોવાથી તે સર્વ અંતરંગ શુભધ્યાન સુકૃત્યની અનુમોદના, ગુરુસેવા, વિનય, દાન, બાહ્ય શુભ ધ્યાન છે. ધર્મધ્યાની પ્રસન્ન મુદ્રાવાળો, સૌમ્ય તથા આસનોને ધારણ કરવાવાળો હોય છે. ધર્મધ્યાનીને પ્રારંભમાં જ વિષયકષાયની મંદતા થાય છે. શરી૨ નીરોગી, શુભ ગંધવાળું, શક્તિહીનતા ન હોય, વચનની મધુરતા, જેવાં બાહ્ય લક્ષણો પ્રગટ થાય છે. ચિંતનમનનથી આત્મામાં મોહનો વિલય અને ધર્મની વૃદ્ધિ થાય. વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, પરિગ્રહની અમૂર્છા, સૌમ્યતા, પરિષહજ્ય જેવાં અંતરંગ કારણો ધર્મધ્યાનમાં હોય,
Jain Education International
.6
H
૧૨૦
જૈન સૈદ્ધાંતિક
તે શુક્લધ્યાનનું બીજ છે. વાસ્તવમાં ધર્મધ્યાન ચોથા ગુણસ્થાનકથી દસમા સુધી હોય છે. તે પહેલાંની ભૂમિકામાં શુભભાવરૂપ ધ્યાન હોય છે. ધર્મધ્યાનનું ફ્ળ પુણ્ય અને મોક્ષ છે. કર્મનો ક્ષય તથા ચિત્તશુદ્ધિ ધ્યાનની શુદ્ધતા વડે થાય છે, તેથી ધર્મધ્યાન મોક્ષનું કારણ છે. એકાગ્ર ચિંતન ધર્મધ્યાન છે, જેનું ફળ સંવ-નિર્જરા છે. પરિણામે મુક્તિ છે. આ કાળમાં ધર્મધ્યાનની અવશ્ય સંભાવના છે, પરંતુ શુક્લધ્યાન ઉત્તમ સંહનનવાળાને હોય છે તેથી આ કાળમાં તેની સંભાવના નથી. શુભોપયોગ લક્ષણ વ્યવહારધ્યાન નિશ્ચયધ્યાનનું પરંપરાથી કારણ છે. માટે આ કાળે ધ્યાનનો નિષેધ કરવો તે અજ્ઞાન છે. ધર્મપરાયણ : ધર્મમાં ઓતપ્રોત થયેલો. ધર્મબિન્દુ ઃ શ્વે. આ. પૂ. હરિભદ્રસૂરિજી
રચિત એક મહાગ્રંથ.
ધર્મભ્રષ્ટ : ધર્મથી પતિત થયેલો. ધર્મરત્નાકર : દિ.આ. કૃત ધર્મવિલાસ,
ધર્મશર્માભ્યુદય,
ધર્મસંગ્રહ
ધર્મામૃત
શ્રાવકાચારનું
આધ્યાત્મિક ગ્રંથ છે. ધર્મરાગ : ધર્મ પરનો ઘણો સ્નેહ. ધર્મસંગ્રહણી : શ્વે. આ. હિરભદ્રસૂરિજી
For Private & Personal Use Only
www.jainelibrary.org