________________
ગુરુદ્રવ્ય
લઈ જનારું) ધર્મવાળો છે. કેવળ નીચે લઈ જાય તેમ નહિ પરંતુ કોઈ પણ દિશા પ્રત્યે લઈ જાય તે ગુરુત્વ.
ગુરુદ્રવ્ય : ગુરુ-ભક્તિ કે વૈયાવચ્ચ માટે રાખેલું દ્રવ્ય.
ગુરુપરંપરા : ગીતાર્થ મુનિજનો દ્વારા ચાલી આવતી મોક્ષમાર્ગની
પ્રણાલી.
ગુરુપૂજનક્રિયા ઃ વડીલો, ઉપકારી ગુરુજનો, ઉપકારીઓનું બહુમાન તથા પૂજા કરવાની વિધિ. ગુરુમૂઢતા : મિથ્યાષ્ટિ, વિપરીત માર્ગે જનારાને ગુરુ માનવા તે. ગુહ્યુ: છૂપું, રહસ્ય.
ગુંજારવ અવ્યક્ત મધુર અવાજ. ગૂઢ: સૂત્રોના ઊંડાં રહસ્યો.
ગૃહ : ઈંટ, માટી, લાકડાં વગેરેથી બાંધેલું સુરક્ષિત મકાન. ગૃહપતિઃ ચક્રવર્તીનું એક રત્ન. (સંસ્થાઓમાં દેખભાળ માટે રખાતા વેતનીય પુરુષ) ગૃહસ્થધર્મ : ઘરમાં રહીને સદાચારપૂર્વક રહેવાનો ધર્મ. ગૃહ્યમાણાવસ્થા પ્રતિ સમયે કર્મોને ગ્રહણ કરતી અવસ્થાવિશેષ. ગોચરીવૃત્તિ ઃ ગાય જેમ થોડું થોડું ઘાસ
ચરે તેમ સાધુ-સાધ્વીજનો ઘરેઘરેથી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે.
--
Jain Education International
૮૬
જૈન સૈદ્ધાંતિક
ગોત્રકર્મ : વર્ણવ્યવસ્થા કે જે ગોત્રમાં જન્મ્યો હોય તે સંસ્કાર પ્રમાણે જે ક્રિયા કે વ્યાપાર કરે. જે કર્મના ઉદયથી પૂર્વના ક્રમથી ચાલતા આવેલા જીવના આચરણરૂપ ઉચ્ચ-નીચ ગોત્રમાં જન્મ થાય, તે ગોત્રકર્મ.
ગોપુચ્છક : દિગંબર સાધુઓનો એક
સંઘ. (ગોપ્ય)
મંત્રી ચામુંડરાયની
ગોમટ્ટસાર ઃ વિનંતિથી દિ.આ. નૈમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દ્વારા રચિત કર્મસિદ્ધાંત પ્રરૂપક પ્રાકૃત ગાથાબદ્ધ ગ્રંથ; તેના મુખ્ય બે વિષય છે. ૧. જીવકાંડ ૨. કર્મકાંડ,
ગોરસ : ગાયના દૂધમાંથી બનતા પદાર્થો.
ગોશીર્ષ ઃ એક મૂલ્યવાન ઔષધિ. ગૌશીર્ષ ચંદન પણ છે.
ગોસર્ગકાલ : બે ઘડી દિવસ ચડ્યા પછી મધ્યાહ્નકાલમાં બે ઘડી ઓછી રહે તે કાલ.
ગૌણ : ગૌણતા, અધિકતાની દૃષ્ટિએ અલ્પતા.
ગૌતમ : ભગવાન મહાવી૨ના પ્રથમ ગણધર; પૂર્વનું નામ ઇન્દ્રભૂતિ હતું. ગૌતમ ગોત્રિય હોવાથી ગૌતમ કહેવાયા. અત્યંત ક્ષમાવાન, આજ્ઞાધારક, પ્રભુ પ્રત્યે ગાઢ પ્રશસ્ત રાગવાળા, લબ્ધિના
For Private & Personal Use Only
www.jainelibrary.org