________________
જિનવરવૃષભ
જિનવરવૃષભ : જિનવરમાં પણ શ્રેષ્ઠ. મુખ્ય તીર્થંકર પરમદેવ.
જિનસહસ્રનામ : ભગવાનનાં ૧૦૦૮ નામવાળું સ્તોત્ર, સ્તુતિ. જિનસ્તુતિશતક : આ. સ. કૃત સંસ્કૃત છંદબદ્ધ જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ. બીજી જિનશતક, જિવાની : જળને ગાળ્યા પછી તેનું શેષ પાણી તે જ જળાશયમાં પહોંચાડવું. જિહ્વા (૨સના) સ્વાદેન્દ્રિય. બીજી નરકનું સાતમું પ્રતર. જીવ : જીવે છે, જીવતો છે અને જીવશે તે ચેતનાયુક્ત જીવ છે. ઉપયોગ લક્ષણયુક્ત છે. સંસાર કે મોક્ષ બંને અવસ્થામાં જીવની મુખ્યતા છે. જોકે જ્ઞાનદર્શનસ્વભાવી હોવાથી તે આત્મા છે. છતાં પણ સંસારી દશામાં દ્રવ્ય-ભાવ પ્રાણને ધારણ ક૨વાથી જીવ કહેવાય છે. શરીરમાં રહેવા છતાં જ્ઞાનસ્વરૂપ છે. કેવળ પંચમહાભૂતનું પૂતળું નથી. જંતુથી માંડીને સર્વ જીવ સ્વતંત્ર છે. કોઈ જીવ વિશ્વવ્યાપક નથી. સંસારી જીવ જ શુદ્ધાત્મા તરીકે પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે.
જીવ : પુદ્ગલની જેમ સ્પર્માદિ સહિત નથી તેથી ઇન્દ્રિય-અગોચર છે. સ્વભાવથી દર્શન-જ્ઞાન ભાવને ધારણ કરે છે. વ્યવહારથી પુદ્ગલ
Jain Education International
૯૮
જૈન સૈદ્ધાંતિક
સંયોગે મન, ઇન્દ્રિયાદિ પ્રાણોને ધારણ કરે છે.
જીવ, પ્રાણી, જંતુ, ક્ષેત્રજ્ઞ, પુરુષ, પ્રમાતા, આત્મા જ્ઞાની, અજ્ઞાની, એ સર્વ એકાર્થ છે. તેમાં અવસ્થાભેદ છે. જીવના મુખ્ય બે ભેદ છે. સંસારી અને મુક્ત. સંસારી જીવ અનંતાનંત છે. સંસારી જીવના જાતિ, ગતિ, યોનિયુક્ત અનેક ભેદ છે. મુક્ત જીવ કેવળ સિધ્ધો છે. પોતે અનંતા છે. કર્મ સહિત સંસારી જીવ સુખદુઃખનો ભોક્તા છે. મુક્ત જીવો સ્વરૂપાનંદના ભોક્તા છે. જીવના અનુજીવી ગુણો : ચેતના, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિક, કર્તૃત્વ, ભોક્તવ વગેરે અનંતગુણ છે.
જીવના પ્રતિજીવી ગુણો : અવ્યાબાધ, અવ્યાગાહ, અગુરુલઘુ, સૂક્ષ્મત્વ, નાસ્તિત્વ વગેરે.
જીવન : શરી૨૫ર્યાયમાં ધારણ કરવામાં
કારણભૂત આયુકર્મના ઉદયમાં ભવસ્થિતિને ધારણ કરવાવાળા જીવને પ્રાણ તથા શ્વાસ વગેરેની ક્રિયા ચાલુ રહે તે. જીવન્મુક્ત : પૂર્ણ મોક્ષ અથવા દેહધારી છતાં દેહાતીત દા.
For Private & Personal Use Only
www.jainelibrary.org