________________
શબ્દપરિચય
ઔપચારિક છે. નિશ્ચય ધર્મ અને નિશ્ચય સાપેક્ષ વ્યવહાર ધર્મ બંનેમાં યથાર્થ ક્ષમાદિ ધર્મો પ્રગટ થાય છે. સાથે સાથે અહિંસાદિ ધર્મ પણ હોય છે. જ્ઞાનીજનો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્ ચારિત્રને ધર્મ કહે છે. તે મોક્ષકારણીભૂત છે.
શ્રાવકનાં દાનાદિ અનુષ્ઠાન સમ્યક્ત્વ સહિત હોય તો તે પરંપરાએ મુક્તિનું કારણ બને છે. સમ્યગ્દષ્ટિનું પુણ્ય મોક્ષનું કારણ છે. તેમની ષડાવશ્યક ક્રિયાદિ નિર્જરાનું કારણ છે. સમ્યક્ત્વ રહિત વ્રત તપ નિર્જાનું કારણ બનતાં નથી પણ સંસારનું કારણ બને છે. નિશ્ચય ધર્મરહિત કેવળ વ્યવહાર ધર્મથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થતી નથી. રાગ-દ્વેષ, મોહ, અજ્ઞાન-રહિત આત્માના સામ્ય પરિણામ જનિત શુદ્ધાત્માની અનુભૂતિ નિશ્ચય ધર્મ છે. વ્યવહારધર્મ સાધુને માટે ગૌણ છે. ધ્યાનાદિ મુખ્ય છે. ગૃહસ્થો માટે વ્યવહારધર્મ દાન-પૂજાદિ મુખ્ય છે. કારણ કે રાગની પ્રકર્ષતાને લીધે નિશ્ચયધર્મની ભૂમિકા થતી નથી. તે ચારિત્રની અપેક્ષાએ સમજવું; શ્રદ્ધા અપેક્ષાએ નહિ.
ધર્મકથા : જેમાં ક્ષમાદિ ધર્મો,
Jain Education International
૧૧૯
ધર્મધ્યાન
સમ્યક્ત્વની પ્રાપ્તિનું કથન, આધ્યાત્મિક ભાવના હોય સવિશેષ ધાર્મિક જ્ઞાનીજનોનાં જીવનચરિત્રનાં દૃષ્ટાંતો. ધર્મક્ષમા : ક્ષમા રાખવી તે આત્માનો ધર્મ છે એમ સમજી ક્રોધને શમાવવો તે.
ધર્મચક્ર : સમવસરણની પીઠિકા, અષ્ટમંગલરૂપી સંપદાઓ તથા યક્ષો મસ્તક પર અત્યંત શોભાયમાન ધર્મચક્ર રાખીને તીર્થંકરની સાથે રહે. ધર્મચક્રવર્તી : જેમ ચક્રવર્તી ચક્રરત્ન
વડે ભરતાદિક્ષેત્રના છ ખંડને જીતે છે, તેમ તીર્થંકર ભગવંતો ધર્મ વડે ચારે ગતિનો અંત કરી મોક્ષ પામે છે તે. ધર્મધ્યાન કોઈ શુદ્ધ વિષયમાં મનને એકાગ્ર કરવું તે છદ્મસ્થનું ધ્યાન છે. સામાન્ય રીતે જીવ માત્રનું મન
:
ઉપયોગ કોઈ પણ વિષયમાં રોકાયેલું હોય તે કોઈ પણ પ્રકારનું ધ્યાન છે. પરંતુ રાગાદિ-ભાવવાળું હોવાથી તે દુર્બાન છે. સાધક રાગાદિ રહિત સામ્યભાવ. આત્મભાવના અભ્યાસ માટે જે ધ્યાન કરે છે તે ધર્મધ્યાન છે, જે શુક્લધ્યાનનું કારણ છે. ધર્મધ્યાનના ઘણા ભેદ છે. આજ્ઞાવિચય, અપાયવિચય,
For Private & Personal Use Only
www.jainelibrary.org