Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar
Catalog link: https://jainqq.org/explore/006185/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કર્મીવિચાર ભાગ - ૧-૨-૩ લેખક પંડિતપ્રવર શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ સંપાદક જિતેન્દ્ર બી. શાહ પ્રકાશક સૂતરત્નાકર, અમદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ કર્મવિચાર ભાગ - ૧-૨-૩ લેખક પંડિતપ્રવર શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ સંપાદક જિતેન્દ્ર બી. શાહ પ્રકાશક શ્રુતરત્નાકર અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ કર્મવિચાર ભાગ - ૧-૨-૩ પંડિતપ્રવર શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ સંપાદક જિતેન્દ્ર બી. શાહ પ્રકાશક શ્રતરત્નાકર ૮૦૩, સારપ, નવજીવન પ્રેસ સામે, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦ ૦૧૪. પ્રથમ આવૃત્તિઃ ૨૦૧૬ પ્રત : ૧OOO મૂલ્ય : રૂ. ૩OO| Page #4 -------------------------------------------------------------------------- ________________ ક્રિયોદ્ધારક પંન્યાસ શ્રી સત્યવિજયજી ગણિ પટ્ટાન્વયિ, શ્રી ગિરિનાર તીર્થ જીર્ણોદ્ધારાદિક અનેક પ્રવૃત્તિ પરાયણ આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના ચરણકમલમાં ભક્તિ નિવેદન કર્મ વિચારને લગતી મારી વિચાર-શ્રેણિને ઉત્તેજનાર, આપશ્રીના કરકમળમાં સમર્પિત આ ગ્રંથ સમ્યક સંસ્કાર પામી જૈનતત્ત્વજ્ઞાનની મહત્તા પ્રગટ કરવા દ્વારા, એ જગત કલ્યાણિની વાણી તરફ સમ્યગુભાવ પ્રગટ કરાવરાવી સંસ્કારી જીવાત્માઓને ઉત્તરોત્તર નિઃશ્રેયસ્ પ્રાપ્ત થવામાં જ સહાયક થાઓ, એ જ આશા અને ઇચ્છા સાથે. લી.સેવક પ્રભુદાસ બેચરદાસ પારેખની ૧૦૦૮ વંદના સ્વીકારશોજી Page #5 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદ્રવ્યમાંથી સુકૃતના લાભાર્થી શ્રી કાલન્દ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ ટ્રસ્ટ કાલન્દી, જી.સિરોહી (રાજસ્થાન) Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જગતમાં અનેક પ્રકારની વિચિત્રતાઓ જોવા મળે છે. કોઈ ધનવાન હોય પણ પોતે રોગી હોવાને કારણે ધન ભોગવી શકતો નથી, જ્યારે કોઈ નિરોગી નિર્ધન હોવાને કારણે દુઃખી છે. કોઈ નિર્બળ છે, કોઈ સબળ છે, કોઈ મહેનત કર્યા પછી પણ કંઈ પામતો નથી અને ઘણા મહેનત કર્યા વગર જ અપાર સંપત્તિ પામે છે. આવી આવી અનેક વિચિત્રતાઓનાં કારણો શોધ્યાં જડતાં નથી. શાસ્ત્રકારો જણાવે છે કે દરેક જીવ પોતાનાં કર્મોને કારણે સુખ, દુઃખ આદિ પામે છે. જગતની વિચિત્રતાનાં કારણ પણ આ કર્મ જ છે. ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત જનજનમાં વ્યાપેલો છે. જ્યાં ક્યાંય પણ વિકટ પરિસ્થિતિ સર્જાય કે સામાન્ય માણસ દુઃખ પામે ત્યારે કહે છે કે આ બધું કર્મ આધીન છે ! આવો જવાબ અવારનવાર સાંભળવા મળે છે તે જ દર્શાવે છે કે ભારતમાં કર્મનો સિદ્ધાંત પુરાતન અને વ્યાપક છે. ભારતમાં તમામ ધર્મો અને દર્શનોએ કર્મ વિશે ચિંતન કર્યું છે. વૈદિક પરંપરામાં અને બૌદ્ધધર્મ પણ કર્મનો સ્વીકાર કર્યો છે. પરંતુ કર્મ અંગેના તેમના વિચારો બધી જ સમસ્યાઓનું સમાધાન આપવા સમર્થ નથી. માત્ર જૈનધર્મનો કર્મસિદ્ધાંત અત્યંત સૂક્ષ્મ અને ખૂબ જ ગહન છે. તેથી તેમાં મોટાભાગના તમામ પ્રશ્નોનો જવાબ મળી જાય છે. જૈનધર્મમાં કર્મવિષયક જેટલું ગહન ચિંતન જોવા મળે છે તેટલું અન્ય કોઈ દર્શનમાં જોવા મળતું નથી. કર્મસિદ્ધાંત એ જૈનદર્શનનું જગતને બહુ જ મોટું અને મહત્ત્વનું પ્રદાન છે. સર્વ પ્રથમ તો કર્મનો સ્વીકાર અને કર્મ જેવા તત્ત્વની સિદ્ધિ જૈનધર્મે આગવી રીતે કરી છે. આ સિદ્ધાંત ઉપર લખાયેલ સાહિત્ય અતિશય વિશાળ અને સેંકડો ગ્રંથોપ્રમાણ છે. પ્રાચીન કાળથી અત્યાર સુધી રચાયેલું સાહિત્ય અત્યંત વિકટ અને દુર્ગમ પણ છે. આવા દુર્ગમ વિષયને સમજાવવા માટે સરળ પ્રકરણ ગ્રંથો પણ રચાયા છે. તેની ઉપર વિવેચનો/ટીકાઓ પણ રચાઈ છે. હવે તો તે ગ્રંથો સમજાવનાર નિષ્ણાતોની સંખ્યા પણ હવે અલ્પ થઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ રહી છે, ત્યારે આવા દુર્ગમ વિષયને સરળ ભાષામાં અને સચોટ રીતે સમજાવે તેવા ગ્રંથોની આવશ્યકતા ઊભી થાય છે. પં.પ્રભુદાસ બેચરદાસ પારેખ બહુશ્રુત વિદ્વાન હતા. તેમણે ધર્મવિષયક તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષયક અનેક ગ્રંથો લખ્યા છે અને તે દ્વારા સમાજને જાગૃત કરવાનું અને સંસ્કૃતિની રક્ષા કરવાનું મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે. તેમણે તત્ત્વાર્થાધિગમસૂત્ર, પંચપ્રતિક્રમણ સૂત્ર, આદિ ગ્રંથો ઉપર વિસ્તૃત વિવેચનો લખી જિજ્ઞાસુઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે. પં.પ્રભુદાસભાઈ રચિત કર્મવિચાર ગ્રંથ ખૂબ જ સરળ ભાષામાં સુંદર શૈલીમાં લખાયો છે, આ ગ્રંથ કર્મના ગહન સિદ્ધાંતસાગરમાં પ્રવેશ કરવા માટે નાવની ગરજ સારે છે. કર્મ જેવા ગહન વિષયને બાળમાનસ પણ સમજી શકે તેવા નાના નાના પાઠોમાં સંવાદાત્મક શૈલીમાં અહીં રજૂ કર્યો છે તેમજ કર્મસિદ્ધાંતને લોકભોગ્ય દાંતો દ્વારા રજૂ કર્યો છે. આ ગ્રંથના વાંચન-મનનથી કર્મસિદ્ધાંત અત્યંત સરળતાથી સમજાય તેમ છે. ખરેખર તો આ પુસ્તકને જૈનધર્મની તમામ પાઠશાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન આપવા જેવું છે, જેથી વિદ્યાર્થીઓ માટે કર્મસિદ્ધાંતનાં રહસ્યો સુગમ બને અને જૈનધર્મની ગહનતાનો તેમને પરિચય થઈ શકે. - પં.પ્રભુદાસભાઈએ જિજ્ઞાસુઓ ઉપર જણાવ્યું તેમ સરળતાથી કર્મસિદ્ધાંતને સમજી શકે અને કર્મના ગહન વિષયમાં પ્રવેશ કરી શકે તેવી શુભ ભાવનાથી આ ગ્રંથની રચના જુદા જુદા ભાગોમાં કરી હતી. આ જ ગ્રંથની એક કરતાં વધુ આવૃત્તિઓ પ્રકાશિત થઈ હતી, જે આ ગ્રંથની મહત્તા દર્શાવે છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી આ ગ્રંથ અલભ્ય હતો. ઘણાં જ્ઞાનભંડારોમાં અને પુસ્તકાલયોમાં ત્રણેય ભાગ એક સાથે ઉપલબ્ધ નથી. તેથી જિજ્ઞાસુઓને કર્મસિદ્ધાંત સમજવામાં સરળતા રહે તેવા શુભ આશયથી ત્રણેય દુર્લભ ભાગો મેળવીને અહીં એક સાથે, “કર્મવિચાર' ગ્રંથનું પુનઃપ્રકાશન કરવામાં આવી રહ્યું છે. ન્યાયશાસ્ત્ર વિશારદ અને કર્મશાસ્ત્ર નિષ્ણાત પૂ.આચાર્યશ્રી વિજય રૈવતસૂરિજી મ.સા. અમદાવાદમાં પધાર્યા ત્યારથી અવારનવાર તેઓશ્રીની સાથે જ્ઞાનચર્ચા થતી હતી. એકવાર પૂજય આચાર્યદેવશ્રી વિજય Page #8 -------------------------------------------------------------------------- ________________ નીતિસૂરીશ્વરજી મ.સા. વિશે ચર્ચા નીકળી. તેમનાં કાર્યો વિશે અને પં.પ્રભુદાસભાઈ સાથેના સંબંધોની ચર્ચા ચાલી. ત્યારે કર્મવિચાર પુસ્તકની પણ ચર્ચા થઈ. આ ગ્રંથ વર્તમાનમાં સરળતાથી ઉપલબ્ધ ન હોવાથી અમે તેનું પુનર્મુદ્રણ કરી રહ્યા છીએ એ વાત કરી. આ સાંભળી પૂ.આચાર્યશ્રી વિજય રૈવતસૂરિજી ખૂબ જ પ્રસન્ન થયા અને જણાવ્યું કે આ ગ્રંથનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ અને આ ગ્રંથના પ્રકાશન માટે યોગ્ય વ્યવસ્થા કરાવવાનો પ્રસ્તાવ મુક્યો. પૂજયશ્રીએ કાલન્દ્રી(રાજસ્થાન)ના જૈન સંઘને પ્રેરણા કરી અને શ્રીસંઘે જ્ઞાનખાતાની ૨કમ પણ ફાળવી જેથી અમારું કાર્ય ખૂબ જ સરળ થઈ ગયું. આ માટે અમે પૂ.આચાર્યશ્રી વિજય રૈવતસૂરિજી મ.સા.ના અત્યંત ઋણી છીએ અને કાલન્દ્રી જૈન સંઘની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અમને આશા છે કે ‘કર્મવિચાર' ગ્રંથ જિજ્ઞાસુઓને ઉપયોગી થશે. આ ગ્રંથના પ્રકાશનમાં સહયોગ કરનાર તમામનો આભાર માનીએ છીએ. તા.૧.૮.૨૦૧૬ અમદાવાદ જિતેન્દ્ર શાહ Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ } { શ્રી મહાવીર સ્વામી ભગવાન, કાલન્દ્રી Page #11 -------------------------------------------------------------------------- ________________ સંવિગ્ન પરંપરાના પ્રથમ આચાર્ય ગિરનાર-ચિત્રકૂટાદિ-તીર્થોદ્ધારક પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મ.સા. Page #12 -------------------------------------------------------------------------- ________________ સંયમસમ્રાટ ગચ્છાધિપતિ પ.પૂ.આચાર્યદેવશ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મ.સા. Page #13 -------------------------------------------------------------------------- ________________ પંડિતપ્રવર શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા કર્મવિચાર ભા.૧ : બંધ પાઠ ૧ જગતની વિચિત્રતા અને તેનાં કારણો જાણવાની ઇચ્છા જડ અને ચૈતન્ય પાઠ ૨ પાઠ ૩ ચૈતન્ય-લાગણીના તરંગો પાઠ ૪ લાગણી ચલાવનારું અને સર્વ લાગણીઓ એકઠી થવાનું મૂળ મથક પાઠ ૫ શરીરમાં આત્માનો ફેલાવો પાઠ ૬ બારીકમાં બારીક કણિયો-પરમાણુ પાઠ ૭ આખી વસ્તુ-સ્કંધો પાઠ ૮ પરમાણુના જથ્થા-ઢગલા : વર્ગણા પાઠ ૯ બીજી ઔદારિક ગ્રહણયોગ્ય મહાવર્ગણા અને તેની પેટા વર્ગણાઓ પાઠ ૧૦ વર્ગણા (ચાલુ) પાઠ ૧૧ આત્મપ્રદેશો અને આત્મપ્રદેશોની સંસર્ગ તથા વિસર્ગ શક્તિ પાઠ ૧૨ યોગ-બળ-આંદોલન પાઠ ૧૩ અધ્યવસાય : લાગણીઓ પાઠ ૧૪ અધ્યવસાય : ભાગ ૨જો પાઠ ૧૫ પુનરાવર્તન પાઠ ૧૬ બંધ અને કર્મ પાઠ ૧૭ સમય પાઠ ૧૮ સંગ્રહ કર્મવિચાર ભા.૨ : સત્તા પાઠ ૧ યોગસ્થાનકો પાઠ ૨ બંધના પ્રકારો : પ્રદેશ બંધ પાઠ ૩ બંધના પ્રકારો (ચાલુ) પાઠ ૪ બંધનાં નિમિત્તો પાઠ ૫ પરમાણુઓમાં રહેલા મુખ્ય ગુણો ૢ જા જી - @ & 8 2 ૨૦ ૨૩ · ૩૦ ૩૪ ♠ ♠ TM ૬ ૪ * * * ૫૮ ૬૩ » કૈં છે ? ૩ ૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ૧૦૬ ૧૦૯ ૧૧૧ ૧૧૪ ૧૨૧ ૧૨૬ ૧૨૯ ૧૩૫ ૧૩૭ ૧૪૧ ૧૪૫ ૧૪૮ પાઠ ૬ અસંખ્ય આત્મપ્રદેશો સાથે લાગેલી અનંતી કાર્મણ વર્ગણાના દરેક સ્કંધમાં અનંતા પરમાણુઓ કેમ ? પાઠ ૭ આઠ કરણો પાઠ ૮ આઠ કરણો (ચાલુ) પાઠ ૯ કરણની વિચિત્ર અસર પાઠ ૧૦ કરણની વિચિત્ર અસર (ચાલુ) પાઠ ૧૧ અબાધાકાળ પાઠ ૧૨ નિષેક અને ઉદયાવલિકા પાઠ ૧૩ સત્તા પાઠ ૧૪ સંગ્રહ કર્મવિચાર ભા.૩ઃ ઉદય ઃ બહિરંગ વિચાર પાઠ ૧ પ્રાણિજસૃષ્ટિ પાઠ ર પ્રાણીવર્ગનું પૃથક્કરણ પાઠ ૩ મનુષ્ય અને ગાય પાઠ ૪ પ્રાણીઓમાં સામ્ય અને વૈષમ્ય પાઠ ૫ મનુષ્યની જીવનસામગ્રી પાઠ ૬ મનુષ્યની જીવનસામગ્રી (ચાલુ) પાઠ ૭ શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ પાઠ ૮ શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ પાઠ ૯ આત્મા : ગુણો અને સ્વરૂપ અંતરંગ વિચાર પાઠ ૧ આત્માનું સ્વરૂપ પાઠ ૨ આત્માની શક્તિઓને ઢાંકનાર કર્મો પાઠ ૩ કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર પાઠ ૪ આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અત્તરાયકર્મ પાઠ ૫ નામ કર્મ પાઠ ૬ કર્મપ્રકૃતિ નિરૂપણ પાઠ ૭ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) પાઠ ૮ ૭ ગોત્રકમ પાઠ ૯ ઉદય ૧૫૩ (૧૫૮ ૧૬૨ ૧૬૮ ૧૭૩ ૧૭૫ ૧૮૪ ૧૮૭ ૨ ) ૨૧૦ ૨૨૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા (ભાગ ૧-૨) હિંદુસ્તાનમાં સામાન્ય અભણમાં અભણ પ્રજાજનોને મોઢે કર્મ શબ્દ ઝટપટ આવતો આપણે સાંભળીએ છીએ. “જેવાં મારાં કર્મ” “કર્યા કરમ ભોગવ્યા વિના છૂટકો નથી” વગેરે. તો, આ કર્મ શું હશે ? તેનો કશો સ્પષ્ટ ખુલાસો જૈન સમાજને મળતો નથી. પરંતુ વંશપરંપરાથી કર્મ શબ્દ વાપરતા આવે છે. લોકો “કર્મ એટલે શું ?” એ ભલે ન જાણતા હોય, પરંતુ તે શબ્દના પ્રયોગનો પ્રચાર ખૂબ વિચારપૂર્વક થયેલો છે. અને તેની પાછળ મહત્ત્વની વિચારણા, સંશોધન તથા વિજ્ઞાન પડ્યા છે, તેની પણ ભાગ્યે જ કોઈકને જ ખબર હશે. કર્મ : ભાગ્ય : દૈવ : નસીબ વગેરે જુદાં જુદાં નામો કર્મનાં જ છે. “તેના ભાગ્યનો ઉદય સારો છે” “દેવની ગતિ ન્યારી છે.” “તમો નસીબદાર છો” વગેરે વાક્યરચના સર્વ પ્રકારના લોકોમાં પ્રચલિત છે. નેપોલિયન બોનાપાર્ટ જેવા બુદ્ધિશાળી માણસે પોતાનો વિજય થાય, તેને માટે કેટલા કેટલા વિચારપૂર્વક પ્રયત્ન કરેલા હતા ? છતાં વોટર્કમાં તેને નિષ્ફળતા મળી. અને સેંટ હેલીનામાં લાંબા વખત સુધી કેદ ભોગવવી પડી અને ત્યાં જ મરવું પડ્યું. આમાં તેના પૂર્વકર્મની તેવી કોઈ અસરના પરિણામ સિવાય બીજું શું કલ્પી શકાય તેમ છે ? જીવનમાં જાણતા અજાણતાં થતી ભૂલો કોઈ પણ જાતના કારણ વિના કેમ થાય ? અને એ ભૂલોનું પરિણામ તો ભોગવવું જ પડે છે. જો ભૂલનું પરિણામ ન ભોગવવું પડતું હોય, તો નેપોલિયન બોનાપાર્ટને કેદમાં શા માટે રાખવો પડ્યો ? અને ભૂલનું પરિણામ ભોગવવું પડતું જ હોય, તો ભૂલ પણ કોઈ પણ પ્રથમની ભૂલનું પરિણામ હોવું જ જોઈએ. Page #17 -------------------------------------------------------------------------- ________________ આ વિચારસરણી આપણને ભૂલોની પરંપરાનાં કારણોનાં મૂળ સુધી લઈ જશે, અને ત્યાં આપણા હાથમાં કર્મ સિવાય બીજું કાંઈ આવશે જ નહીં. જેવી રીતે ભૂલની પરંપરાનો વિચાર કરતાં છેવટે કર્મ સુધી પહોંચવું પડશે, તેવી રીતે એક માણસ સારા દેશ ને સારા કુટુંબમાં જન્મે, અને ઉત્તરોતર તેના જીવનનો વિકાસ થતો જાય, ઉન્નતિ ઉપર ઉન્નતિ થયે જ જાય, તેને સારા સંજોગો મળે જ જાય. તેના મૂળમાં પણ છેવટે કર્મ હાથ લાગ્યા વિના રહેશે જ નહીં. જોકે આધુનિક વૈજ્ઞાનિકો આવી કોઈ વાત કહેતા નથી. કેમકે હજુ આ વાત તરફ તેઓનું લક્ષ્ય ગયું જ નથી. કારણ કે વિશ્વ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના મૂળ આધારભૂત મુખ્ય પદાર્થ આત્મા જ હજુ તેમના હાથમાં આવ્યો નથી. ત્યાં સુધી તેમનું વિજ્ઞાન એક તો અપૂર્ણ અને પાશેરામાં પહેલી પૂણી જેવું તો છે, અને તેમાં હજુ તેઓને વિજ્ઞાનનો મુખ્ય પદાર્થ આત્મા જ હાથ લાગ્યો નથી. એ સ્થિતિમાં એ જ વિજ્ઞાન ભારતીય તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન આગળ “મેરુ આગળ સરસવ”ની સ્થિતિમાં છે. આજકાલનાં પ્રચારક સાધનોથી તેની જાહેરાતો ગમે તેટલી મોટા પાયા ઉપર થતી હોય, તેટલા ઉપરથી “તેની પાછળ કોઈ સંગીન ભૂમિકાનો ટેકો છે.” એમ માનવાને કશુંયે કારણ નથી. વાસ્તવિક રીતે આજનું વિજ્ઞાન કેવળ બાલ્યાવસ્થામાં છે. અને તે કદી યુવાવસ્થામાં આવી શકે એવો સંભવ પણ નથી. માત્ર જગતમાં આજે માનવજાતને તે એક જાતની ડખલરૂપ થઈ પડ્યું છે. વાંદરામાંથી મનુષ્યજાત તરીકેનો વિકાસ ડાર્વિને જાહેર કર્યો છે. અને આજે દરેક નિશાળોમાં એ જૂઠાણું શિખવાડાઈ રહ્યું છે. ગતાનુગતિકતા આજે એટલી બધી વધી ગઈ છે, કે તેને કોઈ રોકી શકતું નથી. ડાર્વિન આજે જીવતો નથી. જીવતો હોત, તો આપણે તેને પૂછી શકત કે –“ભાઈ ! ડાર્વિન ! મનુષ્યમાંથી વિકાસ પામીને કઈ જાતનું પ્રાણી ઉત્પન્ન થશે? તેનો જવાબ તારી પાસે છે ? બાપુ ! જેમ માછલામાંથી દેડકાં, તેમાંથી વાંદરા, તેમાંથી મનુષ્યો થયા. છતાં, તેની પાછળની અને આગળની જાતિઓ Page #18 -------------------------------------------------------------------------- ________________ જગતમાં આજે મળે છે. તે પ્રમાણે મનુષ્યની આગળની કોઈ જાત તો બતાવને ભાઈ ! કે “મનુષ્ય થવું એટલે, પ્રાણીજ સૃષ્ટિના વિકાસનો અંત આવવો. એમ તારો અભિપ્રાય છે ? આગળ કશો વિકાસ જ ન થાય ? કે કેમ ?” આ પ્રશ્નોના તારી પાસે જવાબો છે ? ભાઈ !” ખરી રીતે તેની પાસે તેના જવાબો જ નથી. એવી જ સ્થિતિ બિચારા ન્યુટનની પણ ઘણે અંશે છે. પરંતુ આજના યુરોપવાસીઓની મનોદશા જ એવી છે કે “આપની કુકસી તે લાપસી અને બીજાની લાપસી તે કુકસી” આ દશામાં તેને સમજાવવા જવાનો કશોયે અર્થ નથી. સુઘરી વાંદરાને શિખામણ આપવા ગઈ અને તેના જેવા હાલ થયા તેવા હાલ આપણા થાય. કારણ કે આજે તેની ગમે તે કારણે બોલબાલા છે. નહિતર, એક અમેરિકન પ્રખર વિદ્વાને ડાર્વિનની પૂરતી ખબર લીધી છે, અને ટાઢા પહોરના ગપ્પીદાસ તરીકે તેને જાહેર કર્યા છે. ઉપરાંત“કોઈ પણ પ્રાણીજાતિ પોતાની જાતિમાંથી જ વિકાસ પામે છે, માનવ માનવમાંથી વિકાસ પામે છે.” એવો સિદ્ધાંત પ્રમાણભૂત પુરાવાથી સિદ્ધ કર્યો છે. આ વિદ્વાને માત્ર ડાર્વિન સામે બખાળા કાઢ્યા છે, એમ નથી. પણઇતિહાસ, સંશોધન, પ્રવાસ અને વૈજ્ઞાનિક પ્રયોગો વગેરે વિશાળ સામગ્રીને આધારે એ બધું સિદ્ધ કરીને પોતાના વિશાળ ગ્રંથોમાં જાહેરમાં મૂકેલ છે. છતાં, આપણી નિશાળોમાં તો ડાર્વિન અને એચ.જી. વેલ્સ જેવા તેના અનુયાયીના ગ્રંથોના આધાર ઉપર લખાયેલાં પાઠ્ય પુસ્તકો હવે તો મુંબઈ જેવા શહેરમાં પ્રાથમિક વર્ગોમાં સરકારે ચાલતાં કર્યા છે. આનું પરિણામ એ આવે છે કે, આપણાં બાળકો પહેલેથી જ આપણી પરંપરાનાં સત્યજ્ઞાનથી તદન વંચિત રહેવા પામે છે. ભારતના દરેક પ્રાચીન દર્શનો કર્મનો તો સ્વીકાર કરતા જ આવ્યા છે. ભારતના દરેક મુખ્ય દર્શનોના સાહિત્યમાંથી કર્મ અને તેની અસરનું પ્રતિપાદન કરનારા અનેક અવતરણો આપણને મળી શકે છે. પરંતુ વિસ્તારભયથી અમે તે અહીં ટાંકતાં નથી. વેદાનુયાયી વૈદિક સાહિત્યમાં પણ કર્મની વાતો મળે છે અને તે Page #19 -------------------------------------------------------------------------- ________________ ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધરૂપે વર્ણવાયેલ છે. કર્મ શબ્દના બે અર્થ તો ભાષાશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે : ૧. કર્મ એટલે ક્રિયા, પ્રવૃત્તિ ૨. કર્મ એટલે કર્તાએ કરેલી ક્રિયાનું ફળ જેને લાગુ પડે છે. જેમકે–દોડવું, જવું, ખાવું વગેરે ક્રિયારૂપ કર્મ છે. અને “છોકરો કાચ ભાંગે છે.” “છોકરો લાડુ ખાય છે.” વગેરેમાં કાચ કે જેના ઉપર ભાંગવાની તૂટવાની-ભંગાણ થવારૂપ અસર થાય છે. અને લાડ, કે જેના ઉપર ખવાવાની ક્રિયાની-ખવાઈ જવારૂપ અસર થાય છે. તેથી તે કાચ અને લાડુ કર્મો છે. ત્યારે વૈદિક સાહિત્ય - ક્રિયારૂપે કરાતી પ્રવૃત્તિને ક્રિયમાણ કર્મ કહે છે. અને તે સંચિત થાય છે અને કાળાંતરે તે ફળ બતાવે છે. ત્યારે તે પ્રારબ્ધરૂપે કહેવાય છે. ત્યારે “સંચિત એટલે શું એકઠું થાય છે?” ક્યાં એકઠું થાય છે? કેવી રીતે તે ફળ બતાવે છે ? પ્રારબ્ધરૂપે કેમ બને છે ?” આ વગેરે પ્રશ્નોના કશાયે વિગતવાર ખુલાસા જણાતા નથી. કાં તો તે જાતનું સાહિત્ય નષ્ટ થયું હોય, તો પણ કેટલાક ફકરા આજે મળવા જોઈએ. પરંતુ તેમાંનું કાંઈ જણાતું નથી. ભારતના પ્રાચીન વૈદક ગ્રંથ ચરકસંહિતામાં પણ કર્મની વાત કાંઈક વિગતવાર આપી છે, અને “પૂર્વભવના કર્મને લીધે થતા રોગો કર્મના ક્ષયથી જ નાશ પામે છે.” એમ પણ જણાવ્યું છે. નિર્દિષ્ટ દૈવ-શબ્દન કર્મ યત પૌવદહિકમ્ હેતુસ્તદપિ કાલેન રોગાણામુપલભ્યતે ૪.૧૧૬. નહિ કર્મ મહતું કિંચિત્ ફલ યસ્ય ન ભજ્યતે | ક્રિયાના કર્મજા રોગાઃ પ્રશાં યાન્તિ તત્ યાત્ ૪.૧૧૭. અર્થ:- “પૂર્વ ભવના શરીરથી કરાયેલું અને દેવને નામે ઓળખાતું કર્મ પણ રોગોનું કારણ બને છે, પરંતુ જયારે કર્મો ફળરૂપે ભોગવાય, ત્યારે Page #20 -------------------------------------------------------------------------- ________________ લાંબા કાળે તે સમજાય છે. ૪.૧૧૬. એવું કોઈ પણ નાનું કે મોટું કર્મ નથી, કે જેનું ફળ ભોગવ્યા વિના રહી શકાય છે. ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે પણ કર્મનો નાશ થાય છે, ત્યારે જ તે રોગ મટે છે.” ૪.૧૧૭. આ રીતે કર્મના સંબંધમાં વૈજ્ઞાનિક ભૂમિકા ઉપરના ઉલ્લેખો મળી આવે છે. પરંતુ, જૈનશાસ્ત્રોમાં કર્મના વિજ્ઞાન વિશે બહુ જ મોટા મોટા ગ્રંથો છે. પ્રાચીન સાહિત્યમાં જે ગ્રંથોનાં નામો મળે છે તેની શ્લોકોની સંખ્યા મેળવીએ, તો કરોડોની સંખ્યા થાય છે. પરંતુ તે જવા દઈને, આજે કર્મ વિશેના મળતા સાહિત્યના ગ્રંથોની બ્લોકસંખ્યા ગણીએ તો તે પણ લાખોની સંખ્યામાં થવા જાય છે. એટલું વિશાળ પાયા ઉપર કર્મના વિચારોને લગતું સાહિત્ય આજે વિદ્યમાન છે. કર્મને લગતી બારીકમાં બારીક વાતો તેમાં એટલી બધી છે કે જિંદગીભર તેનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવામાં આવે, તો પણ પૂરો થાય તેમ નથી. જૈનશાસ્ત્રોમાં કર્મના વિચારને લગતું સાહિત્ય માનો કે આખા જગતના ક્ષણેક્ષણના નાના મોટા તમામે તમામ ત્રિકાળમાં બનતા બનાવોનાં કારણો અને સંજોગોનું એક ચોક્કસ માપકયંત્ર થ૨મામીટર હોય તેમ જણાય છે. દૃશ્ય જગતના દરેકેદરેક પદાર્થોની વિવિધ પરિસ્થિતિઓનાં કારણોનું તો સંપૂર્ણ માપ પૂરું પાડે છે. “અમુક માણસ કાળો કેમ ? ઠીંગણો કેમ ? ઊંચો કેમ ? આંધળો કેમ ? કાંણો કેમ ? ઝાડનાં પાંદડાં લીલાં કેમ ? મરચું તીખું કેમ ? શેરડી ગળી કેમ ? પક્ષી ઊડે છે કેમ ? સૂર્ય તપે છે કેમ ? ચંદ્ર શીતળ કેમ ? પાણી પ્રવાહી કેમ ? અને મધમાખી આટલી હોશિયાર કેમ ?' તે દરેકનાં કારણો પદ્ધતિસર જૈન કર્મગ્રંથનો પ્રખર અભ્યાસી બરાબર કહી શકે. તેમાં ફેરફાર કેમ કરી શકાય ? કયા કર્મની અસર કેમ ભૂંસી શકાય ?” તેના ઉપાયોનો ક્રમ પણ તે પદ્ધતિસર બતાવી શકે છે. આટલી ઝીણવટ એ ગ્રંથોમાં અતિ સંક્ષેપમાં છતાં અતિ વિશાળતાથી Page #21 -------------------------------------------------------------------------- ________________ મળી શકે છે. તેમાં સામાન્ય રીતે સરળતાથી પ્રવેશ કરવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શક રૂપે આ કર્મવિચાર નામના ગ્રંથના જુદા જુદા ભાગો રચવામાં આવેલા છે. પહેલા ભાગની આ ત્રીજી આવૃત્તિ છે. બીજા ભાગની બીજી આવૃત્તિ છે. અને ત્રીજા ભાગની બીજી આવૃત્તિ પ્રસંગે કાઢવાની ધારણા છે. અને તક મળશે, તો આગળના ભાગો તૈયાર કરવાની પણ ભાવના છે. આ નવી આવૃત્તિમાં કેટલોક વધારો, તથા, કેટલુંક સ્પષ્ટીકરણ વધારવામાં આવેલ છે. તે આ પુસ્તકના પહેલાના વાચકો જોઈ શકશે. જેમ બને તેમ સરળતા કરવા પ્રયાસ કર્યો છે. છતાં વિષયની ગંભીરતાને લીધે ક્યાંક કઠિનતા કે અસ્પષ્ટતા રહેવા પામી હશે. તે તરફ અમારું લક્ષ્ય દોરવાથી હવે પછી તેમાં ઘટતો ફેરફાર કરીશું. આ કર્મવિચાર લખવામાં બહારનાં દષ્ટાંતો લેવા પડે છે અને વિદ્યાર્થીઓને સમજાવવા માટે અનેક કલ્પિત ઘટનાઓ ઘટાવવી પડે છે. એમ કરવા જતાં કર્મશાસ્ત્રના અભિપ્રાયોથી કાંઈ વિપરીત બનતું હોય, તો તે દોષથી અમો અમારા અંતઃકરણને મુક્ત રાખવા ઇચ્છીએ છીએ. જેમ તેમ કરીને શાસ્ત્રોથી વિરુદ્ધ જઈ પ્રતિપાદન કરવાની અમારી ઇચ્છા નથી. માત્ર સમજૂતી ખાતર નિર્દોષભાવે પ્રયાસ કરવા જતાં પણ કોઈ દોષના ભાગીદાર થવાતું હોય તો તેની ક્ષમા યાચી વિરમીએ છીએ. ' કરાર કરીશું. ગોલવાડા : મહેસાણા : ૨૦૦૪ : ફાગણ શું.૮ પ્રભુદાસ બેચરદાસ પારેખ Page #22 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા (ભાગ-૩) કર્મવિચારના પ્રથમના બે ભાગ તરફનો આદર તેના જલદી ઉઠાવ ઉપરથી સારી રીતે જાણવામાં આવ્યો છે. અને ત્રીજા ભાગની પણ સાથે જ ઉપરાઉપર માંગ આવ્યા કરી છે. પરંતુ પ્રેસોની અગવડતાને લીધે બહાર પડતાં ઘણો જ વખત લાગ્યો છે, તો પણ છેવટે વાચકોના હાથમાં ધારણા પ્રમાણે અમે રજૂ કરી શક્યા છીએ, તે પણ સંતોષ માનવાને કારણ છે. વિલંબનું બીજું કારણ એ પણ છે કે, આ ત્રીજા ભાગનું પ્રમાણ ધારવા કરતાં કંઈક મોટું થયું છે. કારણ કે આઠ કર્મની ૧૫૮ કર્મ-પ્રકૃતિઓનું વિવેચન બે વખત જુદા જુદા સ્વરૂપે આપ્યું છે. અને ત્રીજું કારણ એ છે કે, કર્મપ્રકૃતિઓનું સ્વરૂપ પ્રથમ ઘણા જ વિસ્તાર સાથે લખાયું હતું. પરંતુ તેથી ગ્રંથ ઘણો જ મોટો થવા જતો હતો, એટલે ફરીથી સંક્ષેપમાં લખવાની ફરજ પડી. બંધ, સત્તા અને ઉદય : કર્મની આ ત્રણ મહત્ત્વની અવસ્થાઓ વિશે આ ત્રણ ભાગમાં લખાયું છે. તે સાથે સાથે કરણો, યોગ, આઠ કર્મ અને તેના પેટાભેદો, નિષેક, ઉદયાવલિકા, કર્મ, વર્ગણા, પરમાણુ, આત્મા, સ્કંધો વગેરે વિશે પણ લખાયું છે. અમારો ઉદ્દેશ પ્રાચીન પૂર્વાચાર્યકૃત કર્મવિષયને લગતા ગ્રંથોમાં સરળતાથી વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવાનો છે, તે આ ગ્રંથોની યોજનાથી કેટલો સફળ થશે ? તે તો વિદ્વાન પરીક્ષક વાચકો જ કહી શકે. અથવા આ પ્રથમ પ્રયાસ બીજા યથાયોગ્ય પ્રયત્નમાં માર્ગદર્શક બને તો પણ ઘણું છે. કર્મની અસર વિશે હાલનું સાયન્સ પણ માનતું અને પ્રયોગ કરતું થયું છે. વૈદક અને શરીર વિજ્ઞાનને લગતું શાસ્ત્ર પૂરું થાય છે, તેના અબાધિત નિયમોથી જાણવામાં આવતી પ્રાણીઓની પ્રવૃત્તિ અને ચેષ્ટાઓ ઉપરાંત પણ ઘણા પ્રયોગો એ નિયમોથી બહાર જણાવા લાગ્યા. અને તેના ઉપરથી આખું કર્મ-૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ માનસશાસ્ત્ર અને તેના કેટલાક ચોક્કસ નિયમો શોધાયા છે, એટલેથી પણ સંશોધકોને સંતોષ નથી થયો. કારણ કે દરેક રીતે સમાન પરિસ્થિતિની બે વ્યક્તિઓના જીવનમાં પણ તફાવત જોવામાં આવવા લાગ્યો, સમાન સ્થિતિના બે ભાઈઓમાં–એક જુદી જ પરિસ્થિતિમાં રહેવા લાગ્યો, ત્યારે બીજો વળી તેનાથી તદ્દન જુદી જ પરિસ્થિતિમાં. એક, જીવનસંગ્રામમાં આવી પડતાં વિઘ્નો સામે તજવીજથી સામે થાય છે, તેમ તેમ તેના પર કષ્ટોનાં વાદળ તૂટી પડે છે. જયારે બીજો, વિઘ્નો અંતે કષ્ટોનાં મોંમાં હોમાય છે, છતાં ચમત્કારિક રીતે તે તેમાંથી બચી જાય છે. આવા આવા ઘણા પ્રયોગો અને દાખલાઓ ઉપરથી પશ્ચિમના સાયન્સ પણ કર્મશાસ્ત્રને લગતા ઘણા નિયમો તારવ્યા છે. અને પ્રાર્થના, યોગ્ય તાલીમ વગેરે તેના પ્રતિકારના નિયમો પણ તારવ્યા છે. એક જણને તાવ આવે, ત્યારે તેનો પ્રતિકાર કરવા વૈદ્ય-ડૉક્ટરની તરત સગવડ મળે છે. અને બીજા માટે, કાં તો તે બહારગામ ગયા હોય, કે બીજા દર્દીને જોવા ગયા હોય, અથવા એકને બદલે બીજો રોગ સમજાય, કે રોગને બંધબેસતી દવા જ ન યાદ આવે. પરિણામે અલ્પરોગી પણ મરણને શરણ થઈ જાય છે. આ સ્થિતિમાં તે વ્યક્તિના પૂર્વકૃત બધી બાહ્ય સામગ્રી ઉપર અસર પાડતા હોય છે. તે સિવાય બીજું શું સાબિત થાય છે? તેવી જ રીતે, ચાલ જીવનમાં ગમે તેવી ભયંકર ભૂલો કરીને ભયંકર રોગમાં સપડાયેલી બેદરકાર વ્યક્તિને અનાયાસે જ અનુકૂળ સામગ્રીઓ મળતી જાય છે, અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ દાખલામાંયે તેના પૂર્વતની અસર માન્યા વિના ચાલશે નહીં. આવા પુષ્કળ પ્રયોગો અમેરિકા વગેરે દેશોમાં સંશોધકોએ ઉપયોગમાં લીધા છે, અને કર્મને લગતા નિયમો તારવ્યા છે. પૂર્વનું અને પશ્ચિમનું સાયન્સ વસ્તુતાએ અમુક રીતે તો એક જ છે. કારણ કે તે પૂર્વની કે પશ્ચિમની માલિકીનું નથી. તે તો બધું કુદરતના જ ભંડારનો ખજાનો છે. ફેર માત્ર એટલો જ છે કે, પૂર્વની ગ્રંથરચના સંક્ષિપ્ત અને ગંભીર છે. ઊંડા અભ્યાસને પરિણામે તેમાંથી તાત્પર્ય સમજાય છે, પરંતુ સમજાય ત્યારે એવું આશ્ચર્યકારક સમજાય, કે જરૂર અભ્યાસી તેના ઉપર મુગ્ધ જ થાય. કારણ કે તેમાં ચોકસાઈ અને બીજા અવાંતર નિયમો તટસ્થપણે સૂચિત કરવાની ગોઠવણ Page #24 -------------------------------------------------------------------------- ________________ આ હોય છે. ત્યારે પશ્ચિમના લેખકો વિસ્તૃત અને સ્પષ્ટ ગ્રંથ રચનાથી લખે છે. ફેરફારનું કારણ લેખકોના પોતપોતાના સમયની ગ્રંથલેખન પદ્ધતિ જ છે. બીજો ફેર એ છે કે, પૂર્વના લેખકોએ તે તે સાયન્સને લગતા અમુક અમુક મુદ્દા ઉપર માત્ર ટૂંકામાં વિવેચન કર્યું હોય, અથવા એક બીજામાં ગતાર્થ કરીને ઉદાસીનતા બતાવી હોય. ત્યારે પશ્ચિમના લેખકોએ વળી અમુક અમુક મુદ્દા ઉપર ઘણો જ વિસ્તાર કર્યો હોય, અને બીજાને સંક્ષિપ્ત કે ગતાર્થ કર્યા હોય. આટલા ઉપરથી પણ ઉપર ટપકે જોનારને ભેદ જણાય. અથવા પશ્ચિમ હજુ કેટલાક નિયમો શોધી શકેલ નથી, હજી ઘણી શોધો ચાલુ છે. તેને અંગે ઘણા નિયમો જાણવામાં આવતા જાય છે. જે જે જાણવામાં આવે છે, તેને બહુ જ વિસ્તારથી અને સચોટ રીતે હાલનાં સાધનોથી બહાર પાડે છે. પછી તે નિયમો તે શાસ્ત્રની દૃષ્ટિથી સામાન્ય પ્રકારના હોય, અતિ મહત્ત્વના ન પણ હોય. ત્યારે પૂર્વના લેખકો બનતા સુધી અતિ મહત્ત્વના નિયમોને સૂત્રાત્મક શૈલીમાં બહાર મૂકે છે. વળી સૌને મારું સારું ગમે છે. બીજાનું સારું છૂટકો નથી થતો ત્યારે કબૂલ કરે છે. તેનું કારણ મનુષ્યના પ્રજાકીય સ્વાર્થો, સત્તા, હકૂમતનો સ્વાર્થ, સર્વોપરિપણાનું માન ખાટવાની વૃત્તિ વગેરે છે. “જગતમાં જે કાંઈ માનવ બુદ્ધિકૃત વૈશિષ્ટય છે તે સકળ ગ્રીસના બુદ્ધિમાનોથી ઉપજ્ઞ છે.’’ આ નિયમ આજે કૂપમંડૂકપણું સૂચવે છે. કારણ કે ભારત વર્ષ તેમાં અનેક રીતે અપવાદભૂત છે, એમ અનેક રીતે સાબિત થઈ ચૂક્યું છે આમ છતાં ઘણી આગ્રહી વ્યક્તિઓ તે કબૂલ કરવાની ના પાડશે. એટલું જ નહીં પરંતુ કેટલાંક તો જાણીને પણ ના કબૂલ કરશે. કારણ કે આજે યુરોપ-અમેરિકાની પ્રજાની મનોવૃત્તિ વ્યાપારી મનોવૃત્તિ છે. વેપારીનો સ્વભાવ જ છે કે, એક જ કારખાનામાં બનેલો એક જ જાતનો માલ હોવા છતાં “હરીફની દુકાનના એ માલ કરતાં પોતાનો શ્રેષ્ઠ છે, અને પેલામાં અમુક અમુક ખામી છે” એમ બતાવ્યા વિના છૂટકો જ ન થાય. કારણ કે માલના ગુણદોષના વિવેચન સાથે તત્ત્વજ્ઞાનીની પેઠે વ્યાપારીને નિસબત હોતી નથી. તેને નિસબત વકરો કરી ગ્રાહક મેળવવાની અને નફો સંપાદન કરી આજીવિકા ચલાવવાના ઉદ્દેશ સાથે હોય છે. તેમ જ આજે યુરોપઅમેરિકાની પ્રજા બધી બાબતમાં “અમે’”નો કક્કો ઘૂંટે છે. પૂર્વમાં અમુક અમુક માનસશાસ્રના, કર્મશાસ્ત્રના અને અધ્યાત્મશાસ્ત્રના નિયમોમાંથી ફલિત થયેલી પ્રવૃત્તિઓ તે જ રૂપમાં અથવા યત્કિંચિત્ રૂપાંતર પામીને રૂઢિરૂપે પ્રવર્તતી Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિઓને વહેમો, રૂઢિઓ કહીને નિંદી કાઢે છે. અને તે કદાચ વિજ્ઞાનપૂર્વક સાબિત થાય તો પણ કબૂલ નહીં કરતાં—“ઠીક છે, બરાબર નથી, પદ્ધતિસર નથી, અમુક અમુક ખામીઓ છે'' વગેરે શબ્દોચ્ચારો તો સાંભળવા પડશે જ. પૂર્વની નાચનારીઓની ગમે તેટલી નિંદા કરી તેને જનસમાજમાંથી ઉતારી પાડ્યા પછી ‘રૉયલ ઑપેરા હાઉસમાં’ પૂર્વના નાચો દેખાડવા કેવી મોટી મોટી જાહેરાતો થાય છે ? તેવી જ રીતે ઘણી બાબતોના સંબંધમાં દાખલા જાહેર છે. મુદ્દો એક જ છે કે—“દુનિયાભરમાં જે સારું હોય, તે આપણે શીખી લેવું, અને તે આપણા દ્વારા જ જગતમાં આકર્ષક રીતે રજૂ થવું જોઈએ, તે રજૂ થતાં પહેલાં તેના પૂર્વવર્તી ઉસ્તાદો સ્થાનભ્રષ્ટ અને માનભ્રષ્ટ થઈ જવા જોઈએ. પછી તે સત્તાથી, નિંદાથી કે ગમે તે રીતે થાય.” તેમાં દરેક ગોરી પ્રજાનો ભાગ છે. આટલા જ કારણથી આજે પૂર્વની વિદ્યાઓ કરતાં નાનામાં નાની પશ્ચિમની શોધ વધારે જગબત્રીશીએ ચડે છે. એટલા ઉપરથી “પૂર્વની વિદ્યાઓમાં કાંઈ નથી, પૂર્વના લોકો કશું જાણતા ન હતા કે નથી જાણતા’’ એમ આપણે માનવાનું નથી. તથા “ધર્મને નામે વહેમો ચાલે છે, પદ્ધતિસર નથી,’’ એ વગેરે દલીલો આપણે સાંભળવાની નથી. કારણ કે, તે બધી સ્વાર્થપ્રયુક્ત છે. સ્વાર્થી માણસો એમ બોલે એ પણ સ્વાભાવિક છે. આપણે પણ એક (આર્ય) પ્રજા છીએ. આપણને પણ આપણા સ્વાર્થી હોય છે માટે ભોળવાઈને વિના કારણ આપણી વિદ્યાને અને આપણા વિદ્વાનોને આપણે નિંદતા થઈ ન જવું જોઈએ. જ્યારે નિખાલસ ભાવથી જગતના પદાર્થોની સમાલોચના થાય ત્યારે જેમ હોય તેમ યથાર્થ સ્વીકા૨ ક૨વામાં વાંધો નથી. એટલું જ નહીં પરંતુ આપણી વાસ્તવિક ભૂલ હોય તે પણ કબૂલ કરવામાં વાંધો નથી. પરંતુ આપણી ભૂલ બતાવવી, તેના તરફ `અણગમો ઉત્પન્ન કરવો, પોતાની ભૂલો છુપાવવી, અને રચનાત્મકતા તરફ વધારેમાં વધારે માન ઉત્પન્ન કરવું. આ બધી સ્વાર્થવૃત્તિ હોય, ત્યારે આપણે પણ સત્ય ખાતર અને આપણા પોતાના સ્વાર્થ ખાતર ચેતવું જોઈએ. આ દૃષ્ટિબિંદુથી આપણો ભારતવાસીઓનો આજકાલ.એ જ ધર્મ છે કે, એક વખત તો આપણે આપણું આપણી રીતે સમજવું જોઈએ. પહેલેથી જ ચાલતી ગાડીમાં ન ચઢી બેસવું જોઈએ. એ દૃષ્ટિબિંદુથી આ ગ્રંથો પ્રાચીન લેખકોને સમજવામાં પ્રજાને મદદગાર થાય માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે. એ ઉદેશની સર્વપ્રકારે સફળતા થાઓ !!! એમ ઇચ્છી વિરમું છું. લિ યોજક Page #26 -------------------------------------------------------------------------- ________________ ૐ અર્હમ્ કર્મ-વિચાર ભાગ : ૧લો [બન્ધ] • યોજક . પ્રભુદાસ બેચરદાસ પારેખ Page #27 -------------------------------------------------------------------------- ________________ મઙ્ગલમ્ [આર્યા-છન્દ:] આદિ-નિયન્તા ઃ ત્રાતા : વિશ્વ-પિતા : ને શિક્ષિત-માનવતા : આદિ-ધર્મ-પ્રણેતા : ઋષભ-જિન : નેજ જગ વન્દના. ૧. Page #28 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧લો જગતની વિચિત્રતા અને તેનાં કારણો જાણવાની ઇચ્છા મહાશય ! વિદ્યાર્થી બંધુઓ ! તમે કોઈ વખત હસો છો? રડો છો ? માંદા પડો છો ? લહેરમાં આવી જઈ મનમાં આનંદ અનુભવો છો? તમને કોઈ વાર બીક લાગી છે? કે વહાલાના વિયોગે શોકાતુર થયા તો એવું તમને યાદ છે ? અને એનાં મૂળ કારણો જાણો છો ? ના, જી ! લૂલાં, લંગડાં, બહેરાં, અભિમાની, મહાચતુર, ભીખ માગતા ભિખારી, દાન આપતા શેઠ શાહુકાર, રાજા, મહારાજા, ને મજૂર તરીકે જીવન ગાળતા મનુષ્યો તમે જોયા છે ? હા, જી ! ઘણાયે. તમારું શરીર કેવું દેખાવડું છે? તમે સારો પોષાક મેળવી શક્યા છો, તમારું કદ જોઈએ તેવું માપસર ઊંચું છે. તમારું મોં દરેકને ગમે તેવું છે, વારુ ! તમે એવા પણ માણસો જોયા હશે, કે જેઓ કાળા, કદરૂપા, ઠીંગણા અને ગંદા હોય છે. તેની સામે જોવાનું કે તેમની સાથે બોલવાનું પણ ઘણાઓને ગમતું નથી. હા, એવું પણ ઘણી વખત જોવામાં આવે છે. ઉપર કહેલી ઘટનાઓ મનુષ્યોના જીવનમાં તમે જુઓ છો. એટલું જ નહિ, પરંતુ તેવા જુદા જુદા બનાવોથી દુનિયામાં અનેક જાતની Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪ કર્મ-વિચાર ભાગ-૧ “વિચિત્રતા” પણ જુઓ છો કે ? એ “વિચિત્રતા” શાથી હશે ? તેનું “કારણ” કાંઈ સમજો છો? ના. તમારા શરીર તરફ એક વખત નજર કરો–આંખકાન, નાક, હાથ, પગ, મોં, પેટ વગેરે કેવાં છે ? તેનો ખ્યાલ કરો. એવાં બીજે ક્યાંય તમે જુઓ છો ? હા, અરે ! દરેક માણસને મારા જેવાં જ હાથ, પગ, વગેરે છે. કયાં કોઈ જાતનો શું છે ? ઠીક, દરેકના હાથ, પગ વગેરે અવયવો આપણે જોઈએ છીએ, તે કયા કારખાનામાં બન્યા હશે ? તેનું કારખાનું તમે ક્યાંય જોયું છે ? ના. એ શેમાંથી બનાવ્યા હશે? કઈ વસ્તુની મેળવણીથી બનાવ્યા હશે ? કોણે એ મેળવણી કરી હશે ? ઘાટ સરખા થાય, અને તે દરેક અવયવો વળી સૌ સૌના ઠેકાણે ગોઠવાઈ જાય, એવી રીતે કોણે બરાબર માપીને ગોઠવ્યા હશે? આંખો પગમાં કેમ ન પેસી ગઈ ? નાક પીઠમાં કેમ નહીં ચોંટી ગયું હોય? જીભ મોઢામાં જ કેમ? આપણું શરીર જે વસ્તુઓનું બનેલું જણાય છે, તેવી વસ્તુનો પાક કે નીપજ કોઈ દેશમાં થતી હોય, તેવું તમે સાંભળ્યું છે ? ના ! તમે ખાધેલી રોટલી કયાં જતી હશે? તે જ રોટલી કે તેના ટુકડા કદી તમે ફરીથી જોઈ શકો છો ? ને કેમ ? તેનું શું થતું હશે ? કાંઈ સમજાતું નથી. ઉપર કહેલાં દરેક બનાવોનાં કારણો તમે જાણતા નથી, છતાં માત્ર Page #30 -------------------------------------------------------------------------- ________________ જગતની વિચિત્રતા અને તેનાં કારણો જાણવાની ઇચ્છા ૫ તમારી એ બાબતો જાણવાની ઇચ્છા અને મહેનત હોવી જોઈએ. પરંતુ તમારી વિચારશક્તિને કામે લગાડશો, તો તમને આપોઆપ કેટલુંક સમજાશે, અને આ પુસ્તક તમને એ સમજવામાં પૂરતી મદદ કરશે. મુદ્દા (૧) જગતની વિચિત્રતાનો ખ્યાલ. (૨) વિચિત્રતાનું કારણ, અને તે જાણવાની ઇચ્છા જિજ્ઞાસા]. Page #31 -------------------------------------------------------------------------- ________________ પાઠ રજો જડ અને ચૈતન્ય ગયા પાઠમાં દુનિયાની આ બધી વિચિત્ર ઘટનાઓનું કારણ સમજવામાં મદદ કરવાનું મેં માથે લીધું છે, તો હું તમને સમજ પડશે, તેવી રીતે સહેલાઈથી અને સચોટ મુદ્દાથી સમજાવું છું. આવો, જુઓ તો, આ શું છે ? આ કબાટ છે. આ બીજું શું પડ્યું છે ? મોટો પથ્થર ભીંતને અઢેલીને પડ્યો છે. એમાં અને તમારામાં શું શું મળતું આવે છે ? તે તમે સમજી શકતા હો, તો કહો. મારામાં ને એનામાં “ઘણું સરખાપણું” છે; હું ઊંચો છું, કબાટ પણ ઊંચું છે. હું ઊભો છું, એ પણ ઊભો છે. મારામાં પોલાણ છે, તેમ એમાં પણ છે. સહેજ-સાજ ધક્કો વાગતાં અમારા બેમાંથી કોઈ પડી જાય તેમ નથી. રંગમાં પણ અમે મળવા ધારીએ, તો મળી શકીએ તેમ છીએ. મને તો એમ જ લાગે છે કે, અમે બન્ને એક જ જાતના છીએ, અને તદ્દન મળતા જ છીએ. આપણે તેને આડો પાડી સુવાડીએ, તો, તે પણ મારી માફક આડો સૂઈ શકે. ઠીક, તમારા બન્નેયમાં કાંઈ “ફેર-તફાવત” જુઓ છો ? જરા વિચાર કરવાનો હું તમને વખત આપું છું. જો તમારા બન્નેયમાં કાંઈ ફેર હોય ને તમે સમજી શકતા હો, તો બરાબર વિચાર કરીને કહો. Page #32 -------------------------------------------------------------------------- ________________ જડ અને ચૈતન્ય ૭ ઓહો ! મોટો ફેર છે, ક્યાં છે? ક્યાં હું? એ એક જ ઠેકાણે પડ્યો રહે છે, હું ચાલું છું, બેસું છું, ઊઠું છું, બોલું છું, વાતો કરું છું, ખાઉં છું, પીઉં છું. એમ અનેક કામો હું “મારી મેળે” કર્યા કરું છું. એમાંનું એક પણ કામ આ કબાટ કે આ પથ્થર કરી શકે તેમ નથી. મેં કદી તેમ કરતા તેઓને જોયા નથી. મને કોઈ લાત મારે, તો મને તે વાગે, ને મારા મનમાં ગુસ્સો આવી જાય છે. પરંતુ આ કબાટને ગમે તેટલું મારવામાં આવે, તો પણ કંઈ નહીં. “પથ્થર ઉપર જાણે પાણી.” લો જુઓ, આ મેં પગની ઠોકર લગાવી. પણ બોલે જ કોણ ? તો પછી સામે મારવાની તો વાત જ શી ? મને લાગે છે કે, “એને લાગતું જ નહિ હોય.” અથવા “એના મનમાં કાંઈ આવતું જ નહિ હોય.” એનામાં કોઈ પણ પ્રકારની મારા જેવી “લાગણી” જ જણાતી નથી. ખરું કહું તો તેનામાં “લાગણી-ફૂર્તિ” જ નથી ને મારામાં છે. આ અમારા બન્નેયમાં મોટો “ફેર” છે. વાહ ! ધન્ય છે, તમારી વિવેક વિહેચણ કરનારી બુદ્ધિને ? ઠીક પૃથક્કરણ કર્યું. પણ આ ઉપરથી તારણ શું નીકળે છે? તે હવે હું સમજાવું છું: (૧) તમે તેની સાથે અમુક બાબતમાં મળતા આવો છો અને (૨) અમુક બાબતમાં જુદા પણ પડો છો. જે જે બાબતમાં મળતા આવો છો, તે બાબત તમારી અને એની એક જ સરખી છે. જે બાબતમાં જુદા પડો છો, તે બાબત તમારામાં છે, પણ કબાટમાં નથી, અને કબાટમાં છે, તે તમારામાં નથી. માટે જ તમારા બેમાં ફરક જણાય છે. હા, જી ! એમ જ. એટલે એની બનાવટ “એક જ જાતની વસ્તુથી થઈ જણાય છે. અને તમારી બનાવટ બે જાતની વસ્તુથી થઈ છે.” એમ આપણા મનમાં સહેજે સમજાઈ જાય છે. બરાબર ન સમજાયું. હશે, હમણાં જ સમજાશે. “અમુક માણસ મરી ગયો” એવા શબ્દો તમે સાંભળ્યા છે ? Page #33 -------------------------------------------------------------------------- ________________ ૮ કર્મ-વિચાર ભાગ-૧ છે ? હા. કોઈ વખત મરી ગયેલા માણસ પાસે ગયા છો ? અને તેને જોયો હા. તેની અને તમારી સરખામણી કરશો, તો તમને માલૂમ પડશે કે, “તમારા જેવું જ એનું શરીર છે” પણ “તમારા જેવા કામ તે કરતો નથી.” તેમજ, જેમ તમને “લાગણી થાય છે” તેમ તેને “લાગણી થતી નથી.”. વધારે તપાસ કરી હશે, તો એ પણ માલૂમ પડ્યા વિના રહ્યું નહીં હોય કે તે મરી ગયેલા માણસને લાકડાનો મોટો ઢગલો સળગાવીને તેમાં સળગાવી દે છે, છતાં જરા પણ બૂમ પાડતો નથી, નાસભાગ કરતો નથી, ને એક પણ શબ્દ બોલતો નથી. આ કબાટની માફક જ તે પણ “લાગણી વિનાનો જ” જણાયેલ છે કે ? હા, જી ! એ મરી ગયેલા માણસને તમે કદી તમારી માફક કામ કરતો જોયેલો ખરો ? હા, ઘણી વખત તે પોતાની દુકાનનું, ઘરનું કામ કરતો હતો, મારી માફક જ ખાતો-પીતો હતો. પરંતુ લોકો જ્યારે તેને મરી ગયો” એમ કહેવા લાગ્યા, ત્યાર પછી તેણે કશુંય કર્યું નથી. અને કોણ જાણે શા કારણથી, પણ તદ્દન ‘લાગણી વિનાનો” થઈ ગયો હોય, તેવો જણાતો હતો. તમે અને તે માણસ એક વખતે સરખી સ્થિતિમાં હતા, ને પાછળથી તે માણસ અને આ કબાટ, એ બન્નેય સરખી સ્થિતિમાં આવ્યા ? એવું જ બન્યું લાગે છે ને ? હા. એમ જ થયું લાગે છે. એટલે, તે માણસમાં પ્રથમ તમારી પેઠે શરીર અને લાગણી એ બે વસ્તુઓ જોવામાં આવતી હતી, ત્યારે તમે બન્નેય સરખા હતા, ને જ્યારે તેમાંથી એક બાબત-લાગણી-ઓછી થઈ, અને માત્ર શરીર રહ્યું, ત્યારે Page #34 -------------------------------------------------------------------------- ________________ જડ અને ચૈતન્ય ૯ “કબાટ જેવો હોય” એવો તે થઈ રહ્યો ને ? કેમકે તમારામાં લાગણી છે, ને તે માણસમાંથી લાગણી ચાલી ગઈ છે. કબાટમાં બિલકુલ લાગણી છે જ નહિ. એટલે પછી તે અને કબાટ બન્નેય સરખા થયા ને ? હા, જી ! એમ જ. “લાગણીને” અમે અહીં ચૈતન્ય” કીએ છીએ. તમારામાં “ચૈતન્ય છે, અને મરેલા તે માણસમાંથી ચૈતન્ય ચાલ્યું ગયું છે. અને આ કબાટમાં ચૈતન્ય નથી જ.' જેમાં ચૈતન્ય નથી, તેને અમે જડ” કહીએ છીએ. ત્યારે શું આ ટેબલ, ખુરશી, મકાન, હોલ્ડર, ખડિયો, બધાંયે જડ છે ? હા. એ બધાં યે ‘જડ” છે. અને પેલો માણસ મરી ગયો, તેનું શરીર પણ જડ હતું. લાગણી વિનાની દરેક વસ્તુ “જડ.” સમજ્યા કે ? જરા વિચાર કરો. આવી “જડ” વસ્તુઓ અને “ચૈતન્યવાળીલાગણીવાળી'' વસ્તુઓ સિવાય દુનિયામાં તમે બીજું કાંઈ જોઈ શકો છો ? ના. ખરેખર, જે જોઉં છું, તે દરેક “જડ કે ચૈતન્યવાળી વસ્તુના વર્ગમાં જ” સમાઈ જાય છે. ચૈતન્યવાળા પદાર્થોને જો કે “શરીર” કહેવામાં આવે છે. પરંતુ તેમાંથી જ્યારે ચૈતન્ય ચાલ્યું જાય છે, ત્યારે તે પણ કબાટ જેવું જડ જ સમજજો. એટલે શરીર એ જડ છે. અને તેમાં રહેલું ચૈતન્ય એ એક જતી આવતી બીજી કોઈ વસ્તુ છે. એમ સાબિત થયું ? હશે ? હા. બરાબર, બરાબર સાબિત થયું ને ? આ પાઠમાં કઈ બે વસ્તુઓ સાબિત થઈ ? “જડ અને ચૈતન્ય.” પરંતુ, સાહેબ ! “લાગણી [ચૈતન્ય]'' એ શું હશે ? કયાંથી આવતી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કર્મ-વિચાર ભાગ-૧ સાંભળો, આ દરેક બાબતના ખુલાસા આગળ ઉપર આવશે. હાલ, પ્રશ્નો પૂછવાની ઉતાવળ કરશો નહિ. મુદ્દા ૧. જગતમાં ચૈતન્યવાળી-લાગણીવાળી અને જડ-ચૈતન્ય વિનાની એ બે જાતની જ વસ્તુઓ મળે છે. ૨. આપણામાં ચૈતન્ય છે, એટલે આપણે ચૈતન્યવાળી વસ્તુઓમાં ગણાઈએ છીએ. ૩. આપણામાંથી ચૈતન્ય ચાલ્યું ગયા પછી, આપણું શરીર જડ કહેવાય છે. ૪. કબાટ, ખુરશી વગેરે વગેરે જેમાં લાગણી ન હોય, તે દરેક વસ્તુઓ જડ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૩જો ચૈતન્ય-લાગણીના તરંગો ગયા પાઠમાં આપણે ચૈતન્ય અને જડ વિશે શીખી ગયા છીએ, ચેતના, ચેતનશક્તિ, જાણવાની શક્તિ, જ્ઞાનાદિ શક્તિ અને લાગણી વગેરે ચૈતન્યનાં અનેક નામો છે. આપણે જે જે કામો કરીએ છીએ, તે દરેક ધારણાપૂર્વક કંઈક સમજીને કરીએ છીએ. જેમ કે–ખાવાની ઇચ્છા થઈ, એટલે જમવા બેસીએ છીએ; સાપ જોઈ પાછા હઠીએ છીએ; નવી ચીજ જોઈ લેવાનું મન કરીએ છીએ, કપડાં, જોઈ પહેરવા માંડીએ છીએ; ને લાડુ જોઈ ખાવા લાગીએ છીએ; આમ આપણું શરીર જે જે કામ કરે છે, તે દરેક વિવેકબુદ્ધિથી કરે છે. કબાટ તેમ કરતો જ નથી. કારણ કે–તે “જડ” છે, આપણામાં ચેતનાશક્તિ, ચૈતન્ય, લાગણી છે, તેથી દરેક કામો વિવેકપૂર્વક કરીએ છીએ, એટલે બુદ્ધિપૂર્વક અને બંધારણસરની રીતસરની હિલચાલમાં ચૈતન્યશક્તિ ખાસ મદદગાર છે.” આ બાબત તમારા મગજમાં બરાબર ઠસી કે ? હા. ઉપર પ્રમાણે જે નિયમ ઘડ્યો, તે ન માનતો હોય, એવો કોઈ પણ વિચારશીલ મનુષ્ય દુનિયાની સપાટી ઉપર જભ્યો જ નથી, એમ મારી ચોક્કસ ખાતરી છે. પછી ભલે, ચૈતન્યના વિશેષ વિવેચનમાં અનેક મતભેદો હોય, પણ “તે શક્તિ છે, અને તેના વિના જગતમાં ચાલી શકે તેમ નથી.” એમ તો દરેક માને છે જ. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કર્મ-વિચાર ભાગ-૧ - તમે થોડી વાર પહેલાં કહેતા હતા કે-“હું અને કબાટ સરખા છીએ” અને હવે કહો છો કે–“અમારા બન્નેયમાં ઘણો ફરક છે.” એમ બે વાત કેમ કરો છો ? પહેલાં મને એમ સમજાતું હતું, પછી આપે સમજાવ્યું એટલે મારે મારી વાત ફેરવવી પડી. મેં જે વાત સમજાવી, તે કોણ સમજયું? તે અમે સૌ સમજયા છીએ. પણ, તમે સૌ એટલે શું? કોણ સમજ્યું? એ મારો પ્રશ્ન છે. તમારા હાથ સમજ્યા? પગ સમજ્યા? કે નાક સમજયું? કોણ સમજયું? તે કહો. અમારું શરીર સમજયું. તમારું શરીર સમજી શકતું હોય તો, આ કબાટ કે મડદાનું શરીર કેમ ન સમજી શકે ? તે ન સમજી શકે, કેમકે તે બન્નેયમાં ચૈતન્ય નથી, લાગણી નથી. લાગણી હોય, તે સમજી શકે. તો શું તમારી લાગણી મારી બધી વાત સમજી શકી ? તમારી લાગણી એટલે કોની લાગણી ? તમારા શરીરની? હાથની ? પગની ? કોની લાગણી સમજી શકી? શરીર તો સમજી શકતું નથી. તો હાથપગ શી રીતે સમજી શકે ? “અમારી લાગણી” એટલે કોની? એ સવાલ બરાબર ઊભો થાય છે. લાગણી શરીરની નથી. જો શરીરની હોય, તો શરીરને છોડીને તે ચાલી જાય નહીં. તો કોઈ દિવસ દુનિયામાં મડદું જોવામાં જ આવી શકે નહીં. લાગણી કોની ? પ્રશ્ન બરાબર છે. આપે અમને બરાબર ગૂંચવણમાં નાખી દીધા. તમને ગૂંચવણમાં નાંખવાનો મારો જરા પણ ઇરાદો નથી. તમારી જિજ્ઞાસાવૃત્તિને ઉત્તેજવાનું મને મન થાય છે, પણ ગૂંચવણમાં નાંખવાની ઇચ્છા થતી નથી. થોડી વાર પહેલાં તમે મને ટપ ટપ જવાબ આપતા હતા. અને હવે Page #38 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય-લાગણીના તરંગો ૧૩ વિચારમાં પડી ગયા. ખરું ને? હા, જી ! અમારા મનમાં અનેક તર્કો આવે છે, અને ચાલ્યા જાય છે, નવા નવા તર્ક ઊઠે છે અને બેસી જાય છે. જવાબ આપતા હતા, ત્યારે અમે આનંદ, હર્ષ, ઉત્સાહ અને હોશિયારીની લાગણી અનુભવતા હતા. હવે જાણે દબાઈ ગયા હોઈએ, કશીયે ગતાગમ વિનાના હોઈએ, અને બધું ભૂલી જઈને-“લાગણી કોની ?” એ પ્રશ્નના જવાબમાં અનેક તર્ક-વિતર્ક લાવી ચિંતાભરી લાગણી અનુભવી રહ્યા છીએ.. પહેલી લાગણી ક્યાં ગઈ ? અને બીજી લાગણી આવી ક્યાંથી ? આપણો એ પ્રશ્ન પણ ખરો છે, કેમકે એકની એક લાગણી આખો દિવસ કાયમ રહેતી નથી. ઘડીકમાં માણસ હસે છે, ઘડીકમાં ક્રોધ કરે છે, ઘડીકમાં ઊંધે છે, ઘડીકમાં બોલ બોલ કરે છે–એમ આખા દિવસમાં અનેક લાગણીઓ જાગે છે અને શમે છે. એકેય લાગણી કાયમ રહેતી નથી. તો એ ક્યાંથી આવે છે ? અને એ ક્યાં જાય છે ? આ પણ પ્રશ્ન ખરેખરો છે. આપે હવે તો અમને ખૂબ ગૂંચવણમાં નાંખ્યાં. કહો તો કે–શરીરમાંથી ઉત્પન્ન થાય છે, અને શરીરમાં જ સમાઈ " જાય છે. ના, એમ કેમ કહેવાય ? શરીરમાં ઉત્પન્ન થાય છે, અને શરીરમાં સમાઈ જાય છે, એ ખરું. પણ શરીરને પોતાને તો લાગણી છે જ નહીં, એ તો આપણે ગાજી વગાડીને બરાબર આગલા પાઠમાં નક્કી કર્યું છે. એટલે એ લાગણીઓ શરીરની તો નથી જ. પણ, શરીરમાં એવું કાંઈક ભરાયેલું છે કે, તેમાંથી એ લાગણીઓ ઊઠતી હોવી જોઈએ, અને તેમાં જ સમાઈ જતી હોવી જોઈએ, એમ લાગે છે. વાહ રે ! વાહ ! ખૂબ કરી, શરીરમાં કાંઈક ભરાયું હોવાની તમેય નવી શોધ કરી. તમે જો ભારત બહારના પ્રદેશમાં ક્યાંક જન્મ્યા હોત તો, મોટું ઇનામ તમને આ શોધ બદલ મળત. આ દેશમાં તો એવી શોધ કરનારા ઘણાયે પાકી ગયા છે, એટલે આવી શોધનું બહુ મહત્ત્વ અને તેમાં ખાસ નવીનતા ન હોવાથી તમને કોઈ ઇનામ આપવા તલપાપડ થઈ જવાની ઉતાવળ કરે તેમ નથી. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કર્મ-વિચાર ભાગ-૧ અમને આ સમજવાનું મળે છે, તેમાં અમને આનંદ છે. અમારે ઇનામની તાલાવેલી નથી. વાત ખરી છે કે, લાગણીઓ તો જુદી જુદી ઊઠે છે અને નાશ પામે છે, એકેય કાયમ રહેતી નથી. અને ચૈતન્ય તો શરીરમાં કાયમ જોવામાં આવે છે. | માટે શરીરમાં કોઈ રોજ કાયમ રહેનારી વસ્તુ ભરાઈને રહેલી છે કે, જેમાંથી લાગણીઓ ઊઠે છે, અને તેમાં પછી પાણીના તરંગોની માફક સમાઈ જાય છે. શરીરની અનેક નિયમિત હિલચાલનું મૂળ મથક કોઈ જુદી જ ચીજ હોવી જોઈએ, અને તે ચીજ શરીરમાં ભરાઈ બેઠી છે. તે ચીજ ચાલી જાય, એટલે લાગણીઓના તરંગો અને પૂર પણ તેની સાથે ચાલ્યું જાય. એટલે શરીરભાઈ તો હતા ત્યાંના ત્યાં જડ પથ્થર જેવા લાગણી રહિત થઈને પડ્યા રહે-મડદું બની જાય. અને જયારે પેલી ચીજ તેમાં આવે, તો પાછા ઊભા થઈને ચેનચાળા બધાય કરવા માંડે ! વાહ રે વાહ ! તમારી તર્કશક્તિનો પ્રવાહ ગંગાના ધોધની માફક વેગબંધ આગળ વધી રહ્યો છે. આપની કૃપાનું એ ફળ છે. પણ હવે એટલું જ કહોને કે, એ વસ્તુ કઈ હશે? તેનું નામ શું? હવે અમારી શક્તિની અહીં હદ આવી રહે છે. અમે તેનું નામ જાણતા નથી, કહી શકતા નથી, તેમજ તેને વિશે વિશેષ કાંઈ પણ જાણતા નથી. ' ફિકર નહીં, ફિકર નહીં, તમને તે જાણવામાં પણ હું પૂરેપૂરી મદદ કરીશ. Page #40 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૪થો લાગણી ચલાવનારું અને સર્વ લાગણીઓ એકઠી થવાનું મૂળ મથક તમે હાલમાં કઈ ચોપડી ભણો છો? હું હાલમાં ગુજરાતી પાંચમી ચોપડી ભણું છું. ત્યારે તમારી બાળપોથીમાં તારાઓ વિશે એક કવિતા છે, તે આજે બોલશો ? હા, જી ! બોલું. ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં,” પછી ? યાદ કરીને કહ્યું. તોયે મારા આભલામાં સમાય.” બસ, બસ. તમારી ઊંચાઈ આજે કેટલી હશે ? મારી ઊંચાઈ આજે ૪ ફૂટ છે. તમો ૨૦-૨૨ વર્ષના થશો, ત્યારે તમારી ઊંચાઈ કેટલી હશે ? તે વખતે જરૂર સાડા ચારથી પાંચ ફૂટ જેટલી હશે જ. આ બધું તમે શાથી કહી શકો છો ? નાનપણમાં તમે ભણેલા તે કવિતા તમારા શરીરના કયા ભાગમાં Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કર્મ-વિચાર ભાગ-૧ છપાઈ હશે ? અને ૨૦-૨૨ વર્ષે તમારી ઊંચાઈ ૪ થી ૫ ફૂટની આસપાસની હશે, એ તમારા શરીરના કયા ભાગમાં લખેલું હશે–જેમાંથી તમે એ વાચ્યું. મેં નાનપણમાં કવિતા મોઢે કરેલી ને ? તેથી યાદ રહી ગઈ. અને ૨૦-૨૨ વર્ષના મારા બીજા ભાઈઓ કેવડા છે? તે ઉપરથી આશરો બાંધીને કહી શક્યો છું. - તમે તો તે કવિતા મોઢે કરેલી હશે. પણ તમારા મોઢા ઉપર તો ક્યાંય દેખાતી નથી. જ્યાં સંઘરી રાખી છે ? એ બધી આગળ પાછળની સમજના તાર એકઠા કરીને નક્કી કરવાનું કામ અમારું મગજ કરે છે. ' અરે ! ભાઈ ! મગજ તો મડદાંનેય હોય છે. એકાએક બધી છાપ મગજમાંથી કેમ ભૂંસાઈ જતી હશે? જન્મથી માંડીને શરીરમાં જેટલી જેટલી વસ્તુ એકઠી કરી હોય, તે બધીયે કેમ રહે? અરે ! આઠ આઠ હજાર વર્ષનાં મડદાં મળે છે. એટલું જ નહીં, પરંતુ હાડપિંજરોયે લાખો કરોડો વર્ષનાં મળે છે. તો પછી જ્ઞાનતંતુઓમાં પડેલી છાપો એકાએક કેમ? અને કેવી રીતે ભૂંસાઈ જતી હશે ? અને તે એવી રીતે કે–પાછી કદીયે તેનો અંકુરો પણ ન ફૂટે. સાહેબ ! હું ભૂલ્યો. સમજવાનું, વિચારવાનું, યાદ રાખવાનું, આગળ પાછળની વાતની મેળવણી કરવાનું–તેમાંથી કેટલું બોલવું? કેટલું ન બોલવું? કેટલું જીવનમાં અમલમાં મૂકવું? કેટલું ખાનગી રાખવું? એ આગળ પાછળની મેળવણી કરવાનું જડ શરીરના મગજનું ગજુંયે શું? કોઈ તો કેવી કેવી અદૂભુત યાદશક્તિ ધરાવે છે, કે જે સાંભળીને આપણે હેરતા પામી જઈએ. તે શક્તિ મગજ લાગે ક્યાંથી ? પણ સાહેબ ! મગજ વિના ચાલે ખરું ? ના, મગજ વિના ન ચાલે, મગજની મદદ તો જોઈએ જ. નળ વિના, ઘડા વિના, પાણી ન આવે. પણ નળના લોખંડમાં કે ઘડાના પતરામાં પાણી નથી હોતું. પાણી તો જુદું જ હોય છે. તે કૂવા કે તળાવમાં હોય છે. નળ કે ઘડા વિના તે આવે નહિ. પણ પાણી તેનાથી જુદું છે. તે જ પ્રમાણે ના, ૧૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ લાગણી ચલાવનારું અને સર્વ લાગણીઓ એકઠી થવાનું મૂળ મથક ૧૭ મગજ અને તેની સાથે જોડાયેલા શરીરના બીજા તાંતણાની મદદ વિના સમજણમાં ભલી વાર ન આવે, તે ખરું. જ્ઞાન કરવામાં, સમજણના મેળ બેસાડવામાં, મદદ કરનારા એ તાંતણાઓ જ્ઞાનતંતુ કહેવાય છે. તે મગજ સાથે જોડાઈને આખા શરીરમાં ફેલાયા હોય છે. તેઓ આખા શરીર ઉપર કે અંદર જે કાંઈ અસરકારક હિલચાલ થાય, તેના સમાચાર મગજમાં પહોંચાડે. મગજ મનને પહોંચાડે. શરીરના એક બીજા અવયવો—કાન, આંખ, નાક, જીભ, ચામડી વગેરે ઇંદ્રિયોને પહોંચાડે. તેમાં મન આમથી આમ તાંતણાના તાર જોડે છે. પણ મનને આમથી તેમ દોડાવનાર કોણ ? શરીરના એ બધા જડ અવયવો કોઈ મજબૂત સંચાલકની મદદ વિના કાબૂમાં રહીને પોતાની વ્યવસ્થિત કામગીરી બજાવી શકે જ નહીં. તો એ સંચાલક કોણ હશે ? જરૂર કોઈક તો હોવો જ જોઈએ પણ કોણ તે ? તે કહો. તે અમે કહી શકતા નથી. પરંતુ એટલું તો ચોક્કસ સમજીએ છીએ કે, લાગણીઓનું શરીર સિવાયનું કોઈ જુદું જ મથક છે. એક-બે-ત્રણ-ચાર. લ્યો, ઘડિયાળમાં ચાર વાગ્યા. હા, જી ! વાતમાં બહુ રસ પડવાથી વખત ગયો, તેની ખબર જ ન પડી. અરે ! પણ વખત ગયો, તેની ઘડિયાળને ક્યાંથી ખબર પડી ? જુઓને, તેનેય કેવી સરસ લાગણીઓ છે ? કલાક જશે, કે પાંચ જ ટકોરા મારશે, ચારેય નહીં ને છયેય નહીં. હા, જી ! તો તો ઘડિયાળ પણ લાગણીવાળું આપણા જેવું પ્રાણી ઠર્યું. જો, ભૂલ્યા. કેમ ? Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કર્મ-વિચાર ભાગ-૧ ઘડિયાળ પ્રાણી નથી. ઘડિયાળ જડ છે. તો બરાબર વખતસર બોલે છે, કેમ ? તે તો માણસે જડમાં કરેલી ગોઠવણીથી એ બધું થાય છે. તમારે છાપરા પરથી પથરો રોડવો તો પડે, અથવા નિરાધાર હોય તો પડે, તેથી તેની પડવાની ઇચ્છા-લાગણી થઈ હતી ને પડ્યો.” એમ નથી. જડ પ્રવૃત્તિ-ક્રિયા-કામ કરે છે. પણ તેને પોતાની લાગણી નથી હોતી. બીજાની લાગણીથી ઘણું કામ એ પણ કરે છે, પરંતુ તેને પોતાની લાગણી નથી હોતી. જે કામો લાગણીવાળા પદાર્થ જેવા કરે, પણ જેને પોતાની જાતની લાગણી ન હોય, બીજાની લાગણીને આધીન થઈને દોરાવું પડે, તે જડ કહેવાય. આ વાત બધેય લાગુ કરી જો જો . આપણા શરીરમાં એક એવી વસ્તુ રહી છે, કે જેને આપણે આપણી આંખે જોઈ શકતા નથી. પણ તે વસ્તુ આપણા શરીરથી જુદી જ છે, અને આપણા આખા શરીરમાં લાઈને રહેલી છે, એમ બુદ્ધિથી સમજી શકીએ છીએ. આપણે જે ચૈતન્ય શક્તિ–લાગણીનું વિવેચન આગળ કરી ગયા, તે ચૈતન્ય શક્તિ–લાગણી તેમાં શરીરમાં ફેલાઈને રહેલી વસ્તુમાં હોય છે. એટલે આ ચૈતન્ય શક્તિ શરીરની નથી. શરીરની હોય, તો મડદાંનું શરીર કાયમ જ છે. છતાં, તેમાં એ શક્તિ જણાતી નથી. તેમજ એ શક્તિ કોઈ બનાવી પણ શકતું નથી. એવો કોઈ કારીગર મળ્યો નથી. સાંભળ્યો નથી, કે જેણે એ શક્તિ બનાવી હોય. ચૈતન્ય શક્તિ જગજાહેર છે, આપણે જાણી શકીએ છીએ, તે કોઈ રીતે કોઈનાથી છુપાવી શકાય તેવી નથી, બીજાને પણ સમજાવી ઓળખાવી શકાય તેવી છે. તેથી એ “ચૈતન્ય શક્તિ-લાગણી જેમાંથી જાગે છે, અને જેમાં સમાય છે, તે વસ્તુ કબૂલ કરવાની ખાસ જરૂર પડે છે. આ ચૈતન્ય શક્તિ જેમાં છે, તેનાં જીવ, આત્મા, હંસ, ચેતન, પુરુષ વગેરે જુદાં જુદાં નામ છે. વસ્તુ એક જ, નામ માત્ર જુદાં છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ લાગણી ચલાવનારું અને સર્વ લાગણીઓ એકઠી થવાનું મૂળ મથક ૧૯ બરાબર ! બરાબર ! હવે અમે અમારા શરીરમાં ભરાઈ બેઠેલી ચીજને ઓળખી શકચા, અને તેનું આત્મા એવું નામ પણ જાણી શક્યા. મુદ્દા ૧. રીતસરની સમજપૂર્વકની હિલચાલ ચૈતન્ય હોવાની સાબિતી આપે છે. ૨. પરંતુ ચૈતન્ય શરીરનો ગુણ નથી જ. ૩. લાગણી જાગે છે અને શમે છે. ૪. તે જેમાં જાગે કે શમે તે, શરીર સિવાયની કોઈ જુદી વસ્તુ હોવી જોઈએ. ૫. લાગણીઓ કોઈ આધાર વિના રહી શકે નહીં, તેનો નાશ અને ઉત્પત્તિ કોઈકમાંથી થવી જોઈએ. ૬. લાગણીઓનું એકધારું વહેણ ટકાવનાર વસ્તુ, તે જ આત્મા. Page #45 -------------------------------------------------------------------------- ________________ પાઠ પમો શરીરમાં આત્માનો ફેલાવો તમારા હાથ તરફ દૃષ્ટિ કરો. જુઓ, આ તમારી આંગળી, તેને છેડે નખ છે. નખની તરફ જુઓ, તેનો છેડો જરા ઝાંખો કાળાશ પડતો છે, અને તે કાળાશ પડતો ભાગ અને નખનો લાલ ભાગ આપણને જુદા પડતા જણાય છે. તમે નખ ઉતરાવો છો, ત્યારે તે કાળા ભાગને કપાવી નાખો છે, પણ તમે નખ કપાવતી વેળા હજામને જરા સૂચના કોઈ વખતે કરતા હશો કે “સંભાળજે ભાઈ ! જીવતો નખ લેવાઈ ન જાય.” ગફલતથી કદાચ નખ વધારે લેવાઈ જાય. અને લાલ ભાગ કપાય, તો તમને તરત બળતરા બળે છે, નખ એક જ છતાં આ ફેરફાર કેમ ? તેનો જવાબ એટલો જ કે,'તમારો આત્મા લાલ નખના છેડા સુધી છે. કાળો ભાગ આત્મા વિનાનો છે, ત્યાં આત્મા નથી. એટલે તેમાં ચૈતન્ય પણ નથી, તેથી કાળો ભાગ કપાતા તમને જરાય દુ:ખ થતું નથી. અરે હા ! આયે વાત બરાબર છે. કાતરથી વાળ કતરાવો છો, પણ તમને દુઃખ નહીં થાય, કારણ કે વાળમાં તે ચૈતન્યવાળી વસ્તુ-આત્મા છે જ નહીં. આત્મા માથાની ચામડી સુધી છે. એટલે વાળના મૂળમાં આત્મા છે. તેથી જો કોઈ વાળ ખેંચે, તો ઘણું દુ:ખ થાય. આંખો લાલચોળ થઈ, તેમાં આંસુ આવી જાય. વાળ ખેંચનારને તમે પહોંચી શકો તેવા હો, તો કદાચ એકાદ લાત પણ ખેંચી દો. તેવી જ રીતે દાંતના મૂળ સિવાયના બાકીના ભાગમાં પણ એમ જ છે. દાંત કોચાવીને તેમાં સોનાની રેખાઓ નાંખેલી હોય, તેવા માણસો Page #46 -------------------------------------------------------------------------- ________________ શરીરમાં આત્માનો લાવો ૨૧ આપણે કોઈ કોઈ વાર જોઈએ છીએ, કેમકે તે ભાગ નિર્જીવ-જીવ વિનાનો હોય છે. ખરી વાત ! ખરી વાત ! લાગણીઓ જો શરીરની જ હોય, તો નિર્જીવ ભાગ કપાતાં પણ દુઃખ થવું જોઈએ. કેમકે, શરીરના જ ભાગ છે. શરીર સાથે જોડાયેલા છે છતાં નખના કાળાશ પડતા ભાગ, કે વાળ કતરાતાં જરાયે દુઃખની લાગણી જાગતી નથી. આત્મા સિવાય બીજા કોઈની લાગણી નથી. શરીરમાંથી લાગણીઓ ઉત્પન્ન થાય છે.” એ વાત કોઈ કહે તે તદ્દન ખોટી છે. આ ઉપરથી તમે એ પણ સમજી ગયા હશો કે, “આપણા શરીરમાં આત્મા કેટલી જગ્યામાં ફેલાઈ રહ્યો છે ?” હા, હું બરાબર સમજયો “નખના છેડા, ને નખનું ઉપલું કઠણ પડ, વાળનો બહારનો ભાગ, તથા કેટલાક પોલાણ વગેરે સિવાય આખા શરીરમાં આત્મા ક્લાઈ રહ્યો છે. શરીરની બહાર જરાયે નથી. તેમ જ નાક, કાન, મોટું, વગેરેના પોલાણમાં પણ આત્મા નથી.” નહિતર નાકના કાણામાં વચ્ચે સોય લઈ જતાં જ અણી વાગીને દુઃખવું જોઈએ, પણ એમ કાંઈ થતું નથી. લ્યો, આ મેં મારા મોઢામાં વચ્ચે સોય નાખી કાંઈ થતું નથી. ખાતરી કરવી હોય, તો શરીરમાં ગમે તે ઠેકાણે જરા સોય ભોંકી જુઓ, તુરત તેની ખબર. બસ “જ્યાં જ્યાં ચૈતન્ય હોવાની ખાતરી થાય, ત્યાં ત્યાં બધેય આત્મા સમજવો. અને સોય ભોંકવાથી ત્યાં ત્યાં દુઃખ થશે, આપણા અને પ્રાણી માત્રનાં શરીર અને આત્મા વિશે આમ સમજવું. આત્માની આટલી હકીકત અહીં હવે બસ છે. તેનું લંબાણથી વિવેચન જેટલું કરવું હોય, તેટલું થઈ શકે તેમ છે, પણ તે આગળ ઉપર જરૂર પડશે ત્યાં કરીશું. બહુ સારું, જેવી આપની ઇચ્છા. પણ અહીં એક શંકા મને થાય છે. જો અવસરોચિત હોય, તો સમાધાન કરશો. શી શંકાઓ છે ? નખનો કાળો ભાગ, બહાર દેખાતા વાળ વગેરે વધે તો છે. છતાં Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કર્મવિચાર ભાગ-૧ તેને તમે નિર્જીવ કેમ કહો છો ? શંકા અવસરોચિત છે. સમાધાન એ જ કે–ખરી રીતે નખનો કાળો ભાગ કે બહાર જણાતા વાળ વધતા નથી. પણ નખનો લાલ ભાગ, અને મૂળમાં રહેલા વાળ વધે છે. તેના વધવાથી આપણને નખનો કાળો ભાગ અને બહાર દેખાતા વાળ વધતા લાગે છે, પણ ખરી વાત એમ નથી. મુદ્દા ૧. આત્મા આપણા આખા શરીરમાં ફ્લાઈને રહ્યો છે, શરીરની બહાર નથી. એટલે આપણો આત્મા સર્વવ્યાપી નથી. તેમ જ શરીરના કોઈ એકાદ ખૂણામાં છુપાઈ રહ્યો નથી. ૨. શરીરમાં આત્મા છે, ને આત્મામાં ચૈતન્યશક્તિ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૬ઠ્ઠો બારીકમાં બારીક કણિયો–પરમાણુ આપણે જોઈએ છીએ, તે દરેક જડ વસ્તુઓની ઉત્પત્તિ શામાંથી ? ને કેવી રીતે છે ? તથા નાશ થયા પછી તેની શી સ્થિતિ થાય છે ? એ પણ જરા સમજી લઈએ. . હા, એ પણ જરૂરનું છે. આપણે બીજા પાઠમાં જડ અને ચૈતન્યના સંબંધમાં કેટલુંક જાણી ગયા, તેમ જ ચૈતન્ય જેમાં રહે, તેનું નામ “આત્મા” એ પણ થોડું ઘણું આપણે ત્રીજા પાઠથી સમજયા. આત્મા આપણા શરીરમાં જ ફેલાઈ રહ્યો છે, તે પણ ચોક્કસ નક્કી કર્યું. ચંદ્રકાન્તભાઈ ! આ શું છે ? તે ઈંટ છે. તે ઈંટ કોણે બનાવી છે? ' કુંભારે. . શામાંથી ? અને કેવી રીતે બનાવી ? તે કહી શકશો? માટી ખોદી લાવી, પાણી રેડ્યું. પછી ખૂબ ગૂંદી, ચીકણી માટી થયા પછી લાકડાના ચોકઠામાં ઈંટો પાડી, પછી પકવી, એવી ઘણી ઈંટો બરાબર ગોઠવી આ મકાન કડિયાઓએ ચપ્યું. ત્યારે આ ઈંટ આખી વસ્તુ નથી, પણ “માટીના ઘણા કણિયા એકઠા મળીને ઈંટો બની છે.” એમ તમારું કહેવું છે ને ? હા, જી ! એમ જ. તેમાં કાંઈ ભૂલ હોય, તો સુધારશો. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કર્મ-વિચાર ભાગ-૧ ઠીક, કાંઈ ભૂલ નથી. તેથી જ મને પણ તમારી સાથેની વાતોમાં આનંદ જ પડે છે. શકશો ? તમને કેટલાં વર્ષ થયાં ? વારુ ! મને પંદર વર્ષ થયાં છે. તમે છ વર્ષના હતા, ત્યારે જે ડગલો પહેરતા હતા, તે મને બતાવી ના, જી ! કેમ ? મારો એ ડગલો ફાટી ગયો છે, અને ઝીણાં ઝીણાં ચીંથરાં થઈ ગયાં છે. તે હવે ક્યાંથી લાવી બતાવું ? ઝીણાં ઝીણાં ચીંથરાં બતાવો. તે પણ નહીં મળે, ક્યાંય ઘસાઈ ભૂંસાઈ ગયાં હશે. પણ કાં ગયાં હશે ? વારુ ! તે તો હું નથી જાણતો. ગભરાઓ મા. જરા વિચાર કરો. તમને તે સમજાશે. એ ચીંથરાં ઘરના માણસોએ જેવા તેવા કામમાં વાપરવા લીધાં, તદ્દન નકામાં જેવા થઈ ગયાં, પછી જ્યાં ત્યાં બહાર ફેંકી દીધાં. હા, હા, બધાં કપડાં માટે એમ જ બને છે. પછી તે ઝીણાં ઝીણાં ચીંથરાંને શું કરે ? ફેંકી દેવા જ જોઈએ ને ? પરંતુ, ફેંકી દીધા પછી તેઓનું શું થયું હશે ? માલૂમ છે ? ના, જી ! જરા વધુ વિચાર કરો. તમને માલૂમ પડી જશે. ઝીણા ઝીણા કકડા લોકોના પગ તળે ચગદાઈ, તેથી પણ વધારે ફાટીને તદ્દન નાના નાના કકડા થયા હશે, પછી તેથી પણ ઝીણા કકડા થઈને ધૂળમાં મળી ગયા હશે, તદ્દન હલકા થઈ હવામાં ઊડી ગયા હશે જ. બસ. Page #50 -------------------------------------------------------------------------- ________________ બારીકમાં બારીક કણિયો—પરમાણુ ૨૫ બરાબર. તમને ઠીક સમજાયું છે. તમે આ કોટ પહેર્યો છે, તે તમે જ્યારે નવો લીધો, ત્યારે જેવો હતો તેવો હાલ નથી જ. જ્યારથી તમોએ કોટ પહેરવો શરૂ કર્યો ત્યારથી જ એને ઘસારો લાગ્યો છે. તપાસો તો ખરા, પહેલાંના જેવો એ ક્યાં છે ? તેમાંથી પણ ઝીણા ઝીણા તાંતણા દ૨૨ોજ છૂટા પડ્યા જ કરે છે, એમ હંમેશ તાંતણા નીકળી જતા હોવાથી લાંબે વખતે ફાટવાની સ્થિતિમાં આવશે. ત્યારે આપણે કહીશું કે “આ કોટ જૂનો થઈ ગયો.” તે પછી પહેલાના કોટની માફક ઉ૫૨ કહ્યું, તે પ્રમાણે ચીંથરાં થઈને બાકીના તાંતણા પણ માટી સાથે મળી વધારે બારીક થઈ હવામાં ઊડી જશે. હા, એમ જ થશે. પણ ખાતરી કરો. હાથમાં એક બ્રશ લો, તમારા કોટ ઉપર જરા જોરથી ઘસો, તમારી આંખથી ચાર કે પાંચ આંગળ દૂર તમારી નજર સ્થિર કરો. તમને ઝીણી ઝીંણી રુવાંટી ઊડતી માલૂમ પડશે. જો કે તેવી રુવાંટી ઓછાવત્તા પ્રમાણમાં દરેક વખતે ઊડ્યા જ કરે છે, પણ બ્રશ ઘસવાથી વધારે ઊડે છે, તેથી વધારે જણાય છે. અને કેટલીક તો એટલી બધી બારીક હોય છે, કે જે આપણે આંખથી જોઈ પણ ન શકીએ, તેવી જ રીતે આ ઈંટ પણ જ્યારે ભાંગવા માંડે, ત્યારે તેનો પણ છેવટે ભૂકો થઈ રસ્તામાંની ધૂળ બની જાય છે. રસ્તામાં આ ધૂળ છે, તે ક્યાંથી આવી ? કહી શકશો ? હા. મકાનો પડી જાય, ઘસારાથી ચૂનો, માટી, ઈંટ વગેરેના મોટા કકડા થાય, ને તેમાંથી કાંકરા જેવડા કકડા, ને છેવટે ભૂકો થઈ જાય. કપડાં, લાકડાં વગેરે ચીજો ભાંગે, ટૂટે, ફાટે, ને છેવટે તેનો પણ ભૂકો થઈ જાય છે. તથા રાખ વગેરે અનેક ચીજો એમાં ભળી જાય છે. અને એ બધાનો ભૂકો, તે રસ્તામાંની ધૂળ હોય, એમ મને હવે લાગે છે. બરાબર છે. તમારું કહેવું અમારા વિચારને મળતું જ છે. ધૂળની ચપટી ભરી લાવો. તેમાંથી એ ઝીણામાં ઝીણી કણી લો. જુઓ, આ ગુલાબી રંગનું પડીકું. તેમાંથી ધૂળની કણી તમે લીધી, તેવડી જ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કર્મ-વિચાર ભાગ-૧ રંગની કણી લો. જો જો, હો, જરા પણ મોટી કણી ન આવે. જેમ બને તેમ રંગની નાની કણી લેશો, તો વધારે સારું છે. હા, જી ! લીધી. એ કણીના તમે બે ભાગ કરી શકશો ? ના, જી ! મહા મુશ્કેલીથી હું એને લઈ શક્યો છું, ને બે ભાગ શી રીતે કરી શકું? મને તો લાગતું જ નથી, કે તેના બે ભાગ થઈ શકે. કદી ન થઈ શકે. બસ, નહીં જ થઈ શકે? ના, સાહેબ ! નહિ જ થઈ શકે. ખચીત નહીં જ થઈ શકે. ઠીક, જુઓ ત્યારે એક ચમચીમાં કે કાચની કટોરીમાં પાણીનું ટીપું લો. તમારી આંગળીથી એક જ ટીપું લેજો. અને તે બરોબર કટોરીમાં વચ્ચે મૂકો. જુઓ, તે કેવું મોતીના દાણા જેવું સુંદર દેખાય છે ? તમને કેવડું લાગે છે? " સાહેબ ! તે મગના દાણા જેવડું જણાય છે. તેમાં પેલી રંગની કણી ધીમેથી મૂકી દો. પછી જુઓ શું થાય છે? અરે ! રંગની કણીમાંથી તો ગુલાબી રંગના તાંતણા જેવા લાંબા લાંબા શેરડા ફૂટે છે. અહો ! બધું પાણી ગુલાબી થઈ ગયું ! ઠીક, તેમાં તેવડું જ એક બીજું પાણીનું ટીપું મૂકો. મૂક્યું. સાહેબ ! પહેલા કરતાં હવે શો ફેરફાર થયો? તે તપાસો. પહેલા રંગ જરા ઘેરો હતો. હવે રંગ આછો થઈ ગયો. ત્રીજું ટીપું મૂકો. હવે તપાસો. પહેલા કરતાં રંગ વધારે આછો થયો છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ બારીકમાં બારીક કશિયો—પરમાણુ ૨૭ આ ઉપરથી તમે શું સમજી શક્યા ? હું તો કાંઈ ન સમજી શક્યો. આપે કહ્યું તે પ્રમાણે માત્ર કરે ગયો. જુઓ ત્યારે, હું સમજાવું છું. તમે રંગની કણીના બે ભાગ નહોતા કરી શકતા, તે જ કણીના ઝીણામાં ઝીણા બારીક ભાગ થઈ મગ જેવડા પાણીના ટીપામાં ફેલાઈ ગયા. કહો તો પાણીનું ટીપું રંગની કણી કરતાં કેટલા ગણું મોટું હતું ? સાહેબ ! લગભગ પચીસ કે ત્રીસ ગણું મોટું હતું. તમે સહેજે જ સમજી શક્યા હશો કે, તે રંગની કણીના તો હવે પચીસ કે ત્રીસ ટુકડા થઈ આખા પાણીના ટીપામાં ફ્લાઈ ગયા છે. જ્યારે તમે ત્રીજું ટીપું નાંખ્યું, ત્યારે તેમાં પણ રંગ ફેલાઈ ગયો. તેથી એકના બમણા ભાગ થઈ ગયા એટલે પેલી કણીના પચાસ કે સાઠ ભાગ પડી ગયા. ત્રીજું ટીપું મૂક્યું ત્યારે બબ્બે ભાગ પડી ગયા. એવી રીતે બારીક ભાગો થવાથી, રંગના દરેક કણિયા જેમ બારીક થયા, તેમ વધારે પાણીમાં ફેલાઈ શક્યા, અને રંગ પહેલાં ઘેરો જણાતો હતો, તે હવે આછો જણાવા લાગ્યો. “એક બારીકમાં બારીક રંગની કણીના ઘણા ભાગ થઈ શક્યા' એમ આપણે આ ઉપરથી સાબિત કરી શક્યા. . જો તમને આ પાણી સૂક્ષ્મદર્શકયંત્રથી બતાવવામાં આવે, તો તમે આ પાણીની કટોરીને રંગના ભરેલા મોટા કુંડ જેવડી જોઈ શકો. અને બારીકમાં બારીક દરેક રંગની કણીના જેટલા ભાગ કરવા ધારો, તેટલા તમારી બુદ્ધિથી કરી શકો. હવે વિચાર કરો કે, પહેલી તમે લીધેલી પેલી રંગની કણી ઝીણામાં ઝીણી કેટલી કણીઓની બનેલી હશે ? સાહેબ ! કાંઈ ગણતરી કરી શકાતી નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કર્મ-વિચાર ભાગ-૧ તમને આ રંગના પાણીની કટોરી સૂક્ષ્મદર્શક યંત્રથી બતાવવામાં આવે, ત્યારે તે એક મોટા કુંડ જેવડી દેખાય, તેમાંથી તે જ વખતે તમને એક સોમવતી પાણીનું ટીપું લેવાનું કહેવામાં આવે, અને તે લેવાતું રંગના પાણીનું ટીપું સૂક્ષ્મદર્શક યંત્રથી જોતાં છતાં, તમે પહેલાં ધૂળની કણી જેવડી જે રંગની કરી લીધી હતી, તેવડું જ દેખાવું જોઈએ. તો એવાં એવાં કેટલા રંગનાં ટીપાં એ કુંડમાંથી થઈ શકે ? સાહેબ ! તેનો તો પાર જ ન આવે. 'ઠીક, તમે આ રંગના પાણીમાંથી સૂક્ષ્મદર્શકયંત્રથી સોયના નાકા જેવડું જણાતું જે ટીપું જુદું મૂક્યું છે, તેના તમારી બુદ્ધિથી બે ભાગ કલ્પી શકો તેમ છો? બસ, સાહેબ ! હવે હદ થઈ ! ગભરાશો નહીં. તેના પણ બારીકમાં બારીક ભાગ હોઈ શકે છે. બુદ્ધિથી–તીવ્રમાં તીવ્ર જ્ઞાન શક્તિથી–જેના બે ભાગ ન થઈ શકે, તેવડો જે બારીક ભાગ, તે પરમાણુ, પરમ-અણુ. પરમ એટલે અત્યંત છેવટનો બારીક અણુ. કહો જોઈએ, આ ધૂળની કણીમાં તેવા પરમાણુ કેટલા હશે ? . તેની ગણતરી કરી શકાય તેમ નથી જ. યાદ રાખજો, કે આ પાઠમાં ઉદાહરણ તરીકે બતાવેલા, કોટ, ઈંટ, માટી, રંગ વગેરે જડ છે. આ રીતે આપણે જે જે જડ વસ્તુઓ જોઈએ છીએ, તેના નાશ પછી છેવટે તે પરમાણુરૂપે રહે છે. પરમાણુ ઘણો જ બારીક છે. તેને આપણે આપણી આંખે કદી ન જ જોઈ શકીએ. પરંતુ તે છે ખરો, કેમકે તે ન હોય તો, આપણી નજરે દેખાતી કોઈ પણ ચીજ ન જ હોય. આપણી આંખથી ચાર, છ, આંગળ દૂર રજકણો ઊંડે છે, તે નજર ઠેરવીએ તો દેખાય છે, તેમાં પણ નાના મોટા તાંતણા દેખાય છે. તેના પણ ભાગ પડી શકે છે. એમ જેના બુદ્ધિથી ભાગ પણ ન Page #54 -------------------------------------------------------------------------- ________________ બારીકમાં બારીક કણિયો–પરમાણુ ૨૯ પડી શકે, તેવો જે ભાગ આવે, તે પરમાણુ. તેનાથી નાનો ભાગ કદી હોઈ શકે જ નહીં. મુદ્દા ૧. આપણે જે જે જડ વસ્તુઓ જોઈએ છીએ તેના કકડા કરતાં બારીકમાં બારીક કકડા થાય, અને છેવટે પરમાણુ જેવડા કકડા થાય. ૨. જે કકડાના મહાસમર્થ જ્ઞાનીની બુદ્ધિથી પણ બે ભાગ ન થઈ શકે, તેવો બારીક ભાગ, તે “પરમાણુ”. Page #55 -------------------------------------------------------------------------- ________________ હશે. પાઠ ૭મો આખી વસ્તુ – સ્કંધો ગયા પાઠમાં, પરમાણુ એ શું છે ? તે કાંઈક તમારા ખ્યાલમાં આવ્યું હા, જી ! ઠીક, સાંભળો. ખુરશી, ટેબલ, કાગળ, મકાન, ઝાડ, પર્વત, પાણી, ખડિયા, હોલ્ડર, પેન, સ્લેટ વગેરે જે જે વસ્તુઓ તમે જુઓ છો, પહેલાં પણ કોઈ વખતે જોઈ હોય, તેમ જ જુદા જુદા સ્થળની જે જે ચીજોનાં નામ સાંભળ્યાં હોય, તે દરેક ચીજોના ભાગ પાડી શકાય કે ? હા, તે દરેકના ભાગ પાડી શકાય. સારું. ધારો કે તે દરેક ચીજોનો ભૂકો કરીએ, ને છેવટે દરેકના પરમાણુએ પરમાણુ છૂટા કરીએ, ને તે પરમાણુઓનો એક મોટો ઢગલો કરીએ, તો તે પરમાણુઓ કેટલા થાય ? વારુ ! અધધધ, કોઈ પાર વિનાના થઈ પડે. જે જે મોટી મોટી (સ્થૂલ) ચીજો જોઈ હોય, તેનો ભૂકો કરી પરમાણુઓનો તમે ઢગલો કર્યો છે. તેવી જ રીતે બીજા પણ છૂટાછવાયા ઊડતા રજકણો કપડાંની રુવાંટીઓ, સૂક્ષ્મ વરાળ, ધુમાડો વગેરે ઊડતાં હોય છે. તેમાંથી પણ પરમાણુઓ છૂટા પાડો. તમારા કોટને બ્રશથી ઘસો. જુઓ, તેમાંથી રુવાંટી ઊડતી જણાય છે. તેનું એક સરખું માપ નથી. કોઈ રુવાંટી નાની છે, કોઈ મોટી છે, તેમ જ .કોઈ પરમાણુરૂપે થઈને ઊડી પણ જતી હશે. તેવી જ રીતે ઘણી Page #56 -------------------------------------------------------------------------- ________________ આખી વસ્તુ – સ્કંધો ૩૧ વસ્તુઓમાંથી પરમાણુ અથવા ઝીણા ઝીણા રજકણો જુદા પડ્યે જ જાય છે. આ ઉપરથી આપ કહેવા શું ધારો છો ? તે બરાબર તો સમજી શકાતું નથી. હું એ કહેવા ધારું છું કે, જગતમાં કોઈ ચીજ આખી નથી, દરેક ચીજના ઝીણામાં ઝીણા પરમાણુ જેવડા ટુકડા થઈ શકે છે. એમ માનો કે, આ જગતમાં જેટલી નાની મોટી ચીજો હોય તે દરેક ચીજના પરમાણુ જેવડા ટુકડા કરી નાખ્યા, તેનો એક ઢગલો કર્યો, અને તેમાં બીજા છૂટાછવાયા સઘળા પરમાણુઓ એકઠા કરીને નાખીએ, તો કુલ પરમાણુઓ કેટલા થશે ? તેની સંખ્યા થઈ શકે તેમ નથી. તે કહી શકાય તેમ પણ નથી. સબૂર કરો. તેનું પણ માપ કરી શકાશે. પરંતુ, એ માપની રીત આપણે સમજી શકીએ તેમ નથી. હાલ તો, પરમાણુઓ કુલ “અનંત અનંત થાય.” એટલું જ સમજીને આગળ ચાલીએ. હા. એ ઠીક રસ્તો શોધી કાઢ્યો. આપણે જે જે વસ્તુઓ જોઈએ છીએ, તે સઘળી જડ તો ખરી, પરંતુ તે શેની બનતી હશે ? પરમાણુઓની. કેમકે પરમાણુઓ જડ છે, તેમાંથી બનેલી વસ્તુઓ પણ જડ. જડમાંથી જડ થાય. પરમાણુઓ એકઠા કોણ કરતું હશે ? કેવી રીતે એકઠા કરાતા હશે ? તેના એવા જુદા જુદા ઘાટ કોણ ઘડતું હશે ? આ બધું શી રીતે થતું હશે ? આવા પ્રશ્નો તમને નથી થતા ? જરૂર થાય છે. પરંતુ, ઉતાવળ ન કરતા. ક્રમે બધું સમજાશે. પરંતુ હવેથી, સમજવામાં બરાબર ધ્યાન રાખશો, તો જ સમજાશે, કારણ કે વાત ઘણી જ સૂક્ષ્મ આવવાની છે. તમારા એ પ્રશ્નોનાં સમાધાનોનું રહસ્ય નીચેની બિનામાં કાંઈક સમાય છે. જગતમાંથી બધા પરમાણુઓ એકઠા કરીએ તો, તે અનંત અનંત Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કર્મ-વિચાર ભાગ-૧ થાય, એ તો બરાબર સમજ્યા ને ? હા, જી ! હવે એક વાત યાદ રાખો, જેમ જડ વસ્તુઓ ભાંગવાથી પરમાણુઓ છૂટા પડે છે, તેમ જ પરમાણુઓ એકઠા થવાથી જડ વસ્તુઓ બને છે. એટલે સંયોગ પામવો—જોડાવું અને છૂટા પડવું–વિયુક્ત થયું. એવા બે સ્વભાવ (ગુણ)પરમાણુઓમાં હોય છે. એ સ્વભાવ-ગુણનું નામ સંયોગ અને વિભાગ. આ ગુણને લીધે એક પરમાણુ બીજા પરમાણુ સાથે મળે, ત્યારે તેનું નામ ણુક ન્ય કહેવાય, ત્રણ પરમાણુઓ મળે, તેનું નામ ઋણુક સ્કન્ધ, અને ચાર પરમાણુઓ મળે તેનું નામ ચતુરણુક ન્ધ કહેવાય. આ ઉપરથી બધા પરમાણુઓ છૂટા છૂટા જ છે. એમ ન માનવું. કેટલાક પરમાણુ છૂટા છૂટા છે, ને કેટલાક વધારે પરમાણુઓ મળીને, આખા ભાગ (સ્ક) બનેલા છે. એક છૂટો પરમાણુ હોય, તેને પરમાણુ કહેવામાં આવે છે. અને બેથી માંડીને જેટલા પરમાણુ એકઠા થાય, તેના જથ્થાને સ્કન્ધ કહેવાય છે. ચણુક - જેમાં બે પરમાણુ હોય, તેવો સ્કંધ. ઋણુક - જેમાં ત્રણ પરમાણું હોય, તેવો સ્કંધ. ચતુરણુક જેમાં ચાર પરમાણુ હોય એવો સ્કંધ. એવી રીતે પંચાણુક, ષડણુક, સપ્તાણુક વગેરે વગેરે. î જથ્થો. - = મુદ્દા ૧. પરમાણુઓ જગતમાં “અનંત અનંત” છે. ૨. એક એક છૂટા પરમાણુઓ છે. ૩. પરમાણુઓ મળવાથી સ્કંધ થાય છે. ૪. બે ૫૨માણુ, ત્રણ પરમાણુ, ચાર પરમાણુ મળીને ચણુક, ઋણુક, ચતુરણુક થાય છે. તેવી જ રીતે પંચાણુક, ષડણુકથી માંડીને અનંત અનંત પરમાણુઓનો એક અનંતાણુક સ્કંધ બને છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ આખી વસ્તુ-સ્કંધા ૩૩ ૫. સ્કંધો છૂટા પડવાથી નાના સ્કંધો બને છે. છેવટે પરમાણુઓ છૂટા પડી જાય છે, ત્યાર પછી સ્કંધ કહેવાતો નથી, પરંતુ પરમાણુ કહેવાય છે. ૬. આવી રીતે આપણી નજરે જોવામાં આવતી તમામ ચીજો પરમાણુઓની બનેલી છે, પરંતુ કેવા ક્રમથી? ને કેવી રીતે બની છે? તે આગળ ઉપર સમજાશે. Page #59 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૮મો પરમાણુના જથ્થા-ઢગલા : વર્ગણા એવી રીતે પરમાણુ અને પરમાણુના સંયોગથી બનેલા સ્કંધોના વર્ગ શાસ્ત્રમાં નીચે પ્રમાણે પાડવામાં આવ્યા છે. આ બાબત હાલ અમે સમજાવીએ, તે પ્રમાણે સમજી લેશો. તેમાં કેટલી વાસ્તવિકતા છે ? તે આગળ ચોક્કસ સમજાશે. પહેલી અગ્રહણયોગ્ય મહાવર્ગણા વર્ગણા = વર્ગ, ક્લાસ એક એક મહાવર્ગણામાં અનંત પેટાવર્ગણાઓ હોય છે. તે પેટાવર્ગણાઓ કેવી રીતે હોય છે ? તે સમજાવું છું, ૧ લી પેટાવર્ગણા આપણે શીખી ગયા કે “જગતમાં છૂણ્ય છૂટા પરમાણુઓ છે. ને પરમાણુઓ મળીને બનેલા સ્કંધો પણ છે.” હવે, જગતમાં એક એક છૂટા પરમાણુઓ જેટલા હોય, તે બધા એકઠા કરો, એક એક પરમાણુને પાસે પાસે મૂકી એક આખી લાઇન (હાર) કરો. [મનથી-કલ્પનાના બળથી લાઇનો કરવી-ખ્યાલમાં લેવી.] એક લાઈનમાં કેટલા પરમાણુ થશે ? અનંત. Page #60 -------------------------------------------------------------------------- ________________ પરમાણુના જથ્થા-ઢગલાઃ વર્ગણા ૩૫ એક એક છૂટા એવા અનંત પરમાણુઓની પહેલી પેટાવર્ગણા થઈ, તે બરાબર યાદ રાખજો . હવે ૨ જ, પેટાવર્ગણા દુનિયામાં જેટલા યણુક સ્કંધો હોય, તે બધાની એક એકને પાસે પાસે મૂકી કલ્પનાથી એક આખી લાઇન કરો. આ લાઈનમાં પણ અનંત યણુક સ્કંધ આવે છે, તે “યણુક સ્કંધોની બીજી વર્ગણા.” બાકીની પેટાવર્ગણાઓ એવી રીતે, એક એક પરમાણુ વધારીને વર્ગણાઓ બનાવો. એટલે “અનંત વ્યયુકોની ત્રીજી વર્ગણા.” અનંત ચતુરણુકોની ચોથી વર્ગણા. અનંત પંચાણુકોની પાંચમી વર્ગણા. એવી રીતે એક એક પરમાણુ વધારે વધારે હોય, તેવા સ્કંધોની વર્ગણાઓ કર્યું જાઓ. દાખલા તરીકે : ૧. એક એક પરમાણુઓની પહેલી વર્ગણા, જેમાં અનંત પરમાણુઓ છે. ૨. યમુક સ્કંધોની બીજી વર્ગણા, જેમાં અનંત ચણક સ્કંધો છે. ૩. ચણક સ્કંધોની ત્રીજી વર્ગણા, જેમાં અનંત વ્યણુક સ્કંધો છે. ૪. ચતુરણુક કંધોની ચોથી વર્ગણા, જેમાં અનંત ચતુરણુક સ્કંધો છે. ૫. પંચાણુક સ્કંધોની પાંચમી વર્ગણા, જેમાં અનંત પંચાણુક સ્કંધો છે. આ પ્રમાણે એક એક પરમાણુ વધારતા જઈએ ત્યારે. ૬. અનંત ફડણુક કંધોની છઠ્ઠી વર્ગણા આવે. ૭. અનંત સપ્તાણુક સ્કંધોની સાતમી વર્ગણા આવે. એમ આગળ ચાલતાં– ૧૦૦ અનંત શતાણુક કંધોની 100મી વર્ગણા આવે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કર્મ-વિચાર ભાગ-૧ એ રીતે, એક એક પરમાણુ વધારતાં સંખ્યાતાણુક અનંત સ્કંધોની સંખ્યાતમી વર્ગણા. અસંખ્યાતાણુક અનંત સ્કંધોની અસંખ્યાતમી વર્ગણા. એ રીતે એક એક પરમાણુ વધારતાં વધારતાં, છેવટેઅનંત-અનંતાણુક સ્કંધોની છેલ્લી-અનંતમી વર્ગણા આવે. આ બધી પેટાવર્ગણાઓ થઈ. બોલો, કુલ પેટાવર્ગણાઓ કેટલી થઈ ? અનંત. છેલ્લી પેટાવર્ગણાનું નામ શું ? અનંતાણુક સ્કંધની અનંતમી પેટાવર્ગણા. અનંતમી પેટાવર્ગણામાં અનંતાણુક સ્કંધો કેટલા ? અનંત. ઠીક, ત્યારે લાખમી પેટાવર્ગણામાં સ્કંધો કેટલા ? અનંત. તેના એક એક સ્કંધોમાં પરમાણુઓ કેટલા ? લાખ લાખ. તેથી જ તેનું નામ લક્ષાણુક સ્કંધ કહેવાય છે. મને લાગે છે કે, હવે આ વાત તમને બરાબર સમજાઈ ગઈ હશે ? બરાબર સમજ્યા છીએ. સારું. એક પરમાણુથી માંડીને અનંતાણુક સ્કંધની વર્ગણા સુધીમાં અનંત પેટાવર્ગણાઓ થઈ. પરંતુ, તે બધી જીવ-આત્મા પોતાની તરફ ખેંચતો નથી, પોતામાં મેળવતો નથી, તેનો કોઈ પણ જાતનો ઉપયોગ કરતો નથી. તેથી તેનું નામ પહેલી અગ્રહણયોગ્ય મહાવર્ગણા. Page #62 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૯મો વણા (ચાલુ) બીજી ઔદારિક ગ્રહણયોગ્ય મહાવર્ગણા અને તેની પેટાવર્ગણાઓ પહેલી મહાવર્ગણામાં–અનંત પરમાણુઓનો એક સ્કંધ, એવા અનંત સ્કંધોની છેલ્લી–અનંતમી પેટાવર્ગણા તમે સમજ્યા. તે ખ્યાલમાં છે કે ? હા, જી ! બરાબર ખ્યાલમાં છે. તેના અિનંત પરમાણુઓવાળા) તે સ્કંધમાં જેટલા પરમાણુઓ છે, તેમાં એક પરમાણુ ઉમેરો, એવો જે સ્કંધ થાય, તેવા અનંત સ્કંધોની પહેલી પેટાવર્ગણા ગણો. એટલે આ પેટાવર્ગણામાં સ્કંધો અનંત અને એક એક સ્કંધમાં પરમાણુઓ પણ અનંત સમજવા. પરંતુ પહેલી મહાવર્ગણાની છેલ્લી પેટાવર્ગણાના એક સ્કંધમાં જેટલા પરમાણુઓ રહેલા છે, તેના કરતાં આ પેટાવર્ગણાના સ્કંધોમાં એક જ પરમાણુ વધારે સમજવો. એવી રીતે, એક એક પરમાણુ વળી વધારતા જાઓ, એમ વધારતાં વધારતાં અનંત પરમાણુ ઉમેરેલા હોય, તેવો એક સ્કંધ ગણો, અને તેવા અનંત સ્કંધોની છેવટની (અનંત પરમાણુઓના વધારાવાળા અનંત સ્કંધોની બનેલી) અનંતની એક પેટાવર્ગણા આવશે. આ બધી પેટાવર્ગણાઓ મળીને, બીજી મહાવર્ગણા જાણવી. એક એક પરમાણુનો ઉમેરો કરતાં અનંત પરમાણુનો ઉમેરો, આવી રીતે બનેલી પેટાવર્ગણાઓની જે બીજી મહાવર્ગણા થઈ, તેનું નામ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કર્મ-વિચાર ભાગ-૧ છે ૮. “ઔદારિક (શરીરપણે) ગ્રહણયોગ્ય મહાવર્ગણા” કહેવાય છે. તેનું આવું નામ શા કારણથી છે ? તે આગળ ઉપર સમજાશે. આવી જ રીતે વધારો કરતાં કરતાં નીચે પ્રમાણે ગ્રહણયોગ્ય કામમાં-ઉપયોગમાં આવે તેવી, ને અગ્રહણયોગ્ય=ઉપયોગમાં ન આવે તેવી, મહાવર્ગણાઓ સમજવી૩. ઔદારિક વૈક્રિય [શરીર માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા. ૪. વૈક્રિય શિરીર માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા. વૈક્રિય આહારક શિરીર માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા. આહારક [શરીર માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા આહારક તૈજસ [શરીર માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા. જસ [શરીર માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા તૈજસ(શરીર)ને ભાષા માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા. ભાષા માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા ભાષા અને શ્વાસોચ્છવાસ માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા ૧૨. શ્વાસોચ્છવાસ માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા ૧૩. શ્વાસોચ્છવાસ, અને મને માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા ૧૪. મન માટે ગ્રહણયોગ્ય મહાવણા ૧૫. મન અને કર્મ (શરીર) માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા ૧૬. કર્મ શિરીર માટે ગ્રહણયોગ્ય કાર્મણવર્ગણા) મહાવર્ગણા. આ સોળ વર્ગણા ઉપરાંત બીજી પણ કેટલીક મહાવર્ગણાઓ છે. પરંતુ આપણા ચાલુ વિષયોમાં છેલ્લી વર્ગણાની ખાસ જરૂર હોવાથી પરમાણુઓ અને વર્ગણાના સંબંધમાં મારે તમને આટલું સમજાવવું પડ્યું છે. બીજી વર્ગણાઓના સંબંધમાં અહીં વિશેષ કહેવાની જરૂર નથી. પ્રસંગે કહીશું. અહીં ગણાવેલી દરેક વર્ગણાઓને સમજવાની આગળ જરૂર પડશે. તેથી આ લિસ્ટ ખ્યાલમાં રાખજો. Page #64 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૦મો વણા (ચાલુ) આ ઉપરથી તમે સમજી શક્યા હશો કે “જગતમાં જેટલા પરમાણુ કે સ્કંધો છે, તે દરેક, આ કહી તે, અને હવે પછી પ્રસંગે કહેવામાં આવશે, તેમાંની કોઈ પણ વર્ગણામાં સમાવેશ પામે છે.” વળી, એ પણ સમજ્યા હશો કે-“કેટલીક વર્ગણાઓ ગ્રહણયોગ્ય (ઉપયોગમાં આવી શકે) છે. અને કેટલીક વર્ગણાઓ અગ્રહણયોગ્ય (ઉપયોગમાં ન આવે) તેવી છે.” અગ્રહણયોગ્ય વર્ગણાઓ કહી, તે કોઈ રીતે ઉપયોગમાં ન જ આવે? ના, કોઈ પણ રીતે કામમાં ન આવે. પરંતુ તેમાં પરમાણુઓ વધીને આગળની ગ્રહણયોગ્ય વર્ગણાની કોઈ પણ પેટાવર્ગણામાં ગણાયા પછી, અથવા પરમાણુઓ ઘટીને પાછળની ગ્રહણયોગ્ય વર્ગણાની કોઈ પણ પેટાવર્ગણામાં ગણાયા પછી કામમાં આવી શકે. સ્થિતિ બદલાવી જોઈએ. એટલે કે પરમાણુ વધીને કે ઘટીને ગ્રહણયોગ્યમાં દાખલ થયા પછી ઉપયોગમાં આવે. ખાસ ધ્યાનમાં રાખજો કે– ૧. પરમાણમાં સંયોગ અને વિયોગ પામવાનો ગુણ છે, તેથી પરમાણુઓ મળીને સ્કંધ બને છે. અને વિભાગ થવાથી નાના સ્કંધો થઈ જાય છે. ને છેવટે પરમાણુએ પરમાણુ પણ છુટો પડી જઈ શકે છે. ૨. જેમ જેમ સ્કંધમાં પરમાણુઓ વધારે વધારે, તેમ તેમ તેના પરિણામ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કર્મ-વિચાર ભાગ-૧ સૂક્ષ્મ સૂક્ષ્મ થાય છે. એટલે પરમાણુ ઘણા હોવા છતાં તેનું સ્વરૂપ– બહુ જ નાનુ સૂક્ષ્મ થાય છે. જેમ, એક મણ રૂનો મોટો ગાંસડો બાંધવો પડે છે. પણ જો એક મણ સોનું હોય, તો તે લગભગ પોણા ઘન ફુટ જેટલી જગ્યા રોકે. વજન સરખું છે, બન્નેયનો પરિણામ (રચના-બંધારણ) જુદાં છે. પરંતુ, જો રૂના ગાંસડા જેટલું સોનું હોય, તો તે કેટલા મણ થાય? તેમાં રૂ કરતાં કેટલા બધા પરમાણુઓ હોય? અર્થાત્ સોનાનો પરિણામ સૂક્ષ્મ છે રૂનો પરિણામ સ્થૂલ છે, એ પ્રમાણે ઉપરની સોળ વર્ગણાઓમાં પહેલી કરતાં બીજી, બીજી કરતાં ત્રીજી, ત્રીજી કરતાં ચોથી એમ ચલતે ચડતે દરેકમાં પરમાણુઓ વધારે વધારે છતાં દરેકનો પરિણામ સૂક્ષ્મ સૂક્ષ્મ છે, એટલે છેવટની કાર્મણવર્ગણા સૌથી સૂક્ષ્મ છે અને તેના એક એક સ્કંધમાં સૌ કરતાં પરમાણુઓ વધારે વધારે છે. મુદ્દા ૧. સ્કંધો પણ એક સરખા નથી હોતા. જેમ જેમ પરમાણુઓની સંખ્યા વધારે, તેમ તેમ તેનો પરિણામ સૂક્ષ્મ હોય છે. તેથી સ્કંધોના વર્ગો પડે છે. તેમાંના આઠ ગ્રહણયોગ્ય અને આઠ અગ્રહણયોગ્ય વર્ગણાઓનો વિચાર આ પાઠમાં સમજાવ્યો છે. આ પાઠમાં સમજાવેલી દરેક વર્ગણામાં કાર્મણવર્ગણા બહુ જ સૂક્ષ્મ છે, અને તેના પરમાણુઓ બધી વર્ગણાઓ કરતાં વધારે છે. કાશ્મણવણાને બરાબર ખ્યાલમાં રાખવાથી, હવે પછીના પાઠો બરાબર સમજાશે. ન્યા છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૧મો આત્મપ્રદેશો અને આત્મપ્રદેશોની સંસર્ગ તથા વિસર્ગ શક્તિ પાઠ ત્રીજાથી પાંચમા સુધીમાં આત્મા વિશે તમે કેટલુંક શીખી ગયા છો-“આત્મા આપણા આખા શરીરમાં ફેલાઈને રહેલો છે, ચૈતન્યશક્તિ તેમાં છે.” ઇત્યાદિ ઇત્યાદિ ઘણુંયે શીખ્યા છો. તે આત્મામાં કઈ કઈ શક્તિઓ છે ? શરીરમાં તે કેવી રીતે હરે ફરે છે ? શરીરની હલનચલન ક્રિયામાં કેવી અને કેટલી મદદ આપે છે ? તેનું શું ફળ આવે છે ? એ વગેરે સવાલોના સમાધાન ઘણા ભાગે કંઈક કંઈક હવે પછીના પાઠોમાં કરીશું. જેમ આત્મા આપણા શરીરમાં છે, તે જ રીતે દરેક માણસના શરીરમાં પણ છે. એ તમે કબૂલ કરી શકો છો ? હા, કેમકે-તેઓ ઇરાદાપૂર્વક હિલચાલ કરે છે. એટલે તેઓમાં ચૈતન્ય છે, અને જ્યાં ચૈતન્ય છે, ત્યાં આત્મા નક્કી છે. તમારા નાના ભાઈની ઉંમર કેટલી હશે ? બે વર્ષની. ને તમારી કેટલી ? પંદર વર્ષની. તમે તમારા નાના ભાઈ જેવડા હતા ? હા. તેર વર્ષ પહેલાં હું તેના જેવડો જ હતો. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કર્મ-વિચાર ભાગ-૧ જ્યારે તમે બે વર્ષના હતા, ત્યારે તમારા શરીરમાં આત્મા હતો ? હા, ચોક્કસ હતો. હાલ તમારા શરીરમાં આત્મા છે ? છે. તે વખતે તમારા શરીરમાં આત્મા હતો, એ વાત તમે કબૂલ કરી, પણ શરીરના કેટલા ભાગમાં આત્મા હતો ? તેમાં પૂછવાનું શું છે ? આખા શરીરમાં ફેલાઈને રહ્યો હતો, શરીરનો કોઈ પણ ભાગ ખાલી નહીં, તેમ જ શરીરની બહાર આત્મા લટકતો પણ નહીં, એવી રીતે શરીરમાં રહેલો હતો. અને એમ જ હોઈ શકે. ઠીક, ત્યારે હાલમાં તમારા શરીરમાં આત્મા કેવી રીતે રહેલ હશે ? હાલ પણ એવી જ રીતે આખા શરીરમાં ફેલાઈને. બાળપણના તમારા શરીરમાં ને હાલના તમારા શરીરમાં કાંઈ ફેરફાર હોય, તેવું ધારો છો ? બાલ્યાવસ્થામાં મારું શરીર નાનું હતું, હાલ મોટું છે. કારણ કે, મારું શરી૨ દિવસે દિવસે હાલમાં વધતું જાય છે. બરાબર ! પણ ભાઈ ! આત્માનું કેમ થયું હશે ? એ પણ વધતો જ હશે ને ? નહીં, નહીં, આત્મા વધતો નથી, તેમ ઘટતોયે નથી, પણ તેનો સંસર્ગ અને વિસર્ગ થાય છે. એટલે ? સંસર્ગ-વિસર્ગ વળી શું ? સમજાવું છું. ધીરજ રાખો. પરમાણુ કેટલો સૂક્ષ્મ છે ? તે હકીકત તમને યાદ છે ને ? ા, છઠ્ઠા પાઠમાં એ સંબંધી વિચાર કરી ગયા છીએ. આખો આત્મા તમારા આખા શરીરમાં ફ્લાઈને રહ્યો છે, પણ Page #68 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રદેશો અને આત્મપ્રદેશોની સંસર્ગ તથા વિસર્ગ શક્તિ ૪૩ તમારી આંગળીમાં કેટલો આત્મા હશે. આંગળી જેટલો જ. ને આંગળીના ટેરવા પર ? ટેરવા જેટલો. તમારી આંગળીના ટેરવા પર સોયની અણી મૂકું છું, કેમ તમને કાંઈ જ લાગતું નથી ને ? ના, જી ! સહેજ તમતમાટ થાય છે. નખના કાળા ભાગ પર સોયની અણી દબાવતાં શું થાય છે ? કંઈએ નહીં. કારણ ? નખના છેડાનો ભાગ જડ (આત્મા વિનાનો) છે ને ? હા, બરાબર હું ભૂલ્યો. ત્યારે તમારી આંગળી પર સોયની અણી જેટલામાં વાગે છે, તે ભાગ આત્માવાળો ખરો ને ? શકે? હા. જે ભાગમાં તમને સોય વાગે છે, તે ભાગમાં કેટલો આત્મા હશે ? સોયની અણી જેટલો. ત્યારે શું આત્માના નાના નાના કકડા થતા હશે? એમાં હું કાંઈ કહી શકતો નથી. પણ આખા શરીરમાં આખો આત્મા છે. આંગળીમાં આંગળી જેવડો, સોયની અણી જેટલા ભાગમાં સોયની અણી જેટલો આત્મા છે, એમ ચોક્કસ કહી શકું છું. તો તો પછી આવી રીતે, આત્માનો નાનામાં નાનો ભાગ પણ થઈ થઈ શકે. કેમ ન થઈ શકે ? કેટલો થઈ શકે ? બરાબર નિહ કહી શકું. આપ સમજાવો. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ કર્મ-વિચાર ભાગ-૧ પરમાણુ જેવડો. ઓહો ! પરમાણુ તો ઘણો જ સૂક્ષ્મ છે. જેના જ્ઞાનીની બુદ્ધિથી પણ બે ભાગ ન થઈ શકે. હા, આત્માનો પણ નાનામાં નાનો ભાગ તેવડો જ–જ્ઞાનીની બુદ્ધિથી પણ જેના બે ભાગ ન થાય–તેવડો જ સમજવો. પણ એટલું યાદ રાખવું કે પરમાણુ એકલો છૂટોછવાયો હોય છે, ને સ્કન્ધ સાથે વળગેલો પણ હોય છે. પણ આત્માના પરમાણુ જેવડા નાનામાં નાના એ ભાગો કદી એકબીજાથી છૂટા પડતા જ નથી. આ નાનામાં નાના ભાગોનું નામ પ્રદેશ પ્ર-અત્યંત દેશ-નાનો ભાગ, અર્થાત નાનામાં નાનો ભાગ પ્રદેશ કહેવાય છે. આખા આત્માને કેટલા પ્રદેશો હશે ? વારુ ! કહી શકશો ? ઘણા, ઘણા. ઘણા તો ખરા, પણ અસંખ્ય કહેવા. અસંખ્ય શબ્દનો શો અર્થ છે ? તે આગળ ઉપર પ્રસંગે સમજાવીશું, ગભરાતા નહિ. ઠીક. પણ આપણી વાતચીતનો સાર શો આવ્યો ? આત્મા એ અસંખ્ય પ્રદેશોનો સમૂહ છે, અથવા આત્માને અસંખ્ય પ્રદેશો છે. આત્મપ્રદેશો આખા શરીરમાં ફ્લાઈને રહ્યા છે. અથવા, અસંખ્યપ્રદેશી આખો આત્મા આખા શરીરમાં ફેલાઈ રહ્યો છે. સોયની અણી જેટલા ભાગમાં પણ. આત્મ પ્રદેશો ઘણા જ–અસંખ્ય સમજવા. એક પરમાણુ એક સ્વતંત્ર પદાર્થ છે, તે રીતે ઘણા પરમાણુઓ મળીને તેનો બનેલો સ્કંધ પણ એક સ્વતંત્ર પદાર્થ છે. એ જ પ્રમાણે એક ધોતીકોટાના બે ટુકડા થાય, તે પણ બન્નેય બે ધોતિયા રૂપ બે સ્વતંત્ર પદાર્થો છે. તેવી રીતે આત્મામાં નથી. પણ તે અસંખ્ય પ્રદેશોના સમૂહરૂપ એક આત્મા સ્વતંત્ર પદાર્થ છે. જુઓ, આ મીણબત્તી, તેને સળગાવી દીવો કરો. દીવાનો પ્રકાશ Page #70 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રદેશો અને આત્મપ્રદેશોની સંસર્ગ તથા વિસર્ગ શક્તિ ૪૫ ચારેય તરફ ફ્લાય છે ને ? હા, જી ! જુઓ, આ નાનો ડબ્બો છે. હવે તેમાં મીણબત્તી મૂકો, ને તપાસો કે, પ્રકાશ ક્યાં ક્યાં ફ્લાય છે ? પ્રકાશ આખા ડબ્બામાં ફ્લાયો છે. એ મીણબત્તી બહાર કહાડો, ને પેલી મોટી પેટીમાં મૂકો, હવે તપાસો, દીવાનો પ્રકાશ કેટલા ભાગમાં ફ્લાય છે ? આખી પેટીમાં છે. ડબ્બામાં મીણબત્તી મૂકી હતી, ત્યારે તે પ્રકાશ ડબ્બામાં જ સમાયો, ને આખો ડબ્બો પ્રકાશથી ભરાયો. મોટી પેટીમાં મીણબત્તી મૂકી, ત્યારે પ્રકાશ આખી પેટીમાં ફેલાયો. ત્યારે, પેટીમાં મૂકતી વખતે પ્રકાશ વધ્યો હશે ? નહિ જ. ત્યારે ? ડબ્બામાં-સાંકડી જગ્યામાં જે પ્રકાશ હતો, તે પ્રકાશ મોટી પેટીમાં પહોળી જગ્યામાં વિસ્તાર પામ્યો. હવે, જો પેટીમાંથી ડબ્બામાં મૂકીએ, તો ? પ્રકાશ સંકોચાય, ને ડબ્બામાં સમાઈ શકે. બસ, ભાઈ ! બસ હવે તમને વધારે પૂછવાની જરૂર નથી. તેવી જ રીતે, આત્માના સંબંધમાં સમજી લ્યોને, કે—જ્યારે તમે નાના હતા, ત્યારે તમારું શરીર નાનું હતું, ત્યારે તે જ અસંખ્ય પ્રદેશીઅસંખ્ય પ્રદેશવાળો આત્મા—તેમાં સંકોચિત રૂપે હતો. જેમ જેમ તમે મોટા થતા ગયા, શરીર મોટું થતું ગયું, તેમ તેમ આત્મા—આત્મપ્રદેશો—વિકાસ વિસ્તાર પામતા ગયા. આ ઉપરથી એટલું સમજી લ્યો કે તમે યુવાન થશો, તમારાં દરેક અંગો પૂરાં ખીલશે, ત્યારે તે જ આત્મા વિસ્તાર પામીને આખા શરીરમાં ફેલાશે. પછી જ્યારે તમે વૃદ્ધ થશો, શરીરના અવયવો સંકોચાશે, ત્યારે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કર્મ-વિચાર ભાગ-૧ આત્મા આત્મપ્રદેશો પણ સંકોચાશે. આવી રીતે આત્મા સંકોચાય છે, તે વિસ્તાર પામે છે. સંકોચાવું તે સંસર્ગ, વિસ્તાર પામવો તે વિસર્ગ. મુદ્દા. ૧. આત્મા આખા શરીરમાં ફ્લાઈને રહેલો હોય છે. એટલે નખના કાળા ભાગ વગેરે સિવાય શરીરનો કોઈ પણ ભાગ આત્મા વિનાનો ખાલી નથી હોતો. તેમ જ શરીરની બહાર પણ આત્મા નથી હોતો. શરીરમાં ફ્લાઈને રહેલો આત્મા એક અખંડ પદાર્થ છે, અને તેના (મનની કલ્પનાએ) અસંખ્ય નિવિભાજ્ય ભાગ પાડી શકાય છે. તેને આત્માના પ્રદેશો કહેવાય છે. ૩. જો કે આત્મા શરીરમાં જ લાઈને રહ્યો છે, છતાં તેમાં સંકોચ પામવાની અને વિસ્તાર પામવાની શક્તિ છે, તેનું નામ સંસર્ગ શક્તિ અને વિસર્ગ શક્તિ કહેવાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૨માં યોગ–બળ આંદોલન “સ્કૂલ-સૂક્ષ્માયતશ્રેષ્ટા આત્મનો વૃત્તયો મતા” યોગબિંદુ. ૪૦૬. ગયા પાઠમાં આત્મપ્રદેશો વિશે કેટલુંક તમે શીખ્યા, તેમ જ આત્મપ્રદેશોનો સંસર્ગ-વિસર્ગ થાય છે, એ પણ તમે સમજયા. તમારી છાતી પર જરા ડાબી બાજુએ હાથ મૂકો, શું થાય છે ? ધબક, ધબક, થાય છે. તમારા જમણા હાથના કાંડા પર અંગૂઠા પાસેની નસ-નાડી ઉપર આંગળીઓ મૂકો, તપાસો શું થાય છે ? ત્યાં પણ ધબકારા જણાય છે. તેનું કારણ સમજો છો ? કારણ એમ જણાય છે કે, શરીરમાં લોહી ફરે છે એટલે લોહીમાં આંદોલન થાય છે, અને નાડીઓમાં લોહીના આંદોલનનો ધડકારો જણાય છે. એમ સામાન્ય રીતે કહી શકાશે. લોહીમાં આંદોલન શાથી થતું હશે ? કંઈક કારણ તો હશે જ ને ? શું કારણ હશે ? આપ સમજાવો. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કર્મ-વિચાર ભાગ-૧ આપણે આત્મપ્રદેશોની હકીકત શીખી ગયા છીએ. તે આત્મપ્રદેશો આંદોલિત હોય છે, તેની અસર શરીરનાં સૂક્ષ્મ તત્ત્વો ઉપર થાય છે, તેની અસર, મગજ, હાડકાં, મેદ, માંસ, વગેરે ઉપર થાય છે, અને તેની અસર લોહી ઉપર થાય છે. લોહીના ફરવાની અસર હૃદય ઉપર, અને હૃદયની અસર નાડીઓમાં થાય છે. લોહી ફરવાની ક્રિયા આપણે નાડીઓ દ્વારા જાણી શકીએ છીએ. પરંતુ હું તમને આત્મપ્રદેશો કેવી રીતે આંદોલિત હોય છે તે સમજાવું છું. આત્મા સ્વતંત્ર એક અખંડ પદાર્થ છે, એ વાત ખરી ને ? હા, જી ! તેનું મધ્યબિંદુ કલ્પો, મધ્યબિંદુ તે બરોબર વચ્ચેનો ભાગ. આત્માનું મધ્યબિંદુ આઠ પ્રદેશો છે, તે આત્માના મધ્યબિંદુ તરીકે આવેલા છે. એ આઠ પ્રદેશોનું નામ રુચક પ્રદેશો કહેવાય છે. મધ્યબિંદુમાં આઠ પ્રદેશો કેમ? પ્રદેશો કેવડા હોય? તેની તમને માહિતી છે ને? હા. જી ! પ્રદેશો પરમાણુ જેવડા જ હોય. તો પછી પ્રદેશ અને પરમાણુમાં ફરક શો ? ફરક એ જ કે પરમાણુ સ્વતંત્ર પદાર્થ તરીકે છૂટો હોય છે. ત્યારે પ્રદેશ પરમાણુના માપનો જ પણ છૂટો પડેલો નથી હોતો. સ્કન્ધ સાથે જ લાગેલો-રહેલો હોય છે. હા, એમ જ. તમે બરાબર સમજ્યા છો, તેમાં શક નથી. હવે, હું તમને મધ્યબિંદુના આઠ પ્રદેશો લેવાનું કારણ સમજાવું છું. આ દડાનું મધ્યબિંદુ કેવડું હશે? તે કહી શકશો? હા, ખુશીથી કહી શકીશું. કહો, ત્યારે. તે એક બારીકમાં બારીક ઝીણા મીંડા જેવું હશે. Page #74 -------------------------------------------------------------------------- ________________ યોગ-બળ–આંદોલન ૪૯ પણ, એ ઝીણું મીંડું કેવડું હોઈ શકે ? ખૂબ ઝીણું. આપણી આંખે માંડ માંડ દેખાય એવું. ઓહો ! આંખેથી માંડમાંડ. દેખાય એવા મધ્યબિંદુમાં પણ અસંખ્ય પ્રદેશો હોય છે, એ કેમ ભૂલી ગયા ? હા, જી ! હા, જી ! અમારી ભૂલ થઈ, ત્યારે એ મધ્યબિંદુ કેવડું નાનું હોઈ શકે ? નાનામાં નાનું આઠ પ્રદેશ જેવડું હોઈ શકે, તેથી નાનું ન હોઈ શકે. ચાર દિશાના ચાર નીચે અને ચાર ઉપર એમ આઠ પ્રદેશો જ મધ્યબિંદુ થઈ શકે. ચાર ઉપરના પ્રદેશ ઉપર, ઉપરની દિશા (ઊર્ધ્વ દિશા) આવે. અને ચાર નીચેના પ્રદેશોની નીચે, નીચેની (અધો દિશા) આવે. ઉપરની દિશાએથી, નીચેની દિશાએથી, અને ચારેય બાજુની ચાર દિશાઓથી સંકોચતાં, સંકોચતાં વચ્ચે આઠ મધ્યના પ્રદેશ સુધી આવવું પડે. તેથી આગળ વધી ન શકાય, કેમકે, સામસામું દબાણ આવવાથી આઠ જ પ્રદેશો મધ્યબિંદુ તરીકે બરાબર ગોઠવાઈ જાય છે. મધ્યબિંદુનું આ રીતે ચોક્કસ માપ આવી રહે છે. આ આઠ પ્રદેશોનું નામ આઠ રુચક પ્રદેશો કહેવાય છે. આ આઠ રુચક પ્રદેશો મધ્યબિંદુ છે, તે સિવાયના દરેક આત્મપ્રદેશો આંદોલિત હોય છે. દાખલા તરીકે—ઊકળતા પાણીનો દેગ. ઊકળતું પાણી જેમ ગરમીના જોરથી નીચે-ઉપર થાય છે. તેને આંદોલિત થતું આપણે જોઈએ છીએ, તે પ્રમાણે આત્મપ્રદેશો આંદોલિત હોય છે. આવી રીતે, તમારા શરીરમાં રહેલો આત્મા હંમેશાં આંદોલિત જ હોય છે. તમે સૂતા હો તો પણ, તે આંદોલિત જ હોય છે. માત્ર, કાંઈ કામ કરતા હોઈએ, અથવા કોઈ સ્થળે બળ અજમાવવાનું હોય, તે પ્રસંગે આત્મા વિશેષ આંદોલિત હોય છે. આ પથ્થર ઊંચકો, હાથને બળ કરવું પડે છે કે ? હા, ઘણું બળ કરવું પડે છે. તે સાથે આખા શરીરનુંયે બળ લગાડવું પડે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કર્મ-વિચાર ભાગ-૧ જુઓને, તમારા મોં ઉપર રતાશ આવી ગઈ, આખા શરીરમાં લોહી ધમધમાટ કરતું દોડી રહ્યું છે. કેમ કાંઈ જણાય છે ને? હા, હા, ચોક્કસ. શરીરમાં ધમધમાટી ચાલી રહી છે ને. બસ. તમે તમારા હાથવતી જયારે બળ કર્યું, ત્યારે હાથના વિભાગમાં રહેલા આત્મપ્રદેશો આંદોલિત થયા, અને તે જ વખતે ખભાના આત્મપ્રદેશો ખૂબ આંદોલિત થયા. અનુક્રમે આખા શરીરના આત્મપ્રદેશો ખૂબ આંદોલિત થઈ ગયા. ' અર્થાત, આત્મપ્રદેશો સાંકળના અંકોડાની માફક એકબીજા સાથે જોડાયેલા છે. એક સ્થળે આંદોલન થતાં જ તેની અસર દરેક આત્મપ્રદેશોમાં પહોચે છે. આત્મપ્રદેશોમાં થતા આ આંદોલનનું યોગ, બળ, વીર્ય એવું નામ છે. આપણે પણ યોગ એ શબ્દનો જ્યાં વ્યવહાર કરીએ, ત્યાં તેનો અર્થ આ પાઠમાં બતાવ્યા પ્રમાણે સમજવો. આપણે સૂતા હોઈએ કે શાંત ચિત્તે બેઠા હોઈએ, તો પણ આત્મપ્રદેશો આંદોલિત જ હોય છે, તેમાં યોગ થતો જ હોય છે. આ યોગનું નામ અનભિસંધિજયોગ કહેવાય છે. કાંઈ પણ કામમાં શરીરને કે શરીરના અવયવોને લગાડીએ, ત્યારે અભિસંધિ(પ્રયત્નથી ઉત્પન્ન થતાં આદોલનોને-)યોગને અભિસંધિજ યોગ કહેવાય છે. અભિસંધિજ તે બાહ્ય પ્રયત્નથી ઉત્પન્ન થતો યોગ.” અનભિસંધિજ તે બાહ્ય પ્રયત્ન વિના ઉત્પન્ન થતો યોગ.” યાદ રાખજો કે, તમે કાંઈ પણ કામ કરો, તે દરેક વખતે પણ યોગ થાય જ છે. મૌન બેસી શાંત પણે કંઈ વિચારતા હો, તે વખતે પણ યોગ થાય છે. શ્વાસ ખાતા હો, કંઈ પણ બોલતા હો, કે શરીરને સહેજ સહેજ હલાવતા હો, તો પણ યોગ થાય જ છે. આપણું નાનું મોટું કામ, નાનીમોટી ચેષ્ટા એક પણ એવી નથી, કે જેમાં યોગ-આત્મપ્રદેશોનું આંદોલન થતું ન હોય. Page #76 -------------------------------------------------------------------------- ________________ યોગ-બળ-આંદોલન ૫૧ આપણે શાંત પડી રહીને સૂતા હોઈએ, ત્યારે પણ આપણી નાડીઓ ધબકતી હોય છે. આપણા ડાબા પડખા તરફ હૃદયનો ધબકારો ચાલતો જ હોય છે. આખા શરીરમાં લોહી દોડતું હોય છે. ખાધેલો ખોરાક પચતો હોય છે. તેના રસ, મેલો, જુદા પડતા હોય છે. આમથી તેમ પેટમાંથી પસાર થતા હોય છે. લોહીમાંથી માંસ બનતું હોય છે. માંસમાંથી મેદ-ચરબી, ચરબીમાંથી હાડકાં બનતાં હોય છે. હાડકામાંથી મજજા-મગજનું તત્ત્વ તૈયાર થતું હોય છે. તેમાંથી વીર્ય બનતું હોય છે. અને તે બધાં તત્ત્વો શરીરમાં પોતપોતાને યોગ્ય યોગ્ય ઠેકાણે ગોઠવાતાં હોય છે. ઉપરાંત નાડીઓ, સ્નાયુઓ, ઇન્દ્રિઓના રજકણો, જ્ઞાનતંતુઓ વગેરે નવાં બનતાં હોય છે. એમ શરીરરૂપી કારખાનામાં ગમે તેવી શાંતિમાં પણ ધમધોકાર બધીયે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. ગમે તેવી યોગસાધના કરનાર યોગીના શરીરમાં પણ આ રીતે મોટાં મોટાં કારખાનાં ચાલતાં જ હોય છે. એ તમામ હિલચાલ ચાલવાનું મુખ્ય કેન્દ્ર-મુખ્ય મથક–આત્માના પ્રદેશોમાં થતાં આંદોલનો છે. જો તે આંદોલનો ન થતાં હોય, તો શરીરમાં કાંઈપણ–સૂક્ષ્મ પણ ફેરફાર ન થાય, મડદામાંથી આત્મા ચાલ્યો જાય છે, ત્યારબાદ શરીરની કોઈપણ વ્યવસ્થિત પ્રવૃત્તિ ચાલતી જ નથી. શરીરના આખા યંત્રના સંચાલનનો આધાર, આત્મપ્રદેશોમાં થતાં આંદોલનો ઉપર રહેલો છે. એમ હવે બરાબર સમજી શક્યા હશો ? હા, જી ! ખૂબ સારી રીતે સમજી શક્યા છીએ, પરંતુ આત્મપ્રદેશોમાં આંદોલન થવાનું કારણ શું? એ સમજી શકાતું નથી. તે કારણ હાલ સમજાવી શકાશે નહીં, આગળ જરૂર સમજાવીશું. કોઈ કોઈ જીવને કોઈ કોઈ વાર, આંદોલનો વધતા-ઓછાં થાય છે. એટલે કે, જુદે જુદે વખતે, જુદા જુદા માણસને, જુદી જુદી જાતનો યોગ ય છે. “દરેકને દરેક વખતે એક સરખો જ યોગ હોય” એમ સમજવું નહીં. કયા માણસને કઈ કઈ વખતે કઈ કઈ જાતનો યોગ થાય ? તે આગળ ઉપર સમજાવીશું, ત્યાં સુધીમાં તમે તમારી મેળે જ તમારા અનુભવથી કાંઈક સમજશો પણ ખરા. પરંતુ, યાદ રાખજો કે આઠ ટુચક પ્રદેશો આત્માનું મધ્યબિન્દુ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૨ કર્મ-વિચાર ભાગ-૧ હોવાથી તે આંદોલિત થતા જ નથી. સામસામી દિશાએથી એક દોરડું સરખા બળથી ખેંચવામાં આવે, તો તે તૂટતું નથી, તેનું કારણ સમજો છો ? હા, જી ! કારણ એ સમજાય છે કે, સામ સામી દિશાએથી સરખું ખેંચાણ થવાથી મધ્યભાગ ઉપર બન્નેય તરફના ખેંચાણની અસર થતી નથી. અથવા બન્નેય તરફના ખેંચાણની એક જ કેન્દ્રમાં અસર થતી હોવાથી, મધ્યભાગને કઈ દિશા તરફ જવું ? તે પ્રશ્ન રહે છે. એટલે મધ્ય ભાગ અસર વગરનો બની રહે છે. તેવી જ રીતે, આપણે ચાર જણા ચારેય બાજુ બેસીને પાણીની ભરેલી કથરોટની ચારેય દિશાએથી એકીસાથે એકસરખા જોરથી ટકોરા મારીએ, તો ચારેય તરફથી લાગેલા ટકોરાઓને લીધે પાણીમાં નાના નાના તરંગો ઊઠશે. પણ તે દરેકનો પ્રવાહ મધ્યમાં-વચ્ચે વહેશે, સામસામી દિશાએથી આવતા પ્રવાહો, વચ્ચે સામસામા અથડાશે. પરંતુ એકીસાથે સરખા બળથી, ટકોરા મારેલા હોવાથી વચ્ચેના પ્રદેશોને અસર ન થતાં તેને સ્થિર જ રહેવું પડે. ના, સાહેબ ! વચ્ચે પણ આંદોલન થતું તો જોવામાં આવે જ છે, તેનું કેમ? તમારી એ વાત તદ્દન સાચી છે. પરંતુ તેનું કારણ આપણે એકીસાથે અને સરખા જોરથી ટકોરા મારી શકતા નથી. કાંઈક ને કાંઈક ફરક પડી જ જતો હોય છે. તેથી એમ બને છે. પણ જો બરાબર એકસરખા વખતે અને એક સરખા જોરથી ટકોરા મરાય, તો વચ્ચે સામ સામા પ્રદેશોને સ્થિર રહ્યા વિના ચાલે જ નહીં. એ વાત સાદી બુદ્ધિથી પણ સમજાય તેવી છે. હા, હવે બરાબર સમજાયું. વળી, એક તદ્દન સરખો ગોળ પોલો ગોળો હોય, અને તેમાં પાણી ભરીને, ચારેય કોરથી તેને બંધ કરવામાં આવેલો હોય, ત્યારે તેની ચારેય દિશાએથી, ઉપર તથા નીચેથી એકીસાથે સરખા જોરથી ટકોરા મારવામાં આવે, તો મધ્યના પ્રદેશોને જરાપણ આંદોલિત થવાનું રહે નહીં, અને તેને Page #78 -------------------------------------------------------------------------- ________________ યોગ-બળ-આંદોલન પ૩ સ્થિર જ રહેવું પડે. તે રીતે આઠ ટુચકપ્રદેશો સ્થિર રહે છે એમ આપનું કહેવું છે. એમને? હા, મારે એ જ કહેવાનું છે. મુદ્દા ૧. શરીરના પ્રયત્નમાં આત્માનું બળ મદદગાર છે. આત્મામાં રહેલી રણા-બળને લીધે શરીર પ્રયત્નવાન થઈ શકે છે. એ બળને ફુરણાને યોગ કહે છે. ૨. યોગના બે પ્રકાર છે, અભિસંધિજ અને અનભિસંધિજ : ૩. અભિસંધિજ એટલે બાહ્ય પ્રયત્નથી થતી આત્મપ્રદેશોની ફુરણા, અને અનભિસંધિજ એટલે અંદરના પ્રયત્નને લીધે થતી આત્મપ્રદેશોની ફુરણા. ૪. આઠ રુચકપ્રદેશોમાં કદી આંદોલન થતું જ નથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૩મો અધ્યવસાય : લાગણીઓ ભાગ ૧લો “ચંદ્રકુમાર ! તમારું મો કેમ ઉદાસીન છે ?” કંઈ નહીં..... ! “કેમ” કંઈ નહિ? બોલો, બોલો, શું કારણ છે ?” “સાહેબ ! એક દિવસે મારા બાપુએ કહ્યું હતું કે–“ચંદ્ર ! આ પરીક્ષામાં પહેલા નંબરે પાસ થઈશ, તો, તને એક સાઇકલ અપાવીશ.” મેં અભ્યાસમાં પૂરતી મહેનત કરી, ને પહેલા નંબરે પાસ થયો, કારણ કે સાઇકલ ઉપર ફરવા જવાનું મને બહુ ગમે છે. મારા બાપુએ સાઈકલ મંગાવવાનો ઑર્ડર લખી મોકલ્યો. કંપની તરફથી કેટલેક દિવસે જવાબ આવ્યો કે “આપના ઑર્ડર પ્રમાણે એક અઠવાડિયામાં સાઇકલ રવાના કરાવીશું.” મારી ઉત્સુકતા વધી. “થોડા દિવસો પછી છી પી. થી રસીદ મળી, પરંતુ સાઈકલ ન આવી.” કેમ ? શું થયું ?” “રેલવેવાળાની ભૂલથી ક્યાંક બીજે ચાલી ગઈ. છેવટે કેટલીક Page #80 -------------------------------------------------------------------------- ________________ અધ્યવસાય : લાગણીઓ ૫૫ મહેનતને પરિણામે સાઇકલ પરમ દિવસે મળી.” હં, પછી ?” કાલે કેટલીક તૈયારી કરી, સાંજે ફરવા જવાનો હતો. પરંતુ મારા મામાને ત્યાં જમવાનું હોવાથી હોંશમાં ને હોંશમાં જમવા ગયો. ઝટપટ જમી ઉતાવળો ઉતાવળો ઘેર આવ્યો, કપડાં પહેરી સાઈકલ લેવા જાઉં, તેવામાં ત્યાં સાઈકલ જ ન મળે.” હૃદયમાં એક આંચકો આવ્યો. પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે“મારા કાકાનો દીકરો વિભુ સાઈકલ લઈ ફરવા ચાલ્યો ગયો છે.” “મારા પહેલાં જ મારી સાઇકલ પર એ ફરવા ચાલ્યો ગયો? કેવો માણસ ? !” મનમાં ક્રોધ ચડી આવ્યો, મોં ચડી ગયું. આંખમાં ઝળઝળિયાં આવ્યાં.” એમને એમ ધંધવાતો શહેર બહાર કેટલાક છોકરાઓ સાઇકલ ફેરવતા હતા, ત્યાં ગયો. પરંતુ ન મળે વિભુ, કે ન મળે મારી સાઇકલ.” “એ વખતે મારા મનની દશા કેવી થઈ ગઈ હતી ? તે હું જ કહી શકતો નથી. ઘણું રખડ્યો. બહુ તપાસ કરી. છતાં પત્તો જ ન મળ્યો. છેવટે ઘર તરફ રવાના થયો.” “કેવી રીતે ? અને કયે રસ્તેથી હું ઘેર આવ્યો?” તેનું મને ભાન જ નહોતું, “રસ્તામાં શું થાય છે? કોણ જાય છે? આવે છે ?” એ વગેરે કંઈ પણ મારી ધૂનને લીધે હું જોઈ શક્યો જ નહિ. ઘેર જઈ કપડાં આમતેમ ફેંકી દીધાં. મારો રૂઆબ અને પરિસ્થિતિ જોઈ, ઘરના કોઈ પણ માણસે મારી સાથે તે વખતે બોલવામાં સાર જોયો નહીં. થોડી વાર સૂનમૂન-શૂન્ય મૌન બેસી રહ્યો. પછી આવેશમાં ને આવેશમાં એકાએક ઊભો થયો. મારા કાકાને ઘેર ગયો. ત્યાં પણ વિભુને ન જોયો. શેરીમાં પા એક કલાક આમ તેમ જુસ્સામાં ને જુસ્સામાં ઘૂમ્યો. પરંતુ, વિભુ તો ન જ આવ્યો. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કર્મ-વિચાર ભાગ-૧ કંટાળીને ઘર તરફ ચાલ્યો, અર્થે રસ્તેથી પાછો વળ્યો. “હવે તો આવ્યો હશે ?” એમ ધારી બીજી વાર મારા કાકાને ઘેર ગયો. “ત્યારે, ઓટલા ઉપર વિમળાબહેન ઊભાં હતાં.” “મોટી બેન ! ક્યાં ગયો વિભુ ?” “કકડેકકડા થઈ ગયેલા હૃદયને સાંધી સાંધીને મુશ્કેલીથી એટલા શબ્દો ઉચ્ચાર્યા. પછી તો બોલવાનું તો શું? પરંતુ શરીરનું તમામ સામર્થ્ય ખલાસ થઈ ગયું. હોઠ ફરકતા હતા, આંખોમાંથી આંસુ ટપકતાં હતાં.” “કેમ ભાઈ ! શું છે ! વિભુ તો ફરવા ગયો છે. હમણાં આવશે. તું આજ આમ કેમ છે? આમ આવતો.” એમ કહી મને સોડમાં લીધો. “મારી સાઇકલ-” એટલું બોલતામાં તો હું મોટેથી રોઈ પડ્યો. “તારી સાઇકલ વિભુ લઈ ગયો છે ?” “મારાથી જવાબનો એક શબ્દ ઉચ્ચારી શકાય તેમ હતું જ નહીં, તેથી હું તો રોતો જ રહ્યો.” “આવ, આવ, ઘરમાં આવ.” કહી મને બેઠકમાં બેસાડ્યો, બહેને મને શાંત પાડવા પ્રયત્ન કર્યો, પરંતુ તે નકામો ગયો. કેટલીક વાર પછી હું શાંત થયો, થોડી વાર શાંતપણે બેસી રહ્યો.” મોટી બેન ! ઓ મોટી બેન !! બારણું ઉઘાડો.” અવાજ સાંભળી, વિભુ જાણી, હું ઊભો થયો. મોટી બેને બારણું ખોલ્યું. ભાઈ સાહેબ તો લંગડાતા લંગડાતા, હસવાનો ડોળ કરતા કરતા, અંદર દાખલ થયા. મારા મનમાં ફાળ પડી કે, “અરે ! પણ મારી નવી સાઇકલ ક્યાં ?” “ભાઈ તો પગ પકડી ઓટલા ઉપર બેસી ગયા હતા. હું તેમની સામે આંખો ફાડી જોઈ રહ્યો હતો. તેવામાં બે મજૂરો આવ્યા, એકે સાઇકલ ઉપાડેલી હતી, ને બીજાએ આગલું પૈડું ઊંચકેલું હતું.” મોટી બેને પૂછ્યું “વિભુ ! આ શું થયું?” Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યવસાય : લાગણીઓ ૫૭ “બીજા સાઇકલવાળા સાથે અથડાવાથી હું પડી ગયો, બહેન !” મજૂર–“બેન ! ભાઈને પગે બહુ વાગ્યું છે.” મેં કહ્યું- “સારું થયું, ઘણું સારું થયું.” એમ કહી અકળાઈને હું ઘેર ચાલ્યો ગયો. પથારીમાં સૂતો પરંતુ મોડી રાત સુધી ઊંઘ આવી જ નહીં સવારમાં કંઈક મોડોયે ઊઠ્યો. જુસ્સો શાંત થયો હતો. ઓરડામાંથી બહાર નીકળ્યો, તેવામાં પરસાળમાં મારી નવી સાઇકલના કકડા પડ્યા હતા, તે જોવામાં આવ્યા. વળી, હૃદયમાં જુસ્સો જાગી આવ્યો. ગઈ કાલનો બનાવ, અને નવી આવેલી સાઇકલ તરફનું મારું આકર્ષણ, હૃદયમાં ફરી પાછા ઊભરાઈ આવ્યાં.” સાઈકલ ઉપર બહુ કંટાળો આવ્યો, અને કાંઈ પણ ખાધા વિના જ અહીં ચાલ્યો આવ્યો છું.” - “ઓ હો હો !! એમાં જમ્યા વિના ચાલ્યા આવ્યા? આટલો બધો આવેશ રખાય ?” ચંદ્રકુમાર શરમથી નીચું જોઈ રહ્યો. ચંદ્રકુમાર યોગ્ય અને પહેલે નંબરે રહેનાર વિદ્યાર્થી હોવાથી બીજા વિદ્યાર્થીઓ પણ આ વાત સાંભળતાં સાંભળતાં કેટલેક અંશે ચંદ્રકુમાર જેવી લાગણીને વશ થતા રહ્યા હતા. મુદ્દા ૧. આપણને જુદે જુદે પ્રસંગે મનમાં કેવી કેવી લાગણીઓ થાય છે? તેનો ચિતાર આપવા આ કલ્પિત વાત લખી છે. ૨. લાગણીઓનો ખ્યાલ આવતાં અધ્યવસાય અને તેના અનેક ફેરફારોની વિદ્યાર્થીઓને કંઈક ઝાંખી થશે, એવી આશા આ કલ્પનાથી રાખી છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૪મો અધ્યવસાય : ભાગ રજો અધ્યવસાયસ્થાનકો લાગણીઓની તરતમતા-અધ્યવસાયસ્થાનકો] બસ, ચાલો હવે વાત કરતાં બહુ વખત ગયો. આપણો વિષય આગળ ચલાવીએ. જો કે વાતમાં કેટલીક વખત ગયો છે, છતાં એ વાત આપણને આજના વિષયમાં ઉપયોગી થાય તેમ છે. વિદ્યાર્થી બંધુઓ ! ચંદ્રકુમાર સાઇકલ મેળવવાની આશામાં, ને સાઇકલ મળી ગયા પછીના હર્ષાવેશમાં ખુશી ખુશી થઈ ગયા હશે ખરું કે નહીં ? હા, જી ! ખરેખર એમ જ. વિભુ સાઇકલ લઈ ગયો, સાઇકલ તોડી નાંખી, આ વગેરે પ્રસંગે ચંદ્રકુમારની દશા કેવી થઈ ગઈ હશે? સાહેબ ! તે હકીકત ચંદ્રકુમારે આપણને હમણાં જ સંભળાવી. તે ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે, તે વખતે ચંદ્રકુમાર ઘણા જ નારાજ થઈ ગયેલા હતા. વિભુ ઉપર તેને સંપૂર્ણ ક્રોધ ચડેલો હતો. એકંદર પિત્તો ઊછળેલો હતો. અને મગજ ઉશ્કેરાઈ ગયેલું હતું. એમાં શક નથી. આમ થવાનું કારણ ? ૧. આપે જ શીખવ્યું છે કે, “દરેક મનુષ્યમાં આત્મા છે, અને આત્મામાં લાગણીઓ હુરે છે,” તેથી સંજોગોને લીધે મનુષ્યો ભિન્ન ભિન્ન Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યવસાય : ભાગ ૨જો ૫૯ પ્રકારની લાગણીઓને વશ થાય છે. એ જ કારણ હોવું જોઈએ. ૨. જુદા જુદા મનુષ્યોને જુદા પ્રસંગે થતી તમામ લાગણીઓનું એક લિસ્ટ કરીએ, તો લાગણીઓ અનેક પ્રકારની જાણવામાં આવશે. હા, એ પણ આપનું કહેવું બરાબર છે. સમજાય તેવું છે. લાગણીઓને અધ્યવસાય કહેવામાં હ૨કત નથી. હાલ આપણે સામાન્ય રીતે એ પ્રમાણે સમજીને ચાલીએ. ૩. જેમ લાગણી જુદી જુદી જાતની હોય છે, તેમ અધ્યવસાય પણ જુદા જુદા હોય છે. એક જાતના અધ્યવસાયોના સમૂહને તથા એક જ ક્રોધ કે હર્ષની લાગણી અમુક વખત સુધી ઓછા વધતા પ્રમાણમાં ચાલુ રહે છે, ક્રોધમાં વધઘટ થાય છે, તેથી તે આખી સળંગ લાગણી ક્રોધની કહેવાય છે. તેવી દરેક લાગણીને અધ્યવસાયસ્થાનક કહેવામાં આવે છે. જેમ લાગણીઓ કેટલીક હલકા અને સારા પ્રકારની હોય છે તેમ અધ્યવસાયસ્થાનકો પણ બે પ્રકારનાં હોય છે : શુભ અધ્યવસાય સ્થાનકો અને અશુભ અધ્યવસાયસ્થાનકો. કેટલીક લાગણીઓ—ચિંતા, વિચાર, ભય, હસવું, રોવું, શોક કરવો, પસ્તાવો કરવો, ઉશ્કેરાઈ જવું, ક્રોધ કરવો. અભિમાન કરવું, જુસ્સો, પ્રેમ, ખુશી થવું, સ્પર્ધા કરવી, મશગૂલ બનવું, ઇષ્ટ મેળવવા તલપાપડ થવું, અનિષ્ટ મળતાં નારાજ થવું, છળ, પ્રપંચ, કપટ વિશ્વાસ, ધીરજ, શૌર્ય, દૃઢ આગ્રહ, હઠ, નમ્રતા, સ્ત્રીપુરુષનાં આકર્ષણો, દયા, મૂર્છા વહેમ . વગેરે અનેક જાતની લાગણીઓ આપણને જુદે જુદે પ્રસંગે થાય છે. ૫. આ રીતે લાગણીઓ અનેક છે, તે એકેકના પણ પ્રસંગ, મનુષ્ય સ્વભાવ વગેરેને લીધે, ઘણા પ્રકારો થઈ જાય છે. જેમકે શાંતસ્વભાવી માણસની હઠ, ક્રોધ, ઉશ્કેરણી વગેરે લાગણીઓ કરતાં, ઉદ્ધત માણસમાં, તે વધારે આકરી હોય છે. તેમાં વળી, કોઈ વધારે શાન્ત માણસમાં ઘણી જ ઓછી હોય છે, તેવી જ રીતે, કોઈ વધારે ઉદ્ધૃતમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૦ કર્મ-વિચાર ભાગ-૧ વધારે આકરી હોય છે. તેથી પણ વધારે આકરી લાગણીવાળા મનુષ્યો પણ આપણને મળી શકે છે ખરા. ૬. દુનિયાનાં પ્રાણીઓ, પ્રસંગો વગેરેનો વિચાર કરીને લાગણીઓ, અધ્યવસાયો, ઓછા, વધતા, તીવ્ર, કે શાંત, કેટલા છે ? તેનો તાત્ત્વિક, (ચોક્કસ) નિર્ણય થઈ શકે છે, પરંતુ, તે નિર્ણય લેવા પ્રકારનો છે તે હાલ અહીં સમજી શકાશે નહીં. આગળ ઉપર સમજાવીશું. આ રીતે લાગણીઓના અનેક પ્રકારને અધ્યવસાયસ્થાનક કહ્યા છે. ૭. લાગણીની તીવ્રતા કે મંદતા સાથે યોગનો–ખાસ કરીને મનો યોગનો–પણ સંબંધ છે, એ ખાસ યાદ રાખવું. મુદ્દા ૧. લાગણીઓ, વિચારો, સંકલ્પો વગેરે અધ્યવસાયની તરતમતા અધ્યવસાયસ્થાનકો કહેવાય છે. ૨. અધ્યવસાય સ્થાનકો શુભ અને અશુભ હોય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૫મો પુનરાવર્તન ચાલો, હજુ આપણો પાઠ ચાલવાને વાર છે, તેથી આજ સુધી આપણે જે શીખ્યા, તેની ચર્ચા કરીએ. હા, હા, એ ઠીક છે. સવાલ-આત્મા સંબંધી આપણને કેટલું જ્ઞાન મળ્યું ? જવાબ-આપણું શરીર નિયમિત અને રીતસર હાલચાલ કરે છે. તેથી તેમાં લાગણી છે. તેથી શરીરમાં લાગણી=ચૈતન્ય ધરાવનારી કોઈ પણ વસ્તુ છે. તે જ આત્મા કહેવાય છે. તે આખા શરીરમાં ફેલાઈને રહેલ છે. તેને અસંખ્ય પ્રદેશો છે. પ્રદેશોમાં આંદોલન થયા કરે છે. આત્માને લાગણી છે, તે લાગણીઓ સંજોગોને લીધે અનેક પ્રકારની ઓછાવધતા પ્રમાણમાં ફરતી હોય છે. તેને અધ્યવસાયસ્થાનક કહીશું. આત્માનો સંકોચ અને વિસ્તાર થાય છે. આઠ રુચક પ્રદેશો સ્થિર હોય છે. સવાલ- જડ પદાર્થોના સંબંધમાં શું શું શીખ્યા ? જવાબ- આપણે જે જે જડ પદાર્થો જોઈએ છીએ, તેનું મૂળ પરમાણુ છે. આપણે જે જે સ્થૂલ પદાર્થો જોઈએ છીએ, તે દરેક તૂટી ભાંગીને તેમાંથી પરમાણુઓ છૂટા થઈ જાય છે. પરમાણુઓના એકઠા થવાથી આ બધી વસ્તુઓ બને છે. પરમાણુનો કદી નાશ થતો નથી, પરમાણુ ઘણો જ બારીક છે. તેમાં લાગણી નથી. તેથી તે જડ કહેવાય છે. પરમાણુઓ એકઠા થઈ કોઈ એક વસ્તુ બને ત્યારે તેનું Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૨. કર્મ-વિચાર ભાગ-૧ નામ સ્કંધ કહેવાય છે. પરમાણુઓ દુનિયામાં અનંત છે. પરમાણુઓ એકઠા થાય, ત્યારે તેનું નામ સ્કંધ કહેવાય છે. સ્કંધો અનેક પ્રકારના છે. સ્કંધોના વર્ગોનું સમૂહોનું નામ વર્ગણાઓ કહેવાય છે. એક એક મહાવર્ગણા નાની નાની અનંત પેટાવર્ગણાઓની બનેલી હોય છે. પછી પછીની મહાવર્ગણાઓનો પરિણામ ઘણો જ સૂક્ષ્મ હોય છે. એટલે છેલ્લી કાર્મણવર્ગણા સૌથી વિશેષ સૂક્ષ્મ છે. તેમાં પરમાણુઓ બીજી પંદર વર્ગણાઓ કરતાં સંખ્યામાં વધારે છે. છતાં તેનો પરિણામ બહુ જ સૂક્ષ્મ છે. આપણે જ્યાં જોઈએ ત્યાં દરેક ઠેકાણે બધી વર્ગણાઓ હોય છે. એટલે હું જ્યાં બેઠો છું, ત્યાં પણ કાર્પણવર્ગણા છે. તમે બેઠા છો, ત્યાં પણ કાર્પણવર્ગણા છે. બીજે પણ છે એટલે જ્યાં કહો, ત્યાં પણ કાર્મણવર્ગણા છે. એવી જ રીતે બીજી વર્ગણાઓની બાબતમાં પણ સમજવું. જુઓ, સાંભળો. ઘંટ વાગ્યો. વખત થઈ ગયો. ગુરુજી પણ આસન ઉપર બિરાજ્યા છે. ચાલો જઈએ. હા, ચાલો. Page #88 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૬મો બંધ અને કર્મ ઓહો ! આજે તમે બધા આનંદમાં કેમ છો ? જી ! અમે અહીં આવતા પહેલાં પાછલા વિષયોની ચર્ચા કરતા હતા. શિખાઈ ગયેલી દરેક બાબત સાચી રીતે સમજેલા હોવાથી, “અમને તે બરાબર યાદ છે.” તેવી આજે અમારી પાકી ખાતરી થઈ, તેના આનંદમાં હતા. બહુ સારું ! ત્યારે તો આજનો વિષય કઠિન છતાં સહેલાઈથી સમજી શકશો. તમે બધા લાઈનસર પલાંઠી વાળીને બેસી જાઓ. તમારું શરીર છૂટું મૂકી દો. મન અને મગજ ઉપરથી બોજો ઉતારી, એકદમ સ્વસ્થ, શાન્તઃ અને આનંદી થઈ જાઓ. મનમાં આડાઅવળા વિચારો ધૂમતા હોય, તો તેને દૂર ફેંકી દો. દેવીદાસ ! પીઠ વાળીને ન બેસો. સીધા અક્કડ શરીર હલકું રાખીને બેસો. હું કહું, તે બરાબર સાંભળો અને હું સૂચવું, તે પ્રમાણે વર્તતા રહો. એક સૂચના–હું પ્રશ્ન પૂછું, તેનો એક જ જણાએ ઉત્તર આપવો. ન સમજાય, તો જ “ફરીથી સમજાવો.” એટલા જ શબ્દો ઉચ્ચારવા. બોલવાને દરેક પ્રસંગે ઘણું જ ધીમેથી બોલવું. એકની વચ્ચે બીજાએ ન જ બોલવું. આજે આપણે અપૂર્વ શાંતિ જાળવવાની છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૪ કર્મ-વિચાર ભાગ-૧ ચંદ્રકુમાર ! તમે સ્વસ્થ ઊભા રહો, અને હું પૂછું તેનો જવાબ . આપજો. ચાલો, આંખો બંધ કરો, તમારું ચિત્ત શરીરના અંદરના ભાગમાં વાળો ને શોધી કાઢો કે, “તમારો આત્મા તમારા શરીરના કયા ભાગમાં છે ?” “આખા શરીરમાં છે.” હવે તે આત્માને ધીમે ધીમે એમને એમ શરીરથી બહાર કાઢો, અને તમારી સામે–એ એક હાથને છેટે–સ્થિર રાખો. કહો કે તેનો રંગ કેવો છે? આત્માનો રંગ કેવો છે ? એ અમે શીખ્યા જ નથી. એટલે, તેની કલ્પનાયે અમે કરી શકીશું જ નહીં. ઠીક, ત્યારે તેનો આકાર કેવો છે ? તે કહો. આકાર ? મારા શરીર જેવો છે. એટલે કે, વચ્ચે જાડા ઊભા પીપ જેવો આકાર છે. નીચે બે પગ, નખના છેડા વિનાના ને ગોળ છેડાવાળા આંગળાના ભાગો છે. બે હાથ, હથેળી, અને આંગળાનો ભાગ જણાય છે. માથાના ભાગમાં નાકનો ભાગ જરા ઉપસેલો છે, બાજુએ કાનના બે ભાગો છે. એ પ્રમાણે આત્મપ્રદેશો ગોઠવાઈને રહ્યા જણાય છે. ઊંચાઈ કેટલી છે ? મારા પગની પાનીની ચામડીથી માંડીને માથાની ચામડી સુધીમાં જેટલી મારા શરીરની ઊંચાઈ છે, તેટલી જ તેની ઊંચાઈ છે વાળનો ભાગ કેટલો વધારે છે? વાળનો ભાગ છે જ નહીં, આપે જ શીખવ્યું છે કે–“બહાર નીકળેલા વાળ કે બહાર નીકળેલા નખના કાળા છેડામાં આત્મા હોતો જ નથી.” બરાબર છે. આત્મામાં બીજું કાંઈ થતું જુઓ છો ? તેમાં આંદોલનો થતાં જણાય છે, તથા બહારના સંજોગો પ્રમાણેની લાગણીવાળો પણ તે થતો જોવાય છે. હવે, એ આત્માને તમારા શરીરમાં દાખલ કરી દો, તમારા Page #90 -------------------------------------------------------------------------- ________________ બંધ અને કર્મ ૬૫ શરીરના જે જે ભાગમાં આત્મા ગોઠવાઈ ગયો છે, અને જેટલો અવકાશ, (જગ્યા) રોકેલ છે, તે સ્થળે કાર્મણવર્ગણા પણ ભરેલી છે ? કે કેમ ? હા, જી ! બધેય છે. તેમ ત્યાં પણ છે એ અમે શીખી ગયા છીએ. ૧. આત્મપ્રદેશોનું જે આંદોલન તમે જોયું, તે આંદોલન(યોગ)ના પ્રયોગથી કાર્મણવર્ગણા આત્માના-પ્રદેશો સાથે ભળે છે. એટલે જેટલા અવકાશમાં–જગ્યામાં આત્મા ફેલાઈને રહ્યો છે, તેટલા જ અવકાશમાં–જગ્યામાં જે કાર્મણવર્ગણાઓ છે, તેમાંની કેટલીક કામણવર્ગણાઓ, યોગને લીધે, આત્મા સાથે દૂધમાં સાકર ભળી જાય છે, તેમ ભળી જાય છે. મોળું દૂધ ગળ્યું થઈ જાય છે, છતાં તેમાં આપણે સાકર નજરે જોઈ શક્તા નથી. તેમાં સાકર ભળી ગઈ હોય છે, તેની તો આપણને ખાતરી જ હોય છે, સાકર ઓછી હોય, તો દૂધ કંઈક શકું લાગે છે. બહુ હોય, તો બહુ જ ગળ્યું લાગે છે. ઓછીવધતી સાકર હોવાનું નજરે ન દેખાતાં છતાં ચાખવાથી તે નક્કી કરી શકીએ છીએ. ૨. યોગ અનેક જાતનો હોય છે. પરંતુ કેવી જાતના યોગથી કેટલા પ્રમાણમાં કામણવર્ગણા આત્મપ્રદેશો સાથે ભળે છે ? એ બાબતનું ચોક્કસ ધોરણ આગળ ઉપર સમજાવીશું. ૩. આવી રીતે, આત્મા સાથે જે સમયે કામણવર્ગણા ભળી, તે સમયથી તે કાર્મણવર્ગણાનું નામ કર્મ કહેવાય છે. કર્મ શબ્દ જ્યાં આવે, તેનો આ અર્થ સમજવો. જયાં સુધી કાર્મણવર્ગણા આત્મા સાથે ભળી ન હતી. ત્યાં સુધી તેનું નામ કાર્મણવર્ગણા હતું, અને જે ક્ષણે તે આત્મા સાથે ભળી, તે સમયથી જ તેનું નામ કર્મ કહેવાય છે. તથા, જ્યારે તે આત્માથી છૂટી પડશે, ત્યારે પછીના સમયથી તેનું નામ ફરીથી “કામણવર્ગણા” જ કહેવાશે. કર્મ નામ કહેવાશે નહીં. ૪. આત્મા અને કાર્મણવર્ગણાનો મેળાપ–તેનું જ નામ “બંધ-કર્મબંધ.” કહેવાય છે. ૫. કામણવર્ગણાનું નામ જે સમયથી કર્મ પડે છે, તે જ સમયે, અને પછીના સમયમાં પણ, તેના ઉપર યોગ અને અધ્યવસાયોની જે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૬ કર્મ-વિચાર ભાગ-૧ અસર થયા કરે છે, તે અસર કેવી ને કેમ થાય છે ? તે હવે પછી સમજાવીશું. ૬. બંધાયેલા કર્મની અસર આત્મા ઉપર થાય છે. તે અસર કેવી કેવી થાય છે ? તેને લીધે જગતના કેવા કેવા પદાર્થો બને છે ? અને કેવા કેવા ફેરફારો થાય છે ? તે પણ કાગળ ઉપર જ સમજાવીશું. એ યાદ રાખજો કે તમારા શરીરે જેટલી જગ્યા રોકી છે, તેમાં તમારા આત્મપ્રદેશોએ જેટલી જગ્યા રોકી છે, અને તેટલી જ જગ્યામાં જે જે કાર્મણવર્ગણા છે, તેમાંથી જ તમારા આત્મપ્રદેશો, કાર્યણવર્ગણા ખેંચીને પોતાની સાથે ભેળવીને તેને બાંધીને—કર્મ બનાવે છે. આત્માએ જે જગ્યા નથી રોકી, તેમાંથી કાર્મણવર્ગણા ખેંચાતી નથી. આપણે બીજે ઠેકાણે જ્યાં જઈએ, ત્યાંથી પણ જેટલામાં આપણા આત્મપ્રદેશો ફેલાયા હોય, તેમાંથી જ કાર્યણવર્ગણા ખેંચાય છે. મુદ્દા ૧. આત્મા સાથે ચોંટ્યા પછી કાર્મણવર્ગણાનું નામ જ “કર્મ” કહેવાય છે. ૨. જેટલા ભાગમાં આત્મા (આત્મપ્રદેશો) હોય છે, તે સ્થળે રહેલી કાર્મણવર્ગણામાંની જ કાર્મણવર્ગણાઓ યોગના બળે આત્મા સાથે ચોંટે છે, ત્યારે તેનું નામ “કર્મનો બંધ” કહેવાય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૭મો સમય જુઓ, આ ઘડિયાળ. એક કલાકની મિનિટ કેટલી? એક મિનિટની સેકંડ કેટલી ? કલાકની મિનિટ ૬૦, અને મિનિટની સેકન્ડ ૬૦. જુઓ, આ એક મલમલનો કકડો. કેટલો બધો બારીક છે? ઘણો જ બારીક છે, ને ઘણો જ જૂનો છે. તે સડી ગયેલો હોય તેમ જણાય છે. બરાબર, એમ પણ છે. ઠીક, ચાલો. તમારામાંથી મજબૂત શરીરવાળા પહેલવાન જેવા એક વિદ્યાર્થીને અહીં મોકલો. અને “શું થાય છે?” તે તમે બધા બરાબર જોયા કરો. ને સાથે સેકન્ડ કાંટા સામે ખ્યાલ આપતા રહેજો. લો, આ મલમલનો કકડો. આમ પકડો અને તમારાથી બને તેટલા જોરથી તેને ફાડી નાંખો. ફાડું છું? હાં, ફાડો. બસ, કપડું ફાટી ગયું? હાસ્તો. જ્યારથી કપડું ફાડવું શરૂ કર્યું, અને પૂરું ફાટી ગયું, ત્યાં સુધીમાં કેટલી સેકન્ડ થઈ હશે ? જેણે તે બરાબર ખ્યાલ રાખ્યો હોય, તે બોલે. સાહેબ ! એક સેકન્ડ, એક સેકન્ડ. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કર્મ-વિચાર ભાગ-૧ આ કપડું ફાડતાં એક સેકંડની વાર લાગી, એટલે ધારો કે, આ કપડાના બસો તાંતણા છે, તે કપાતાં એક સેકંડ લાગી. એટલે કે બસો તાંતણા કપાતાં એક સેંકડ થઈ એ જ તેનો અર્થ? કે બીજો કોઈ અર્થ થાય? બસ, હા, એ જ. ત્યારે એક તાંતણો કાપતાં કેટલો વખત ગયો હશે? - એક બસો અંશ સેકંડ જેટલો. એટલે કે એક સેકંડના બસોમાં ભાગ જેટલો વખત લાગ્યો હશે. આ કપડાનો એક તાંતણો (તંતુ) લઈ તપાસો તો ખરા, કે એ શેનો બનેલો છે ? - રૂ કાંતીને તેના લાંબા લાંબા તાંતણા બનાવેલા, અને તેનું મલમલ વણેલું. એ તો ઠીક, પરંતુ રૂમાંથી એવો જ જાડો અને એવો જ લાંબો તાંતણો મળી આવ્યો હશે ? ના રે, ના. રૂની કેટલીક ઝીણી ઝીણી રુવાંટીઓ એકઠી મળી, તેને વળ (આંબળ) ચડાવવાથી આવો તાંતણો તૈયાર થયો છે. રૂની રુવાંટી કેવી હોય છે? તે તમે કોઈએ જોઈ છે? - હા, કોઈ કોઈ પા કે અડધો ઇંચ લાંબી અને બહુ પાતળી હોય છે, કેટલીક તો તેથી પણ ઘણી જ ટૂંકી, અને બહુ જ પાતળી હોય છે. તેવી ઘણી રુવાંટીઓ એકઠી થઈને આ તંતુ-તાંતણો તૈયાર થયેલો છે. સાહેબ ! જયારે કપડું ફાડતાં એક સેકન્ડ જેટલી વાર લાગી, એક તંતુ કાપતાં=એટલે ઘણી રુવાંટીઓ કાપતાં એક બસો અંશ સેકંડ વાર લાગી, તે તો ખરું. પરંતુ, એક રુવાંટી કાપતાં કેટલો વખત લાગ્યો હશે. આપણે એક તાંતણાના તારમાં ૫૦ રુવાંટી ગણીએ, તો એક રુવાંટી કાપતાં, એક સેકંડના બસોમા ભાગના પચાસમા ભાગ જેટલો વખત લાગ્યો, એમ ગણાય, એટલે સેકંડ + 1 = = • = ... એક સેકંડના દશ હજારમા ભાગ જેટલો વખત લાગ્યો હોય, એમ ગણી શકાય. GOO. Page #94 -------------------------------------------------------------------------- ________________ સમય ૬૯ એ રુવાંટીઓ શેની બની હશે ? અનંત પરમાણુઓના બનેલા અનેક બારીક સ્કંધો એકઠા થઈને, એ રુવાંટી બનેલી હશે, તે આગળ ઉપર, સમજેલા હોવાથી અમારી સમજમાં બરાબર આવી ગયું છે. એટલે ઘણા સ્કંધોનો જથ્થો, તે એક રુવાંટી થઈ. એમ કહો છો ને? ત્યારે, તેમાંના એક સ્કંધને કાપતાં કેટલો વખત લાગ્યો હશે ? સાહેબ ! હવે તો હદ થઈ ! ! કેટલુંક ગણિત કરવું? ઠીક. ત્યારે, સ્કંધ કેવી રીતે બને છે? તે માલૂમ છે ? પરમાણુઓ એકઠા થવાથી સ્કંધ બને છે. જયારે, એક સ્કંધ કાપતાં કેટલી વાર લાગી હશે ? તે તમે કહી શકતા નથી, તો એક સ્કંધમાં કેટલા બધા પરમાણુઓ હશે ? અને તેમાંના એક પરમાણુથી બીજા પરમાણુને જુદો કરવામાં કેટલો વખત લાગ્યો હશે? તે તો તમે શી રીતે કહી જ શકો ? ખરેખર, એમાં અમે કાંઈ કહી શકીએ તેમ નથી જ. ત્યારે એક પરમાણુથી બીજો પરમાણુ છૂટો પડે, તેમાં ઓછામાં ઓછો કેટલો વખત લાગે, તે નક્કી થઈ શકે છે. એમ ? પરંતુ, સાહેબ ! આ મજબૂત વિદ્યાર્થી બંધુએ જેટલા વખતમાં એક પરમાણુથી બીજો પરમાણુ છૂટો પાડ્યો હશે, તેના કરતાં ઘણો જ મજબૂત માણસ હોય, તો તે તેટલા વખત કરતાં ઓછા વખતમાંયે એકથી બીજા પરમાણુને જુદો પાડી શકે, તો પછી નક્કી કરેલું એ બરાબર કેમ કહેવાય ? તમારું અનુમાન બરાબર છે. પરંતુ એ બાબત ખ્યાલમાં રાખીને એવું નક્કી કર્યું છે કે, ઘણા જ મજબૂત માણસના જોરથી, કે છેવટે કોઈ તેવા ઝડપી યંત્રના બળથી એક પરમાણુથી બીજો પરમાણુ જુદો પડે, તેમાં જે વખત જાય, તેને પછીથી કોઈ પણ પ્રમાણનો ભાગ ગમે તેટલી સૂક્ષ્મ બુદ્ધિથી પણ કદી કાળે ન આપી શકાય, એવો છેવટનો કોઈ વખત આવે ? Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કર્મ-વિચાર ભાગ-૧ કે નહિ ? હા, તે આવે જ. બસ, તે જ છેવટના વખતને “સમય” નામ આપીએ. જ્યાં સમય એવો શબ્દ આવે, તેનો અર્થ-આવી રીતેના, “જે વખતના ગમે તેવા સંજોગોમાં ગમે તેવી તીક્ષ્ણ બુદ્ધિના માણસથી પણ બે ભાગ ન ગણી શકાય—ન કલ્પી શકાયતેવા અતિ સૂક્ષ્મ વખતનું નામ સમય છે.” કર્મબંધ એક સમયમાં થાય છે, એટલે જે સમયે જેવા પ્રકારનો યોગ, અને અધ્યવસાય હોય છે, તે સમયે તેવા પ્રકારનો કર્મબંધ થાય છે. પછી પણ બીજે સમયે, ત્રીજે સમયે એમ દરેક સમયે કર્મબંધ ચાલુ જ રહે છે. કેમકે—યોગ અને અધ્યવસાયસ્થાનકો આત્મામાં દરેક સમયે ચાલુ હોય છે. તેથી દરેક સમયે આત્મા કાર્યણવર્ગણાને પોતાની સાથે મેળવે છે, તેથી કહેવું જ પડશે કે દરેક સમયે કર્મનો બંધ થયા જ કરે છે. મુદ્દા ૧. કલાક, મિનિટ, સેકંડ વગેરે સ્થૂલ વખત છે, તેઓથી ઘણા જ છેવટના સૂક્ષ્મ વખતને સમય કહે છે. ૨. સમયની વ્યાખ્યા—એક પરમાણુને બીજા પરમાણુથી જુદો પાડતાં ઓછામાં ઓછો જે વખત લાગે, અથવા જેના કોઈ પણ કાળે ગમે તેવી સૂક્ષ્મ બુદ્ધિથી પણ બે ભાગ ગણી શકાય નહીં, તેવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વખતને સમય કહે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૮મો સંગ્રહ દુનિયામાં જે કોઈ વિવિધતા-વિચિત્રતા, ફેરફાર, જુદાઈ વગેરે જોઈએ છીએ, તેનું કાંઈ પણ કારણ હોવું જ જોઈએ. એ કારણની શોધમાં અનેક વિદ્વાનોએ, સંશોધકોએ, મહાપુરુષોએ, તત્ત્વવેત્તાઓએ, સાઈન્ટિસ્ટોએ પ્રયત્ન કર્યો છે. પરંતુ આ ચોપડીમાં સમજાવવામાં આવતી હકીકત તમને ચોક્કસ, સાચી અને સમજવા જેવી લાગશે દુનિયામાં તપાસ કરતાં જડ અને લાગણીવાળી ચૈતન્યવાળી એ બે ચીજોના વર્ગમાં દરેક વસ્તુઓની વિચિત્રતાઓનો સમાવેશ થાય છે. લાગણી યુક્ત-કાયદેસર હિલચાલ-વર્તન-ચલાવનાર વસ્તુઓને આત્મા કહીએ છીએ. અને લાગણી રહિત-ચૈતન્ય રહિત-વસ્તુઓને જડ કહીએ છીએ. લાગણીઓનું ઊંડાણથી પૃથક્કરણ કરતાં તે ઉત્પન્ન કરનારા આત્મા પદાર્થને માન્યા વિના ચાલતું જ નથી. આપણે જે જે જડ વસ્તુઓ જોઈએ છીએ, તે દરેકના ભાગ પડી શકે છે, અને છેવટના ભાગનું નામ પરમાણુ છે. પરમાણુઓ એકઠા થઈ અંધ બને છે, અને સ્કંધોની વણાઓ બને છે. અને વર્ગણાઓની મહાવર્ગણાઓ બને છે. તેમાંથી જ, આપણે જે જોઈએ છીએ, તે બધી જડ વસ્તુઓ બનેલી હોય છે. પરંતુ, કઈ ચીજ ? કેવી રીતે બને છે? કઈ વર્ગણાની બને છે ? એ વગેરે સૂક્ષ્મ વિચાર આગળના ભાગોમાં સમજાવીશું. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કર્મ-વિચાર ભાગ-૧ આત્માનાં આંદોલનો યોગ થાય છે, અને લાગણીઓના પ્રકારોતરંગો-અધ્યવસાયો ઊઠે છે. યોગના બળથી આત્મા કાર્મણવર્ગણાને ખેંચે છે, અને અધ્યવસાયની તેના પર અસર થવાથી તેના જુદા જુદા અનેક ભેદો થાય છે, તે આગળ સમજાવીશું. - આત્માની સાથે કામણવર્ગણા જે સમયથી ચોટે છે, તે જ સમયથી તેનું નામ કર્મ કહેવાય છે. અને આત્મા અને કાર્મણવર્ગણાની સાથે ચોંટવાની જે ક્રિયા તેનું નામ બંધ-કર્મબંધ કહેવાય છે. તેમાં શી શી ખૂબી થાય છે, તે હવે પછી સમજાવીશું. કર્મનો બંધ થતાં એક સમયનો વખત તો લાગે જ છે. સમય એ છેવટના અતિ સૂક્ષ્મ વખતનું નામ છે. જેનાથી ઓછો વખત હોઈ જ ના શકે. આ ભાગમાં તમે કર્મ અને તેના બંધ વિશે બરાબર સમજી શક્યા હશો? હા, જી ! કર્મ એટલે શું? અને તેનો આત્મા સાથે બંધ કેવી રીતે થાય છે ? તે અમે બરાબર સમજી શક્યા છીએ. પરંતુ, હજુ, “દુનિયામાં જણાતી વિચિત્રતાનું શું કારણ છે ?” તે અમારો પ્રશ્ન સમજયા વિનાનો બરાબર ઊભો જ રહ્યો છે. હા, એ મારા ખ્યાલમાં બરાબર છે. કર્મબંધ તમે સમજ્યા છો, એટલે મને તે સમજાવવું અને તમારે સમજવું ઘણું જ સહેલું પડશે. તે બહુ જ આનંદની વાત છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૐ અર્હમ્ કર્મ-વિચાર ભાગ : રજો સત્તા • યોજક ૦ પ્રભુદાસ બેચરદાસ પારેખ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧. દીવાદાંડી મઙ્ગલમ્ “મઙ્ગલં ભગવાન્ મહાવીરઃ” [વસંતતિલકા છન્દ] સંસાર-સાગર અગાધ અપાર પાર ત્રિકાળ વ્યાપિ-વડવાનલ જ્યાં કષાય; પ્રેરે હવા-વિષય જીવન-નાવ ભારી, ચારે દિશે ય પછડાય તહીં બિચારી. ૧ [ઉપજાતિ છન્દ] મુક્તિ-પુરી-બંદર-દ્વાર-માર્ગે ઊભા મહાવીર જ દીપદંડ.૧ વિજ્ઞાન-દીવો ઝગતો દીઠો જ્યાં, ચલાવતા નાવ મુસાફરો ત્યાં. ૨ યુગ્મ Page #100 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧લો યોગ્ય સ્થાનકો પહેલા ભાગમાં આપણે સમજી ગયા છીએ કે–“આત્મા અને કાર્મણવર્ગણાનો સંબંધ તે-બન્ધ” અને જે સમયે બંધ થાય તે જ સમયથી કામણવર્ગણાનું નામ કર્મ કહેવાય છે. “કર્મવિચાર” નામના આ પુસ્તકના પહેલા ભાગમાં કર્મના બંધ વિશે સમજાવ્યું, દરેક ભાગોમાં આ કર્મનો વિચાર કરવાનો છે. તેથી આ પુસ્તકનું નામ કર્મવિચાર રાખ્યું છે, તે હવે બરાબર સમજાશે. આપણા શરીરમાં જે જે સ્થળે જે જે ભાગમાં આત્મપ્રદેશો છે, તે દરેક ઠેકાણે કાર્મણવર્ગણા હોય જ છે, એ વાત આવી ગઈ છે, પરંતુ “યોગને લીધે જેટલી કાર્મણવર્ગણા આત્મપ્રદેશો સાથે ભળે છે, તેટલી જ કાર્મણવર્ગણાનું નામ કર્મ કહેવાય છે. જગતમાં છે, તે સઘળી કામણવર્ગણાનું નામ કર્મ કહેવાતું નથી. (૨) . આગળ કહી ગયા છીએ કે, “યોગ (આત્મફુરણો-આંદોલનો) અનેક પ્રકારના છે. ઓછ, સૌથી ઓછો, સૌથી વધારે, અનેક પ્રકારનો મધ્યમ વગેરે વગેરે. એટલે કે, યોગ ઓછાવધતા પ્રમાણમાં થાય છે. તેનાં બે કારણો છે : એક બહારનું કારણ અને બીજું અંદરનું કારણ. બહારના કારણનું નામ અભિસંધિ કહેવાય છે, અને તેને લીધે ઉત્પન્ન થયેલો યોગ, અભિસંધિજ યોગ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કર્મ-વિચાર ભાગ-૨ કહેવાય છે. અંદરના કારણને અનભિસંધિ કહેવાય છે, અને તેને લીધે ઉત્પન્ન થયેલો યોગ અનભિસંધિજ યોગ કહેવાય છે. બહારનાં કારણો ખાવું, પીવું, દોડવું, ચાલવું, ખેંચવું, રોવું, ચિંતા કરવી, ક્રોધ કરવો, અકરાંતિયા થઈને ખાવું, શરીર હલાવવું, બળ કરવું વગેરે વગેરે છે. તેને લીધે પણ આત્મામાં આંદોલનો થાય છે. જયારે તમે કોઈ સાથે કુસ્તી કરો છો, ત્યારે કેટલું બધું બળ પડે છે ને શરીરમાં લોહી કેવું ધબકારાબંધ દોડે છે? એ અભિસંધિજ આંદોલન-અભિસંધિજ યોગ. કહેવાય છે. . આવાં બહારનાં કારણો વિના આપણે શાંત હોઈએ, ઊંઘતા હોઈએ, છતાં આંદોલનો ચાલુ જ હોય છે. કોઈ માણસ ઊંઘતો હોય, તે વખતે તેની નાડી તપાસશો, તો ત્યારે પણ તેની નાડી ધબકતી માલૂમ પડશે, એ યોગનું નામ અનભિસંધિજ યોગ કહેવાય. શરીરમાંથી આત્મા નીકળી જાય છે, કે એકાએક શરીરની તમામ સૂમમાં સૂક્ષ્મ પ્રવૃત્તિ બંધ પડી જાય છે. આત્માનાં સૂક્ષ્મ ફુરણો ચાલુ હોય, ત્યાં સુધી માણસ જીવતો હોય છે. કહે છે કે–“હવે જીવ તાળવે છે.” એટલે મગજમાં પણ આત્મા વિદ્યમાન હોય છે, અને હૃદય બંધ પડવા છતાં, આત્માનાં સૂક્ષ્મ ફુરણો તે વખતે મગજમાં ચાલુ હોય છે, તે બધો અનભિસંધિજ યોગ કહેવાય છે. બહારનાં કારણો વિના પણ આત્મામાં આંદોલનો ચાલુ રહ્યાં જ કરે? અથવા કાંઈક અંદરનાં બીજાં કારણો હશે ? નહિ, “આત્માનો મુખ્ય સ્વભાવ સંજોગ મળતાં, કારણ મળતાં આંદોલિત થવાનો છે. કારણો ન હોય, તો તે તદ્દન સ્થિર રહી શકે છે. બહારનાં કે અંદરનાં કારણો મળે તો જ તે આંદોલિત થાય છે. તેથી બહારનાં કારણ ન હોય, તો છેવટે અંદરનું કારણ તો અવશ્ય હોય જ છે. તે અંદરનાં કારણોનું મૂળ શું છે? તે હાલ સમજાવી શકાશે નહિ. આગળ સમજાવીશું. એટલે હવે બહારનાં કારણોને લીધે અથવા અંદરનાં કારણોને લીધે થતા યોગની ઓછાશ-વધતાશના ચડતાં ઊતરતાં અનેક પગથિયાં હોય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ સૌથી ઓછામાં ઓછો યોગ. તેથી સહેજ વધારે યોગ. તેથી સહેજ વધારે યોગ. તેથી સહેજ વધારે યોગ. યોગસ્થાનકો ૭૭ એમ કરતાં કરતાં ઠેઠ સૌથી વધારે યોગ. જ્યારે તમે શાંતપણે બેઠા હો છો, તે કરતાં જ્યારે દોડતા હો છો, ત્યારે યોગ વધારે હોય છે. અથવા તમારું શરીર નબળું છે, અને તમારા મિત્રનું શરી૨ મજબૂત છે. તેથી તમારા કરતાં તેમાં યોગ કંઈક વધારે પ્રવર્તે છે. તમારું મનોબળ મજબૂત, અને તર્ક-વિતર્ક શક્તિ સારી છે. તેથી તમારા વેગવંતા મનને લીધે તમારો એ યોગ પ્રબળ છે. અને તમારો મિત્ર શૂન્ય— વિચારશક્તિરહિત છે. તેથી મનને લીધે થતાં આંદોલનો તેને નબળાં થાય છે. એ રીતે તેનો યોગ ઓછો છે. આવી રીતે વધતા ઓછા પ્રમાણવાળા યોગના પ્રકારોને યોગસ્થાનક કહે છે. ‘તેવા યોગસ્થાનક અસંખ્ય હોય છે.” જેનું સ્પષ્ટીકરણ આગળ ઉપર સમજાવીશું. પ્રશ્નો ૧. કર્મબંધ થવામાં મદદગાર કોણ હોય છે ? ૨. અભિસંધિજ અને અનભિસંધિજ યોગ એટલે શું ? ૩. યોગસ્થાનક એટલે શું ? ને તે કેટલા ? અને કેવી રીતે હોય ? ૪. ઓછા વધતા યોગનું કારણ શું ? ૫. કર્મ અને કાર્મણવર્ગણામાં ફેર શો ? ૬. બંધ અને કર્મમાં ફેર શો ? Page #103 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૨જો બંધના પ્રકારો પ્રદેશબંધ (૧) આ ઉપરથી એટલા નિયમો સિદ્ધ થયા કે ૧. આપણને કોઈ પણ વખતે-કોઈ પણ સમયે કોઈ પણ યોગસ્થાન હોવું જ જોઈએ.” શાંતપણે ઊંઘતા હોઈએ, અથવા ગમે તે વખતે પણ—દરેક સમયે—કોઈ પણ યોગસ્થાનક હોય જ છે. અથવા ગમે તે કામ કરતા હોઈએ, તે વખતે પણ—દરેક સમયે—કોઈ પણ પ્રકારનું યોગસ્થાનક હોય જ છે. ૨. “જે વખતે—જે સમયે—જે પ્રકારનું યોગસ્થાનક હોય, તે પ્રમાણે તે વખતે આપણે કાર્મણવર્ગણા ગ્રહણ કરીએ છીએ." યોગસ્થાનક મંદ હોય, તો કાર્મણવર્ગણા ઓછી ગ્રહણ કરીએ છીએ, અને તીવ્ર હોય તો વધારે ગ્રહણ કરીએ છીએ. તમે આ પથ્થર ઊંચકો ! કેમ વજન ઘણું છે ને ? હા, જી ! ઘણું છે. જુઓ, તમારો હાથ ધ્રૂજે છે, ને લાલચોળ થઈ ગયો, કારણ કે લોહી એકદમ ફરે છે, લોહી એકદમ ફરવાને લીધે હાથના આત્મપ્રદેશોમાં પણ આંદોલનો વધારે પ્રમાણમાં થાય છે. એટલે કે યોગસ્થાનક વધારે આંદોલનવાળું છે. કેમકે હાથમાંના આત્મપ્રદેશો વધારે આંદોલિત છે. તેવી Page #104 -------------------------------------------------------------------------- ________________ બંધના પ્રકારો ૭૯ જ રીતે, હાથનાં આંદોલનોની અસર આખા શરીરના આત્મપ્રદેશો ઉપર પણ થાય છે. અને તે પ્રદેશો પણ કાંઈક વધારે આંદોલિત થાય છે, કારણ કે આત્મપ્રદેશો સાંકળના અંકોડા પ્રમાણે જાણે ગોઠવાયા હોય. તેથી એક ભાગની અસર તે જ સમયે બધા આત્મપ્રદેશો ઉપર ઓછા-વધારે પ્રમાણમાં થાય છે. તેની ખાતરી કરવી હોય, તો તમે જે વખતે પથ્થર ઊંચક્યો તે વખતે જેમ તમારો હાથ ધ્રૂજતો હતો, તેમ આખું શરીર પણ થોડુંઘણું ધ્રૂજતું હતું. પગ પણ ધ્રૂજતા હતા, હોઠ બિડાયા હતા, અને તમે હોઠ પીસતા હતા. એકંદર તે વખતે તમારે “ઘણું જ બળ કરવું પડતું હતું.” તેમ જ માથું પણ કાંપતું હતું. શરીરની આવી રીતે અનેક ક્રિયા થતી હતી. તે ઉપરથી આત્મપ્રદેશો પણ અનેક રીતે આંદોલિત થયા હતા, એમ ચોક્કસ સમજાશે. પરંતુ ૩. “જે ભાગમાં બળ વધારે પડતું આવતું હોય ત્યાં કંઈક વધારે યોગ પ્રવર્તે છે. અને બીજે ઓછાવધારે પ્રમાણમાં પ્રવર્તે છે.” આવી રીતે “જે સમયે જે આત્મપ્રદેશોમાં જેવાં આંદોલનો—જે યોગસ્થાનકો હોય, તેના પ્રમાણમાં જ, તે તે આત્મપ્રદેશો જયાં હોય, ત્યાં જ જે જે કાર્મણવર્ગણા હોય, તેમાંથી આત્મા સાથે તે જ સમયે, જેમા પાણીમાં રંગ મિશ્રિત થઈ જાય, તેમ આત્મપ્રદેશોમાં તે કાર્મણવર્ગણા મિશ્રિત થઈ જાય છે, આનું નામ બંધ કહેવાય છે–કર્મબંધ કહેવાય છે.” આવી રીતે બીજે સમયે–જે જે કાર્મણવર્ગણા આવે, તે પણ આવી જ રીતે આત્મપ્રદેશોમાં મિશ્રિત થઈ જાય; અને પહેલા સમયમાં જે કાર્મણવર્ગણા મિશ્રિત થઈ મળી ગઈ હતી, તેની સાથે, તે સમયના યોગસ્થાનકના બળ પ્રમાણે ચોંટી જાય છે. એટલે ૪. “કોઈ પણ યોગસ્થાનકને લીધે આવેલી કાર્મણવર્ગણા, આત્મામાં–પાણીમાં રંગની પેઠે, લોઢાના ગોળામાં અગ્નિની પેઠે, મિશ્રિત થાય છે, અને અગાઉની કામણવર્ગણા કર્મ સાથે તે જ યોગસ્થાનકના બળના પ્રમાણમાં ચોંટી જાય છે. તેવી જ રીતે, ત્રીજે સમયે યોગસ્થાનકના બળ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૦ કર્મ-વિચાર ભાગ-૨ પ્રમાણે આવેલી કાર્મણવર્ગણા યોગસ્થાનકના બળ પ્રમાણે, આત્મપ્રદેશો સાથે મિશ્ર થાય છે, અને પૂર્વ સમયોનાં બંધાયેલાં કર્મ સાથે હાલના સમયના યોગસ્થાનકના બળ પ્રમાણે ચોટે છે.” આનું નામ “પ્રદેશબંધ” કહેવાય છે. કારણ કે પ્રદેશોનો કાર્મણવર્ગણાના (અણ વિખૂટા) પરમાણુઓના સમૂહનો આત્મપ્રદેશો સાથે બંધ-મિશ્રણ થાય છે. અને પૂર્વના કર્મપ્રદેશો સાથે ચોટે છે. તેથી તેનું નામ “પ્રદેશબંધ” કહેવામાં આવે છે. હવે સમજ્યા હશો કે, યોગસ્થાનક અનેક છે. તે પ્રમાણે વધતા ઓછા પ્રમાણના, કાર્મણવર્ગણાના, પ્રદેશોવાળા, “પ્રદેશબંધ” પણ અનેક હોઈ શકે છે. જે વખતે જેવું યોગસ્થાનક તે વખતે તેવો પ્રદેશબંધ થાય છે. તો, હું આ મારો હાથ હલાવું છું, ત્યારે મને કર્મબંધ વધારે થતો હશે ખરો? હા, વધારે જ થાય, અને એમને એમ હાથ રાખી મૂક્યો હોય, ત્યારે કર્મબંધ થાય તો ખરો, પણ ઓછો થાય. આવી રીતે “દરેક સમયે કર્મબંધ થયા જ કરે છે.” ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં, ઊઘતાં, જતાં, આવતાં એમ દરેક સમયે યોગસ્થાનકના પ્રમાણમાં કર્મ બંધાયા જ કરે છે, તે નીચેની વિગતથી સમજાશે. ૧. યોગસ્થાનકના બળથી જ કાર્મણવર્ગણા ખેંચાય છે. ૨. યોગસ્થાનકના બળથી જ તે વર્ગણા આત્મા સાથે મિશ્ર થાય છે. ૩. યોગસ્થાનકના પ્રમાણમાં જ ઓછી વધતી કાર્મણવર્ગણા આવે છે. ૪. યોગસ્થાનકના બળ પ્રમાણે જ આત્મા સાથે મિશ્ર થાય છે. ૫. જૂનાં કર્મ સાથે નવાં કર્મ પણ યોગસ્થાનકના બળથી જ ચોટે છે. ૬. યોગસ્થાનકમાં જેવું જોર, તેવા જોરથી જ જૂનાં કર્મ સાથે નવાં કર્મ ચોટે છે. ૭. પ્રદેશબંધ વખતે જ કામણવર્ગણાની વહેંચણી થાય છે? તે કેમ થાય છે? તે આગળ ઉપર સમજાવીશું. Page #106 -------------------------------------------------------------------------- ________________ બંધના પ્રકારો ૮૧ - પૂર્વના કર્મ સાથે બીજી નવી આવેલી કાર્મણવર્ગણા-કર્મ ચોંટી જાય છે. તેનું કારણ પરમાણુઓમાં ચિકાશ હોય છે, તેથી પરસ્પર ચોંટી જાય છે. તે કેટલા જોસથી ચોટે છે? એવો પ્રશ્ન થાય, તો તો તેનો જવાબ એટલો જ કે, તે સમયે જેવું યોગસ્થાનક, તેટલા જોસથી ચોટે છે. જુસ્સાવાળું યોગસ્થાનક હોય, તો જોસથી ચોટે છે. અને ઓછા જુસ્સાવાળું યોગસ્થાનક હોય, તો ઓછા જોસથી ચોટે છે. આ બાબતનો ચોક્કસ નિર્ણયોવાળો વિચાર આગળ ઉપર કરીશું. પ્રશ્નો ૧. આપણા આત્મામાં આંદોલન ન થતું હોય, તેવી દિવસની કેટલી મિનિટો જતી હશે ? ૨. આત્મપ્રદેશો સાંકળની માફક જોડાયેલા છે, તે શા ઉપરથી જાણવું? ૩ અને સાંકળ માફક જોડાયેલા હોવાથી, તેનું શું પરિણામ આવે છે? ૪. જે સમયે આત્મપ્રદેશો સાથે કામણવર્ગણા મિશ્ર થાય, તે સમયે બીજા દરેક સમય જેટલી કાર્મણવર્ગણા આવી હોય, તેટલી હોય કે ઓછીવત્તી હોય ? ૫. દરેક આત્મપ્રદેશોથી એકસરખી કાર્મણવર્ગણા ગ્રહણ થાય, કે ઓછી વધતી? ને તેનું કારણ સમજાવો. ૬. કામણવર્ગણા જૂનાં કર્મો સાથે ચોટે, તે કેવા જોરથી ચોટે? અને તેનું કારણ શું? ૭. આત્મપ્રદેશો કાર્મણવર્ગણાને કેટલે દૂરથી ખેંચે ? ને આત્મપ્રદેશોમાં એ ખેંચવાની તાકાત ક્યાંથી આવી? ૮. પ્રદેશબંધ : એ શબ્દોમાંના “પ્રદેશ' શબ્દનો આ પાઠમાં શો અર્થ કર્યો છે? પ્રદેશબંધ શબ્દનો અર્થ સમજાવો ? Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કર્મ-વિચાર ભાગ-૨ ૯. કાર્મણવર્ગણાઓ પરસ્પર ચોંટી જાય, તેનું કારણ શું ? ૧૦. વર્ગણાના પરમાણુઓમાં ચીકાસ હોય છે ? કે યોગબળ ચીકાસગુણનો નવો ઉમેરો કરે છે ? ૧૧. દિવસમાં આપણને કેટલા કલાક કર્મ બંધાતાં હશે ? ૧૨. શાંતિથી ઊંઘનાર અને મરેલા મનુષ્યને દિવસમાં કેટલો વખત કર્મ બંધાતાં હશે ? તે સકારણ સમજાવો. Page #108 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૩જો બંધના પ્રકારો (ચાલુ) ૨. પ્રકૃતિબંધ; ૩. સ્થિતિબંધ; ૪. રસબંધ પાણીમાં રંગની ભૂકી, દૂધમાં પાણી, લોઢામાં અગ્નિ ભળી જાય છે, તેમ યોગથી આકર્ષાયેલી કામણવર્ગણા તે જ યોગના બળથી આત્મપ્રદેશો સાથે ભળી જાય છે તે પૂર્વનાં કર્મો સાથે ચોંટી જાય છે. જેમ, ગુલાબી રંગ પાણીને ગુલાબી, ને લીલો રંગ લીલું કરી મૂકે છે તેમ જ જે સમયના યોગસ્થાનકના બળથી જે કામણવર્ગણા આત્મા સાથે મિશ્રિત થઈ હોય, તેના, તે જ સમયના યોગસ્થાનકના બળથી તે જ સમયે કેટલાક ભાગલા પડી જાય છે. ખળામાંથી ખેડૂતને ઘેર આવેલું અનાજ જેમ તેના ભાઈઓ ભાગ પાડીને વહેંચી લે છે, તેમ દરેક સમયે થતા પ્રદેશબંધથી આવેલાં કર્મોના યોગસ્થાનક તે જ સમયે ભાગ પાડી નાંખે છે. અનાજના ભાગ પડી જતાંની સાથે જ જેમ “તે તે ભાગ કોનો છે?” તે પણ સાથે જ નક્કી થઈ જાય છે, તે જ પ્રમાણે કર્મોનો ભાગ પડતાં જ “તે ભાગ શું કામ બજાવશે ? તે બજાવવાનો કર્મોનો ગુણ-સ્વભાવ પણ તે જ વખતે નક્કી થઈ જાય છે. સ્વભાવ નક્કી થવો, એટલે, “કર્મનો અમુક ભાગ અમુક પરિણામ નિપજાવશે.” એવું દરેક ભાગલાઓમાં નક્કી થઈ જાય છે તે. અને તે, તે જ સમયના યોગસ્થાનકના બળથી જ નક્કી થઈ જાય છે. આવી રીતે, કામણવર્ગણાના પડી ગયેલા પ્રત્યેક ભાગલાના સ્વભાવનો નિર્ણય થઈ જવો, તેનું નામ “પ્રકૃતિબંધ” કહેવાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કર્મ-વિચાર ભાગ-૨ પ્રકૃતિ સ્વભાવ. પ્રકૃતિબંધ એટલે સ્વભાવ નક્કી થવા પૂર્વક કર્મોનો બંધ પ્રકૃતિબંધ. સ્વભાવનો નિયમ થવા પૂર્વક કાર્મણવર્ગણાનું ભાગલા પડીને આત્મપ્રદેશો સાથે મિશ્રિત થવું તે. સ્વભાવનો નિયમ થવાથી જ તે તે ભાગલાઓનાં તે તે નામો પડે છે. હવે દરેક ભાગનો સ્વભાવ કેવો છે ? અને પોતપોતાના સ્વભાવને અનુસરીને તે દરેકનાં કયાં કયાં નામો અને કામો છે ? તે આગળ ઉપર સમજાવીશું. જે સમયે, જે યોગબળથી, કાર્મણવર્ગણા આવે છે, ને તેના તે જ સમયે, તે જ યોગબળથી તેના ભાગલા પડી જાય છે, સ્વભાવનો નિયમ થાય છે, અને દરેક ભાગલા આત્મપ્રદેશો સાથે મિશ્રિત થઈ જાય છે. તેવી જ રીતે “દરેક ભાગના કર્મપ્રદેશો કાર્મણવર્ગણા આત્મપ્રદેશો સાથે મિશ્રિત થઈને કેટલા વખત સુધી રહેશે ?” એવી રીતે વખતનો પણ નિયમ નક્કી થવો જોઈએ ને ? જો વખતનો નિર્ણય ન થાય, તો આત્મપ્રદેશો સાથે કાર્મણવર્ગણા મિશ્રિતપણે એક સમય પણ ન રહી શકે, અથવા અનંતકાળ સુધી રહે. માટે તેનો નિયમ થવો જોઈએ–વખતની મર્યાદા નક્કી થવી જોઈએ. એક કેદીને કેદની સજા ફરમાવતાં પહેલાં, “તેણે કેટલો વખત કેદમાં રહેવું પડશે?” તેની રહેવાની મુદત પહેલેથી જ નક્કી કરવી જોઈએ. “તેણે કેદમાં ક્યાં સુધી રહેવું ? એક દિવસ ? બે દિવસ ? કલાક ? અડધો કલાક ? વર્ષ ? પાંચ વર્ષ ? છેવટ આખી જિંદગી ? એક મિનિટ ? એક સેકંડ ? અડધીકે પા સેકંડ સુધી ?” એવો કોઈ પણ પ્રકારનો નિયમ કરવો જ જોઈએ ને? ક્યાં સુધી રહેવું ? અને કેદીને ક્યાં સુધી રાખવો ? - તેવી જ રીતે ભાગ પડી ગયેલાં કર્મોએ આત્મપ્રદેશો સાથે એક સમય, બે સમય, ઘડી, બે ઘડી, દિવસ, પાંચ દિવસ, વર્ષ, પાંચ વર્ષ, સો વર્ષ, હજાર વર્ષ, એમ કેટલા વખત સુધી રહેવું ?” એવો નિયમ પણ તે જ વખતે-કર્મબંધ સમયે થઈ જાય છે.” આવી રીતે વખતનો નિયમ થાય છે, તેને “સ્થિતિબંધ' કહે છે. સ્થિતિ=રહેવું, સ્થિતિબંધ=રહેવાના વખતના નિયમપૂર્વક Page #110 -------------------------------------------------------------------------- ________________ બંધના પ્રકારો (ચાલુ) ૮૫ ભાગલાઓનું આત્મપ્રદેશો સાથે મિશ્રિત થવું તે. હવે, કયા ભાગના વખતનો કેટલો નિયમ થાય છે ? તે બાબતનું ચોક્કસ ધોરણ આગળ સમજાવીશું. આ સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનકના બળથી થાય છે. પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ યોગથી થાય છે, ને સ્થિતિબંધ કાષાયિક લાગણી—અધ્યવસાયથી થાય છે, એ ખ્યાલમાં રાખજો. દરેક ભાગના સ્વભાવનો નિયમ થાય, પરંતુ કર્મનો તે ભાગલો, પોતાનો તે સ્વભાવ કેવા જુસ્સાથી ફળ-પરિણામ બતાવશે ? તે વિચારવાનું બાકી રહી જાય છે. જેમકે—મરચાં, સૂંઠ, મરી વગેરે ચીજો તીખી હોય છે, પણ કઈ ચીજ કેટલી તીખી છે ? તે નક્કી કરવું પડે છે. તેવી જ રીતે, ગોળ, ખાંડ, શેરડી વગેરે ચીજો ગળી છે, પરંતુ, દરેકના ગળપણમાં તફાવત છે. તેવી જ રીતે, ધારો કે—એક ભાગલાનો સ્વભાવ તાવ લાવવાનો નક્કી થયો. એટલે તાવ લાવવાનો પ્રકૃતિબંધ થયો, “તાવ એક મહિના પછી બે દિવસ સુધી આવશે.” એવો સ્થિતિનિયમ પણ થયો. પરંતુ, “બે દિવસ સુધી તાવ આવશે, તે કેવા જોસમાં આવશે ? ૯૯ ડિગ્રી આવશે ? કે ૧૦૫ ડિગ્રી આવશે ?’' એવો કાંઈક પણ નિયમ થવો જ જોઈએ ને? આવી રીતે, દરેક ભાગલાઓના પ્રદેશોનો, સ્વભાવનો અને વખતનો જેમ નિયમ થાય છે, તેવી જ રીતે, સ્વભાવ બતાવવાના જુસ્સાનો પણ માપપૂર્વક—ચોક્કસ ધોરણસ૨ નિયમ, તે જ સમયે અધ્યવસાયના બળથી થાય છે. આ નિયમને અનુભાગબંધ, અનુભાવબંધ કે રસબંધ કહેવામાં આવે છે. દરેક ભાગલામાં રસબંધ પણ ઓછોવધતો હોય છે. તેમાં યે ઘણી વધઘટ હોય છે. ૨સબંધનું ચોક્કસ ધોરણ આગળ ઉપર સમજાવીશું. રસબંધ પણ કાષાયિક અધ્યવસાયના બળથી જ થાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૬ કર્મ-વિચાર ભાગ-૨ પ્રશ્નો. ૧. પ્રકૃતિબંધ એટલે શું? ૨. સ્થિતિબંધ કરવામાં ન આવે, તો શી અડચણ? ૩. રસબંધ શું કામ કરે છે? ૪. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, તથા પ્રદેશબંધ : એ ચારેય શબ્દોમાંના બંધ શબ્દનો શો અર્થ થાય છે ? ૫. રસબંધ અને સ્થિતિબંધમાં નિમિત્ત કારણ કોણ થાય છે? ૬. પ્રદેશબંધ અને પ્રકૃતિબંધમાં નિમિત્ત કારણ કોણ થાય છે? ૭. ચાર બંધમાં નિમિત્ત કારણો બે જુદાં જુદાં છે, તેનું કારણ શું? ૮. ૧. આ માણસે ક્રોધ કરી અને લાકડીથી ખૂબ માર્યો, તેથી તેને એ માસની કેદ પડી, ૨. અને બએ પાછળથી અના કુટુંબને ખૂબ હેરાન કર્યું. તે બન્નેય પ્રસંગમાં પ્રદેશબંધાદિ ચારનો વિચાર ઘટાવો. Page #112 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૪થો બંધનાં નિમિત્તો દ્રવ્ય ક્ષેત્ર ઃ કાળ : ભાવ ને ભવ એટલે—હવે આ બધી વાતનું તારણ શું નીકળ્યું ? એક જ સમયે ૧. યોગના બળથી [] પ્રદેશબંધ ને [2] પ્રકૃતિબંધ તથા ૨. અધ્યવસાયના બળથી [1] સ્થિતિબંધ ને [2] રસબંધ એ ચાર કામ થાય છે, તેનું નામ કર્મબંધ કહેવાય છે. કર્મબંધ એટલે આ ચાર કામો, એકીસાથે-એકસમયે આવેલી કાર્મણવર્ગણામાં નક્કી થવા સાથે કાર્મણવર્ગણા આત્માના પ્રદેશો સાથે મિશ્ર થાય છે, તે કર્મબંધની ખાસ સમજ અને હકીકત આ પ્રમાણે છે. અર્થાત૧. યોગના બળથી[1] કાશ્મણવર્ગણાનું ખેંચાવું. [2] તેનું આત્મપ્રદેશો સાથે ભળી જવું. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ કર્મ-વિચાર ભાગ-૨ [3] ભાગલા ને પેટા ભાગલા પડી જવા, ને [4] જૂનાં કર્મના ભાગલા સાથે નવા ભાગલાની પોતાના સરખા સ્વભાવની વર્ગણાનું ચોંટી જવું. [5] દરેક ભાગલાના સ્વભાવોનો-ભવિષ્યમાં બજાવવાની કામગીરીનાં કાર્યોનો નિયમ થઈ જવો. એ વગેરે એક જ સમયે બને છે, અને ૩. અધ્યવસાયસ્થાનકના બળથી તે જ સમયે [1] દરેક ભાગલાના વખતનો નિયમ, ને [2] દરેક ભાગલાના સ્વભાવ-કાર્યના ફળની મર્યાદા-જુસ્સો-રસ, પણ નક્કી થઈ જાય છે. ૪. તે ચારેય થવાનું નામ કર્મબંધ કહેવાય છે. [1] યોગસ્થાનકો. [2] અધ્યવસાય સ્થાનકો. [3] કાર્મણવર્ગણામાં પડી જતા ભાગલાનું ધોરણ. [4] દરેક ભાગલાના સ્વભાવ-અધિકાર-સત્તા-કાર્યના નિયમોનાં નામો. [5] દરેક ભાગલાના વખતના નિયમનું ધોરણ, ને [6] દરેક ભાગલાના-૨સના-ફળના-નિયમનું ધોરણ વગેરે. ચોક્કસરૂપે આગળ ઉ૫૨ સમજાવીશું. ૫. આવી રીતે પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, રસબંધ અને સ્થિતિબંધ—એ ચારનું થવું, તે “બંધ” કહેવાય છે. અને તે સર્વ એક જ સમયમાં બની જાય છે. ૬. કોઈ વખતે “રસબંધ” નથી થતો, કારણ કે—તેવા પ્રકારનું અધ્યવસાય સ્થાનક ન હોય, તો રસબંધ ન યે થાય, માત્ર ત્રણ પ્રકારના જ બંધ થાય, ત્યારે તેનું નામ કેવળ, “પ્રદેશબંધ” કહેવાય છે. પ્રદેશબંધ વખતે પ્રકૃતિ ને સ્થિતિબંધ તો થાય જ. Page #114 -------------------------------------------------------------------------- ________________ બંધનાં નિમિત્તો ૮૯ ૭. પ્રકૃતિબંધ=એટલે=સ્વભાવનો નિયમ. તેથી નક્કી થયેલા સ્વભાવ ઉપરથી અમુક ભાગલાનું અમુક અમુક નામ પડે છે. જેમકે-કર્મના પ્રદેશોનો અમુક ભાગલો માણસને હસાવશે.” એવો સ્વભાવનો નિયમ જેમાં થયો હોય, તે ભાગલાનું નામ હાસ્યકર્મ. હવે, તે ભાગલામાં આવેલા પ્રદેશો : વખતનો નિયમ અને રસ ઓછા-વધતા જુસ્સાથી ફળ બતાવવાનો નિયમ–એ ત્રણેય કોના કહેવાય ? હાસ્યકર્મના બસ, એટલા માટે કર્મોના વ્યવહાર માટે પ્રકૃતિબંધ મુખ્ય છે. કેમકે નક્કી થયેલા સ્વભાવ ઉપરથી તે ભાગલાનું સ્વભાવ અનુસાર નામ પડે છે. અને તે નામને આધારે તેનું કાર્ય થાય છે, અને બીજાં બધાં કર્મોની સમજનો વ્યવહાર ચાલે છે. જેવી રીતે, ઉપર પ્રમાણેના ચાર નિયમો કર્મબંધ થતી વખતે થાય છે, તેવી જ રીતે કર્મનો બંધ થતી વખતે બીજા પાંચ નિયમો પણ થાય છે. [1] કાર્મણવર્ગણાનો અમુક ભાગ [2] અમુક વખત પછી [3] અમુક વખત સુધી [4] અમુક જુસ્સાથી [5] અમુક ફળ બતાવશે તે આપણે સમજ્યા. પરંતુ, જે ફળ બતાવશે, તે વખતે ફળ બતાવવામાં કઈ વસ્તુ નિમિત્તરૂપ થશે ? કયું દ્રવ્ય-કયો પદાર્થ નિમિત્તરૂપ થશે? તેનો નિયમ પણ કર્મબંધ વખતે જ થાય છે. જેમકે “અમુક માણસને અમુક ભાગલો, આઠ દિવસ પછી બે દિવસ સુધી, ખૂબ જોરથી તાવ લાવશે.” પરંતુ મચ્છર કરડવાથી ? કે લાડુ ખાવાથી કે વધારે કેળાં ખાવાથી એ તાવ આવશે ? કે શા નિમિત્તે તાવ આવશે ? તેનો નિયમ થવો, તે દ્રવ્યનિમિત્ત. કેળાં ખાવાથી તાવ આવવાનો નિયમ થયો હોય તો, તે માણસ કર્મબંધ થયા પછી આઠમે દિવસે કેળાં ખાય, ને બે દિવસ સુધી ખૂબ જોરથી તેને તાવ આવે. કેળાં એ દ્રવ્ય છે. દ્રવ્ય-વસ્તુ-ચીજ. હાલ એટલો જ અર્થ સમજી રાખજો. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કર્મ-વિચાર ભાગ-૨ તેવી જ રીતે ક્ષેત્ર, કાળ, ભાવ, અને ભવનો પણ નિયમ થાય છે, તે આ પ્રમાણે– ૨. “તાવ આવશે, પરંતુ મુંબઈથી અમદાવાદ જતાં સુરત લગભગમાં - તાવ શરૂ થશે.” કારણ કે સમુદ્રની ઠંડી હવા લાગવાનો સંભવ છે. કર્મબંધ થતી વખતે જ આવો સ્થળનિયમ થવો, તે ક્ષેત્રનિમિત્ત.. ૩. “મુંબઈથી સુરત પહોંચતાં લગભગ બપોરના બે વાગ્યે ભાદરવા મહિનામાં તાવ આવશે.” એવો કર્મબંધ વખતે જ વખતનો નિયમ - થવો, તે કાળનિમિત્ત. ૪. ભાવ-“આજુબાજુના કેવા સંજોગોમાં તાવ આવશે ?” જેમકે સમુદ્રની - ઠંડી હવા, રાત્રિનો ઉજાગરો, માનસિક અકળામણ, એ વગેરે - સંજોગોમાં તાવ આવશે.” એવો નિયમ કર્મબંધ વખતે જ થવો, તે ભાવનિમિત્ત. ૫. “કઈ જિંદગીમાં તાવ આવશે ? આ ભવમાં તાવ આવશે, કે-આવતા ભવમાં ? કે હવે પછીના પાંચમા ભાવમાં આવશે ? જેમકે-“આ શરીર છોડીને બીજે સ્થળે જન્મ લેશે, ત્યાં તાવ આવશે, અથવા આ જિંદગીમાં તાવ આવશે.” એવો નિયમ થવો, તે ભવનિમિત્ત કહેવાય છે. કોઈ પણ કર્મ બંધાતી વખતે દ્રવ્ય : ક્ષેત્ર : કાળ : ભાવ : અને ભવ-એ પાંચ નિમિત્તો-કર્મનો ઉદય થવાના નિયમો તરીકે નક્કી થાય છે. મરણ પછી આત્મા બીજે ક્યાં જાય છે ? તે બાબત ચોક્કસ પુરાવાથી સમજાવીશું. પ્રશ્નો ૧. રસબંધ અને પરમાણુઓની ચીકાસ એ બેમાં ફેર શો? ૨. યોગના બળથી અને અધ્યવસાયના બળથી કામણવર્ગણા ઉપર જુદી - જુદી શી અસર થાય છે? ૩. યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનક એટલે શું? અને બન્નેયમાં શો Page #116 -------------------------------------------------------------------------- ________________ બંધનાં નિમિત્તો ૯૧ $ છે? કર્મબંધ થવાના એક સમય દરમ્યાન, કેટલા બનાવો બને? તેનું લિસ્ટ કરો. ૪. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધમાં શો ફેર ? ૫. પ્રકૃતિબંધ અને રસબંધમાં શો ફેર? ૬. સ્થિતિબંધની શી જરૂર ? ૭. પ્રકૃતિબંધ શું કામ બજાવે છે? ૮. પાંચ નિમિત્તોનો નિયમ થવાનું કારણ શું હશે? ૯. અહીં આવતાં મને કાંટો વાગ્યો છે, તે મને દુઃખ આપે છે. તે બાબત પર ચાર પ્રકારના બંધ, તેનાં કારણો અને પાંચ નિમિત્તનો વિચાર સમજાવો. ૧૦. કેવળ પ્રદેશબંધ એટલે શું? Page #117 -------------------------------------------------------------------------- ________________ પાઠ પમો પરમાણુઓમાં રહેલા મુખ્ય ગુણો આ ઈટ પરમાણુઓની બનેલી છે, એ વાત તો તમારા ધ્યાનમાં બરાબર છે, ખરું કે ? હા, જી ! પરંતુ, એ ઈંટનો રંગ કેવો છે? . લાલ. એ રંગ ક્યાંથી આવ્યો ? એ રંગ પણ પરમાણુઓમાં જ હોવો જોઈએ. ત્યારે ઈંટમાંથી કોઈ જાતની ગંધ આવે છે. હા, જી ! ગંધ પણ આવે છે, અને તે લગભગ પાકા ઘડાના ગંધ જેવો આવે છે. તો, તે ગંધ ક્યાંથી આવ્યો ? તે પણ પરમાણુઓમાં જ હોવો જોઈએ. ઈંટનો કટકો જરા ચાખો તો, કેવો સ્વાદ લાગે છે? કાંઈક સ્વાદ તો આવે છે, પણ “કેવો સ્વાદ છે ?” તે સ્પષ્ટ રીતે કહી શકાતું નથી. ' લ્યો. ત્યારે, આ ખાણમાંથી નીકળેલા પથરાના કકડા જેવા સફેદ કકડાનો સ્વાદ કેવો લાગે છે ? તેનો સ્વાદ ખારો લાગે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ પરમાણુઓમાં રહેલા મુખ્ય ગુણો ૩ ત્યારે આ તેવો જ સફેદ કકડો ચાખો. - ઓહો, એ તો ગળ્યો લાગે છે, ગળ્યો. અરે ! એ તો સાકરનો ગાંગડો છે. ત્યારે પહેલાનો સફેદ ગાંગડો શાનો હતો ? મીઠાનો કે સિંધવ-સિંધાલૂણનો લાગે છે. ઠીક. ત્યારે આ ઈંટ ઉપર હાથ ફેરવી જુઓ. તે કેવી રેશમ જેવી સુંવાળી છે ? ના, જી ! રેશમ જેવી સુંવાળી નથી, પણ કાંઈક ખડબચડી લાગે છે. આ ઉપરથી શું સમજયા. અમને તો એ ખ્યાલ આવે છે કે ઈટમાં રંગ, ગંધ-સ્વાદ, અને સ્પર્શ વગેરે જે કાંઈ જણાય છે, તે જેમાંથી ઈંટ બની છે, તે પરમાણુઓમાંથી જ એ ગુણો બહાર આવ્યા છે. એટલે પરમાણુઓમાં રંગ-વર્ણ ગંધ, રસ અને સ્પર્શ હોય છે. તે જાણી શકાય તેવી રીતે તેના સ્કંધમાં ખુલ્લા થાય છે. પરમાણમાં કેવા અને કેવી રીતે હોય છે? તે આપણે જાણી શકતા નથી. તે જ પ્રમાણે કાર્મણવર્ગણા વગેરેમાં પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ—એ ચારેય હોવા છતાં, કાર્મણવર્ગણા અતિ સૂક્ષ્મ હોવાથી આપણે, તે જાણી શકતા નથી. પરંતુ, અમને એક શંકા એ થાય છે કે પરમાણુઓના જથ્થા બનીને તેના સ્કંધો શી રીતે બની શકતા હશે? તે બરાબર સમજાતું નથી. ઠીક. લ્યો, આ પાણીનો પ્યાલો. રેતીમાં પાણી નાખીને તેનો લાડવો વાળો. અરે ! એ શી રીતે વળે? પાણી નાંખ્યું, તેમ તો તેમાંથી માટી છૂટી પડીને ઊલટી રેતી વધારે ચોખ્ખી થઈને છૂટી પડી જાય છે, તો પછી લાડવો તો શી રીતે જ વળે ? ત્યારે, શું કરવું ? Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કર્મ-વિચાર ભાગ-૨ તેમાં થોડો સિમેંટ અને પાણી નાંખીએ, તો લાડવો વળે. અથવા ચૂનાનો તેલ નાંખીએ, તો લાડવો વળે. આ પા શેર તલમાં પા શેર તેલ નાંખીને તેનો લાડવો વાળો. એ પણ શી રીતે વળે ? ત્યારે કેવી રીતે લાડવો વળે ? તેમાં થોડોક જ ઢીલો ગોળ, કે ખાંડની ચાસણી નાંખીએ, તો જરૂર લાડવો વળે. તેલ અથવા પાણી નાંખવાથી કેમ લાડવો નહીં વળતો હોય ? - તેમાં જોઈએ તેટલી ચીકાશવાળો પદાર્થ મળે, તો જરૂર લાડવો મળે. ઓછી ચીકાશ હોય, કે બહુ જ વધારે પડતી ચીકાશવાળી વસ્તુ હોય, તો લાડવો ન વળે. - આ ઉપરથી એમ સમજાશે કે, પરમાણુઓના સ્કંધો બને છે, તેનું કારણ પણ પરમાણુઓમાં રહેલો ચીકાશ નામનો સ્પર્શ ગુણ પ્રગટ થાય છે. એટલે એકબીજા પરમાણુઓ બંધાઈને સ્કંધો તથા વર્ગણાઓ બને છે. એ ચીકાશ : પરમાણુમાં રહેલા સ્પર્શ ગુણનો પેટા ભેદ છે. પાંચ રંગ છે : લાલ-લીલો-પીળો-કાળા-ધોળો. પાંચ રસ છે : ગળ્યો-ખારો-ખાટો-તીખો-કડવો. બે ગંધ છે : સુગંધ, દુર્ગધ. આઠ સ્પર્શ છે : ઠંડો-ઊનો, સુંવાળો-ખડબચડો, ચીકાશ-સ્નિગ્ધ, અને રુક્ષ-લૂખો તથા હલકો અને ભારે. " આ સિવાય, બીજી ઘણી રીતે આ ચારના પેટા ભેદો હોય છે. પરંતુ વ્યવહારમાં મુખ્યપણે વપરાતા પેટા ભેદો અહીં ગણાવ્યા છે. જેમકે-નીલ વર્ણમાં-લીલો, પોપટીઓ, ઘેરો લીલો, આસમાની, પીરોજા, સ્લેટી, વાદળી, વગેરે ઘણી જાતના પેટા રંગોનો સમાવેશ થાય છે. એ પ્રમાણે બધાયમાં સમજવું. Page #120 -------------------------------------------------------------------------- ________________ પરમાણુઓમાં રહેલા મુખ્ય ગુણો ૯૫ એટલે દરેક પરમાણુઓમાં એ વિશેષ ભેદો-પેટા ભેદો હોય છે, એમ ન સમજવું. પણ એકીસાથે દરેક પરમાણુમાં કોઈ પણ ૧ રંગ, ૧ ગંધ, ૧ રસ, અને ૨ સ્પર્શ, પ્રગટ હોય જ છે. પછી જેવા સંજોગો તે પ્રમાણે તેમાં ફેરફાર થાય છે. પ્રગટ હોય, તો છુપાઈ જાય, અને છુપાયેલા ગુણ હોય, તે બહાર આવે. એ રીતે કોઈ ને કોઈ વખતે-જુદે જુદે વખતે એ વિશેષ ગુણો બહાર આવી જાય છે. એટલે સ્કંધો અને વર્ગણા બનવામાં પરમાણુઓમાંનો સ્નિગ્ધ અને રૂક્ષ ગુણ પ્રગટ થાય છે. તેમાં પણ માપ હોય છે. કઈ વર્ગણામાં ? કયા સ્કંધમાં ? કેટલો સ્નિગ્ધ અને કેટલો રૂક્ષ ગુણ પ્રગટ થયેલો હોવો જોઈએ ? તેનાં માપ હોય છે. પરંતુ, તે આગળ ઉપર સમજાવીશું. જૂનાં કર્મોની સાથે નવાં કર્મો ચોંટે છે, તેમાં પણ એ જ સ્પર્શોની અસર કામ કરે છે. રસબંધ શબ્દમાં આવતા રસ શબ્દનો અર્થ ચીકાશ એવો નથી ? ચીકાશ અને એ રસ એક નથી ? ના. આપે રસબંધ કહ્યો, તે શું ? એ રસ કયો ? અને તેનો બંધ એટલે શું? તમારા પ્રશ્ન બરાબર છે. આ પાઠની આખી ચર્ચા આ રસબંધ સમજાવવા માટે જ કરવામાં આવી છે. પરમાણુ નામના પદાર્થમાં રસ રહેલા છે, તે તેના સ્કંધમાં પ્રગટ થાય છે, તે સ્વાદરૂપ રસ જુદો છે. અને પદાર્થમાં રહેલા ચીકાશ ગુણની વિચારણા દૃષ્ટિથી નક્કી કરવામાં આવેલો રસ જુદો છે. તે જ પ્રમાણે રસબંધમાં આવતો રસ પણ જુદો જ છે. “કેરીમાં રસ બહુ છે.” ત્યાં રસ શબ્દનો અર્થ પ્રવાહી ભાગ જેવો થાય છે. “કેરીનો રસ મીઠો છે.” ત્યાં રસનો અર્થ સ્વાદ છે. પરંતુ, નાટક જોવાથી બહુ રસ આવ્યો.” તે રસ આ ઉપર જણાવેલ રસ કરતાં જુદી જાતનો રસ છે. રસબંધમાં તેને મળતો રસ શબ્દનો Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કર્મ-વિચાર ભાગ-૨ અર્થ જણાય છે. ઉપર જણાવેલા રસો પરમાણુના-જડના છે, અને નાટક જોતાં જે રસ આવે છે, તે આત્માની કોઈ એક લાગણી છે. પરંતુ એ લાગણીમાં મુખ્ય નિમિત્ત તો પરમાણુનો-જડનો સંબંધ ખાસ નિમિત્તરૂપ હોય છે. એટલે આત્માની જુદી જુદી લાગણી-અધ્યવસાયોને લીધે કાર્યણવર્ગણામાં અસર થાય છે. અને જેવું લાગણીના-અધ્યવસાયના બળનું પ્રમાણ, તે પ્રમાણે કર્મોમાં રસ ઉત્પન્ન થાય છે, અને તેના પ્રમાણમાં કર્મો ઉદયમાં આવે, ત્યારે આત્માને તેની મીઠાશ કે કડવાશનો અનુભવ થાય છે. કડવાશ કે મીઠાશ આપવાની શક્તિ ઉત્પન્ન થાય છે. આત્માનો રસ ઓછો હોય, તો કર્મોની મીઠાશ કે કડવાશ ઓછી અનુભવાય છે. ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. પ્રશ્નો રસ શબ્દના ક્યા ક્યા અર્થો પ્રસિદ્ધ છે ? પાંચ રસ. તેમાં રસ શબ્દનો શો અર્થ ? શેરડીમાં રસ ઘણો છે. તેમાં રસ શબ્દનો શો અર્થ ? શેરડીનો રસ અને લીંબડાનો રસ બહુ મીઠો અને કડવો છે. તેમાં રસ શબ્દનો શો અર્થ ? “જમીનમાં રસકસ બહુ છે.” તેમાં રસ શબ્દનો શો અર્થ ? “આજે નાટક જોવામાં બહુ જ રસ આવ્યો હતો.” તેમાં રસ શબ્દનો શો અર્થ ? “કર્મના રસનો બંધ બહુ આકરો કર્યો.” તેમાં ૨સ શબ્દનો શો અર્થ? Page #122 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૬ઠ્ઠો અસંખ્ય આત્મપ્રદેશો સાથે લાગેલી અનંતી કાર્મણવર્ગણાના દરેક સ્કંધમાં અનંતા પરમાણુઓ કેમ ? તમે રોટલી ઉપર રોજ શું ચોપડો છો ? માલૂમ છે ? હા, જી ! ઘી ચોપડીએ છીએ. એ ઘી ક્યાંથી આવે છે ? એ માખણમાંથી બને છે. ત્યારે માખણ ક્યાંથી મળે છે ? દૂધનું દહીં બનાવીને તેને વલોવી, ખૂબ મથ્યા પછી તે મળી શકે છે. દહીં બરાબર મથાય છે, ત્યારે જ જરાએ જરા માખણ છાશની ઉપર તરી આવે છે. તેને તાવે છે, એટલે તે ઘી રૂપમાં ચોખ્ખું આપણને મળી આવે છે. પણ, દહીંમાં એ માખણ આવ્યું ક્યાંથી ? તે દૂધમાં હોય જ છે. શી રીતે હોય છે ? તે સમજાવી શકશો ? માખણ કાઢી લીધા પછી ચીકાશ વગરના ધોળા કણો છાશરૂપે બાકી રહે છે. તેમાંથી પાણી સૂકવી નાંખીએ, તો ચૂનાના ભૂકા જેવો ધોળો ભૂકો મળી આવે. ત્યારે, દૂધમાં એ ધોળો ભૂકો, પાણી, અને ચીકણા માખણના Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૮ કર્મ-વિચાર ભાગ-૨ કણો-ઘી વગેરે, હોય છે, એમ સમજી શકાય છે. પરંતુ એ બધાયે કેવી રીતે એમાં ગોઠવાયા હશે? આ પણ વિચાર કરતાં આનંદ આવે એવી એક વાત લાગે છે. દૂધમાં ખટાશ, માખણ ની મીઠાશ, ઘીની સુગંધ, ઘીનો સ્વાદ, છાશના અને માખણના ધોળા રજકણો વગેરે કેવી ખૂબીથી રહ્યા હશે ? દૂધના એકેએક રજકણોમાં ઘીના કણો કેવી ખૂબીથી ગોઠવાયા હશે ? તે જ પ્રમાણે આત્માના એકેએક ગુણના અનંત અંશો એક એક આત્મપ્રદેશોમાં ગૂંથાયા હોય છે. અને એક એક આત્મપ્રદેશે અનંતી અનંતી કામણવર્ગણાઓ ચોંટી છે. એક એક કાર્મણવર્ગણામાં અનંત અનંત સ્કંધો હોય છે. અને એક એક સ્કંધમાં અનંત અનંત પરમાણુઓ હોય છે. છતાં, એક એક પ્રદેશમાંના ગુણોના અનંત અનંત અંશો કર્મોથી સંપૂર્ણપણે ઢંકાઈ જતા નથી. એટલા બધા એક એક પ્રદેશમાં આત્મગુણોના અનંત અનંત અંશો હોય છે. આત્મપ્રદેશોના અનંત ગુણાંશોને ઢાંકવા માટે આટલા બધા પરમાણુઓની બનેલી બારીક, ચીકણી, કાર્મણવર્ગણાની જરૂર પડે છે. અને તેનું મિશ્રણ પણ આત્મા સાથે ગાઢ-મજબૂત થાય છે. - દરેક આત્માના પ્રદેશો અસંખ્ય છતાં, તેમાં આત્માના અનંતા ગુણોમાંના પ્રત્યેક ગુણના અનંત અનંત અંશો હોય છે, તેના ઉપર અનંત અનંત પરમાણુઓના બનેલા અનંત સ્કંધોની બનેલી અનંત કાર્મણવર્ગણા વિના અસર ન થાય. ચીજ જેમ બહુ જ ચીકણી, તેમ તેના રજકણો બહુ જ બારીક હોવા જોઈએ, તેવા રજકણોના જથ્થાની તે ચીજ બનેલી હોવી જોઈએ. જેમકે માખણ ચીજ જેમ બહુ જ લીસી સપાટે વાળી, તેમ તે બારીક રજકણોના જથ્થાની બનેલી હોવી જોઈએ. જેમ કે—હીરાની સપાટી અરૂપી આત્મા, તેના અસંખ્ય પ્રદેશો, અને એક એક પ્રદેશમાં આત્માના અનંત ગુણોમાંના પ્રત્યેક ગુણોના અનંત અનંત અંશો હોય છે. કલ્પના ખાતર માની લઈએ કે, આત્મપ્રદેશોની અત્યન્ત લીસી Page #124 -------------------------------------------------------------------------- ________________ અસંખ્ય આત્મપ્રદેશો સાથે... ૯૯ સપાટી છે, તેટલી બધી લીસી સપાટી ઉપર ચોંટવાને તેના જેવી જ લીસી અને ચીકણી વસ્તુ જોઈએ. કપડાની સપાટી અત્યન્ત લીસી ન હોવાથી તેના ઉપર રજ ચોંટે છે, પરંતુ આરીસાની સપાટી ઉપર તેવી રીતે ચોંટતી નથી. પણ ઘી ચોપડીએ, તો તેના રજકણો આરીસાની સપાટીને પણ ચોંટે છે. તે જ પ્રમાણે આત્માના પ્રદેશો ઉપર ચોંટવા માટે બહુ જ પ્રદેશોના જથ્થાવાળો ઘણી જ બારીક છતાં બહુ જ સૂક્ષ્મ, અને ખૂબ ચીકાશવાળી કાર્મણવર્ગણા જ ચોંટી શકે છે. અને એક એક પ્રદેશમાંના અનંત ગુણોમાંના એક એક ગુણના અનંત અનંત અંશોને ઢાંકવા માટે, તેના ઉપર અસર ઉપજાવવા માટે, અનંત અનંત પરમાણુઓની બનેલી કાર્યણવર્ગણાની જ જરૂર પડે છે. એ અનંત પરમાણુઓના સ્કંધો—પરમાણુમાં રહેલી ચીકાશ અને લુખાશ ગુણના અમુક પ્રમાણમાં મિશ્રણ થવાને લીધે એક પ્રકારનો રાસાયણિક સંબંધ ઉત્પન્ન થાય છે, તેને લીધે પરસ્પર બંધાય છે, અને એવા અનંત સ્કંધોની અનંત કાર્યણવર્ગણાઓ બને છે. તે ચીકાશ અને લુખાશ એ પરમાણુઓમાં રહેતા સ્પર્શગુણના પેટા ભેદો છે. તેની સાથે પરમાણુઓમાં રસરૂપ સ્વાદ પણ હોય છે, અને લાગણી-અધ્યવસાયને લીધે કર્મમાં રસ પણ ઉત્પન્ન થયો હોય છે. જેમ, નાટક જોવાથી મનમાં ગલગલિયાં થાય તેવો આનંદનો રસ છૂટે છે, અને વાઘ જોવાથી થથરાટ છૂટે તેવા ભયાનક રસનો અનુભવ થાય છે. તે પ્રમાણે કર્મો જીવનમાં કડવાશ અને મીઠાશ ચખાડે છે, તે કર્મોનો રસ કહેવાય છે. તેનું નામ રસબંધ કહેવાય છે. આ રસબંધ “કર્મ” એવું નામ પ્રાપ્ત કરતી વખતે આત્માની લાગણી-અધ્યવસાય પ્રમાણે નક્કી થાય છે. આત્મા અને કર્મનો સંબંધ દીવા આગળ આપણે હાથ રાખીને તેની આંગળીઓને જુદી જુદી રીતે ગોઠવીને સામે ભીંત ઉપર પડતા પડછાયામાં જોઈશું, તો આપણને Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કર્મ-વિચાર ભાગ-૨ કૂતરાનું મોટું, સસલું, વાઘનું મોટું, વાંદરાનું મોટું એવી એવી આકૃતિઓ જણાશે, અને એ આકૃતિઓ બાળકને હસાવે છે, રમાડે છે, કુદાવે છે, ગમ્મત ઉપજાવે છે. દીવો, પ્રકાશ, સ્થિરભીંત, હાથનો પડછાયો : એ સર્વનું મિશ્રણ થઈને જુદી જુદી આકૃતિઓ ઊભી થતી જોવામાં આવે છે. પ્રકાશ સ્થિર હોવા છતાં હાથની જુદી જુદી ચેષ્ટાથી અને પ્રકાશની મદદથી આકૃતિઓ બને છે. તે પ્રમાણે, આત્મા સ્થિર હોવા છતાં, જૂનાં કર્મ નવાં કર્મને ખેંચે છે, તેમાં ચાર પ્રકારના બંધો અને પાંચ નિમિત્તો ઉત્પન્ન કરે છે. તેમાં આત્માનાં વિવિધ યોગસ્થાનકો અને અધ્યવસાયોના પ્રકારો મળે છે. એટલે આત્માના જીવનનાં વિવિધ ચિત્રો, તેનો વિવિધ આનંદ કે કષ્ટ ઊભાં થાય છે. એ રીતે આત્મા અને કર્મને કાંઈ સંબંધ નથી હોતો, છતાં બન્નેયનો કુદરતી રીતે જ કોઈ વિલક્ષણ સંબંધ હોય છે, એમ ખાતરી થયા વિના રહેશે નહી. આત્માનાં જ્ઞાન, ચારિત્ર, વગેરે ગુણો, અને તેના ઉપર આવેલાં કર્મોના પડદાથી સહજ રીતે જ જુદી જુદી અસરો પ્રગટ થાય છે. - દીવાનો પ્રકાશ સસલાનો આકાર ઊભો નથી કરતો. તેમાં આકાર નથી. તેવી જ રીતે આંગળીઓમાં પણ એ આકાર નથી. તો પણ ભીત ઉપર પડતી પ્રકાશની કાંતિ અને આંગળીઓના પડછાયાથી એવી વિલક્ષણ આકૃતિઓ ઊભી થાય છે. તે જ રીતે આત્મા અને કર્મોના મિશ્રણથી શરીરધારી જીવના જીવનનાં વિવિધ પ્રકારનાં ચિત્રો સહજ રીતે જ પ્રગટ થાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૭મો આઠ કરણો બંધન : નિદ્ધતિ : નિકાચના : સંક્રમણ : (૧) બંધુઓ ! કર્મબંધ કેવી રીતે થાય છે ? તેના મૂળ મુદ્દાઓ વિસ્તારથી પહેલા ભાગમાં, અને આ ભાગના ૬ઠ્ઠા પાઠ સુધીમાં આપણે સમજી ગયા. કર્મબંધ થયા પછી તેના ઉપર બીજા સમયથી શી શી ક્રિયાઓ થાય છે ? તે વિચારવાનું બાકી છે, તે હવે વિચારીશું. જેવી રીતે, એક સમયે કર્મબંધ થાય છે તેવી રીતે દરેક સમયે કર્મબંધ ચાલુ જ હોય છે, એ વાત ફરીથી કહેવી પડે તેમ નથી જ ને. ના, એટલે, પ્રથમ સમયે જે પ્રમાણે બંધ થાય છે, તેવી જ રીતે, બીજે સમયે પણ જેવું યોગસ્થાનક, અને જેવું અધ્યવસાયસ્થાનક, તેના પ્રમાણમાં પ્રદેશ વધતાઓછા, સ્થિતિ ને રસ વધતા-ઓછા, પ્રકૃતિઓ પણ વધતીઓછી હોય છે. એ ફરીથી સમજાવવું પડશે કે ? નહીં, નહીં જ. (૨) કોઈ પણ સમયે બંધ થતી વખતના યોગ અને અધ્યવસાયના એક સામટા બળની અસર જેમ તે જ વખતે બંધાતા કર્મ ઉપર થાય છે, તેવી જ રીતે પૂર્વે બંધાયેલાં કર્મો ઉપર પણ થાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કર્મ-વિચાર ભાગ-૨ યોગ અને અધ્યવસાયને લીધે ઉત્પન્ન થયેલા છે તે સમયના આત્માના એ જાતના એક સામટા બળને કરણ કહે છે. તેની મદદથી કર્મબંધ થાય છે અને કર્મબંધ થયા પછી બંધાયેલાં કર્મોમાં પણ પાછળથી પણ અનેક જાતના ફેરફાર થાય છે. ૧. કર્મબંધ પણ જુદે જુદે સમયે જુદી જુદી જાતનો હોય છે. એટલે કે જુદી પ્રકૃતિ, જુદી સ્થિતિ, જુદો રસ અને પ્રદેશોના અણસરખા ભાગલાવાળો બંધ હોય છે. તેમાં કોઈ વખતે-બંધ સમયે, પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ જે પ્રકારનો થયો હોય છે, તેમાં આગળ જતાં [બંધ થયા પછીના સમયોમાં અનેક જાતના ફેરફાર થઈ શકે એવો સામાન્યબંધ—જે યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનકના સામટા બળથી થયો હોય, તે સામટા બળને બંધનકરણ કહેવાય છે એટલે બંધનકરણને લીધે કર્મબંધ થાય છે. જે યોગ અને અધ્યવસાયના બળથી કર્મબંધ થાય, તે યોગ અને અધ્યવસાયનું સામટું નામ બંધનકરણ. બંધ, બંધન, બંધનકરણ, એ શબ્દોના અર્થ બરાબર સમજી લેવા જોઈએ. હા, જી ! તેમ ન થાય, તો ગૂંચવાડો પડે તેમ છે. બંધ એટલે, કાર્મણવર્ગણા અને આત્માનું મિશ્રણ. બંધન એટલે એ મિશ્રણ થવામાં ખાસ મદદગાર, અથવા મિશ્રણ કરાવનાર ખાસ સાધન તે બંધન. આત્માના યોગ અને અધ્યવસાયોનું સામટું બળ કે જે આત્માને કર્મ બાંધવામાં ખાસ મદદ કરે છે. અનેક જાતના કરણ છે, તેમાંના એક કરણનું નામ બંધન છે. જે વડે કર્મ બાંધી શકાય, તે બંધન. બંધનકરણ–બંધન શબ્દમાં કરણનો ભાવ આવેલો છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરણ શબ્દ કરે છે. કરણ એટલે પ્રબળ સાધન. પ્રબળ સાધનોને લીધે આત્માનાં જીવન અને કર્મોમાં અનેક જાતના ફેરફારો થાય છે તે બધાં સાધનો કરણો કહેવાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ આઠ કરણો ૧૦૩ કર્મો બાંધવામાં ખાસ મદદગાર જે પ્રબળ સાધન, તે બંધન નામનું કરણ બંધનકરણ. આત્મા પોતે કર્મ બાંધનાર છે, પરંતુ જો આત્મામાંથી યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનકોના તરંગો ન જ ઊછળતા હોત, તો આત્મા કર્મ બાંધી શકત જ નહીં. માટે કર્મ બાંધવામાં યોગસ્થાનક અને અધ્યવસાય સ્થાનકની ખાસ મદદ મળે તો જ આત્મા કર્મ બાંધી શકે છે. માટે તેનું નામ કરણ પાડવામાં આવેલ છે. આત્મા તે કર્તા. બંધન તે કરણ. આત્મા સાથે ચોંટવારૂપ ફળ પામતી કાશ્મણવર્ગણો તે કર્મ. એ રીતે કર્તા, કર્મ અને કરણનો વિભાગ સમજી શકાશે. આ પ્રમાણે ભાષાના વ્યાકરણમાં આવતાં કર્તા, કર્મ અને કરણ શબ્દના અર્થો પણ અહીં ઠીક રૂપે લાગુ પડે છે. આ જ પ્રમાણે યોગસ્થાનકો અને અધ્યવસાયોનું સામટું બળ કર્મોમાં જુદાં જુદાં પરિવર્તનો કરવામાં ખાસ પ્રબળ રીતે મદદગાર થાય છે. તેથી તે દરેકને કરણ કહેવામાં આવે છે, જો કે કોઈ વખતે મુખ્યપણે એકલા યોગો, અને કોઈ વખત મુખ્યપણે એકલા અધ્યવસાયસ્થાનકો પણ કરણ બની શકે છે, પરંતુ એમ કોઈ વખતે બને છે. ૨. સામાન્ય બંધ કરતાં વધારે દૃઢતાથી કર્મ બંધાય, તેને નિદ્ધત બંધ કહે છે, અને તેવો બંધ જે યોગ અને અધ્યવસાય સ્થાનકના એક સામટા બળથી થાય, તે બળનું નામ નિદ્ધતકરણ કહેવાય છે. એટલે નિતકરણને લીધે નિદ્ધતબંધ થાય છે. નિદ્ધતકરણ એટલે નિદ્ધતબંધ કરાવનાર યોગ અને અધ્યવસાયનું બળ તે રૂપ પ્રબળ સાધન. - ૩. નિદ્ધતબંધ કરતાં પણ વધારે દૃઢતાથી એવો કર્મબંધ થાય કે જેમાં ભવિષ્યમાં કશો ફેરફાર જ ન થઈ શકે. તે કર્મનું જેવું ને તેવું જ ફળ ભોગવવું જ પડે તેનું નામ નિકાચિત બંધ. જે યોગબળ અને અધ્યવસાય સ્થાનકના સામટા બળથી તેવા પ્રકારનો બંધ થાય, તેનું નામ નિકાચનાકરણ કહેવાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કર્મ-વિચાર ભાગ-૨ કર્મોના નિકાચિત બંધાયેલા બંધ ઉપર ભવિષ્યમાં કોઈપણ કરણની અસર થતી નથી બંધ સમયે રસબંધ વગેરેનાં જે નિયમનો નક્કી થયા હોય, તે જ પ્રમાણે બરાબર અવશ્ય ફળ ભોગવવું જ પડે છે. બંધનકરણ, નિદ્ધતકરણ, અને નિકાચનાકરણ એ ત્રણ કરો કર્મબંધ થતી વખતે સંભવે છે એટલે કર્મબંધ થતી વખતે કોઈ વાર બંધન કરણ હોય તો સામાન્ય કર્મબંધ થાય, નિદ્ધતકરણ હોય, તો નિદ્ધતકર્મબંધ થાય, ને નિકાચનાકરણ હોય તો નિકાચિતકર્મબંધ થાય. પૂર્વે બાંધેલાં કર્મોના પણ નિદ્ધત અને નિકાચિત બંધ થઈ જાય છે. ૪. બંધ થયા પછી કોઈ એવી જાતના અધ્યવસાયસ્થાનક અને યોગનું બળ લાગે, જેથી અમુક એક ભાગના પ્રદેશો, તેની જ જાતના બીજા અમુક ભાગના કર્મમાં ભળી જાય અને પછી પ્રકૃતિ, સ્થિતિ, રસ વગેરે પણ બીજા ભાગના જ ગણાય. જેમકે“હસવું લાવનાર હાસ્ય-કર્મનો ભાગ આનંદ-રતિ આપનાર કર્મના ભાગ સાથે ભળી જાય, તો ત્યારપછી, તેનું નામ હસવું લાવનાર હાસ્ય કર્મ ન કહેવાય. કેમકે–હસવું લાવનાર કર્મનો ભાગ મટી જ ગયો છે. કેમકે-તે આનંદ આપનાર કર્મ સાથે ભળી ગયેલ છે. એ બન્નેયનું નામ આનંદ આપનાર કર્મ કહેવાય અને તેનું ફળ પણ ભવિષ્યમાં આનંદરૂપે જ ભોગવવાનું રહેશે, પરંતુ હસવું આવે, એ રીતે ભોગવાશે નહિ. આવી રીતે, એક કર્મ બીજા કર્મમાં ભળી જાય, તો તેનું નામ સંક્રમ થયો કહેવાય છે. અને જે યોગ અને અધ્યવસાયના બળથી એ રીતે પરસ્પર સંક્રમ થાય, તેનું નામ સંક્રમણકરણ કહેવાય છે. સંક્રમણકરણના બળથી, કર્મના આ ભાગના પ્રદેશો, સ્થિતિ કે રસ આ ભાગમાં મળી જાય, એટલે એની પ્રકૃતિ પણ આ થઈ જાય. તેથી આ ભાગમાં આ મળી જવાથી, અની વિદ્યમાનતા જ નષ્ટ થાય છે, અને બધાનું નામ આ પડી જાય છે. અને ફળ પણ આનું જ મળે છે. આવો ફેરફાર સંક્રમણકરણ નામના યોગ અને અધ્યવસાયના બળથી થાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ આઠ કિરણો ૧૦૫ સંક્રમણકરણથી સંક્રમ–ભળી જવાનું થાય છે. સંક્રમ માટેનું કારણ તે સંક્રમણ કરણ કહેવાય છે. સંક્રમણકરણ એટલે સંક્રમ કરાવનાર યોગ અને અધ્યવસાયના બળરૂપ પ્રબળ સાધન. પ્રશ્નો ૧. કરણ એટલે શું? ૨. કરણ એ જડની શક્તિ છે કે આત્માની શક્તિ છે? ૩. કરણનું કારણ સમજતા હો, તો કહો, નહીંતર કંઈ નહીં. ૪. નિદ્ધતબંધમાં અને નિકાચિતબંધમાં શો ફેર ? ૫. સંક્રમ અને સંક્રમણમાં શો ફેર ? Page #131 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૮મો આઠ કિરણો (ચાલુ). ઉદ્વર્તન : અપવર્તન : ઉદીરણા ઉપશમના ૫. કર્મ બાંધતી વખતે સ્થિતિ અને રસ જે પ્રમાણમાં હોય છે. તે બન્નેયમાં જે કરણને લીધે–યોગ અને અધ્યવસાયના બળને લીધે પ્રબળ સાધનને લીધે–વધારો થાય, તે ઉદ્વર્તનાકરણ. સ્થિતિ અને રસ વધવાં તે ઉદ્વર્તના. ઉદ્વર્તનાકરણને લીધે તેવા પ્રકારના યોગ અને અધ્યવસાયના બળને લીધે ઉદ્વર્તન થાય. એટલે કે સ્થિતિ અને રસ વધે છે. ૬. એવી જ રીતે, સ્થિતિ અને રસનું ઘટવું, તે અપવર્તના. જે યોગ અને અધ્યવસાયના બળથી અપવર્તના થાય-સ્થિતિ અને રસ ઘટે, તેનું નામ અપવર્તનાકરણ. ૭. “અમુક કર્મપ્રદેશોનો ભાગ આત્મપ્રદેશો સાથે અમુક વખત સુધી રહેશે.” એવો વખતનો–સ્થિતિનો નિયમ થાય છે. એ વાત આવી ગઈ છે. હવે, એ વખત બરાબર પૂરો થતો આવતાં જ તે કર્મનો ભાગ પોતાનું ફળ બતાવે છે તેને ઉદય છે. પરંતુ, જે વખતે ફળ બતાવવાનો વખત નક્કી થયો હોય, તે વખત આવી પહોંચતાં પહેલાં જ કર્મો પોતાનું ફળ આપવા તૈયાર થાય, અને ફળ આપે, એને ઉદીરણા કહે છે. ઉદય એટલે વખત આવી પહોંચતાં જ કર્મ પોતાનું ફળ સ્વાભાવિક રીતે બતાવે અને ઉદીરણા એટલે વખત આવી પહોંચતાં પહેલાં કર્મો Page #132 -------------------------------------------------------------------------- ________________ આઠ કરણો (ચાલુ) ૧૦૭ ઉદયમાં આવે–પોતાનું ફળ બતાવવા તૈયાર થાય, બતાવે. - ઉદયમાં અને ઉદીરણામાં આ તફાવત છે. જેમકે–આ ક્ષણે તમે હાસ્યોત્પાદક કર્મ બાંધ્યું છે, અને તે એવી રીતે બાંધ્યું છે કે, જેથી એક મહિના પછી તમારે હસવું પડે. એક મહિનો પૂરો થતાં જ તમને હસવું આવવાનું જ. ત્યારે “બરાબર નિયમિત વખતે હાસ્યોત્પાદક કર્મે પોતાનું ફળ બતાવ્યું. હાસ્યોત્પાદક કર્મ ઉદયમાં આવ્યું, એમ કહેવાય.” કારણ કે, સ્વાભાવિક રીતે વખત પૂરો થતાં જ કર્મે પોતાનું ફળ બતાવવું જ પડે, ઉદયમાં આવવું જ પડે. પરંતુ જો મહિનો પૂરો થયા પહેલાં જ તે કર્મના ફળ રૂપે હસવું આવી જાય, તો તે હાસ્ય કર્મની ઉદીરણા થઈ ગણાય. ઉદીરણા એટલે સ્થિતિ પૂરી થયા પહેલાં કર્મનું ફળ ભોગવી લેવું. અને તેવી ઉદીરણા જેને લીધે—જે યોગ અને અધ્યવસાયના બળને લીધે થાય, તેનું નામ ઉદીરણાકરણ કહેવાય છે. લાકડું સ્વાભાવિક રીતે સળગતું સળગતું આગળ ને આગળ સળગે છે તેને સંકોરીએ, તો તે વહેલું બળે છે. તે જ પ્રમાણે કર્મોના ઉદયમાં અને ઉદીરણામાં ફરક છે. ૮. યોગ અને અધ્યવસાયના જે બળને લીધે કર્મો શાંત પડ્યાં રહે, જેમાં ઉદય કે ઉદીરણા વગેરે ન થાય. તેનું નામ ઉપશમનાકરણ. ઉપશમનાકરણને લીધે કર્મો ઉપશાંત-શાંત-રહે છે. કર્મોનો ઉપશમ રહે છે. હવે બરાબર સમજયા હશો કે : કરણ એટલે યોગ અને અધ્યવસાયને લીધે થયેલી આત્માની પરિણતિઓ–આત્માની દશાઓ. એવી દશાઓ જો કે અસંખ્ય થઈ જાય, પરંતુ મુખ્યપણે આઠ વિભાગમાં દરેકનો સમાવેશ કરી લીધો છે અને તેનાં કાર્ય પણ આઠ છે. તે નીચે પ્રમાણે : બંધનકરણથી....... કર્મનો બંધ થાય છે. નિદ્ધતિકરણથી............