________________
૫૮
ઉપવૃંહણ
જન્મ ઉપપદ કહેવાય. ઉપવૃંહણઃ (વૃદ્ધિ) ઉત્તમક્ષમાદિ ગુણો
દ્વારા આત્મસ્વરૂપની - ધર્મની વૃદ્ધિ કરવી સમ્યગ્દર્શનાદિ ગુણોમાં દઢ
રહેવું. ભાવની વૃદ્ધિ કરવી. ઉપભોગઃ જે વસ્તુ પુનઃ પુનઃ ભોગમાં
આવે તે ઉપભોગ છે. જેમકે સ્ત્રી, પુરુષ, ધન, ઘર વગેરે. આહારાદિ ભોગ છે, એક વાર લીધેલો પદાર્થ
પુનઃ ગ્રહણ થતો નથી. ઉપમાનઃ પ્રસિદ્ધ પદાર્થની તુલ્યતાથી
સાધ્યના સાધનને કહેવું. ઉપમિતિભવ પ્રપંચ કથા : શ્વેતાંબર
આચાર્ય સિદ્ધર્ષિશ્રી દ્વારા રચિત ગ્રંથ. જેમાં સંસારમાં જીવને લાગેલા કર્મની દરેક પ્રકૃતિનું પાત્રથી રૂપક આપી તેનો પ્રભાવ બતાવ્યો છે, જેમાં મોહ – કુમતિ જેવાની વિશેષતા બોધરૂપે બતાવી છે, તેની સામે જ્ઞાનાદિ વડે મોહ કેવી
રીતે જીતાય છે તે બતાવ્યું છે. ઉપયોગઃ આત્માના (ચેતનાની
પરિણતિ) લક્ષણને ઉપયોગ કહે છે. આત્માનો ગુણ ચેતના, તેના દર્શનજ્ઞાન બે ઉપયોગ છે. દર્શન અંતઃચેતનાનો સામાન્ય પ્રતિભાસ, નિર્વિકલ્પ છે. જ્ઞાન પદાર્થોને વિશેષપણે ગ્રહણ કરે છે. સવિકલ્પ | છે. ઉપયોગ શુભાશુભ પદાર્થોનો
જૈન સૈદ્ધાંતિક આશ્રય કરે છે ત્યારે શુભાશુભ વિકલ્પરૂપે પરિણમે છે. તે સંસારનું કારણ છે. જ્યારે ઉપયોગ અંતરાત્માનો આશ્રય કરે છે ત્યારે નિર્વિકલ્પ હોવાથી શુદ્ધ કહેવાય છે. તે મોક્ષ અને આનંદનું કારણ છે. ઉપયોગના બે ભેદ શુદ્ધ, અશુદ્ધ. અશુદ્ધના શુભ અશુભ બે ભેદ છે. અશુભથી મુક્ત થવા શુભભાવનું પ્રયોજન છે. મોક્ષ માટે શુદ્ધ ઉપયોગ ઉપાદેય છે. જીવનો ભાવ વસ્તુને ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે તેને ઉપયોગ કહેવાય છે. આ ઉપયોગ એક સમયવર્તી જ્ઞાનવાળો છે, શક્તિરૂપે એક સમયમાં જ્ઞાન ઉપયોગ હોય છે. પરંતુ તે સ્વતઃ ઉપયોગરૂપે નથી. સંસારી જીવને કર્મનો બંધ શુભાશુભ પરિણામોથી થાય છે. શુદ્ધ પરિણામ વડે એ બંનેનો છેદ – ક્ષય થાય છે. ત્યારે જીવ સાક્ષાત્ મોક્ષ પામે છે તેથી શુભ ઉપયોગ છે તે કાર્યકારી ઉપાદેય છે. યદ્યપિ એ શુભઉપયોગથી પુણ્યબંધ થાય છે. પરંપરાએ મોક્ષનું કારણ છે. આર્તરૌદ્રધ્યાન અશુભ ઉપયોગ છે જે પાપજાનિત છે. ધર્મ અનુષ્ઠાન તથા ધર્મધ્યાન શુભોપયોગ છે. મોહાદિરહિત ઉપયોગ શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org