________________
શબ્દપરિચય
થાય છે. તેથી ક્રમમાં અંતર નથી, તેથી ક્રમવર્તી છે. ક્રમભાવી પર્યાયોમાં એકત્વરૂપ જ્ઞાન દ્વારા ગાહ્ય પદાર્થ સામાન્ય છે તે ઊર્ધ્વપચય સામાન્ય છે. અનેક દ્રવ્યો કે પર્યાયોમાં સરખો બોધ કરવાવાળા જે સરખા પરિણામ છે. તે તિર્યકપ્રચય સામાન્ય. ક્રમબદ્ધ ઃ નિયતિ. જે કાળે જે થવાનું છે
તે ક્રમ નિયત છે. ક્રમસ૨ થતું. ક્રમબદ્ધપર્યાયઃ સર્વ દ્રવ્યોમાં અતીત, અનાગત અને વર્તમાન કાળના સર્વ પર્યાયો કેવળજ્ઞાનીની અપેક્ષાએ ક્રમસર ગોઠવાયેલા છે તે ક્રમસર આવે છે. તેમાં ફક પડતો નથી.
ક્રિયા : દ્રવ્ય માત્ર ક્રિયાસંપન્ન છે. સંસારી જીવ અને અશુદ્ધ પુદ્ગલોની ક્રિયા વૈભાવિક છે. મુક્તાત્મા અને પરમાણુની ક્રિયા સ્વાભાવિક છે. સાધકો વડે જે ધાર્મિક ક્રિયા થાય છે તે આગપ્રસિદ્ધ છે. કર્મના અર્થમાં ક્રિયા કહેવાય છે. ક્રિયાકલાપગ્રંથ : દિ.આ. કૃત સાધુજનો
માટે નિત્ય નૈમિત્તિક પ્રતિક્રમણાદિ ક્રિયા કર્મ સંબંધી વિષયોનો એક સંગ્રહ ગ્રંથ. ક્રિયાકાંડ ઃ કૃતિકર્મ. ક્રિયાની મુખ્યતાથી થાય તે.
Jain Education International
૭૭
ક્ષપક - ઉપશામક
ક્રિયાકોશ : દિ.આ કૃત શ્રાવક ક્રિયા પ્રદિપાદક ગ્રંથ.
ક્રોડી : એક કરોડને એક કરોડ
ગુણવાથી જે સંખ્યા આવે છે. ક્રોધ : સ્વને કે પ૨ને ઉપઘાત, અપકાર આદિ કરવામાં ક્રૂ પરિણામ. તેમાં તીવ્રતા-મંદતાના ભેદ છે. રોષ, આક્રોશ, ઉગ્રતા, ગુસ્સો એકાર્થવાચી છે. ક્રોધ એ કષાય છે. જીવનું અહિત કરનાર છે. ક્લેશ : અશુભના ઉદયમાં જીવને સંતાપ થવો.
ક્લિષ્ટ કર્મ વિનાશ: ભારે બાંધેલાં કર્મોનો વિનાશ.
શ
ક્ષણ : પળ (સેકંડ)
ક્ષણવર્તી : એક ક્ષણ રહેનાર. વર્તનાર. ક્ષણિક ઉપાદાનકારણ : એક ક્ષણ પછી
નાશ પામનાર શક્તિ.
ક્ષત્રિય : તે કાળે શસ્ત્ર ધારણ કરી આજીવિકા ચલાવતા હતા તે, તથા શસ્ત્ર દ્વારા સબળ શત્રુઓ સામે નિર્બળોની રક્ષા કરે. પરાક્રમ એ તેમનું લક્ષણ છે. તીર્થંક૨ ભગવાન સંસારને જીતવાના પરાક્રમી હોઈ ક્ષત્રિય કુળમાં તેમનો જન્મ ધારણ થતો હોય છે.
ક્ષપક - ઉપશામક : (કર્મોને ખપાવવાં) જે જીવ કર્મક્ષપણમાં પ્રવૃત્ત છે તથા
For Private & Personal Use Only
www.jainelibrary.org