કર્મનો નિદ્ધતબંધ થાય છે. નિકાચનાકરણથી.......કર્મનો નિકાચિતબંધ થાય છે. સંક્રમણકરણથી.........કર્મોનો સંક્રમ થાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કર્મ-વિચાર ભાગ-૨ કર્મોનાં સ્થિતિ અને રસ વધે છે. ઉર્તનાકરણથી......... અપવર્તનાકરણથી... ......કર્મોનાં સ્થિતિ અને રસ ઘટે છે. કર્મોની ઉદીરણા થાય છે—કર્મો ઉદીરાય ઉદીરણાકરણથી. છે. વખત પૂરો થતાં પહેલાં ઉદયમાં આવે છે. ઉપશમનાકરણથી.....કર્મો ઉપશાંત રહે છે.. આ આઠ કરણો ઉપર કર્મોનો પ્રપંચ ટકી રહેલો છે. બંધનકરણ-કર્મ બંધાય તેવા યોગ અને અધ્યવસાય ન હોય, તો કર્મોનો બંધ ન થાય. તેવી જ રીતે બીજાં કરણો ન હોય, તો ઉપર બાજુમાં બતાવેલાં કર્મોમાં થતા ફેરફારો પણ ન થાય. પ્રશ્નો ૧. કરણ કેટલાં થઈ શકે ? ૨. ઉદય અને ઉદીરણામાં ફેર શો ? ૩. ઉદય નવમું કરણ ગણાય કે નહીં ? ૪. અપવર્તના અને ઉપશમનામાં ફેર શો ? ૫. આઠેય કરણનાં જુદાં જુદાં કામ ગણાવો. ૬. કરણ એ શી વસ્તુ છે ? ૭. કરણ શબ્દનો શબ્દાર્થ શો થાય ? Page #134 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૯મો કરણની વિચિત્ર અસર એ તો તમને યાદ જ હશે કે “કરણ એટલે અધ્યવસાય અને યોગબળથી ઉત્પન્ન થયેલું આત્મિક બળ—આત્મિક પ્રયત્નવિશેષ. હા, એ બરાબર યાદ છે. સારું, એક બીજી વાત પણ સાથે સાથે યાદ રાખી લો :એક સમયે, આપણને અધ્યવસાય અને યોગસ્થાનકનું જે બળ ઉત્પન્ન થયું હોય–કરણ ઉત્પન્ન થયું હોય, તે જ કરણ, તે જ વખતે, કેટલાંક કર્મોને બાંધે, તેનું નામ બંધન કરણ કહેવાય પૂર્વે બાંધેલાઓનો સંક્રમ કરે, ત્યારે તેનું જ નામ સંક્રમણ કરણ કહેવાય. તે જ વખતે કેટલાંક કર્મોમાં અપવર્તન, ઉર્તન, થાય, એટલે તેનું જ નામ ઉર્તના કરણ અને અપવર્તના કરણ, કહેવાય. વળી, તે જ કરણને લીધે કેટલાંક કર્મોની ઉદીરણા અને કેટલાંકનો ઉપશમ થાય, કેટલાંક નિકાચિત બંધાય, અને કેટલાંક નિત રીતે બંધાય. ત્યારે તેનું જ નામ ઉપશમનાકરણ, ઉદીરણાકરણ, નિદ્ઘતકરણ, નિકાચનાકરણ એ નામ કહેવાય. અર્થાત્—એ જ સમયનું કરણ : તે સમયે જેટલાં કર્મ બંધાય, તેને માટેનું તે સમયનું કરણ બંધન કરણ ગણાય. જેટલાને સંક્રમાવે, તેટલાનું તે સમયનું કરણ સંક્રમણ કરણ ગણાય. આ ઉપરથી એ સમજવું જોઈએ કે, દરેક સમયે અધ્યવસાય અને યોગનું બળ—એટલે કરણ એક હોય છે, અને તેને લીધે, ક્રિયાઓ આઠેય Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કર્મ-વિચાર ભાગ-૨ ચાલુ હોય છે. કોઈ કર્મ બંધાતાં હોય છે, કોઈ નિકાચિત થતાં હોય છે, કોઈ સંક્રમતાં હોય છે વગેરે વગેરે. આપની આ વાત માનવામાં કેમ આવે ? કેમ ન આવે ? એક જ કરણ બધાં કામ કરે, તે ઘટે જ કેમ ? હા, એક જ કરણ બધાં કામ કરે, અને તે બધાં કામો થાય પણ ખરાં, કૃપા કરી, તે સમજાવશો ? કેમ નહીં ? સમજાવવા તો બેઠા જ છીએ ને ? વાત બહુ ઝીણી છે. એટલે ધ્યાન પણ બહુ જ રાખજો, અને બુદ્ધિને પણ ઝીણી કરજો, એટલે બરાબર સમજાશે. ઘણી કૃપા. સાંભળો, ત્યારે : એ એક જ કરણમાં એવી વિચિત્ર શક્તિ હોય છે કે જેના-જેના ઉપર તેની અસર થાય, તેની તેની પોતાની પરિસ્થિતિ અને યોગ્યતા જુદી જુદી જાતની હોવાથી તેની ઉપર જુદી જુદી જાતની અસર થાય છે. આ વાત નીચેના દાખલાઓ ઉપરથી બરાબર સમજાશે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૦મો કરણની વિચિત્ર અસર (ચાલુ) ૧. ઝાડનું બીજ આપણે વાવીએ, ત્યારે તે એક દાણારૂપે હોય છે. પણ તેમાં એવી એવી વિચિત્ર શક્તિઓ હોય છે કે, તેમાંથી જ પહેલાં બે પાંદડાં ફૂટે છે, અને પાછળથી એ પાંદડાં જ ડાળીરૂપે બની જાય છે. પરિણામે ફૂલ, ફળ, વગેરે અનેક વિચિત્ર વિચિત્ર વસ્તુઓ ઉત્પન્ન થાય છે. એ ઝાડ મોટું થયા પછી, તેને પાણી ને ખાતર આપો. તો તે જ ખાતરને લીધે જે પાંદડાં ફૂટવાની તૈયારીમાં હોય, તેની કૂંપળો બહાર આવે છે. જે ફળ નાનું હોય, તે વધે છે, કાચું હોય, તે પાકું થાય છે. પાકું હોય, તેમાં મીઠાશ અને રસ વધે છે. પાતળી ડાળી હોય, તે જાડી થાય છે. અણખીલ્યું ફૂલ ખીલે છે, અને તેમાં ફળ બેસવાની તૈયારી થાય છે. આવી વિચિત્રતા આપણે જોઈ શકીએ છીએ. એક જ વખતે, અને એક જ જાતના પોષક ખાતર અને પાણીથી આ બધું બને છે. જે વખતે દાડમના ઝાડ ઉપર પાકાં, મઝાનાં, મન લલચાવે એવાં દાડમ લટકતાં હોય છે, તે જ વખતે બીજાં નાનાં દાડમ કાચાં હોય છે. કેટલાંક ફૂલ ઊઘડ્યાં હોય છે, કેટલાંક કળીની સ્થિતિમાં હોય છે. હવે, તમે તે ઝાડના મૂળમાં ખાતર ને પાણી પૂરો. શું પરિણામ આવશે ? શું ફૂલની કળીઓમાંથી એકદમ પાકાં દાડમ બની જશે ? નહીં જ. ક્રમે ક્રમે ખીલશે, કાચાં હશે, તે પાકશે, પાક્યાં હશે, તે ખરવાની તૈયારીમાં આવશે. એમ દરેક વિભાગમાં પોતપોતાની પછીની સ્થિતિ ઉત્પન્ન થતી રહેશે. હવે, તમે બરાબર સમજ્યા હશો કે, ખાતર અને પાણી એ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કર્મ-વિચાર ભાગ-૨ પોતાની અસર ઉત્પન્ન કરવાની શરૂઆત એકીવખતે કરી હતી. પરંતુ તેનું પરિણામ સૌ સૌના ઉપર પોતપોતાની સ્થિતિ અનુસાર જુદું જુદું થયું. તે જ પ્રમાણે કરણ એક જ છતાં, તેણે જ બંધાતાં કર્મને બાંધ્યાં, સંક્રમ યોગ્યનો સંક્રમ કર્યો. ઉદ્વર્તના યોગ્યમાં ઉદ્વર્તન કરી. અને અપવર્તના યોગ્યમાં અપવર્તના કરી. આ રીતે, તે કરણમાં વિચિત્ર શક્તિ હેય છે. અથવા તે અધ્યવસાયસ્થાન અને યોગનું સામર્થ્ય જ વિચિત્રતા ગર્ભિત હોય છે, કે જેને લીધે તે જુદું જુદું પરિણામ નિપજાવી શકે છે. અથવા કર્મો પરિસ્થિતિઓની જુદી જુદી યોગ્યતાને અંગે જુદી જુદી અસર થાય છે. ૨. એક ઉપદેશક પોતાના વિષયને અનુસરીને સળંગ ઉપદેશ આપ્યું જાય છે. પરંતુ કોઈ તેમાંથી ઇતિહાસને લગતા મુદ્દા તારવે છે, કોઈ તેમાંથી કર્તવ્યમાર્ગ શોધે છે કોઈ તેમાંથી ભૂલો જ કાઢે છે, કોઈ ભૌગૌલિક માહિતી મેળવે છે, કોઈ તત્ત્વજ્ઞાન, તો કોઈ નીતિના નિયમો તરફ વધુ લક્ષ્ય આપે છે, ને તેનો સંગ્રહ કરે છે. આ રીતે ઉપદેશ એક છતાં, તેની જુદા જુદા શ્રોતાઓ ઉપર જુદી જુદી અસર થાય છે, કેમકે જેના ઉપર તે ઉપદેશની અસર થાય છે, તે પાત્રો જુદી જુદી જાતની પસંદગી અને મનોવૃત્તિ ધરાવતાં હોય છે, તેથી તેની અસર પણ જુદી જુદી થાય છે. ૩. વળી, તમે કોઈએ સંચો ચાલતા જોયો છે ? હા, મિલ જોઈ છે. સારું કોલસા સળગાવવાની તેને એક મોટી કોઠી હોય છે, તેમાં ખૂબ તીવ્ર અગ્નિ સળગાવવામાં આવે છે. તેને લીધે વરાળ બને છે. અને તે વરાળ બીજા એક યંત્ર ઉપર અસર ઉપજાવે છે. તે વળી ત્રીજા યંત્ર ઉપર અસર ઉપજાવે છે. એમ ઠેઠ કાપડ વણાય છે, ત્યાં સુધી તે દરેકની ઉપર તે સળગતા અગ્નિની આડકતરી રીતે અસર ચાલી આવે છે. જો તે એકાએક બંધ પડે, તો બધા સંચા એકાએક બંધ પડે છે. તેને સતેજ કરવામાં આવે, તો બધાયે સંચા સતેજ રીતે ચાલવા માંડે છે. તેને મંદ કરવામાં આવે, તો બધા સંચા મંદ મંદ ચાલવા માંડે છે. અર્થાત બધી અસરનું મૂળ સળગતો તે Page #138 -------------------------------------------------------------------------- ________________ કરણની વિચિત્ર અસર (ચાલુ) ૧૧૩ અગ્નિ જ છે. હવે, વિચાર કરો કે, જે બધા સંચાઓ ચાલે છે, તે એકસરખી રીતે ચાલે છે ? ના, જી ! ચક્રો ગોળ ફરે છે. કેટલાંક ચક્રો અર્ધા જ ફરીને પાછા ફરે છે. કેટલાક સંચાના અવયવો લાંબી લાકડી જેવા હોય, તે તો માત્ર આમથી તેમ જાય છે, ને આવે છે. પંખાઓ ઘણા જ વેગથી ચક્કર ચક્કર ગોળ ફરે છે. કારણ એ કે, જે સંચા જે પરિસ્થિતિમાં ગોઠવ્યા હોય, તે પ્રમાણે જુદી જુદી ક્રિયા કરે છે. કોઈ ચક્ર સવળા ફરે છે, ત્યારે કોઈ અવળાયે ફરે છે. એમ સૌ પોતપોતાની રીતની ગોઠવણ પ્રમાણે કામ કર્યું જાય છે. બસ, તેવી જ રીતે અહીં પણ સમજી લેવું. જેમ એ જુદી જુદી સમગ્ર પ્રવૃત્તિઓનું મૂળ કોઠીમાંનો અગ્નિ હોય છે, તે જ પ્રમાણે કર્મો ઉપર થતી આઠેય અસરોનું મૂળ એક જ કરણ હોય છે. છતાં તે જુદી જુદી પરિસ્થિતિનાં કર્મો ઉપર જુદી જુદી અસરો કરે છે. તેથી તે જુદી જુદી અસરોના ઉત્પાદક તરીકે એક જ પ્રયત્ન જુદાં જુદાં આઠ કરણરૂપે ગણાય છે. જેમ, એક જ માણસ કોઈનો કાકો, કોઈનો મામો, કોઈનો ભત્રીજો, કોઈનો ભાણેજ, કોઈનો દિયર, કોઈનો જેઠ, કોઈનો સસરો, કોઈનો માસો, કોઈનો ફૂઓ, અને કોઈનો બનેવી ગણાય છે. પ્રશ્નો ૧. આઠ કરણ એટલે અધ્યવસાય અને યોગનાં બળ કેટલાં ગણવાં? ૨. તો પછી, અધ્યવસાય વગેરેનું એક જ બળ આઠ પરિણામ કેમ ઉત્પન્ન કરી શકે? ૩. એક જ કરણમાંથી ઉત્પન્ન થતાં જુદાં જુદાં કાર્યોની જુદી જુદી પાત્રતાને લીધે જુદી જુદી થતી અસરના બે ચાર નવા દાખલા આપો. Page #139 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૧મો અબાધાકાળ એક તો, આપણે ત્રીજા પાઠમાં સ્થિતિબંધ વિશે શીખી ગયા છીએ, પરંતુ ક્યા કર્મનો સ્થિતિબંધ કેટલો થાય? તેનું લિસ્ટ સમજાવવાનું આગળ ઉપર રાખ્યું છે. બીજું, બંધનકરણથી બંધાયેલી સ્થિતિમાં અપવર્તનાકરણથી ઘટાડો, તેમ જ ઉદ્વર્તનાકરણથી વધારો પણ થાય છે. એ પણ તમે શીખી ગયા છો. પરંતુ, ધારો કે, એક માણસે હાસ્ય ઉત્પન્ન કરે તેવું કર્મ બાંધ્યું, અને તેની સ્થિતિનો તે વખતે નિયમ થઈ પણ ચૂક્યો. અને ધારો કે, સ્થિતિ લગભગ એક વર્ષની નક્કી થઈ ચૂકી. પરંતુ, તેનો શો અર્થ ? તેનો અર્થ એ જ કે, એક વર્ષ પછી તે માણસને હસવું આવે. ને પછી ? પછી તો મારા ધારવા પ્રમાણે, એક વર્ષની મુદત સુધી રહી શકે તેવા એ કર્મપ્રદેશો, મુદત પૂરી થતાં, તેમજ જે ફળ બતાવવાનું હતું તે બતાવ્યા પછી, આત્મા સાથે રહી જ કેમ શકે ? તેથી, તે બધી વર્ગણાઓ આત્માથી જુદી જ પડી જતી હોવી જોઈએ. મારી સમજમાં એમ આવે છે. પછી તો હોય, તે ખરું. બરાબર, બરાબર. તમારું સમાધાન બરાબર છે. પરંતુ હાસ્ય કર્મ બંધાયા પછી, માણસને હસવું આવ્યું, ત્યાં સુધી એ હાસ્યકર્મની દશા શી થઈ હશે ? Page #140 -------------------------------------------------------------------------- ________________ અબાધાકાળ ૧૧૫ એનો ઉત્તર હું નહીં આપી શકું, આપ સમજાવો. બહુ જ ધ્યાંનથી સમજજો. નહીંતર, વિષય ખ્યાલમાં નહીં રહે. સાંભળો : કર્મનો અમુક એક ભાગ લો, અને તેની શી દશા થાય ? તે આપણે વિચારીએ : દાખલા તરીકે—ધારો કે, હાસ્યકર્મ લઈએ. તે કર્મ જે સમયે બંધાયું, ત્યાંથી અસંખ્ય સમય સુધી–એક આવલિકા સુધી—તેમ જ બંધ થવાથી જ એ અવસ્થામાં—તે પડ્યું રહે છે. કેમ જાણે—પકડાવાથી ગભરાયું હોય તેમ, બંધનકરણના ઝપાટાથી મૂર્છિત થઈ ગયું હોય, એમ પડ્યું રહે છે. એક આવલિકા પૂરી થતાં જ ઝપાટાબંધ બંધનકરણના ઝપાટામાંથી છૂટું પડી, બીજા સંક્રમણ, ઉર્તના, અપવર્તના, ઉદીરણા, વગેરે કરણોમાંનાં કોઈ પણ કરણોના ઝપાટામાં આવે છે, અને દરેક કરણના બળ પ્રમાણે બંધ વખતના સ્વરૂપ કરતાં પ્રકૃતિ, સ્થિતિ, રસ, અને પ્રદેશ વગેરેમાં ફેરફાર થવા હોય, તે થવા લાગે છે. આવી રીતે અનેક કરણોના ઝપાટા લાગી લાગી તેમાં ફળ આપવા લાયક શક્તિ ઉત્પન્ન થાય ત્યાં સુધી એ કર્મ એમને એમ નિષ્ક્રિય પડ્યું રહેતું નથી, પરંતુ તેના ઉપર કોઈ ને કોઈ કરણથી અસર ચાલુ જ હોય છે. એક તપેલીમાં દૂધ ગરમ મૂકી, નીચે બરાબર જોઈએ તે પ્રમાણે તાપ સળગાવો ને પાસે બેસી ધીમે ધીમે હલાવો, તથા ઉપર એક તાસક ઢાંકી ઘો. હવે બરાબર તાપ થયા પછી દૂધની સ્થિતિ શી થાય છે ? તે બરાબર તપાસ રાખજો ને તેની નોંધ રાખજો. બહુ સારું. તેમ કરી જોતાં તેની નોંધ નીચે પ્રમાણે થાય છે. ૧. પ્રથમ, જ્યારે તાપની આંચ લાગી, ત્યારે દૂધમાંથી સહેજ સહાજ વરાળ નીકળવા લાગી. ૨. પછી, થોડી વધારે વાર થયા પછી તાસક ઉઘાડી જોયું, તો વધારે વરાળ નીકળતી જણાઈ અને કેમ જાણે, દૂધમાં વધારો થયો હોય, તેમ લાગતું હતું. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કર્મ-વિચાર ભાગ-૨ ૩. પછી મેં તાસક ઢાંકી થોડી વાર થઈ તેવામાં એકાએક ઊભરો આવ્યો, અને દૂધ બહાર ઊભરાઈ જવા લાગ્યું, તે વખતે સંભાળ રાખીને મેં તાસક ઉપાડી લીધી ન હોત, તો તપેલીમાં દૂધ રહેત કે કેમ ? બહુ જ થોડું રહેત. ઠીક, ભાઈ ! ઠીક. નોંધ તો ઠીક રાખી છે, આ નોંધ બરાબર યાદ રાખજે. કારણ કે, તે દાખલાથી બેત્રણ મુદા મારે તમને સમજાવવાના છે, તે સમજાવવા ઠીક પડશે. ૧. ઊભરો આવ્યા પહેલાં દૂધમાં કોઈ જાતની ક્રિયા નહોતી થતી, એમ તો નહીં જ. ૨. પણ ગરમ થવાની ક્રિયા જરૂર શરૂ થઈ ચૂકી હતી. ૩. એ ક્રિયા પૂરી થઈ, કે તુરત વરાળ નીકળી અને ઊભરો આવ્યો. ૪. “ જો ગરમ થવાની ક્રિયા પહેલાથી જ ન થઈ હોત, તો ઊભરો ન જ આવત. ૫. એટલે ઊભરો આવ્યા પહેલાં, પાક (ગરમ) થવા માટે થોડા વખતની જરૂર હતી. ૬. જો તેમ ન હોય, તો ચૂલા ઉપર મૂકતાંની સાથે જ ઊભરો આવી જવો જોઈતો હતો. તેવી જ રીતે, બંધનકરણથી છૂટું પડેલું કર્મ, તરત જ ફળ આપી શકતું નથી. પરંતુ ફળ આપવા લાયક થતાં પહેલાં કેટલોક વખત બીજી અનેક ક્રિયાઓ-કરણોની અસરોમાંથી તેને પસાર થવું પડે છે. અને તેને માટે વખત પણ જરૂર લાગે જ. હવે વિચારો કે, એક વર્ષની સ્થિતિનું હાસ્યકર્મ બાંધ્યું, તેનો અર્થ એ થયો કે બાંધવાના વખતથી માંડીને એક વર્ષમાં તે ભોગવાઈને આત્મપ્રદેશોથી છૂટું પડી જાય. પરંતુ બંધાયા પછી એકાદ મહિનો તેના ઉપર બીજાં કરણોની અસર થાય, ત્યારે તે ફળ બતાવવા લાયક બને અને જ્યારે ફળ બતાવવા લાગે, ત્યારે એકાદ મહિના પછી, ને બાર મહિના પૂરા થતા સુધી હસવું આવે. Page #142 -------------------------------------------------------------------------- ________________ અબાધા કાળ ૧૧૭ પરંતુ શરૂઆતના પાકને માટે જે મહિનો ગયો, તેને અબાધાકાળ ક્ય છે. જેમ, ઊભરો આવતાં પહેલાંની-દૂધના ગરમ થવાના વખતની સ્થિતિ. કહેવાનો મતલબ એવો છે કે ૧. અબાધાકાળ પસાર થયા વિના કર્મ ઉદયમાં આવે નહીં. ૨. અબાધાકાળ વખતે કર્મ નિષ્ક્રિય પડ્યું હોય છે, તેમ નથી. ૩. પણ તેના ઉપર અનેક રીતે કરણની અસર ચાલુ હોય છે. કયા કર્મનો અબાધાકાળ કેટલો છે ? તેનું લિસ્ટ આગળ ઉપર આપીશું. હાલ એટલું જ સમજી રાખો કે, દરેક કર્મને અબાધા કાળ હોય છે. અને તે ઓછોવતો પણ હોય છે. અસંખ્ય સમયની એક આવલિકા થાય છે. અને એક મુહૂર્તની આવલિકા ૧,૬૭,૭૭, ૨૧૬ થાય છે. મુહૂર્ત એટલે બે ઘડી (૪૮ મિનિટ) આવલિકા એટલે ૪૮ મિનિટનો ૧,૬૭,૭૭, ૨૧૬ મો ભાગ : તેટલા વખતને આવલિકા કહે છે. એક મિનિટનો, ૩,૪૯, પર૫ મો ભાગ : તે આવલિકા. આ ગણતરી બરાબર યાદ રાખવી. કર્મ બંધાયા પછી એક આવલિકા સુધી એમને એમ પડ્યું રહે છે. તેમાં ફેરફાર થતો નથી. તે બંધાવલિકા કહેવાય છે. કર્મ બાંધતા એક સમય લાગે છે. પરંતુ એક આવલિકા સુધી એ જ સ્થિતિમાં કર્મ રહે છે. તેથી તેને બંધાવલિકા કહે છે. કર્મ બંધાયા પછી, ને ઉદયમાં આવવાની શરૂઆત ન થાય, ત્યાં સુધીના વખતને અબાધાકાળ કહે છે. કોઈપણ જાતની ખાસ બાધા જેટલા વખત સુધી ન થાય, તેટલા વખતને અબાધાકાળ કહેવાય છે. પ્રશ્નો ૧. અબાધાકાળ એટલે શું? ૨. અબાધાકાળની શરૂઆત ક્યારે થાય? ૩. અબાધાકાળ થવાનું કારણ ? Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કર્મ-વિચાર ભાગ-૨ ૪. અબાધાકાળ પૂરો થયા પછી કર્મની શી સ્થિતિ થાય ? ૫. આવલિકા એટલે શું ? ૬. આવલિકા એક મિનિટનો કેટલામો ભાગ ? ૭. મુહૂર્ત એટલે ? ૮. બંધાવલિકા એટલે ? Page #144 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૨મો નિષેક અને ઉદયાવલિકા અબાધાકાળ પૂરો થતાંની સાથે જ પોતાનું બળ-ફળ-બતાવવા અધીરું થઈ રહેલું કર્મ, એકદમ કરણોના ઝપાટામાંથી છૂટીને, ફળ બતાવવાના માર્ગ તરફ દોડે છે. એ માર્ગ પણ એક આવલિકાના વખત જેટલો ગોઠવાય છે, તેથી તેને ઉદયાવલિકા કહે છે. ઉદયમાં આવવાના કાર્યક્રમનો એક આવલિકા જેટલો નિયત વખત, તે ઉદયાવલિકા. દાખલા તરીકે હાસ્યકર્મના અબાધાકાળનો મહિનો પૂરો થતાંની સાથે જ કરણોના પ્રપંચમાંથી છૂટેલું તે કર્મ, બીજો મહિનો બેસતાંની સાથે જ હસાવવાનું ફળ બતાવવા લાગે છે, એટલે કે તે માણસને હસવું આવવા લાગે છે. અબાધાકાળ પૂરો થતાંની સાથે જ એક આવલિકા સુધી જેટલા કર્મપ્રદેશો આવે, તેટલાને ફળ બતાવવા દે, તેટલા વખતને ઉદયાવલિકા કહે છે. પરંતુ ફળ તો અગિયાર મહિના ભોગવવાનું છે. એટલે એક આવલિકા પૂરી થતાં બીજી શરૂ થાય, એમ ને એમ અગિયાર મહિના સુધી ચાલ્યા કરે. ને કેટલીયે ઉદયાવલિકાઓ પસાર થાય. - ઉદયાવલિકા એ કર્મોનો બહાર પડવાનો–ઉદયમાં આવવાનો માર્ગ છે. જેમ જેમ કર્મ ઉદયાવલિકામાં આવતાં જાય, અને ફળ બતાવતાં જાય, તેમ તેમ તે આત્મપ્રદેશોથી જુદા પડતાં જાય છે–ખરી પડતાં જાય છે. ત્યારપછીનું તેનું નામ કર્મ ન કહેવાય. તે કાર્મણવર્ગણા બની રહે છે. કાળુજી ઠાકોરને કારખાનામાં મજૂરી કરવા રાખ્યા, ત્યાં સુધી તે મજૂર ગણાયા. એ કામની નોકરીમાંથી છૂટ્યા એટલે પાછા કાળુજી ઠાકોર Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કર્મ-વિચાર ભાગ-૨ તરીકે હતા, તેમને તેમ ઓળખાવા લાગ્યા. માટીમાંથી ઘડો બનાવ્યો અને ઘડા તરીકે કામ આપ્યું. ત્યાં સુધી, તેનું નામ ઘડો કહેવાયું. ઘડો ફૂટીને તેનાં ઠીકરાં થયાં, અને તે પણ ભાંગીને માટીમાં મળી ગયાં, એટલે પાછું તેનું નામ માટી હતું, તે ચાલુ થયું. એ પ્રમાણે કાર્યણવર્ગણા જે સમયથી આત્મા સાથે ચોંટી, ત્યારથી તે ઠેઠ કર્મ તરીકેનું ફળ બતાવીને આત્માથી ખરી પડી— નિર્જરી ગઈ—જરી ગઈ, ત્યાં સુધી તેનું નામ કર્મ રહ્યું. તેની પહેલાં અને કર્મ મટ્યા પછી તેનું નામ કાર્યણવર્ગણા રહે છે. અગિયાર મહિનામાં આવી ઉદયાવલિકાઓ કેટલી થાય ? ઘણી થાય. ઉદયાવલિકા એટલે શું ? એ તો માલૂમ હશે જ ? હા, જી ! ઉદયાવલિકા એટલે એક આવલિકા સુધી કર્મની ઉદયમાં આવવાની ક્રિયા ચાલુ રહેવી. આવલિકામાં કેટલો વખત થાય છે ? તે ૧૧ મા પાઠમાં સમજીને અમે યાદ રાખ્યું જ છે. બરાબર છે. બીજે મહિનેથી શરૂ થયેલી, ને બારમો માસ પૂરો થતાં સુધી ઘણી ઉદયાવલિકાઓ થઈ જાય છે, અને તે બધી ઉદયાવલિકાઓમાં કર્મનો ઉદય ચાલુ જ હોય છે. આ આખા ઉદયકાળને નિષેક કહે છે. બાર મહિનાની સ્થિતિના બાંધેલા કર્મનો એક મહિનો અબાધા કાળનો જાય, ને બાકીના અગિયાર મહિના રહ્યા, તે નિષેક-કાળ—કર્મનો ઉદય કાળ—— કહેવાય. અહીં એક વાત સમજવા જેવી છે, અને તે એ છે કે, અબાધા કાળમાંથી છૂટેલું કર્મ ઉદયાવલિકામાં પ્રવેશ કરવા એકદમ જોસબંધ ધસે છે, તે વખતે શરૂઆતમાં કર્મનો સૌથી વધારે જોસ-વેગ હોય છે, તેથી પહેલી ઉદયાવલિકામાં કર્મના ઘણા પ્રદેશોનો જથ્થો આવી પડે છે. પછી જેમ જેમ વખત જતો જાય છે, તેમ તેમ તેનો વેગ ઓછો ઓછો થતો જાય છે. છેવટે, બારમા મહિનાની છેલ્લી આવલિકામાં જોસ તદ્દન ઘટી ગયો હોય છે, એટલે કે કર્મનો તદ્દન ઓછો ભાગ–ઓછા પ્રદેશો—તેમાં પ્રવેશ કરે છે. આ રીતે વિચારતાં, આખા નિષેક દરમ્યાન ઉદયમાં આવેલા કર્મના Page #146 -------------------------------------------------------------------------- ________________ નિષેક અને ઉદયાવલિકા ૧૨૧ જથ્થાના સમૂહોનો આકાર ગોપુચ્છ—ગાયના પૂંછડા પ્રમાણે થાય છે. પહેલી ઉદયાવલિકાથી માંડીને છેલ્લી ઉદયાવલિકા સુધીના આખા નિષેકનો આકાર તપાસશો, તો ગોપુચ્છ જેવો જણાશે. શરૂઆતમાં પહોળો ગોળ અને છેવટે સાંકળો ગોળ જણાશે. ગોપુચ્છનો આકાર એ પ્રમાણે હોય છે. નિષેકની પહેલી ઉદયાવલિકામાં સૌથી વધારે પ્રદેશો આવે છે, પછી ઓછા ઓછા થતાં થતાં છેવટે ઘણા જ ઓછા થઈ જાય છે. તેથી, પ્રદેશના ઓછા વધતાપણાને લીધે ઉપર સૂચવેલો આકાર થાય છે. ૧. અનાજની કોઠીનું છિદ્ર ખૂલતાંની સાથે જ એકાએક અનાજ બહાર ધસી આવે છે, તેમાં પ્રથમ અનાજ ઘણું બહાર આવે છે, ને પછી ઓછું ઓછું આવે છે. ૨. દૂધનો ઊભરો પ્રથમ એકાએક આવે છે. ૩. નિશાળમાંથી નિશાળીઆ ટે છે, ત્યારે શરૂઆતમાં એકાએક મોટું ટોળું બહાર ધસે છે, પછી ધીમે ધીમે ઓછા થતા જાય છે, છેવટે થોડા રહે છે, ને છેવટે નિશાળનો ઓરડો ને ચોક ખાલી થઈ જાય છે. ૪. બંદૂકની નળીરૂપ અબાધામાંથી છૂટી થયેલી ગોળીનો વેગ પ્રથમ ઘણો હોય છે, પછી ધીમે ધીમે વેગ ઘટતો જાય છે. ૫. જેમાં પૂરો ગર્ભપાક થયો હોય, તેવાં વાદળાંમાંથી પાણીનાં ફોરાં પ્રથમ જેટલા જોસથી અને તેમાં વધારે પ્રમાણમાં પાણી પડે છે, તેના કરતાં પછી જોસ ઓછો હોય છે, અને પાણી પડવાનું પ્રમાણ પણ ઓછું થાય છે. નિષેક એટલે છાંટવું, સિંચવું, વરસવું અને તેનો એવો શબ્દાર્થ પણ બરાબર છે. નિ+સિગ્ ધાતુ (છાંટવું વગેરે) અર્થમાં. અ પ્રત્યય લાગીને નો લોપ. ઇનો એ. સ્ નો પ્. ફ્ નો ફ્ થવાથી નિષેક શબ્દ થયો છે, કર્મોનો ઉદય માટેનો વરસાદ. એકીસાથે બધાં કર્મો ઉદયમાં આવી જઈ એક જ ઉદયાવલિકા જેટલો નિષેક કેમ ન થાય ? તેનો ખુલાસો વાદળાંના દાખલાથી થઈ જાય Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કર્મ-વિચાર ભાગ-૨ છે. વાદળું બરાબર પાકી ગયું હોય છે. ભરપૂર પાણીથી ભરેલું કાળું જણાય છે, પરંતુ જ્યારે તે વરસવા–નિષેક કરવા માંડે છે ત્યારે એકીસાથે ઢગલો થઈ પડતું નથી. પણ શરૂઆતમાં એકદમ ઘણાં ફોરાંઓ જોસબંધ પડે છે, ને પછી પણ ફોરાં પડવાનો તે પ્રવાહ ચાલુ રહે છે. એમ ક્રમે ક્રમે વરસીને વાદળું ખલાસ થાય છે. તેમાં પ્રથમ વેગ વધારે હોય છે, ને ફોરાં પણ ઘણાં પડી જઈ, પાણી પણ વધારે પડે છે. પછી ધીમે ધીમે વેગ ઘટતો જઈ ઓછાં ઓછાં ફોરોને ઓછું ઓછું પાણી પડે છે. આ વાત બરાબર ઘટતી નથી. કેમ ? ઘણી વખત એવું જોવામાં આવે છે કે, એકાએક વાદળું ચડી આવી ફોરાં પડવા માંડે છે, પાછળથી થોડો વખત થયા પછી તેથીયે વધારે વેગમાં અને વધારે ફોરો પડવા લાગે છે. તમારી વાત છે તો બરાબર પરંતુ જ્યારે પાછળથી વધારે ફોરાં પડવા માંડે છે, ત્યારે તેમાં બીજું વાદળું ભળેલું હોય છે, તે પણ તે વખતે સાથે વરસે છે, અથવા તેમાં પવનનો વેગ વધવાથી ફોરામાં ઉદીરણા થાય છે. એટલે આપણને વધારે પડતાં લાગે છે. પણ જ્યારે પ્રથમનું કે સાથે ભળેલું વાદળું એકલું વરસે, તો તે શરૂઆતમાં ઘણાં ફોરાંઓનો નિષેક કરે, અને પછી ધીમે ધીમે તેમાં ઘટાડો થતો જાય, માટે છેલ્લે ઓછાનો નિષેક કરે. વરસાદનું દષ્ટાન્ત અહીં આખા વિષયમાં બહુ જ આબેહૂબ બંધબેસતું હોય, એમ જણાય છે. નિષેક : વરસાદનો કર્મનો ૧. સૂર્યના તાપથી પાણીના સ્કૂલમાંથી ૧. પરમાણુઓ અને પરમાણુઓના આકાશમાં ઊડી શકે કે, અધ્ધર ચડી બનેલા સ્કંધોમાંથી કર્મને યોગ્ય કાર્મણશકે તેવાં કેટલાક અને પરમાણુઓના વર્ગણાઓને યોગ અને અધ્યવસાયના સૂક્ષ્મ પરિણામ વરાળરૂપે તૈયાર થાય બળથી પોતાની તરફ ખેંચીને જીવ Page #148 -------------------------------------------------------------------------- ________________ નિષેક અને ઉદયાવલિકા ૧૨૩ છે અને તે વાયુના જોરથી અધ્ધર પોતાની સાથે મેળવી દે છે તેને કર્મબંધ ચડે છે. કહે છે. ૨. આકાશમાં ચડ્યા પછી, તેના અસર ૨. પછી, તેમાં જુદાં જુદાં કરણોની ઉપર હવા, પ્રકાશ, પવન, ગરમી, અસરોઅમુક વખત સુધી થાય છે, ને તે વગેરેથી બનેલા વિચિત્ર વાતાવરણની કર્મ ઉદયમાં આવવા લાયક થાય, ત્યાં અસર સતત ચાલ્યા કરે છે, અને સુધી તેમાં અનેક અસરોને ફેરફારો વાદળાંરૂપે થયેલી વરાળ આમથી થાય છે. આત્માના ચાલુ વિચિત્ર તેમ ફર્યા કરે છે. તે વરાળનું પાણીને વાતાવરણની પરિસ્થિતિની અસર લાયક રૂપાંતર થવા લાગે છે. તેને બરાબર થાય છે, તે વખતને અબાધાગર્ભકાળ કહે છે. કાળ કહીએ છીએ. લાયકાતની તૈયારી થાય છે. ઉદયમાં આવી શકતું નથી. ઉદયાવલિકાની બાધા તેને નડતી નથી. ૩. પછી બરાબર પાણી થતાં એકા- ૩. પછી એકદમ જોસથી કર્મ ઉદયમા એક તે વાદળું ધસી પડે છે, છતાં તે આવે છે, ને ઘણા કર્મપ્રદેશો શરૂએકાએક ઢગલો થઈ વરસતું નથી, આતમાં ઉદયમાં આવી જાય છે, પછી પણ કલાક બે કલાક અથવા અમુક ધીમે ધીમે ઓછા થતા થતા ઉદયમાં દિવસોમાં વરસીને ખલાસ થાય છે. આવી ગયા પછી, જીવથી જુદા પડી તેને વરસાદકાળ કહે છે. જાય છે. ઉદયમાં ધીમે ધીમે આવે છે, પરંતુ એકદમ એક જ ઢગલે ઉદયમાં આવી જતા નથી. આને નિષેકકાળ કહે છે. ૪. તે વરસેલું પાણી જમીનમાં નદી, ૪. ઉદયમાં આવી, ફળ બતાવી છૂટી નાળાં કે સમુદ્રમાં ભરાઈ જાય છે. પડી ગયેલી કાર્મણવર્ગણા વાતાવવળી વરાળ બનીને ઉપર પ્રમાણે રણમાં ભળી જાય છે અને ફરીથી તેનો ક્રમ ચાલુ રહે છે. વળી અધ્યવસાય અને યોગના બળથી જીવ તેનેય કદાચ ગ્રહણ કરે ને કર્મ બનાવે છે. ઉપરનું દૃષ્ટાંત બરાબર મનથી વિચારશો, એટલે કર્મના સંબંધમાં બનાવ છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કર્મ-વિચાર ભાગ-૨ : જ્ઞાન વધારે સંસ્કારી, અને અભ્યાસ વધારે પાકો થશે. યાદ રાખજો કે, ઉદયાવલિકામાં આવેલા કર્મ ઉપર કોઈપણ કરણની અસર પડતી જ નથી. જ્યાં સુધી કર્મ ઉદયાવલિકામાં પ્રવેશ ન પામ્યું હોય, ત્યાં સુધી તેના ઉપર કરણોની અસર પહોંચાડી શકાય છે. જો કોઈપણ કર્મ : ભયંકર અસર ભોગવવી પડે તેવું બાંધ્યું હોય, છતાં જો ઉદયાવલિકામાં પ્રવેશ થતાં પહેલાં તેના પર, સારું વર્તન રાખી કરણની અસર પહોંચાડીએ, તો તેમાંથી વખત-મુદત અને રસ બન્નેય ઘટે છે, અથવા તદ્દન નાશ થઈ, તે કર્મપ્રદેશો બીજા જ કર્મપ્રદેશોમાં ભળી જઈ સંક્રમ થઈ, બીજાની સાથે જ બીજારૂપે જ ભોગવાઈ જાય છે. એટલે ઉદયાવલિકામાં પ્રવેશ થયા પહેલાં હજુ કંઈક આપણા હાથમાં બાજી રહે છે. જો આપણું વર્તન સારું હોય, તો ભયંકર કર્મ પણ આપણા ઉપર પોતાની ભયંકર અસર ઉપજાવી શકતું નથી. અને જો આપણું વર્તન દષ્ટ હોય, તો ઓછું ભયંકર કર્મ પણ વધારે ભયંકર બનીને ઉદયાવલિકામાં પ્રવેશ કરે છે. એટલે ભયંકર ફળરૂપે પણ તેને ભોગવવું પડે, એવો પ્રસંગ બને છે. નિષેકમાં પહેલી ઉદયાવલિકામાં કર્મોનો જથ્થો વધારે આવે છે, પછીની ઉદયાવલિકાઓમાં ઓછા ઓછા આવે છે, તેનું કારણ તો હવે સમજ્યા હશો જ. પરંતુ પછી પછી કેટલા કેટલા ઓછા આવે છે ? તેનું લિસ્ટ આગળ ઉપર સમજાવીશું. પ્રશ્નો ૧. નિષેક એટલે શું ? ૨. નિષેકની શરૂઆત ક્યારથી થાય ? ૩. નિષેક પહેલા કર્મની શી દશા થાય ? ૪. અબાધાકાળ અને નિષેક એ બેનો જુદો જુદો અર્થ સમજાવો. ૫. ઉદયાવલિકા એટલે શું ? ૬. નિષેકકાળનું બીજું નામ શું આપી શકાય ? ૭. નિષેકકાળ દરમ્યાન કેટલી ઉદયાવલિકા થાય ? Page #150 -------------------------------------------------------------------------- ________________ નિષેક અને ઉદયાવલિકા ૧૨૫ ૮. એક ઉદયાવલિકાના વખતનું માપ કહો? ૯. કર્મનો ઉદય એટલે શું? ૧૦. પહેલી ઉદયાવલિકામાં કેટલા કર્મપ્રદેશો હોય? ૧૧. બીજી, ત્રીજી એમ અનુક્રમે છેલ્લી ઉદયાવલિકામાં પ્રદેશોનો પ્રવેશ કેવા ક્રમથી હોય? ૧૨. એવો ક્રમ હોવાનું કારણ શું? ૧૩. ઉદયાવલિકામાં પ્રવેશેલા કર્મ ઉપર કયા કયા કરણની અસર થાય? ૧૪. નઠારા કર્મને ભયંકર ફળ આપતાં અટકાવવાનું ક્યાં સુધી શક્ય રહે ૧૫. નિષેકનો શબ્દાર્થ કરો. ૧૬. ઉદયાવલિકામાં પ્રવેશ પામી ફળ બતાવ્યા પછી કર્મની શી દશા થાય? ને તેનું નામ શું પડે ? ૧૭. સારું કર્મ ક્યાં સુધી નઠારું બની શકવાનો સંભવ રહે ? Page #151 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૩મો સત્તા આવો, આવો. જરા શાંતિથી બેસો, ને કહો તો ખરા, કે આજ સુધીમાં કર્મવિચાર' સંબંધી તમે શું શીખ્યા ? પ્રથમ કાર્મણવર્ગણાનો ને આત્માનો સંબંધ થયો, ત્યારે તેનું નામ કર્મ પડ્યું. ત્યાર પછી, તેમાં અનેક કારણોની અસર થઈ, ને છેવટે અબાધાકાળ પસાર થયો, પછી નિષેક શરૂ થયો. અને તેમાં તે કર્મ ક્રમે ક્રમે ભોગવાઈને આત્મપ્રદેશોથી છૂટું પડતું ગયું. છેવટે, એ કર્મ પૂરું ભોગવાઈ ગયું, અને નિષેકકાળ પૂરો થયો. કર્મ મટી ફરીથી તે પહેલા જેવી કાર્મણવર્ગણા હતી, તેવી થઈ ગઈ. અર્થાત્ આત્માનો ને કાર્મણવર્ગણાનો સંબંધ જ્યારથી થયો, તે ઠેઠ જયાં સુધી કાર્મણવર્ગણા જુદી પડી, ત્યાં સુધી, તેનું નામ કર્મ કહેવાય. અને જ્યાં સુધી તે કર્મ કહેવાયું, ત્યાં સુધી જ કર્મ તરીકે આત્મા સાથે તેની વિદ્યમાનતા સત્તા ગણાય. તે પહેલાં અથવા તે પછી તે કર્મ તરીકે રહેતું નથી, અને આત્મા સાથે પણ તે લાગેલું હોતું નથી. તે વખતે તેની કર્મ તરીકેની સત્તા–આત્મા સાથે વિદ્યમાનતા હોતી જ નથી. આ ઉપરથી, જ્યાં જ્યાં આગળ ઉપર પણ સત્તા શબ્દનો વ્યવહાર કરવામાં આવે, ત્યાં ત્યાં દરેક ઠેકાણે આત્મા સાથે કાર્મણવર્ગણાનો સંબંધ થયો ત્યારથી, તે તેનો સંબંધ છૂટી જાય ત્યાં સુધીના કર્મની સ્થિતિ-વખતલેવો. બંધ થયો ત્યારથી કર્મની સત્તાવિદ્યમાનતા શરૂ થઈ. અબાધાકાળ, કરણોની અસર, ઉદયાવલિકા નિષેક એ બધું સત્તામાં જ થયું ગણાય. ધારો કે, એક માણસે હાસ્યકર્મ બાંધ્યું, અને રતિકર્મ (આનંદ આપે Page #152 -------------------------------------------------------------------------- ________________ સત્તા ૧૨૭ એવું કર્મ) પણ બાંધ્યું. તે બન્નેયની સ્થિતિનો નિયમ એક વર્ષનો થયો હોય, અને વર્ષ પૂરું થઈ, જ્યાં સુધી તે કર્મ આત્માથી છૂટાં ન પડે, ત્યાં સુધી તે બન્નેય કર્મની સત્તા ગણાય. હવે કદાચ રતિકર્મ હાસ્યકર્મમાં સંક્રમણકરણના બળથી સંક્રમી જાય, તો બંધ બન્નેયનો ગણાય, પણ સંક્રમ પછી સત્તા એકલા હાસ્યકર્મની જ ગણાય. અને ઉદય તથા નિષેક પણ હાસ્યકર્મનો જ થવાનો. તેથી હસવું આવે, ને રતિ-આનંદ ઉત્પન્ન ન થાય.પરંતુ સંક્રમ્યા પહેલાં બન્નેયની, ને પછી એકની સત્તા ગણાય. વળી, દુનિયાનો ખોટો ખ્યાલ બેસે તેવું મિથ્યાભાન કરાવનાર (મિથ્યાત્વદર્શનમોહનીય) કર્મ બાંધ્યું હોય, તેના ઉપર ઉપશમના, સંક્રમણાદિક કરણોની અસર થવાથી : ૧. તે કર્મનો અમુક ભાગ તદ્દન ઝાંખું મિથ્યાભાન કરાવે, તેવો બની જાય છે. ૨. તે કર્મનો અમુક એક ભાગ મધ્યમ-મિથ્યાભાન કરાવે, તેવો બની જાય છે. ૩. અને તે કર્મનો અમુક એક ભાગ તદ્દન મિથ્યાભાન કરાવે, તેવો બાકી રહે છે. એમ એક કર્મના ત્રણ ભાગ પડી જાય છે. તે વખતે બંધ તો માત્ર એકલા મિથ્યાત્વદર્શનમોહનીયકર્મનો જ થયો હતો. પણ તેના ત્રણ ભાગ પડી ગયા. તે ભાગો ઉદયમાં ફળ બતાવતી વખતે પણ જુદી જુદી અસર ઉપજાવશે. તેથી બંધમાં કર્મ એક હોવા છતાં સત્તા ત્રણ કર્મની ગણાય. (૧) ઝાંખું મિથ્યાભાન કરાવનાર કર્મ. (૨) મધ્યમ મિથ્યાભાન કરાવનાર કર્મ. (૩) તદ્દન મિથ્યાભાન કરાવનાર કર્મ. એ ત્રણેય કર્મની સત્તા ગણાય, અને બંધ માત્ર એકલા મિથ્યાભાન કરાવનાર કર્મનો જ ગણાય. આ રીતે, બંધાયેલાં કર્મોની અને સત્તામાં રહેલાં કર્મોની સંખ્યામાં કરણોને લીધે ફેર પડે છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ ઉપર થશે. અમોએ ઉદાહરણ તરીકે હાસ્યકર્મના બંધ, અબાધા, ઉદયાવલિકા, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મ-વિચાર ભાગ-૨ નિષેક વગેરે બતાવ્યાં છે. પરંતુ, બીજા દરેક કર્મને માટે સામાન્ય રીતે એ પ્રમાણે સમજી લેવાનું છે. એક વર્ષ અને એક મહિનાનો વખત પણ માત્ર સમજાવવાને માટે જ આપ્યો છે. હાસ્યકર્મનો સ્થિતિબંધ અને અબાધાકાળ ચોક્કસ કેટલા છે ? તે દરેકનો વિચાર કર્મના સ્થિતિબંધ અને અબાધા કાળના લિસ્ટમાં આવશે, ત્યારે ચોક્કસ સમજાશે. કેટલા કર્મની સત્તા હોય? ને કયા કર્મનો સત્તાકાળ કેટલો હોય? તે પણ આગળ ઉપર સમજાવીશું. સત્તા શબ્દનો શબ્દાર્થ નીચે પ્રમાણે થાય છે. અર્સ, હોવું ધાતુ + અત્ વર્તમાન કૃદંતનો પ્રત્યય. અસ ના શરૂઆતના અનો લોપ થાય છે. સદ્. સતોભાવઃ સત્ + તાસત્તા. ભાવ અર્થમાં તો પ્રત્યય લાગીને શબ્દ બને છે. તેનો અર્થ-વિદ્યમાનતા-હોવાપણું થાય છે. પ્રશ્નો ૧. કર્મ અને કાર્મણવર્ગણા એટલે શું. ? ૨. કર્મ નામ ક્યારે ગણાય? અને કાશ્મણવર્ગણા ક્યારે ગણાય ? ૩. સત્તા એટલે ? ૪. સત્તાં ક્યાં ? અને કોની ? પ. બંધમાં અને સત્તામાંની કર્મ સંખ્યામાં ભેદ પડવાનું કારણ શું? ૬. અમુક કર્મનો બંધ થયો હોય, છતાં તેની સત્તા ન હોય, એવું ક્યારે બને ? ૭. અમુક કર્મનો બંધ ન થયો હોય છતાં તેની સત્તા હોય, એવું ક્યારે બને? દાખલા સાથે સમજાવો. ૮. કર્મની સત્તા ક્યારથી શરૂ થાય? અને કયારે પૂરી થઈ ગણાય. ૯. સત્તા દરમ્યાન કર્મ ઉપર શા શા બનાવો થાય ? તે વિગતવાર સમજાવો. ૧૦. પહેલા ભાગમાં કર્મ વિશે મુખ્ય શું શીખ્યા? અને બીજા ભાગમાં મુખ્ય શું શીખ્યા ? તે ટૂંકામાં જણાવો. બીજી કઈ કઈ બાબતો વચ્ચે વચ્ચે સમજ્યા? તે પણ વિગતવાર જણાવી જાઓ જોઈએ. ૧૧. સત્તા શબ્દનો શબ્દાર્થ શો થાય? તે આવડતો હોય તો કહો. Page #154 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૧૪મો સંગ્રહ વિદ્યાર્થીઓ ! બીજો ભાગ પૂરો થવા આવ્યો છે, પરંતુ તેમાં સમજાવેલું બધું બરાબર યાદ છે કે ? હા. જી ! એમ? ત્યારે તો આજ નવો પાઠ બંધ રાખી, તમે કેવું યાદ રાખ્યું છે? એ જ તપાસીએ, તો કેમ ? ઘણું સારું. અમારી પણ એ જ ઇચ્છા છે. ઠીક, ઠીક. ત્યારે તો હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રી-કર્મ એટલે ? ઉ0-આત્મા સાથે ચોટેલી કાર્મણવર્ગણા. પ્રવ-આત્મા સાથે કામણવર્ગણા કેમ ચોટતી હશે? ઉ0-આત્મામાં યોગ ઉત્પન્ન થાય છે. તેથી આત્મા પોતાની જગ્યાએ રહેલી કાર્મણવર્ગણાને પોતાની સાથે મેળવે છે. પ્રવે-સાથે મેળવે છે.” એટલે શું? ઉ-આત્મા પર અસર કરે, તેવા સંસ્કાર, તે આવેલી કાર્મણવર્ગણામાં ઉત્પન્ન કરે છે. તેનો સંબંધ તો જૂનાં કર્મો સાથે થાય છે. પ્રહ-કાશ્મણવર્ગણા કર્મરૂપે કેમ બને છે? ઉતેમાં પરિણામ પામવાનો સંયોગ પામવાનો સ્વભાવ છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કર્મ-વિચાર ભાગ-૨ પ્ર-પરમાણુઓ પરસ્પર કેમ ચોંટતા હશે ? ૩૦-પરમાણુઓમાં સ્નેહ-ચીકાશનો ગુણ હોય છે. તેથીપ્ર-જૂનાં કર્મો સાથે નવાં કર્મો કેમ ચોંટતાં હશે ? ઉ-તે પણ સ્નેહ-ચીકાસને લીધે ચોટે છે. પ્ર-ચીકાસ બાબત કંઈ વિસ્તારથી સમજાવશો ? ઉ-ના. તેનો વધારે વિચાર અમારે આવ્યો જ નથી. પ્ર-જે સમયે, કાર્યણવર્ગણા અને આત્માનો સંબંધ થાય, તે વખતે કુલ કેટલી ક્રિયાઓ થાય ? ઉ-ઘણી ઘણી ક્રિયા થઈ જાય છે, તે નીચે પ્રમાણે : ૧. આત્મામાં યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનક ઉત્પન્ન થાય છે. ૨. કાર્મણવર્ગણા ખેંચાઈને આત્મા સાથે ચોંટે છે. ૩. જૂનાં અને નવાં કર્મ પરસ્પર ચોંટે છે. ૪. દરેકના ભાગ પડી જાય—પ્રદેશબંધ થાય છે. ૫. દરેક ભાગના સ્વભાવ નક્કી થઈ, સ્વભાવ પ્રમાણે નામ પડે પ્રકૃતિબંધ થાય છે. ૬. દરેક પ્રકૃતિનો વખત નક્કી થઈ જાય—સ્થિતિબંધ થાય છે. ૭. દરેક પ્રકૃતિનો જુસ્સો—બળ અસરકારકતા નક્કી થાય—રસબંધ થાયછે. ૮. દરેક પ્રકૃતિનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, અને ભવ નક્કી થાય છે. પ્ર–આ બધું કેટલા વખતમાં બને છે ? ઉ-એક, બે સમયમાં બને છે. પ્ર–આ બધું કરનાર કોણ ? ઉ-યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનકને લીધે આત્મામાં જાગ્રત થયેલા પ્રયત્ન વિશેષ કે જેનું નામ બંધનકરણ છે, તે કરે છે. પ્ર-બંધ થયા પછી કર્મની શી શી દશા થાય ? ઉ-પછી બંધાવલિકામાં પડ્યું રહે. Page #156 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૧૩૧ પ્રવજ્યાં નિશ્રેષ્ટ પડ્યું રહે ? - ઉ0--ના, તેના ઉપર બંધની વ્યવસ્થા માટે બંધનકરણનો ઝપાટો ચાલુ હોય છે. પ્ર-પછી ? ઉ0-પછી, ગમે તેમ તે બીજા કોઈ પણ કરણના ઝપાટામાં આવે છે. પ્રવ-કરણની અસરથી શું થાય ? ઉo-બંધાયેલા કર્મમાં અનેક જાતના ફેરફાર થઈ જાય. પ્રવ-શા ફેરફાર થાય ? ઉ૦-સ્થિતિ તથા રસ ઘટી જાય, વધી જાય, પરસ્પર પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ, સંક્રમી જાય. ઉપશાંત થાય અથવા ઉદીરાય છે. બંધ વખતે ને પછી પણ નિદ્ધત કે નિકાચના પામે છે. પ્ર-પછી, ઉ૦-પછી, આ રીતે અબાધાકાળ પૂરો થાય, એટલે નિષેકકાળ શરૂ થાય. પ્રવ-અબાધા કાળમાં કર્મ નિશ્રેષ્ટ હોય ? ઉ0-ના, તેમાં ઉદયને લાયક તૈયારીઓ ચાલતી જ હોય છે. અને કરણોની અસર ચાલુ હોય છે. પ્રકરણ એટલે ? ઉ0-યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનકનું બળ. પ્રવ-આઠેય કરણનાં નામ અને કાર્ય સમજાવો. ઉ૦- બંધનકરણ : કર્મ બાંધે. સંક્રમણકરણ : કર્મને પરસ્પર સંક્રમાવે. ઉદ્વર્તનાકરણ : સ્થિતિ અને રસ વધારે. અપવર્તનાકરણ : સ્થિતિ અને રસ ઘટાડે. ઉદીરણાકરણ : વખત પૂરો થયા પહેલાં કર્મને ઉદયમાં લાવે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કર્મ-વિચાર ભાગ-૨ ' ઉપશમનાકરણ : કર્મોને શાંત રાખે, એટલે ઉદય, ઉદીરણા, નિદ્ધત અને નિકાચના, એમાંનું કાંઈ પણ ન થવા દે. નિદ્ધતિકરણ : ઉદ્વર્તના, અપવર્તના, સિવાય કોઈપણ કરણની અસર કર્મની ઉપર ન લાગે, એવી કર્મની હાલત કરી મૂકે. નિકાચનાકરણ : કોઈપણ કરણની અસર કર્મ ઉપર ન થાય, એવી હાલતમાં કર્મને મૂકી દે છે. ૧. આપણા શરીરમાં આપણને પણ આવો જ કાંઈક અનુભવ થાય છે : આપણે આપણા હાથમાં લઈને ખોરાકને મોંમાં મૂકીએ, ત્યારથી તેનો સંબંધ-બંધ શરીર સાથે શરૂ થયો, એમ ગણીએ. ' એ ખોરાક ચવાઈને તેના બારીક ટુકડા થઈ હોજરીમાં જાય છે. અને હોજરીની ગરમી લાગીને તેનો રસ થાય છે. રસમાંથી ધાતુઓ બને છે. તેમાંથી ઉપધાતુઓ, મળો વગેરે બને છે. ફરીથી ખાઈએ. ત્યારે પણ તેનું તે જ પ્રમાણે બને છે. છતાં બીજી વખતે ખોરાક લેતી વખતે જૂના ખોરાકમાં જે જે રૂપાંતરો થતાં હોય છે, તેમાં ફેરફાર થવા માંડે છે. ખોરાક વધારે પડતો લેવાય, તો પ્રથમનો ખોરાક ખોટી રીતે આગળ ધકેલાય છે ને ઝાડા થઈ આવે છે. રસનું લોહી ન બનતાં કફમાં રૂપાંતર-સંક્રમણ થાય છે. તાવની ગરમી ઉત્પન્ન થઈ રસ સુકાઈને શોષણ થાય છે. વધારે પ્રવાહી રસ ઉત્પન્ન થઈને હોજરીને આંતરડા પિત્ત અને કફથી ભરાઈ જાય છે. પવન દરેક ચીજોને આમથી તેમ લઈ જાય છે. વમન કે વિરેચન કરે તેવી વસ્તુ ખવાય છે, તો મળોની ઉદીરણા થાય છે. લોહીનું દબાણ વધે છે. તો તે લોહીની ઉદીરણા થાય છે. કોઈ વખતે પિત્તનો ઊભરો આવે છે, પણ તેવી દવા લેવાથી તે શાંત પડી જાય છે. અથવા થયેલ રોગ દવાના જોરથી શાંત પડ્યો રહે છે. દવાનું બળ ઘટતાં, અથવા તેવા નવા સંજોગો મળતાં પાછો રોગ એકાએક ફાટી નીકળે છે. એક જ ખોરાક જુદા જુદા અવયવો, જુદાં જુદાં સ્થાનો, જુદી જુદી ધાતુઓમાં જઈને જુદી જુદી અસર ઉત્પન્ન કરે છે. શરીરમાં થતી તમામ વિવિધ અસરોની અસરો કર્મો ઉપર પણ પડે છે. પિત્તમાં સુદર્શન ચૂર્ણનો રસ ભળીને તે શુદ્ધ થાય છે. કફમાં ગોળ કે કફ કરે તેવી ચીજ ખાવાથી વધારો થાય છે. સૂંઠ કે પીપરીમૂળ લેવાથી કફ શુદ્ધ થાય છે. લંઘનથી પિત્ત ઘટીને શુદ્ધ થાય છે, ને તેનું લોહી પણ બની જાય છે. શરીરમાં થતા વિવિધ ફેરફારો સાથે, કર્મ ઉપર પડતી કરણોની અસરોની વિવિધતા ખૂબ સૂક્ષ્મતાથી ઘટાવી શકાય તેમ હોય છે. અને તે આગળ ઉપર વિસ્તારથી સમજાવીશું. Page #158 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ ૧૩૩ પ્રડ-ઉદયાવલિકા એટલે ? ઉ0-જે વખતમાં કર્મોનો ઉદય ચાલુ રહે, તે વખત. પ્રવ-નિક એટલે ? ઉ૦-અબાધાકાળ પૂરો થયા પછી જ તુરત શરૂઆત થઈ, ઉદયકાળ પૂરો થાય ત્યાં સુધીનો, કર્મનો ઉદયાવલિકામાં પ્રવેશ તે નિષેક. પ્રવ-નિષેક એકધારો હોય છે, કે તેમાં ફેરફાર થાય છે? ઉ૦-નિષેક શરૂ થતાં જ એકદમ કર્મ ઉદયમાં આવે છે, તેથી પ્રથમ ઉદયાવલિકામાં પ્રદેશોનો જથ્થો વધારે આવે છે, પણ ક્રમે ક્રમે, પ્રદેશોનો જથ્થો ઓછો ઓછો થતાં થતાં છેવટે તદ્દન ઓછો થતો હોય છે. પ્રવે-સત્તા એટલે? ઉ૦-વિદ્યમાનતા. કાર્મણવર્ગણાની કર્મ તરીકેની વિદ્યમાનતા. જે સમયે કર્મનો બંધ થાય, ત્યાંથી માંડીને ઉદયની છેલ્લી અવસ્થા સુધી તેનું નામ કર્મ કહેવાય. ત્યાર પછી, તે કાર્મણવર્ગણા કહેવાય છે, જેટલા વખત સુધી કાર્મણવર્ગણા કર્મ કહેવાય છે, તેટલા જ વખત સુધી કર્મની સત્તા કહેવાય છે. પ્ર-સત્તામાં શું શું થાય ? ઉઠ-બંધ, સંક્રમ વગેરે કરણો અબાધાકાળ અને નિષેકરચના, એ બધું સત્તામાં જ થાય છે. પ્રવે-એક મુહૂર્તની આવલિકા કેટલી ? ઉ0-એક કરોડ, સડસઠ લાખ, સિત્યોતેર હજાર, બસે ને સોળ. પ્ર૮-એક મિનિટની આવલિકા કેટલી ? આ ઉ0-ત્રણ લાખ, ઓગણ પચાસ હજાર, પાંચસોને પચીસ લગભગ આવલિકા થાય. પ્ર-જે વખતે એક કરણની અસર ચાલુ હોય છે, ત્યારે બીજા કરણની પણ અસર ચાલુ હોય કે નહીં ? ઉ૦-જે વખતે એક કરણ ચાલુ હોય, તે જ કરણ બીજા કર્મ તરફ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કર્મ-વિચાર ભાગ-૨ બીજી જ જાતના કરણ તરીકે અસર કરે, તેવું વિચિત્રતા ગર્ભિત તે કરણ હોય છે. સારું સારું યાદ તો તો ઠીક રાખ્યું છે. આવી જ રીતે ખ્યાલ રાખશો, તો જરૂર તમે આ વિષયના સારા વિદ્વાન થશો. હવે થોડા જ વખતમાં આપણે ત્રીજો ભાગ ચલાવીશું. ત્રીજા ભાગમાં શું આવશે? તેમાં ઉદય સંબંધી વિશેષ વિચાર આવશે. તેમાં બહુ મઝા પડશે? હા, હા તેમાં તો પૂછવું જ શું ? Page #160 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ-વિદ્યા-પ્રાશ-રશ્મિ-૨ જૈનતત્ત્વજ્ઞાન (૧) [દ્રવ્યાનુયોગ] કર્મ-વિચાર ભાગ : ૩જો [ઉદય] યોજક પ્રભુદાસ બેચરદાસ પારેખ Page #161 -------------------------------------------------------------------------- ________________ मङ्गलम् मङ्गलं भगवान् श्रीवीरः હે શ્રી વીર ! ભારત દેશ વિશે પણ તું એકજ એકજ છો. જોયું વિદેશ વિશે પણ તું એકજ એકજ છો ભૂતકાળ વિશે પણ તું એકજ એકજ છો. વર્તમાનમાં હજુ પણ તું એકજ એકજ છો. માનવી સંપૂર્ણતામાં તું એકજ એકજ છો. સ્વાભાવિક સંપૂર્ણતામાં તું એકજ એકજ છો. નર, વીર, દેવ પણ તું એકજ એકજ છો. તેથી અંતિમ આશ્રય તું એકજ એકજ છો. Page #162 -------------------------------------------------------------------------- ________________ બહિરંગવિચાર પાઠ ૧લો પ્રાણિજસૃષ્ટિ ચાલો, આપણે કર્મનો વિચાર આગળ ચલાવીએ. જી, અમે પણ એ જ ઇચ્છીએ છીએ. આપણે પહેલા તથા બીજા ભાગમાં આત્મા, પરમાણુ, સ્કંધ, વર્ગણા, કર્મ, બંધ, કરણ, અબાધાકાળ, નિષેક, ઉદયાવલિકા, સત્તા વગેરેનો વિચાર કરી ગયા. હા. એ બધી વાતો અમે બરાબર સમજ્યા છીએ, પરંતુ બીજા ભાગમાં તો જાણે સુરંગમાં જ ચાલતા હોઈએ, એવી રીતે જ ચલાવ્યું ગયા છો. હવે કંઈ બહારની ખુલ્લી વાતો કરીએ તો સારું. 'ઠીક, એમ જ કરીશું. તમારું નામ શું? મારું નામ રસિકલાલ ! રસિકલાલ એટલે ? હું પોતે, રસિકલાલ છું. આપણી આ શાળાની સામેના પેલા વાડામાં કોણ ઊભું છે ? ગાય. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કર્મ-વિચાર ભાગ-૩ ગાય એટલે ? ગાય એટલે? તે ઊભી છે, તે ગાય. બીજું શું? તમે ગાય ખરા કે નહીં ? ત્યારે ગાય તે રસિકલાલ કહેવાય કે નહીં ? ના. કેમ ? ગાય તે ગાય, ને હું તે હું આ તમારી જોડે કોણ બેઠું છે. મારા મિત્ર ચંપકલાલ છે. એમ ! ચંપકલાલ છે? હા, જી. ઠીક, વારુ, ચંપકલાલમાં અને તમારામાં કંઈ મળતાપણું છે ? હા, ઘણુંયે છે. શું? શું? શરીરની આકૃતિ સિવાય અમે ઘણી બાબતોમાં મળતા જ છીએ. હુંયે માણસ છું, ને તે પણ માણસ છે. ચંપકલાલ અને તમે ગાય સાથે કોઈ બાબતમાં મળતા આવો છો? હા, જી. તે ફરે છે, બેસે છે, ખાય છે, બોલે છે. તેને પણ પગ, આંખ, કાન, નાક, મોં વગેરે અવયવો છે. જોકે તેમાં કેટલાક ફેરફાર છે. પરંતુ કેટલીક બાબતમાં તો અમે મળતા આવીએ છીએ. ગાય પ્રાણી છે. અમે પણ પ્રાણી છીએ. પ્રાણી તરીકે તો અમે ઘણી બાબતમાં મળતા છીએ. પ્રાણી એટલે ? પ્રાણી એટલે પ્રાણી. પ્રાણી એટલે ચેતનાવંત પદાર્થ, આત્મા–પ્રાણ–જેમાં હોય, એવો Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રાણિજસૃષ્ટિ ૧૩૯ કોઈપણ પદાર્થ તે પ્રાણી કહેવાય. પ્રાણવાળો પદાર્થ–પ્રાણી. હા, બરાબર. કેટલાંક પ્રાણી ગણાવશો, કે જેમાં આત્મા હોય, અને તમારી સાથે કેટલીક કેટલીક બાબતમાં મળતા આવતા હોય. ઓહો ! જોઈએ તેટલાં ગણાવી દઉં. ગણાવો જોઈએ. છોટાલાલ, ચીમનલાલ, પટેલ, ઠાકોર, પ્રધાનજી, ફોજદાર સાહેબ, બા, ભાઈ, કાકા, બહેન, ડોશીમા, બાપા, રાજાજી, સિપાહી દાદા, ન્યાયાધીશ સાહેબ, હાથી, ઘોડા, ગાય, ખચ્ચર, ઊંટ, ગધેડા, ભેંસ, બળદ, પાડા, વાઘ, સિંહ, ચિત્તા, શિયાળ, ભૂંડ, કૂતરા, બિલાડા, પોપટ, કાગડા, સમડી, ચકલી, કોયલ, કાબર, મોર, ઢેલ, કબૂતર, વાંદરા, ખિસકોલી, ચામડચીડિયા, સર્પ, વીંછી, માખી, બગા, ભમરા, ભમરી, કાનખજૂરા, કીડી, મકોડા, ઇયળ, ઊધઈ, અળસિયાં વગેરે વગેરે કેટલાંય પ્રાણીઓ નજરે ચઢે છે. કેટલાંક ગણાવું? બરાબર ગણાવવા બેસું તો પાનાંનાં પાનાં ભરાઈ જાય. શાબાશ રે રસિકલાલ ! અરે ! હજુ તો મને બહુ બહુ યાદ આવે છે. સાંભળો સાંભળો, બકરા, શાહુડી, સસલાં, રોઝ, જિરાફ, શાહમૃગ, હંસ, બતક, બગલા, ટિટોડી, અજગર, ભોફોડું, દીપડો, રેન્ડિયર, હરણ, બુલબુલ, કાકાકૌઆ, ગોરીલા, ઉરાંગઉટાંગ, માછલાં, મગર, મગરમચ્છ, વહેલ, કાલુછીપ, જળસાપ, કાચબા, ઝીબ્રા, કાંગારુ, પતંગિયા, ફૂદાં, તીડ, લલેડાં, ગોકળગાય, મચ્છર, ચાંચડ, ડાંસ, માંકડ, જુ, ઇતરડી, કંસારી, કરોળિયો, ગરોળી, પાણીના પોરા, ઘેટાં, પનીર, ગીધ બસ, બસ, હવે બસ. બહુ ગણાવ્યાં. અરે હજુ પણ યાદ લાવી લાવીને ગણાવું. આ દરેકની પણ પાછી અનેક જાતો ગણાવી શકાય, ધોળાં કબૂતર, લાલ કબૂતર, આસમાની તથા કાબરા કબૂતર વગેરે અનેક ગણાવી શકાય. બસ, બસ. ખૂબ ગણાવ્યાં. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કર્મ-વિચાર ભાગ-૩ આ જગતમાં બીજું શું છે? જયાં જુઓ ત્યાં પ્રાણી જ પ્રાણી તરવરે છે. ચારે તરફ તપાસી વળીએ, દેશદેશ ફરી વળીએ, બધે પ્રાણીઓ જ દેખાય છે. અત્યારે મને પ્રાણીઓની યાદદાસ્ત એટલી બધી તાજી થઈ છે કે, હજુ કેટલાંયે ગણાવી દઉં. જાણે મારી નજરે તરવરતા હોય ? શું તમને દુનિયામાં પ્રાણીઓ સિવાય બીજું કંઈ જણાતું જ નથી? ના, ના. એકલા પ્રાણી જ છે, એમ મારું કહેવું નથી. જડ પદાર્થો પણ ઘણા છે. એટલે જડ પદાર્થો અને ચેતનાવાળાં પ્રાણીઓ આ બે સિવાય હું આ દુનિયામાં ત્રીજું કંઈ નથી જોતો. બધે પ્રાણી જ પ્રાણી છે. એમ જે મેં કહ્યું, તે તો મારા મનમાં ઘણાં પ્રાણીઓ યાદ આવવા લાગ્યાં હતાં. તેથી દોરવાઈ જઈને કહ્યું હતું. પરંતુ જગતમાં બંને વસ્તુ ઘણી જ જણાય છે. હા, હવે ઠીક. પ્રાણિજ સૃષ્ટિ અને જડસૃષ્ટિનો વિશેષ વિચાર તો આગળ પણ કરીશું. Page #166 -------------------------------------------------------------------------- ________________ પાઠ રજે પ્રાણીવર્ગનું પૃથક્કરણ તમે આ પ્રાણીઓ ગણાવ્યાં, તેમાંના કેટલામાં કઈ કઈ જાતનું સરખાપણું છે? અને કઈ કઈ બાબતમાં એકબીજાથી જુદાં પડે છે? તે કહી શકશો ? હા, જી. સાધારણ રીતે તો કહી શકીશ જ. ભૂલ આવે તો આપ સુધારશો, અને અધૂરું રહે તે આપ પૂરું કરશો. કબૂલ, પરંતુ તમારાથી બને તેટલું તો કહો. તેમાં તમારી બુદ્ધિને ઉત્તેજના મળશે. બુદ્ધિ કસોટીએ ચઢશે અને સ્વતંત્ર (મદદ વિના) વિચારશક્તિ ખીલશે. તમામ પ્રાણીઓમાં કેટલીક જાતનું સરખાપણું તો જણાય છે. જુઓ, દરેકને શરીર છે, દરેક ચાલે છે, દરેક ખાય છે, દરેક બચ્ચાંઓ ઉત્પન્ન કરે છે, દરેકને કરવું પડે છે, દરેકને જન્મ લેવો પડે છે, દરેકમાં પ્રેમ, ક્રોધ, ભય વગેરે કેટલીક કેટલીક લાગણીઓ પણ જણાય છે. ઠીક. ત્યારે દરેકમાં ફેરફાર શો શો છે ? તે પણ કહો જોઈએ. ફેર તપાસીશું, તો તે પણ ઘણો માલૂમ પડશે. બોલો ત્યારે. આકાર જુદા જુદા છે. અવાજ જુદા જુદા છે. અવયવોની આકૃતિઓમાં પણ ફેરફાર છે. સ્વભાવ જુદા જુદા હોય છે. રંગમાં છે. લાગણીઓ જુદી જુદી જોવામાં આવે છે. ખોરાકની પસંદગીમાં વિવિધતા માલૂમ પડે છે. કોઈને પૂંછડું, તો કોઈને પાંખ, કોઈને નહોર, તો કોઈને શીંગડાં, કોઈને રુવાંટીની પાંખ, તો કોઈને ચામડીની પાંખ છે. કોઈને બે પગ તો કોઈને ચાર, કોઈને છે તો કોઈને આઠ પગ છે. કોઈ લાંબા હોય Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કર્મ-વિચાર ભાગ-૩ છે, તો કોઈ ગોળ હોય છે. કોઈને જોવાની શક્તિ હોય છે, કોઈમાં નથી હોતી. કોઈને સાંભળવાની શક્તિ હોય છે, કોઈને નથી હોતી, કોઈને સુંઘવાની શક્તિ હોય છે, ને કોઈને નથી હોતી. આમ ફેર ગણાવવા બેસીએ તો પણ પુષ્કળ ગણાવી શકાય. ખરું. પણ બસ, હવે વિશેષ જરૂર નથી. હવે તમે પોતે તમારો પોતાનો જ વિચાર કરો; તમારું નામ રસિકલાલ છે. પણ રસિકલાલ એ તમારા હાથનું નામ, તમારા પગનું નામ કે તમારા શરીરનું નામ ? એ નક્કી કરો. મને આપે ગૂંચવ્યો, મૂંઝાવ્યો. ભારે વિચિત્ર પ્રશ્ન કર્યો. તોપણ હું વિચારીને જવાબ આપવા પ્રયત્ન કરું. ભલે, વિચારો. એ પ્રશ્નનો જવાબ ન આપી શકો તો, તમારામાં અને તમારા મિત્ર ચંપકલાલમાં શું શું મળતાપણું છે ? અને કઈ કઈ બાબતમાં તમે જુદા પડો છો ? તે કહો. પછી ઉપરના પ્રશ્નનો જવાબ આપજો. હા, ઠીક. એ તો હું સરળતાથી કહી શકીશ. કહો, ત્યારે. ઊઠો. મિત્ર ! ચંપકલાલ ! જરા ઊભા થાઓ. કેમ ? વળી ઊભા થવાની શી જરૂર છે ? ઊભા ઊભા સરખામણી કરવાનું ઠીક ફાવશે. લો, ત્યારે એ ઊભો થયો. હં, હવે જલદી ચલાવો જોઈએ. હાજી ! સરખામણી જુદાપણું અમારે બન્નેને શરીર છે. પરંતુ બાંધો, આકાર, રંગ, ઊંચાઈ સુંદરતા વગેરેમાં જુદા પડીએ છીએ. અમે બને બોલીએ છીએ. પરંતુ અવાજ, અવાજની મીઠાશ, ઉચ્ચાર, બોલવાની ઝડપ, રાગ વગેરેમાં જુદા પડીએ છીએ, પરંતુ Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીવર્ગનું પૃથક્કરણ ૧૪૩ અમે બન્ને ચાલીએ છીએ. મારી અને તેમની ચાલવાની રીત જુદી જુદી છે. મારા કરતાં તે જરા ઉતાવળા ચાલે છે. ચાલતી વખતે તે ઊંચું જોઈને ચાલે છે. તેના હાથ ઘણા ચાલતા હોય છે. અમે બન્ને ભોજન કરીએ છીએ. પરંતુ અમારી બન્નેની ખોરાકની પસંદગી જુદી જુદી જાતની છે. કેટલીક ચીજો એવી પણ છે કે જે તેને ભાવે છે તે મને નથી ભાવતી. અને મને ભાવે છે, તે તેને નથી ભાવતી. હાથ, પગ, આંખ, પેટ, મોં, કાન, પરંતુ દરેકના આકારમાં કંઈક ફેર નાક, જીભ, આંગળા, નક, વાળ, છે, જે સમજી શકાય તેવો છે. હડપચી, કીકી, છાતી, ઘૂંટી, પેડુ, જેમકે-મારી આંખ કરતાં ચંપકગોઠણ, શરીરમાં લોહી, માંસ, પરુ, ભાઈની આંખ પહોળી છે. હોઠ જરા હાડકાં, ચામડી, નસો, આંતરડાં, જાડા છે. ડોક જરા લાંબી છે. માથું દાંત, હથેળી, કોણી, ખભા, ગાલ, જરા મોટું છે. વગેરે નાનો-મોટો સાથળ, પિંડી, પડખાં, કાંડું, ઘૂંટી, અનેક જાતનો ફેર માલૂમ પડે છે. કેડ, પાની, પીઠ, ગળું, કાળજું, કપાળ, ગરદન, ખોપરી, હોઠ, ગળાની બારી વગેરે વગેરે અવયવો અમારે બન્નેને છે. અમે બન્ને માણસ ગણાઈએ છીએ. પરંતુ ચંપકભાઈ દશા ઓસવાળ પણ ભારતવર્ષની પ્રજા ગણાઈએ છે. એટલા માત્ર ર છે. છીએ, વણિક કુટુંબના ઓસવાળ જ્ઞાતીય શાહ કુટુંબના છીએ. અમે બન્ને વિચાર કરી શકીએ છીએ. પરંતુ બહુ ઝીણી વાતનો વિચાર ઊંધીએ છીએ. બન્નેને ધર્મ તરફ કરવો હોય તો ચંપકભાઈ કંટાળે. પ્રેમ છે. બન્ને ક્રોધ કરીએ છીએ. ઊંઘમાંથી ઉઠાડવા પણ ભારે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કર્મ-વિચાર ભાગ-૩ પૈસા તરફ બન્નેનું મન લલચાય છે. હસવાને પ્રસંગે હસવું આવે છે. રોવાને પ્રસંગે રોવું આવે છે. સારી વસ્તુ પ્રિય લાગે છે. બીક લાગે છે. બન્નેમાં નઠારી વસ્તુ અપ્રિય લાગે છે. આગ્રહ છે. બન્ને અભ્યાસ કરી શકીએ છીએ. રોગો પણ થાય છે. તાવ આવે છે. દુ:ખ થાય છે. વળી સારું સારું ખાવા, પહેરવા મળે એટલે આનંદ પણ તેની ભોગવીએ છીએ. અમારા બન્નેમાં ઉદારતા પણ છે. કોઈ કોઈને અન્યાયીપણે હેરાન કરતો હોય તો, તેને શિક્ષા કરવા પિત્તો ઊછાળે ખરો. બાકી તો કોઈ દુ:ખી, ગરીબ હોય, કે દુ:ખી થતો હોય, તથા કાંઈ અમારી પાસે માંગે તો આપવામાં બનતા સુધી તો પાછી પાની ન કરીએ. મુશ્કેલ. ધાર્મિક બાબતમાં વધારે મક્કમ ખરા. સાચ માટે મરી પડે. કોઈ સહેજસાજ નુકસાન કરી જાય, તો એટલું બધું તો મનમાં લાવે, કે ન પૂછો વાત. હસવાની બહુ જ ટેવ છે. પરંતુ છાતીના ક્ષ્ણ છે. માત્ર પરમ દિવસે તેમની મોટી બહેનનું મૃત્યુ થતાં મેં તેની આંખમાં ઝળઝળિયાં જોયાં હતાં. અંધારામાં એકલા જવું હોય તો એક વખત તો આંચકો ન ખાય. હઠે ચઢે તો પછી કાં તો આ પાર ને કાં તો પેલે પાર. ગોખવામાં તો જાણે ઠીક, પણ સમજાવવાની વાત આવે ત્યાં જરા ગભરાય ખરા. માંદગીમાં શાંતિપૂર્વક દુઃખ સો જાય, વધારે દુ:ખ ન જણાવા દે. તોપણ ચંપકભાઈ જરૂર જણાય તો પૈસા આપે, નહીંતર એક પાઈ કેવી થાય છે ? સાચ માટે મરી પડે. ગમે તેમ હોય પણ ન્યાય ખાતર કજિયો ઊછીનો લે. આ રીતે અમારામાં અનેક જાતની લાગણીઓનું સરખાપણું જણાય છે ને જુદાપણું પણ જણાય છે. અમારે બન્નેને શરીર છે. બન્નેના શરીરમાં આત્મા છે. બન્ને સાંભળી શકીએ છીએ. બન્ને જોઈ શકીએ છીએ. સૂંઘી શકીએ છીએ. વગેરે વગેરે ઘણુંયે સરખાપણું છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૩જો મનુષ્ય અને ગાય ઠીક, ઠીક. તમારામાં અને ચંપકલાલમાં અનેક પ્રકારનું સરખાપણું છે તેમ જ અનેક પ્રકારનું જુદાપણું પણ છે. એ બધું તમે વિસ્તારથી સમજાવ્યું છે. ત્યારે હવે સાથે સાથે એટલું પણ સમજાવો કે તમારામાં અને આ ગામમાં શો શો ભેદ છે? અને શું શું મળતાપણું છે? ગાયમાં અને અમારામાં ઘણુંયે મળતાપણું છે જુઓને. ગાયને શરીર છે તેમાં આત્મા છે. તે ખાય છે. પીએ છે. ચાલે છે. બેસે છે. બોલે છે. તેને કન છે. પગ છે. નાક છે. માં છે. આંખો છે. તે પેશાબ વગેરે શરીરની ક્રિયાઓ પણ કરે છે. પોતાના વાછરડા ઉપર પ્રેમ રાખે છે. મારવા દોડે છે. પોતાના માલિકને ઓળખે છે. કેટલીક ગાયો તો એવી હોય છે, કે પોતાના નિયમિત ખોરાક ઉપરાંત-બીજી ગાયો ખાઈ શકતી હોય છતાં નથી ખાતી, એટલો સંયમ પાળે છે. દોડવામાં ચપળ છે. સાધારણ બુદ્ધિ પણ ધરાવે છે. મારથી ડરે છે. ડચકારાથી આપણી વાત સમજી જઈને બરાબર નિયમિત રહે છે. તેને પેટ, પીઠ, ગરદન વગેરે અવયવો છે. હાડ, માંસ, ચામડી, લોહી વગેરે શરીરનાં તત્ત્વો છે. બસ બસ, તમારા બન્નેને મળતાપણું તો સમજયા, પણ તમારામાં ને તેમાંનો ફેર કહો. જી. પરંતુ ફેર બે જાતનો આવશે. એક તો, મારામાં જે વસ્તુ છે તે ગાયમાં નથી અને ગામમાં છે તે મારામાં નથી. એ પણ વાત બરાબર છે. પ્રથમ તો એ જ કહો કે, તમારામાં છે ને ગાયમાં નથી. ચાલો જલદી કરો. