________________
શબ્દપરિચય
જ્ઞાનસા૨ : શ્વેતાંબર, દિગંબર બંને આચાર્યચિત
આમ્નાયના
આધ્યાત્મિક ગ્રંથ.
જ્ઞાનાચાર : મુનિજનો પાંચ મહાવ્રત સાથે પંચાચારનું પાલન કરે છે. ૧. જ્ઞાનાચાર, ૨. દર્શનાચાર, ૩. ચારિત્રાચાર, ૪. તપાચાર, ૫. વીર્યાચાર.
ાનાચાર :
શાસ્ત્રજ્ઞાનનું
યથાર્થપણે વિનયપૂર્વક અધ્યયન કરવું. ગુરુજનોનો વિનય રાખવો. આત્મ જ્ઞાનસ્વરૂપ છે તેનું લક્ષ્ય દૃઢ કરવું. કાળાદિકનો સ્વાધ્યાયમાં વિવેક રાખવો. શુદ્ધ ઉચ્ચાર વડે અભ્યાસ કરવો.
જ્ઞાનાતિચાર : જ્ઞાન તથા જ્ઞાનીની, જ્ઞાનના સાધનના અનાદરથી લાગતો દોષ.
જ્ઞાનાતિશય : સંપૂર્ણ ત્રિકાળવર્તી અપૂર્વજ્ઞાન.
જ્ઞાનાર્ણવ : દિ. આ. રચિત સંસ્કૃત આધ્યાત્મિક ગ્રંથ. શાનાવરણ : જીવના જ્ઞાનાગુણને
આવ૨ણ કરે તે. જેટલા પ્રકારનું શાન છે તેટલા પ્રકારનું જ્ઞાનવરણીય કર્મ છે. વ્યવહારથી બાહ્ય પદાર્થના વિષયનો બોધ ન થાય તેવું આવરણ, જે સમયે જે વિષયના બોધને રોકવાવાળું કર્મ નષ્ટ થાય તે સમયે તે વિષયનું
Jain Education International
૧૦૧
ટીકા
જ્ઞાન પ્રકાશિત થાય છે. જેમ કે મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાન પ્રકાશિત
થાય છે. તેમ દરેક જ્ઞાન માટે સમજવું.
ાયક : જાણનાર, આત્મા સ્વયં જ્ઞાયક છે.
શેય : જણાવા યોગ્ય પદાર્થ. શેય
જ્ઞાનનો વિષય બને છે. પદાર્થમાત્રમાં જણાવા યોગ્ય
લક્ષણ છે.
ઝંખના : વારંવાર સ્મરણ.
ઝંઝાવાત : અતિવૃષ્ટિ, વર્ષાની સાથે જોરદાર વાયુ.
ઝાંઝવાં : મૃગજળ, દૂરથી દેખાતો પાણી જેવો આભાસ.
2
ટંકોત્કીર્ણ : પથ્થર ૫૨ ટાંકણું પડે અને તરત જ આકૃતિ પડે. તેમ જીવને બોધનું પરિણમન. કેવળજ્ઞાન પોતાનામાં સમસ્ત વસ્તુઓને શેયાકાર ટંકોત્કીર્ણન્યાયથી જાણે છે. ટિપ્પણ : સમજૂતી માટે લખેલી નાની ટીકા.
ટીકા સંસારમાં એક અર્થમાં નિંદા. શાસ્ત્રોના વિસ્તૃત વર્ણનને ટીકા કહે.
For Private & Personal Use Only
www.jainelibrary.org