________________
(૨૦)
જૈન મહાભારત.. માન્ય કરશે નહિ, તે આપના વચનને ભંગ થશે અને મારા હૃદયમાં ખેદ થશે. હવે જે આપને ગ્ય લાગે તે કરે.” .
મહારાણી ગંગાનાં આ વચન સાંભળી સત્ય પ્રતિજ્ઞ મહારાજા હદયમાં જરા પશ્ચાત્તાપ કરી ત્યા–ભદ્ર! તારા વચને યથાર્થ છે. વળી હું સારી રીતે સમજુ છું કે, મૃગયા એ દુર્વ્યસન છે અને એમાં અપરિમિત પાપ છે; તથાપિ શું કરૂં! એ દુર્વ્યસન મારાથી મુકી શકાતું નથી. પ્રિયે! તારી સાથેની પૂર્વની પ્રતિજ્ઞા મને સારી રીતે યાદ છે; તથાપિ આ દુર્વ્યસન મારી તે પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરાવે છે.”
આ પ્રમાણે કહી પિતાની પૂર્વ પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરી રાજા શાંતનુ ગયા રમવાને નીકળી પડ્યા. પ્રતિજ્ઞાભંગથી પિતાનું અપમાન થવાથી ગંગાદેવીને ઘણું માઠું લાગ્યું. તેણુના હૃદયમાં પશ્ચાત્તાપ અને ખેદ પ્રગટ થયે. તરત તે રાજરમણે પોતાના બાળપુત્ર ગાંગેયને લઈને પિતાના પિતાના રત્નપુર નગરમાં ચાલી આવી અને પિયરમાં રહી પોતાના પુત્રનું પાલન-પોષણ કરવા લાગી.
શિકારી શાંતનું મૃગયા રમી દરબારમાં આવ્યું, ત્યાં તેણે પિતાની પ્રિય રાણી ગંગાદેવી તથા રાજકુમાર ગાંગેયને જોયાં નહિ. રમણ તથા રાજપુત્રથી શૂન્ય એવું રાજભુવન જોઈ શાંતનુ શેકાતુર થઈ ગયા. તેણે પિતાનાં દાસ દાસીઓને બેલાવીને પુછ્યું, ત્યારે તેમણે કહ્યું, “આપ જ્યારે વનમાં મૃગયા રમવા ગયા, પછી રાણું સાહેબ રાજકુમારને સાથે