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કર્મ-વિચાર ભાગ-૩ હા, જી. મારે હાથ છે. હું ઊભો ચાલું છું. મારે માથે વાળ છે. મારા કાન ઊભા ચોંટેલા છે. હાથપગને આંગળાં છે. મારું મોં ગોળ છે. હું વધારે સમજી શકું છું. મારે બોલવાની ભાષા છે. કયું કામ ક્યારે અને કેમ કરવું તેનો સ્પષ્ટ વિવેક છે. હું પુરુષજાત છું. મને મૂછો ફૂટશે. મારી ચામડી પાતળી છે. મારા અવયવો નાજુક છે. મારા શરીરનો રંગ ઘઉંવર્ણો છે. હું વિવિધ વાનગીઓનો ખોરાક લઉં છું. હું અનેક સામગ્રીથી રહું છું. ઘર, દુકાન, રસોડું, પલંગ, ટેબલ, પાટ વગેરે અનેક સામગ્રીઓપૂર્વક રહું છું. કપડાં પહેરું છું. જાતજાતના નિયમો મારે સાચવવા પડે છે. રાજ્યના કાયદાને માન આપવું પડે છે. ધર્મ પાળું છું. પુસ્તકો વાંચું છું. પ્રભુભક્તિ કરું છું. અભ્યાસ કરું છું. મારો ધંધો ચલાવવાને તાલીમ લઉં છું. ચાંદીસોનાના દાગીના પહેરું છું. હું માણસ કહેવાઉં છું. બસ, હવે ગાયમાં હોય, ને તમારામાં ન હોય, તેવી વસ્તુઓ ગણાવો. હા, એ પણ ગણાવું. ગાયને ખરી છે. પૂંછડું છે, ગળે ગોદડી છે. ઘાસ ખાય છે. આંચળ છે. આડી ચાલે છે. મારા કરતાં ઘણી બળવાન છે. શીંગડાં છે. કાન લાંબા છે. પેટ નીચે લટકતું છે. પીઠ ઉપર છે. આખા શરીરે જાડા વાળ છે. શરીરે લાલ રંગ છે વગેરે અનેક રીતે મારા કરતાં જુદાપણું છે. ઠીક વારુ. પરંતુ ઘોડામાં ને ગાયમાં મળતાપણું તથા જુદાપણું સમજાવશો ? હા. શરીર, આત્મા તથા આંખ, કાન વગેરે અવયવો તો બન્નેના લગભગ સરખાં છે. ઘોડાને પગે દાબડા છે. પૂંછડાં લાંબા લાંબા વાળથી ભરેલા છે. ઘોડો ચપળ ને મજબૂત પ્રાણી છે. તેનું મુખ્ય કામ ખેપ કરવાનું છે. ઘોડાને શીંગડાં નથી. એમ કેટલુંક જુદાપણું છે. ઠીક, આપણે હવે એક બીજો જ વિચાર કરીએ. અને તે એ કે, એવી એવી કઈ ચીજો છે કે જે દરેક પ્રાણીઓમાં સરખી હોય, પછી થોડી થોડી કે વધારે વધારે હોય તે બાબતનો વિચાર કરીને કહો. કાલે વિચાર કરીને કહું તો કેમ ? Page #172 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને ગાય ૧૪૭ આજે જ જેટલું આવડે તેટલું તો બોલો. વળી કાલે વિચાર કરી લાવજો. એટલે વધારે સારી રીતે વિચાર કરીશું. તેમ છતાં તમારી ઇચ્છા આજે ન હોય તો કંઈ નહી. ના, ના. એમ તો કાંઈ નહીં. કહું ત્યારે. થોડી વાર વિચાર કરી જોઉં. બેશક, વિચાર કરો. Page #173 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૪થો પ્રાણીઓમાં સામ્ય અને વૈષય હું, મેં વિચાર કર્યો, ને સમજાયું તે કહું છું. તેમાં ભૂલચૂક હોય તે આપ સંભાળશો; હું તો મારે કહું છું. પ્રથમ તો જાણે—દરેક પ્રાણીઓને શરીર છે, અને દરેક શરીરમાં આત્મા છે, એ ફરીથી કહેવું પડે તેમ નથી જ. બરાબર, બરાબર. પછી દરેકના શરીરને કોઈપણ જાતની પણ એક આકૃતિ તો જરૂર છે જ; કોઈ ગોળ, લાંબા, આડા, ઊભા કે ચોરસ છે. વળી કોઈ તો વિવિધ આકૃતિવાળા પણ જણાય છે. ઉપરાંત શરીરની મજબૂતી પણ ઓછીવત્તી દરેકમાં દેખાય છે. દરેકને કોઈ ને કોઈ અવયવ પણ જરૂર છે. - દરેકને કોઈ ને કોઈ પ્રકારનો રંગ પણ હોય છે. ગંધ પણ હોય છે. સ્પર્શ પણ હોય છે. તેમ જ શરીરનો બાંધો કોઈ ને કોઈ જાતનો હોવો જોઈએ એમ પણ લાગે છે. દરેકને જન્મવાનું હોય છે, મરવાનું હોય છે અને અમુક રૂપમાં સ્થાયી રહેવાનું પણ હોય છે. દરેકને ભૂખ લાગતી હોવી જોઈએ, ખોરાક લેતાં આવડવો જોઈએ, અને દરેકનો કંઈ ને કંઈ નક્કી થયેલો ખોરાક પણ હોવો જોઈએ. દરેકમાં ચાલવાની શક્તિ હોવી જોઈએ, તેમ જ બળવાનથી ભય, નિર્બળ પર ક્રોધ, સમાન પ્રત્યે ઈર્ષ્યા વગેરે લાગણીઓ પણ દરેકમાં Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓમાં સામ્ય અને વૈષમ્ય ૧૪૯ વત્તાઓછા પ્રમાણમાં જરૂર હોય એમ લાગે છે. નિદ્રા-સુસ્તી પણ દરેકમાં હોય છે. પ્રતિકૂળતામાં દુઃખ અને અનુકૂળતામાં સુખની લાગણી દરેકને થતી હોય તેમ જણાય છે. જ્ઞાનતંતુઓ દ્વારા જાણવા માટે પણ કંઈક શરીરમાં બહારનું સાધન (ઇંદ્રિય) દરેકને વત્તાઓછા પ્રમાણમાં હોય છે, નહીં તો પોતાના ખપનું અને અણખાનું, એવો વિભાગ પ્રાણી વિચારી જ ન શકે, પરંતુ ગમે તેવું મૂર્ખ સ્વભાવનું પ્રાણી કે જંતુ પણ પોતાનું તે વખત પૂરતું તો હિતાહિત સમજીને વર્તતું હોય તેમ જણાય છે. પ્રાણીમાત્રમાં આત્મા છે, લાગણીઓ છે, શરીર છે, આહારની ઇચ્છા ને ચાલવાની શક્તિ પણ જોવામાં આવે છે. અળસિયાં, પોરા જેવાં મૂઢ પ્રાણીઓમાં પણ એ વસ્તુઓ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. તેથી આગળ વધીને તપાસ કરતાં પોતાનાથી બળવાનથી ભય પામતાં, તેમ જ નબળાને ભય પમાડતાં પણ જોઈએ છીએ. સજાતીય તરફ પ્રેમવૃત્તિ અને વૈરવૃત્તિ પણ જોઈ શકાય છે. દાખલા તરીકે, કરોળિયાથી માખી નાસે છે. ગોળ કે ખાંડ તરફ કીડીઓ આકર્ષાય છે. નજરે ચઢેલો માંકડ છુપાઈ છુપાઈને ચોરીથી ચાલે છે, એકાંતમાં ઝપાટાબંધ દોડે છે, ને છટકવા પ્રયત્ન કરે છે. વીંછી કાંટો ચઢાવીને હુમલો કરે છે. કૂતરો બીજા કૂતરાને દેખીને ઘૂરકે છે. કાગડો લુચ્ચાઈ કરે છે. હરણ ભોળપણમાં ફસાયા છે. કૂતરો માલિકને દેખી ગેલ કરે છે. આ રીતે દરેક પ્રાણીઓમાં કંઈ કંઈ વિચિત્ર લાગણીઓ ઓછેવત્તે અંશે રહેલી જોવામાં આવે છે. પોપટ તથા થોડા વગેરેને સહેલાઈથી તાલીમ આપી શકાય છે. ભેંસ જેવા ગમાર પ્રાણીને તાલીમ આપવી મુશ્કેલ પડે છે. આ રીતે લાગણી વગેરેમાં ફેરફાર પણ હોય છે. શરીરના આકારોમાં મનુષ્ય ને વાંદરાં મળતાં આવે છે. વાંદરાં ને વળી ખિસકોલ મળતાં આવે છે. ખિસકોલા ને ઉંદર મળતાં આવે છે. ઉંદર ને નોળિયા મળતાં આવે છે. વળી, ઘોડા ને ગધેડાં, ખચ્ચર કે ઝીબ્રા મળતાં આવે છે. ત્યારે બિલાડી ને વાઘ મળતાં આવે છે. વડવાંગડા ને ચામડચીડિયા મળતાં આવે છે. કારણ બંનેની પાંખો ચામડીની હોય છે. ત્યારે કાગડા, કબૂતર, હોલા, પોપટ, મોર વગેરેને પીંછાં અને પીંછાની પાંખો હોય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કર્મ-વિચાર ભાગ-૩ ગીધ ને સમડી મળતી આવે છે. કારણ બન્નેની ચાંચ વાંકી હોય છે. એક માણસ બીજા માણસ સાથે ઘણી બાબતમાં સરખો છે. એક ગાય બીજી ગાય સાથે ઘણી બાબતમાં સરખી છે. એક બળદ બીજા બળદ સાથે ઘણી બાબતમાં સરખો છે. તેમ જ પાડા સાથે પણ કેટલીક બાબતમાં જુદા પડવા છતાં ઘણી બાબતમાં મળતો છે. તે જ રીતે ઘોડા સાથે. આમ કેટલીક બાબતમાં સરખાપણું અને કેટલીક બાબતમાં જુદાપણું દરેકમાં જોવામાં આવે છે. વળી કેટલાંક પ્રાણીઓ કરતાં બીજાં કેટલાંક પ્રાણીઓમાં વેગ, બળ, લાગણી સમજશક્તિ, અવયવોની સ્પષ્ટતા અને ઉપયોગ વગેરે વગેરે વધારે જોવામાં આવે છે. દાખલા તરીકે–પોરા, અળસિયાં કરતાં, કીડી, ઊધઈ, મંકોડા વગેરે વધારે ચપળ જણાય છે. તેના કરતાં માખી, બગાઈ, વીંછી, ભમરા વગેરે વધારે બળવાન ને ચપળ, બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરતા માલૂમ પડે છે. તેના કરતાં પક્ષીઓ, પશુઓ વધારે હોશિયાર, બળવાન, ચપળ, સમજદાર, ઉપયોગી માલૂમ પડે છે અને સૌથી વધારે બુદ્ધિમાન, લાગણીવાળા મનુષ્યો માલૂમ પડે છે. આમ અનેક રીતે તફાવત અને સરખાપણું હું સમજું છું, તે કહ્યું જાઉં છું. બરાબર, બરાબર. તમે તમારી શક્તિ પ્રમાણે સારી રીતે વિવેચન કરો છો, તે જોઈ મને બહુ જ તમારા તરફ ખુશી ઊપજે છે. પરંતુ સૌથી ઓછામાં ઓછી સામગ્રી કોને છે ? અને તેના કરતાં વિશેષ, તેના પણ કરતાં વિશેષ કોનામાં છે ? તેનો બરાબર ક્રમ ઠરાવી શકશો? ના, જી ! આ ક્રમ ઠરાવવો એ ઘણા જ ઊંડા અભ્યાસને પરિણામે ઠરાવી શકાય. એક એક પ્રાણીના જીવનનો અભ્યાસ કરવો પડે, તેનું વર્ગીકરણ કરવું પડે, અને ત્યારપછી એ ક્રમ ઠરાવી શકાય. તેમ કરવા માટે સાધનો અને સમય બને પુષ્કળ જોઈએ. વળી જ્ઞાન પક્વ થયા વિના સાધનો અને સમય પણ બરાબર ઉપયોગી ન થાય. એટલે પ્રથમ આજુબાજુનું અમારું જ્ઞાન બીજા અનુભવોથી પક્વ થવું જોઈએ. Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓમાં સામ્ય અને વૈષમ્ય ૧૫૧ હા, એ પણ ખરું. ત્યારે એ ક્રમ હું જ તમને આગળ ઉપર સમજાવીશ, એટલે ચાલશે. તોપણ સામાન્ય વર્ગીકરણ તો હું કરી શકું ખરો. કરો જોઈએ. કરું છું, જી. ૧. જંતુવર્ગ, ૨. પશુવર્ગ, ૩. પક્ષીવર્ગ, ૪. મનુષ્યો. જંતુવર્ગમાં– ૧. પોરા, અળસિયાં વગેરે મૂઢ જંતુઓમાં આવી શકે. ૨. ઇયળ, કંથવા, કીડી વગેરેનો ચપળ જંતુઓમાં સમાવેશ થાય. ૩. ભમરા, વીંછી, કરોળિયા વગેરેનો હિંસક જંતુઓમાં સમાવેશ થાય. ૪. સાપ, નોળિયા, ખિસકોલાં, ઉંદર, માછલાં વગેરેનો મોટાં પ્રાણીઓમાં સમાવેશ થાય. પશુવર્ગમાં ગામનાં પશુઓ અને જંગલનાં પશુઓનો સમાવેશ થાય. ગામના પશુઓમાં ગાય, ઘોડા, ઊંટ, હાથી, ભેસ, ગધેડા, બકરા, કૂતરા વગેરેનો સમાવેશ થાય. વનપશુઓમાં સિંહ, વરુ, વાઘ, રીંછ, સાબર, વાંદરાં, શિયાળ, લોંકડી, ભૂંડ, હરણ વગેરેનો સમાવેશ કરી શકાય. પક્ષીઓમાં પણ અનેક જાતો જોવામાં આવે છે. મોર, પોપટ, મેના, કાગડા, કબૂતર, હોલા, ચકલી, ગરુડ, ગીધ વગેરે વગેરે અનેક જાતનાં પક્ષીઓ જોવામાં આવે છે. ચામાચીડિયાં પણ હું જાણું છું જે પક્ષી જ ગણાતાં હશે, કારણ કે તેને પાંખ તો છે જ. માત્ર તેની પાંખ ચામડીની હોય એવું જણાય છે. હા, બરાબર છે. તે પક્ષી જ ગણાય છે. પક્ષીઓમાં પણ કેટલાંક ગામનાં પક્ષીઓ હોય છે. કેટલાંક વનનાં પક્ષીઓ હોય છે. કેટલાંક પ્રાણી સાથે સંબંધ ધરાવનારાં પક્ષીઓ હોય છે, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર કર્મ-વિચાર ભાગ-૩ જેવાં કે, બગલા, બતક, ચક્રવાક, જળકૂકડી વગેરે વગેરે. પછી છેવટે મનુષ્યના વર્ગમાં પણ અનેક વર્ગો જોવામાં આવે છે. સ્ત્રીઓ અને પુરુષો–વળી કોઈ કાળા, ધોળા, પીળા, રાતા, બદામી રંગના; એમ અનેક જાતના જોવામાં આવે છે. કેટલાક ઊંચા, નીચા, જાડા, પાતળા પણ જોવામાં આવે છે. કેટલાક ભલા સ્વભાવના ને કેટલાક ક્રૂર સ્વભાવના પણ મનુષ્યો જોવામાં આવે છે. બીજી રીતે પણ મનુષ્યો અનેક જાતના જોવાય છે. બ્રાહ્મણ, વાણિયા, કોળી, કણબી, પિંજારા, વણકર, મુસલમાન વગેરે અનેક જાતોમાં માણસો વહેંચાઈ ગયા છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ પાઠ પ્રમો મનુષ્યની જીવનસામગ્રી ભાઈ રસિકલાલ ! તમે ગઈ કાલે પ્રાણીઓનું વર્ગીકરણ તો સાધારણ રીતે ઠીક કર્યું હતું. પરંતુ મારા પ્રથમના સવાલનો જવાબ હજુ બાકી છે. તેનો જવાબ આજે તો આપશો ને ? જરૂર આપીશ.. કહો ત્યારે, તમારું નામ રસિકલાલ છે. એટલે કોનું નામ રસિકલાલ છે? તમારા હાથનું નામ રસિકલાલ છે, કે પગનું નામ રસિકલાલ છે ? કે તમારી બુદ્ધિનું નામ રસિકલાલ છે ? તે વિચાર કરીને કહો. મને તો એમ જ લાગે છે કે, મારું આ આખું શરીર તેના અવયવો, મારો આત્મા વગેરે સમગ્ર સામગ્રીનું નામ રસિકલાલ છે. બરાબર, બરાબર. પરંતુ તમારામાં સમગ્ર સામગ્રી કઈ કઈ ને કેટલી છે, અને તે સમગ્ર સામગ્રી તમને ક્યાંથી મળી ? કોણે આપી ? કેવી રીતે ઉત્પન્ન થઈ ? ચંપકલાલમાં પણ તેમાંની કેટલી સામગ્રી છે ને નથી ? તેની સામગ્રીમાં અને તમારી સામગ્રીમાં તફાવતનું કારણ શું ? આ બધા પ્રશ્નો તમને નથી થતા? ખરેખર પ્રથમ તો આ બધા પ્રશ્નો મને નહોતા થતા, પરંતુ હવે એ પ્રશ્નો આપના કહેવાથી મારા મગજમાં ઊભરાવા લાગ્યા છે. પરંતુ તેના જવાબ તમારા મગજમાં ઊભરાય છે કે નહીં ? ના ના. જવાબની બાબતમાં તો મગજ ગૂંચવાય છે. એમાં ગૂંચવણ શી છે ? તમે પહેલા જ ભાગમાં શીખી ગયા છો કે, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કર્મ-વિચાર ભાગ-૩ આ બધી વિચિત્રતાનું કારણ “કર્મ” છે. હા, હા. એ જ. કર્મ જ બધી વિચિત્રતાનું ને સામગ્રીનું કારણ છે. એ તો હું કહેવાનું જ ભૂલી ગયો. વાહ ! આવી જ ભૂલ કરો છો કે ? ઠીક. પરંતુ શું એક જ કર્મ બધી સામગ્રી આપતું હશે ? તમને હસાવનાર જે કર્મ હશે તે જ રોવડાવતું હશે ? તેણે જ હાથપગના અવયવો આપ્યા હશે ? તેણે જ તમારું શરીર બનાવ્યું હશે ? તેણે જ તમને સારા કુટુંબમાં જન્મ અપાવ્યો હશે ? તેણે જ તમને સુખની સામગ્રી આપી હશે ? શું આ બધું એક જ કર્મની રચના હશે ? ના ના, એમ તો ન સંભવે. દરેક સામગ્રીના કારણભૂત જુદાં જુદાં કર્મો હોવાં જોઈએ. તે સિવાય ન ચાલી શકે. ત્યારે કહો ને કયાં જુદાં જુદાં કર્મોને લીધે કઈ કઈ સામગ્રી તમને મળી છે? આ પૃથક્કરણ કરવું તે મારી શક્તિ બહારનું કામ લાગે છે. તો પણ હું પ્રયત્ન તો કરીશ. એમાં વિશેષ પ્રયત્ન કરવાની શી જરૂર છે ? પ્રથમ તમારામાં જે સામગ્રીઓ છે, તે બધી સામગ્રીઓનું રીતસર લિસ્ટ કરો. પછી જેટલી જેટલી સામગ્રીઓ થાય, તેટલી તેટલી સામગ્રી આપનારાં અમુક અમુક કર્યો, એમ ઠરાવી દો. તમારામાં રહેલી સામગ્રીઓનો વિચાર કરી જશો, એટલે કયા કર્મથી કઈ સામગ્રી મળી, તે આપોઆપ સમજાશે. એ રસ્તો આપે ઠીક બતાવ્યો છે. તોપણ તેમાં સંભાળ રાખજો કે, આત્માને—જીવને લગતી કેટલી સામગ્રી છે, શરીરને લગતી કેટલી સામગ્રી છે, અને તે બન્ને સિવાયની બહારની કઈ કઈ સામગ્રી છે ? એ પણ સાથે સાથે પૃથક્કરણ કરતા જશો તો ઠીક પડશે. પ્રથમ તો મારે એ જ વિચારવું પડશે કે મારા આ શરીરનો અને Page #180 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની જીવનસામગ્રી ૧૫૫ મારા આત્માનો સંબંધ કેમ થયો ? ક્યારે થયો ? કેટલા વખત માટે થયો ? ક્યાં સુધી તે સંબંધ રહેશે ? વગેરે. મારી ઉંમર સોળ વર્ષની કહેવાય છે. તેનો અર્થ શો ? તમે જ કહોને ! તેનો અર્થ એટલો જ કે, મારું આ શરીર ઉત્પન્ન થયાને ૧૬ વર્ષ થયાં. એમ નહીં. ત્યારે. તમારા જન્મદિવસથી તમને ૧૬ વર્ષ થયાં, એમ સમજવું. હા, જી ! બરાબર. એટલે શરીર તો તે પહેલાં જ ઉત્પન્ન થયેલું. સામાન્ય રીતે તમારા શરીરને ઉત્પન્ન થયાને ૧૬ વર્ષને ૯ માસ થયા ગણાય. જ્યારે મારું આ શરીર ઉત્પન્ન નહીં થયું હોય તે પહેલાં શી સ્થિતિ હશે? તે વખતે આ શરીર વગરનો એકલો તમારો આત્મા હશે. ખરું, પરંતુ તે આત્માએ આ શરીર કેમ ઉત્પન્ન કર્યું હશે ? મારો પણ એ જ તમને પ્રશ્ન છે. વળી તમારા આત્માએ ગાય, ઘોડા, સિંહ, હાથી જેવું શરીર ન બનાવ્યું અને આવું માણસ જેવું બનાવ્યું, તેનું પણ શું કારણ હશે ? એ તો આપે પ્રથમથી જ કહ્યું છે ને કે, દરેકનું કારણ કર્મ છે. એ તો બરાબર, પણ ગાયનું શરીર ઉત્પન્ન થવામાં પણ કર્મ કારણ ખરું ને ? હા. તો પછી તમારું શરીર ઉત્પન્ન થવામાં જેમ કર્મ કારણ છે, તેમ જ ગાયનું શરીર ઉત્પન્ન થવામાં પણ કર્મ કારણ છે. તે જ રીતે માખી, ભમરા, સાપ વગેરેનું શરીર ઉત્પન્ન થવામાં પણ કર્મ કારણ છે; પરંતુ જો બધે એક Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કર્મ-વિચાર ભાગ-૩ જ સરખું કર્મ કારણ હોય તો પછી બધા સરખા જ થવા જોઈએ કે નહીં ? બધાંનું કર્મ સરખું ન ગણવું જોઈએ. આ ઉપરથી તો એમ સમજાય છે કે, ગાયનું શરીર અપાવનાર કર્મ જુદું, મનુષ્યનું શરીર અપાવનાર કર્મ પણ જુદું હોવું જોઈએ. તો પછી, જ્યારે તમારો આત્મા સૌથી પહેલો એકલો હતો, તે બીજે ક્યાંય ન જતાં મનુષ્યમાં આવ્યો. એટલે મનુષ્યો જે ઠેકાણે, ને જે પરિસ્થિતિમાં રહે છે ત્યાં લાવનાર એક કર્મ તમારા આત્મા સાથે હોવું તો જોઈએ ને ? હોવું જોઈએ. ચાલો ત્યારે, એટલું તો સમજ્યો કે, પ્રથમ મનુષ્યોના સ્થળમાં ને પરિસ્થિતિમાં લાવનાર કર્મ. એ સ્થળમાં લાવીને પણ મનુષ્યજાત અપાવનાર કર્મને લીધે જ હું પશુપક્ષી ન થતાં મનુષ્ય થયો. તેમાં પણ કોળી, વાઘરી, ભીલ, ભંગી ન બનાવતાં વ્યાપારી કુટુંબમાં, વૈશ્ય જાતિમાં, ઓસવાળ જ્ઞાતિ જેવા સારા વંશમાં મને લાવનાર પણ જુદું જ કર્મ હોવું જોઈએ. પછી આ મારું શરીર જેનું બનેલું છે તે વર્ગણાઓ આપનાર કર્મ. તમારું શરીર કઈ વર્ગણાનું બન્યું છે, તે માલૂમ છે ? ના, જી ! પહેલા ભાગમાં ગણાવેલી સોળ વર્ગમાંની બીજી ઔદારિક ગ્રહણયોગ્ય વર્ગણા આવેલી છે ને ? તે વર્ગણાનું આ શરીર બન્યું છે. ૧ લી ૩ જી કે ૪ થી વગેરેમાંની કોઈ વર્ગણામાંથી નહીં, ને બીજી વર્ગણાનું એ કેમ બન્યું હશે ? ૧ લી અને ૩ જી તો અગ્રહણયોગ્ય વર્ગણા છે. ચોથીનું કેમ નથી બન્યું, તે આગળ સમજાશે. હાલ એટલું જ સમજી લો, કે તમારું શરીર બીજી વર્ગણાના સ્કંધોનું બનેલું છે. એટલે ઔદારિક સ્કંધો સિવાય બીજા કોઈપણ સ્કંધો તેમાં નહીં હોય ? Page #182 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની જીવનસામગ્રી ૧૫૭ બીજા સ્કંધો ક્યાંથી હોય ? કારણ કે એ જ સ્કંધો અપાવનાર કર્મ તમારે હોવાથી બીજા સ્કંધો ક્યાંથી મળે ? અને એ સ્કંધો અપાવનાર કર્મ ન હોય તો ? તો પછી તમને ઔદારિક સ્કંધો મળે નહીં, ને તમારું આ શરીર બને નહીં. ઠીક, હવે સમજ્યો. ત્યારે મારું આ શરીર બનાવવા ઔદારિક વર્ગણાના જ સ્કંધો અપાવનાર પણ એક કર્મ માનવું પડશે. Page #183 -------------------------------------------------------------------------- ________________ પાઠ દો. મનુષ્યની જીવનસામગ્રી (ચાલુ) કર્મ આ રીતે કેટલી સામગ્રી, ને કયું કર્મ થયું, તે ગણાવો તો ખરા. સામગ્રી ૧. મનુષ્યોને યોગ્ય સ્થળ અને પરિસ્થિતિ તેમાં લાવનાર કર્મ. ૨. મનુષ્યની જાત તેમાં લાવનાર કર્મ. ૩. સારું કુળ તેમાં લાવનાર કર્મ. ૪. આ શરીર કે જે ઔદારિક વર્ગણાનું તે શરીર અપાવનાર કર્મ, બનેલું છે. હજુ વધારે ગણાવી શકશો ? હા, જી ! ગણાવો ત્યારે. ૫. હાથ, પગ, માથું વગેરે અવયવો અંગ અંગોપાંગ વગેરે (અંગો); આંગળા, જીભ, નાક વગેરે અપાવનાર કર્મ. ઉપ અવયવો (ઉપાંગો), વાળ, નખ, રુવાંટી, દાંત વગેરે અંગોપાંગો. ૬. તે અવયવો પણ બરાબર યોગ્ય સ્થળે અવયવોને બરાબર યોગ્ય સ્થળે ગોઠવાઈ ગયા છે. ગોઠવનાર કર્મ. ૭. અવયવો અને શરીરની સુંદરતા, શરીરની આકૃતિ આપનાર પ્રમાણસરતા તથા અમુક પ્રકારના ચોક્કસ આકારો. ૮. શરીરની મજબૂતી, બાંધો. શરીરની મજબૂતી આપનાર કર્મ. કર્મ. Page #184 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની જીવનસામગ્રી (ચાલુ) ૧૫૯ ૯. શરીરનો કંઈક સફેદ જણાતો ઘઉંવર્ણો રંગ, ગંધ, સ્વાદ, સ્પર્શ રંગ, શરીરનો ગંધ, સ્વાદ, સુંવાળો સ્પર્શ આપનાર કર્મ. ૧૦. ખોરાક મળે છે, તે પાચન થાય છે. ખોરાક મેળવી આપનાર, તેનો રસ બને છે. તેના વળી લોહી, ખોરાક પચાવનાર તથા તેનાં હાંડકાં, માંસ વગેરે બરાબર બને છે. રસ, માંસ, હાડ વગેરે બનાવનાર કર્મ. ૧૧. સુંઘવાની, ચાખવાની, જોવાની, સ્પર્શ પાંચ ઇંદ્રિયો આપનાર કર્મ. અનુભવવાની અને સાંભળવાની શક્તિઓ મારામાં છે. ૧૨. મારામાં ચાલવાની શક્તિ છે. ગતિશક્તિ આપનાર કર્મ. ૧૩. મારું શરીર આંખે ન દેખાય તેવું ન શરીરની સ્થૂલ રચના થતાં, સૌ દેખી શકે તેવું છે. કરનાર કર્મ. ૧૪. મારા શરીર ઉપર મારી સ્વતંત્ર મારા શરીર પર બીજા કોઈ માલિકી છે. આત્માની માલિકી ન થતાં, મારી સ્વતંત્રમાલિકી આપનાર કર્મ. ૧૫. મારા કેટલાક અવયવો કે જે સ્થિર સ્થિર જોઈએ તે અવયવને રહેવા જોઈએ, તે સ્થિર છે,–પેટ, સ્થિર અને અસ્થિર જોઈએ છાતી અને જે અસ્થિર હોવાં જોઈએ તે અવયવને અસ્થિર બનાવી તે અસ્થિર છે,-હાથ, પગ,આંગળાં. આપનાર કર્મ. ૧૬. બનતાં સુધી મારું અપમાન કરતાં માન જળવાવે તેવું તથા મારા ઘણા મિત્રો ખચકાચ છે. ક્યાંક આબરૂ ફ્લાવે તેવું કર્મ. ગયો હોઉં તો ઘણા મને પ્રેમથી અને માનથી બોલાવે છે. ૧૭. કવિતા બોલવામાં હું પહેલે નંબરે રહું રાગ સારો અપાવે તેવું કર્મ. છું, તે તો આપ જાણો છો. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કર્મ-વિચાર ભાગ-૩ ૧૮. સુખી કુટુંબમાં મારો જન્મ છે. સુખ, વૈભવ આપે તેવું કર્મ. આરોગ્ય સારું રહે છે. મંદવાડ કોઈ વખતે જ આવે છે. કોઈ વખતે૧૯. ક્રોધ થાય છે. ક્રોધ કરાવનાર કર્મ. ૨૦. અભિમાન થાય છે. અભિમાન કરાવનાર કર્મ. ૨૧. મારી ચીજ કોઈ લઈ જાય, તે મને મમતા, લોભ કરાવનાર કર્મ. ગમતું જ નથી. ૨૨. મને હસવું આવે છે. હસાવનાર કર્મ ૨૩. શોક થાય છે. શોક કરાવનાર કર્મ. ૨૪. ભય લાગે છે. બીકની લાગણી ઉત્પન્ન કરનાર કર્મ. ૨૫. ખુશી, નાખુશી ઊપજે છે. ખુશી, નાખુશી ઉત્પન્ન કરાવનાર કર્મ. ૨૬. ગંદી વસ્તુ જોઈને મનમાં કંટાળો દુર્ગચ્છા ઉત્પન્ન કરાવનાર ઊપજે છે, દુગચ્છા થાય છે. કર્મ. ૨૭. ઊંઘ આવે છે. નિદ્રા અપાવનાર કર્મ. ૨૮. ગરીબોને કે સારા માણસોને કંઈ કંઈ દાન અપાવનાર કર્મ. આપવાનું મન થાય છે. ૨૯. મારે મન છે, જેથી વિચાર કરી શકું છું. મન અપાવનાર કર્મ. ૩૦. શ્વાસ લઈ શકું છું. શ્વાસ લેવાની શક્તિ અપાવનાર કર્મ. ૩૧. બોલવાની શક્તિ છે. બોલવાની શક્તિ અપાવનાર કર્મ. ૩૨. મને રોદણાં રોવા તો ગમે જ નહીં, ઉત્સાહ, સામર્થ્ય અપાવનાર જે કરવું તે ઉત્સાહથી જ કરવું, અને કર્મ. Page #186 -------------------------------------------------------------------------- ________________ ગમે તે ભોગે પાર પાડ્યે જ છૂટકો. ૩૩. મારામાં શાસ્ત્ર ભણાવવાની, વિચારવાની શક્તિ છે. ૩૪. તથા ધર્મ તરફ કોઈ વખત સાધારણ પ્રેમ રહ્યા કરે છે, ને કોઈ વખત બેદરકારી પણ રહે છે. ૩૫. ઉચ્ચ સંસ્કારવાળા કુટુંબમાં મારો જન્મ થયો, જેથી સારી ભાવના, સત્સંગ વગેરે રહી શકે છે. મનુષ્યની જીવનસામગ્રી (ચાલુ) ૧૬૧ શાસ્ત્રજ્ઞાન કરાવનાર કર્મ. ધર્મ તરફ પ્રેમ કરાવનાર તથા કોઈવાર બેદ૨કા૨ી કરાવનાર કર્મ. ઉચ્ચ કુળ અપાવનાર કર્મ. આ રીતે મેં મારી અનેક સામગ્રીઓ ગણાવી, તથા તે તે સામગ્રી અપાવનાર કર્મો પણ અનેક ગણાવ્યાં. બીજી પણ સામગ્રી અને કર્મો ગણાવી શકાય ખરાં. તમારી શક્તિના પ્રમાણમાં ઠીક ગણાવી શક્યા છો. એમ તો કહેવું જ પડશે. તોપણ કોઈ કોઈ પ્રસંગે વસ્તુસ્થિતિ કરતાં જુદી રીતે કર્મો ગણાવ્યાં છે, જેમકે-“શાસ્ત્રો ભણવાની શક્તિ અપાવનાર કર્મ.’' પણ તેવું કોઈ કર્મ નથી. તેવું કર્મ ન હોવાનાં શાં કારણો છો ? તે હવે પછીના પાઠોથી સમજાશે. Page #187 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૭મો શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ પહેલા ભાગમાં તમે આત્મા અને જડ વિશે શીખી ગયા છો. જેમાં ચૈતન્ય હોય તે આત્મા, અને ચૈતન્યરહિત હોય તે જડ. તમારું શરીર જડ છે. અને તમારા જડ શરીરમાં ચૈતન્યવાળો આત્મા રહેલો છે. આ બધું તો તમે શીખી ગયા છો. કેમ યાદ આવે છે કે ? હા, જી ! એ બધું તો બરાબર યાદ છે. ત્યારે કહો આત્મા સંબંધી બીજો શો શો વિચાર આવી ગયો છે ? આત્મામાં સ્ફુરણો—આંદોલનો થાય છે. લાગણીઓ સ્ફુરે છે. અને કર્મ ઉપર જુદી જુદી અસર પાડનારી લાગણીઓના જુસ્સા (કરણો) પણ આત્માની જ શક્તિ છે. - બરાબર, પરંતુ આપણે હંમેશા જે જે કામો કરીએ છીએ, તેમાં આત્માનાં કયાં કયાં કામો છે, શરીરનાં કયાં કયાં કામો છે, કર્મનાં ક્યા કચા કામો છે, આજુબાજુના સ્થળ તથા કાળની પરિસ્થિતિને લગતાં કયાં કયાં કામો છે તે વિચારવાની પણ અહીં જરૂર છે. કેમ આ વિચારની અહીં શી જરૂર છે ? ગયા પાઠમાં તમે માનવ-જીવનની સામગ્રી ગણાવી છે, એ સામગ્રીમાં બીજી પણ અનેક સામગ્રીઓ બાકી રહી ગઈ છે અને કેટલીક સામગ્રીઓ કર્યો નથી અપાવી શકતી, છતાં તે પણ તમે કર્મે અપાવી હોય એમ ગણાવેલ છે. જીવનની બધી સામગ્રી કર્મોએ જ નથી અપાવી શું ? Page #188 -------------------------------------------------------------------------- ________________ ના, ના. ત્યારે શી રીતે છે ? શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ ૧૬૩ ચાલો, આપણે તે જ વિચારવાનું છે. વાહ ! સુંદરલાલભાઈ કેરીઓનો ટોપલો ભરી લાવ્યા ! તમે બધા સારી રીતે અભ્યાસ કરો છો, તેથી પ્રેમપૂર્વક તમને વહેંચવા આવ્યા જણાય છે, નહીં કે ઉપકાર ખાતર ! સુંદરલાલભાઈ ! બહુ કેરીઓ લાવ્યા. ના, જી ! કંઈ એ ઘણી નથી. સારી કેરીઓ આજે વધારે મળી શકી નહીં, નહીં તો કંઈ બીજું જ ધાર્યું હતું. પરંતુ બન્યું તે ખરું. મારું ભાગ્ય ક્યાંથી કે આવા અભ્યાસી વિદ્યાર્થીઓની ભક્તિનો પૂરેપૂરો લહાવો લઈ શકું ? એમ વિચારવાની કશી જરૂર નથી. બાહ્ય સામગ્રી ભલે થોડી હોય પણ તેની પાછળ રહેલા અગાધ પ્રેમની જ કિંમત છે. એ ખરું, આપણા જેવાની પ્રેમધા૨ા તો વહેતી જ હોય, પરંતુ તેમાં ઉછાળો આણવો હોય—ભરતી આણવી હોય તો, સાધનોની પણ જરૂર પડે જ. જેટલી હદ સુધી અને જેટલા વખત સુધી બાહ્ય સામગ્રી પહોંચે ત્યાં સુધી અને તેટલી હદ સુધી આપણો પ્રેમસાગર ઊછળે; અને ત્યાં સુધી જ આનંદરસનો અનુભવ કરી શકાય. મારી સમજ તો આ પ્રમાણે છે. બરાબર, આપનું કહેવું બરાબર છે. કહો ત્યારે આ કેરીનું શું કરવા ધાર્યું છે ? મને એમ લાગે છે કે દરેક વિદ્યાર્થીને પાંચ પાંચ કૈરી વહેંચી આપીએ, એટલે લગભગ બધાને પહોંચી રહેશે. સારું, ત્યારે એમ કરીએ. હા, અને તે જલદી, કારણ કે તમારા ચાલુ અભ્યાસના કાર્યમાં વિક્ષેપ ન પડે, એ પણ અમારે વિચારવું જોઈએ. ચાલો, તમને બધાને કેરીઓ મળી ગઈ ? હા, જી ! Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કર્મ-વિચાર ભાગ-૩ ત્યારે, પોતપોતાને સ્થાને બધા બેસી જાઓ. અને હું ઇચ્છું છું કે, હમણાં કોઈએ કેરી ચૂસવી નહીં. આપણો આજનો વિષય સમજાવવાનો વખત પૂરો થાય, ત્યાર પછી ખુશીથી બધા ચૂસજો . રમણલાલ–મારો પણ એવો જ અભિપ્રાય હતો. તમારા બીજા પણ વિદ્યાર્થી બંધુઓ તમારા આ અભિપ્રાયને સંમત હશે ? હા, જી. અમે બધા સંમત જ છીએ. યોગ્ય વિચારમાં મતભેદ પાંડવો તે ઉચિત ન જ ગણાય. ઠીક, ચાલો ત્યારે હવે આગળ ચલાવીએ. ચંપકલાલ ! આ તમારી સામે શું પડ્યું છે? એ તો કેરી છે ને. હા, હમણાં જ તમને મળી તે. તેના ઉપર કાંટા ઊગેલા છે કે નહીં? ના, જી ! તે તો સુંવાળી છે. જુઓને હાથ ફેરવે છે). કેરીમાં સુંવાળપ લીલાપણું-કૂદતા છે, તે તમે શી રીતે જાણી શક્યા? હાથ ફેરવવાથી. ફરી હાથ ફેરવો જોઈએ. આ ફરીથી ફેરવ્યો. કેરી કેવી લાગે છે? હજુ પણ સુંવાળી જ લાગે છે. ઠીક, આ લાકડાની પટ્ટી કેરી ઉપર ફેરવો જોઈએ. લાવો, ફેરવું. કેરી કેવી લાગે છે ? કંઈ માલૂમ પડતું નથી. Page #190 -------------------------------------------------------------------------- ________________ શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ ૧૬૫ કારણ ? લાકડામાં ચૈતન્ય નથી. તેથી તે ઓળખી શકતું જ નથી. ત્યારે તમારો હાથ કેમ ઓળખી શકે છે? તેમાં ચૈતન્યવાળો આત્મા છે, તેથી. તેમાંથી તે ચૈતન્યવાળો આત્મા ખેંચી લઈએ તો? તો, તે હાથ કંઈ ન જ સમજી શકે. તે પણ લાકડાના કકડા જેવો જ. ત્યારે કેરીની સુંવાળપ જાણનાર ખરો કોણ ? મારો આત્મા. વારુ ! ત્યારે મારા હાથમાં લાકડાની આ બે પટ્ટીઓ છે. તેમાં વધારે સુંવાળી કઈ હશે ? મારા હાથમાં આપો, તો કહું કે–કઈ વધારે સુંવાળી છે. ના, ના. તમારા હાથમાં તો ન આપું, તમારા આત્માથી જ કહો. જેમ કેરીનો સ્પર્શ તમારા આત્માએ જાણ્યો, તેમ આ કેમ ન જાણે ? પટ્ટીઓ હાથમાં લીધા વિના તો નહીં જાણી શકે. તો પછી સુંવાળાપણું જાણનાર ખરો કોણ? તમારો હાથ કે તમારો આત્મા ? બને મળીને જાણે છે. એક્લો આત્મા પણ ન જાણી શકે, અને એકલો (આત્મા વગરનો) હાથ પણ ન જાણી શકે. ત્યારે તમે કેરીને સુંવાળી કહો છો તેમાં હાથે કેટલું કામ કર્યું, અને તમારા આત્માએ કેટલું કામ કર્યું. તે જુદું જુદું સમજાવી શકશો ? - હા, જી. મારો હાથ કેરીને અડક્યો, કેરી ઉપર ફર્યો, ને તેની સાથે રહેલા આત્માએ તે વખતે કેરીની મૃદુતા પારખી લીધી. કેરીને બદલે કારેલું હોત, તોપણ હાથ તો આ રીતે જ અડકત, અને તેના ઉપર ફર્યા કરતે, પરંતુ “ખડબચડું છે” એમ તો આત્મા જ અંદરથી અવાજ આપત. બરાબર, ત્યારે આ કેરીનો સ્વાદ કેવો છે ? Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કર્મ-વિચાર ભાગ-૩ ચાખ્યા વિના શી રીતે કહી શકાય ? તોપણ મીઠી કેરીની જેવી ગંધ હોય તેવી આની આવે છે. એ ઉપરથી અનુમાનથી એમ કહી શકાય કે, કેરી મીઠી હશે, મીઠી હોવાનો સંભવ છે. ચાખો ત્યારે. ચાખું ? હા, હા. ખુશીથી ચાખો. પરંતુ કેરીને મોએ ન લગાડતા. બસ, હવે કેરી સારી રીતે ઘોળાઈ ગઈ છે. જુઓ, ઉપર રસ આવી ગયો છે. પણ યાદ રાખજો કે તમારે કેરી મોએ લગાડવાની નથી. ઠીક, ત્યારે આંગળી ઉપર લઈને ચાખીશ. ભલે, તેમ કરો. પરંતુ આંગળી પણ મોંએ ન લગાડશો. તો શી રીતે ચાખું? આંગળીથી. આંગળીથી તો ના ચખાય. ત્યારે શાથી ચખાય ? જીભથી. કારણ ? હાથમાં ચાખવાની શક્તિ નથી. જીભમાં તે શક્તિ છે. ઠીક, ત્યારે જીભથી ચાખો. બહુ જ મીઠી છે. કેરીની જાત ઉત્તમ છે. ઘણી જ મીઠાશ છે. આ મીઠાશ કોણે જાણી ? મારા આત્માએ. તમારો આત્મા તો આંગળીમાં પણ હતો. ત્યારે કેમ ન જાણી શક્યો? જાણી શક્યો હતો. Page #192 -------------------------------------------------------------------------- ________________ શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ ૧૬૭ ત્યારે કેમ “કેવી મીઠાશ છે' તે તમે કહી શક્યા નહીં ? મીઠાશ નહોતો જાણી શક્યો. ત્યારે શું જાણી શક્યો હતો ? કેરીનો રસ ગરમ નહોતો પણ ઠંડો હતો, તે આંગળી પર લગાડતાં જાણી શકાયો હતો. જોઈએ. મીઠાશ કેમ ન જાણી ? મીઠાશ જાણવાની તો શક્તિ જીભમાં જ છે. ત્યારે કેમ કહો છો કે મારા આત્માએ મીઠાશ જાણી. આત્મા અને જીભ બન્નેએ મળીને મીઠાશ પારખી, એમ કહેવું ત્યારે તેમાં જીભે શું કામ બજાવ્યું અને આત્માએ શું કામ બજાવ્યું ? જીભે રસના પરમાણુઓને પોતાની ઉપર ફેલાવ્યા કે આત્માએ પાછળ રહ્યે રહ્યે મીઠાશ પારખી. આંગળી ઉપર રસ ચોપડવાથી અંદર રહેલો આત્મા કેમ ન પારખી શક્યો, અને જીભ કેમ પારખી શકી, તેનું કારણ સમજો છો ? મને તો એમ લાગે છે કે આત્મા સુધી કેરીની રસશક્તિને પહોંચાડવા યોગ્ય હાથનું બંધારણ જ નથી. હાથ આત્મા સુધી અસર પહોંચાડે તો બિચારો પારખે ને ? જીભનું એવું બંધારણ છે કે રસશક્તિ જીભ ઉપર એવી ખૂબીથી ફેલાય છે, અને જીભના પોચા બંધારણમાં એવી ખૂબીથી રસ ફરી વળે છે કે ઠેઠ આત્મા સુધી તેની અસર પહોંચે છે, ને તરત તે પારખે છે. આ રીતે તમે કેરીની મૃદુતા તથા મીઠાશ પારખી. તે બન્ને ક્રિયામાં તમારા શરીરના અવયવ હાથ તથા જીભની પ્રવૃત્તિ છે, અને આત્માની પણ પ્રવૃત્તિ છે. એટલે શરીરની પણ પ્રવૃત્તિ જુદી છે, અને આત્માની પણ પ્રવૃત્તિ જુદી છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૮મો શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ ભાઈ ! રસિકલાલ ! ચંપકલાલ સાથે થયેલી વાતચીત તો તમે સાંભળી છે ને? હા, જી ! અને આખી વાતચીતનો સાર પણ બરાબર સમજ્યા છો કે નહીં? બરાબર સમજ્યો છું ? કહો જોઈએ. કેરીની મીઠાશ જાણવામાં તથા સુંવાળાપણું અનુભવવામાં શરીર અને આત્મા એમ બન્નેની પ્રવૃત્તિઓ કામે લાગે છે. બરાબર. ત્યારે હવે હું એક બીજો પ્રશ્ન પૂછું છું, તેનો બરાબર વિચાર કરીને જવાબ આપો. પૂછો, જોઈએ. આપી શકાશે તો જવાબ જરૂર આપીશ. લો, ત્યારે આ બે કેરી. વારાફરતી ચાખો. બન્નેમાં તમને કઈ વધારે ખાવી ગમે છે, તે કહો. અને મેં તમને આ પ્રશ્ન પૂછ્યો, ત્યાંથી માંડીને તમે મને પૂરો ઉત્તર આપો ત્યાં સુધીમાં કેટલી પ્રવૃત્તિઓ થઈ ? અને તેમાં કઈ પ્રવૃત્તિ શરીરની અને કઈ પ્રવૃત્તિ આત્માની તે બરાબર પૃથક્કરણ કરીને કહો. પ્રથમ હું બને કેરીઓ ચાખી લઉં. ચાખી લો. Page #194 -------------------------------------------------------------------------- ________________ શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ ૧૬૯ આ બેમાં પ્રથમ કેરી ચાખી, પણ તે ખાટી જ છે. ચાખતાં તો ચાખી, પ્રથમથી જ જો ખટાશની ખબર પડી હોત, તો દાંતને ઈજા થવા ન દેત. બીજી કેરીની મીઠાશ ઘણી સરસ છે. જો આખી ચૂસી જવામાં આવે તો મનને જરૂર બહુ જ આનંદ પડે. બહુ સારું, એ કરી પછીથી તમે જ ચૂસી જજો. પરંતુ મેં તમને પ્રશ્ન કર્યો, અને તમે મને જવાબ આપ્યો, ત્યાં સુધીમાં શરીરની તથા આત્માની કઈ કઈ પ્રવૃત્તિઓ તમારે કરવી પડી, તેનું સ્પષ્ટ વર્ણન સમજાવો. આપે મને પ્રથમથી જ પ્રશ્ન પૂછતી વખતે ચેતાવ્યો હતો, જેથી મેં દરેક ક્રિયામાં ખ્યાલ તો બરાબર રાખ્યો છે. એટલે બનતાં સુધી તો જવાબ બરાબર અપાશે, એમ લાગે છે. - ઘણી ખુશીની વાત. કહો ત્યારે. ૧. આપે જે શબ્દો કહ્યા, તે શબ્દો આ મકાનમાં ફેલાયા, મારા અને સૌના શરીરને અડકયા, એટલું જ નહીં પરંતુ સૌના તેમ મારા કાન પર તેની અસર, શરીરના બીજા અવયવો કરતાં સ્પષ્ટ થઈ. કાન એ શરીરનો અવયવ છે. શબ્દો ગ્રહણ કરવાની કાનની પ્રવૃત્તિ, તે પહેલી શરીરની પ્રવૃત્તિ થઈ. ૨. પછી, મારા આત્માએ પાછળ રહ્યું રહ્યું, તે જ શબ્દો બરાબર સાંભળીને નક્કી કરી લીધું કે, “અમુક શબ્દો સાંભળવામાં આવ્યા.” ત્યાર પછી તેનો અર્થ બરાબર સમજી લીધો કે-“આ વાક્યમાં અમુક મતલબનો હુકમ કર્યો છે. થોડી મિનિટો પહેલાં જેની સાથે વાતચીત થતી હતી તે માનનીય વ્યક્તિના જ આ શબ્દો છે” વગેરે તથા આજુબાજુની પરિસ્થિતિનો પણ નિર્ણય કરી કાઢયો. આ બધી આત્માની જ પ્રવૃત્તિઓ જણાય છે. ત્યાર પછી વાક્યના અર્થ પ્રમાણે વર્તવાનો નિશ્ચય કરી આત્માએ મનને પ્રેરણા કરી. ૩. ત્યાર પછી મનની પ્રેરણાથી હાથને કામ કરવાની ફરજ પડી. હાથમાં રહેલા આત્મપ્રદેશો હાથની સાથે તૈયાર થઈ ગયા કે તરત હાથે કેરી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કર્મ-વિચાર ભાગ-૩ પકડી. આમાં પકડનાર હાથ. એ શરીરની પ્રવૃત્તિ. હાથમાં પકડતી વખતે કેરીને કેમ પકડવી જોઈએ. આ જાતની રીત જાણે આત્મા તે વખતે શીખવતો હોય ને, તેમ જે રીતે પાકી કેરીને પકડવી જોઈએ, તે જ રીતે હાથે પકડી. જો વધારે દબાવીને પકડી હોત તો પાકી કેરીમાં એકદમ આંગળીઓ ખૂંચી જાત, અને જો તદ્દન પોચા આંગળાઅડક્યા એ રીતે કેરી પકડી હોત તો, કેરી હાથમાં રહી જ ન શકત, એટલે પડી જ જાત. હાથમાં આ રીત ઉતારનાર પણ આત્મા જણાય છે. ત્યાર પછી હાથ કેરી ઘોળવા લાગ્યા, તે શરીરની પ્રવૃત્તિ. કેરી બરાબર ઘોળાઈ ગઈ, એ સૂચના પહોંચાડનાર આત્મા. તથા ઘોળતી વખતે, પૂર્વે ઘણી વાર જોઈને યાદ રાખેલી ઘોળવાની રીત હાથને બતાવી, તે પણ આત્માએ. બીજી કેરી હજુ ઘોળવાની છે, માટે આને બાજુએ ધીમેથી મૂકી બીજી કેરી લેવી ને તે ઘોળવી. બાજુ પસંદ કરવી, મૂકવાની ક્રિયા બરાબર વાજબી જોઈએ તે પ્રમાણે હાથમાં ઊતરવી, પ્રથમની જેમ જ બીજી કેરી હાથમાં લેવી, ને ધોળવી. તેને પણ બાજુએ મૂકવી જોઈએ. મૂકવાની ક્રિયા પણ બરાબર વાજબી હાથમાં ઊતરવી. એ વગેરે ક્રિયાઓમાં—લેવા મૂકવાની ક્રિયા, તથા ઘોળવાની ક્રિયા–એ હાથની— શરીરની પ્રવૃત્તિ છે. બાકીની બધી પ્રવૃત્તિઓ આત્માની છે. એ સ્પષ્ટ સમજાય તેમ છે. એટલે વિસ્તાર નથી કરતો. કંઈ નહીં, આગળ ચાલો. કેરી ચાખવી એટલે રસ ચાખવો, પરંતુ તે કેરીમાં છે. રસ બહાર કાઢવા ઉપરથી કેરીનું મોં હાથવતી ખોલવું જોઈએ. આ પ્રેરણા આત્માએ કરી, કે તરત હાથે ઉપરથી ડીંટિયું ખોલ્યું કે રસ બહાર આવ્યો. આમાં ડીંટિયું તોડવા સિવાયની બધી પ્રવૃત્તિ આત્માની જ જણાય છે. રસ તો બહાર આવ્યો, પરંતુ ચાખે કોણ ? આ કામ જીભનું છે. જીભ તો મોંમાં છે. કેરી સુધી જઈ શકે તેટલી લાંબી જીભ નથી. તો હવે શું કરવું ? તરત હાથને પ્રેરણા થઈ, હાથ મોં તરફ વળ્યા. માને પણ કેરીને પોતાનામાં લેવા પ્રેરણા થઈ રહી હતી. જીભે પણ રસ ચાખવા ઉતાવળ કરી Page #196 -------------------------------------------------------------------------- ________________ શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ ૧૭૧ મૂકી હતી. હાથે કેરી પકડી રાખી. મોંએ હોઠવતી ધીમે રહી દબાવવા માંડી, મોનો અંદરનો ભાગ ખેંચીને રસ ગળા નીચે ઉતારવા લાગ્યો. વચ્ચે વચ્ચે જીભ સ્વાદ લેવા લાગી. પણ મારે એ કેરી તરત મૂકી દેવી પડી. કારણ તે ખાટી હતી. દાંત બિચારા ધ્રૂજી ઊઠ્યા, જીભ પણ ના પાડવા લાગી. આ બધામાં દરેક જાતની આત્માની પ્રેરણા હતી. માત્ર હાથનું મોં તરફ જવું, કેરી પકડી રાખવી, મોંએ કેરીને પોતાનામાં પ્રવેશ થવા દીધો, જીભ રસને અડકી, મોંના બીજા અવયવોએ આ કામમાં મદદ કરી, એ બધી શરીરની પ્રવૃત્તિ હતી. ખાટા રસ તરફથી પાછા ફરવું જોઈએ, એ પ્રેરણા આત્માની. અને પાછા ફરવાની ક્રિયા જીભે કરી. મોંએ કેરી તરછોડી કાઢી. હાથે નીચે મૂકી દીધી. આ બધી શરીરની પ્રવૃત્તિ. આવી ખાટી કેરી મેં કદી ચૂસી નથી. તેથી આનું શું પરિણામ આવશે? હવે કદી આવી કેરી નહીં ચૂસું. એવી આ કેરી તરફ અણગમાની લાગણી થઈ, તે પણ આત્માની જ ક્રિયા. જો કે બીજી કેરી ચૂસવી કે કેમ ? એ વિચારમાં જ મારો આત્મા હતો, પણ આપની આજ્ઞા માનવી જોઈએ. આવા સદ્ગુણની લાગણી ધરાવનારા મારા આત્માએ બન્ને કેરી ચાખવાનો આપનો હુકમ યાદ કર્યો, અને તરત હાથમાં પ્રેરણા થઈ કે, હાથે ડીંટું ઉખેડી કેરી મોંએ લગાડી. આમાં હાથ અને મોં સિવાયની બધી આત્માની જ પ્રવૃત્તિઓ છે. કેરી મોંએ લાગી કે અનિચ્છાએ પણ જીભને ફરજ બજાવ્યા વિના છૂટકો નહોતો. જીભનો અને રસનો સ્પર્શ થયો. રસના અણુઓ જીભની પોચી કાયા ઉપર પ્રસર્યા, અંદરથી જવાબ આવ્યો—‘સરસ છે ! ચૂસો !' જીભ ચોંટી રહી. અંદરથી આત્મા હાથ, મોં અને જીભ પર પ્રેરણા મૂલ્યે જતો હતો, અને સ્વાદનો આનંદ લેતો જતો હતો. પરંતુ આપે ચાખવાનો હુકમ આપ્યો હતો, નહીં કે ચૂસવાનો. આ વાત આત્માએ બરાબર યાદ રાખી હતી. એટલે ચખાઈ રહેવા પૂરતી ક્રિયા થયે નીચે મૂક્યા વિના તેનો છૂટકો જ નહોતો એ આત્માની સમજમાં બરાબર હતું. બસ. તરત સર્વને મનાઈ કરવી પડી. જીભ, મોં વગેરે દૂર Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કર્મ-વિચાર ભાગ-૩ બેસી ગયાં. અને હાથને પણ કેરી બરાબર નીચે યોગ્ય ઠેકાણે મૂકી દેવી પડી. આમાં હાથે, મોં અને જીભની અમુક અમુક પ્રવૃત્તિઓ સિવાય ઘણી પ્રવૃત્તિઓ આત્માની છે. ત્યાર પછી પણ આપને જવાબ દેવાની જવાબદારી તો હતી જ. આખી હિલચાલમાંથી આત્મા અને શરીરની પ્રવૃત્તિઓનું આત્માએ પૃથક્કરણ કરી કાઢ્યું. Page #198 -------------------------------------------------------------------------- ________________ પાઠ ભો આત્મા : ગુણો અને સ્વરૂપ પ્રબોધચંદ્ર ! આ આખી વાતચીત ઉપરથી તમે શું સમજયા, તે કહી શકશો ? હા, ચોક્કસ. આપણી સર્વ પ્રવૃત્તિઓમાં શરીર અને આત્મા, એમ બન્નેની પ્રવૃત્તિઓ મળેલી જ હોય છે. તેમાં કઈ કઈ શરીરની પ્રવૃત્તિ અને કઈ કઈ આત્માની પ્રવૃત્તિ, તેનું પૃથક્કરણ સારી રીતે કરવામાં આવ્યું છે. ખ્યાલ તો બરાબર રાખ્યો છે. પરંતુ આત્માની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરી શકશો ? શી રીતે ! પ્રશ્ન બરાબર સમજવામાં ન આવ્યો. મારું એમ કહેવું છે કે, આપણે શરીરની અને આત્માની એમ બે પ્રકારની પ્રવૃત્તિઓ જુદી જુદી સમજયા. પરંતુ કેવળ આત્માની પ્રવૃત્તિ એક સરખી જ જણાય છે, કે તેના વર્ગો થઈ શકે તેમ છે ? આ મારો પ્રશ્ન છે. એકાએક હા કે ના, કેમ કહી શકાય ? તેનો પણ વિચાર કરીએ, વિચારને અંતે જે નિર્ણય થશે તે ખરો. ચલાવો ત્યારે વિચાર. આપની મદદ તો જરૂર જોઈશે જ. હું તો મદદમાં છું જ તો. એટલું તો જરૂર લાગે છે કે, આત્માની પ્રવૃત્તિઓમાં પણ ભેદ તો જણાય છે. શો શો ભેદ જણાય છે ? લાગણીઓ આત્મામાં ઉત્પન્ન થાય છે અને તે અનેક પ્રકારની છે. તે હકીકત પહેલા ભાગમાં આવી ગયેલ છે. તે ઉપરથી કદાચ આ પ્રશ્નના Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કર્મ-વિચાર ભાગ-૩ ઉકેલનો પત્તો લાગે ખરો. ભલે, એ રીતે વિચાર કરો. આપણે આ કેરીના દાખલામાં પણ અનેક લાગણીઓ અનુભવી ચૂક્યા. રસ ચાખવાની ઇચ્છા કરતાં રસની મીઠાશનું જ્ઞાન, જુદી પ્રવૃત્તિ લાગે છે. મીઠાશના જ્ઞાન પછી વધારે કેરી ચૂસવાની ઇચ્છા એ તેના કરતાં પણ જુદી પ્રવૃત્તિ જણાય છે. ખાટી કેરી ચાખીને તેને દૂર કરવાની લાગણી પણ વળી તદ્દન જુદી જ હોય એમ લાગે છે. સુંદરલાલભાઈની કેરીઓ વહેંચવાની પ્રેમની લાગણી પણ જુદા જ પ્રકારની છે. બહાર-દુનિયામાં પણ વિચાર કરતાં દરેક પ્રાણીમાં પોતાના હિતની બાબત વિશે અથવા પોતાના પરિચયમાં આવતા પદાર્થો વિશે થોડું ઘણું જાણવું. કેટલાકને વળી પોતાને ઉપયોગી હોય કે ન હોય પણ અનેક બાબતો જાણવાની ઇચ્છા હોય છે, કે જેને લોકો વિદ્વાન કહે છે તેમાં પણ એક એક કરતાં ચડિયાતા હોય છે. કેટલાક માણસોને અમુક ખાવાની ચીજ તરફ, તો કોઈને સગાં કે અમુક કુટુંબ તરફ, કેટલાકને સામાન્ય પ્રાણીઓ ઉપર પણ લાગણી હોય છે. વળી કેટલાકને પોતાના ધર્મગુરુ તરફ કોઈને પોતાના ઇષ્ટદેવ ઉપર એટલી બધી પ્રેમની લાગણી હોય છે કે, જેથી તેઓ દુનિયામાં મોટા મોટા ભક્તો કહેવાય છે. તેવી જ રીતે કેટલાક માણસોમાં આગ્રહ પણ એવો જ હોય છે કે તે અમુક પકડ્યું ન જ મૂકે. પછી ખરું હોય કે ખોટું હોય. આ રીતે આત્માની પણ અનેક જુદી જુદી પ્રવૃત્તિઓ જણાય છે. બધી એક સરખી હોય તેમ તો નથી જ. પણ બરાબર પૃથક્કરણ કરીને હું તેને પદ્ધતિસર ગોઠવી શકતો નથી. કંઈ અડચણ નહીં. તમે તમારી સમજણશક્તિને કામે લગાડીને જે કંઈ નિર્ણયો બાંધશો, તે પણ તમારે માટે તો ઘણા કિંમતી ગણાય. બાકી વ્યવસ્થા તો આપણે બરાબર ગોઠવી લઈશું. આથી વધારે કંઈ કહી શકશો? હવે તો ઘણું મુશ્કેલ લાગે છે. સાંભળો ત્યારે હું તમને પ્રથમ આત્માનું કેટલુંક સ્વરૂપ સમજાવું. પછી તેના કયા કયા ગુણો છે એ વગેરે હકીકત આપણે સમજી શકીશું. Page #200 -------------------------------------------------------------------------- ________________ અંતરંગવિચાર પાઠ ૧લો આત્માનું સ્વરૂપ ૧. આત્માનું સ્વરૂપ જૈન શાસ્ત્રકારોએ શી રીતે વર્ણવ્યું છે, તે બધું તો આપણે અહીં નહીં વિચારીએ. પરંતુ આપણને તેમાંનું જે કંઈ ઉપયોગી છે, તેનો પ્રથમ તે શાસ્ત્રકારોની જ દૃષ્ટિથી વિચાર કરી લઈએ. ૨. આત્માના પર્યાય શબ્દો–આત્મા, જીવ, સત્ત્વ, ચેતનવંત, હંસ, પ્રાણવાન, પ્રાણી, શરીરી વગેરે વગેરે. ૩. આત્મા. ૧. જ્ઞાનશક્તિવાળો છે. ૨. દર્શનશક્તિવાળો છે. અચ્છેદ્ય-અભેદ્ય છે. તેમાં ગંધ, સ્પર્શ, રૂપ, શબ્દ સ્વાદ વગેરે કંઈ નથી. ૭. તે કદી નાશ પામતો નથી. ૮. તે બળતો નથી. ૯. ભીંજાતો નથી. ૧૦. પવનથી ઊડતો નથી. ૧૧. તે ભારે કહેવાતો નથી. ૧૨. તે સંકોચ પામે છે. ૧૩. વિસ્તાર પામી શકે છે. ૧૪. તે ગતિ કરે છે. ૧૫. સ્થિતિ કરે છે. ૧૬. તે અખંડ છે. ૧૭. તેને પોતાને કોઈ પણ ખાસ આકૃતિ નથી. ૧૮. તેને કોઈ ખાસ બાંધો પણ નથી. ૧૯. તે ઊંચ કે નીચ પણ કહેવાતો નથી. ૨૦. આત્મામાં અખૂટ-અનંત બળ છે. ૨૧. દાન આપવાની યોગ્યતા છે. ૨૨. દાનનું ફળ અનુભવવાની યોગ્યતા છે. ૨૩. ભોગો અને ઉપભોગોમાં આનંદ માનવાની યોગ્યતા છે. ૨૪. આત્મામાં પોતાનું અનંત અનંત સુખ છે. ૨૫. તે સ્વતંત્ર છે. ૨૬. છતાં પરતંત્ર થવાની યોગ્યતા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કર્મ-વિચાર ભાગ-૩ ધરાવે છે. ર૭. તે ઉત્પન્ન થતો નથી. ૨૮. તેનામાં નિશ્ચયબળ છે. ર૯. તે સત્યમય છે. ૩૦. તે પરમ પવિત્રતામય છે. ૩૧. છતાં દુનિયાદારીની બધી યોગ્યતા તે ધરાવે છે. ૩ર. તે તપોમય છે. ૩૩. તે એકલો છે. એવા અનંત આત્મા છે. ૩૪. દરેક આત્મા જેવો જ તે છે. ૩૫. છતાં પોતાના ગુણ સ્વભાવ પોતે સ્વતંત્રપણે જ ધરાવે છે. ૩૬. તે બદલાય છે. ૩૭. છતાં તે કદી આત્માપણે મટી જતો નથી. ૩૮. તે દરેક ઠેકાણે જઈ શકે છે. ૩૯. છતાં એક જ ઠેકાણે પણ રહી શકે છે. ૪૦. તે આખો એક સ્કંધમય છે. ૪૧. છતાં તેનો અમુક ભાગ કલ્પી શકાય છે. ૪૨. અને તેના નિવિભાજય ભાગો (પ્રદેશો) પણ કલ્પી શકાય છે. ૪૩. એવા અસંખ્ય પ્રદેશો તે ધરાવે છે. ૪૪. તે લાંબો થઈ શકે છે. ૪૫. ટૂંકો થઈ શકે છે. ૪૬. પાતળો થઈ શકે છે. ૪૭. સારું ખોટું પારખી શકનાર પણ તે જ છે. ૪૮. તે જાણે છે. ૪૯. તે જણાય પણ છે. ૫૦. તે છે છે ને છે. ૫૧. તેમાં કર્યગ્રહણ યોગ્યતા છે. પર. કર્મત્યાગ યોગ્યતા છે. પ૩. તે કંઈ ખાતો નથી, પીતો નથી. ૫૪. તે કદી અણુસ્વરૂપ થતો નથી. ૫૫. તેમ જ કદી અપરિમેય સ્વરૂપ પણ પામતો નથી. પ૬. આત્મા કારણ છે. ૫૭. પણ તે કાર્ય નથી. આવા અનેક વિચિત્ર સ્વરૂપવાળો આત્મા છે. અને ઉપર ગણાવ્યા તેવા તેને અનંત ગુણો છે, એવું શાસ્ત્રમાં વર્ણન આવે છે. ઉપરના દરેક ગુણોમાં તમને બરાબર સમજ નહીં પડી હોય, તે મારા ખ્યાલમાં છે. છતાં બધાની સમજણ પાડવી તે પણ ઘણું મુશ્કેલ કામ છે. તોપણ તેમાંના મુખ્ય મુખ્ય ગુણોની સમજ પાડીશ એટલે તમને ઠીક પડશે. આત્માનું આટલું બધું વિચિત્ર સ્વરૂપ તો આજે જ સાંભળ્યું. તો પછી સમજી તો શી રીતે શકાય જ ? ચાલો ત્યારે કંઈક સમજાવું. ૧. તે રૂપરહિત છે, તે તો આપણે જાણીએ જ છીએ, કેમકે કોઈ મરી જાય છે ત્યારે તેના આત્માને આપણે જોઈ શકતા નથી. તેને અડકી પણ શકતા નથી, તેને ચાખી પણ શકતા નથી. અર્થાત તેનો સ્વાદ આવતો નથી. તેમ જ તે વખતે તેની ગંધ પણ નથી આવતી. એ તો બરાબર. Page #202 -------------------------------------------------------------------------- ________________ આત્માનું સ્વરૂપ ૧૭૭ ૨. પશુ, પક્ષી, મનુષ્ય, જંતુઓ, માછલાં, કીડા વગેરેની સંખ્યા જગતમાં કેટલી હશે ? તે શી રીતે ગણી શકાય. જો આપણે તે ગણી શકતા નથી. તો પછી આપણે ન જાણતા હોઈએ તેવાં પણ અનેક પ્રાણીઓ છે. તે બધાનો એક એક આત્મા ગણીએ તોપણ અનંત આત્માઓ થઈ જાય. ૩. દરેક આત્માને પોતપોતાના ગુણો સ્વતંત્ર હોય છે. જેવા એકમાં છે તેવા જ બીજામાં છે. છતાં તે તેના કરતાં જુદો છે અને છતાં સરખો છે. જેમકે એક ર૫) રૂપિયાની થોકડી લઈએ. તેમાં દરેક રૂપિયા એકેએક જુદા જુદા છે છતાં દરેક સરખાં છે. દરેકમાં સરખી છાપ, સરખો સિક્કો, સરખી વેલ, સરખો ગોળાકાર વગેરે વગેરે છતાં એકનો ગોળાકાર તેનો પોતાનો જ છે, બીજાનો તે નથી. એકની છાપ તે પોતાની જ છે. બીજાની બીજી છાપ છે, અને તેની છાપનો માલિક તે પોતે જ છે. તેવી રીતે આત્મામાં પણ સમજવું. આપ બધાને સરખા કહો છો તે શી રીતે ? આપણે બધાંયે ક્યાં સરખા છીએ ? તમે જે જુદાપણું જુઓ છો તે શરીરનું જુદાપણું જુઓ છો અને હું તો આત્માની વાત કરું છું. ત્યારે શું મારો અને આપનો આત્મા સરખો જ હશે ? ના. અત્યારે નહીં, પણ દરેક જાતના બીજા સંજોગોને લીધે ફેરફાર પામતો આત્મા બાજુએ રાખીને કેવળ તેનું શુદ્ધ સ્વરૂપ વિચારીએ તો હું કહું છું તે પ્રમાણે છે. ત્યારે એવા આત્માઓ હશે, કે જે કેવળ પોતાના બરાબર સ્વરૂપ પ્રમાણે હોય, અને દરેક સરખા જ હોય ? ના. તેવા દાખલા મળવા મુશ્કેલ છે. દરેકમાં કંઈ ને કંઈ ફેરફાર તો રહેવાનો જ. કોઈમાં કોઈ ગુણ ઢંકાયેલો તો કોઈમાં વળી બીજો ઢંકાયેલો, તેમ જ કોઈમાં અમુક ગુણ છૂપો તો કોઈમાં અમુક ગુણ જાહેર. એ રીતે કંઈ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કર્મ-વિચાર ભાગ-૩ ને કંઈ ફેર તો દરેકમાં રહેવાનો જ. છતાં શક્તિઓને હિસાબે તપાસ કરીએ તો દરેક સરખા જ છે. પણ તેવી સરખી રીતે હોવાનું કદી બનતું નથી. વિચિત્ર વાત ! માટે જ આપણે આ પ્રકરણનું નામ “અંતરંગવિચાર” રાખ્યું છે. ૪. આત્મામાં જ્ઞાનશક્તિ છે. આ શરીર તે જડ છે. તેમાં કશું જાણવાની શક્તિ નથી જ. એટલે “આ મકાન” “આ ઝાડ' આવું જાણનાર તો શરીરમાં રહેલો આત્મા જ છે. એટલે તેમાં જ્ઞાનશક્તિ છે. ૫. આત્મામાં દર્શનશક્તિ પણ છે. વસ્તુનું સામાન્ય સ્વરૂપ જાણવાની શક્તિ માટે જૈનશાસ્ત્રકારો દર્શન શબ્દ વાપરે છે અને વિશેષ જાણવાની શક્તિ માટે જ્ઞાન શબ્દ વાપરે છે. આ હકીકત ન સમજવામાં આવી. ખુલાસાવાર સમજાવશો. જુઓ. આપણે જે જે વસ્તુઓ જોઈએ છીએ. તેનાં બે સ્વરૂપો છે : સામાન્ય અને વિશેષ. દાખલા તરીકે—કોઈ અજાણ્યો માણસ આવીને તમારી સામે ઊભો રહે, ત્યારે તમે તેને કયા નામથી બોલાવો ? અમે નામ ન જાણતા હોઈએ ને શી રીતે નામથી બોલાવીએ ? ત્યારે તમે તેને શું કહો ? પ્રથમ “કોઈક માણસ છે એટલું તો જાણીએ. પછી જયારે તેને બધું પૂછીએ કે-“ભાઈ ! ક્યાંના છો? ક્યાં જવાના છો? કેમ આવ્યા છો ? તમારું નામ શું છે? ગામ કયું? જાત કઈ? ધંધો કયો ?” ત્યારે માલુમ પડે કે આ અમુક નામના માણસ છે. તે પહેલાં શી રીતે જાણીએ ? બસ, ત્યારે એ માણસમાં માણસ તરીકેનો સામાન્ય ધર્મ, અને અમુક ગામનો, અમુક નામનો, અમુક જાતનો એ બધા વિશેષ ધર્મો. સામાન્યધર્મનું જ્ઞાન દર્શનશક્તિથી થાય છે અને વિશેષધર્મોનું જ્ઞાન Page #204 -------------------------------------------------------------------------- ________________ આત્માનું સ્વરૂપ ૧૭૯ જ્ઞાનશક્તિથી થાય છે. એ ખરું. પણ જેમ તે માણસમાં માણસ તરીકેનો સામાન્ય ધર્મ છે તે જ પ્રમાણે તે માણસ પ્રાણી પણ છે તો તેમાં સામાન્ય વિશેષ કયો ધર્મ? તમને જો પ્રથમ જોતાંની સાથે પ્રાણી તરીકેનું ભાન થાય, તો તમે પ્રાણી તરીકેનો ધર્મ દર્શનશક્તિથી જાણ્યો ગણાય અને મનુષ્ય તરીકેનો ધર્મ જ્ઞાનશક્તિથી જાણ્યો ગણાય. તેમ જ જો તમે પ્રથમ જોતાંની સાથે હિંદુસ્તાનનો રહેવાસી છે એમ જાણી જાઓ ને પછી તે બ્રાહ્મણ હશે કે નાગર, વણિક કે કણબી હશે ? એ વગેરે જાણનાર જ્ઞાનશક્તિ અને હિંદવાસી” એ જાણનાર દર્શનશક્તિ. સામાન્ય તે અમુક રીતે વિશેષ હોય, અને વિશેષ તે અમુક રીતે સામાન્ય હોય છે. પરંતુ, પ્રથમ જ્ઞાન વખતે જે પ્રથમ ધર્મ ભાસમાન થાય તે દર્શનશક્તિથી, અને પછી જે ધર્મ ભાસમાન થાય તે જ્ઞાનશક્તિથી. ધારો કે, તમે ફરવા નીકળ્યા છો. ફરતાં ફરતાં ઘણે દૂર નીકળી ગયા. જરા મોડું પણ થયું. તડકો ધીમે ધીમે તપવા લાગ્યો, પરસેવો વળવા લાગ્યો, થાક અને તડકાથી કંટાળી ઠંડી છાયામાં વિસામો લેવાની ઇચ્છા કરી. તેવામાં નજીક જ થોરની વાડનો ઠીક બેસી શકાય તેવો ઘાટો છાયો આવ્યો. તમે ત્યાં નિરાંતે બેસી ગયા. - પછી તમે આકાશ સામે, સામા રસ્તા સામે, સામેની ટેકરીઓ સામે, જતા આવતા મુસાફરો સામે અસ્તવ્યસ્ત નજર માંડતા જાઓ છો, અને તમારા જીવનના મનોરથોના તર્કને ઘોડે ચડી અનેક કલ્પનાઓ કરી મનથી અનેક કાર્યક્ષેત્રો વટાવતા જાઓ છો. તેવામાં એકાએક થોરની વાડ તરફથી કંઈક અવાજ તમારી તરફ આવ્યો. તમારો મનોરથ અટકીને ઊભો રહ્યો, ને તરત તમે વિચાર કરવા લાગ્યા કે–“આ થયું ?” “કંઈક અવાજ થયો.” એટલું તો કાને નક્કી કર્યું પણ “તે અવાજ કોણે કર્યો ?” તે નક્કી કરવા તમારું મન લલચાયું. તમે હવે શું નક્કી કરી શકો ? Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કર્મ-વિચાર ભાગ-૩ કોઈપણ કારણને લીધે અવાજ થયો. પણ તે કારણ કયું? તે નક્કી કરતાં વખત લાગે. તે વખતે કોઈ તીડ ઊડતું દેખું, તો અનુમાન બાંધી લઉં કે આ તીડ ઊડતું હશે, તેને લીધે અવાજ થયો. પરંતુ કંઈ ન દેખાય તો કંઈ નિશ્ચય ન કરી શકાય, અને વિચાર આગળ ચલાવવા પડે. અરે ! તીડ કે એવા કોઈ જંતુ કે પ્રાણી વિના પણ અવાજ તો થાય. પવનને લીધે થોરની ઉપરથી થોરનું ફળ કે બીજી એવી વસ્તુ પડે, કે અવાજ થવાનો સંભવ ગણી શકાય. હા, જી. એમ પણ બને. બસ, આ પ્રસંગે અવાજનું કંઈ પણ કારણ ચોક્કસ હોવું જોઈએ. એવું જ્ઞાન થયું તે દર્શનશક્તિને લીધે. વિચાર કરતાં, તપાસ કરતાં થોરની પછવાડે કંઈક તમને જણાયું. તે તમને હાલતું ચાલતું લાગ્યું. એટલે તમે જાણ્યું કે “કોઈ પ્રાણી હોવું જોઈએ.” થોડી વારે તમે વસ્ત્રનો છેડો જોયો. એટલે તમને માણસ જેવું જણાયું. ત્યાં તો તમારા મિત્ર જ હસતા હસતા તમારી સામે આવીને ઊભા રહ્યા. આ પ્રમાણે એક વાતનો નિશ્ચય કરતા પહેલાં આપણે કેટલાયે ખ્યાલો કરવા પડે છે. આ પ્રત્યેક ખ્યાલને આપણે ઉપયોગ એવું નામ આપીએ. આ પ્રત્યેક ઉપયોગમાં પ્રથમ ભાસમાન થતી વસ્તુ દર્શનશક્તિને લીધે, અને પછીનો વિશેષધર્મ ભાયમાન થાય. તે જ્ઞાનશક્તિને લીધે. વળી ખ્યાલ આગળ લંબાવો. પ્રથમ ભાસમાન થાય તે સામાન્યધર્મ, અને પછી ભાસમાન થાય તે વિશેષ ધર્મ. આમ ચાલ્યા કરે. દાખલા તરીકે “અવાજનું કંઈક કારણ હશે.” તે દર્શનશક્તિથી જાણ્યું. વળી ઉપયોગ આગળ લંબાયો. “કંઈક ચાલતું દેખાય છે, એટલે કોઈ પ્રાણી હોવું જોઈએ.” એ દર્શનશક્તિથી જાણ્યું. Page #206 -------------------------------------------------------------------------- ________________ આત્માનું સ્વરૂપ ૧૮૧ “કપડું જણાય છે, તેથી માણસ હોવું જોઈએ.” એ ભાન જ્ઞાનશક્તિથી. માણસ જેવું તો લાગે છે, પણ કોણ હશે?” એ ઉપયોગ વખતે માણસને દર્શનશક્તિથી જાણ્યું. પણ “ઓહો, આ તો મિત્ર સુદર્શન છે.” આ ભાન જ્ઞાનશક્તિથી થયું સમજવું. આ તો માત્ર અહીં ખ્યાલ જ આપ્યો છે. ખરી રીતે આ વિષયનું એક જુદું શાસ્ત્ર રચી શકાય. આ વિષયને લગતા સૂક્ષ્મ વિચારથી ભરેલા નંદિસૂત્ર વગેરે ગ્રંથો જૈન સાહિત્યમાં મોજૂદ છે. કોઈ વખતે આ શાસ્ત્રનો સાંગોપાંગ વિચાર આપણે કરીશું. દુનિયાના આપણા હંમેશના અનુભવ પરથી પણ આ શાસ્ત્રના ઘણા સિદ્ધાંતો નક્કી કરીશું. ૬. જગતના કોઈપણ પદાર્થનું જ્ઞાન દર્શનશક્તિ અને જ્ઞાનશક્તિથી થાય છે. પણ તે થયેલા જ્ઞાનમાં યથાતથ્યયુક્ત ને નિશ્ચયબળપ્રેરક ગુણને સમકિત-સમ્યક્ત, સમ્યગ્દર્શન વગેરે નામો આપેલાં છે. આ શું? ભારે અટપટી ભાષામાં આપ બોલો છે. ખરેખર, છે તો અટપટી ભાષા. પણ એવા શબ્દો સિવાય એ ગુણનો ખરો ખ્યાલ આપી શકવા માટે મારી પાસે બીજા શબ્દો નથી. ૭. સંયમશક્તિ-સદ્વર્તન-ચારિત્ર એ વગેરે આત્માના જ ગુણો છે. ૮. એ બધું સમજ્યા પણ જ્ઞાન, દર્શન, સમ્યગ્દર્શન અને ચારિત્ર એ ચાર ગુણોમાં પરસ્પર શો તફાવત ? તે જરા સમજાવશો. જ્ઞાન અને દર્શનનો ભેદ તો જાણે તમે સમજ્યાં, પણ સમ્યગ્દર્શન અને જ્ઞાનનો ભેદ જરા સમજાવું. | સાંભળો ત્યારે હંમેશ અનેક નવી જૂની બાબતો આપણા જાણવામાં આવે છે. તેમાંની બધી ખરી જ હોય એમ કેમ બને ! કોઈ ખોટી પણ હોય. હા, એમ પણ હોય છે. વસ્તુ જે પ્રમાણે ન હોય તે પ્રમાણે જ્ઞાન થાય તે જ ખોટું જ્ઞાન. