________________
રાશીવિયોગ.
(૨૧) લઈ પોતાના પિતાના નગર રત્નપુર તરફ જતાં રહ્યાં. ” આ ખબર સાંભળતાંજ શાંતનુના હૃદયમાં વિશેષ શેક થઈ આવ્યું. તેને પ્રિયા અને પુત્રને વિરહ દુઃસહ થઈ પડયે. જેમ સમુદ્રને વિષે તરંગ ઉપર તરી આવ્યા જાય, તેમ તેના હુદયમાં પ્રિયા અને પુત્રના સ્મરણરૂપ વિવિધ પ્રકારના સંક૯પવિકલ્પ ઉઠવા લાગ્યા. તે વિરહાતુર થઈ ચિંતવવા લાગે“અરે મારી સાથ્વી પ્રાણપ્રિયા અને હાલ પુત્ર ગાંગેય ક્યાં ગયાં? તેમના મુખનું આનંદકારક દર્શન મને ક્યારે થશે ? એ મનહરણી મૂર્તિઓ હવે મારા જેવામાં ક્યારે આવશે ? તેમને વિરહ મારાથી શી રીતે સહન થશે? અહા! પતિવ્રતાઓમાં મુખ્ય ગણનીય એવી એ સ્ત્રીરત્નનું વચન મેં વ્યસનને વશ થઈ માન્ય કર્યું નહિ ? એટલું જ નહિં પણ મેં મારા વચનને ભંગ કરી મારા રાજ જીવનને દૂષિત કર્યું. તેથી જ મારે આ પશ્ચાત્તાપના સાગરમાં ડૂબવું પડયું.” આ પ્રમાણે શિકારી શાંતનુ શોકમગ્ન થઈ કેટલાએક સમય સુધી પિતાના શૂન્ય રાજભુવનમાં રહ્યો હતે.
શ્મશાન વૈરાગ્યની જેમ તે રાજાને કેટલાક દિવસ સુધી મૃગયા તરફ અભાવ રહ્યો, પણ પછી તે પાછો તે વ્યસનમાં મગ્ન થયે હતે. પ્રિયા અને પુત્રના વિરહકનું વિસ્મરણ કરી તે પાછો મૃગયાના દુર્વ્યસનને સેવવા લાગ્યા. મનુષ્ય
જ્યારે વ્યસનને વશ થઈ જાય છે, ત્યારે તે સર્વ પ્રકારના સુખ દુઃખને ભુલી જાય છે.