________________
કેવળલબ્ધિ
કેવળલબ્ધિ : અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થતી અનંત લબ્ધિ. કેવળી : કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે. ૧. તીર્થંકર કેવળી પુણ્યાતિશયયુક્ત તથા ઉપદેશાદિ દ્વારા ધર્મ પ્રવર્તન કરે. ૨. તે સિવાયના સામાન્ય કેવળી. ૧. મનાદિ યોગસહિત સયોગી કેવળી તેરમું ગુણસ્થાનક. ૨. યોગ નિરોધ કરી સર્વથા કર્મથી મુક્ત અયોગી કેવળી ચૌદમું ગુણસ્થાનક. જે નિરાવરણ જ્ઞાનયુક્ત છે તે કેવળી છે. મનાદિ યોગ હોવાથી ઈર્યાપથ આસ્રવ છે પરંતુ ઘાતીકર્મોનો નાશ હોવાથી તેનો બંધ નથી. કેવળીને કવળાહારમાં માન્યતા ભેદ છે. કેવળશ્રી : કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી. આત્મધન.
કેવળી સમુદ્દાત : જે કેવળીની આયુષ્યની અપેક્ષાએ નામ ગોત્ર, તથા વેદનીય કર્મની અધિક સ્થિતિ રહે તે સમુદ્દાત કરે. અન્ય કેવળી કરતા નથી. કેવળી પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને કર્મ૨જનું પરિશાતન કરવા માટે દંડ, કપાટ, પ્રતર અને લોકપૂરણ એમ ચાર પ્રકારે સમુદ્દાત આઠ સમયમાં પૂરો કરે. તે ફેલાયેલા આત્મ પ્રદેશો પાછા શરીરમાં સમાઈ જાય. જેમ દૂધનો ઊભરો સમાઈ
Jain Education International
૭૬
જૈન સૈદ્ધાંતિક
જાય છે. પ્રાયે આયુ અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે કેવળી સમુદ્દાત કરે. કેશલોંચ : સાધુ સાધ્વીજનો કાયક્લેશ તપની આરાધના માટે અને જૂ આદિ જીવોની રક્ષા માટે, શોભનીય આકર્ષણથી દૂર રહેવા કેશલોચ કરે. અસ્ત્રશસ્ત્ર વગર આંગળીઓ વડે કેશ દૂર કરે કરાવે. જેનાથી દેહાધ્યાસ ઘટવાનો અભ્યાસ થાય. ઉદીરણાનો હેતુ બને છે.
કોટાકોટિ - ક્રોડાકોડી : એક ક્રોડને એક
ક્રોડે ગુણવાથી જે થાય તે. એકડા ઉપ૨ ૧૪ મીંડાં થાય. કોટિશિલા જેના પરથી કરોડો મુનિ સિદ્ધપદને પામ્યા છે. કોશ : ક્ષેત્રનું પ્રમાણ; ગાઉ કે માઈલની જેમ.
કોષ્ઠા: ધરણી, ધારણા, એકાર્થ છે. કૌત્સુચ્ય કૌત્યુચ્ય પરિહાર તથા
અસભ્યવચન વડે અન્યને પીડાકારી શારીરિક કુચેષ્ટાઓ કરવી.
ક્રમ : વસ્તુના બે ધર્મ છે. ૧. ક્રમવર્તી,
૨. અક્રમવર્તી. જે પરિવર્તન પામ્યા કરે છે તે ક્રમવર્તી પર્યાય છે. તે ઊર્ધ્વપ્રચય છે. ગુણ એક સ્થાને રહેતા હોવાથી અક્રમવર્તી છે. તે તિર્થંકપ્રચય છે. પ્રથમ પર્યાયનો વ્યય થતો નથી પર્યાય ઉત્પન્ન
For Private & Personal Use Only
www.jainelibrary.org