________________
ચત્તરિ મંગલાણિ
પ્રભુ. ચત્તારિ મંગલાણિ : અરિહંત, સિદ્ધ સાધુ અને ધર્મ, એ ચાર મંગલ. ચત્તારિ લોગુત્તમા ઃ અરિહંતાદિ તથા કેવળીએ બતાવેલો ધર્મ. એ ચાર લોકમાં ઉત્તમ છે.
ચત્તારિ શરણાણિ : અરિહંતાદિ ચાર વસ્તુઓનું શરણ હજો.
ચમત્કાર : આશ્ચર્યકારી ઘટના. લૌકિક ચમત્કારોમાં ભ્રમિત થવું, આકર્ષિત થવું તે સમ્યગ્દર્શનો દોષ છે, મૂઢદૃષ્ટિ છે. ચમત્કૃતિ : ચમત્કાર, નવાઈ. ચમરી ગાય ઃ વિશિષ્ટ ગાય જેના અતિ સુંવાળા વાળમાંથી ચામર બને છે. ચમરેન્દ્ર ઃ ભવનપતિ નિકાયના અસુરકુમા૨નો દક્ષિણેન્દ્ર. ચરણ : ચારિત્ર, આચરણ.
ચરણકમળ ઃ પરમાત્માના ચરણને ચરણકમળ કહે છે. (નિર્લેપતા) ચરણરજ : પવિત્રાત્માઓના ચરણની ધૂળ. ચરણસિત્તરિ સાધુ સાધ્વીજનોના આચારના નિયમો. મનાદિ યોગને સમ્યક્ પ્રવૃત્તિમાં જોડવા માટે સતત્ કરવાનું આચરણ. તેના સિત્તેર ભેદ હોય છે.
ચરણોદક : દેવ, ગુરુ, વગેરેના ચરણ ધોયેલું પાણી. ચરમ ઃ છેલ્લું. અંત્યવાચી.
www
Jain Education International
૯૦
જૈન સૈદ્ધાંતિક
ચરમશીરી : (ચરમદેહ) એ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરવાવાળા જીવ ચરમોત્તમ દેહધારી કહેવાય. જે છેલ્લા બે ભવ ધારણ કરી મોક્ષે જાય તે દ્વિચરમ. ચરમદેહવાળા જીવો તીર્થંકરની પ્રત્યક્ષતામાં જન્મ ધારણ કરતા હોય છે. ચરમાવર્તી : જેને ફક્ત એક પુદ્ગલ પરાવર્ત જ સંસાર બાકી છે તેવા જીવો.
ચર્મરત્ન ઃ ચક્રવર્તીનું એક રત્ન. ચર્ચા: પ્રવૃત્તિ. કોઈ પ્રતિજ્ઞા કરવી. દિનચર્યાં.
ચર્ચાપરિષહ : સાધુજનો વિહારાદિમાં વાહન-યાનનો ઉપયોગ ન કરતાં ખુલ્લા પગે ચાલી કાંટા કાંકરાનાં વિઘ્નો સહન કરે. પથકાળે આવશ્યકાદિનું પરિપૂર્ણ પાલન કરે. તે ચર્ચાપરિષહજ્ય કહેવાય છે. ચલ સમ્યક્ત્વનો એક દોષ છે. શ્રદ્ધામાં ભ્રમ. ઉપકરણાદિમાં મોહભાવ. પોતે સ્થાપિત કરેલા જિનબિંબમાં અહંભાવ કરવો. ચલનશીલ : ગર્વથી કે અસભ્યતાપૂર્વક
વચનોનો પુનઃ પુનઃ પ્રયોગ કરવો. ચલિતરસ : આહારમાં વિક્રિયા થઈ અમુક સ્વાદ પેદા થવો તે અભક્ષ્ય છે. ચંચલચિત્ત : ભટકતું મન, અસ્થિર
For Private & Personal Use Only
www.jainelibrary.org