________________
એકાંતિક
એકાંતિક નિયમથી એકાંત પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું છતાં તેને સર્વથા એક જ ધર્મવાળો માનવો. જેમ કે આત્માને એકાંતે શુદ્ધ માનવો.
એકેન્દ્રિય : (જીવ) જે સંસારી જીવને સ્પર્શ ઇન્દ્રિય છે. પૃથ્વીકાય, અપકાય (જળ) તેઉકાય (અગ્નિ) વાઉકાય (વાયુ) વનસ્પતિકાય. તેના અંતરગત ઘણા ભેદ છે. એકેન્દ્રિય જાતિ એકેન્દ્રિયપણું, તે નામકર્મની પ્રકૃતિ. એલાચાર્ય : ઉપ-આચાર્ય.
એવકારઃ નિશ્ચયપૂર્વક વાત કરવી. એવંભૂત નય ઃ સાત નયમાંથી સાતમો
નય. જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ હોય તે ક્રિયારૂપ પરિણમેલ પદાર્થને ગ્રહણ કરે. પૂજારી પૂજા કરતી વખતે પૂજારી કહેવાય તે પ્રકારે.
એષણા : આહારનો દોષ, તેને નિવારવા એષણા સમિતિ.
લોકેષણા : લોકમાં પ્રશંસનીય
થવું. વિત્તેષણા ધનાદિના ઉપાર્જનનો લોભ.
સંતાનપ્રાપ્તિની
પુત્રેષણા : ઝંખના. (વૃત્તિ)
એષણાસમિતિ : નિર્દોષ આહાર લેવો. બેંતાલીશદોષરહિત ગોચીની
પ્રાપ્તિ.
—
Jain Education International
૬૪
જૈન સૈદ્ધાંતિક
ઐત્તિહ્યઃ ઇતિહાસ.
ઐરાવણ - ઐરાવત ઃ સૌધર્મ ઇન્દ્રનો હાથી (વાહન) અત્યંત સુંદર અને શક્તિમાન.
:
ઐરાવતક્ષેત્ર : એક કર્મભૂમિ, પાંચ ઐરાવત ભરતભૂમિ જેવા છે. ઐલક ઃ અગિયારમી પ્રતિમાના ધારક, એક વસ્ત્ર કે કોપીન ધારક, ઉત્તમ શ્રાવક. કેશ લોચ કરે. કમંડલધા૨ક હોય. ગ્રંથ આદિ ઉપકરણ ધારણ કરે. સાવદ્ય કારણભૂત પદાર્થોના ત્યાગી. તેમની ચર્ચા લગભગ મુનિજનો જેવી અને કઠિન તપાદિને ધારણ કરવાની હોય. તેઓ મુનિજનોના સહવાસમાં રહે છે.
ઐશ્વર્યંમદ : પોતાની પૌદ્ગલિક શક્તિઓનો અહંકા૨.
ઐહિક ઃ આ લોક સંબંધી.
:
ઐહિકલાનપેક્ષા : દાતાર દાનના બદલામાં કોઈ પણ પ્રકારના ફળની અપેક્ષા ન રાખે.
ઐહિકભય ઃ આ ભવ સંબંધી ભય. રાજાનો દંડ, કારાવાસ, લોકનિંદા. માલમિલકત લૂંટાઈ જવાનો વગેરે. ઓ..
ઓઘ : સમૂહ. સામાન્ય વર્ગ, ભેગું મળવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org