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કર્મ-વિચાર ભાગ-૩ અને જે પ્રમાણે હોય તે પ્રમાણે જ્ઞાન થાય તે ખરું જ્ઞાન. આત્માની જ્ઞાનશક્તિનો પાવર મુખ્યપણે તો એવો જ છે કે, જગતના તમામ ભાવોને બરાબર જે પ્રમાણે હોય તે પ્રમાણ નિશ્ચયાત્મકપણે–અસંદિગ્ધપણે જાણવા. સંદિગ્ધપણે જાણે તો જ્ઞાનશક્તિ અધૂરી ગણાય. જે પ્રમાણે હોય તે પ્રમાણે જાણવામાં ખામી રહે તોપણ તે ખામી અજ્ઞાનશક્તિ કહેવાય. પણ આત્માની જ્ઞાનશક્તિના પાવરનો મુખ્યપણે વિચાર કરતાં તેમ બનવું સંભવિત નથી. આ ઉપરથી એટલું જ સમજાય છે કે, જ્ઞાનશક્તિની અસંદિગ્ધ સ્થિતિને જુદી પાડી એક જુદા ગુણ તરીકે તેનો વ્યવહાર કર્યો છે અને તે એ કે, પ્રત્યેક વિચારનાં દષ્ટિબિંદુઓ જુદાં જુદાં હોય છે. તેમાં સત્ય દૃષ્ટિબિંદુને લક્ષ્યમાં રાખીને જ્ઞાન અને વર્તન પ્રવર્તે છે. બસ, જ્ઞાન અને વર્તનની પાછળ રહેલા સત્ય દૃષ્ટિબિંદુ તરફ લક્ષ્ય તે સમ્યગ્દર્શન કહેવાય છે. આવા દાખલા પણ આપણા જીવનમાં ઘણા બનતા જોઈએ છીએ. દાખલા તરીકે તમે બહાર ફરવા ગયા હો, તેવામાં કોઈપણ કૂવા પાસે એકાદ બકરું કે ઘેટું ફરતું હોય, તમને એમ લાગે કે કદાચ આ બિચારું કૂવામાં પડી જશે માટે તેને બચાવું. તેથી તેને તમે પકડી પાડો અને તેને કૂવામાં પડતું બચાવો અને તમે તો ત્યાંથી તેને કોઈ સુરક્ષિત સ્થાનમાં મૂકો. તેમાં તમારો ખ્યાલ તેના પ્રત્યે કેવળ દયાનો જ છે. હવે તમારે બદલે કોઈ કસાઈ જાતિનો માણસ હોય, અને તે પણ તેને તમારી જ પેઠે બચાવી લે. અને તે પણ પોતાને ઘેર લઈ જાય, ત્યાં થોડો તે તેને બચાવીને સુરક્ષિત સ્થાને મૂકવાનો હતો ? નહીં જ, તે તો તેને મારીને તેનું વેચાણ કરે. બસ ત્યારે, જો કે તેને કૂવામાં પડતું તમે બને બચાવો છો પણ બન્નેનાં દૃષ્ટિબિંદુ જુદાં જુદાં છે. એકનું દૃષ્ટિબિંદુ કેવળ દયા છે. ત્યારે બીજાનું દૃષ્ટિબિંદુ કેવળ સ્વાર્થ અને હિંસા છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ આત્માનું સ્વરૂપ ૧૮૩ દાખલો બીજો– બે મુસાફર ગિરનારના પહાડ ઉપર ચઢતા હતા. એકના હાથમાં ફૂલનો ટોપલો હતો. અને એકના હાથમાં માત્ર ફૂલની છાબડી હતી. ફૂલની છાબડી જેના હાથમાં હતી, તેણે નીચેથી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી હાથમાં ફૂલની છાબડી રાખી હતી. બન્ને ઉપર ગયા. એકે પુષ્પો દેવને ચઢાવ્યાં, બીજાએ ત્યાં વેચ્યાં અને તે ફૂલો વેચાણ લેનાર ભાવિકોએ દેવને ચઢાવ્યાં. હવે તમે કહો કે, ફૂલ લઈને બન્ને સાથે ચઢનારાઓમાં દેવપૂજાનું ફળ કોને વધારે મળ્યું ? ફૂલની છાબડીવાળાને. કેમકે તેનો ઉદ્દેશ દેવને ફૂલો ચઢાવવાનો હતો અને બીજાનો ઉદ્દેશ માત્ર વેચવાનો જ હતો. તેથી તેનાં બધાં ફૂલો દેવને ચઢ્યાં છતાં દેવપૂજાનું ફળ તેને ન જ મળે. તેને તો પૈસા મળ્યા એ જ તેનું પર્વત પર ચઢવાનું ફળ. અને તે જ વખતે સાથે ચઢનાર કે જેની પાસે થોડાં જ ફૂલો હતાં તેને ચઢવાની શરૂઆતથી જ દેવપૂજાનું ફળ મળવું શરૂ થઈ ચૂકયું હોવું જોઈએ. બરાબર છે. સરખી ક્રિયા છતાં દૃષ્ટિબિંદુઓ બન્નેનાં જુદાં જુદાં હોવાથી પરિણામ પણ જુદું જુદું આવે છે. અહીં એક સુંદર અને વધારે બંધબેસતું દષ્ટાંત છે. પણ તમારી આગળ તે આપવું ઉચિત ન જણાવાથી આ બે દૃષ્ટાંતોથી જ સંતોષ પકડજો . આ રીતે કોઈપણ જ્ઞાન કે પ્રવૃત્તિમાં સમ્યફ દષ્ટિબિંદુ તે સમ્યદર્શન કહેવાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૨જો આત્માની શક્તિઓને ઢાંકનાર કર્મો ગયા પાઠમાં આપણે આત્માના સ્વરૂપ વિશે કેટલુંક વિસ્તારથી વિવેચન કરી ગયા, તેથી હવે તમારા સમજવામાં બરાબર આવ્યું હશે કે– “આત્મા” એ કેવો વિચિત્ર પદાર્થ છે ? ખરેખર આત્માના સંબંધમાં અમે ગયા પાઠમાં ઘણું શીખ્યા. આપણે ગઈ કાલે આત્માનું સ્વરૂપ વિચાર્યું, તેવો જ તમારો આત્મા છે ? તેવું તો કંઈ જણાતું નથી. તેનું કારણ ? તેનું કારણ શું હશે જી ? ચાલો વિચાર કરીએ. તમારા આત્મામાં જાણવાની શક્તિ તો છે ને ? હા, જી. કેટલી શક્તિ છે તે કહી શકશો ? તેનું માપ શી રીતે કાઢી શકાય ! તમારા વિદ્યાભ્યાસના પ્રમાણમાં—તમે નાના હતા તેના કરતાં— હાલ કંઈક અનુભવ વધ્યો છે કે નહીં ? હા, વધ્યો છે. પરંતુ હજુ આપના જેટલો નહીં. એ ખરું, પણ વખત જતાં અમારા કરતાં પણ તમારો અનુભવ વધી જાય તેવો સંભવ ખરો કે નહીં. હા, એવી કલ્પના કરી શકાય ખરી. Page #210 -------------------------------------------------------------------------- ________________ આત્માની શક્તિઓને ઢાંકનાર કર્મો ૧૮૫ તે વખતે તમારો વધી ગયેલો અનુભવ છેવટની હદનો તો નહીં હોય ને ? છેવટની હદનો ત્યારે ગણાય કે તમારાથી બીજો કોઈ વધારે અનુભવી-જ્ઞાની દુનિયામાં ન હોય ! એમ કેમ બને ? તે વખતે પણ મારાથી મહાન મહાન અનુભવી અને વિશાળ જ્ઞાનશક્તિ ધરાવનારા ઘણાયે હશે. તમે તેવા થવા પ્રયત્ન કરો તો થઈ શકો ખરા ? હા, જી. પ્રયત્નથી તેમ પણ થવાય. તો પછી એ રીતે વધતાં વધતાં તમારું જ્ઞાન વધવા ધારે તો કેટલું વધી જઈ શકે ? એ શી રીતે કહી શકાય ? કેમ ન કહી શકાય ? બેધડક થઈને કહો કે— “વિશ્વમાં એક પણ ભાવ, પદાર્થ કે ચીજ એવી ન રહી જાય કે જે મારા જાણ્યા બહાર હોય, તેટલી હદ સુધી જ્ઞાનશક્તિ વધી વધીને વધી જાય.'' શું એ થાય ખરું ? તમે જો ને ? તમારી અક્કલમાં ઊતરે છે કે નહીં ? તો ખરી લાગે છે. અત્યારે કલકત્તામાં શું થતું હશે ? તે કહેશો ? આપની પરંતુ, ના, જી. કેમ ? તમાકનમાં આટલી બધી વિશ્વ જાણવાની શક્તિ છે. તો પછી આટલું કેમ ન શકો ? શક્તિ ખીલી - થી. એ શક્તિ કોણે દબાવી છે ? તેને દબાવનાર કોઈ કર્મ હોવું જોઈએ. બસ ત્યારે. આ રીતે તમારો પણ આત્મા અગાઉ કહેલી અને બીજી Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ - કર્મ-વિચાર ભાગ-૩ પણ કેટલીક, એમ અનંત શક્તિઓ ધરાવે છે. છતાં કર્મને લીધે તેનું સ્વરૂપ આપણને જુદું જ લાગે છે. જેમ તમારા આત્માની જ્ઞાનશક્તિની હદ નથી, છતાં તેને ઢાંકનાર કર્મને લીધે તેની હદ બંધાઈ ગઈ છે. તે જ રીતે બીજાં પણ અનેક કર્મો આત્માની અનેક શક્તિઓ ઢાંકે છે. એવો ખ્યાલ આ ઉપરથી સહેજે કરી શકશો. હા, જી. સ્પષ્ટ રીતે તેમ જ લાગે છે. આ ઉપરથી એક બીજી પણ હકીકત યાદ રાખી લેજો, કે કર્મ આત્માની શક્તિઓ ઢાંકે છે. તેમાં પણ કેટલાંક કર્મો માત્ર સીધી રીતે આત્માની શક્તિઓ ઢાંકવાનું કામ કરે છે. તેથી તેવાં કર્મોને જીવવિપાકી કહેવાં જોઈએ. કેટલાંક કર્મો આત્માની શક્તિ ઢાંકવાનું કામ કરવા ઉપરાંત આત્માને કેટલીક બાહ્ય-જડ સામગ્રીઓ (શરીરને ઉપયોગી) અપાવે છે. તેને જડ એટલે પુદ્ગલવિપાકી કર્મ કહીશું. તેમ જ કેટલાંક કર્મ અમુક સ્થળે જ પોતાનું ફળ બતાવે છે તેને ક્ષેત્રવિપાકી કર્મ કહેવામાં વાંધો નથી. વળી અમુક કર્યો તો એવાં પણ હોય છે કે જે પ્રાણીઓની અમુક પ્રકારની જાતિમાં જ ઉદયમાં આવે. તેને ભવવિપાકી કર્મ કહીશું. દાખલાથી સમજાવો તો સમજાય. સાંભળો— ૧. તમારી જ્ઞાનશક્તિને ઢાંકનાર જે કર્મ તે જીવવિપાકી કર્મ કહેવાય. ૨. અને તમારા આત્માને જડ પરમાણુઓનું શરીર આપે, અથવા શરીરમાં ઉપયોગી તત્ત્વો પૂરાં પાડે, તે પુદ્ગલવિપાકી કર્મ કહેવાય. ૩. તેવી જ રીતે ક્ષેત્રવિપાકી કર્મ અને ભવિપાકી કર્મ પણ આગળ ઉપર સમજાવીશ. Page #212 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૩જો કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર હવે આપણે બીજા ભાગના છેલ્લા પાઠો એક વખત ફરી પાછા વાંચી જઈએ. તમે વાંચો. હું સાંભળું છું તેમાં સત્તામાં રહેલા કર્મનો અબાધા કાળ પૂરો થવાથી તે કર્મ ઉદયમાં આવવું શરૂ થાય છે. તે વખતે તેનો નિષેક બને છે. અને ઉદયાવલિકામાં પ્રવેશ પામેલું કર્મ ઉદય આવે છે. વગેરે હકીકત આપણે તાજી કરી જઈએ. હવે એક કલ્પના કરો કે તમારો આત્મા આ અંતરંગ પ્રકરણના પહેલા પાઠમાં બતાવ્યા પ્રમાણેનો સંપૂર્ણસ્વરૂપવાળો છે. તેને કયાં કયાં કર્મો ઉદયમાં આવવાથી તેની અત્યારની તમારા સ્વરૂપે અવસ્થા બની રહી છે ? તે કહો. એ કહેવાની શરૂઆત શી રીતે કરવી ? તે જ સમજ પડતી નથી. પ્રથમ તો મારે એ જ પૂછવાનું છે, કે કર્મો કુલ કેટલા છે? અને તે દરેકના ચોક્કસ કયાં કયાં નામો છે ? તે જ અમે જાણતા નથી. તેથી સમજયા વિના કહેવું બરાબર નહીં ફાવે. જો કે કર્મો અસંખ્ય કહી શકાય, છતાં તેનું વર્ગીકરણ કરીને તેની અમુક ચોક્કસ સંખ્યા, તથા ચોક્કસ નામો, તથા તેના ચોક્કસ પરિણામો એટલે રસોદય, તેનો ચોક્કસ વખત એટલે સ્થિતિ, તથા તેના પ્રદેશોના જથ્થાનું માપ વગેરે ચોક્કસ પ્રમાણમાં ઠરાવેલ છે, પરંતુ તે બધું સ્વરૂપ આગળ ઉપર જ સમજાવીશ. છતાં કર્મોની સંખ્યા, નામો અને તેનાં ફળ તો અહીં તમને ગણાવી જાઉં, તો જ ઠીક પડશે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કર્મ-વિચાર ભાગ-૩ ' નામ ફળ ૧. મતિજ્ઞાનાવરણીય મતિજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. ૨. શ્રુતજ્ઞાનાવરણીય શ્રુતજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. ૩. અવધિજ્ઞાનાવરણીય અવધિજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. ૪. મન:પર્યાયજ્ઞાનાવરણીય મન:પર્યાયજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. ૫. કેવળજ્ઞાનાવરણીય કેવળજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. આ પાંચ કર્મો જ્ઞાનાવરણીય કહેવાય છે, કેમકે તેઓ જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. આવરણ એટલે ઢાંકવું તે. જ્ઞાન એટલે પદાર્થમાં રહેલા વિશેષધર્મને જાણવાની આત્મામાં રહેલી શક્તિ. તે વાત આગળ આવી ગઈ છે. તે શક્તિને ઢાંકનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ. અંતરંગવિચારના પહેલા પાઠમાં જ આપણે શીખી ગયા કે, આપણને છેવટમા છેવટની હદ સુધી જ્ઞાન થઈ શકે છે. જે જ્ઞાનના જાણવા બહાર જગતની કોઈપણ વસ્તુ ન રહે, તેને કેવળજ્ઞાન કહે છે. તમારા આત્મામાં આવી જ કેવળજ્ઞાનની શક્તિ છે. પણ તે કેવળજ્ઞાન એક જાતનાં કર્મોથી ઢંકાયેલું હોય છે, તેનું નામ કેવળજ્ઞાનાવરણીય કર્મ છે. કેવળજ્ઞાનાવરણીય કર્મથી આત્માની જ્ઞાનશક્તિ ઢંકાય છે, છતાં ઘણીખરી જ્ઞાનશક્તિ ઉઘાડી પણ રહે છે. જેના બળથી જીવ આખા વિશ્વનું તો જ્ઞાન ન કરી શકે પણ મનના વિચારો જાણી શકે અથવા જેટલી રૂપવાળી વસ્તુઓ જગતમાં છે, તે ગમે ત્યાં હોય પણ તેનું જ્ઞાન કરી શકે છે. તેથી એકનું નામ મન:પર્યાયજ્ઞાન અને બીજાનું નામ અવધિજ્ઞાન કહેવાય છે. આ બન્ને જ્ઞાનને આચ્છાદન કરનાર કર્મનાં નામો અનુક્રમે મન:પર્યાયજ્ઞાનાવરણીય અને અવધિજ્ઞાનાવરણીય છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર ૧૮૯ આ બન્ને કર્મોથી આત્માની શક્તિ કંઈક જો કે આચ્છાદિત થાય છે. છતાં કંઈક ભાગ ઉઘાડો રહે છે. તે ઉઘાડા રહેલા ભાગથી આપણે શાસ્ત્રોનું જ્ઞાન કરી શકીએ છીએ, અને બહારના વ્યવહારમાં ઇંદ્રિયો દ્વારા પણ જુદું જુદું જ્ઞાન કરી શકીએ છીએ, ને આપણો વ્યવહાર ચાલે છે. તે બન્નેનું નામ અનુક્રમે શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન છે. તે બન્નેને આવરણ કરનાર કર્મોનાં નામો શ્રુતજ્ઞાનાવરણીય અને મતિજ્ઞાનાવરણીય છે. ધારો કે હું “રાજા” એવો શબ્દ બોલ્યો, અને તમારી કર્ણઇદ્રિય દ્વારા તમે એ શબ્દ સાંભળ્યો. તે વખતે તમારા મનમાં એમ તો નિશ્ચય થાય છે કે મેં “રાજા” શબ્દ સાંભળ્યો છે, (પણ “રામ” શબ્દ તો સાંભળ્યો નથી.) ત્યાં સુધી તમને મતિજ્ઞાન ગણાય. પણ ત્યાર પછી “રાજા” શબ્દ ઉપરથી તમને તરત કોઈપણ રાજા ધ્યાનમાં આવે છે. (પણ કોઈ હાથી કે ઘોડો કે એવો બીજો કોઈ પદાર્થ ધ્યાનમાં નથી આવતો) તે શ્રુતજ્ઞાન થયું. એવી જ રીતે તમે કદાચ બજારમાં ફરતા હો અને તરત કોઈ ગાડીમાં બેસીને છત્ર, ચામર કે ઘોડેસવાર સહિત કોઈપણ આવતું દેખાય. તે તમારી ચક્ષુઇંદ્રિયથી થયેલું મતિજ્ઞાન છે. (તે વખતે તમે સામે જે આવે છે તેને કંઈ સૂંઘતા કે સાંભળતા નથી પણ આંખથી જુઓ છો.) જોવાની ક્રિયા સુધી તો મતિજ્ઞાન છે. પણ જ્યારે તમે “ઓહો ! આ તો “રાજા” આવે છે.” એવો એ આવનાર વસ્તુ માટે શબ્દ જોડો છો તે શ્રુતજ્ઞાનના બળથી છે. આંખથી જોવાની ક્રિયા તો વહેલી પૂરી થાય છે. પણ શ્રુત એટલે શબ્દ અને અર્થના સંબંધનું જ્ઞાન ન હોય, તો આ આવનાર વસ્તુ “રાજા” કહેવાય છે. અથવા “રાજા” એટલે બીજું કાંઈ નહીં પણ આવી જ જાતની વસ્તુ “રાજા” કહેવાય છે' એ જ્ઞાન આપણને ન થાય. માટે આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આપણને દર વખતે થયા કરે છે. અને જેમ જેમ આપણા જ્ઞાનને આવરણ કરનારાં કર્મ નાશ પામતાં જાય, તેમ તેમ તે દરેક જ્ઞાન ખૂલતાં જાય અને છેવટે કેવળ જ્ઞાનાવરણીય કર્મ નાશ પામે, ત્યારે તો પછી કંઈપણ જાણવાનું બાકી જ ન રહે. કર્મોનાં નામ તેનું પરિણામ-ફળ-અસર ૬. ચક્ષુદર્શનાવરણીય ચક્ષુદર્શન નામની શક્તિ ઉપર આવરણ કરે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કર્મ-વિચાર ભાગ-૩ ૭. અચક્ષુદર્શનાવરણીય અચક્ષુદર્શન નામની શક્તિ ઉપર આવરણ કરે ૮. અવધિદર્શનાવરણીય અવધિદર્શન નામની શક્તિ ઉપર આવરણ કરે ૯. કેવળદર્શનાવરણીય કેવળદર્શન નામની શક્તિ ઉપર આવરણ કરે આ ચાર કર્મો દર્શનાવરણીય કર્મ કહેવાય છે. જેમ આપણા આત્મામાં કેવળજ્ઞાનની શક્તિ છે તેમ જ કેવળદર્શનની શક્તિ પણ છે, દર્શન એટલે વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મનું જ્ઞાન, તે દર્શન. જેમ કેવળજ્ઞાનને આવરણ છે, તેમ જ કેવળદર્શનને પણ આવરણ હોય છે. છતાં પણ કંઈક દર્શનશક્તિ તો ખુલ્લી રહે છે તેને અવધિદર્શન કહે છે જે રૂપવાળા પદાર્થોના, (અવધિજ્ઞાનની પહેલાં) સામાન્ય ધર્મને જાણે છે. તે અવધિદર્શન, અને તેને પણ અવધિદર્શનાવરણીય કર્મ આચ્છાદન કરે છે. છતાં પણ વળી જે કંઈક ભાગ ઉઘાડો રહે છે તેને ઇંદ્રિયદર્શન કહી શકાય. એટલે ઇંદ્રિયોથી વસ્તુના સામાન્ય ધર્મને જાણવાની શક્તિ બાકી રહે છે. તેને પણ કેટલેક અંશે ઢાંકે, તે કર્મનું નામ ઇંદ્રિયદર્શનાવરણીય કહી શકાય. જો કે શાસ્ત્રીય પદ્ધતિથી આમ કહેવામાં વાંધો ન આવે, પરંતુ શાસ્ત્રમાં ઇંદ્રિયદર્શન અને ઇંદ્રિયદર્શનાવરણીય નામ ન આપતાં ચક્ષુર્દર્શન અને અચક્ષુદર્શન તથા ચક્ષુર્દર્શનાવરણીય અને અચક્ષુદર્શનાવરણીય નામ રાખ્યાં છે. કારણ કે–“દર્શન’ શબ્દનો શબ્દાર્થ “જોવું થાય છે. (જો કે શાસ્ત્રકારોને તેટલો જ અર્થ સંમત નથી, કોઈપણ વસ્તુના સામાન્ય ધર્મને જાણવાની શક્તિનું નામ દર્શન છે. તેમાં આંખથી જે વસ્તુના સામાન્ય ધર્મનું જ્ઞાન કરવું તે દર્શન છે.) અને જગતના સામાન્ય વ્યવહારમાં આંખથી જોવાના જ અર્થમાં “દર્શન’ શબ્દ પ્રચલિત છે. તેથી એ વ્યવહાર તરફ પણ શાસ્ત્રકારોનું દુર્લક્ષ્ય નથી. તેથી તેનાં બે નામો વહેચી નાંખ્યાં છે. આંખ નામની ઇંદ્રિયથી સામાન્ય ધર્મનું જ્ઞાન, તે ચક્ષુર્દર્શન. અને આંખ સિવાયની બીજી ઇંદ્રિયોથી સામાન્ય જ્ઞાન તે અચક્ષુર્દર્શન અને તે બેનાં આવરણો જુદાં જુદાં ગણાવ્યાં. જો કે અચક્ષુર્દર્શનના બીજી ઇંદ્રિયોરૂપે તે તે પેટા ભેદો થઈ શકે, અને તેના આવરણના પણ તેવા જ પેટા ભેદો થઈ શકે, પરંતુ સંક્ષેપની ખાતર તે બધાને એકમાં ગણાવ્યા છે અને ચક્ષુદર્શનનો ભાગ જુદો Page #216 -------------------------------------------------------------------------- ________________ કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર ૧૯૧ પાડવાનું કારણ વ્યવહારને સાથે સાથે શાસ્ત્ર સાથે સંગત રાખવા માટે છે, નહીંતર ઇંદ્રિયદર્શન અને ઇંદ્રિયદર્શનાવરણીય કહેવાથી ચાલી શકે. કર્મનું નામ તેનું પરિણામ-ફળ-અસર ૧૦. નિદ્રા દર્શનાવરણીયકર્મ ઊંઘ આવે. ૧૧. નિદ્રાનિદ્રા દર્શનાવરણીયકર્મ વધારે ઊંઘ આવે. ૧૨. પ્રચલા દર્શનાવરણીયકર્મ બેઠાં બેઠાં કે ઊભા રહેતાં પણ ઊંઘ આવે એવી ગાઢ ઊંઘ. ૧૩. પ્રચલાપ્રચલા દર્શનાવરણીયકર્મ ચાલતાં ચાલતાં પણ ઊંઘ આવે એવી ગાઢ ઊંધ. ૧૪. થિસદ્ધી દર્શનાવરણીયકર્મ ઊંઘમાં ને ઊંઘમાં કંઈક કામો કરી નાંખે છતાં ભાન ન રહે, એટલી બધી અત્યંત ગાઢ ઊંઘ. આ પાંચ કર્મો પણ દર્શનાવરણીય કહેવાય છે. જો કે પ્રથમના ચાર દર્શનાવરણીય કરતાં આમાં ઘણો ફેર છે. કેમકે પ્રથમનાં ચાર કર્મો તો જીવન દર્શનશક્તિને સીધી રીતે ઢાંકે છે. છતાં જે કાંઈ શક્તિ બાકી રહી હોય, તેને પણ અમુક મુદત માટે આ નિદ્રાદિક પાંચ કર્મો ઢાંકે છે. જેમકે, તમને અત્યારે કાંઈક તો ચક્ષુર્દર્શન થાય છે. પણ ઊંઘ આવ્યા પછી કંઈ જોઈ શકો ખરા ? ' તેનું કારણ એ છે કે, આ નિદ્રાકર્મને લીધે તમને ઊંઘ આવી ગયેલી હોય છે, એટલે તમે કાંઈ જોઈ શકતા નથી. કોઈ બોલે તે સાંભળી પણ શકતા નથી. પણ તે અમુક મુદત સુધી. વળી પાછા જુઓ છો, સાંભળો છો વગેરે. તેવી જ રીતે નિદ્રાનિદ્રા વગેરે વધારે ગાઢ રીતે ઉઘાડી શક્તિઓને ઢાંકે છે, અને છેવટે થિણદ્ધિમાં તો જાગતા માણસની માફક કામ કરવા છતાં ઊંઘ રહ્યા કરે. એ ઘણી જ ગાઢ ઊંઘ છે અર્થાત્ ચક્ષુર્દર્શન અને અચક્ષુદર્શનની જે શક્તિ ખુલ્લી હોય છે તેને એટલી બધી દબાવે છે કે કામ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કર્મ-વિચાર ભાગ-૩ કરવા જેવી જાગ્રત પ્રવૃત્તિ કરવા છતાં આત્મા તેને જોઈ કે જાણી શકતો નથી. તેથી પ્રથમના ચાર દર્શનાવરણીય કરતાં આ પાંચ દર્શનાવરણીય કાંઈક જુદી જાતના છે. કર્મનું નામ તેનું ફળ-પરિણામ-અસર. ૧૫. સાતવેદનીય આત્મામાં સુખની લાગણી ફેલાવે ૧૬. અસાતવેદનીય આત્મામાં દુઃખની લાગણી ફેલાવે આનું નામ વેદનીય કર્મ છે. આ કર્મ પણ પ્રથમનાં બન્ને કર્મોની માફક આત્મા ઉપર જ સીધી અસર ઉત્પન્ન કરે છે. તેથી તે પણ જીવવિપાકી છે. જેમ પ્રથમનાં બે કર્મો આત્માની જ્ઞાનશક્તિ અને દર્શનશક્તિને ઢાંકે છે, તેમ આ કર્મ પોતામાં રહેલા પરમાનંદને ઘણોખરો ઢાંકી દે છે. આનંદ મર્યાદિત થઈ ગયા પછી અનુકૂળ સામગ્રી અને પ્રતિકૂળ સામગ્રી એ બેથી કંઈક સુખ અને કંઈક દુઃખની લાગણી ઉત્પન્ન થાય છે. નહીંતર આત્માને કંઈ પ્રતિકૂળ કે અનુકૂળ એવું છે જ નહીં. તે તો દરેક ક્ષણે આનંદમય જ રહી શકે છે તેને બદલે આનંદની બાબતમાં તેની સ્થિતિ સંકુચિત કરનાર આ વેદનીય કર્મ છે. કર્મ તેનું ફળ-પરિણામ-અસર ૧૭. સમ્યક્વમોહનીય (સમ્ય) દર્શનશક્તિને સહેજ ઢાંકે છે. ૧૮. મિશ્રમોહનીય (સમ્યગ) દર્શનશક્તિને મધ્યમ રીતે ઢાંકે છે. ૧૯. મિથ્યાત્વમોહનીય (સમ્યગ) દર્શનશક્તિને બહુ જ ઢાંકે છે. અથવા (અતિસમ્યક્વમોહનીય) આ કર્મનું નામ દર્શનમોહનીય કર્મ કહેવાય છે. સમ્યમ્ દર્શન એટલે જ્ઞાન અને વર્તનની પાછળ રહેલું શુદ્ધ દષ્ટિબિંદુ, તે અંતરંગવિચારના પહેલા પાઠમાં સમજાવેલ છે. તે ઉપરથી તે શક્તિને આવરણ કરનારાં આ કર્મોની શી શી અસર થાય તે સમજી શકાય તેમ છે. જો એ ત્રણ કર્મો ન જ હોય, તો આત્માની સમ્યગદર્શનશક્તિ Page #218 -------------------------------------------------------------------------- ________________ કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર ૧૯૭ બરાબર ખુલ્લી રહે. તેને ઢાંકનાર આ કર્મનું નામ સમ્યગદર્શનાવરણીય કે દર્શનમોહનીય કહેવાય છે. ઓછાશ કે વત્તાશને લીધે તેના અનેક વર્ગો પડે છે. છતાં અતિ, મધ્યમ અને ઓછામાં ઓછું એમ ત્રણ જ ભાગ પાડીને આપણને સમજાવેલ છે. ચક્ષદર્શન વગેરેમાં જણાવેલ કરતાં આ દર્શનશક્તિ જુદી જાતની છે. એ બરાબર ધ્યાન રાખજો. આ દર્શનશક્તિ વિશે જરા ફરીથી સમજી લઈએ તો ઠીક પડશે. જરા આ જગત તરફ, જરા આકાશ, અને સામે ક્ષિતિજ પર એક દષ્ટિ ફેંકો. જુઓને કેટલી બધી વસ્તુઓ નજરે પડે છે ? અહોહો ! કંઈ પાર નથી. * એકબીજાના સંબંધો તો વિચારો. કેવું અટપટું જગત છે? બહુ વિચિત્ર છે. કોઈ દોડે છે, કૂદે છે, નાચે છે, જાય છે, આવે છે, પ્રકાશ થાય છે. અંધકાર થાય છે. વાદળાં આવે છે. વળી કોઈ પદાર્થો સ્થિર પડ્યા રહે છે. કોઈ હાલે છે. છતાં એકબીજા પદાર્થની એકબીજા પર અસર થાય છે. સામેનું ઝાડ જોઈએ છીએ, તેનો જમીન સાથે સંબંધ, તેના રંગો, તેનાં પાંદડાં, તેના ઉપર ધૂળ, તેના ઉપર પ્રકાશ, તેને પવન હલાવે, વાદળાં આડે આવે એટલે આછો પ્રકાશ. રાત પડે એટલે અંધારું. તેના પર જંતુઓ-પક્ષીઓ બેસે છે ને નીચે પશુઓ વિસામો લે છે. કાગડો બેસે ત્યારે ડાળી વધારે હલે છે. કોઈ કાપે છે. કોઈ પાણી પાય છે. વરસાદમાં ઝાડ ખીલી ઊઠે છે. તેના કોઈ માલિક હોય છે. ટીશીઓ મોટા પાંદડાંનું રૂપ લે છે. પાકાં ફળ પડે છે, નવાં બેસે છે. આમ અનેક ઘટનાઓ આ વખતે જ ચાલી રહી છે. આ બધી વિચિત્ર ઘટના માત્ર એક ઝાડ ઉપર જ તમને જણાય છે, પણ આખા જગતનો વિચાર કરીએ તો કેવું અદ્ભુત નાટક દેખાય ?. અહા હા ! બસ, આવી વિચિત્ર ઘટના ચાલી રહે છે. તેનું જ્ઞાન તો આત્મા કરે છે, તથા તેમાં પોતાના ઉપયોગની પ્રવૃત્તિ કરવી જોઈએ તે આત્મા કરે છે પણ જગતના આવા અટપટા સંબંધો ખરી રીતે તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી શી રીતે ગોઠવાયેલા છે ? તે પારખવાની શક્તિ તે દર્શનશક્તિ છે. દર્શનશક્તિથી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કર્મ-વિચાર ભાગ-૩ સંબંધોનું ભાન યથાર્થ હોય તો, તે વિષયનું જ્ઞાન પણ યથાર્થ જ થાય, અને તેને ધ્યાનમાં રાખીને પોતાના લાભની જે કંઈ પ્રવૃત્તિ કરવી હોય, તે પણ યથાર્થ જ થાય. જો દર્શનશક્તિ-દષ્ટિબિંદુ સમ્યગુ ન હોય, બરાબર ન હોય, તો જરૂર પદાર્થ સંબંધી જ્ઞાન પણ ખોટું થાય, અને લાભની પ્રવૃત્તિમાં તે પદાર્થનો ઉપયોગ કરવો ? કે તે નુકસાનકર્તા છે માટે છોડી દેવો ? વગેરે બાબતમાં ઘણી ગૂંચવણ ઊભી થાય. એટલે જ્ઞાનશક્તિ અને ચારિત્રશક્તિમાં યથાર્થતાના નિયામક તરીકેનું કાર્ય આ દર્શનશક્તિનું છે. આત્મા જો કેવળ સ્વતંત્ર-કર્મના આવરણ વગરનો હોય, તો તેની દર્શનશક્તિ જગતના સંબંધો નક્કી કરવામાં પૂરેપૂરી યથાર્થ હોય છે, પણ આ દર્શન મોહનીય કર્મ એ શક્તિને અત્યંત ઢાંકે છે, ત્યારે જગતના સંબંધો તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી જેવા છે તે રીતે ન સમજાતાં આડાઅવળા સમજાય છે તે ખોટી સમજણને આત્મા આગ્રહપૂર્વક વળગી પડે છે, એટલું જ નહીં પણ આવો તત્ત્વજ્ઞાનદષ્ટિથી તદ્દન ખોટો આગ્રહ–તે જ મિથ્યાત્વ. જે કર્મને લીધે આવી રીતે આત્માને આવી દશામાં આવવું પડે, તે અત્યંત દર્શનમોહનીય કે મિથ્યાત્વ નામનું મોહનીયકર્મ કહેવાય. જો ખોટા તરફ મધ્યમ આગ્રહ હોય, તો તે મિશ્રમોહનીય કર્મને લીધે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી જગતના જે જાતના પરસ્પર સંબંધો છે, તેને બરાબર નિશ્ચયાત્મક રીતે સમજવા છતાં કોઈ કોઈ વખતે ક્યાંક ક્યાંક ગૂંચવાડો ઊભો થાય, કેટલાક નિર્ણયો કરવા માટે બીજા લાયક તત્ત્વદર્શીની મદદ લેવી પડે, તે સમ્યક્વમોહનીય. જો મોહનીયકર્મ આડે ન આવતું હોય તો, સમ્યક્ત ગુણને લીધે આત્મા બધા નિર્ણયો પોતાની મેળે જ કોઈની મદદ વિના બરાબર નક્કી કરી શકે અર્થાત્ દર્શનમોહનીય કર્મનો એક પણ ભેદ આવરણ ન કરતો હોય તો બિલકુલ ગૂંચવાડા વિના સત્ય-નિર્ણયાત્મક નિશ્ચય થાય, તે શુદ્ધ સમ્યગ્દર્શન. કર્મ તેનું ફળ-પરિણામ-અસર ૨૦. સંજવલન લોભ- માત્ર શરીર વગેરે અત્યંત નિકટની વસ્તુઓ તરફ મમત્વ જાગે. Page #220 -------------------------------------------------------------------------- ________________ કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર ૧૯૫ ૨૧. અનંતાનુબંધી માયા- માત્ર શરીર વગેરેના બચાવ ખાતર કંઈક કપટ કરવાનું મન થાય. ૨૨. અનંતાનુબંધી માન -માત્ર શરીર વગેરે અત્યંત નિકટની વસ્તુઓ ખાતર કંઈક માનસત્કાર મેળવવાની ઇચ્છા થાય. ૨૩. અનંતાનુબંધી ક્રોધ- માત્ર શરીર વગેરે વસ્તુઓને અડચણ કરનાર તરફ અણગમો-ક્રોધ થાય. આત્મામાં સંયમશક્તિ કે ચારિત્રશક્તિ છે. એ વાત પ્રથમ આવી ગઈ છે. જયારે તેની પૂરેપૂરી સંયમશક્તિ ખુલ્લી હોય, ત્યારે આત્મા એકદમ સ્વયં જ હોય, બાહ્ય ચીજોમાં તેને કશો અભિનિવેશ ન હોય, ત્યારે તે યથાખ્યાત-બરાબર શુદ્ધ–જે રીતે જોઈએ તે રીતે ચારિત્રશક્તિવાળો હોય છે. તે ગુણને આ કર્મ ઢાંકે છે, તેથી તે ચારિત્ર મોહનીય કહેવાય છે. બસ, સ્વચ્છ આત્માની સંયમશક્તિને યથાખ્યાત ચારિત્રશક્તિને, ઢાંકવાનું કામ સંજવલનના આ ચાર-લોભ-માયા-માન અને ક્રોધ કર્મો કરે છે. તેથી તે દરેકનું નામ સંજવલન લોભ, ચારિત્રમોહનીય અથવા લોભ નામનું યથાખ્યાત ચારિત્રાવરણીય કર્મ કહેવાય છે. તે જ પ્રમાણે બીજા ત્રણ સમજી લેવા. ચારિત્રશક્તિથી આત્મા પોતાનામાં જ લયલીન હોય છે. અને પોતાના સિવાયની ઇતર ચીજોમાં ગૂંચવાઈ જવાનું તેના મૂળ સ્વભાવમાં નથી. તેને તો દૂર જ રાખવાનો–પ્રત્યાખ્યાન કરવાનો આત્માનો ચારિત્રમય સ્વભાવ છે. આ સંજવલન નામના ચારિત્રમોહનીય કર્મને લીધે આત્મરમણતામાં કંઈક ખામી આવે છે, છતાં ઈતર ચીજોનું પ્રત્યાખ્યાન તો રહી જ શકે છે. પણ જો પ્રત્યાખ્યાનાવરણીય કર્મ હોય તો પ્રત્યાખ્યાનને રોકે, એટલે આત્માને પોતાના સિવાયની બીજી વસ્તુઓમાં લાલચ ઉત્પન્ન થવી શરૂ થાય. ત્યારે તે ચારિત્રમોહનીય કર્મનું નામ પ્રત્યાખ્યાનચારિત્રાવરણીય કર્મ કહેવાય છે, કારણ કે આત્માની પ્રત્યાખ્યાનાત્મક, ત્યાગાત્મક ચારિત્રશક્તિને ઢાંકે છે જેથી બીજી વસ્તુઓનો તદ્દન ત્યાગ કરવા ન દે, ઊલટું તે તરફ કંઈક લલચાવે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કર્મ-વિચાર ભાગ-૩ ૨૪. પ્રત્યાખ્યાનાવરણીય લોભ- ખાનપાન એશઆરામ વગેરે તરફ મમત્વ ૨૫. પ્રત્યાખ્યાનાવરણીય માયા- તે ખાતર કપટ કરવાનું મન ૨૬. પ્રત્યાખ્યાનાવરણીય માન- તે ખાતર સત્કાર મેળવવાની ઇચ્છા ૨૭. પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ- ખાન-પાન વગેરેને નુકસાન કરનાર કે તેમાં આડે આવનાર તરફ અણગમો, ક્રોધ વૃત્તિ. પ્રત્યાખ્યાનાવરણીય ચારિત્રમોહનીય કર્મને લીધે અત્યંત ત્યાગવૃત્તિ ન જાગે પરંતુ લાલચવૃત્તિ રહે જ. છતાં અલ્પ ઉપયોગી વસ્તુઓની ત્યાગવૃત્તિ તો આ કર્મ હોય તોપણ હોય છે. પરંતુ એટલી પણ ત્યાગવૃત્તિને જે કર્મ રોકે–બિલકુલ ત્યાગવૃત્તિ જ ન થવા દે, જે વસ્તુઓ પોતાને ઉપયોગી નથી, ઉપયોગમાં આવતી નથી, તેની પણ ત્યાગવૃત્તિ ન થવા દે, તે અત્યંત પ્રત્યાખ્યાનાવરણીય ચારિત્ર મોહનીય કર્મ કહેવાય. અથવા અપ્રત્યાખ્યાનીય ચારિત્રમોહનીય કહેવાય. એટલે જરા પણ ત્યાગ ન ઉત્પન્ન થવા દે, એવું ચારિત્રમોહનીય કર્મ અર્થાત્ ઉપયોગી કે નિરુપયોગી કોઈપણ બીજા પદાર્થો ઉપર મમત્વમય વૃત્તિ જ રખાવે. ૨૮. અપ્રત્યાખ્યાનીય લોભ- પોતાના સિવાયના જીવનમાં ઉપયોગી અને નિરુપયોગી તમામ પદાર્થો તરફ મમત્વ ૨૯. અપ્રત્યાખ્યાની માયા- તે ખાતર કપટ ૩૦. અપ્રત્યાખ્યાનીય માન- તે ખાતર માનસત્કારની વૃત્તિ. આ વૃત્તિનું નામ અક્કડપણું કહેવાય છે. ૩૧. અપ્રત્યાખ્યાનીય ક્રોધ- તેમાં આડે આવનાર તરફ પૂરતો અણગમો. જો કે તેની વૃત્તિ આવી રહે છે, પણ ખરુંખોટું પારખવાની તેની શક્તિ કાયમ રહે છે. ખરુંખોટું નિશ્ચય કરવાની શક્તિ છતાં તે આત્મા તે પ્રમાણે વર્તી શકતો નથી. જો કે તેનું વર્તન જરા પણ ત્યાગી નથી હોતું. છતાં સભ્ય અને ઊંચી લાયકાતવાળું તો ચોક્કસ હોય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર ૧૯૭ ૩૨. અનંતાનુબંધી લોભ- આત્માની શક્તિને અત્યંત નુકસાન કરનાર બાબતો ઉપર અત્યંત ગાઢ મમત્વ ૩૩. અનંતાનુબંધી માયા- તે ખાતર ગાઢ કપટ ૩૪. અનંતાનુબંધી માન- તે ખાતર પૂરેપૂરું અભિમાન ૩૫. અનંતાનુબંધી ક્રોધ- તેમાં આડે આવનાર ઉપર અત્યંત દ્વેષ, ખાર, ક્રોધની વૃત્તિ આ ચાર કર્મોથી ખરુંખોટું જાણવાની શક્તિ ન હોવાને લીધે તેનું વર્તન પણ તેવું જ કનિષ્ઠ પ્રકારનું હોય છે. આ ઉપરથી એમ સમજાય છે કે, જ્ઞાનવિષયક યથાર્થ નિર્ણયને રોકનાર દર્શનમોહનીય કર્મ છે. અને વર્તનવિષયક અલ્પ યથાર્થતાને પણ રોકનાર આ અનંતાનુબંધી ચારિત્રમોહનીય છે. આનું નામ અનંતાનુબંધી હોવાનું કારણ એ જ છે કે, આ કર્મની પરંપરા બહુ જ લાંબો કાળ એટલે અનંત કાળ સુધી લંબાય છે. તેને કેમેય કરી છેડો આવતો નથી. તથા બીજી અનંત અનિષ્ટ પરિસ્થિતિઓને તે ખેંચી લાવે છે. આ સોળય કર્મોનું નામ કષાય ચારિત્રમોહનીય છે. કારણ કે કષ એટલે આત્મા સિવાયની બીજી વસ્તુઓ. તેઓમાં આત્માની ચારિત્રશક્તિ ગૂંચવાઈ જાય છે. માટે આ ક્રોધ, માન, માયા અને લોભ એ કષાય કહેવાય છે. કષાય વખતે આત્મા પોતાની સ્થિતિ ભૂલી જાય છે અને બીજાની પોતાની માની લે છે, માટે તેનું નામ કષાય પાડવામાં આવ્યું છે. - સંજવલન વગેરે ચાર ભેદો અવસ્થા ભેદ પાડવામાં આવેલા ભેદો છે. ક્રોધ વગેરે ચાર કષાયો જયારે ઘણા જોરમાં હોય ત્યારે તે અનંતાનુબંધી કહેવાય, અને ઓછા, તેથી ઓછા અને તદ્દન અલ્પ હોય ત્યારે અત્યંત પ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન કહેવાય છે. આમ અવસ્થાભેદ પાડેલા ભેદો છે. ઓછા ઓછા અથવા વધારે વધારે એ રીતે તેનો ક્રમ ગોઠવતાં Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કર્મ-વિચાર ભાગ-૩ કષાયનાં અસંખ્ય પગથિયાં થાય છે. અને તેને લીધે ચારિત્રશક્તિના પણ અસંખ્ય પગથિયાં કહી શકાય. જેમકે- ચારિત્રમોહનીય કર્મનાં પગથિયાં અનંતાનુબંધી કષાયો અત્યંત પ્રત્યાખ્યાનાવરણીય કષાયો પ્રત્યાખ્યાનાવરણીય કષાયો સંજ્વલન કષાયો અકષાય સ્થિતિ ચારિત્રશક્તિનાં પગથિયાં + અલ્પ વર્તનની ઝાંખી + + + + + + + + + + + +++ I+ + + + + + + સર્વત્યાગશક્તિ છતાં, + + + + + + + + અલ્પ કષાય યથાખ્યાત ચારિત્ર પૂરેપૂરી સંયમશક્તિ =ચારિત્રશક્તિ આમ તેના જે સ્થૂલ ચાર ભાગો પાડવામાં આવ્યા છે. તે વ્યાવહારિક દૃષ્ટિથી. ખરું ખોટું પારખવાની શક્તિ હોય ૯૫ ત્યાગશક્તિ આ રચનામાં જો કે દરેક વિભાગમાં બબ્બે પેટા પગથિયાં બતાવ્યાં છે. પરંતુ તે દરેકમાં અસંખ્ય-અસંખ્ય પેટા પગથિયાં હોય છે. અને બધાં મળીને પણ અસંખ્ય હોય છે. તેનું રીતસર લિસ્ટ આગળ સમજાવીશું. હોય? વ્યાવહારિક દૃષ્ટિથી પાંચ જાતના ચારિત્રવાન માણસો દેખાય છે. ૧. પૂર્ણ સ્વરમણતા અવસ્થા. ૨. પૂર્ણ સંયમાવસ્થાત્યાગાવસ્થા. ૩. અલ્પ સંયમાવસ્થા=અલ્પ ત્યાગાવસ્થા. ૪. અસંયમાવસ્થા.=અત્યાગાવસ્થા. ૫. તદ્દન અવિવેકી અવસ્થા. તેમાંની પ્રથમ અવસ્થા તદ્દન શુદ્ધ છે. અનંતાનુબંધી વખતે શું બિલકુલ ખરુંખોટું પારખવાની શક્તિ ન બિલકુલ ન હોય, તેમ તો નહીં જ, પણ બહુ જ સહેજ હોય, તેથી તેની ગણના ન કરી શકાય. જો બિલકુલ ન હોય, તો પછી આત્માનું Page #224 -------------------------------------------------------------------------- ________________ કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર ૧૯૯ આત્માપણું જ ન રહે. ૩૬. હાસ્યકર્મ હસવું આવે. ૩૭. શાકકર્મ શોક થાય, દિલગીરી થાય. ૩૮. રતિકર્મ સુખથી સંતોષવૃત્તિ રહ્યા કરે. ૩૯. અરતિકર્મ દુઃખથી અસંતોષ રહ્યા કરે. ૪૦. જુગુપ્સાકર્મ કંટાળો આવે, દુગચ્છા થાય. ૪૧. ભયકર્મ બીક લાગે. ૪૨. પુંવેદકર્મ સ્ત્રીની ઇચ્છા થાય. ૪૩. સ્ત્રીવેદકર્મ પુરુષની ઇચ્છા થાય. ૪૪. નપુંસકવેદકર્મ બન્નેની ઇચ્છા થાય. આ કર્મો પણ એક જાતના ચારિત્રમોહનીય જ છે. ચારિત્રનો ઘણો અંશ કષાયમોહનીયથી આવરણ પામેલો હોવા છતાં ચારિત્રશક્તિનો કેટલોક ભાગ ખુલ્લો રહે છે. તેને પણ આ નવ કર્મો આવરે છે. તેથી તેનું નામ નોકષાય એટલે કષાયના સહચર અથવા અલ્પ કષાય એવો અર્થ થાય છે. આ રીતે દર્શનશક્તિને ઢાંકનાર અને ચારિત્રશક્તિને ઢાંકનાર બન્ને પ્રકારનાં કર્મ મોહનીયકર્મ કહેવાય છે. તેનો સામાન્ય અર્થ એ છે કે, પોતાને ઉપયોગના વ્યવસ્થિત નિશ્ચયમાં, અને પોતાના સિવાયનો બીજા પદાર્થોમાં, વપરનો ગૂંચવાડો ઉત્પન્ન કરે છે, ભુલાવે છે, મૂંઝાવે છે. માટે તેનું નામ મોહનીયકર્મ. આ કર્મ પણ પૂર્વનાં ત્રણ કર્મની માફક સીધી રીતે આત્મા ઉપર જ અસર કરે છે. માટે જીવવિપાકી છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૪થો આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અત્તરાયકર્મ ગયા પાઠમાં મુખ્ય ચાર કર્મ વિશે આપણે વિચાર કર્યો. તે જ વિષય પાછો આગળ ચલાવીએ. ગયા પાઠમાં આપણે સમજી ગયા કે ૧. આત્મા સંપૂર્ણ જ્ઞાની છતાં જ્ઞાનને આવરણ કરનાર કર્મને લીધે ઘણી બાબતોથી અજ્ઞાત રહી જાય છે. આત્મા સંપૂર્ણ દર્શનશક્તિ ધરાવનાર છતાં દર્શનાવરણીયકર્મને લીધે અંધ, બહેરો જોવામાં આવે છે, એટલું જ નહીં પણ ઘણી વસ્તુઓનું દર્શન કરી શકતો નથી. આત્મા સંપૂર્ણ સુખમય, આનંદમય છતાં વેદનીયકર્મને લીધે તેને અલ્પ સુખને મહાસુખ માની તેમાંથી આનંદ લેવો પડે છે, અથવા તે વખતે દુઃખ પણ અનુભવવું પડે છે. ૩. આત્મા સંપૂર્ણ રીતે યથાર્થ નિર્ણતા છતાં ઘણી બાબતોમાં ભુલાવો ખાઈ જાય છે. તે સમ્યગ્દર્શનમોહનીય કર્મને લીધે બને છે. તેવી જ રીતે આત્મા યથાર્થ ચારિત્રશીલ છતાં ચારિત્રહીન સ્થિતિમાં જણાય છે. અને પોતાના સિવાયની બીજી વસ્તુઓને પોતાની માને છે, અથવા પોતાને અહિતકર, તથા પોતાની સ્થિતિથી ઘણા ફેરફારવાળી અવસ્થામાં વર્તતો દેખાય છે. તે ચારિત્રમોહનીય કર્મને લીધે. આ રીતે મોહનીયકર્મને લીધે આત્મા પોતાપણું જ ભૂલી જાય છે. ૪. તેવી જ રીતે આત્મા સંપૂર્ણ રીતે પોતાની એક જ અવસ્થામાં સદાકાળ રહેવાના સ્વભાવવાળો હોવા છતાં એક કર્મ એવું છે કે જેને લીધે અમુક વખત અહીં તો, વળી અમુક વખતે બીજે એમ ફરજિયાત રહેવા જવું Page #226 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અન્તરાયકર્મ ૨૦૧ પડે છે. બીજે ન જવું હોય તો પણ જવું પડે છે અને જવાની ઇચ્છા હોય તોપણ જઈ શકાતું નથી. એ શી રીતે ? ઘણા સુખી માણસોને મરવાની બિલકુલ ઇચ્છા નથી હોતી, છતાં તેને મરવું પડે છે. અર્થાત્ અહીંથી સુખ મૂકીને જવું ગમતું નથી, છતાં બિચારાને જવું પડે છે. તેવી જ રીતે કોઈ દુ:ખી માણસ જે ઘણો જ રિબાતો હોય, તેને આ જીવનમાં કશો રસ ન રહ્યો હોય છતાં જ્યાં સુધી મુદ્દત પૂરી ન થાય ત્યાં સુધી તે અહીંથી જઈ શકતો નથી, છૂટી શકતો નથી. બિચારાને એમને એમ રિબાવું પડે છે. એનું કારણ શું ? તેનું કારણ તો કર્મ જ. બીજું શું ? કયું કર્મ ? આ કર્મનું નામ આયુષકર્મ કહેવાય છે. દરેક પ્રાણીને આયુષકર્મ તો હોય જ છે. જો આયુષકર્મ ન જ હોય તો એક ક્ષણપણ તે અહીં ટકી ન શકે. અથવા અનાદિ અનંતકાળ સુધી તેને તે જ અવસ્થામાં રહેવું પડે. પશુ, પક્ષી, માણસો, જંતુઓ, કીડાઓ વગેરેને થોડુંઘણું કંઈ ને કંઈ આયુષ્ય કર્મ છે અને તેને લીધે જ કોઈ એક વર્ષ, બે વર્ષ, છ માસ, સો વર્ષ એમ રહી શકે છે. ચોમાસામાં કેટલાં બધાં જંતુઓ જણાય છે. પરંતુ ચોમાસું પૂરું થયે દેખાય છે ? ના. કારણ કે, તેઓનું આયુષ્ય પૂરું થઈ જાય છે એવી જ રીતે કેટલાંક જંતુઓ તો બેચાર દિવસમાં જ જન્મીને મરી જાય છે. તેઓનું આયુષ્યકર્મ તેવું હોય છે. કેટલાંક પ્રાણીઓ તો સો વર્ષ ઉ૫૨ પણ જીવે છે. તેથી તેઓનું આયુષ્યકર્મ તેવું હશે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કર્મ-વિચાર ભાગ-૩ આ રીતે દરેક પ્રાણીને ઓછુંવતું આયુષ્યકર્મ હોય જ છે. તેને લીધે તે પ્રાણી થોડો ઘણો વખત તે જ અવસ્થામાં રહે છે. પછી તેની તે અવસ્થા બંધ પડે છે. ત્યારે હવે કયા પ્રાણીને વધારેમાં વધારે અને કયા પ્રાણીને ઓછામાં ઓછું કેટલું આયુષ્ય હોય? તે વિચારવાનું રહે છે. તેનું એક લાંબું લિસ્ટ થાય, દરેક પ્રાણીઓનું ઓછામાં ઓછું કેટલું અને વધારેમાં વધારે કેટલું આયુષ્ય હોય, તેને બરાબર લિસ્ટ જૈનશાસ્ત્રોમાં મળે છે, પરંતુ તે આગળ ઉપર સમજવું વધારે ઠીક પડશે, તેથી હાલ તો એટલું જ સમજી રાખો કે, દરેકને થોડું ઘણું આયુષ્ય હોય છે અને તે આયુષ્ય, આયુષ્યકર્મને લીધે જીવને પ્રાપ્ત થાય છે. એટલે પ્રત્યેક જીવને પોતપોતાનું આયુષ્ય હોય છે અને તે પ્રાપ્ત કરાવનારું પ્રત્યેકને આયુષ્યકર્મ પણ પોતાનું જ હોય છે. જો કે આ આયુષ્યનું લિસ્ટ તો ઘણું મોટું થાય. છતાં તેને સંક્ષેપથી પ્રાણીવર્ગના મુખ્ય ચાર વિભાગ હોવાથી ચાર પ્રકારનું સમજાવવામાં આવ્યું છે. તેમાંના મુખ્ય બે વિભાગો આપણને પરિચિત છે. ૧. મનુષ્ય નામનો પ્રાણીવર્ગ, ૨. જંતુઓ, કીડાઓ, પશુઓ, પક્ષીઓ વગેરે જેમાં સમાવેશ પામે છે તે તિર્યંચ નામનો પ્રાણીવર્ગઃ આ વર્ગમાં રોકી રાખનારાં બે જાતનાં આયુષ્યો સામાન્યથી કહી શકાય. મનુષ્યમાં રોકી રાખનાર આયુષ્યકમ તે મનુષ્ય આયુષ્ય કર્મ. એવી જ રીતે તિર્યંચ સ્થિતિમાં રોકી રાખનાર આયુષ્યકર્મ તે તિર્યંચ આયુષ્યકર્મ. કર્મનું નામ તેનું ફળ ૪૫. મનુષ્ય આયુષ્યકર્મ મનુષ્યનું આયુષ્ય જીવને મળે, એટલે તેને મનુષ્યની સ્થિતિમાં જઈને ત્યાં અમુક વખત રોકાઈ રહેવું પડે. ૪૬. તિર્યંચ આયુષ્યકર્મ તિર્યંચનું આયુષ્ય જીવને મળે, એટલે તેને તિર્યંચની સ્થિતિમાં જઈને અમુક વખત ત્યાં જ રોકાઈ રહેવું પડે. Page #228 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અન્તરાયકર્મ ૨૦૩ ૪૭-૪૮. આ રીતે બીજાં પણ દેવાયુષ્ય અને નારકાયુષ્ય, એ બે આયુષ્ય કર્મો છે. આ રીતે આયુષ્યકર્મ ચાર પ્રકારના થયા. મૂળ કર્મ પાંચ અને તેના પેટા ભેદો કુલ ૪૮ સુધી આપણે સમજ્યા. હવે આગળ ચાલીએ. હવે જે કર્મનો વિચાર જરા વધારે છે, તે અહીં છોડી દઈ જેનો વિચાર થોડો છે, તેવાં બે કર્મોનો વિચાર કરી લઈએ. જે કર્મનો વિચાર હાલ હું છોડી દેવાનું કહું છું તેનું નામ “નામકર્મ છે' અને તેના મુખ્ય ભેદો ૧૦૩ છે. જે બે કર્મોનો વિચાર અત્રે કરી લેવાનો વિચાર રાખ્યો છે તેનાં નામ “ગોત્ર કર્મ” અને “અંતરાય કર્મ’ છે. તેને મુખ્ય ભેદો અનુક્રમે બે અને પાંચ છે. ઠીક છે. આપને અનુકૂળ પડે તેમ સમજાવો. ૬. આત્માનું સ્વરૂપ તો તમે સમજ્યા છો. તે ઉપરથી તો એમ જ ઠરે છે કે બધા આત્માઓ દરેક રીતે સરખા છે. કોઈ ઊંચ કે નીચ નથી. કોઈ નાનો કે મોટો નથી, કોઈ ઓછો કે અધિક નથી. છતાં આપણે અહીં અમુક જાતિઓ ઊંચી અને અમુક નીચી કહેવાય છે. જેઓ ઘણી રીતે ઉચ્ચ પરિસ્થિતિ, ઉચ્ચ સંસ્કારો અને ઉચ્ચ જીવનમાંથી પસાર થાય છે, તેઓને ઉચ્ચ વર્ગના કહીએ છીએ, અને કેટલાકને તેથી ઊતરતા માનીએ છીએ. બન્નેની રહેણી-કરણી-રીતભાત તપાસતાં આપણને એ બન્ને પ્રકારનો ભેદ પણ સ્પષ્ટ જણાઈ આવે છે. મનુષ્યોમાં તો એમ જણાય છે. પરંતુ પશુ પક્ષીઓ અને કીડાઓમાં પણ તેવું કંઈક જોવામાં આવે છે. જેમકે— કાગડો અને પોપટ, બાવળ અને આંબો, પતંગિયા અને કરમિયા, હંસ અને બગલો, સારસ અને ગીધ, ઘોડો અને ગધેડો, હાથી અને ઊંટ, હરણ અને ભૂંડ વગેરે વગેરેમાં સંસ્કારો જુદા જુદા હોય છે, એટલે સારા અને ખોટા એમ બે વર્ગ પડે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કર્મ-વિચાર ભાગ-૩ આ વર્ગ પડવાનું મૂળ કારણ ગોત્રકર્મ છે. આત્મા હંમેશ નિર્લેપ છતાં તેની ઊંચા કે નીચ તરીકે ગણના થાય છે, તે આ ગોત્રકર્મને લીધે. તેથી ગોત્રકર્મના મુખ્ય બે પ્રકાર છે. કર્મનું નામ તેનું ફળ ૪૯. ઊંચ ગોત્રકર્મ જીવ ઉચ્ચ-માનપાત્ર શબ્દોથી બોલાવાય છે. ૫૦. નીચ ગોત્રકર્મ જીવ નીચ શબ્દોથી બોલાવાય છે. દરેક જીવ વસ્તુતઃ સમાન સ્વભાવના છતાં આ ભેદ આ ગોત્રકર્મને લીધે છે. મનુષ્યોમાં પણ આવા ભેદો છે, અને તે આ કર્મને લીધે છે. નહીં કે મનુષ્યોએ પોતાની બુદ્ધિથી કલ્પી કાઢેલા છે. આ વાત આ દેશના તેમ જ બહારના દેશના અનેક વિદ્વાનો માને છે. આમ છતાં અને દુનિયાના વ્યવહારો આ વ્યવસ્થા ઉપર ચાલતા, ચલાવાતા હોવા છતાં, તેમાં ઊંચા ગોત્રી અભિમાન કરે, કે નીચગોત્રી મનમાં ખેદ ધારણ કરે, વળી તેમાં એકબીજાને નિમિત્ત ગણે, તો પોતપોતાના મોહનીય કર્મને વધારે બળવાન બનાવે છે, અને તેથી તે આત્માને જરૂર ગેરફાયદો કરે છે. કેમકે એવી અયોગ્ય લાગણીઓથી અયોગ્ય કર્મ બંધાય છે અને અયોગ્ય કર્મ બંધાવાથી આત્માને તેનાં અયોગ્ય પરિણામો ભોગવવાં પડે છે. લાગણીઓ એટલે અધ્યવસાયસ્થાનકો અને યોગ એ કર્મબંધના કારણ છે. આ વાત પહેલા ભાગમાં શીખી ગયા છો. હા, જી. બરાબર છે. કર્મને લીધે થયેલી આ પરિસ્થિતિ માટે પરસ્પરને દોષ દઈને અભિમાન કરવું, કે ખેદ કરવો એ નકામાં છે. બાકી તો ઉપર પ્રમાણે વ્યવહારની વ્યવસ્થા યથાયોગ્ય રીતે સમાન ભાવે ચલાવવામાં વાંધો શો? ૭. વળી આપણે આત્મસ્વરૂપના પાઠમાં શીખી ગયા છીએ કે આત્મા ધારે તો આખું જગત પોતાના ભોગમાં તેમ જ ઉપભોગમાં લઈ શકે. તેવી જ રીતે ઇચ્છા થાય, તો બધું જગત બીજાને આપી ઈ શકે એટલે તેનો સર્વથા ઇચ્છાપૂર્વક પોતે ત્યાગ કરી શકે. Page #230 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અન્તરાયકર્મ ૨૦૫ અને જો ધારે તો તેમાંથી જેટલા ફાયદા મેળવવા હોય તેટલા મેળવી શકે. તથા જો ધારે તો આખા જગતને ઊથલપાથલ કરી શકે. તેટલી પ્રત્યેક આત્મામાં શક્તિ છે. અહો ! હો ! આટલું બધું આત્માનું સામર્થ્ય ? શું આત્માનું ખરેખર એટલું બધું સામર્થ્ય છે ? હા. એવું સામર્થ્ય કોઈ બતાવતું હશે ? ના. તેવું છેવટનું સામર્થ્ય બતાવવાની કોઈને જરૂર પડતી નથી. પણ વચ્ચેનું સામર્થ્ય બતાવવાના ઘણા દાખલા પ્રાચીન કથાઓમાં, અને કોઈ કોઈ વાર હાલના બનતા બનાવોમાં પણ આપણે જોઈ શકીએ ખરા. જેમકે, આ ચંપકલાલને જેટલી સુખસગવડો છે, તેટલી આ શાંતિલાલને નથી જ ને ? ના. નથી જ. તેવી જ રીતે જેટલી સુખસગવડો આપણા શહેરના રાજાને છે, તેટલી ચંપકલાલને પણ ક્યાં છે ? આ રીતે, સુખસગવડ અને ભોગ તથા ઉપભોગનાં સાધનોમાં અનેક ફેરફાર જોવામાં આવે છે, તેનું કારણ શું ? દરેક આત્માઓ સરખા છે અને દરેકને જગતની દરેકેદરેક વસ્તુઓનો ભોગ તથા ઉપભોગ કરવાની સત્તા છે. છતાં એક વધારે ભોગ તથા ઉપભોગોનો લાભ લઈ શકે છે, અને બીજો ઓછાનો. તેનું કારણ શું ? તેનું કારણ આ અંતરાયકર્મ છે. ત્યારે એમ થયું કે, જે ઓછો ભોગ તથા ઉપભોગ ભોગવી શકે છે તેને અંતરાયકર્મ, અને જે વધારે ભોગવી શકે છે, તેને અંતરાય કર્મ નહીં, એમ જ કે ? ના. એ નિર્ણય બરાબર નથી. ત્યારે શી રીતે છે ? બન્નેને અંતરાયકર્મ છે. શી રીતે ? જે વધારે ભોગ તથા ઉપભોગ ભોગવે છે તેને જોકે ભોગોપભોગ વધારે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કર્મ-વિચાર ભાગ-૩ છે, પણ તે કોના કરતાં? જેને ઓછા છે તેના કરતાં તેને ભોગપભોગ વધારે છે. પણ તેના આત્માને જગતના સઘળા ભોગો ભોગવવાનો હક્ક છે. તેને બદલે આપણી દૃષ્ટિએ તે જો કે ઘણા ભોગવે છે, છતાં જગતના તમામ ભોગ તથા ઉપભોગની દૃષ્ટિથી તે પણ નાની સંખ્યા છે. અર્થાત્ બાકીના તે નથી ભોગવી શકતો. તેટલા ભોગો તથા ઉપભોગો ભોગવવા ન દેનારું અંતરાયકર્મ તેને પણ છે. તેના કરતાં ઓછી સામગ્રીવાળાને અંતરાય કર્મ વધારે છે. એ ખરું. પણ એકને અંતરાયકર્મ છે અને બીજાને નથી. એમ ન સમજવું. બન્નેને અંતરાયકર્મ છે, માત્ર ઓછુંવત્તું છે. આપ “ભોગ અને ઉપભોગ” એ બે શબ્દો વાપરો છો, તેનું કારણ શું? તેનું કારણ તો ખાસ કંઈ નથી. આપણે અહીં ભોગ અને ઉપભોગની સામગ્રી જુદી ગણાય છે, એ વાત ધ્યાનમાં રાખીને શાસ્ત્રકારોએ કર્મના પણ એવા જ બે ભેદ પાડી બતાવ્યા છે. એમ ભેદપ્રભેદની અપેક્ષાએ ભેદ પાડવા હોય તો કાંઈ વાંધો નથી ? ના. તોપણ શાસ્ત્રકારો સંક્ષેપ ખાતર જૂજ ભેદ પાડે છે. છતાં જરૂર પડે, તો કોઈ વખત શાસ્ત્રીય રીતે ભેદો પાડે છે અને જરૂર પડે તો દુનિયાના વ્યવહારને અનુસરીને પણ ભેદો પાડે છે અને કોઈ વખતે બને રીતે ભેદો પાડે છે. - એ ગમે તેમ હોય, પણ ભોગ અને ઉપભોગમાં આપણા વ્યવહારમાં કે શાસ્ત્રીય રીતે શો ફેરફાર છે ? - જે વસ્તુઓ વારંવાર ભોગવાય, તે ભોગ્ય વસ્તુ કહેવાય, અને જે વસ્તુઓ એકાદ વખત ભોગવ્યા પછી ફરીથી કામમાં ન આવે, તે ઉપભોગ્ય કહેવાય. જેમકે, ફૂલ, અત્તર, તેલ વગેરે. ઉપયોગમાં લીધા પછી એની એ ચીજો બીજી વખત કામમાં આવતી નથી. તેથી તે ઉપભોગ્ય ગણાય. શાસ્ત્રકારો તો, બધી ચીજો જીવને ભોગ્ય હોવાથી તેના ભાગો જ ગણે, તો કાંઈ વાંધો નથી. પણ આપણે બન્નેને જુદા ગણીએ છીએ, તેથી તેઓએ પણ જુદા જ ગણાવ્યા છે અને તેથી અંતરાયકર્મના પણ એ બે ભેદ જુદા જુદા ગણાવ્યા છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અત્તરાયકર્મ ૨૦૭ ત્યારે શું એવી રીતે ભેદ પાડવા ધારીએ તો ઘણા ભેદો પાડી શકાય? શું તે રીતે અનેક ભેદો પાડવામાં શાસ્ત્રકારોનો વાંધો નથી? જેમકે, હું ફૂલનો ઉપભોગ ન કરી શકું, તો મને પુષ્પોપભોગાન્તરાયકર્મ? એવી રીતે અત્તરનો રોજ ઉપભોગ ન કરી શકું, તો તેનું નામ વાસોપભોગાન્તરાયકર્મ? એવાં દરેક જુદાં જુદાં નામ આપી શકાય? બેશક, આપી શકાય. તે બધાંનો મુખ્ય ભેદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિસ્તારથી સમજવું હોય, તો તેમ ભેદો પાડવામાં વાંધો નથી જ. ઠીક, હવે એ અમે સમજ્યા. હું આગળ કહી ગયો છું, કે પ્રત્યેક જીવને જગતની સમસ્ત વસ્તુઓ ઉપર પોતાનું સ્વત્વ રાખવાનો અધિકાર છે. તેવો જ તે વસ્તુઓનો દાન કરવાનો પણ અધિકાર છે. પરંતુ આપણે તેમ કરી શકતા નથી. ઊલટું અમુક મળે તો ઠીક, અમુક મળે તો ઠીક, એવી આકાંક્ષા કરીએ છીએ. એ બધું દાનાન્તરાય નામના કર્મને લીધે બને છે. જેને દાનાન્તરાય કર્મ થોડું હોય છે તે અમુક પ્રમાણમાં દાન વધારે આપી શકે છે. અને કેટલાક તો જગતમાં જેટલી વસ્તુઓ ઉપર પોતાનું સ્વત્વ સ્થપાયું હોય છે, તે બધાનું દાન આપી શકે છે. છતાં જગતની બાકીની વસ્તુઓ ઉપર પોતાનું સ્વત્વ ન સ્થપાવાને કારણે તે વસ્તુઓનું દાન આપી શકતા નથી. તેટલું તેને પણ દાનાન્તરાય કર્મ ખરું જ. આ રીતે દુનિયામાં નજર નાંખતા દાનાન્તરાય કર્મવાળાના અનેક વર્ગો પડી જશે. અને આ રીતે વિચારતાં ઓછુંવત્તું દરેક જીવને દાનાન્તરાય કર્મ હોય જ છે. જગતમાં જેટલી વસ્તુઓ છે, તે દરેક વસ્તુઓને નિમિત્ત તરીકે રાખીને પ્રત્યેક આત્મા પોતાના ગુણોનો વિકાસ કરી શકવાનો લાભ મેળવવાને હક્કદાર છે. છતાં લાભાન્તરાયકર્મને લીધે તેનો લાભ ઓછેવત્તે અંશે મેળવી શકનારા મળે છે. પણ સંપૂર્ણ લાભ મેળવવામાં જેટલી ખામી રહે છે, તે આ લાભાન્તરાય કર્મને લીધે જ. તથા પ્રત્યેક આત્મામાં, જગતને ઊથલપાથલ કરી નાંખવાની પૂર્ણ શક્તિ હોવા છતાં તમારાથી એક મણનો પણ આ પથ્થર ઉપાડવો મુશ્કેલ છે. અને આ કાળુ ઠાકોર પાંચ મણની ગુણી ઉપાડીને ચાલી શકે છે. તેના Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કર્મ-વિચાર ભાગ-૩ કરતાં પણ બળવાન માણસો આપણે જોયા સાંભળ્યા છે. માટે દરેકમાં ઓછુંવત્તું સામર્થ્ય જોઈએ છીએ, છતાં દરેકને વીર્યાન્તરાયકર્મ તો હોય જ છે. કારણ કે આ જગતમાં સમર્થમાં સમર્થ માણસો પણ જગતની ઊથલપાથલ નથી કરી શકતા. તેથી તેને પણ તેટલું વીર્યાન્તરાયકર્મ છે જ. આ રીતે વિચારતાં આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપમાં હોય ત્યારે, જગતની બધી વસ્તુનો ભોગ તથા ઉપભોગ લે ? અથવા ધારે તે પ્રમાણે જગતની ઊથલપાથલ કરી નાંખે ? અથવા જગતમાં જેટલી વસ્તુઓ છે, તે બધીને નિમિત્ત બનાવીને પોતાની આત્મરમણતા તાજી રાખી શકે ? એ બધું કેમ બનતું હશે ? તથા આવી રીતે એક આત્મા સંપૂર્ણ સ્વરૂપમાં હોય ત્યારે બીજાને માટે બાકી રહે જ શું ? તે પ્રશ્ન બરાબર છે. તેનું સમાધાન સમજવું મુશ્કેલ છે. કારણ કે, સૂક્ષ્મ બુદ્ધિગમ્ય છે. જો કે બધી વસ્તુઓ ભોગ્ય તથા ઉપભોગ્ય હોવા છતાં, એકીસાથે કઈ વસ્તુનો ભોગ તથા ઉપભોગ કરવો ? તથા બીજા દરેક જીવોનો પણ તે જ વખતે તેવો જ હક્ક છે. વળી તેના સાક્ષાત્ સંબંધમાં આવ્યા વિના તેનો ભોગ તથા ઉપભોગ શી રીતે જોઈ શકાય ? સાક્ષાત્ સંબંધમાં આવવા માટે એકીસાથે દરેકના સંબંધમાં આવવું પણ શી રીતે સંભવિત થાય ? આ વગેરે પરિસ્થિતિને યોગે દૂરથી જ જગતના ભોગ તથા ઉપભોગથી ઉત્પન્ન થતો શુદ્ધ આનંદ આત્મા દૂરથી જ લઈ શકે છે. એવી જ રીતે પોતાની આત્મરમણતા સિદ્ધ થાય ત્યારે જ તે સંપૂર્ણ સ્વરૂપમાં કહેવાય છે. પછી તેને તેવાં નિમિત્તોની જરૂર પડતી નથી. પહેલેથી જ અનેક નિમિત્તોનો લાભ લેતો લેતો તે ઊંચે ઊંચે ચઢતો જાય છે. આત્મા મલિન અવસ્થામાંથી સંપૂર્ણ-યથાર્થ સ્થિતિમાં પહોંચતાં જેમ જેમ તે ઊંચે ઊંચે ચઢતો જાય છે, તેમ તેમ તેને ઊંચે ચઢાવનારાં અનેક નિમિત્તો મળતાં જાય છે અને તે બધાં .નિમિત્તોને એકઠાં કરીએ, તથા તે બધાં નિમિત્તોનો ઉપયોગ કરતાં કરતાં જે વખત પસાર થાય છે, તે બધું ધ્યાનમાં લઈએ, તો જગતમાં એવી કોઈ પણ વસ્તુ નથી કે જેનો આત્માએ પોતાના વિકાસમાં કોઈક વખત પણ લાભ ન લીધો હોય, તેમ જ જેનું ઇચ્છાપૂર્વક દાન ન આપ્યું હોય, પોતાની શક્તિનો ઉપયોગ જેને માટે ન કર્યો હોય, અને ભોગ તથા ઉપભોગની Page #234 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અત્તરાયકર્મ ૨૦૯ વસ્તુનો ઉપયોગ પણ ન કર્યો હોય. એવી એક પણ વસ્તુ નહીં મળે. પછી તેને તેમ કરવાની જરૂર જ શી રહે ? જો કે સંપૂર્ણ આત્માને તેવું કાંઈપણ કરવાની જરૂર રહેતી નથી. અને તેથી જ તેવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ તે કરતો નથી જેનાં કારણો અને યુક્તિઓ ઉપર સમજાવેલ છે. છતાં તદ્ તદ્યોગ્ય સંપૂર્ણ શક્તિઓ સંપૂર્ણ આત્મામાં પૂર્ણરૂપે ખીલેલી હોય છે. એ બરાબર સમજાશે. અંતરાયકર્મના પાંચ ભેદોનો આપણે વિચાર કર્યો તે આ પ્રમાણે છેકર્મનું નામ તેનું ફળ ૫૧. દાનાંતરાયકર્મ જગતની તમામ વસ્તુના દાનમાં આવરણ પર. લાભાંતરાયકર્મ જગતની તમામ વસ્તુના લાભમાં આવરણ ૫૩. ભોગાંતરાયકર્મ જગતની તમામ વસ્તુના ભાગમાં આવરણ ૫૪. ઉપભોગાંતરાયકર્મ જગતની તમામ વસ્તુના ઉપભોગમાં આવરણ ૫૫. વીર્યંતરાયકર્મ જગતની તમામ વસ્તુના ઉથલપાથલમાં આવરણ આ રીતે અંતરાયકર્મ પણ આત્માની મહાન મહાન શક્તિઓ, હક્કો અને સત્તા વગેરેને ડુબાવનારું કર્મ છે. માટે તેને જીવવિપાકી કહેવામાં વાંધો નથી. અર્થાત્ તે જીવવિપાકી જ છે. તેવી રીતે ગોત્રકર્મ પણ જીવવિપાકી જ છે. કારણ કે તે પણ આત્માની સમ અવસ્થા ઉપર અસર કરી તેને ઊંચ કે નીચ વ્યવહારના ચોકઠામાં ગોઠવે છે. ત્યારે આયુષ્યકર્મને જીવવિપાકી કહેવામાં શી અડચણ છે ? યદ્યપિ દરેક પ્રકૃતિ છેવટે તો જીવ ઉપર જ અસર કરે છે. એ રીતે તેને જીવવિપાકી કહેવામાં વાંધો નથી. પરંતુ તેનું મુખ્ય નિમિત્ત ભવ છે. કારણ કે આયુષ્ય કર્મ મુખ્યપણે મનુષ્ય, તિર્યંચ વગેરે ભવો સાથે સંબંધ ધરાવે છે. માટે તેને શાસ્ત્રમાં વિવિપાકી કર્મ કહ્યું છે. અહીં સુધી ૭ મૂળ કર્મ અને તેના ૫૫ પેટા ભેદોનો વિચાર કર્યો. તેમાં ૬ મૂળ કર્મ જીવવિપાકી છે અને એક આયુષ્ય કર્મ વિવિપાકી છે. પેટા ભેદોમાં-૫૧ જીવવિપાકી છે અને ૪ ભવવિપાકી છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ પાઠ પમો નામકર્મ હવે આ પાઠમાં “નામકર્મ”નો વિચાર કરવાનો છે. ગયા પાઠોમાં સાત કર્મોનો વિચાર કરવામાં આવ્યો, તે ઉપરથી એમ જ સમજાય છે કે, સાત કર્મો ને તેના ભેદોને લીધે થતી જીવની અવસ્થાઓ અથવા પ્રાપ્ત થતી સામગ્રી બધી ભાવરૂપ, નજરે-પદાર્થરૂપે ન જોઈ શકીએ તેવી જણાય છે. પરંતુ આ કર્મ શરીર, અવયવો, શરીરની અમુક આકૃતિ વગેરે જોઈ શકાય તેવાં ફળો આપનારું કર્મ છે. આ કર્મના ૧૦૩ પ્રકારો છે. તે બધા અહીં સમજાવવા મુશ્કેલ છે. તેથી પ્રથમ તો જેટલા સમજાવી શકાય તેમ છે તે સમજાવવાનો યત્ન કરીશ. એક બાળક જન્મ લે છે, એટલે શું? તેનો અર્થ એ જ કે, કોઈ પણ આત્મા શરીર ધારણ કરીને આ જગતમાં બહાર પડે છે. ત્યારે તેણે શરીર શી રીતે બનાવ્યું હશે ? અને શરીર બનાવ્યા પહેલાં તે શી સ્થિતિમાં હશે ? એ વગેરે વિચારવું જોઈએ કે ? ખરેખર, એ ખાસ સમજવા જેવું છે. સાંભળો, બરાબર ધ્યાન દઈને સાંભળજો. કોઈ પણ પ્રાણી મરણ પામીને કોઈપણ સ્થળે પાછો ઉત્પન્ન થવાનો પ્રયત્ન કરે છે. કારણ કે આપણે આત્માના સ્વરૂપમાં વિચારી ગયા છીએ કે, “આત્મા નિત્ય છે. તેનો કદી નાશ થતો નથી. આપણે કહીએ છીએ કે અમુક માણસ મરી ગયો.” તેનો અર્થ એ નથી કે તેનો આત્મા મરી ગયો. Page #236 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ ૨૧૧ પરંતુ તે શરીરમાંથી તેનો આત્મા ચાલ્યો ગયો. અર્થાત્ શરીર અને આત્મા જુદાં પડી ગયાં.’’ આ રીતે માણસ મરે છે, ત્યારે તેનો આત્મા મરતો નથી. પરંતુ એ શરીરમાંથી નીકળીને બીજું શરીર ધારણ કરવા ચાલ્યો જાય છે. બીજે જ્યાં તે જાય છે, ત્યાં તેને જે જે સામગ્રી મળવી જોઈએ, તે તમામ સામગ્રી અપાવનારાં કર્મો તેની સાથે હોય છે. તે કર્મોના બળથી આત્મા પોતાનું ભાવિ જીવન જીવવાની તૈયારી કરવા માંડે છે. આ હકીકત ધ્યાનમાં લઈને—એક જીવ એક શરીરમાંથી જુદો પડ્યા પછી તેનું શું શું થતું હશે ? એ પ્રશ્ન થાય છે. તે છૂટો થાય કે તરત તેણે કોઈ પણ પરિસ્થિતિમાં દાખલ થવું જોઈએ. એવી મુખ્ય પરિસ્થિતિ જગતમાં ચાર છે. તેમાંની બે પરિસ્થિતિ તો આપણા જાણવામાં જ છે. અને તે એક મનુષ્યની અને બીજી તિર્યંચની. મનુષ્યની પરિસ્થિતિ એટલે મનુષ્યરૂપે થવું, ઘર બાંધવું, રાજ્ય કરવું, બે પગે ચાલવું અને મનુષ્યને વસવાટ કરવા જેવા પ્રદેશમાં રહેવું વગેરે મનુષ્યને લાયક જે પરિસ્થિતિ, તેનું નામ મનુષ્યગતિ; અને તેવી જ રીતે વાંકા ચાલવું, અવ્યક્ત ભાષા બોલવી વગેરે પશુપક્ષી તથા કીડાને છાજતી જે પરિસ્થિતિ, તે તિર્યંચગતિ કહેવાય. એવી રીતે બીજી બે ગતિઓ છે, દેવગતિ અને નારકગતિ. એમ ચાર ગતિ થઈ. આમાંની કોઈ એક ગતિમાં ઉત્પન્ન થવાને યોગ્ય કર્મ જીવ બાંધી ચૂક્યો છે. ધારો કે, તેણે મનુષ્યગતિને યોગ્ય કર્મ બાંધ્યું છે. તેથી ત્યાંથી છૂટીને તે જીવ મનુષ્યગતિ તરફ આવવાને રવાના થાય છે. પરંતુ અહીં પહોંચતાં પહેલાં ત્યાંથી છૂટેલા જીવને જ્યાં જવાનું નક્કી થયું છે, ત્યાં લાવી મૂકનાર એક કર્મ તેને વચ્ચે મદદ કરે છે. આ કર્મનું નામ આનુપૂર્વી કર્મ છે. આ આનુપૂર્વી કર્મ મરણ પછી અને ઉત્પન્ન થતા પહેલાં વચ્ચે આમતેમ ભટકતા જીવને પોતાને ઠેકાણે જવામાં મદદ કરે છે. તેથી તે કર્મને ક્ષેત્રવિપાકી કર્મ કહ્યું છે. મરણ પછી નવે સ્થળે ઉત્પન્ન થતા પહેલાં બે, ત્રણ, ચાર સમય જેટલો સમય લાગે છે. તેમાં આકાશપ્રદેશોની શ્રેણી પ્રમાણે સીધી અને વક્ર Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કર્મ-વિચાર ભાગ-૩ એમ બે જાતની જીવની ગતિ થાય છે. તેમાં અમુક સમયે જીવ વર્ગણાઓનું આકર્ષણ કરે છે. જ્યાં ઉત્પન્ન થવાનો છે, તે સ્થિતિને યોગ્ય આત્મપ્રદેશોની સંસર્ગ-વિસર્ગ ગુણને લીધે નાની કે મોટી આકૃતિ બનાવે છે વગેરે કેટલાક બનાવો થાય છે. તે પ્રસંગે સમજાવીશ. આ આનુપૂર્વી કર્મના પણ ગતિ પ્રમાણે ચાર ભેદ પાડવામાં આવ્યા છે. અને વક્ર ગતિ વખતે તેનો ઉદય હોય છે. તેમાંની મનુષ્ય આનુપૂર્વી કર્મે જીવને આ માનવ જન્મને યોગ્ય સ્થાન સુધી લાવીને મૂક્યો, એટલે તેનું કામ પૂરું થાય. આ સ્થાન પાસે જીવ આવે કે તુરત મનુષ્ય ગતિનામકર્મ તેને મનુષ્યને યોગ્ય સામગ્રીઓ આપવાની શરૂઆત કરે છે. તે કર્મ ત્યાં સુધી પોતાનું કામ બજાવશે, કે જ્યાં સુધી એ જીવ મનુષ્યપણે રહેશે. આ રીતે ગતિનામકર્મ, જીવને મનુષ્ય વગેરેને યોગ્ય સામગ્રીઓ સાથે જોડી દે છે. તેથી તેને જીવવિપાકી કર્મ કહ્યું છે. જે ક્ષણથી મનુષ્યગતિને યોગ્ય સામગ્રી મળવાની શરૂઆત થાય છે, તે જ સમયથી મનુષ્યનું આયુષ્ય પણ તેને મનુષ્યપણામાં સ્થિર રાખવાની મદદ કરે છે. એવું આયુષ્ય કર્મ તેણે અહીં ઉત્પન્ન થતાં પહેલાં બાંધ્યું છે. જો મનુષ્ય આયુષ્ય કર્મની જરા પણ મદદ ન હોય, તો જીવ મનુષ્યને યોગ્ય પરિસ્થિતિમાં એક ક્ષણ પણ ન રહી શકે. તેથી કોઈ પણ પ્રકારના વખતનો નિયમ કરનાર કર્મની જરૂર પડે જ છે. ૧. મનુષ્યને યોગ્ય પરિસ્થિતિ પામવા માટે જીવને મનુષ્યરૂપે થવું જ જોઈએ. ૨. એ થતાં પહેલાં પ્રથમ, મનુષ્યપણે ઉત્પન્ન થવાના સ્થાન સુધી તેને આનુપૂર્વી કર્મે લાવી મૂક્યો. ૩. તરત પ્રથમ ક્ષણથી જ તેને મનુષ્યનું આયુષ્ય આયુષ્ય-(મનુષ્યાયુષ્ય) કર્મે આપવું શરૂ કર્યું. મનુષ્યગતિકર્મે તેને મનુષ્યને યોગ્ય બધી સામગ્રી પૂરી પાડવા માંડી. મનુષ્યને યોગ્ય સામગ્રીમાં, મનુષ્યને યોગ્ય શરીર, તે પ્રથમ ધારણ કરવું જોઈએ. માટે પ્રથમ ક્ષણથી જ મનુષ્ય-શરીર બનાવવા માટે, મનુષ્યના શરીરને યોગ્ય પરમાણુઓ (વર્ગણાઓ) મેળવવાનો હક્ક જીવને શરીરનામકર્મ આપે છે. અત્રે યાદ રાખવાનું કે, મનુષ્યને યોગ્ય મુખ્યપણે ઔદારિક શરીર Page #238 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ ૨૧૩ છે. માટે તે શરીર બનાવવા માટે જીવે પૂર્વે બાંધેલું ઔદારિકશરીરનામકર્મઔદારિક શરીરપણે ગ્રહણ યોગ્ય જે બીજી વર્ગણા છે તેમાંથી પોતાના કર્મ પ્રમાણે વર્ગણા મેળવવાનો હક્ક આપે છે. જયાં સુધી એ મનુષ્યપણે રહેશે, ત્યાં સુધી આ હક્ક તેને ચાલુ રહેશે. આ કર્મને લીધે પ્રથમ સમયથી જ તેણે તે વર્ગણાઓ લેવા માંડી. આ વર્ગણાઓમાં અનંત પરમાણુઓનો જથ્થો હોય છે, તે આપણે પહેલા ભાગમાં શીખી ગયા છીએ. એ જથ્થો એમને એમ રેતીના લાડુ જેવો ભર ભર ભૂકા જેવો નથી હોતો. જો તેમ હોય તો તેવા જથ્થાનું બનેલું શરીર ભર ભર ભૂકા જેવું થઈ જાય. માટે, વર્ગણાની અંદરના ખંધોના પરમાણુઓ, સ્નેહ-ચીકાશ અને લુખાશ વગેરે જે પ્રમાણમાં હોવાં જોઈએ તે પ્રમાણમાં તેમાં હોવાને લીધે પરસ્પર ચોંટી જાય છે-સંઘાતિત થાય છે. આમ પરમાણુઓ પરસ્પર ચોંટી જઈને સંઘાતિત થયેલા સ્કંધો જ જીવ પોતાના શરીરના ઉપયોગમાં લે છે. આવો સંઘાત કરી આપનારું એક નામકર્મ જીવે પૂર્વે મેળવેલું હોય છે. તેથી તે સંઘાતન નામકર્મ. સંઘાતન નામકર્મ જીવને વર્ગણાના સંઘાત પામેલા સ્કંધો અપાવે છે. આ રીતે સંઘાત પામેલી ઔદારિક વર્ગણા-સંઘાતનનામકર્મ અને શરીરનામકર્મના બળથી જીવે પ્રથમ ક્ષણે લીધી. આનું નામ આહાર કહેવાય. આવો આહાર–આ વર્ગણા મળવારૂપ આહાર–જયાં સુધી મનુષ્યનું શરીર કાયમ રહેશે ત્યાં સુધી તેને મળ્યા કરશે. આ રીતે પ્રથમ ક્ષણે મળેલી વર્ગણાનું જ શરીર જીવ બનાવવા લાગે છે. એટલે કે, એ સંઘાત પામેલી વર્ગણાઓ પરસ્પર ચોંટવા માંડે છે. તેને પરસ્પર બરાબર ચોંટાડનાર કર્મ પણ જીવની મદદમાં છે, તેને બંધનનામકર્મ કહે છે. જો આ બંધન નામકર્મ ન હોય તો સંઘાતવાળી વર્ગણાના અંધ છતાં પરસ્પર સ્કંધો એક રચના રૂપે મળી ગયેલા ન રહે. જેમ ઘર બાંધવામાં ઈંટોના રજકણો અંદરોઅંદર સંઘાતિત છે, પણ એમને એમ ઈંટ ઉપર ઇંટો ગોઠવીએ તો મકાન મજબૂત ન થાય, તેને ચૂના કે માટીથી પરસ્પર ચોડવા પડે છે. તેમ આ બંધન નામકર્મ વર્ગણાના અંધારૂપી ઈંટોને પરસ્પર ચોડીને એકરૂપે કરે છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કર્મ-વિચાર ભાગ-૩ આ રીતે પહેલી જ ક્ષણે બીજા પણ નીચે પ્રમાણેનાં અનેક કર્મો જીવને પોતપોતાની મદદ પહોંચાડવા માંડે છે– ૧. સૌથી પહેલી મદદ તો આનુપૂર્વીએ કરી જ. (મનુષ્યઆનુપૂર્વી- નામકર્મ). પછી-- ૨. ગતિનામકર્મ. (મનુષ્યગતિનામકર્મ). ૩. જાતિનામકર્મ. (પંચેદ્રિયજાતિનામકર્મ). ૪. શરીરનામકર્મ. (૧. ઔદારિકશરીરનામકર્મ. ૨. કાર્મણશરીર નામકર્મ તથા ૩. તૈજસશરીરનામકર્મ). ૫. અંગોપાંગનામકર્મ. (દારિકસંગોપાંગનામકર્મ). ૬. સંઘાતનનામકર્મ (૧. ઔદારિક-સંઘાતનનામકર્મ. ૨. કાર્પણ સંઘાતનનામકર્મ તથા ૩. તૈજસસંઘાતનનામકર્મ). ૭. બંધનનામકર્મ. (૧. ઔદારિક-ઔદારિકબંધન નામકર્મ, ૨. ઔદારિકતૈજસબંધન નામકર્મ, ૩. ઔદારિક-કામણબંધન નામકર્મ, ૪. ઔદારિક-તૈજસ-કાશ્મણબંધન નામકર્મ, ૫. તૈજસ-તૈજસ બંધને નામકર્મ, ૬, કાર્મણ-કાર્પણબંધન નામકર્મ, ૭. તૈજસ-કાર્પણ બંધન નામકર્મ). ૮. સંસ્થાનનામકર્મ. (હુડકસંસ્થાનનામકર્મ). ૯. સંઘયણનામકર્મ. (છેવટું સંવનનનામકર્મ). ૧૦. વિહાયોગતિનામકર્મ. (પુણ્યવાન જીવ હોવાને લીધે શુભ વિહા યોગતિનામકર્મ અને અપુણ્યવાન હોય તો અશુભ વિહાયોગતિ નામકર્મ). ૧૧. વર્ણનામકર્મ (શ્વેતાદિવર્ણનામકર્મ) પુણ્યવાન હોવાથી ૧૨. ગંધનામકર્મ (સુરભિગંધાદિનામકર્મ) પુણ્યવાન હોવાથી ૧૩. રસનામકર્મ (મધુરાદિરસનામકર્મી પુણ્યવાન હોવાથી ૧૪. સ્પર્શનામકર્મ (મૃદુ વગેરે સ્પર્શનામકર્મ) પુણ્યવાન હોવાથી Page #240 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ ૨૧૫ ૧૫. નિર્માણનામકર્મ. ૨૩. સ્થિરનામકર્મ. ૧૬. અગુરુલઘુનામકર્મ. ૨૪. અસ્થિરનામકર્મ. ૧૭. પરાઘાતનામકર્મ. ૨૫. શુભનામકર્મ. ૧૮. શ્વાસોચ્છવાસનામકર્મ. ૨૬. અશુભનામકર્મ. ૧૯. ત્રસનામકર્મ. ૨૭. સુભગનામકર્મ. ૨૦. બાદરનામકર્મ. ૨૮. સુસ્વરનામકર્મ. ૨૧. પ્રત્યેકનામકર્મ. ર૯. યશનામકર્મ. ૨૨. પર્યાપ્તિનામકર્મ. ૩૦. આદેયનામકર્મ. (આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન, પર્યાપ્તિ નામકર્મો). ઓછામાં ઓછાં આ ત્રીસ કર્મો સામાન્ય પુણ્યવાન લાયક જીવને મનુષ્યપણે થતી વખતે પહેલે સમયેથી પોતાની મદદ આપવી શરૂ કરે છે. પરંતુ જો પુણ્યવાન મનુષ્ય ન હોય તો, અશુભવિહાયોગતિ, લીલો, કાળો અશુભવર્ણનામકર્મ, દુરભિગંધનામકર્મ, કડવો, તીખોવર્ણનામકર્મ, ખડબચડો, ભારે, ઠંડો કે લૂખો સ્પર્શનામકર્મ; ઉપઘાતનામકર્મ, દુર્ભગ નામકર્મ, દુસ્વરનામકર્મ, અપયશનામકર્મ, અનાદેયનામકર્મ વગેરે. ૭ અશુભનામ કર્મો તે તે શુભ કર્મોને બદલે પોતાની મદદ આપે છે. પરંતુ જો તે પુણ્યવાન પુરુષ મહાજ્ઞાની થવાનો હોય, જેને શાસ્ત્રમાં ચૌદ પૂર્વધર કહે છે; તો તેને આહારકશરીરનામકર્મ મદદ કરે છે. આહારક અંગોપાંગનામકર્મ તે વખતે આહારક અંગોપાંગો પણ અપાવે છે. તેવી જ રીતે કોઈ મહા પ્રભાવશાળી પુરુષ થવાના હોય તો વૈક્રિય શરીરનામકર્મ તેને વૈક્રિયશરીર અપાવે છે. તે સાથે જ વૈક્રિયશરીર અંગોપાંગનામકર્મ વૈક્રિય અંગોપાંગો અપાવે છે. પણ આ બન્ને કર્મો અને આહારકનાં બને કર્મો ઉત્પત્તિ વખતે મદદ નથી કરતાં. વળી કોઈ મહાપુરુષ તીર્થંકર ભગવાન થવાના હોય તો તેને જિનનામકર્મ ઉત્પત્તિ ક્ષણથી જ, તેનો પ્રભાવ જગતમાં પડે તેવી અસર ઉત્પન્ન Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કર્મ-વિચાર ભાગ-૩ કરવા માંડે છે અને સંઘયણમાં વજઋષભનારાચસંહનનનામકર્મ મદદ કરીને સર્વોત્તમ મજબૂતીવાળું શરીર બનાવડાવે છે. આકૃતિમાં સમચતુરગ્ન સંસ્થાનનામકર્મ મદદ કરીને સર્વોત્તમ આકૃતિવાળું શરીર બનાવે છે. જો કોઈ મહા તપસ્વી મુનિ થવાના હોય તો તેના શરીરને, ઉદ્યોતનામકર્મ મદદ આપીને શીતળ-પ્રકાશમય બનાવે છે. જેવો પ્રકાશ ચંદ્રનો છે, તેવો પ્રકાશ તે મહાત્માના શરીરનો કેટલેક અંશે હોય છે. આ રીતે મનુષ્યોમાં ઉપર ગણાવેલાં ત્રીસ નામ કર્મો સિવાય બીજાં નીચે પ્રમાણે યોગ્યતા પ્રમાણે નામ કર્મો વધારે હોય છે. તે ઉપર ગણાવ્યાં છે. તેનું લિસ્ટ૨ વૈક્રિયશરીરનામકર્મ તથા આહારકશરીરનામકર્મ. ૨ વૈક્રિયશરીરઅંગોપાંગનામકર્મ તથા આહારકશરીરસંગોપાંગનામકર્મ. ૨ વૈક્રિયસંઘાતનનામકર્મ, આહારકસંઘાતનનામકર્મ. ૮ વૈક્રિય-વૈક્રિયબંધનનામકર્મ, આહારક-આહારકબંધનનામકર્મ. વૈક્રિય-તૈજસબંધનનામકર્મ, આહારક-તૈજસબંધનનામકર્મ. વૈક્રિય-કાશ્મણબંધનનામકર્મ, આહારક-કાશ્મણબંધનનામકર્મ. વૈક્રિય-તૈજસ-કાશ્મણબંધનનામકર્મ, આહારક-તૈજસ-કાશ્મણબંધનનામકર્મ. ૫ સમચતુન્નસંસ્થાનનામકર્મ, ન્યગ્રોધસંસ્થાનનામકર્મ, સાદિસંસ્થાન નામકર્મ, કુન્નસંસ્થાનનામકર્મ, વામન સંસ્થાનનામકર્મ. ૫ વજઋષભનારાચસંઘયણનામકર્મ. ઋષભનારાચસંઘયણનામકર્મ. નારાચસંઘયણનામકર્મ. અર્ધનારાચસંઘયણનામકર્મ કિલિકાસંઘયણનામકર્મ. ૧ અશુભવિહાયોગતિનામકર્મ, Page #242 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ ૨૧૭ ૪ લાલવર્ણ નામકર્મ. શ્યામ વર્ણ નામકર્મ. પીતવર્ણ નામકર્મ. લીલા(નીલ)વર્ણ નામકર્મ. ૧ દુરભિગંધ નામકર્મ. ૪ અસ્લ(ખાટો)રસ નામકર્મ. કષાય(તુરો)રસ નામકર્મ. તિક્ત(તીખો)રસ નામકર્મ. કટુ(કડવો)રસ નામકર્મ. ૭ ભારેસ્પર્શ નામકર્મ. ખર(ખડબચડો)સ્પર્શ નામકર્મ. શીતસ્પર્શ નામકર્મ. ચીકણો સ્પર્શ નામકર્મ. ઉષ્ણસ્પર્શ નામકર્મ. રુક્ષસ્પર્શ નામકર્મ. હળવો સ્પર્શ નામકર્મ. ૧ ઉપઘાત નામકર્મ. ૧ અયશ નામકર્મ. ૧ અપર્યાપ્ત નામકર્મ. ૧ અનાદેય નામકર્મ ૧ જિન નામકર્મ. ૧ દુવર નામકર્મ. ૧ ઉદ્યોત નામકર્મ. ૧ દુર્ભગ નામકર્મ કુલ ૪૮ પ્રકૃતિ ઉમેરવાની થઈ. ૩૦ પહેલાંની, એમ ૭૮ પ્રકૃતિ કુલ થઈ. આ રીતે એક મનુષ્યની અપેક્ષાએ સામાન્ય રીતે કયાં કયાં નામક હોય, અને બધા મનુષ્યોને હિસાબે-પાપી તથા પુણ્યવાન કે મહાપુરુષોની અપેક્ષાએ કયાં કયાં નામકર્મો હોય? તે બતાવ્યાં. આ વાત આપે વચ્ચે કરી. પરંતુ જીવ ઉત્પન્ન થાય છે. તે જ વખતે નામ કર્મો મદદ કરી રહ્યાં છે. તે દરેક કેવી કેવી રીતે મદદ કરે છે ? તે વાતમાં ઠીક રસ પડતો હતો. તે વાત અધૂરી મૂકીને વચ્ચે આ વાત કરી. પરંતુ પાછી એ વાત શરૂ કરો તો ઠીક પડે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કર્મ-વિચાર ભાગ-૩ મારો પણ એ જ વિચાર છે. પણ વચ્ચે આ પ્રમાણે હકીકત સમજાવ્યા વિના એ હકીકત સમજાવવી મને જ ભારે પડતી હતી. એટલે હવે તે સમજાવું છું. મનુષ્ય આનુપૂર્વી નામકર્મના ઉદયથી જીવ ઉત્પત્તિ સ્થાને આવી પહોંચ્યો, કે તરત મનુષ્ય આયુષ્યકર્મે આયુષ્ય આપ્યું. મનુષ્યગતિ નામકર્મો મનુષ્યને યોગ્ય ગતિ પરિસ્થિતિ આપી. ઔદારિકશરીર નામકર્મે ઔદારિકવર્ગણા લેવાનો હક્ક કરી આપ્યો. આહારપર્યાપ્તિ નામકર્મે તે વર્ગણા ખેંચી. ખેચેલી તે વર્ગણાના પરમાણુઓ પરસ્પર સંઘાતનનામકર્મથી સંઘાતિત થયા. અને બંધન નામકર્મે પરસ્પર સ્કંધોને મેળવ્યા. ત્યાં સુધી વાત આવી છે. જ્યારે આ બધી ક્રિયા ચાલે છે, ત્યારે જ આહારપર્યાપ્તિ નામકર્મ ઉદયમાં આવીને તે ગ્રહણ (આહાર કરેલી) કરેલી વર્ગણાને આહાર યોગ્ય બનાવી તેનો રસ કરી છ વિભાગમાં વહેંચી નાંખે છે અને તે છ વિભાગોમાં છ જાતની જીવનક્રિયા ચલાવવા માટેની છ શક્તિ ઉત્પન્ન કરવા માંડે છે. પહેલા વિભાગમાં એવી શક્તિ ઉત્પન્ન કરે છે કે, ભવિષ્યમાં આહારને યોગ્ય જેટલી વર્ગણાઓ આવે તેને બરાબર આહારરૂપે બનાવી તેનો રસ બનાવે. બીજા વિભાગમાં એવી શક્તિ ઉત્પન્ન કરે કે, આહારમાંથી શરીરને યોગ્ય બનેલા રસમાંથી શરીર બનાવવા માંડે. શરીર બનતી વખતે, અંગોપાંગ નામકર્મ અંગ અને ઉપાંગપણે શરીરરૂપે બનેલ ભાગનાં અંગોપાંગો બનાવવા માંડે, તે જ વખતે નિર્માણ નામકર્મે તે અંગોનાં સ્થાનો અને એકંદર શરીરની બધી રચનાનો ચિતાર હોશિયાર સુતારની માફક વ્યવસ્થિત નક્કી કરી આપ્યું જ હોય, તે જ વખતે સંઘયણ નામકર્મ અને સંસ્થાન નામકર્મ શરીરની મજબૂતી તથા શરીરની આકૃતિ રચવા માંડે છે. તે જ વખતે વર્ણ નામકર્મ શરીરનો રંગ, ગંધ નામકર્મ ગંધ, રસ નામકર્મ સ્વાદ અને સ્પર્શ નામકર્મ કોઈ પણ જાતનો સ્પર્શ ઉત્પન્ન કરવા માંડે છે. અગુરુલઘુ નામકર્મ શરીર લોઢા જેવું ભાર ન થાય તેમજ રૂ જેવું હલકું Page #244 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ ૨૧૯ ન થાય, અર્થાત્ અગુરુલઘુપર્યાયવાળી તે શરીરની રચના કરવા માંડે છે. પર્યાપ્તિના ત્રીજા ભાગમાં એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે જે, અંગોપાંગ નામકર્મ અને નિર્માણ નામકર્મના બળથી નક્કી થયેલા અવયવોમાં ઇંદ્રિયના અવયવોને બરાબર રચી શકે. આવી શક્તિ તે ઇંદ્રિય પર્યાપ્તિ કહેવાય. ભવિષ્યમાં પણ જયારે જયારે આ રીતે ઇંદ્રિયને યોગ્ય પુદ્ગલોનો ભાગ મળે, તેને બરાબર ઇંદ્રિયપણે બનાવી દેવાનું કામ કરવાની શક્તિ આ ત્રીજા વિભાગમાં ઉત્પન્ન થાય છે. આ વખતે જાતિ નામકર્મ તો પોતાનું કામ શરૂ કરી ચૂક્યું જ હોય છે. તેથી જે જાતનું જાતિ નામકર્મ હોય, તે પ્રમાણે લગભગ ઇંદ્રિયોના અવયવો રચીને એ ઇંદ્રિયપર્યાપ્તિ નામકર્મ પોતાની ફરજ બજાવે છે. આ વખતે જ શ્વાસોચ્છવાસનામકર્મ જીવમાં નિયમિત રીતે શ્વાસોચ્છવ્વાસ લેવાની શક્તિ આપે છે. પરંતુ તે શ્વાસોશ્ર્વાસ લેવાનું કામ ત્યારે જ શરૂ થાય છે કે, શ્વાસોચ્છવાસપર્યાપ્તિનામકર્મ પોતાના ચોથા વિભાગમાં એવી શક્તિ ઉત્પન્ન કરે છે કે જે શ્વાસોચ્છવાસને યોગ્ય વર્ગણા ગ્રહણ કરીને, શ્વાસોચ્છવાસ લેવાના કામમાં આવે એવી બનાવી શકે. આ રીતે શ્વાસોચ્છવાસને લાયક વર્ગણાનો પરિણામ થઈ ગયા પછી. શ્વાસોજ્વાસનામકર્મની મદદથી શ્વાસોચ્છવાસ લેવો મૂકવો શરૂ થાય છે. આજ વખતે શરીરની રચના સૂક્ષ્મ ન થતાં બાદરનામકર્મની મદદથી જોઈ શકાય તેવી સ્થૂળ રચના થાય છે. અને ત્રસનામકર્મની મદદથી શરીર ઇચ્છા પ્રમાણે ગતિ કરી શકે તેવી રચનાવાળું થાય છે. અને જે શરીર ઉત્પન્ન થયું તેના ઉપર તે જ જીવની માલિકી, બીજો જીવ તેને પોતાનું કરીને રહી જ ન શકે તેવી વ્યવસ્થા પ્રત્યેક નામકર્મ કરી આપે છે. આ રીતે શરીર તૈયાર થતી વખતે દાંત, છાતી વગેરે જે જે અવયવો સ્થિર હોવા જોઈએ તે સ્થિર બનાવી આપવાનું કામ સ્થિરનામકર્મ અને જે જે હાથ, આંગળાં વગેરે અવયવોને અસ્થિર હાલતાં ચાલતાં વાળ્યા વળી શકે તેવા બનાવવાનું કામ અસ્થિરનામકર્મ કરે છે. તે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કર્મ-વિચાર ભાગ-૩ ન હોય તો આખું શરીર અને અવયવો બધા અક્કડ જ રહે અને સ્થિર નામકર્મ ન હોય તો બધા આખો દિવસ આડાઅવળા થયા કરે. શરીરનો ઉપરનો ભાગ માન આપવા લાયક –અપ્રીતિ ન ઉપજાવે તેવો શુભ રાખવાનું કામ શુભનામકર્મ કરે છે અને કેડ નીચેનો ભાગ કે જે કોઈને અડકે છે કે સામા માણસને અપ્રિય લાગે છે, તથા ઘણે ભાગે તે અશુચિનું સ્થાન છે, અથવા જમીન સાથે વધારે સંબંધમાં આવતું હોવાથી જમીનનું અપવિત્ર વાતાવરણ વગેરે તેને વધારે અસર કરતું હોવાથી અપ્રિય લાગે છે. આ પરિસ્થિતિમાં શરીરના એક ભાગને ઉત્પન્ન કરનાર અશુભ નામકર્મ છે. આમ ઘણાં કર્મો શરીર તેમ જ ઇંદ્રિયો બનાવવામાં તથા બીજી અનેક સામગ્રીઓ અપાવવામાં મદદગાર થાય છે. પર્યાપ્તિના પાંચમા ભાગમાં પર્યાપ્તિનામકર્મ એવી શક્તિ ઉત્પન્ન કરે છે કે, જે શક્તિને બળે ભાષાવર્ગણાના સ્કંધો ગ્રહણ થાય છે, ને ભાષા પણ બને છે. પછી વાયોગનામના આત્મિક-શારીરિક બળથી બોલવાનું થાય છે. એવી જ રીતે છઠ્ઠા ભાગમાં પર્યાપ્તિનામકર્મ એવી શક્તિ ઉમેરે છે કે, તે ભાગ, મનોવર્ગણાના સ્કંધો ખેચે, ખેંચીને વિચાર કરવાના કામમાં આવી શકે તેવા બનાવે, એવી શક્તિવાળો ઉત્પન્ન થાય. વિચારમાં ઉપયોગ કરી શકાય એવા બન્યા પછી મનનિમિત્તક પ્રવર્તતો યોગ-આત્મિકશારીરિક બળની મદદથી વિચાર પ્રવર્તે છે. આ રીતે પર્યાપ્તિનામકર્મ આ છે કારખાનાંઓ રચી મૂકે છે, જેમાં એ પ્રમાણે છે ચીજો કાયમને માટે બન્યા કરે છે જેથી છ જાતની જીવનક્રિયા સતત ચાલ્યા કરે છે. આપણા શરીરમાં છ જાતની જીવનક્રિયા થાય છે. શરીરમાં લોહી ફરે છે. લોહી હૃદયમાં થઈને આખા શરીરમાં વહે છે. તેમાં મેદ, ચરબી, માંસ, હાડકાં, વીર્ય વગેરે શરીરનાં તત્ત્વો બને છે. દિવસે દિવસે, અરે સમયે સમયે નવો નવો આહાર આવતો જાય છે અને Page #246 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ ૨૨૧ શરીરની જીવનક્રિયા ચાલ્યા કરે છે. ઇંદ્રિયો પોતાના જ્ઞાનતંતુઓની મદદથી જીવનક્રિયા ચલાવે છે અને જ્ઞાનતંતુઓમાં જોકે જ્ઞાનગુણની મદદ કરે છે પરંતુ જ્ઞાનગુણ પણ ઇંદ્રિયોની મદદ વિના પ્રવર્તી શકતો નથી. પરંતુ ઇંદ્રિયોના અંદરના અને બહારના અવયવો તેમાં સંપૂર્ણ મદદ કરે છે. તે જ રીતે શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મનની પણ જીવનક્રિયાઓ શરીરમાં ચાલ્યા કરે છે. એ છયે જાતની જીવનક્રિયાઓ શરીરમાં નિરંતર ચાલ્યા કરે છે. તેમાં છ પર્યાપ્તિઓની મદદ છે અને પર્યાપ્તિનામકર્મ જીવને તે છ પર્યાપ્તિઓ પૂરી પાડે છે. જન્મ થયા પછી પણ, કેટલાક માણસો યશસ્વી હોય છે તેનું કારણ યશનામકર્મ છે. કેટલાક માણસોનો કોઈ હુકમ ઉથાપી શકતું નથી, તેનું કારણ આદેયનામકર્મ છે. કેટલાકનો પ્રતાપ જ એવો પડે છે કે બળવાન માણસ પણ તેનાથી ડઘાઈ જાય છે, એ પરાઘાતનામકર્મનો પ્રભાવ છે. કેટલાક માણસો વહાલા લાગે છે, ગમે તેને પ્રિય થઈ પડે છે. એ સુભગ નામકર્મનો પ્રભાવ છે. કેટલાકનો સ્વર ઘણો જ મધુર હોય છે, સ્વરમાં મધુરતા ઉત્પન્ન કરનાર સુસ્વરનામકર્મ છે. આ રીતે ઉત્પન્ન થવાના ક્ષણથી માંડીને ઓછામાં ઓછાં કેટલાં કર્મો એક સામાન્ય મનુષ્યના જીવનમાં મદદ કરે છે ? તે કેટલેક અંશે સમજાવવામાં આવ્યું છે. હવે એક વાત એ રહે છે કે આપણા શરીરમાં જે ગરમી જણાય છે તે તૈજસ શરીરને લીધે છે. એવું તૈજસ શરીર જીવને તૈજસ શરીરનામકર્મ, તૈજસ સંઘાતન, તૈજસ તૈજસ બંધન કર્મથી પ્રાપ્ત થાય છે. તેની પણ રચનામાં શરીર પર્યાપ્તિ મદદગાર તો ખરી જ. તેવી જ રીતે જીવ દરેક ક્ષણે આઠે કર્મો સહિત હોય છે તે કર્મોના સમૂહાત્મક જે કાર્પણ શરીર, તે પણ સદા કાળ જીવની સાથે જ હોય છે. તેમાં કાર્મણ શરીરનામકર્મ મદદગાર છે. તેની રચનામાં કાર્મણ સંઘાતનનામકર્મ, કાર્પણ કાર્મણ બંધન નામકર્મ તથા શરીર પર્યાપ્તિ વગેરે મદદગાર છે. અને શરીરો બન્યા પછી તેની હિલચાલમાં કાયયોગ નામનું કર્મ-૧૬ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કર્મ-વિચાર ભાગ-૩ આત્મબળ મદદ કરે છે. આ કાર્મણ અને તૈજસ બન્ને શરીરો જીવને સદાકાળ સાથે જ હોય છે. અર્થાત્ જ્યારે મરણ વખતે એક શરીર છોડ્યું અને બીજું શરીર બનાવવાંને ઉત્પત્તિના પ્રદેશ સુધી જીવ પહોંચે છે. તેટલા વચલા વખતમાં પણ એ બન્ને શરીરો તો સાથે જ હોય છે. આ રીતે નામકર્મની કેટલીક પ્રકૃતિઓ તમારા સમજવામાં આવી ગઈ હશે. કુલ ૮૯ નામકર્મો ગણાવ્યાં. બાકી ૧૪ રહે છે. તે પણ અહીં ગણાવી દેવા ઠીક પડશે. ૧. તિર્યંચગતિનામકર્મ. ૨. તિર્યંચઆનુપૂર્વીનામકર્મ. ૩. ચારઇંદ્રિયજાતિનામકર્મ. ૪. ત્રણઇંદ્રિયજાતિનામકર્મ. ૫. બેઇંદ્રિયજાતિનામકર્મ. ૬. એકઇંદ્રિયજાતિનામકર્મ. ૭. સ્થાવરનામકર્મ. ૮. સૂક્ષ્મનામકર્મ. ૯. સાધારણનામકર્મ. ૧૦. આતપનામકર્મ. ૧૧. દેવગતિનામકર્મ. ૧૨. દેવઆનુપૂર્વીનામકર્મ. ૧૩. નારકગતિનામકર્મ. ૧૪. નારકઆનુપૂર્વીનામકર્મ. કુલ ૧૦૩ એકસો ત્રણ નામકર્મની પ્રકૃતિઓ સમજાવી. આ રીતે કુલ મૂળ આઠ કર્મ અને તેની ૧૫૮ પેટા પ્રકૃતિઓ સમજાવી. Page #248 -------------------------------------------------------------------------- ________________ પાઠ દકો કર્મપ્રકૃતિ નિરૂપણ ૧. જ્ઞાનાવરણીયકર્મ ૨. દર્શનાવરણીયકર્મ ૩. વેદનીયકર્મ ૪. મોહનીયકર્મ ' ૫. આયુષ્યકર્મ. કર્મપ્રકૃતિઓ વિશે ઘણું સમજ્યા, પરંતુ જાણે બધું અવ્યવસ્થિત સમજયા હોઈએ, તેમ લાગે છે. તેથી કાંઈક વ્યવસ્થિત સમજાવો તો સારું. હા. મને પણ એમ જ લાગ્યું છે. તમારી માંગણી બરાબર છે. તમારે ૧૫૮ નામ બરાબર મોઢે કરી નાંખવા જોઈએ અને એકેકના શબ્દ ઉપરથી સમજાય તેટલો ભાવાર્થ ધ્યાનમાં રાખવો અને બાકીનો વારંવારના મનનથી યાદ રાખવો. આ ૧૫૮ પ્રકૃતિઓ આગળ હવે દરેક વખતે બહુ જ ઉપયોગમાં આવવાની છે માટે તેને યાદ રાખવામાં અને સમજવામાં કચાશ રાખશો નહીં. આપે અમને બહુ સારી ભલામણ કરી ચેતવ્યા, તે ઠીક જ થયું. સાંભળો ત્યારે- આત્માની૧. જ્ઞાનાવરણીયકર્મ -જ્ઞાનશક્તિ ઢાંકે છે. ૨. દર્શનાવરણીયકર્મ -દર્શનશક્તિ ઢાંકે છે. ૩. વેદનીયકર્મ -અનંત આનંદ ઢાંકી સુખદુઃખની લાગણી ઉત્પન્ન કરે છે. ૪. મોહનીયકર્મ -સમ્યગુ દર્શન અને ચારિત્રશક્તિનું આવરણ કરે છે. ભ્રમણા ઉત્પન્ન કરે છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કર્મ-વિચાર ભાગ-૩ ૫. આયુષકર્મ -અનાદિ અનંત સ્થિતિનું આવરણ કરે છે અને જુદી જુદી ગતિનું આયુષ આપે છે. ૬. નામકર્મ -સિદ્ધાવસ્થા વગેરે ઘણા ગુણોને ઢાંકે છે. ગતિ જાતિ વગેરે સામગ્રીના ઠાઠમાં જીવને સંડોવી રાખે છે, અર્થાત્ તે તે સગવડો . પ્રમાણે નમાવે છે–તેવો તેવો બનાવી દે છે. ૭. ગોત્રકમ -સમસ્થિતિ ઢાંકે છે. અર્થાત્ ઉચ્ચ નીચા વ્યવહારને યોગ્ય જીવને બનાવે છે. ૮. અંતરાયકર્મ -અનંત દાનાદિ શક્તિઓને ઢાંકે છે ને દાનાદિકમાં નિર્બળતા ઉત્પન્ન કરે છે. આ દરેક મૂળ પ્રકૃતિ અને તેની પેટા પ્રકૃતિઓની કંઈક વિગતવાર વ્યાખ્યાઓ આપવી ઠીક પડશે. તોપણ દરેક બાબત અહીં બહુ વિસ્તારથી સમજાવી શકાશે નહીં. માટે વચ્ચે વચ્ચે શંકા કરવાનું હાલ મુલતવી રાખજો. તેના ખુલાસા વળી કોઈ વખત કરીશું. ૧. જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાન–વસ્તુના વિશેષ સ્વભાવોને જાણવાની જીવની એક પ્રકારની શક્તિ . તેને ઢાંકનાર કર્મ, તે જ્ઞાનાવરણીયકર્મ. તેના પાંચ પ્રકાર છે. ૧. મતિજ્ઞાનાવરણીય ૨. શ્રુતજ્ઞાનાવરણીય ૩. અવધિજ્ઞાનાવરણીય ૪. મન:પર્યાયજ્ઞાનાવરણીય ૫. કેવળજ્ઞાનાવરણીય. મતિજ્ઞાન–પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી વિષય મર્યાદામાં આવતા પદાર્થોના વિશેષ ધર્મનું જ્ઞાન કરવાની શક્તિ. શ્રુતજ્ઞાન-કાન સિવાયની ઇંદ્રિય તથા મનથી મતિ જ્ઞાનમાં જાણવામાં આવેલા પદાર્થના શબ્દનું ભાન અને કાનથી સાંભળેલા શબ્દથી થયેલા મતિ જ્ઞાનથી તે શબ્દના અર્થનું ભાન થવું તે. Page #250 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૨૫ અવધિજ્ઞાન-ઇંદ્રિયોની મદદ વિના સાક્ષાત્ આત્મિક શક્તિથી તમામ રૂપવાળા પદાર્થોનાં પુદ્ગલ દ્રવ્યો જાણવાની શક્તિ. મન:પર્યાયજ્ઞાન–અમુક સ્થળમાં રહેલા અમુક જાતનાં પ્રાણીઓનાં મનના વિચારો જાણવાનું જ્ઞાન. કેવળજ્ઞાન–સર્વ જાણવાની શક્તિ. ૧ ૧. કેવળજ્ઞાનાવરણીય–કેવળજ્ઞાનનું આવરણ કરનાર કર્મ. ૨ ૨. મન:પર્યાયજ્ઞાનાવરણીય-(કેવળજ્ઞાનનું આવરણ કરવા છતાં આત્માના, ૧. મનના વિચારો જાણી શકે તેવો, ૨. જગતના રૂપી પદાર્થો જાણી શકાય તેવો અને ૩. શાસ્ત્રોની મદદથી ઘણા પદાર્થો જાણી શકાય તેવો તથા ૪. ઇંદ્રિયો દ્વારા પણ કેટલુંક જ્ઞાન થઈ શકે તેવો, એમ કેટલાક પ્રકાશ આવરણ થયા વિનાના બાકી રહે છે. તેમાં) મન:પર્યાયજ્ઞાનનું આવરણ કરનાર કર્મ. ૩ ૩. અવધિજ્ઞાનાવરણીય-અવધિ જ્ઞાનનું આવરણ કરનાર કર્મ. ૪ ૪. શ્રુતજ્ઞાનાવરણીય–શ્રુતજ્ઞાનનું આવરણ કરનાર કર્મ. ૫ ૫. મતિજ્ઞાનાવરણીય–મતિ જ્ઞાનનું આવરણ કરનાર કર્મ. છેલ્લાં બે આવરણો એ બન્ને શક્તિઓને પૂરેપૂરી નથી આવતાં, તેથી દરેક પ્રાણીઓને તે બે આવરણો હોવા છતાં ઓછેવત્તે અંશે શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન હોય છે. આવરણના ક્રમથી આમાં બતાવેલો અનુક્રમ બરાબર છે. પરંતુ વિકાસક્રમની દૃષ્ટિથી ઊલટો ક્રમ લેવો. એટલે પહેલું મતિજ્ઞાન અને છેલ્લે કેવળજ્ઞાન થાય છે. માટે શાસ્ત્રોમાં આ ક્રમ લીધો છે. ૨. દર્શનાવરણીયકર્મ. દર્શન–વસ્તુમાત્રમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાની જીવની શક્તિ. દર્શન ગુણને ઢાંકનાર કર્મ તે દર્શનાવરણીય. તેના બે પ્રકાર છે ૧. એક દર્શન ગુણના આચ્છાનરૂપ છે. ૨. બીજો આચ્છાદિત દર્શનગુણના પણ કંઈક અનાચ્છાદિત જે અંશો રહે છે તેના ઉપર પણ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કર્મ-વિચાર ભાગ-૩ આચ્છાદન કરીને જુદી જ સ્થિતિ ઉત્પન્ન કરે છે. ૧. પહેલાના ચાર પ્રકાર છે અને બીજાના પાંચ પ્રકાર છે. ઇંદ્રિયદર્શનાવરણીયકર્મ=૧, ચક્ષુર્દર્શનાવરણીય અને ૨. અચક્ષુર્દર્શનાવરણીયકર્મ તથા ૩. અધિદર્શનાવરણીયકર્મ, ૪. કેવળદર્શનાવરણીયકર્મ. ૨. ૧. નિદ્રા, ૨. નિદ્રાનિદ્રા, ૩. પ્રચલા, ૪. પ્રચલાપ્રચલા, ૫. થિણદ્ધિસ્યાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ. ઇંદ્રિયદર્શન—ઇંદ્રિયો અને મન દ્વારા વસ્તુના સામાન્ય ધર્મનું જ્ઞાન. તેના બે ભેદ ૧. ચક્ષુર્દર્શન—ચક્ષુરિન્દ્રિય દ્વારા વસ્તુના, સામાન્ય ધર્મનું જ્ઞાન. (જોવા દ્વારા થતું દર્શન.) લોકવ્યવહારમાં દર્શન ચક્ષુથી પ્રસિદ્ધ છે. એટલે આ ભેદ જુદો પાડવામાં આવ્યો છે. ૨. અચક્ષુર્દર્શન—ચક્ષુરિન્દ્રિય સિવાયની બાકીની ઇંદ્રિયો તથા મનથી વસ્તુના સામાન્ય ધર્મનું જ્ઞાન. એટલે કે– ૧. મનોદર્શન, ૨. ત્વગિન્દ્રિય દર્શન, ૩. કર્મેન્દ્રિય દર્શન, ૪. રસનેન્દ્રિય દર્શન, ૫. ઘ્રાણેન્દ્રિય દર્શન. અધિદર્શન–અવધિજ્ઞાનથી વસ્તુનું જ્ઞાન કરતી વખતે રૂપી પદાર્થોના સામાન્ય ધર્મોનું પહેલા ભાન થાય છે પછી વિશેષ ધર્મોનું ભાન થાય છે. તેમાં સામાન્ય ધર્મોનું ભાન જેનાથી થાય, તે અવધિદર્શન. કેવળદર્શન—કેવળ જ્ઞાનીને સર્વ વસ્તુનું જ્ઞાન હોય છે. તેમાં વસ્તુના સામાન્ય ધર્મોનું જ્ઞાન તે કેવળદર્શન કહેવાય છે. ૬ ૧. કેવળદર્શનાવરણીય–કેવળદર્શનનું આવરણ કરનાર કર્મ. ૭ ૨. અવધિદર્શનાવરણીય—અવધિદર્શનનું આવરણ કરનાર કર્મ. ૮ ૩. ચક્ષુર્દર્શનાવરણીયચક્ષુર્દર્શનનું આવરણ કરનાર કર્મ. ૯ ૪. અચક્ષુર્દર્શનાવરણીય—અચક્ષુર્દર્શનનું આવરણ કરનાર કર્મ. Page #252 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ - ૨૨૭ છેલ્લાં બે દર્શનોનું આવરણ કરવા છતાં પ્રાણીઓને છેલ્લાં બે દર્શન કેટલેક અંશે તો હોય છે અને છેલ્લું દર્શન તો દરેક પ્રાણીને હોય જ છે. [વિકાસક્રમની દૃષ્ટિને ઉદ્દેશીને શાસ્ત્રકારોએ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીયનો ક્રમ આમાં બતાવ્યા કરતાં ઊલટો બતાવ્યો છે.] અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શન છેલ્લે થાય છે. એ દૃષ્ટિથી તેને છેલ્લા મૂકયાં છે. તેથી મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યાયજ્ઞાનાવરણીય, કેવળજ્ઞાનાવરણીય, ચક્ષુર્દર્શનાવરણીય, અચક્ષુર્દર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવળ દર્શનાવરણીય એવો ક્રમ લીધેલો છે. આગળ ઉપર પણ આવી રીતે જ્યાં શાસ્ત્રીય ક્રમ કરતાં ઊલટો ક્રમ જણાય ત્યાં આ સમાધાન સમજી લેવું અને અમે જે ક્રમ દર્શાવ્યો છે, તેમાં આત્મા સાથે વધારે નિકટસીધો સંબંધ દર્શાવવા માટે તેમ કર્યું છે. અર્થાત્ શાસ્ત્ર સાથે કશો વિરોધ નથી.] ચાર દર્શનાવરણીયથી આચ્છાદિત થવા છતાં કેટલીક દર્શનશક્તિ ખુલ્લી રહે છે. તેના ઉપર નિદ્રાદિક પાંચ દર્શનાવરણીય કર્મો અસર કરે છે. જેમકે— હું બેઠો હોઉં છું ત્યારે સામેની ચીજ હું ચક્ષુર્દર્શનના બળથી જોઈ શકું છું. પણ જો મને નિદ્રા આવે તો તે જોઈ ન શકું, તેમજ મને કંઈ અડકે તો તે પણ બરાબર ઓળખી ન શકું. તેમ જ શબ્દ પણ સાંભળી ન શકું. ૧૦ ૫. નિદ્રોત્પાદક દર્શનાવરણીયકર્મ–જલદી જાગી શકાય, તેવી ઊંઘ, તે નિદ્રા. તેને ઉત્પન્ન કરનાર કર્મ, તે નિદ્રોત્પાદક દર્શનાવરણીય કર્મ. ૧૧ ૬. નિદ્રાનિદ્રોત્પાદક દર્શનાવરણીયકર્મ-મુશ્કેલીથી જાગી-કે જગાડી શકાય, તેવી ગાઢ નિદ્રા, તે નિદ્રાનિદ્રા. તેને ઉત્પન્ન કરનારું કર્મ. ૧૨૭. પ્રચલોત્પાદક દર્શનાવરણીયકર્મઊઠતાં બેસતાં ઊંઘ આવ્યા કરે એવી ઊંઘનું નામ પ્રચલા. તેને ઉત્પન્ન કરનાર કર્મ. ૧૩ ૮. પ્રચલાપ્રચલોત્પાદક દર્શનાવરણીયકર્મ—ચાલતાં ચાલતાં ઊંઘ આવે, એવી ઊંઘનું નામ પ્રચલાપ્રચલા. તેને ઉત્પન્ન કરનાર કર્મ. ૧૪ ૯. સ્થાનદ્ધિ-ઉત્પાદક દર્શનાવરણીયકર્મ ઊંઘમાં ને ઊંઘમાં ખૂબ કામ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કર્મ-વિચાર ભાગ-૩ કર્યા કરે, પરંતુ તેને ખબર જ ન પડે કે હું ઊંઘમાં છું, ને અમુક કામ કરું છું. આવી અત્યંત ગાઢ નિદ્રા. તે સ્થાનદ્ધિ નિદ્રા. તેને ઉત્પન્ન કરનાર કર્મ. આ છેલ્લી નિદ્રાવાળા માણસમાં તે વખતે ઘણું જ બળ ઉત્પન્ન થાય છે. આનું બીજું નામ સ્યાનગૃદ્ધિ પણ છે. આ નિદ્રાવાળો પ્રાણી રાતમાં ઊંધમાં ને ઊંઘમાં ઊઠી ઊઠીને ભારે કામો કરી નાંખે છે. ૩. વેદનીયકર્મ. આત્મા અનંત આનંદમય છે. આ કર્મ એ અનંત આનંદમયતાનું આચ્છાદન કરે છે. અર્થાત્ આત્મા સિવાયની બીજી વસ્તુઓમાં ક્ષણિક સુખ અથવા દુઃખની વૃત્તિઓ ઉત્પન્ન કરાવે છે. ૧૫ ૧. સાતવેદનીયકર્મ-સુખાનુભવ કરાવનાર કર્મ. ૧૬ ૨. અસાતવેદનીયકર્મ-દુઃખાનુભવ કરાવનાર કર્મ ૪. મોહનીયકર્મ. આત્મા સ્વમય છે, સ્વનિષ્ઠ છે, શુદ્ધદર્શી છે, અનન્ય સ્વરૂપ છે અને અનન્યાસક્ત છે. તેને આ કર્મ સ્વમાં બેદરકાર બનાવે છે. પોતાના સિવાયના બીજા આત્માઓમાં તથા જડ વસ્તુઓમાં સ્વત્વબુદ્ધિ જાગ્રત કરાવે છે, અર્થાત અનન્યાસક્ત ને અન્યાસક્ત બનાવે છે. તથા ખોટા ખ્યાલોને સાચા મનાવે છે અને સાચાને ખોટા મનાવે છે. આ રીતે આ કર્મને લીધે, શુદ્ધ છતાં આત્મા અનેક ગૂંચવણોમાં પડી જાય છે અને તે એટલે સુધી કે એક ગૂંચવણમાંથી બીજી, ને બીજીમાંથી ત્રીજી, એમ તેની અનંત પરંપરાઓ ચાલે છે અને તે એટલે સુધી કે પછી પોતાનું સ્વરૂપ કેવું હશે, તેની ઝાંખી પણ આત્માને ભાગ્યે જ રહે છે. ભ્રમની અને ગૂંચવણની પરંપરાના કેટલાયે પડો ઉખેડે ત્યારે આત્મા કંઈક પોતાના સ્વરૂપમાં આવતો થાય છે. આ કર્મ ભારે મૂંઝવનારું અને આત્માનું અનિષ્ટ કરનારું છે. તેની જાળમાંથી છૂટવું, એ આત્મા માટે અતિ મુશ્કેલ છે. ઘણે વખતે, ને ઘણા પ્રયત્નોને પરિણામે તેમાંથી છૂટો થઈ શકે છે. તેનું નામ જ જુઓને, મોહનીયકર્મ–મોહ પમાડનારું કર્મ—મૂંઝાવનારું કર્મ. Page #254 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ર૨૯ MS "ાન છે અર્થાત્ આ કર્મનાં બે કામો થયાં. ૧. આત્માની શુદ્ધ દૃષ્ટિનું આવરણ કરવું તથા ૨. આત્માને સ્વરમણતામાંથી ચૂકવી અન્યમાં લલચાવવો. તે બન્નેનાં નીચે પ્રમાણે નામ છે ૧. દર્શનમોહનીયકર્મ. ૨. ચારિત્રમોહનીયકર્મ દર્શનમોહનીયકર્મના ચારિત્ર મોહનીય કર્મના ૧. સમ્યગ્દર્શનમોહનીયકર્મ ૧. કષાયમોહનીયકર્મ અથવા ચારિત્રાવરણીય કર્મ ૨. મિશ્રમોહનીયકર્મ ૨. નોકષાયમોહનીયકર્મ તથા અવશિષ્ટચારિત્રાવરણીયકર્મ ૩. મિથ્યાત્વમોહનીયકર્મ કષાયમોહનીયકર્મના નોકષાયમોહનીયકર્મનાઅનંતાનુબંધીય-ક્રોધ, માન, માયા, લોભ | ૧. હાસ્યપર્ક. ૨. વેદત્રય. અપ્રત્યાખ્યાનીય હાસ્યષકકે અત્યંત | ૧. હાસ્ય ૨. શોક. પ્રત્યાખ્યાના ૩. રતિ ૪. અરતિ. વરણીય-ક્રોધ, માન, માયા, લોભ ૫. ભય ૬. દુગચ્છા. પ્રત્યાખ્યાના વેદત્રયવરણીય-ક્રોધ, માન, માયા, લોભ પંવેદકર્મ. સંજવલન-ક્રોધ, માન, માયા, લોભ | |૨. સ્ત્રીવેદકર્મ. ૩. નપુંસકવેદકર્મ આ પ્રમાણે કુલ ૧૬ થયા. આ પ્રમાણે દર્શનમોહનીયના ત્રણ તથા ત્રણ વેદ, હાસ્યાદિ છે, સોળ કષાય એમ ૨૫ ભેદ ચારિત્રમોહનીયકર્મના અને કુલ ૨૮ ભેદ મોહનીય કર્મના થયા. આત્માની સમ્યગ્દર્શનશક્તિ ઢાંકવાનું કામ આ દર્શનમોહનીયનું છે. તેના ત્રણ વિભાગ પડે છે. ૧૭ ૧. સમ્યગ્દર્શનમોહનીયકર્મ–આત્માનું સ્વતંત્ર શુદ્ધદર્શીપણું ઢાંકી તત્ત્વ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કર્મ-વિચાર ભાગ-૩ સમજવામાં ગુરુ વગેરે બીજાની મદદની જરૂર રહે. અથવા છેવટે સહેજસાજ સંદિગ્ધતા, શંકા, વહેમ, અનિશ્ચિતતા વગેરે ઉત્પન્ન કરે. ૧૮ ૨. મિશ્રદર્શનમોહનીયકર્મ—કંઈક નિશ્ચિતતા અને કંઈક અનિશ્ચિતતા એમ બન્ને સ્થિતિમાં લગભગ સમાન રીતે મનોદશાને રાખે. ૧૯ ૩. મિથ્યાત્વદર્શનમોહનીયકર્મ અથવા અત્યંતસમ્યગ્દર્શન મોહનીયકર્મ–વસ્તુસ્થિતિ કરતાં તદ્દન ઊલટું જ ભાસે, તદ્દન ઊલટું હોય તે બરાબર વસ્તુસ્થિતિ જેવું ભાસે, અને કોઈ બરાબર વસ્તુસ્થિતિ સમજાવે છતાં તેમાં વિશ્વાસ જ ન બેસે. આટલી બધી હદ સુધી આત્માના સ્વતંત્ર શુદ્ધદર્શીપણાની શક્તિ આચ્છાદિત થઈ ગઈ હોય છે. તે આ કર્મને લીધે. ચારિત્રમોહનીયકર્મ આત્માની પોતાની જ સ્વરમણતાનું આવરણ કરે છે અને બીજા તરફ લલચાવે છે. એટલું જ નહીં, પણ બીજામાં તલ્લીન બનાવે છે. આપણે સમજ્યા છીએ કે—આત્મા તદ્દન શુદ્ધ સ્વતંત્ર અને નિર્મળ છે. પરંતુ તેમાં સંજોગવશાત્ ૧. યોગ અને લાગણીઓ એટલે અધ્યવસાયસ્થાનકો ઉત્પન્ન થાય છે. એ તેનું પહેલું પતન, ત્યાર પછી તેને લીધે આત્મામાં અનેક પતનોની પરંપરા ચાલે છે. ૨. તેના પર કર્મો વીંટાય છે. ૩. પછી તે કર્મો સહિત આત્મા શરીરમાં પેક થાય છે. ૪. શરીર કપડાં દાગીનાથી ઢંકાય છે. ૧. તે શરીર વળી કુટુંબ-કબીલા અને વડીલોથી વીંટાય છે. ૨. તે કુટુંબ પણ જ્ઞાતિમાં, સમાજમાં અને ૩. જ્ઞાતિ છેવટે મહાજનમાં ગોઠવાય છે. ૪. મહાજન મહામહાજનમાં. Page #256 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૩૧ પ. અને તેનું છેવટે એક આખું પ્રજાતંત્ર ગોઠવાય છે. ૬. તે પ્રજાતંત્ર-મહામહાજન પ્રત્યેક આત્માની રક્ષા, મદદ, પ્રગતિ વગેરે માટે ન્યાય, રાજય વગેરે અનેક સંસ્થાઓ ઉત્પન્ન કરે છે. તે દરેક સંસ્થાના આશ્રય નીચે પાછો આત્મા આવે છે. ૧. બીજી રીતે શરીર મકાનમાં સુરક્ષિત રહે છે. ૨. મકાન પણ સારી શેરીમાં કે લત્તામાં હોય છે. ૩. લત્તો પણ સારામાં સારી વસ્તીવાળા મધ્યસ્થાનમાં આવેલો હોય છે. ૪. અને તે મધ્યસ્થાનની આજુબાજુ બીજા અનેક સ્થાનો તથા કિલ્લો-કોટ વીંટાય છે. ૫. કોટને ફરતી ખાઈ, નદી કે જંગલોથી સુરક્ષિત કરવા ઉપરાંત, તેને રખેવાળો સુરક્ષિત રાખે છે. ૬. રખેવાળોની સુવ્યવસ્થા રાખવા માટે રાજ્યસંસ્થા. ૭. રાજ્ય સંસ્થાની વ્યવસ્થા માટે રાજા અને તેના હાથ નીચેના અમલદારો તથા લશ્કર વગેરે હોય છે. ૮. રાજાને સીધા રાખવા રાજયસંસ્થાનો વડો અધિકારી ચક્રવર્તી અને ૯. ચક્રવર્તીને સીધે રસ્તે કામ કરતો રાખવા માટે ઉપર કહેલા મહામહાજનનું પ્રજાતંત્ર હોય છે. ૧૦. અને મહામહાજનના તંત્રને સીધે રસ્તે રાખવા વિદ્વાનો અને મહાત્મા પુરુષો. ૧૧. અને મહાત્મા પુરુષોને સીધે રસ્તે દોરવતાં શાસ્ત્રો. ૧૨. શાસ્ત્રોમાં અપ્રમાણિકતા વગેરે ટાળવા માટે અને યોગ્ય શાસ્ત્રો ઉત્પન્ન કરવા માટે મહાન તીર્થકરો થાય છે. ૧૩. તીર્થંકરો વળી દરેકને જ્ઞાન અને સદ્વર્તન સુગ્રાહ્ય થાય તેટલા માટે તીર્થ નામનું તંત્ર સ્થાપે છે અને તે તીર્થમાં અધિકારી ભેદથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની પરિસ્થિતિ પ્રમાણે તેઓ અનેક જાતની વ્યવસ્થા ગોઠવાવે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કર્મ-વિચાર ભાગ-૩ ૧૪. આમ આ આત્મા અનેક પડોથી ઘેરાયેલો તો રહે છે. એટલું જ નહીં પણ તેમાંથી છૂટવાનો વિચાર સરખો પણ તેને થતો નથી. કદાચ કોઈ વખતે તેવી ઇચ્છા જાગ્રત થાય છે તો પણ છૂટતાં છૂટતાં કેટલીયે જિંદગીઓ-ભવો પસાર થઈ જાય છે. વળી પાછો સુખદુઃખના ચક્કરમાં પડીને છૂટવાનું ભૂલી જાય છે. ૧૫. છૂટવા માંડે તો પણ જ્યારે ઉપરના એક એક પડોમાંથી છૂટો થઈ, બધું છોડી મહાત્મા થવા સુધી પહોંચી તીર્થના તંત્રમાં અધિકાર પ્રમાણે ચઢતો જઈ, નીચે નીચેના અધિકારોથી છૂટો થતો જાય, તેમ તેમ છેવટે તે યોગો, અધ્યવસાયસ્થાનો, કર્મો અને છેવટે શરીરથી છૂટો થઈ તદ્દન સ્વતંત્ર બને. આવી તદ્દન સ્વતંત્રતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તેની કેવી વિચિત્ર દશા રહ્યા કરે છે, તેનો કંઈક ખ્યાલ મારા આ કથનથી તમને આવ્યો હશે. હવે અહીં તમને મોહનીયનો ખ્યાલ બરાબર આપી શકાશે. તમે એટલું તો સમજ્યા છો કે, આ બધી સ્વતંત્ર આત્માને તો નાની મોટી, રંગબેરંગી, નજીક કે દૂર, કોમળ કે કઠોર એમ અનેક જાતની બેડીઓ છે. તેના ત્યાગમાં જ આત્માનું શ્રેય છે. છતાં તે બધી બેડીઓને પોતાની સમજીને આત્મા વળગી રહે છે. એ મોહનીય કર્મનું કામ થયું. એ બધી ચીજો પોતાની નહીં છતાં તેને પોતાની ખોટી રીતે માની બેસે છે. એ મિથ્યાત્વનું કાર્ય થયું. એટલેથી ન અટકતાં ઘર, ફૂલવાડી, બાગ, બગીચા, ગાડી, ઘોડા, દાગીના, ધન, દોલત, સ્ત્રી, પુત્રો, સગાં, માન-પ્રતિષ્ઠા, શરીર, એશઆરામ વગેરે વગેરે અનેક દૂરની-આત્મા સાથે ઘણો દૂર સંબંધ ધરાવતી—વસ્તુઓને પોતાની માની બેસે છે. એટલું જ નહીં પણ તેને કોઈ આંગળી ચીંધે, તો લાલ લાલ આંખો થઈ જાય છે. મારું કે મરું એવો આવેશ આવી જાય અને વખતે કોઈને મારી નાંખે, ખૂન પણ કરી નાંખે છે અને એટલી બધી હદ સુધી તેના એવા દઢ સંસ્કાર પડી જાય છે કે અનંતભવો સુધી આવી તીવ્ર લાગણીની પરંપરા ચાલ્યા જ કરે છે. સામાન્ય રીતે ઉપરથી તો શાંતિ કે સભ્યજીવન તેનું દેખાય, પરંતુ મનમાં તો અનેક આવેશો ભર્યા જ હોય, પ્રસંગ આવે એટલે ભભકી ઊઠે. તે વખતે Page #258 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૩૩ તેને ન લોકમર્યાદા આડે આવે, કે ન વડીલોની કે કુટુંબીઓની લાજશરમ કે આબરૂ આડે આવે. પણ પોતાનું ધાર્યું કરે. આવી ભયંકર આવેશવાળી લાગણીઓ અનંતાનુબંધી કષાયોને લીધે હોય છે. ૨૦. બસ, આ અનંતાનુબંધી કષાયની લાગણીવાળાની કોઈ પણ ચીજને અડકવામાં આવે, લઈ લેવામાં આવે, કે તેના ઉપર કંઈ અયોગ્ય અસર ઉપજાવવામાં આવે એટલે પછી તેનો પિત્તો ઠેકાણે જ ન રહે. આ અનંતાનુબંધી ક્રોધની લાગણી છે. એ લાગણી અનંતાનુબંધીય ક્રોધકષાય નામના ચારિત્રાવરણીય મોહનીયકર્મને લીધે ઉત્પન્ન થાય છે. ૨૧. એ વ્યક્તિ ક્રોધ કરીને અટકે એટલું જ નહીં, પરંતુ વિરોધી વ્યક્તિને હેરાન કરવા, પાયમાલ કરવા છેલ્લામાં છેલ્લી હદના છૂપા ઘાટ ઘડે, ગુપ્ત પ્રપંચો રચે, મનમાં અનેક દુષ્ટ ઘાટ ઘડે અને પ્રસંગ આવે તો સામાનો ઘાટ ઘડી નાંખવામાં જરાપણ સંકોચ ન રાખે. તથા ઉપર કહેલી બીજાની ચીજો પડાવી લેવા પણ અનેક જાતની છૂપી કપટ ઘટનાઓ કરે. આ લાગણી અનંતાનુબંધીય માયાકષાય નામના ચારિત્રાવરણીય મોહનીયકર્મને લીધે ઉત્પન્ન થાય છે. ૨૨. એ વ્યક્તિ માત્ર ઉપર પ્રમાણે કપટ કરીને જ શાંત રહે છે, એમ પણ નથી. પરંતુ આવેશમાં ને આવેશમાં તે એટલો બધો અક્કડ અને કડક મિજાજનો હોય છે કે નમ્રતા શું? તેનો તો અંશેય તેમાં ન જ જણાય. “બસ, યાદ રાખજે “આમ ન કરી નાખું તો હું ફલાણો નહીં” એ વગેરે અભિમાનના શબ્દો ઊછળી ઊછળીને છાતી કાઢી, લાંબા હાથ કરી કરી બોલે, તે વખતે તેનામાં અભિમાનની જે તીવ્ર લાગણી જોવામાં આવે છે. તે અનંતાનુબંધીય માનકષાય નામના ચારિત્રાવરણીય મોહનીયકર્મને લીધે ઉત્પન્ન થાય છે. ૨૩. વળી ઉપર લખેલી ચીજો ઉપર તેને કેટલી બધી આસક્તિ હોય, તે તો આપણે ઉપર જોયું. પરંતુ તે લાગણી એટલેથી જ ન અટકતાં– તે તો એટલી બધી હદ સુધી આગળ વધે છે કે–તે વસ્તુઓ ગમે તેટલી પોતાની પાસે હોય, છતાં વધારે વધારે મેળવવા તનતોડ પ્રયત્ન કરે, મોટી મોટી પ્રવૃત્તિઓ અને હિલચાલો ઉપાડે, તેની પાછળ જ મચી પડે. બીજા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કર્મ-વિચાર ભાગ-૩ પાસે તેમાંની ચીજો હોય તો તે પોતાની કેમ થાય ? તેને માટે વલખાં મારવામાં બાકી ન રાખે. કદાચ એ બધું મળી જાય, તોપણ જરાયે સંતોષ નહીં, બલ્કે પહેલાના જેવો જ તીવ્ર અસંતોષ ચાલુ જ હોય, ને વળી ત્રીજા પાસેનું મેળવી લેવાનું મન કરે. ધારો કે કદાચ એ બધુંયે મળી જાય, તોયે પોતાની જરાયે કામની ન હોય એવી કોઈ પણ પોતાની વસ્તુને કોઈ અડકે, તો તેનો જીવ કળીયે કળી કપાઈ જાય. કોઈ તે વસ્તુ માંગે કે લે, તો તો પછી તેની મનોદશાની વાત જ શી ? જોકે કોઈ લઈ શકે તેવો તો પ્રસંગ જ ઉપસ્થિત થવા ન દે. “કોઈ લઈ જશે, અથવા જોશે તો કોઈ વાપરવા પણ માંગશે’” આવા ભાવિ ભયની શંકા કરીને તે વસ્તુઓને છુપાવવા પ્રયત્ન કરે છે. સાતમે પાતાળ છુપાવી રાખે છે અને રક્ષણને માટે જેટલા શક્ય પ્રયત્નો હોય, તે બધા કામે લગાવે છે. તેમ છતાં ભોગ જોગે કોઈ લઈ જાય તો એટલો બધો માસિક પરિતાપ કરે, સામાને ગાળો દે, શ્રાપ દે અને જરૂર જણાય તો ખુશામતો કરે, ગરીબીયે ગાય. એમ અનેક અધમ લાગણીઓને વશ થાય અને જો તે ચીજો પાછી મળી જાય, તો કેમ જાણે સ્વર્ગનું રાજ્ય મળ્યું હોય, તેમ ખુશ ખુશ થઈ જાય. છતાં માયાવૃત્તિથી તે વૃત્તિને પણ છુપાવી રાખી શકે. આવી ભયંકર લાલચવૃત્તિ-આસક્તિવૃત્તિ કેટલાંક પ્રાણીઓમાં જોવામાં આવે છે. તે અનંતાનુબંધીય લોભકષાય નામના ચારિત્રાવરણીય મોહનીયકર્મને લીધે ઉત્પન્ન થાય છે. આ અનંતાનુબંધીય કષાયવાળા પ્રાણીની દૃષ્ટિ શુદ્ધ તો ન જ હોય, અર્થાત્ તે મિથ્યાર્દષ્ટિ જ હોય. એ તો ખરું પણ તેનું ચારિત્ર-વર્તન કેવું ભયંકર હોય, તે ઉપરની હકીકત ઉપરથી બરાબર સમજાયું હશે. અહીં એટલું ખાસ યાદ રાખવું કે આ અનંતાનુબંધીય કષાયવાળાને બાકીના બારે કષાયો યથાયોગ્ય રીતે સાથે ભળેલા જ હોય છે. તેના તો કષાયો પણ તેવા જ તીવ્ર હોય છે. પ્રાણીઓના સ્વભાવોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી જો બરાબર પૃથક્કરણ કરીએ, તો એ બધાને બરાબર ચોક્કસ સ્વરૂપમાં આપણે સમજી શકીએ. બાકીના કષાયો જો તે એકલા હોય ત્યારે તેઓનું સ્વરૂપ બરાબર સમજી જ શકાય, માટે તે બીજા કષાયો જે સ્થિતિમાં એકલા હોય છે, તે Page #260 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૩૫ સ્થિતિના પ્રસંગો ઉપરથી તે કષાયોનું સ્વરૂપ સમજાવવા પ્રયત્ન કરીશું જેથી કરીને એ વિષય બરાબર સમજી શકાશે. જે કોઈ પ્રાણીના અનંતાનુબંધીય ચારેય કષાયો નાશ પામ્યા હોય છે, અથવા શાંત થઈ ગયા હોય છે, તે પ્રાણીની મનોદશામાં અને તેના બાહ્ય વર્તનમાં ફેર પડે છે. કારણ કે, એક તો, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બન્ને દર્શનમોહનીય તેના નાશ પામ્યા હોય છે. કારણ કે બન્નેને અનંતાનુબંધી સાથે જ નિકટનું સગપણ છે. એ ન હોય, તો એ બન્નેય ન રહી શકે. અને બીજું એકે અનંતાનુબંધી પછીના કષાયો અનંતાનુબંધી જેવા તીવ્ર નથી હોતા. એટલે મનોદશા અને વર્તનમાં ફરક પડે છે. તેની દષ્ટિ ઘણીખરી અથવા તદ્દન શુદ્ધ જ હોય છે. એટલે કે જો તેને સમ્યગ્દર્શન મોહનીય હોય, તો ઘણીખરી દષ્ટિ શુદ્ધ હોય, અને સમ્યમ્ દર્શન મોહનીય પણ નાશ પામેલ હોય, તો તદ્દન શુદ્ધ દષ્ટિ હોય છે. કારણ કે તેની સમ્ય દર્શનશક્તિ પૂરેપૂરી ખીલેલી હોય છે. આમ છતાં એ પ્રાણી ઉપર કહેલી કોઈ પણ ચીજો છોડી શકતો નથી. એટલું જ નહીં પરંતુ, તેના ઉપર તેને મમત્વ તો હોય છે. અલબત્ત, એટલું તો ખરું જ કે એ મમત્વ અનંતાનુબંધીય કષાયો કરતાં કંઈક ઓછું તીવ્ર હોય છે. અર્થાત્ તેની ક્રોધ, માન, માયા અને લોભની લાગણી કંઈક ઓછી તીવ્ર હોય છે. આત્માને ફાયદાકારક તો એ જ છે કે પોતાના આત્મા સિવાયની વસ્તુઓનો ત્યાગ રાખવો, તેનાથી દૂર રહેવું, તેનું પ્રત્યાખ્યાન કરવું. પરંતુ આ મોહનીય કર્મ તેને જરા પણ પ્રત્યાખ્યાન કરવા દેતું નથી તેથી આનું નામ અપ્રત્યાખ્યાનીય મોહનીય કર્મ છે. અર્થાત્ પ્રત્યાખ્યાન નામની ચારિત્રવૃત્તિને તદ્દન આવરણ કરનાર આ ચારિત્રમોહનીયકર્મ છે. આ રીતે જેને આ પણ કષાયો નાશ પામ્યા હોય છે, શાંત થયા હોય છે, તેની મનોવૃત્તિ અને બાહ્ય વર્તન કંઈક વધારે સારા હોય છે. તેને મમત્વ કંઈક ઓછું હોય છે, અને થોડું થોડું પ્રત્યાખ્યાન પણ તે કરે છે. છતાં આત્માની મૂળ ફરજ તદ્દન પ્રત્યાખ્યાન કરવાની છે, તે પૂરેપૂરું થઈ શકતું નથી. માત્ર અલ્પ પ્રત્યાખ્યાન કરે છે. માટે આ ત્રીજા કષાયોનું નામ સર્વ પ્રકારે પ્રત્યાખ્યાન કરવાની ચારિત્રવૃત્તિને ઘણે અંશે આવરણ કરવાનું કામ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કર્મ-વિચાર ભાગ-૩ આ કષાયોનું હોવાથી સર્વ પ્રત્યાખ્યાનાવરણીય ચારિત્રમોહનીયકર્મ છે. અર્થાત અલ્પ પ્રત્યાખ્યાન આ પ્રાણી કરી શકે છે. પરંતુ સર્વથા પ્રત્યાખ્યાન કરી શકતો નથી. તેમ જ, આથી પણ આગળ વધીને જેઓના પ્રત્યાખ્યાનાવરણીય કષાયો પણ શાંત થયા હોય છે, કે નાશ પામ્યા હોય છે, તેવા મહાત્માઓનું બાહ્ય વર્તન ઘણું જ ઉત્તમ હોય છે. તેમને કોઈ પણ ચીજ ઉપર મમત્વ હોતું નથી. અને ઉપરની સર્વ ચીજોનો ત્યાગ કરીને તદ્દન ત્યાગી અવસ્થામાં રહે છે. તેમને કાંઈ “મારું-તારું' હોતું જ નથી. આવા તદ્દન ત્યાગી મહાત્માઓનું દર્શન બહુ દુર્લભ હોય છે. આ રીતે તેમની મનોવૃત્તિ અને વિર્તન લગભગ તદ્દન શુદ્ધ અને નિર્મળ હોય છે. છતાં તેમને કંઈક કષાયો હોય છે. તે માત્ર જ્યારે કોઈ તેને બહુ જ હેરાન કરે છે, કે ભારેમાં ભારે કસોટીમાંથી તેમને પસાર થવાનું હોય છે, ત્યારે તે નિર્મળવૃત્તિને કંઈક ઝાંખપ લગાડે–કંઈક બાળે, એવા સહેજ કષાયો ઉત્પન્ન થાય છે. આ કષાયોનું નામ સંજવલન કષાયો કહેવાય છે. કારણ કે, સં એટલે સહેજસાજ, જ્વલન એટલે બાળવું. નિર્મળ મનોવૃત્તિને સહેજસાજ બાળવાનું–મલિન કરવાનું જ માત્ર જે કષાયો કામ કરે છે, તેનું નામ સંજવલનકષાય નામનું ચારિત્રાવરણીયકર્મ કર્મ કહેવાય છે. આ ઉપરથી બીજા કષાયો ચારિત્રશક્તિને નથી બાળતા એમ ન સમજવું. એ કષાયો ચારિત્રશક્તિને બાળે તો છે જ ઉપરાંત, અન્ય વસ્તુઓ ઉપરથી મમત્વનો તદ્દન ત્યાગ કરવો જોઈએ એ થવા દેતા નથી તથા બીજા કષાયો અલ્પ પણ ત્યાગ કરવા દેતા નથી. અને અનંતાનુબંધીય કષાયો તો ચારિત્રને ખૂબ બાળે છે. અન્ય વસ્તુઓ ઉપર ગાઢ મમત્વ ઉત્પન્ન કરે છે. એટલું જ નહીં પણ તેની અનંત પરંપરા ચાલે અને ઘણો લાંબો વખત એ જ દશામાં પ્રાણીને ગાળવા પડે, એ સ્થિતિ ઉત્પન્ન કરે છે. ત્યારે આ સંજવલન કષાય સર્વ પ્રકારે પ્રત્યાખ્યાન તો થવા દે છે જ. છતાં શરીર કે ધાર્મિક ઉપકણો વગેરે ખાતર ક્રોધ, માન, માયા અને લોભ અલ્પમાં અલ્પ થઈ જાય છે. તેટલો કષાય પણ નિર્મળ ચારિત્રવૃત્તિમાં અગ્નિના તણખારૂપે હોવાથી તેનું સંજ્વલન નામ બરાબર રાખવામાં આવ્યું છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૩૭ સંક્ષેપમાં છેલ્લા ત્રણેય કષાયોના નામ અપ્રત્યાખ્યાનીય–લેશ પણ પ્રત્યાખ્યાન ન કરવા દે. પ્રત્યાખ્યાનીય–અલ્પ પ્રત્યાખ્યાન કરવા દે, પણ સર્વથા પ્રત્યાખ્યાન ન કરવા દે. સંજવલન-નિર્મળ ચારિત્રવૃત્તિને કંઈક મલિન કરે. અનંતાનુબંધી મુખ્ય હોય, તે વખતે બીજા ત્રણેય જાતના કષાયો સાથે હોય છે. એમ પ્રથમના કષાયો મુખ્ય હોય ત્યારે સાથે બીજા કષાયો હોય જ છે. અર્થાત્ સંજવલન જ્યારે મુખ્ય હોય, ત્યારે તો સાથે બીજો કોઈ પણ કષાય ન જ હોય. પરંતુ સંજવલન કષાયો પણ ન હોય ત્યારે શું હોય? તે તો કહો જોઈએ. કાંઈયે ન હોય, કાંઈયે ન હોય. તે વખતે કેવળ શુદ્ધ ચારિત્ર પરિણામ જ હોય, જેનું યથાખ્યાતચારિત્ર એવું નામ આગળ આવી ગયું છે. ત્યારે સંજ્વલન કષાયો મુખ્ય હોય ત્યારે કયું ચારિત્ર હોય? ત્યારે સર્વ પ્રત્યાખ્યાનરૂપ-સર્વવિરતિરૂપ ચારિત્ર હોય. તેવી જ રીતે પ્રત્યાખ્યાન કષાયો મુખ્ય હોય ત્યારે અલ્પ વિરતિરૂપ-દેશવિરતિરૂપ-અલ્પ પ્રત્યાખ્યાનરૂપ ચારિત્ર હોય; અને અપ્રત્યાખ્યાન કષાયો મુખ્ય હોય ત્યારે લેશ પણ વિરતિ-પ્રત્યાખ્યાનરૂપ ચારિત્ર ન હોય. માત્ર તે વખતે દૃષ્ટિ કંઈક સારી રીતે વિશુદ્ધ હોય; અને અનંતાનુબંધી વખતે તો તીવ્ર આસક્તિ હોય એટલું જ નહીં પણ ઘણે ભાગે દષ્ટિ પણ મિથ્યા જ હોય. તેનું વર્તન સામાન્ય રીતે વિવેકશૂન્ય છતાં લોકલજ્જા વગેરે કારણોથી ઠીક ઠીક ચાલ્યા કરતું હોય, પરંતુ પ્રસંગ આવે તો એ પણ બાજુએ રહી જાય, અને બધું વર્તન બેહૂદું બની જાય. બાકીના બાર કષાયો એટલે કષાયચારિત્રાવરણીય કર્મોનાં નામ નીચે પ્રમાણે છે, અને તેનો ભાવાર્થ લગભગ તમે ઉપરના વિવેચન ઉપરથી કલ્પી શકશો. અપ્રત્યાખ્યાનીય કષાયો૨૪. પ્રત્યાખ્યાનનું તદ્દન આવરણ કરનાર–અર્થાત્ અપ્રત્યાખ્યાન કર્મ-૧૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કર્મ-વિચાર ભાગ-૩ દશામાં ક્રોધની લાગણી ઉત્પન્ન કરનાર અપ્રત્યાખ્યાનીય ક્રોધ કષાય નામનું ચારિત્રાવરણીયમોહનીયકર્મ. ૨૫. પ્રત્યાખ્યાનનું તદ્દન આવરણ કરનાર—અર્થાત્ અપ્રત્યાખ્યાન દશામાં માનની લાગણી ઉત્પન્ન કરનાર અપ્રત્યાખ્યાનીય માન કષાય નામનું ચારિત્રાવરણીયમોહનીયકર્મ. ૨૬. પ્રત્યાખ્યાનનું તદ્દન આવરણ કરનાર—અર્થાત્ અપ્રત્યાખ્યાન દશામાં માયાની લાગણી ઉત્પન્ન કરનાર અપ્રત્યાખ્યાનીય માયા કષાય નામનું ચારિત્રાવરણીયમોહનીયકર્મ. ૨૭. પ્રત્યાખ્યાનનું તદ્દન આવરણ કરનાર—અર્થાત્ અપ્રત્યાખ્યાન દશામાં લોભની લાગણી ઉત્પન્ન કરનાર અપ્રત્યાખ્યાનીય લોભ કષાય નામનું ચારિત્રાવરણીયમોહનીયકર્મ. પ્રત્યાખ્યાનીય કષાયો— ૨૮-૨૯-૩૦-૩૧. અલ્પ પ્રત્યાખ્યાન છતાં સર્વથા રાખવી જોઈતી પ્રત્યાખ્યાન વૃત્તિનું આવરણ કરનાર અને ક્રોધ, માન, માયા અને લોભની લાગણી ઉત્પન્ન કરનાર પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લોભ નામના ચારિત્રાવરણીયમોહનીયકર્મો. સંજ્વલન કષાયો— ૩૨-૩૩-૩૪-૩૫. સર્વથા પ્રત્યાખ્યાનરૂપ નિર્મળ ચારિત્રવૃત્તિ છતાં કોઈ પ્રસંગે ઉત્પન્ન થતી ક્રોધાદિક લાગણીથી ચારિત્રવૃત્તિમાં સહેજ સહેજ ઝાંખપ લગાડનાર સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ નામના ચારિત્રાવરણીયમોહનીયકર્મો. નોકષાય ચારિત્રાવરણીયમોહનીયકર્મો. કષાયચારિત્રાવરણીય મોહનીયકર્મોની અસરથી ચારિત્ર ગુણ ઘણી રીતે ઢંકાયા છતાં કંઈક ચારિત્ર ગુણ ખુલ્લો હોય છે. તેને પણ આ નોકષાય મોહનીય કર્મો ઢાંકે છે. તે કેવી રીતે ઢાંકે છે ? તે આપણે સમજી શકીએ છીએ. તે આ પ્રમાણે– એક માણસ ગમે તેવા અનંતાનુબંધી કષાયના આવેશવાળો હોય Page #264 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૩૯ છતાં વિના કારણે દરેક પ્રસંગે તેને કોઈના ઉપર ક્રોધ વગેરે કરવાનાં નથી હોતાં. તે વખતે તો તેઓને શાંત રહેવું પડે છે. છતાં કંઈક નિમિત્ત મળી જાય તો હસવા માંડે છે. અથવા કાંઈ નુકસાન થાય તો શોક, રુદન, વિલાપ વગેરે કરી મૂકે છે. આમ શેષ રહેતી ચારિત્રશક્તિને ઢાંકનાર આ કર્મો છે. તેથી તેનું નામ નોકષાય મોહનીય છે. અર્થાત્ કષાય સાથે ઘણી રીતે મળતાં આવે છે, અને કષાયને મદદગાર થાય છે. નોકષાય મોહનીયના બે પ્રકાર આગળ આવી ગયા છે. તે ઉપરથી યુગલ નોકષાય મોહનીય, અને વેદ નોકષાય મોહનીય એ બે નામોથી તેને ઓળખીશું તો ચાલશે. - જેમ કે-હાસ્ય અને જુગુપ્સા. રતિ અને અરતિ. શોક અને ભય. અનુકૂળ સંજોગોમાં હાસ્ય અને રતિ હોય છે, અને પ્રતિકૂળ સંજોગોમાં અરતિ અને જુગુપ્સા હોય છે. ભયના પ્રસંગો શોકના કારણ બને છે. બીજે પ્રકારે પણ આ જોડકાં ગોઠવી શકાય. વેદ નોકષાય નામના ચારિત્રાવરણીય મોહનીયકર્મો ઉપરના છ નોકષાયો કરતાં કંઈક જુદા પડે છે. એ ત્રણેયની લાગણી જુદી જાતની હોય છે, અને તે સમાન જાતની લાગણીવાળાં તે કર્મોની સંખ્યા ત્રણની છે. તેથી પણ તેનો વિભાગ જુદો પાડવામાં આવ્યો છે. વળી હાસ્યાદિ કરતાં આ લાગણીઓમાં તીવ્રતા અને આવેશ વધારે પ્રમાણમાં જણાવવામાં આવ્યાં છે. એટલે કે લાગણીની તીવ્રતાનું વેદન આ લાગણીઓમાં વધારે પ્રમાણમાં થતું હોવાથી તેનું નામ વેદ એવું પાડવામાં આવ્યું છે તે ઉચિત જણાય છે. અને એ વેદની લાગણીનાં પ્રેરક કર્મો પણ વેદ નો-કષાય ચારિત્રાવરણીય મોહનીય કર્મ કહેવાય છે, તે બરાબર છે. ૩૬. હાસ્ય નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીયકર્મ આ કર્મ સમવૃત્તિરૂપ ચારિત્રનું આવરણ કરી, અમુક સંજોગોને અનુકૂળ મનાવી હાસ્યવૃત્તિ ઉત્પન્ન કરાવે છે, અને સમવૃત્તિ ગુમાવડાવે છે. ૩૭. શોક નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીયકર્મ–આ કર્મ સમવૃત્તિરૂપ ચારિત્રનું આવરણ કરી, અમુક સંજોગોને પ્રતિકૂળ મનાવી શોકવૃત્તિ ઉત્પન્ન કરાવે છે અને સમવૃત્તિ ગુમાવડાવે છે. - ૩૮. રતિ નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીયકર્મ–આ કર્મ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કર્મ-વિચાર ભાગ-૩ સમવૃત્તિરૂપ ચારિત્રનું આવરણ કરી, અમુક સંજોગોને અનુકૂળ-આનંદદાયક મનાવી, રતિની-ખુશીની લાગણી ઉત્પન્ન કરાવે છે, અને સમવૃત્તિ ગુમાવડાવે છે. ૩૯. અરતિ નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીય કર્મ–આ કર્મ ઉપરના કર્મથી વિપરીત છે. અર્થાત્ તે અરતિ-અપ્રીતિ-અણગમાની લાગણી ઉત્પન્ન કરાવી, સમવૃત્તિને ગુમાવડાવે છે. ૪૦. ભય નોકષાય નામનું ચારિત્રાવરણીયમોહનીયકર્મ–આ કર્મ નિર્ભયતારૂપ સમવૃત્તિ ચારિત્રનું આવરણ કરી અમુક સંજોગોને નુકસાનકર્તા મનાવી ભયની લાગણી ઉત્પન્ન કરે છે અને નિર્ભયતા ગુમાવડાવે છે. ૪૧. જુગુપ્સા નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીયકર્મ-આ કર્મ દુર્ગચ્છનીય પરિસ્થિતિમાં પણ હોવા જોઈતા સમવૃત્તિરૂપ ચારિત્રનું આવરણ કરી અમુક સંજોગોને કંટાળાભરેલા દુગચ્છનીય મનાવી, કંટાળાભરેલી લાગણી ઉત્પન્ન કરે છે અને સમવૃત્તિ ગુમાવડાવે છે. ૪૨. પુરુષવેદ નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીયકર્મ-આ કર્મ સ્ત્રી વગેરે આત્માની વસ્તુ નથી છતાં તેને પોતાની મનાવવાની ભૂલ ખવડાવે છે. ઉપરાંત અનાસક્તિરૂપ ચારિત્રનું આવરણ કરે છે, અને સ્ત્રી તરફ આસક્તિની લાગણી ઉત્પન્ન કરાવી અનાસક્ત સ્થિતિ ગુમાવડાવે છે. ૪૩. સ્ત્રીવેદ નોકષાય નામનું ચારિત્રાવરણીયમોહનીયકર્મ–આ કર્મ પુરુષ વગેરે આત્માની વસ્તુ નથી છતાં તેને પોતાની મનાવવાની ભૂલ ખવડાવે છે, ઉપરાંત અનાસક્તિરૂપ ચારિત્રનું આવરણ કરે છે, અને પુરુષ તરફ આસક્તિની લાગણી ઉત્પન્ન કરાવી અનાસક્ત સ્થિતિ ગુમાવડાવે છે. ૪૪. નપુંસકવેદ નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીયકર્મ-આ કર્મ સ્ત્રી-પુરુષ વગેરે આત્માની વસ્તુઓ નથી છતાં તેને પોતાની મનાવવાની ભૂલમાં પાડે છે. ઉપરાંત, અનાસક્તિરૂપ ચારિત્રનું આવરણ કરે છે, અને સ્ત્રી તથા પુરુષ એમ બન્ને તરફ લલચાવી આસક્તિની લાગણી ઉત્પન્ન કરાવી અનાસક્ત સ્થિતિ ગુમાવડાવે છે. આ ત્રણ વેદમાં ઉત્તરોત્તર આસક્તિની તીવ્રતા વધારે વધારે હોય Page #266 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૪૧ છે. કર્મવિષયક જૈન શાસ્ત્રોમાં તેને અનુક્રમે ઘાસના ભડકા સાથે, લીંડીઓના અગ્નિ સાથે અને શહેરને લાગેલી આગ સાથે સરખાવેલાં છે. અનુકૂળ સંજોગોમાં ખુશી ઉત્પન્ન થાય છે, તે રતિમોહનીયકર્મને લીધે અને ખુશી થવાથી ઉલ્લાસ આવે છે ત્યારે હસવું આવે છે, તે હાસ્ય મોહનીયકર્મને લીધે. તે વખતે જે સુખ વેદાય છે, તે સાતાવેદનીયકર્મને લીધે. કોઈ વખતે અસાતા હોવા છતાં રતિ અને હાસ્ય અને ગાંડા માણસમાં જોવામાં આવે છે, તે વખતે મોહનીયની વધારે પ્રબળતા હોય છે. આ રીતે અરતિ, શોક અને અસાતાને પણ સમજી લેવાં. ભય અને જુગુપ્સા પણ એક જુદી જ જાતની લાગણીઓ છે. એટલે તેનાં પ્રેરક જુદાં કર્મો ગણાવ્યાં છે. આમ જુદી જુદી લાગણીઓના પ્રેરક આ મોહનીય કર્મોના ભેદો ગણાવ્યા છે. આવી લાગણીઓ તો અસંખ્ય થાય, તો પછી બધી લાગણીઓનાં પ્રેરક કર્મો ગણાવવાં જોઈએ કે નહીં? હા. ગણાવવાં જ જોઈએ. ગણાવો. કોઈ રોકશે નહીં. શાસ્ત્રપ્રણેતાઓએ તો માત્ર સંક્ષેપ ખાતર જ આટલા ભેદો પાડી બતાવ્યા છે. તો પછી આટલા અઠ્ઠાવીસ ભેદો પણ શા માટે પાડ્યા ? બે-ચાર ભેદો બતાવી દે, એટલે બસ. શાસ્ત્રરચવામાં બે વાતનું ધ્યાન રાખવું પડે છે : પૃથક્કરણ અને સંક્ષેપ. વસ્તુને બરાબર સમજાવવા માટે પૃથક્કરણ તો કરી બતાવવું જ જોઈએ. જો શાસ્ત્ર તેમ ન કરે તો પછી શાસ્ત્રની જરૂર શી ? દુનિયામાં વસ્તુઓ તો બધી હોય જ છે. લોકો તેના ઉપરથી જ સમજી લે. શાસ્ત્ર રચવાની જરૂર જ શી ? પણ બધા એમ સમજી શકતા નથી. એટલે શાસ્ત્ર ઉપર આધાર રાખવો પડે છે, અને શાસ્ત્રમાં તો કશું પૃથક્કરણ હોય નહીં. તો શાસ્ત્ર નકામાં થાય. માટે શાસ્ત્રપ્રણેતાઓએ પૃથક્કરણ કરવું જ જોઈએ. પરંતુ એ પૃથક્કરણ એટલું બધું વિસ્તારથી ન કરવું જોઈએ કે જેનો પાર જ ન આવે. ત્યારે યોગ્ય મર્યાદામાં આવશ્યક વિસ્તાર કરીને માર્ગદર્શક થઈ પડે તે રીતે વિવેચન કરવું જોઈએ. આ નિયમ ધ્યાનમાં રાખીને ૨૮ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કર્મ-વિચાર ભાગ-૩ ભેદો દિગ્દર્શનરૂપે પાડવામાં આવ્યા છે. વિસ્તારથી ભેદો પાડવા હોય તો દરેક પ્રાણી દીઠ અને તેના દરેક સંજોગ અને જુદા જુદા વખતની પરિસ્થિતિ પ્રમાણે અસંખ્ય ભેદો પડી શકે. બીજું એ પણ કારણ છે કે, એકલા મોહનીય કર્મનું સ્વતંત્ર શાસ્ત્ર રચવું હોય તો તેના વિવેચન માટે જેટલા ભેદો પડે તેટલા પાડી શકાય. પરંતુ આખા કર્મશાસ્ત્રનું નિરૂપણ કરવાનું હોય, ત્યારે તેમાં ઉપયોગી હોય તેટલા જ ભેદો પાડી કામ આગળ ચલાવવું જોઈએ. સ્વતંત્ર શાસ્ત્રમાં સંપૂર્ણ વિવેચન આવશ્યક હોય છે, અને વ્યાપક શાસ્ત્રમાં ઉપયોગ પૂરતું જ વિવેચન આવશ્યક હોય છે. આ પણ શાસ્ત્રરચવાની પદ્ધતિમાંનો એક નિયમ છે. કેટલીક વખત એક જ વસ્તુના અનેક રીતે વિભાગીકરણ જોઈએ છીએ. તેનું કારણ પણ ઉપર કહેલું તે જ છે. જુદા જુદા શાસ્ત્રની દષ્ટિથી અમુક એક ચોક્કસ વસ્તુના વિભાગો જુદી જુદી રીતે ઉપયોગી હોય, તે રીતે તેના વિભાગો પાડી લઈ શાસ્ત્રપ્રણેતાઓ શાસ્ત્રો રચી લે છે. શાસ્રરચનાઓનું એક બીજું તત્ત્વ પણ અહીં પ્રસંગે સમજાવવું ઠીક પડશે. એક માણસ આપણને માર મારે છે અથવા આપણું અનિષ્ટ કરે છે. તે વખતે આપણને ક્રોધ ઉત્પન્ન થાય છે, ને મોં લાલચોળ થઈ જાય છે. આપણે સામે થવાને તૈયાર થઈ જઈએ છીએ. તથા પૂર્વનું વૈર સંભાળીને જેટલા જોરથી તેની સામે થઈ શકાય તેટલા જોરથી આપણે તેની સામે થઈએ છીએ. આ પ્રસંગે સૌથી પહેલી અસર આપણી ઇંદ્રિયો ઉપર થાય છે. ઇંદ્રિયો મનને સંદેશો પહોંચાડે છે અને મન જ્ઞાન ઉપર અસર પહોંચાડે છે. ત્યારે મોહનીયકર્મની પ્રેરણાથી ક્રોધ થઈ આવે છે. તે વખતે ઇન્દ્રિયો કયા નિયમોથી અસર ગ્રહણ કરે છે? મન કયા નિયમોથી અસર ગ્રહણ કરે છે? જ્ઞાન કયા નિયમોથી પ્રવર્તે છે? કર્મ એ શું છે? તથા તેની શી શી અસરો હોય છે? આ બધા પ્રશ્નોના નિકાલ માટે એક એક સ્વતંત્ર શાસ્ત્ર અસ્તિત્વમાં આવે છે. ઇંદ્રિયવિજ્ઞાનશાસ્ત્ર, માનસશાસ્ત્ર, જ્ઞાનશાસ્ત્ર, કર્મશાસ્ત્ર વગેરે વગેરે. કર્મશાસ્ત્રના વિવેચન વખતે પણ આત્મા, પરમાણુ, વણા, અધ્યવસાયો વગેરે વગેરે અવાંતર વિષયોનું પદ્ધતિસર વિવેચન કરવું પડે છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૪૩ તેને લીધે તે તે અવાંતર શાસ્ત્રો પણ ઉત્પન્ન થાય છે. કર્મોની અસરનું પૂર્વાપર અનુસંધાન રહેતું હોવાથી તેના અધિષ્ઠાનરૂપ એક આત્મતત્ત્વની પ્રતીતિ થાય છે. બાળક અવસ્થામાં કરેલી આર્થિક, સામાજિક, શારીરિક, નૈતિક, આધ્યાત્મિક કે એવી બીજી કોઈ ભૂલનું પરિણામ યુવાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં ભોગવવું પડે છે. એ વગેરે ઉપરથી સર્વના એક અધિષ્ઠાનરૂપ આત્મા અને તેના ગુણસ્વભાવનું વિવેચન કરનારું શાસ્ત્ર અસ્તિત્વમાં આવે છે. લગભગ સરખી સગવડવાળા બન્ને આત્માઓ બહારથી જણાતા હોય અને સરખાં વિઘ્નોમાંથી બંને પસાર થતા હોય ત્યારે એક મુશ્કેલી વટાવી જાય છે અને બીજો તેનો ભોગ થઈ પડે છે. એ વગેરે અનેક દાખલાઓના સૂક્ષ્મ નિરીક્ષણ ઉપરથી કર્મની વિચિત્રતા સમજી શકાય છે. એટલે પછી કર્મવિચારને લગતું શાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું છે. અને તે નિયમો તુલનાત્મક દૃષ્ટિથી પૃથક્કરણ કરીને બરાબર ચોક્કસ ઠરાવેલા હોય છે. કેવળ હવાઈ કિલ્લો છે એમ સમજવાનું નથી. પૂર્વ પુરુષોએ નિપુણ બુદ્ધિનો ઉપયોગ કરીને જે નિયમો ઠરાવ્યા છે, તેના જ્ઞાનથી જગતના ઘણા અગમ્ય નિયમોનો આપણને બોધ થાય છે. એટલું જ નહીં પરંતુ આપણા જીવનમાં હેય-ત્યાજ્ય, અને ઉપાદેય-સ્વીકારવા યોગ્ય શું છે? તેનો પણ બોધ થાય છે અને એ બોધ જીવનની કટોકટીની મુશ્કેલી પ્રસંગે ઘણી મદદ કરે છે અને છેવટે આશ્વાસનભૂત તો થઈ જ પડે છે, હૃદયમાં વિવેકનો પ્રકાશ પાડે છે. અને ઘણી ભૂલોમાંથી બચાવી લઈ જાગ્રત કરે છે. એટલે આ શાસ્ત્ર કેટલું ઉપયોગી અને કલ્યાણકર છે એમ સમજીને તેનું અધ્યયન-અભ્યાસ કેટલો ઉપયોગી છે તે સમજાશે. મોહનીયકર્મની અસર આપણે બહાર જોઈ શકીએ છીએ. એટલે કે મન ઉપર કઈ જાતની અસર થઈ છે ? તે બાહ્ય ચિહ્નો ઉપરથી જોઈ શકીએ છીએ, પરંતુ તેની સીધી અસર આત્મા ઉપર થાય છે. આત્માના ગુણોને આચ્છાદન કરે છે. તેનું પ્રતિબિંબ માત્ર બહાર જણાય છે. એટલે આ કર્મ પણ જીવવિપાકી છે. ૫. આયુષ્યકર્મ આત્માને સ્વતંત્રપણે ક્યાંય જવું હોય તો આ કર્મ તેને (૧) અમુક Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કર્મ-વિચાર ભાગ-૩ જ એક પરિસ્થિતિમાં રોકી રાખે છે. (૨) અમુક પરિસ્થિતિમાં વધારે વખત રોકાઈ રહેવાની આત્માની ઇચ્છા હોય તો આ કર્મ પોતાની મુદત પૂરી થયે ત્યાંથી બહાર લઈ જ જાય છે. અર્થાત્ આત્માના અક્ષયસ્થિતિગુણનું આચ્છાદન કરવાનું કામ આ કર્મ કરે છે, એટલે તેની આત્મા ઉપર અસર તો છે જ. પરંતુ અમુક પરિસ્થિતિઓ એટલે કે ભવોમાં તે મુખ્ય નિમિત્ત હોય છે. એટલે તેને ભવવિપાકી કર્મ કહેવામાં આવ્યું છે. તે આ પ્રમાણે— ૪૫. દેવાયુષ્કર્મ–દેવોને યોગ્ય પરિસ્થિતિમાં—દેવભવમાં—લઈ જઈ ત્યાં રોકી રાખવાનું કામ આ કર્મ કરે છે. જો આ કર્મ ન હોય તો દેવભવમાં આત્માથી એક ક્ષણ પણ રહી ન જ શકાય અને આયુષ્ય પૂરું થયે પણ આત્માથી દેવભવમાં ન જ રહી શકાય. તથા પૂરું ન થયું હોય ત્યાં સુધી બીજે જઈ પણ ન જ શકાય. આ રીતે દેવપણાના વખતનું—દેવપણામાં સ્થિતિનું—નિયામક આ કર્મ છે. ૪૬-૪૭-૪૮. મનુષ્યાયુષ્કર્મ, તિર્યચ્ચાયુષ્કર્મ અને નારકાયુષ્કર્મ– આ ત્રણ વિશે પણ લગભગ ઉપરની જ વ્યાખ્યા ઘટાવી લેવી. આ ચાર પ્રકૃતિઓમાં પહેલી બે શુભ અને છેલ્લી બે અશુભ ગણાય છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૭મો કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૬. નામકર્મ આ કર્મનો વિચાર અગત્યનો છે. તેની અસરો પ્રત્યક્ષ જોઈ શકાય છે. વ્યવહારમાં વધારે જણાય છે તેમ જ તેનો વિસ્તાર પણ વધારે છે. આ કર્મ આત્મા ઉપર જુદી જુદી અનેક અસરો ઉત્પન્ન કરે છે, અને જુદી જુદી અનેક સામગ્રીઓ પૂરી પાડે છે. નામ–આ કર્મનું નામ “નામકર્મ” છે. આ કર્મ બીજાં કર્મોની માફક આત્માના તે તે ગુણોને તો ઢાંકે જ છે. ઉપરાંત કેટલીક બાહ્ય સામગ્રીઓમાં સ્વતંત્ર આત્માને પોતાનું સ્વરૂપ ભૂલી જઈ ગોંધાઈ રહેવું પડે છે–નમવું પડે છે, તેથી તેનું નામ “નામકર્મ” આપવામાં આવ્યું છે. અથવા જાતિનામકર્મને લીધે આત્માને જુદાં જુદાં નામો–શબ્દો ધારણ કરવા પડે છે. વ્યવહારમાં શબ્દવ્યવહાર મુખ્ય છે. આત્માના જુદા જુદા શબ્દોથી વ્યવહારનું નિયામક જાતિનામકર્મ છે. જાતિનામકર્મ આ કર્મનો એક પેટા વિભાગ છે. છતાં ઉપલક્ષણથી આખા કર્મનું નામ પણ “નામકર્મ” રાખવામાં આવ્યું હોય, તો તે પણ સંભવિત અને ઉચિત જણાય છે. પ્રકૃતિઓ આ કર્મની પ્રકૃતિઓ મુખ્યપણે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પિંડપ્રકૃતિઓ, શુદ્ધ પ્રત્યેક પ્રકૃતિઓ અને સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓ. પિંડપ્રકૃતિઓ–સામાન્ય નામથી સૂચવાતી પ્રકૃતિઓ, કે જેના પેટા ભેદો થઈ શકે છે. શુદ્ધ પ્રત્યેકપ્રકૃતિઓ–જેના પેટા ભેદો જ નથી. