________________
શબ્દપરિચય
ઉપરિતકાળ : જીવ-અજીવના વર્તના આદિ પર્યાયો સ્વતંત્ર છે, છતાં તેમાં કાળદ્રવ્યનો ઉપચાર કરવો. ઉપચરિતસ્વભાવ : અત્યંત ભિન્ન
પદાર્થને અભેદરૂપે ગ્રહણ કરે, જેમ કે મકાન, નગ૨, હાથી-ઘોડા મારા છે, તેમ કહેવું.
ઉપચાર : અન્ય વસ્તુના લક્ષણને પ્રયોજનવશ અન્ય વસ્તુમાં આરોપિત કરવી, જેમ કે વ્યવહારના પ્રયોજનવશ માટીના ઘડાને પાણીનો ઘડો કહેવો. સ્વજાતીય દ્રવ્યાદિમાં વિજાતિ દ્રવ્યાદિનો આરોપ કરવો. કારણમાં કાર્યનો આરોપ, જેમ કે અન્ન-ધન આદિ પ્રાણ છે. હિંસાદિ દુઃખ છે, અર્થાત્ દુઃખનું કારણ છે. જીવ કર્મનો કર્તા છે એ વ્યવહા૨રૂપ ઉપચાર છે.
ઉપચારવિનય : દેવ, સદ્ગુરુ, સદ્ધર્માદિમાં શ્રદ્ધાપૂર્વક ઉપાદેય માનીને વંદનાદિ વિનય છે, તે સિવાયના વ્યવહારિક પ્રયોજનમાં જે વિનય કરવો ઉચિત હોય તે. ઉપદેશ : બોધ, મોક્ષમાર્ગનો બોધ પરમાર્થથી પાત્ર જીવ માટે, વિનીત માટે, અત્યંત મહાન ઉપકારી છે. પ્રથમ મુનિધર્મનો, પછી. શ્રાવકધર્મનો બોધ ગુરુજનો આપે છે. ધર્મઅનુષ્ઠાન કરવા, તપ
Jain Education International
૫૭
ઉપપાદ જન્મ
સત્યાત્રદાન,
અનુષ્ઠાન, જિનભક્તિ, મહાવ્રત, દેશવ્રત, હિતોપદેશ, તત્ત્વોપદેશ, આદિ બોધ ભૂમિકા પ્રમાણે હોય. બોધદાતા અને બોધગ્રાહક બંને પુણ્યના હેતુ છે. તેમાં આત્મહિત છે. આવા પરમાર્થરૂપ વ્યવહારધર્મના બોધથી વિપરીત
એ મિથ્યા ઉપદેશ છે.
ઉપધાતુ
ઔદારિક શરીરમાં હાડમાંસ ઇત્યાદિ ધાતુ-ઉપધાતુ હોય. ઉપધાન ઃ નવકારાદિની સાધના માટે
વિશિષ્ટ તપ. તે દિવસોમાં સાધુજીવન જેવી ચર્ચા પાળવાની હોય છે.
ઉપધિ ઃ અન્યના નિમિત્તે ગ્રહણ કરેલા પદાર્થો. ધન-ધાન્યાદિ બાહ્ય ઉપધિ છે. ક્રોધાદિ આત્મભાવ અત્યંતર ઉપધિ છે. સાધુસાધ્વીજનોનાં સંયમાદિ માટે રખાતાં વસ્ત્રાદિને, જરૂરિયાતના ઉપકરણોને ઉપધિ કહે છે
ઉપનય : પક્ષ અને સાધનમાં દૃષ્ટાંતની
સદશતા દેખાડવાને ઉપનય કહે છે. જેમ કે આ પર્વત પણ એવા જ ધુમાડાવાળો છે.
ઉપનીતિ : સંસ્કાર સંબંધી એક ગર્ભાન્વય ક્રિયા. ઉપન્યાસ : દૃષ્ટાંત, નવલકથા. ઉપપાદ જન્મ : નારીઓ તથા દેવોનો
For Private & Personal Use Only
www.jainelibrary.org