________________
કુમાર - સંસારમાં દીકરીઓ જન્મી ત્યારથી પરાઈ જ હોય છે. નસીબ થકી અજ્ઞાની, અબુઝ, પશુ સરખા પતિને પરણી, તો જન્મારો ઝૂરીને જાય. પિયેરના મનગમતા સુખોને ત્યજી, પતિ સાથે જવુ જ પડે. તે મૂરખની સાથે કલેશ કંકાસમાં દિવસો કાઢવા જ પડે. કુમારની વાત સાંભળી ગુણસુંદરી નીચું જોઈને કહેવા લાગી -
હે રાજકુમાર ! આજથી હું તમને વરી ચૂકી છું તમે જ મારા સ્વામી. હવે આ ભવમાં બીજા વરને ન વરવાનો નિયમ કરી લીધો છે. પરણીશ તો તમને, બીજાને નહિ.
વાત પૂરી થતાં કુમાર જવાબ આપે તે પહેલાં તો છાત્રાલયમાંથી બીજા છાત્રો સમય થતાં મઠમાં આવી ગયા. સૌ ભણવા માટે પંડિત પાસે આવી ગયા. પંડિત ભણાવવા લાગ્યા. બાકી રહેલા પાઠો પણ પૂરા થવા લાગ્યા. ભણતર પૂરું થતાં સૌ પોતપોતાના સ્થાને ગુરુદક્ષિણા આપી આવી ગયા.
ગુણસુંદરી અને તેની સાહેલીઓ રોજ ભેગા થઈને રમે છે. વાત વિનોદ કરે છે. હાસ્ય વિનોદ કરતાં એક દિન ગુણસુંદરીની માતાને સહિયરો કહે છે - મા! વિવાહ-લગ્નની તૈયારીઓ કરો. યોગ્ય કુમાર શોધી કાઢો. વાત કરતાં નગરના રાજકુમારની વાત માતાને કહી દીધી. સમજુ માતાને સમજતાં વાર ન લાગી.
માતા પ્રીતિમતીએ સ્વામીને વાત કરી. શેઠ વધામણી લઈ રાજાની પાસે ગયા. શુકનવંતી વાત કરતાં રાજા પણ આનંદ પામ્યા. ઘડિયાં લગ્ન લેવાયાં. ચંદ્રકુમારની સાથે ગુણસુંદરીના મહામહોત્સવપૂર્વક લગ્ન થયાં.
( શિરે
જ
s
શ્રી ચંદ્રશેખર રાજકુમારના શ્રેષ્ઠીકન્યા ગુણસુંદરી સાથે લગ્ન.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)