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કર્મ-વિચાર ભાગ-૩ સપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિઓ–જેના પણ પેટા ભેદો જ નથી, પરંતુ તેની વિરોધિની-પ્રતિપક્ષ પ્રકૃતિઓ હોય છે. ' ૧૪+૪+૨૦=૪૨ કુલ મુખ્ય પ્રકૃતિઓ. પેટા ભેદોપિંડપ્રકૃતિઓ મુખ્ય ૧૪ છે અને તેના પેટા ભેદો કુલ ૭૫ છે. શુદ્ધ પ્રત્યેક પ્રકૃતિઓ ૮ છે. અને સપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિઓ બે જાતની છે. ત્રસદશક અને સ્થાવરદશક. તે દરેકમાં દશ દશ પેટા ભેદો છે. એટલે કુલ ૨૦ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓ થઈ. એટલે મુખ્ય પ્રવૃતિઓ ૪૨ અને પેટા ભેદો ગણીએ તો ૧૦૩ ભેદો નામકર્મના થાય છે. ૭૫+૪+૨૦=૧૦૩. ૧૪ પિંડબકૃતિઓનાં મુખ્ય નામ૧. ગતિનામકર્મ ૮. સંસ્થાનનામકર્મ ૨. જાતિનામકર્મ ૯. વર્ણનામકર્મ ૩. શરીરનામકર્મ ૧૦. ગંધનામકર્મ ૪. અંગોપાંગનામકર્મ ૧૧. રસનામકર્મ પ. બંધનનામકર્મ ૧૨. સ્પર્શનામકર્મ ૬. સંઘાતનનામકર્મ ૧૩. વિહાયોગતિનામકર્મ ૭. સંહનનનામકર્મ ૧૪. આનુપૂર્વીનામકર્મ ૮ શુદ્ધ પ્રત્યપ્રકૃતિઓનાં નામ૧. અગુરુલઘુનામકર્મ ૫. આતાપનામકર્મ ૨. નિર્માણનામકર્મ ૬. ઉદ્યોતનામકર્મ ૩. પરાઘાતનામકર્મ ૭. શ્વાસોડ્વાસનામકર્મ ૪. ઉપઘાતનામકર્મ ૮. તીર્થંકર નામકર્મ - ૨૦ પ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિઓનાં નામ૧૦ ત્રસ દશકની પ્રકૃતિઓ. ૧. ત્રસનામકર્મ ૬. શુભનામકર્મ Page #272 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૪૭ ૨. બાદરનામકર્મ ૭. સૌભાગ્યનામકર્મ ૩. પર્યાપ્તનામકર્મ ૮. સુસ્વરનામકર્મ ૪. પ્રત્યેકનામકર્મ ૯. આયનામકર્મ ૫. સ્થિરનામકર્મ ૧૦. યશ-કીર્તિનામકર્મ ૧૦ સ્થાવર દશકની પ્રકૃતિઓ. ૧. સ્થાવરનામકર્મ ૬. અશુભનામકર્મ ૨. સૂક્ષ્મનામકર્મ ૭. દુર્ભાગ્યનામકર્મ ૩. અપર્યાપ્તનામકર્મ ૮. દુઃસ્વરનામકર્મ ૪. સાધારણશરીરનામકર્મ ૯. અનાદેયનામકર્મ ૫. અસ્થિરનામકર્મ ૧૦. અપયશ-અકીર્તિનામકર્મ પિંડપ્રકૃતિઓના પેટા ભેદોનાં નામ૧. ગતિનામકર્મ ૪ ૧. દેવગતિનામકર્મ ૩. તિર્યંચગતિનામકર્મ ૨. મનુષ્યગતિનામકર્મ ૪. નારકગતિનામકર્મ ૨. જાતિનામકર્મ પ ૧. એકેન્દ્રિયજાતિનામકર્મ ૪. ચતુરિન્દ્રિયજાતિનામકર્મ ૨. બેઇંદ્રિયજાતિનામકર્મ પ. પંચેન્દ્રિયજાતિનામકર્મ ૩. ત્રીન્દ્રિયજાતિનામકર્મ ૩. શરીરનામકર્મ ૫ ૧. ઔદારિકશરીરનામકર્મ ૪. તૈજસશરીરનામકર્મ ૨. વૈક્રિયશરીરનામકર્મ ૫. કાર્મણશરીરનામકર્મ ૩. આહારકશરીરનામકર્મ ૪. અંગોપાંગનામકર્મ ૩ ૧. ઔદારિકસંગોપાંગનામકર્મ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કર્મ-વિચાર ભાગ-૩ ૨. વૈક્રિયઅંગોપાંગનામકર્મ ૩. આહાર,અંગોપાંગનામકર્મ ૫. બંધન નામકર્મ ૧૫ ૧. ઔદારિક-ઔદારિકબંધનનામકર્મ ૨. ઔદારિક-તૈજસબંધનનામકર્મ ૩. દારિક-કાશ્મણબંધનનામકર્મ ૪. ઔદારિક-તૈજસ-કાશ્મણબંધનનામકર્મ ૫. વૈક્રિય-વૈક્રિયબંધનનામકર્મ ૬. વૈક્રિય-તૈજસબંધનનામકર્મ ૭. વૈક્રિય-કાર્પણબંધનનામકર્મ ૮. વૈક્રિય-તૈજસ-કાશ્મણબંધનનામકર્મ ૯. આહારક-આહારકતૈજસબંધનનામકર્મ ૧૦. આહારક-તૈજસબંધનનામકર્મ ૧૧. આહારક-કાશ્મણબંધનનામકર્મ ૧૨. આહારક-તૈજસ-કાશ્મણબંધનનામકર્મ ૧૩. તૈજસ-તૈજસબંધનનામકર્મ ૧૪. તૈજસ-કાશ્મણબંધનનામકર્મ ૧૫. કાર્પણ-કાર્મણબંધનનામકર્મ ૬. સંઘાતનનામકર્મ ૫ ૧. ઔદારિકસંઘાતનનામકર્મ ૪. તૈજસસંઘાતનનામકર્મ ૨. વૈક્રિયસંઘાતનનામકર્મ ૫. કાર્પણસંઘાતનનામકર્મ ૩. આહારકસંઘાતનનામકર્મ ૭. સંવનનનામકર્મ ૬ ૧. વજઋષભનારાયસંહનનનામકર્મ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨. ઋષભનારાચસંહનનનામકર્મ. ૩. નારાચસંહનનનામકર્મ. ૪. અર્ધનારાચસંહનનનામકર્મ. ૫. કિલિકાસંહનનનામકર્મ. ૬. સેવાર્તસંહનનનામકર્મ. ૮. સંસ્થાનનામકર્મ ૬. ૨. સમચતુરસ્રસંસ્થાનનામકર્મ. ૨. ન્યગ્રોધસંસ્થાનનામકર્મ. ૩. સાદિસંસ્થાનનામકર્મ. ૪. કુબ્જસંસ્થાનનામકર્મ. ૫. વામનસંસ્થાનનામકર્મ. ૬. હુંડકસંસ્થાનનામકર્મ. ૯. વર્ણનામકર્મ ૫. કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૪૯ ૧. કૃષ્ણવર્ણનામકર્ણ. ૪. હારિદ્રવર્ણનામકર્મ. ૨. નીલવર્ણનામકર્મ. ૫. શ્વેતવર્ણનામકર્મ. ૩. લોહિતવર્ણનામકર્મ, ૧૦. ગંધનામકર્મ ૨. ૧. સુરભિગંધનામકર્મ. ૨. દુરભિગંધનામકર્મ. ૧૧. રસનામકર્મ ૫. ૧. તિક્તરસનામકર્મ. ૪. આમ્લરસનામકર્મ. ૨. કટુકરસનામકર્મ. ૫. મધુ૨૨સનામકર્મ. ૩. કાયરસનામકર્મ. ૧૨. સ્પર્શનામકર્મ ૮. ૧. ગુરુસ્પર્શનામકર્મ. ૫. લઘુસ્પર્શનામકર્મ. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કર્મ-વિચાર ભાગ-૩ ૨. મૃદુસ્પર્શનામકર્મ. ૩. કર્કશસ્પર્શનામકર્મ. ૪. શીતસ્પર્શનામકર્મ. ૧૩. વિહાયોગતિનામકર્મ ૨. ૧. શુભવિહાયોગતિનામકર્મ. ૨. અશુભવિહાયોગતિનામકર્મ. ૧૪. આનુપૂર્વીનામકર્મ ૪. ૧. દેવાનુપૂર્વીનામકર્મ. ૨. મનુષ્યાનુપૂર્વીનામકર્મ. ૬. ઉષ્ણસ્પર્શનામકર્મ. ૭. સ્નિગ્ધસ્પર્શનામકર્મ. ૮. રુક્ષસ્પર્શનામકર્મ. ૩. તિર્યંચ્ચાનુપૂર્વીનામકર્મ. ૪. ના૨કાનુપૂર્વીનામકર્મ. ખાસ સૂચના-આ પ્રમાણે નામકર્મનાં ૧૦૩ નામો તમારે બરાબર મોઢે કરી નાંખવાં, અને બીજા ચાર કર્મનાં ૪૮ નામો આવી ગયાં છે. તે તો તમને બરાબર યાદ હશે. જો ન હોય તો તે પણ બરાબર મોઢે થયા પછી જ પાઠ આગળ ચલાવીશું. ૧. ગતિનામકર્મ- ગતિ-‘ગતિ” શબ્દનો અર્થ તો “જવું” થાય છે. પરંતુ દરેક શબ્દોના અર્થો તે તે શાસ્ત્રોની દૃષ્ટિથી પારિભાષિક બની જઈ રૂઢ થઈ જાય છે. એટલે અહીં કર્મ વિચારની દૃષ્ટિથી ગતિ શબ્દનો અર્થ “પરિસ્થિતિ’ એવો કરવો. આત્મા પાંચ પરિસ્થિતિમાં રહેતો જોવામાં આવે છે. તેમાંની ચાર પરિસ્થિતિમાં—તે આમાંથી તેમાં, અને તેમાંથી આમાં—આવ-જા કરે છે. અને પાંચમી સિદ્ધાવસ્થા નામની પરિસ્થિતિમાં ગયા પછી તેને ક્યાંય જવા આવવાનું થતું નથી, એ પરિસ્થિતિમાં કાયમ રહેવું, એ આત્માની સ્વાભાવિક પરિસ્થિતિ છે. આ ગતિનામકર્મ એ સ્વાભાવિક પરિસ્થિતિનું આચ્છાદન કરી બીજી ચાર પરિસ્થિતિમાં આત્માને ફેરવે છે. આ કર્મ તેમાં પ્રેરક છે. તેથી પણ આ કર્મનું નામ “ગતિનામકર્મ’' માનવામાં વાંધો નથી. કેમકે ચાર પરિસ્થિતિમાં ગતિ કરવી પડે છે. જો આ કર્મ ન હોય, તો આત્મા સિદ્ધાવસ્થાની પરિસ્થિતિમાં જ રહે. એટલે તે પરિસ્થિતિમાં થતી Page #276 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૫૧ સ્વાભાવિક ગતિ અટકાવી આ કર્મ બીજી ચાર પરિસ્થિતિઓ અને તેમાં ગતિ ઉત્પન્ન કરી આપે છે. જ્યાં સુધી એક પણ પરિસ્થિતિમાં આત્માને માટે જવાનું આ કર્મ નક્કી ન કરી આપે, ત્યાં સુધી બીજાં કર્મો પણ લગભગ પોતાની ભાવિ અસરો નક્કી કરી શકતાં નથી. એટલે આ કર્મને સૌથી પહેલું મૂકવામાં આવ્યું છે. આ કર્મ પરિસ્થિતિ નક્કી કરે છે. એટલે કે, સ્થાન, આકૃતિ, સ્વભાવ અને બીજી કેટલીક બાહ્ય સામગ્રીની સમાન અને વિષમ પરિસ્થિતિ નક્કી કરે છે. ૪૯. ૧. ૧. દેવગતિનામકર્મ–દેવોને યોગ્ય સ્થાન, જગ્યા, નિવાસ, સ્વભાવ, વૈભવ, આકૃતિ અને બીજી કેટલીક દેવયોગ્ય સામગ્રીને યોગ્ય પરિસ્થિતિ તે દેવગતિ કહેવાય છે, અને તે દેવગતિ પ્રાપ્ત કરાવનાર કર્મ તે દેવગતિનામકર્મ. આ કર્મને લીધે દેવ યોગ્ય પરિસ્થિતિ પ્રાપ્ત કરી તેમાં જીવને સંતોષ માનવો પડે છે. આ કર્મ ઉત્તમ પ્રકારના યોગસ્થાન અને અધ્યવસાયસ્થાનમાં જીવ વર્તતો હોય ત્યારે બાંધી શકે છે. ૫૦. ૨. ૨. મનુષ્યગતિનામકર્મ–ઘર બાંધીને રહેવું, સમાજ વ્યવસ્થા, રાજયવ્યવસ્થા, ધાર્મિકવ્યવસ્થા, કુટુંબવ્યવસ્થા, રાંધીને ખાવું, બે પગે ચાલવું, રીતસર ભાષા બોલવી, અમુક એક જાતની આકૃતિ ધરાવવી, મનન કરનાર મહાત્માપણે થવું વગેરે જાતની મનુષ્યને યોગ્ય પરિસ્થિતિ, તે મનુષ્યગતિ કહેવાય છે. એ પરિસ્થિતિ પ્રાપ્ત કરી તેમાં જીવને સંતોષ માનવો પડે છે. તે આ કર્મને લીધે. આ કર્મ સરળ સ્વભાવી તથા કંઈક ઉત્તમ યોગસ્થાન અને અધ્યવસાયસ્થાન ધરાવનાર આત્મા બાંધી શકે છે. અને પછી તે કર્મને લીધે આ સામગ્રીઓ મેળવી શકે છે. ૫૧. ૩. ૩. તિર્યગ્ગતિનામકર્મ–તિર્યશબ્દનો અર્થ “વાંકુંઆડું” થાય છે. તિર્યગતિમાં ઉત્પન્ન થયેલા ઘણાખરા આત્માઓને વાંકા વાંકા ચાલવું પડે છે. એટલે જેમ આપણે માથું છાતી અધ્ધર-સીધા રાખીને ચાલીએ છીએ તેવી રીતે ગાય, ઘોડા, હાથી વગેરે પ્રાણીઓ નથી ચાલતાં. આ ઉપલક્ષણથી બીજાં પણ એવાં બધાં પ્રાણીઓ માટે તિર્યમ્ શબ્દ Page #277 -------------------------------------------------------------------------- ________________ ર૫ર કર્મ-વિચાર ભાગ-૩ વપરાયો છે. તિર્યસ્થિતિમાં રહીને જીવન ગાળનારાં પ્રાણીઓની પરિસ્થિતિ તે તિર્ય ગતિ કહેવાય છે. જેમકે–પોતાનો જીવનવ્યવહાર તિર્મગુ રહીને ચલાવવો, જંગલમાં કે અમુક સ્થળોમાં રહેવું. અમુક જાતના ખોરાકથી નભાવવું, શરીરની અમુક એક ચોક્કસ આકૃતિ ધરાવવી વગેરે. આ પરિસ્થિતિમાં આત્માને જવાની પ્રેરણા કરનાર કર્મ તે તિર્ય ગતિનામકર્મ છે. બીજી એક ખૂબી તો એ છે કે, આ તિર્યમ્ શબ્દ લગભગ ઘણી જાતનાં પ્રાણીઓને લાગુ પડશે. ગાય, ઘોડા, હાથી વગેરે મોટાં પ્રાણીઓ પોતાનો વ્યવહાર તિર્યમ્ સ્થિતિમાં ઊભા રહીને ચલાવતાં આપણે જોઈએ છીએ, તેવી જ રીતે વાઘ, વરુ વગેરે જંગલી પ્રાણીઓ પણ. પક્ષીઓ પણ એવી જ રીતે આડા રહીને જીવન ચલાવે છે. પાણીમાં રહેલાં માછલાં, મગરમચ્છ પણ એમ જ રહે છે. આપણી પેઠે પેટ, છાતી, માથું વગેરે ઊંચા રાખીને નથી રહેતાં. તેના તે અવયવો જમીન તરફ હોય છે, એટલે તેમનું શરીર લગભગ લંબાઈમાં આડું હોય છે. સાપ, અજગર વગેરે જુઓ, તે પણ એમ જ જણાશે. તમને કેટલાંક વાંદરાંઓને તેમાંથી જુદા પાડવાનું મન થશે. પરંતુ તેઓ પણ ઘણી વખત પોતાનો જીવનવ્યાપાર આડા ચાલીને જ કરતા હશે. ત્યાંથી આગળ વધીને કીડી, મકોડા, વીંછી, અળસિયાં વગેરે કીડાઓ તરફ વળશો, તો તેમાં પણ તેઓ આપણને તિર્યગ્ર રહીને પોતાનું જીવન ચલાવતા માલૂમ પડશે. માટે આ તિર્ય શબ્દ એ વર્ગનાં સર્વ પ્રાણીઓની સમાન પરિસ્થિતિ સૂચવવા માટે પૂરતો છે. અને બીજી પરિસ્થિતિ કરતાં જુદો પણ પડે છે. દેવો, નારકો અને મનુષ્યો ઊભા ચાલે છે. અર્થાત્ એકંદર તેઓ પોતાનો ઘણોખરો જીવનવ્યવહાર છાતી, પેટ, મોં વગેરે અવયવો જમીન તરફ ન રાખતાં સામી દિશા તરફ રાખીને ચાલે છે. તેઓ કરતાં તિર્યંચ પ્રાણીઓ આ તિર્યપણાથી ખાસ કરીને જુદા પડે છે. અને એ ત્રણમાંથી દેવો દિવ્ય પરિસ્થિતિથી જુદા પડે છે. મનુષ્યો મનનની શક્તિથી જુદા પડે છે. નારકો નારક સ્થળ અને તેની ભયંકર પરિસ્થિતિથી જુદા પડે છે. માટે તે તે પરિસ્થિતિનાં નામ દેવગતિ, મનુષ્યગતિ અને નારકગતિ આપેલાં છે, તે બરાબર જણાય છે. આ રીતે સકર્મક પ્રાણી Page #278 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ચાલુ) ૨૫૩ વર્ગનાં મુખ્ય ચાર ભેદક કારણોથી મુખ્ય ચાર વર્ગ પાડવામાં આવ્યા છે. તેનાં પ્રેરક કર્મો પણ ચાર ગતિનામકર્મોથી ઓળખાવ્યાં છે. તિર્યગ્નતિનામકર્મ કપટી પ્રપંચી જીવન ગાળનારા બાંધે છે. પર. ૪. ૪. નારકગતિનામકર્મન્નારક સ્થળોમાં રહેલા, ભયંકર યાતનાઓથી ભરેલા વાતાવરણમાં રહેવું, ઈંડામાંથી નીકળેલા પીંછા વિનાના પક્ષીના બચ્ચા જેવી અણગમતી અમુક આકૃતિ ધારણ કરવી વગેરે વગેરે પરિસ્થિતિ, તે નારક ગતિ. અને તેનું પ્રેરક કર્મ, તે નારક ગતિનામકર્મ. આ કર્મ ઘણાં જ પાપી અને મહા આરંભનાં કામો કરનારા, ઊથલપાથલિયા માણસો તીવ્ર અશુભ અધ્યવસાય સ્થાનકો અને યોગ સ્થાનકોના બળથી બાંધે છે. ૨. જાતિનામકર્મ આખા પ્રાણીવર્ગના ચાર ગતિની દૃષ્ટિથી મુખ્ય ચાર વિભાગો પડે છે, તેમ જાતિની દૃષ્ટિથી મુખ્ય પાંચ વિભાગ પડે છે. જાતિના પેટા વિભાગ પાડતા પાડતા ઠેઠ વ્યક્તિ સુધી આવી જઈએ છીએ. એ વ્યક્તિ સુધી આવીને પણ બીજી વ્યક્તિ કરતાં અમુક એક વ્યક્તિને જુદી પાડવા માટે તેનું નામ રાખવું પડે છે. જેમ કે તમે અને છોટાલાલ બન્ને માણસ તો છો જ. જો કોઈ વણિકની જરૂર પડે, તો તમારામાંથી કોઈ પણ એક જાય તો ચાલે. તમે બન્ને સગા ભાઈ હો અને બેમાંથી ગમે તે એક માબાપની સેવા કરો, તો ચાલે, પરંતુ તમારાં લગ્ન કરવા હોય, કે મિલકતનો ભાગ આપવો હોય, ત્યારે બન્નેનાં જુદા જુદા નામની જરૂર પડે જ. “આ ભાગ છોટાલાલનો, આ ભાગ રસિકલાલનો. હવે નાતજાતમાં જમવા જવું હોય તો તમે વિશાશ્રીમાળીમાં જઈ શકો, પરંતુ આ ચંપકલાલને તો પોરવાડમાં જ જવું પડે. આ રીતે પ્રાણીવર્ગના એક મુખ્ય વિભાગમાં, તથા તેના પેટા વિભાગમાં આત્માને ઉત્પન્ન કરવાનું નક્કી કરી આપી, તે તે નામ નક્કી કરી આપવાનું કામ આ કર્મ કરે છે. આત્માની સમાન જાતિ બીજા આત્માઓ સાથે છે. અને તેનું મૂળ નામ, “આત્મા, જીવ” વગેરે છે. છતાં તેની એ સ્થિતિ આ કર્મ આવરી દે છે, અને પોતાની શુદ્ધ સમાનતા સિવાય બીજી જાતની સમાનતા તેમાં ઉત્પન્ન કરે છે. એટલે કે આત્માને શુદ્ધ સ્થિતિમાં રહેવા દેવાને બદલે બીજી જ પરિસ્થિતિમાં જન્માવે છે, ઉત્પન્ન કરે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કર્મ-વિચાર ભાગ-૩ છે. જાતિ શબ્દનો શબ્દાર્થ જન્મવું, ઉત્પન્ન થવું એવો થાય છે. જો કે જુદી. પરિસ્થિતિમાં ઉત્પન્ન થવાનું તો નક્કી થયું પરંતુ તેમાંયે અનેક ભેદો હોય છે. ત્યારે ક્યાં ઉત્પન્ન થવું આ પ્રશ્ન થાય છે. આ કર્મ આ પ્રશ્નનો નિકાલ કરે છે. પાંચ મુખ્ય પેટા ભેદોથી માંડીને ઠેઠ વ્યક્તિ સુધી ઉત્પત્તિના સ્થળ જણાવે છે, ને તેના નામો પણ નક્કી કરે છે. દાખલા તરીકે–તમારે પોતાને હવે પછી ક્યાં ઉત્પન્ન થવું? એ વિશે તમે તમારા પૂર્વભવમાં આ કર્મની ઑફિસમાં અરજી કરી. એટલે પહેલાં તો તમારી તપાસ કરવામાં આવી કે, “તમે અમારા–જાતિકર્મના કાર્યક્ષેત્રમાં છો કે નહીં?” જો તમારો આત્મા તદ્દન નિર્મળ જ હોત તો તો તે કર્મ લાચાર થઈને તમને સંભળાવી દેત કે, “હવે આપ અમારા કાર્યક્ષેત્ર બહાર છો, જયાં બધા નિર્મળ આત્માઓ રહેતા હોય કે પ્રગટ થતા હોય ત્યાં આપ પ્રગટ થાઓ અર્થાત મુક્તિમાં સિધાવો. અમે હવે કશું નહીં કરી શકીએ. પરંતુ જો તેને એમ લાગે કે, “આપ હજુ અમારા કાર્યક્ષેત્રમાં છો.” તો પછી તેના તરફથી નીચે પ્રમાણે લખાઈને હુકમ આવેલો હોવો જોઈએ. “તમે જાતિનામકર્મના કાર્યક્ષેત્રમાં આવી શકો છો. કારણ કે હજુ તમારામાં એવી યોગ્યતા પણ છે કે તમારે ક્યાંક ઉત્પન્ન થવું જોઈએ. અમારા મુખ્ય પાંચ વર્ગ છે. તેમાં ચડતાં ઊતરતા ક્રમ પ્રમાણે યોગ્યતા જોઈને અમારે ઉત્પન્ન થવાનો હુકમ આપવો પડે છે. તમારી યોગ્યતા કેટલેક અંશે સારી ગણાય ખરી, એટલે ઊંચા વર્ગમાં ઉત્પન્ન થવાનો હુકમ અમે આપી શકીએ છીએ. જો કે હવે પછીનું તમારું જીવન તમારે કયા સ્થળમાં, કયા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં, કયું અને કઈ જાતનું શરીર ધારણ કરીને વિતાવવાનું છે, તેની રૂપરેખા ગતિનામકર્સે કરી આપી છે જેના નમૂનાની નકલ અમને કર્મના કેન્દ્રમાંથી મળી છે તે આ સાથે સામેલ છે. તેના તરફ ધ્યાન આપીને બીજી કેટલીક તમારી આજ સુધીની પરિસ્થિતિ વિચારીને અમે લખી આપીએ છીએ કે આપે પંચેન્દ્રિયજાતિના વર્ગમાં, મનુષ્ય નામના પ્રાણીવર્ગમાં, આર્ય પ્રજાની ટોળીમાં, ક્ષત્રિય વિશ્લેવર્ણમાં, વીશા જ્ઞાતિમાં, અમુક ગોત્રમાં, અમુક શાખા ધરાવતા કુટુંબમાં, અમુક વડીલના હાથ નીચેના કુટુંબમાં, ઓસવાળ વંશમાં, અમુક વ્યક્તિના અમુક પુત્રની અમુક Page #280 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૫૫ પત્નીની કુક્ષિમાં જન્મ ધારણ કરવો. અને ત્યાર પછી આપનું નામ બીજા ભાઈઓથી જુદા પાડવા “રસિકલાલ” એવું રહેશે. એટલે એકંદર આપનું આખું નામ નીચે પ્રમાણે અમારી ઑફિસમાં રજિસ્ટર થયેલું રહેશે-- મહેતા, ઓસવાળશાખીય, વિશાજ્ઞાતીય, કૌશિકગોત્રીય, સરદાર કુટુંબમાં, રામચંદ્રના પુત્ર, ક્ષત્રિયવર્ણાય, ઐક્વાકુ વંશીય, પંચેન્દ્રિયજાતીય, રસિકલાલ નામના સંસારી આત્મા વગેરે વગેરે.” આ પરવાનો લઈને તમે બીજા જીવનમાંથી આ જીવનમાં ઉત્પન્ન થયા છો, આ રીતે બધા જીવો માટે સમજી લેવું. એમને એમ કયાંય ઉત્પન્ન થવાતું નથી. જાતિ જન્મ, તેનાં સ્થળ અને વિભાગ વગેરે નક્કી કરવાનું કામ આ કર્મનું છે. તેના મુખ્ય પાંચ વર્ગો છે. અને દરેકના ઉત્તરોત્તર પેટા ભેદો અનેક છે. જે આત્માની આજુબાજુ વર્ગ પ્રમાણે આ કર્મનાં કૂંડાળાં ગોઠવે છે. ૫૩. ૫. ૧. એકેન્દ્રિયજાતિનામકર્મ–એકેન્દ્રિયના વર્ગનાં નાનાં મોટાં કૂંડાળામાં ગમે ત્યાં યોગ્યતા પ્રમાણે ઉત્પન્ન થવાને પ્રેરક અને તે તે નામ ધારણ કરાવનાર કર્મ. તેના અનેક પેટા ભેદો થાય છે. પૃથ્વીવર્ગ, પાણીવર્ગ, અગ્નિવર્ગ, વાયુવર્ગ અને વનસ્પતિવર્ગ. તે દરેકના પણ પુષ્કળ પેટા ભેદો થાય છે. જેમકે, વનસ્પતિ વર્ગમાં, પ્રત્યેક અને સાધારણ, પ્રત્યેકમાં ઝાડ, વેલા, છોડ, ઘાસ એમ અનેક રીતે પેટા ભેદો છે. તેમાં પણ ફૂલ સહિત, ફૂલ વિના, અમુક જાતના પાંદડાવાળા કે અમુક જાતના ફળવાળા એમ વર્ગો પાડતા પાડતા ઠેઠ એક વ્યક્તિ સુધી જઈ શકાશે. જેમકે, લીંબડો આંબો વગેરે, તોપણ માત્ર જેઓને સ્પર્શ નામની એક ઇંદ્રિય અને તેને લગતી જ માત્ર બીજી સામગ્રી હોય એટલી સમાનતાવાળો પ્રાણી વર્ગ જ આ વર્ગમાં આવી શકે છે, બીજો ન આવી શકે. - ૫૪. ૬. ૨. બેઈન્દ્રિયજાતિનામકર્મ--સ્પર્શ અને રસ [જિલ્લ] એ બે ઇંદ્રિયોવાળા પ્રાણીવર્ગમાં ઉત્પન્ન કરાવી તેના પેટા વિભાગો પ્રમાણે નામ ધારણ કરાવનાર આ કર્મ છે. બેઇંદ્રિય અને તેને લગતી બીજી સમાન સામગ્રીવાળ પ્રાણીવર્ગ આ જાતિમાં ગણાય છે. તેની પણ અનેક શાખા પ્રશાખાઓ હોય છે. અળસિયાં, પોરા, કોડા વગેરે વગેરે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કર્મ-વિચાર ભાગ-૩ ૫૫. ૭. ૩. ત્રીન્દ્રિયજાતિનામકર્મ સ્પર્શ, રસ અને થ્રાણ એ ત્રણ ઇંદ્રિયો અને તેને લગતી બીજી કેટલીક સામગ્રીથી સમાનતા ધરાવનાર બધો પ્રાણીવર્ગ આ વર્ગમાં આવી શકે છે. અને તેની પણ અનેક શાખા પ્રશાખાઓ હોય છે. આ વર્ગમાં પ્રેરક અને તે નામ ધરાવી આપનાર કર્મ, તે ત્રીન્દ્રિયજાતિનામકર્મ કહેવાય છે. ૫૬. ૮. ૪. આ બન્નેમાં પણ ઉપર પ્રમાણે જ વિવેચન સમજી લેવું. ૫૭. ૯. ૫. માત્ર ચતુરિન્દ્રિયજાતિના વર્ગમાં ચક્ષુરિન્દ્રિય વધારે હોય છે. પંચેન્દ્રિયજાતિ વર્ગમાં શ્રોત્રેન્દ્રિય વધારે હોય છે. બાકી વિગત ઉપર પ્રમાણેના લખાણ પ્રમાણે સમજવી. ગતિનામકર્મ અને જાતિનામકર્મ પરિસ્થિતિ અને ઉત્પન્ન થવાના સંજોગો નક્કી કરી આપે છે. પરંતુ એટલા ઉપરથી જ તમારો આત્મા અત્યારે છે, તેવી સ્થિતિમાં નથી ગોઠવાઈ શક્યો. જ્યારે તે આ પહેલાના ભવમાંથી છૂટ્યો હશે, ત્યાં તેને આ સ્થળે– જયાં તમારે ઉત્પન્ન થવું હશે ત્યાં લાવી મૂકનાર આનુપૂર્વીનામકર્મ કહેવાય છે. જે સ્થળે ઉત્પન્ન થવાનું હોય, તે સ્થળે આત્માને આનુપૂર્વી કર્મ લાવીને મૂકે એટલે તરત પોતાની પાસે મેળવી રાખેલી કર્મની હૂંડીઓ આત્મા વટાવવા માંડે છે. તે જ વખતે–તે જ પહેલે સમયે–શરીરનામકર્મ ઉદયમાં આવે, અને મનુષ્યને યોગ્ય વર્ગણાઓ જ ગ્રહણ કરવાનો હક્ક મળે છે. પરંતુ પર્યાપ્તિનામકર્મના બળ વિના તે ગ્રહણ કરવાનું થાય શી રીતે ? એટલે તે વખતે પર્યાપ્તિનામકર્મ આહારપર્યાપ્તિનામકર્મને કામે લગાડી વર્ગણાઓ ગ્રહણ કરાવવા માંડે છે. જે વખતે વર્ગણાઓ ગ્રહણ થવા માંડે છે, તે જ વખતે આહાર કરેલી વર્ગણાઓનો જેવું શરીર બનાવવું હોય તેવો પરિણામ થવા માંડે છે, એટલે જો શરીરની રચના ગમન કરવા લાયક અવયવોવાળી કરવાની હોય તે ત્રસનામકર્મ તે વખતે પોતાની અસર બતાવે છે, અને પહેલેથી જ તેને યોગ્ય પરિણામ વર્ગણાઓ થવા માંડે છે અને જો સ્થિર રહેવા યોગ્ય રચના કરવાની હોય તો સ્થાવરનામકર્મ પોતાની અસર બતાવે છે. અને તેવી Page #282 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ચાલુ) ૨૫૭ રચનાને લાયક પરિણામ થવા માંડે છે. એ જ રીતે એક શરીરમાં એક જીવને રહેવાનું હોય તો પ્રત્યેકનામકર્મની અસર થઈ શરીરરચના તેવી થવા માંડે. અને જો એક શરીરમાં અનંત જીવોને રહેવાનું હોય તો સાધારણનામર્મ ઉદયમાં આવે, એટલે શરીરનું બંધારણ અનંત જીવોને રહેવા લાયક થવા માંડે છે. એ જ રીતે જો પૂળ રચના કરવાની હોય તો બાદરનામકર્મ અને સૂક્ષ્મ રચના કરવાની હોય તો સૂક્ષ્મનામકર્મ પોતાની અસર પહોંચાડવા માંડે છે. એટલે કે પહેલી વખતે આવેલી વર્ગણાના આહારનો પરિણામ જ પહેલેથી જ તેવો થવા માંડે છે. વળી, પરિણામ પામેલી વર્ગણામાંથી શરીરપર્યાપ્તિ શરીરને લાયક રચના કરે છે, તેની સાથે જ સંઘાતનનામકર્મ રીતસર સજાતીય શરીરના પરમાણુઓના જથ્થાને સજાતીય સાથે ગોઠવે છે બંધનનામકર્મ પરસ્પર ચોંટાડી પહેલેથી જ શરીર બાંધવાનું કામ કરવા માંડે છે. આ વખતે જ નિર્માણનામકર્મ પણ “ક્યા અવયવો ક્યાં ગોઠવવા? તે નક્કી કરવા માંડે છે અને અંગોપાંગનામકર્મ જેવાં અંગોપાંગ કરવાના નક્કી કરી આપ્યાં હોય, તેને ધ્યાનમાં રાખીને પ્રથમથી જ તેવો પરિણામ થાય છે. એટલે ઇંદ્રિયપર્યાપ્તિ જ્યારે ઇંદ્રિયોના વિભાગ અને તેના જુદા જુદા અવયવોમાં એ પરમાણુના જથ્થાને વહેંચવા માંડે છે ત્યારે પણ નિર્માણ અને અંગોપાંગને ધ્યાનમાં રાખીને પ્રથમથી જ થયેલા પરિણામ પ્રમાણે બરાબર ગોઠવાતા જાય છે. વળી એ અવયવોના અને એકંદર આખા શરીરના આકારો સંસ્થાનનામકર્મે નક્કી કરી આપ્યા હોય છે, તે પ્રમાણે પહેલેથી જ તેને યોગ્ય પરિણામ થાય છે, એટલે તૈયાર થતાની સાથે જ એ જાતનો આકાર ગોઠવાઈ જાય છે. એ જ રીતે મજબૂતી માટે પણ સમજવું. કારણ કે સંસ્થાનનામકર્મે પહેલેથી પરિણામ થતી વખતે પોતાની અસર પાડવી શરૂ કરી દીધી હોય છે. પછી તો રંગ, ગંધ, રસ અને સ્પર્શ પણ બહાર ગોઠવાઈ જાય છે. તેનું ચોક્કસ ધોરણ તો પહેલેથી જ વર્ણનામકર્મ, ગંધનામકર્મ, રસનામકર્મ, સ્પર્શનામકર્મે નક્કી કરી આપ્યું હોય છે. એટલે તે જ પ્રમાણેનો રંગ, ગંધ, રસ અને સ્પર્શ ઉત્પન્ન થઈ જાય છે. કારણ કે Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કર્મ-વિચાર ભાગ-૩ પહેલેથી પરિણામ થતી વખતે તે કર્મ ત્યાં હાજર હોય છે. તેને ધ્યાનમાં લઈને જ યથાયોગ્ય પરિણામ થવો શરૂ થાય છે. ત્યાર પછી શ્વાસ લેવાની શક્તિ કેટલી આપવી જોઈએ ? એ શ્વાસોચ્છવ્વાસનામકર્મે નક્કી કરી આપ્યું હોય છે. એટલે શરીરમાં તે પ્રમાણે જ શ્વાસોચ્છવાસ લેવાનું બળ ઉત્પન્ન થાય છે. અને પર્યાપ્તિ નામકર્મ શ્વાસોચ્છવાસપર્યાપ્તિ ઉત્પન્ન થાય કે તરત શ્વાસોચ્છવાસને યોગ્ય વર્ગણા લઈ પરિણાવીને શ્વાસ લેવા મૂકવાનું કામ શરૂ થઈ જાય છે. આ રીતે બાકીનાં નામકર્મો માટે સમજી લેવું. અહીં એક મોટા કારખાનાનું અને તેના મહાનિયામકનું દષ્ટાંત આપી શકાય. અથવા ચિત્રકારનું દષ્ટાંત આપી શકાય. કારખાનામાં જે જાતની ચીજ બનાવવી હોય તે પ્રમાણે જ પ્રથમથી જ વેતરણ કરવી પડે છે, અને સાધનો પણ તેવાં જ વસાવવાં પડે છે. અથવા ધારો કે, એક મકાન બનાવવું હોય તો બધી ચીજોની વેતરણ પહેલેથી જ તે પ્રમાણે તૈયાર થતી જોઈએ છીએ. ચિત્રકાર મોટું અને આબેહૂબ ચિત્ર કાઢવા ઇચ્છતો હોય તો પહેલેથી જ તે પ્રમાણે તેની રેખા દોરે છે, તેવા જ રંગ પસંદ કરે છે, પહેલેથી જ તેવી સફાઈ કરે છે, એમ પહેલેથી જ બધી યોગ્ય સામગ્રી મેળવતાં છેવટે બરાબર ચિત્ર તૈયાર થઈ જાય છે. પહેલેથી જેટલી ખામી રહી હોય, તેટલી છેવટે આખા ચિત્રમાં જણાયા વિના રહેતી નથી. ખાવાની ચીજ બનાવવામાં પણ પહેલેથી સાવચેતી રાખવામાં ન આવે, તો તેમાં છેવટે અનેક જાતની ખામીઓ અનુભવવી પડે છે. તેમ જ શરીરરચના થતાની સાથે જ પ્રત્યેક આત્માએ પોતે પૂર્વભવમાં આ ભવ માટે ઉપાર્જિત કરેલાં કર્મોની અસર પહેલેથી જ થવા માંડે છે, એટલે આખી રચના તે પ્રમાણે જ શરૂ થાય છે, અને છેવટે બધી અસરોના સરવાળારૂપ અમુક એક ચોક્કસ સ્વરૂપમાં આખું શરીર, સ્વભાવ અને એકંદર આખું જીવન ગોઠવાઈ જાય છે. અહીં જુઓ, બિચારા નિરંજન નિરાકાર સર્વ શક્તિમાન આત્માની સ્થિતિ ! તેને જુદી જુદી રીતે નચાવવાનું તથા તેના જુદા જુદા ઘાટ ગોઠવવાનું કામ નામકર્મ કરે છે. એટલા માટે નામકર્મને ચિત્રકાર સાથે સરખાવેલું છે. તે બરાબર સમજાશે. Page #284 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૫૯ ઉત્પન્ન થતાની સાથે જ દરેક નામકર્મો શરીરની બનાવટમાં પહેલેથી જ પોતપોતાની અસર કરવા માંડે છે, અને તે અસર પછી પરિણામે બહાર તેની અસર કેવી જણાય છે, તે હવે બરાબર સમજાશે. ૩. શરીરનામકર્મ– આ કર્મ, કર્મવિચાર પહેલા ભાગમાં જણાવેલી સોળ વર્ગણામાંની શરીરને યોગ્ય પાંચ વર્ગણામાંથી યથાયોગ્ય વર્ગણા ગ્રહણ કરવાનો હક્ક આપે છે. અને શરીર ટકી રહે ત્યાં સુધી તે પ્રમાણે વર્ગણા ગ્રહણ કરવાનો હક્ક આપ્યું જાય છે જેમાંથી પાંચ શરીર બને છે. ૫૮. ૧૦. ૧. ઔદારિકશરીરનામકર્મ–ઔદારિક વર્ગણામાંથી બનાવવામાં આવતું મનુષ્ય તથા તિર્યંચોનું શરીર ઔદારિક શરીર કહેવાય છે. અને તે બનાવવા માટે જીવન પર્યત વર્ગણાઓ આપનાર આ કર્મ છે. ૫૯. ૧૧. ૨. વૈક્રિયશરીરનામકર્મ–વૈક્રિય વર્ગણામાંથી બનાવવામાં આવતું સામાન્ય રીતે દેવો અને નારકોનું શરીર વૈક્રિય શરીર કહેવાય છે. તે બનાવવા માટે જીવન પર્યત વર્ગણાઓ અપાવનાર આ કર્મ છે. ૬૦. ૧૨. ૩. આહારકશરીરનામકર્મ–આહારક વર્ગણામાંથી બનાવવામાં આવતું, ચતુર્દશ પૂર્વધરોને ખાસ કામ પ્રસંગે ઉપયોગનું, લગભગ એક હાથ પ્રમાણનું શરીર, તે આહારક શરીર કહેવાય છે. અને તે બનાવવા માટે અંતર્મુહૂર્ત સુધી વર્ગણાઓ અપાવનાર આ કર્મ છે. - ૬૧. ૧૩. ૪. તૈજશરીરનામકર્મ–તૈજસ વર્ગણામાંથી આ શરીર બને છે. અને તે શરીર આખા શરીરમાં વ્યાપી રહેલું હોય છે. શરીરમાં તેમ જ જઠરમાં રહેતી ગરમી આ શરીરને લીધે હોય છે. તૈજસ્ શરીર બનાવવા માટે આ કર્મ વર્ગણા અપાવવાનું કામ કરે છે. ૬૨. ૧૪. ૫. કામણશરીરનામકર્મ-કાશ્મણ શરીર કાર્પણ વર્ગણામાંથી બને છે. બધા કર્મો જ આ શરીરરૂપે પરિણામ પામે છે, એમ કહીએ તો ચાલે. કાર્પણ શરીર પણ આખા શરીરમાં વ્યાપેલ હોય છે. કાર્પણ શરીર બનાવવા માટે આ કર્મ વર્ગણાઓ અપાવે છે. આ પાંચ શરીરને માટે વિગતવાર ઘણું સમજાવવા જેવું છે, પરંતુ , Page #285 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ કર્મ-વિચાર ભાગ-૩ તે અહીં *ન સમજાવતાં આગળ ઉપર પ્રસંગે સમજાવીશું. તો પણ એટલું યાદ રાખવાનું કે છેલ્લાં બે શરીર આત્માથી કદી છૂટાં પડતાં નથી. એ બે શરીરથી તદ્દન મોક્ષ થાય, ત્યારે જ આત્માનો મોક્ષ થાય છે, બિચારો આ જાળમાંથી è છે. એટલે એક જન્મમાંથી બીજા જન્મમાં જતી વખતે એ બે શરીરો તો સાથે હોય જ છે. તેના બળથી નવા જન્મમાં બધી નવી જીવનસૃષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે. ૪. અંગોપાંગનામકર્મ– - આ કર્મ શરીરના અંગોપાંગનું નિયામક છે. જો આ કર્મ ન હોય, તો આપણું શરીર માત્ર એક ગોળમટોળ દડા જેવું થાય. પરંતુ તેમાં હાથ, પગ, માથું વગેરે અવયવો જોવામાં આવે છે, તે આ કર્મને લીધે છે. જો કે, કયા અવયવો ક્યાં જોઈએ? તે નિર્માણ નામકર્મ નક્કી કરી આપે છે, અને તે અવયવોના ઘાટ તથા મજબૂતી, સંસ્થાન અને સંવનન નામકર્મ નક્કી કરી આપે છે. તથા રંગ વગેરે વર્ણ નામકર્મ વગેરે નક્કી કરી આપે છે. શરીરનામકર્મે બધો કાચો મસાલો તૈયાર કર્યો હોય છે. પરંતુ “આ પ્રાણીને અમુક અમુક અંગો ફૂટવાં જોઈએ” એ કામ આ અંગોપાંગનામકર્મ નક્કી કરી આપે છે. તૈજસુ અને કાશ્મણ શરીરને અંગોપાંગો નથી હોતાં. પરંતુ પ્રથમના ત્રણ શરીરને હોય છે. કયા પ્રાણીને કયાં અંગોપાંગો હોય છે ? કેટલાં હોય છે? એ વિશે ઘણી જ વિચિત્રતા છે. પરંતુ સામાન્ય રીતે નીચે પ્રમાણેનાં અંગોપાંગો હોય છે. અંગો-૨ હાથ, ૨ પગ, ૧ માથું, ૧ પેટ, ૧ છાતી, ૧ પીઠ. અંગ એટલે મોટાં અંગો. ઉપાંગોઆંગળા, નાક, કાન વગેરે વગેરે નાનાં અંગો. અંગોપાંગોવાળ, દાંત, નખ વગેરે વગેરે નાના અવયવો. અંગોયે નહીં, ને ઉપાંગોયે નહીં. પણ તેના જેવા, તે અંગોપાંગો. ૬૩. ૧૫. ૧. ઔદારિકસંગોપાંગનામકર્મ. ઔદારિકશરીરમાં અંગોપાંગ ઉત્પન્ન કરાવનાર આ કર્મ છે. * શરીર, બંધન, સંઘાતન અને પર્યાપ્તિ નામકર્મ માટે વિસ્તારથી સમજાવવાની તૈયારી કરી હતી. પરંતુ પુસ્તક અને સામગ્રી જોતાં અહીં સંક્ષેપમાં આપવું ઉચિત ગણેલ છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૬૧ ૬૪. ૧૬. ૨. વૈક્રિયઅંગોપાંગનામકર્મ. ૬૫. ૧૭. ૩. આહારકઅંગોપાંગનામકર્મ. ઉપર પ્રમાણે સમજી લેવાં. ૫. બંધનનામકર્મ. આ કર્મ, શરીરને માટે મળેલી વર્ગણાઓને પરસ્પર મેળવી તેનું એકાકાર મિશ્રણ કરે છે. આત્મા જ્યારે બીજા ભવમાંથી આવ્યો તે વખતે તેની સાથે તૈજસ્ અને કાર્મણ એ બે શરીર તો હતાં જ. ત્યાર પછી જે સમયે તેણે સૌથી પહેલી ઔદારિક વર્ગણા લીધી, ત્યારે તૈજસ્ અને કાર્મણ વર્ગણાઓ પણ લીધી જ હતી. હવે પ્રથમનાં બે શરીરની સાથે નવા શરીરને એકાકાર કરવું જોઈએ. એટલે ઔદારિક વર્ગણાના પરમાણુઓનો યોગ્ય પરિણામ થઈ જાય કે તરત આ બંધન નામકર્મ તૈજસ્ તથા કાર્પણ સાથે તેને મેળવે છે. અને પછી નવી ઔદારિક વર્ગણા આવે તેને પોતાની સાથે મેળવે છે. તે જ સમયે તૈજસ્ અને કાર્પણ ૫૨માણુઓ નવા આવે છે. તેને પણ એકાકાર કરી આપે છે. બીજું, તૈજસ્ અને કાર્યણ એ બન્ને શરીરનું કાર્ય જો કે જુદું જુદું હોય છે. છતાં તે બન્ને પણ એકાકાર થયેલાં હોય છે. આ રીતે એકાકાર થયેલાં શરીરો જલદી જુદાં પડી શકતાં નથી. કેવી વિચિત્ર ઘટના ! છેવટે પ્રાણી ઘણી ભૂલો કરે ત્યારે જ એ સંબંધ છૂટો પડે છે. અને છેવટે નવું બનાવેલું હતું તે શરીર પણ છોડીને, કાર્મણ તૈજસના મિશ્રણવાળા શરીરને જુદું પાડી તેને પોતાની સાથે લઈ આત્મા ભવાંતરમાં ચાલ્યો જાય છે. આ રીતે વિચાર કરતાં નીચે પ્રકારે બંધનો નક્કી થયાં— ૧. đજ-કાર્યણ. ૨. તૈજસ્-તૈજસ્. ૩. કાર્મણ-કાર્મણ. ૪. ઔદારિક-તૈજસ્. ૫. ઔદારિક-કાર્યણ. ૬. ઔદારિક-તૈજસ્ કાર્મણ. ૭. ઔદારિક-ઔદારિક. આ સાત રીતે પરસ્પર મિશ્રણ થઈ શરીરનું બંધારણ બંધાય છે. હવે દેવ તથા નારકને વૈક્રિય શરીર હોય છે. એટલે તેઓને ઔદારિકને બદલે વૈક્રિય શબ્દ મૂકવો. અને આહારક શરીરવાળાને આહારક Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કર્મ-વિચાર ભાગ-૩ શબ્દ મૂકવો. એમ દરેકને સાત સાત બંધનો થશે. તેમાંના પહેલા ત્રણ દરેકમાં સરખા હોવાથી તેની સંખ્યા જુદી ન ગણતાં કુલ ૧૫ જાતનાં બંધનો આખા પ્રાણીવર્ગ માટે નક્કી થયાં. કોને કઈ વખતે કેટલાં હોય ? એ વિચાર અહીં કરીએ ૬૬. ૧૮. ૧. તૈજસુ-કાશ્મણ બંધન નામકર્મ તૈજસ્ શરીરપણે પરિણત થયેલી તૈજસ વર્ગણા અને કાશ્મણ શરીરપણે પરિણત થયેલી કાર્પણ વર્ગણા, તેનું પરસ્પર એકાકાર મિશ્રણ થવું, તે તૈજ-કાશ્મણ બંધન. અને આ કર્મ, તેનું પ્રેરક કર્મ છે. ૬૭. ૧૯. ૨. તૈજસ-તૈજસ્ટ્ર બંધન નામકર્મ–નવી આવેલી પરિણત તૈજસ્ વર્ગણા જૂની પરિણત તૈજસ્ વર્ગણા સાથે મિશ્રણ પામે, તે તૈજસ તૈજસ બંધન. તેનું પ્રેરક આ કર્મ છે. ૬૮. ૨૦. ૩. કાશ્મણ-કાર્પણ બંધન નામકર્મ–નવી આવેલી પરિણત કાર્મણ વર્ગણા જૂની પરિણત કાર્મણ વર્ગણા સાથે મિશ્રણ પામે છે, તે કામણ-કાર્પણ બંધનતેનું પ્રેરક આ કર્મ છે. બે ભવ વચ્ચે અને બીજે પણ કોઈ કોઈ પ્રસંગે આ ત્રણ જ બંધન હોય. - ૬૯. ૨૧. ૪. ઔદારિક ઔદારિકબંધન નામકર્મ–નવી આવેલી પરિણત ઔદારિક વર્ગણા જૂની પરિણત ઔદારિક વર્ગણા સાથે એકાકાર થાય, તે ઔદારિક-ઔદારિક બંધન. તેનું પ્રેરક આ કર્મ છે. ૭૦. ૨૨. ૫. ઔદારિક-કાશ્મણબંધનનામકર્મ ૭૧. ૨૩. ૬. દારિક-તૈજસુબંધનનામકર્મ ૭૨. ૨૪. ૭. ઔદારિક-તૈજસકામણબંધનનામકર્મ ઉપર પ્રમાણે પરિણત ઔદારિકવર્ગણા તૈજસ અને કાર્મણ સાથે મિશ્રણ પામે છે અને છેવટે એ બન્નેના મિશ્રણ સાથે પણ એકાકાર થાય છે. ત્યારે ઉપરનાં ત્રણ બંધન થાય છે અને તેનાં પ્રેરક આ ત્રણ કર્મો છે. પ્રથમ સમયે આવેલી ઔદારિકવર્ગણાનો પ્રથમ સંબંધ તે જ વખતે Page #288 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૬૩ નવી આવેલી તૈજસ્ અને કાર્મણ સાથે થાય, તથા તૈજસ્કાર્મણના મિશ્રણ સાથે મિશ્રણ થઈ જાય. પછી આવેલી નવી ઔદારિકવર્ગણાનો સંબંધ પ્રથમની ઔદારિક સાથે, તે જ વખતે નવી આવેલી તૈજસ્ અને કાર્પણ સાથે અને છેવટે તૈજસ્ કાર્યણના એકાકાર મિશ્રણ સાથે એકાકાર થાય છે. ઉપર પ્રમાણે જ વૈક્રિયશરીરવાળાને અને આહારકશરીરવાળાને માટે સમજી લેવા. ૭૩. ૨૫. ૮. વૈક્રિય-વૈક્રિયબંધનનામકર્મ ૭૪. ૨૬. ૯. વૈક્રિય-વૈજબંધનનામકર્મ ૭૫. ૨૭. ૧૦. વૈક્રિય-કાર્યણબંધનનામકર્મ ૭૬. ૨૮. ૧૧. વૈક્રિય-તૈજસ્-કાર્યણબંધનનામકર્મ ૭૭. ૨૯. ૧૨. આહારક-આહારકબંધનનામકર્મ ૭૮. ૩૦. ૧૩. આહારકતૈજસ્-બંધનનામકર્મ ૭૯. ૩૧. ૧૪. આહારક-કાર્મણબંધનનામકર્મ ૮૦. ૩૨. ૧૫. આહારક-તૈજસ્-કાર્યણબંધનનામકર્મ દેવનારકને ઔદારિક સાથેના ચાર બંધનને બદલે આ ચાર વધારે હોય છે. એટલે કુલ સાત બંધન તેને પણ હોય છે. ચાર બંધનનાં પ્રેરક આ ચાર કર્યો છે. ચતુર્દશ પૂર્વધર જ્યારે આહારકશરીર બનાવે ત્યારે આ ચાર જાતનાં બંધનોનો સંભવ ઉત્પન્ન થાય છે. એટલે તે પણ સાત થાય છે. તે વખતે આ કર્મ આ ચાર બંધનોમાં પ્રેરક થાય છે. જો આ બંધનનામકર્મ ન હોય, તો શરીરની વર્ગણાઓનું પરસ્પર એકાકાર મિશ્રણ ન થાય. એટલે રેતીના લાડુની માફક પવનનો ઝપાટો લાગતાં જ શરીર વેરાઈ જાય અથવા પાણીનો દરેડો પડતાં ગળી જાય. પરંતુ તેમ બનતું નથી, તે આ કર્મને લીધે. ૬. સંઘાતનનામકર્મ સમ્ ઉપસર્ગ હન્ ધાતુ ઉપરથી સંઘાતન શબ્દ બને છે. તેનો અર્થ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કર્મ-વિચાર ભાગ-૩ એકઠું કરવું, જથ્થો કરવો, ઢગલો કરવો, એવો થાય છે. આ કર્મનું કામ ત્રણ રીતે સમજાય છે. [૧] શરીરનામકર્મને લીધે તે તે વર્ગણા મેળવવાનો આત્માનો હક્ક નક્કી થાય છે. પરંતુ વર્ગણાઓ પણ પરમાણુઓના સ્કંધોની બનેલી હોય છે. અને પરમાણુઓનો બંધ થાય ત્યારે સંઘાત નામના પરિણામ વિશેષથી કંધો બને છે, સંઘાત થવામાં સ્નિગ્ધત્વ (ચીકાશ) અને રુક્ષત્વ (લુખાપણું) નામના બે પરમાણુધર્મો કારણભૂત બને છે. આ રીતે સ્કંધમાં બંધ થવામાં સંઘાત કારણભૂત બને છે. એટલે કે સંઘાત થવામાં સંઘાતનનામકર્મ કારણભૂત છે. અને બંધ થવામાં બંધન નામકર્મ કારણ છે. જે પ્રાણીનું જે જાતનું સંઘાતનનામકર્મ તે જ પ્રમાણે પરમાણુઓમાં સંઘાત થાય. અને જેવું બંધનનામકર્મ, તે પ્રમાણે બંધન-બંધ થાય. જો બંધન અને સંઘાતનનામકર્મ ન હોય, તો સીધેસીધા કેવળ પરમાણુઓનું શરીર બનવું જોઈએ. પરંતુ તેમ ન બનતાં બંધ પામેલા અને સંઘાત પામેલા પરમાણુઓની વર્ગણાઓ શરીર બાંધવાના કામમાં આવે છે. આમ આ જાતના અણુસમૂહો જ શરીર બાંધવાના કામમાં આવે છે, બીજા છૂટા પરમાણુઓ નહીં. તેનું કારણ શું ? એ ઉપરથી નક્કી થાય છે કે, વર્ગણાઓના બંધનમાં બંધનનામકર્મ અને સંઘાતમાં સંઘાતનનામકર્મ કારણ છે. શરીર બાંધવામાં ગ્રહણ થતી દરેક પ્રાણીની વર્ગણાઓની સંખ્યા તથા તેની ઉત્તમતા મધ્યમતા વગેરે શરીરનામકર્મની તરતમતાને આભારી છે. તે તરતમતાનું પ્રેરક પ્રતિ પ્રાણીના સંઘાતનનામકર્મ અને બંધનનામકર્મ છે—વગેરે હકીકત ધ્યાનમાં રાખીને આ અર્થ કરવામાં આવેલો છે. [૨] જ્યારે આત્મા ઉત્પન્ન થાય છે, ત્યારે અને પછી પણ ઓછામાં ઓછી ત્રણ વર્ગણાઓ તો ગ્રહણ કરે જ છે. બે ભવની વચ્ચેના વખતમાં બે ગ્રહણ કરે છે. વૈક્રિયશરીરવાળા અને આહારકશરીરવાળા ત્રણ ગ્રહણ કરે છે. એટલે તૈજસ્ અને કાર્યણ તો દરેક ક્ષણે ગમે તે વખતે ગ્રહણ થાય જ છે. માત્ર વિગ્રહગતિના કે સમુદ્ધાતના અનાહારક ક્ષણમાં કોઈ પણ પ્રકારની વર્ગણાનું ગ્રહણ જીવ કરતો નથી. પરંતુ જ્યારે વર્ગણા ગ્રહણ કરવાની જ હોય ત્યારે વર્ગણાઓ તો બધી એકમેક મિશ્રિતરૂપમાં જ હોય Page #290 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૬૫ છે. એક સોયના નાકા જેટલી જગ્યામાં પણ બધી વર્ગણાઓ હોય છે. એટલા એ સમુદાયમાંથી આ સંઘાતનનામકર્મ સજાતીયવર્ગણાઓને પોતાની સજાતીયવર્ગણા તરફ ખેંચી એકત્ર કરે છે. ૩. અથવા, આ રીતે શરીરનામકર્મ, આહારપર્યાપ્તિ તથા શરીર પર્યાપ્તિનામકર્મના બળથી પરિણામ પામીને આવેલી વર્ગણાઓને સજાતીય તથા વિજાતીય વર્ગણા સાથે સંઘાતન કરી મૂકે એટલે પછી બંધનનામકર્મ તેનું પરસ્પર બંધન કરી નાંખે. આ બાબત હજુ આ વિષયના નિષ્ણાતો સાથે ચર્ચા કરીને શાસ્ત્રનો તાત્પર્યાર્થ નક્કી કરવો. બંધન જો કે અનેક જાતનાં થાય છે. પરંતુ જૂની વર્ગણાઓ સાથે નવી જે વર્ગણાઓનું સંધાન કરવાનું હોય છે, તે વધારેમાં વધારે પાંચ જાતનું હોય છે. એટલે સંઘાતનનામકર્મ પાંચ જાતના ગણાવેલાં છે. ૮૧. ૩૩. ૧. ઔદારિકસંઘાતનનામકર્મ—ઔદારિક વર્ગણાના સંઘાતમાં પ્રેરક કર્મ. એ જ પ્રમાણે નીચેના ચાર સમજી લેવા. ૮૨. ૩૪. ૨. વૈક્રિયસંઘાતનનામકર્મ ૮૩. ૩૫. ૩. આહા૨કસંઘાતનનામકર્મ ૮૪. ૩૬. ૪. તૈજસંઘાતનનામકર્મ ૮૫. ૩૭. ૫. કાર્યણસંઘાતનનામકર્મ ઉપર પ્રમાણે જ વૈક્રિય વગેરે માત્ર શબ્દના ફેર કરીને ભાવાર્થ સમજી લેવો. ૭. સંહનનનામકર્મ. આ કર્મ શરીરની મજબૂતીનું પ્રેરક છે. શરીરમાં જે મજબૂતી જણાય છે, તે સંહનન અને તે ઉત્પન્ન કરનાર આ કર્મ છે. જો આ કર્મ ન હોય તો શરીરમાં મજબૂત ન આવે. બળનું પ્રેરક જો કે આત્મિક વીર્ય-શક્તિ છે. છતાં તેને પ્રગટ થવા માટે શરી૨માં જે મજબૂતી હોય છે, તેનું પ્રેરક આ કર્મ છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ કર્મ-વિચાર ભાગ-૩ ભવિષ્યમાં શરીરની મજબૂતી જેવી થવાની હોય, તેમાં ઉપયોગી થાય તેવી જ રીતે પહેલે સમયેથી જ ગ્રહણ કરેલી વર્ગણામાં પરિણામ થવા લાગે છે. પ્રત્યેક પ્રાણીની મજબૂતી એકઠી કરીએ તો તેમાં અનેક જાતની ચઢતા ઊતરતા ક્રમની મજબૂતી માલૂમ પડશે. પરંતુ તેનું સામાન્ય વર્ગીકરણ કરીને છ દાખલાની છ પ્રકારની શરીરની મજબૂતી સમજાવવામાં આવે છે. ૮૬. ૩૮. ૧. વજઋષભનારાચસંહનનનામકર્મ. વજ્ર એટલે ખીલો. ઋષભ એટલે પાટો. નારાચ એટલે બન્ને તરફ મર્કટબંધ, એટલે વાંદરીને પેટે જેમ તેનું બચ્ચું વળગી રહે છે, વાંદરી ગમે તેમ કૂદે પણ તે છૂટું ન જ પડે, તેમ. અથવા તમારા બન્ને હાથથી મજબૂત તમારા પોતાના જ હાથના કાંડા પકડો. બસ આનું નામ મર્કટબંધ. તેના ઉપર એક મજબૂત ઋષભ એટલે લોઢાનો પાટો વીંટી લઈએ, અને પછી તેના પર સોંસરો લોઢાનો ખીલો ઠોકી બેસાડીએ એટલે કેટલી બધી મજબૂતી થાય ? બસ. જેના શરીરના હાડકાનું બંધારણ આટલું બધું મજબૂત હોય, તેનું નામ વજઋષભનારાચસંહનન કહેવાય. આ સંહનન કહેવાય. આવું સંહનન એટલે શરીરનો આવો મજબૂત બાંધો ઉત્પન્ન કરે તે કર્મ વજ ઋષભ નારાચ સંહનન નામકર્મ કહેવાય. અહીં ખાસ એક વાત સ્પષ્ટ કરવાની જરૂર જણાય છે કે, વજ ઋષભનારાચસંહનન, અને વજઋષભનારાચસંહનનનામકર્મ—એ બન્ને જુદી જુદી વસ્તુઓ છે. સંહનન એ શરીરમાં ઉત્પન્ન થયેલી મજબૂતી છે. અને સંહનન નામકર્મ, એ મજબૂતી ઉત્પન્ન કરનાર કર્મ છે. તેવી જ રીતેઔદારિક શરીર અને ઔદારિકશરીરનામકર્મ, એ બન્ને પણ જુદી જુદી વસ્તુઓ છે. ઔદારિકશરીર ઔદારિકવર્ગણાનું બને છે. અને તેનું પ્રેરક કર્મ, તે ઔદારિક શરીરનામકર્મ છે. દરેક કર્મ કાર્મણ વર્ગણાના હોય છે. અને તે પ્રથમ બાંધવામાં આવે છે, અને તેનું અમુક વખતે ફળ મળે છે. ત્યારે ઔદારિક શરીર વગેરે તેનાં ફળ છે. દેવગતિ ફળ છે. દેવગતિરૂપે ફળ આપનાર કર્મ તે દેવગતિનામકર્મ. તે જ રીતે ઔદારિકાદિક શરીરની વર્ગણાઓમાં થતો Page #292 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ર૬૭ સંઘાત, તે સંઘાતન. અને તેનું પ્રેરક કર્મ તે સંઘાતનનામકર્મ. આ ભેદ જો કે તમે આટલું શીખ્યા છો, એટલે સમજતા હશો જ. પરંતુ વધારે સ્પષ્ટ કરવાના હેતુથી, અથવા ભૂલ ન થઈ જાય એવા હેતુથી તમને ચેતવ્યા છે. માટે હવે દરેક પ્રસંગે કર્મ અને કર્મનું ફળ એ બન્નેનો જુદો જુદો અભ્યાસ કરજો . બરાબર છે, કોઈ વખતે ગૂંચવાડો થઈ જવા સંભવ છે. આટલી ચેતવણીથી હવે બરાબર સાવચેત રહીશું. ઘણી વખત એવી ભૂલ થાય છે કે, ઔદારિકશરીરનામકર્મ વિશે પ્રશ્ન પૂછ્યો હોય છે, અને વિદ્યાર્થીઓ ઔદારિકશરીર વિશે સમજાવીને ચૂપ રહે છે, અથવા ઔદારિકશરીર વિશે પ્રશ્ન હોય તો, ઔદારિકશરીરનામકર્મની વ્યાખ્યા બોલી જાય છે. આવો ભ્રમ થઈ જતો ઘણી વખત જોવામાં આવે છે. ૮૭. ૩૯. ૨. ઋષભનારાચસંહનનનામકર્મમર્કટ બંધ પહેલા જેવો રાખો ને તેના પર પાટો પણ રહેવા દો. માત્ર ખીલો નહીં. એમ જે જાતની મજબૂતી થાય, એવો હાડનો બાંધો, તે ઋષભ નારાજ સંહનો. અને તેવો બાંધો અપાવનાર કર્મ, તે ઋષભ નારાચસંહનન નામકર્મ. ૮૮. ૪૦. ૩. નારાચસંહનનનામકર્મ—માત્ર બને તરફ મર્કટ બંધ જ, પરંતુ તેના ઉપર પાટો કે ખીલો કશુંયે નહીં. એવો બાંધો તે નારાચ સંહનન, અને તેનું પ્રેરક એટલે તે અપાવનાર કર્મ તે મારા સંતનન નામકર્મ. ૮૯. ૪૧. ૪. અર્ધનારાચસંહનનનામકર્મ–તમે તમારા હાથના બન્ને કાંડા પરસ્પર પકડ્યા છે. તેમાંનો એક હાથ છૂટો કરો એટલે એક તરફ મર્કટ બંધ રહેશે. આનું નામ અર્ધ નારાચ. આવો હાડકાનો બાંધો તે અર્ધનારાચ સંહનન અને તે અપાવનાર કર્મ, તે અર્ધનારાચ સંહનન નામકર્મ. ૯૦. ૪૨. ૫. કિલિકાસંવનનનામકર્મ–બસ, બન્ને તરફનો મર્કટ બંધ છોડી નાંખો. માત્ર બન્ને હાથને પાસે પાસે રાખો. માત્ર તેની વચ્ચે એક નાનકડી નાજુક પાતળી ખીલી-કિલિકા નાખી દઈએ. અને જે મજબૂતી થાય, Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ કર્મ-વિચાર ભાગ-૩ તેના જેવો શરીરના હાડનો બાંધો, તે [કિલિકા દષ્ટાન્નોપલક્ષિત] કિલિકાસંહનનનામકર્મ. અને તેવું સંહનન અપાવનાર કર્મ તે કિલિકા સંહનન નામકર્મ. ૯૧. ૪૩. ૬. સેવાર્તાસંહનનનામકર્મ બસ. ખીલી પણ નહીં. માત્ર પાસે પાસે રહેલા હાડકાના સાંધા બહુ જ સાધારણ મજબૂતીથી વળગી રહ્યા હોય છે. આમ અલ્પ મજબૂતીવાળા શરીરના બાંધાને માટે સેવાર્ત, છેદાર્ત, સૃપાટક, છેવઠું એવા જુદા શબ્દો છે. તેનું પ્રેરક કર્મ તે સેવાર્ત સંહનનનામકર્મ. જો કે દરેકને આ પ્રમાણે જ હાડકાનો બાંધો હોય છે, એમ નથી. પરંતુ કેટલાકને શરીરમાં હાડકાં નથી પણ હોતાં, તેથી આ દાખલા ઉપરથી માત્ર શરીરની મજબૂતીનો પ્રકાર સમજી લેવો. એક એકના વર્ગમાં આવા અનેક ઓછાવત્તા પ્રકારો પડી જાય છે. માત્ર શાસ્ત્રોપયોગી વિષય સમજાવવા માટે આમ સ્થૂળ પ્રકાર પાડી બતાવ્યા છે. પરંતુ શરીરની મજબૂતી વિશે એકલું સ્વતંત્ર શાસ્ત્ર રચવા બેસીએ તો વિગતવાર વધારે પેટા ભેદો પાડીને તેનું વર્ગીકરણ કરી વિવેચન કરી શકાય. પરંતુ અહીં કર્મશાસ્ત્રમાં તેનો જે રીતે ઉપયોગ છે, તેટલા પૂરતો નિર્દેશ કરવામાં આવ્યો છે ને તે જ ઉચિત છે. ૮. સંસ્થાનનામકર્મ– આ કર્મ શરીર, તેના અવયવો, અને એકંદર તેની રચનાની પ્રમાણસરતાનું પ્રેરક કર્મ છે. સંક્ષેપમાં માત્ર અહીંના ઉપયોગ પૂરતા તેના ૬ પ્રકારો બતાવ્યા છે. આ કર્મ ન હોય તો શરીર વગેરેની આકૃતિનું કંઈ ઠેકાણું ન રહે. વિરૂપ આકૃતિવાળો માણસ પણ સૌભાગ્યનામકર્મને લીધે બીજાને વહાલો લાગે, તથા યશનામકર્મને લીધે તેનો યશ પણ ફ્લાય, છતાં જેના શરીરની આકૃતિ સુંદર હોય. એટલું પુણ્ય જેણે ઉપાર્યું હોય, તે સુભગ અને યશસ્વી પણ હોય. કદાચ આ રીતે સુંદર આકૃતિ જેમ મોહક અને આકર્ષક બને છે, તેમ આકર્ષકતાના કારણ સૌભાગ્યનામકર્મ વગેરે પણ હોય છે. માત્ર શરીર વગેરેની આકૃતિનું નિયામક આ કર્મ છે. જગતભરમાં ત્રણ કાળમાં ઉત્પન્ન થતા પ્રાણીમાત્રના શરીરની Page #294 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૯ આકૃતિના વર્ગ પાડીએ તો અસંખ્ય વર્ગ પડી શકે. પરંતુ એમ વર્ગીકરણ કરતાં કરતાં આ કર્મશાસ્ત્રમાં ઉપયોગી થાય તેવા છ પ્રકારોમાં દરેક ભેદોપેટા ભેદોનો સમાવેશ કરીને આ કર્મનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ સૌથી ઉત્તમ સંસ્થાન કેવું હોય, તે બતાવીને સર્વથી હલકામાં હલકું કેવું હોય, તથા તેની વચ્ચેના બીજા જાણવા જેવા ઉપયોગી ભેદો બતાવીને નીચે પ્રમાણે છ પ્રકારો પાડવામાં આવે છે. ૯૨. ૪૪. ૧. સમચતુરગ્નસંસ્થાનનામકર્મ–સમ=સરખાં. ચતુર ચાર. અગ્નઃખૂણા. સંસ્થાન=આકૃતિ. એટલે પર્યકાસને પલાંઠી વાળીને બેઠા પછી ડાબા ઢીંચણથી જમણા ખભા સુધી. ૨. જમણા ઢીંચણથી ડાબા ખભા સુધી. ૩. બે ઢીંચણ વચ્ચેનો ગાળો. ૪. પલાંઠી વખતના પગના બને નળાના સંજોગથી લલાટ સુધી, એ ચારેયનું અંતર સરખે માપે થાય એવી શરીરની રચના હોય, તે સમચતુરગ્નસંસ્થાન કહેવાય. તેનું પ્રેરક કર્મ તે સમચતુરગ્ન સંસ્થાનનામકર્મ. આવા પ્રકારની જેના શરીરની આકૃતિ હોય, તે ઉત્તમોત્તમ આકૃતિ કહેવાય. આથી ઉત્તમ આકૃતિ જગતમાં બીજી કોઈ નથી જ. આવી આકૃતિ હોય, તેનું શરીર અને તેના બીજા અવયવો વગેરે બરાબર સુરેખ સુંદર આકારવાળા અને બરાબર માપસર હોય. આ બધાં માપ અને આકૃતિઓ રેખાઓ વગેરેનું વર્ણન કરનારું સામુદ્રિકશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું છે. પોતાના આંગળથી બરાબર ૧૦૮ આંગળ શરીર ઊંચું હોય, છાતી પણ બરાબર તે જ માપે હોય, છાતીમાં કૌસ્તુભ હોય, હાથપગનાં તળિયાં લાલ હોય વગેરે અનેક સંપૂર્ણ શુભલક્ષણલક્ષિત દેહલતા આ સંસ્થાનવાળાને હોય છે. ૯૩. ૪૫. ૨. ચઝોધપરિમંડલસંસ્થાનનામકર્મ–ન્યગ્રોધ એટલે વડ, પરિમંડળ એટલે ઘેરાવો. ન્યગ્રોધના પરિમંડળ જેવું સંસ્થાન તે ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન, અને તેનું પ્રેરક કર્મ તે ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાનનામકર્મ. વડનું થડ એટલું બધું સુંદર નથી હોતું પરંતુ તેના ઉપર ઘટા હોય છે, તેથી દૂરથી વડની સુંદરતા લાગે છે. આ ઉપમાથી બીજા | સંસ્થાનનું સ્વરૂપ આપણા ખ્યાલમાં ઉતારવાનો શાસ્ત્રકારોએ પ્રયત્ન કર્યો છે, તેથી એ સંસ્થાનનું નામ પણ એવી રીતે ઉપમાનગર્ભિત શબ્દોથી રૂઢ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ કર્મ-વિચાર ભાગ-૩ કરવામાં આવ્યું છે. ભાવાર્થ એ છે કે ઉપર લખેલા સંસ્થાનમાં આખું શરીર સંપૂર્ણ લક્ષણલક્ષિત હોય છે. તે પ્રમાણે આ સંસ્થાનમાં માત્ર શરીરનો કેડ ઉપરનો ભાગ સંપૂર્ણ લક્ષણ લક્ષિત હોય છે, નીચેનો ભાગ સુંદર તો હોય જ, પણ તેમાં સંપૂર્ણ લક્ષણોની અપેક્ષાએ કંઈક ખામી હોય છે. ૯૪. ૪૬. ૩. સાદિસંસ્થાનનામકર્મ–સાદિ અથવા સાચિ એમ બે નામ આ સંસ્થાનને માટે વપરાય છે. સાદિ એટલે માત્ર અમુક જગ્યાએથી શરૂઆત એવો અર્થ થાય છે. અર્થાત્ કેડથી શરૂઆત થઈ પગ સુધીનો બધો ભાગ યથાર્થ લક્ષણોપેત હોય તે સાદિસંસ્થાનનામકર્મ. સાચિ શબ્દનો અર્થ તે નામનું કોઈ વૃક્ષ વિશેષ હશે કે જે નીચેના ભાગમાં રમણીય હશે, બીજા સંસ્થાન કરતાં આ ત્રીજું સંસ્થાન વિપરીત છે. ૯૫. ૪૭. ૪. કુસંસ્થાનનામકર્મ—બન્ને ભાગમાં લક્ષણો ન્યૂન હોય. કુબ્જ શબ્દનો સામાન્ય અર્થ કૂબડું એવો થાય છે. પરંતુ એ કૂબડાપણું ઉપરનાં ત્રણ સંસ્થાનમાં બતાવેલાં લક્ષણો પૂરેપૂરાં ન હોય, તેની અપેક્ષાએ સમજવું. જે શરીરમાં ઉપરનીચે બન્ને ભાગ સંપૂર્ણ લક્ષણલક્ષિત ન હોય, કંઈક કંઈક ખામી હોય તે મુજસંસ્થાન, અને તેનું પ્રેરક કર્મ તે કુબ્જ સંસ્થાનનામકર્મ. ૯૬. ૪૮. ૫. વામનસંસ્થાનનામકર્મ–વામન શબ્દનો અર્થ ઠીંગણું થાય છે. પરંતુ ઠીંગણાપણું ઉપરનાં સંસ્થાનોની અપેક્ષાએ સમજવું. એટલે કે કુબ્જસંસ્થાનમાં યદ્યપિ સર્વ અવયવો સંપૂર્ણ લક્ષણોપેત ન હોય, છતાં શરીરનો કદ, બાંધો, રચના વગેરે ઠીક હોય; તેના કરતાં આ સંસ્થાનવાળા શરીરમાં સંપૂર્ણ લક્ષણો તો ન હોય, પરંતુ કંઈક નીચાપણું હોય. માટે તેનું નામ વામનસંસ્થાન. તેનું પ્રેરક કર્મ વામનસંસ્થાનનામકર્મ. ૯૭.. ૪૯. ૬. હુંડકસંસ્થાનનામકર્મ—હુંડક અથવા હુંડન એ બે શબ્દો વપરાય છે. હુંડકનો અર્થ અવ્યવસ્થિત એવો કંઈક થાય છે. જે શરીરમાં અવયવો વગેરેમાં લક્ષણોપેતતા તો ન હોય, પરંતુ ઊલટી વિલક્ષણતા હોય, એ રીતે અવ્યવસ્થિત સમજવું. આવા સંસ્થાનનું પ્રેરક કર્મ તે હુંડકસંસ્થાનનામકર્મ. Page #296 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૭૧ ૯. ૧૦. ૧૧. ૧૨. વર્ણનામકર્મ, ગંધનામકર્મ, રસનામકર્મ, સ્પર્શનામકર્મ: આ ચારેય કર્મો અને તેના ભેદોનું વર્ણન સાથે જ કરીશું. શરીરનામકર્મથી શરીરની વર્ગણા મળી. શરીરપર્યાપ્તિથી તેમની રચના કરી. બંધન અને સંઘાતનથી તેનાં બંધન, સંઘાતન થયાં. નિર્માણ નામકર્મે શરીરના અવયવોનાં સ્થાનો નક્કી કરી આપ્યાં, ત્યાં અંગોપાંગનામકર્મ અવયવો રચ્યા. સંસ્થાનનામકર્મે તેની યથાયોગ્ય આકૃતિ અને સંવનનનામકર્મે શરીરમાં અને અવયવોમાં યથાયોગ્ય મજબૂતી મૂકી. તથા પ્રત્યેક નામકર્મે એક જ જીવને એક જ શરીરમાં રહેવાનો અધિકાર આપ્યો વગેરે વગેરે રીતે શરીર અને આત્માના સંબંધથી જીવતું જાગતું પ્રાણી તો દુનિયામાં અસ્તિત્વ ધરાવતું થયું. પરંતુ દરેક શરીરનાં રંગ, સ્વાદ, સ્પર્શ, ગંધ વગેરે નક્કી કરનાર કર્મો તો જોઈએ જ ને ? યદ્યપિ, શરીર પુદ્ગલ પરમાણુઓની વર્ગણાઓનું બને છે. એ વાત તો આગળ સમજાવી છે. પરમાણુમાં જ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ગુણો હોય છે. જે વખતે જેવા સંજોગો તે વખતે તેવું રૂપાંતર થયા કરે છે. દાખલા તરીકે બાવળના લાકડાનો કકડો લાલ રંગનો છે. એટલે કે તે પરમાણુઓના જથ્થામાં લાલ રંગ પ્રગટ થયો છે. હવે તેને અગ્નિમાં સળગાવો, એટલે તેનો કાળો કોલસો બની જશે. અર્થાત્ એ જ લાકડાનો કકડો લાલ મટીને કાળો થઈ ગયો. સંજોગને લીધે તેનો રંગ બદલાઈ ગયો: તેવા ઘણા દાખલા આપી શકાય. આ રીતે પરમાણમાં વર્ણાદિ ગુણો હોય છે. પરંતુ સંજોગોવશાત્ તેમાં ફેરફાર થયા કરે છે. હવે જીવનું શરીર પણ પરમાણુઓનું જ બને છે. એટલે તેમાં પણ સ્વાભાવિક રીતે જ વર્ણાદિ પ્રગટ થશે જ. તો પછી તેના પ્રેરક કર્મો માનવાની જરૂર શી? એ જાતની શંકા અહીં થયા વિના રહેતી નથી. તેનું સમાધાન એ છે કે, યદ્યપિ પરમાણુઓમાં અને વર્ગણાઓમાં સ્વાભાવિક રીતે જ વર્ણાદિ હોય છે, પરંતુ જ્યારે જીવ તેનું શરીર બનાવે છે, ત્યારે માત્ર શરીર જ બનાવે છે, પરંતુ શરીરમાં વર્ણાદિ દેખાય છે, તે દેખાવા ન જોઈએ. કારણ કે શરીરનામકર્મ તો શરીર જ આપી શકે. આ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ કર્મવિચાર ભાગ-૩ ઉપરથી કહેવાનો આશય એ છે કે કુદરતી સંજોગો ગમે તેવા હોય, તેને અને આત્માને લાગે વળગે શું? એ વર્ણાદિક અમુક પરમાણુઓના ભલે હોય, તેથી અમુક આત્મા સાથે તેને સંબંધ શો ? છતાં તે અમુક આત્માના બને છે, અને તેના સંજોગો પ્રમાણે રૂપાંતર પામે છે. તે આ કર્મોને લીધે. અર્થાત્ કુદરતી સંજોગો સર્વ સામાન્ય છતાં તે અમુકના જ બને છે, અને અમુકના જ કામમાં આવે છે. તેનું કારણ તેના પોતાનાં કર્મો છે. તે જ રીતે બંધન અને સંઘાતન પામવાનો ગુણ પરમાણમાં છે. છતાં અમુક પ્રાણીના શરીરના પરમાણુઓમાં અમુક જાતના બંધન અને સંઘાતન થાય, એ તેના બંધનનામકર્મ અને સંઘાતનનામકર્મને લીધે. તે જ રીતે અહીં પણ કુદરતી રીતે પરમાણુઓમાં વર્ણાદિ છતાં તે અમુક આત્માના બને છે. અને પાછા અમુક જાતના ફેરફારો પામે છે. તે આ કર્મોને લીધે. જો આ કર્મો ન હોય, તો એ વર્ણાદિ ઉપર આત્માનો હક્ક જ ન ચાલે. ભલે વર્ગણાઓ મળે, તેમાંના વર્ણાદિ ઉપર તેનો અધિકાર જ ન રહે. એટલે પ્રથમ તો એ વર્ણાદિ ઉપર જે અધિકાર અમુક આત્માનો થાય છે તે આ કર્મોને લીધે. બીજા ફેરફારો થવાની તો વાત પછી. બીજા ફેરફારો થાય છે તે વર્ણાદિ કર્મોની તરતમતાને લીધે સમજવા. અને વર્ણાદિ કર્મોની તરતમતા આત્માના અધ્યવસાય સાથે સંબંધ રાખે છે. અધ્યવસાય પ્રત્યેક આત્માના સ્વતંત્ર જુદા હોય છે એટલે પછી શરીરના વર્ણાદિ પણ પોતપોતાના સ્વતંત્ર ગણાય છે, અને તેના ફેરફારો આત્માના અધ્યવસાય ઉપર આધાર રાખે છે, નહીં કે પરમાણુ વર્ગણાના કુદરતી ફેરફારોના સંજોગ ઉપર. વર્ણ એટલે સામાન્ય રીતે રંગ એવો અર્થ થાય છે. તે રંગ અનેક જાતના જોવામાં આવે છે. છતાં બધાનું વર્ગીકરણ કરીને મુખ્યપણે પાંચ રંગો છે, એમ જૈન શાસ્ત્રકારોએ નક્કી કર્યું છે : કાળો, ધોળો, રાતો, પીળો, લીલો. ગંધ પણ બધી ગંધોનું એકીકરણ કરીને બે જાતની નક્કી કરી છે. સુરભિગંધ=સુગંધ અને દુરભિગંધ એટલે દુર્ગધ. રસ રસ એટલે સ્વાદ. સ્વાદ અનેક જાતના હોય છે, પરંતુ તેનું એકીકરણ પાંચ પ્રકારોમાં સમાવેલું છે. તીખો, કડવો, મીઠો (ગળ્યો), ખાટો, તુરો. Page #298 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૭૩ સ્પર્શ આઠ નક્કી કર્યા છે. ટાઢો, ઊનો, સુંવાળો, ખડબચડો, ભારે, હલકો, લૂખો અને ચીકણો. આ રીતે આ વર્ણાદિ ૨૦ નક્કી કરવામાં આવ્યા છે. બીજા બધા પ્રકારોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શરીરની રચનાના પ્રથમ ક્ષણથી જ પ્રાણીના પોતાના કર્મ પ્રમાણે વર્ણાદિનો પરિણામ થવા માંડે છે. ૯૮. ૫૦. ૧. શ્યામવર્ણનામકર્મ–ભેંશ, બકરી, હબસી, ભીલ, કાગડા, ભમરા, કોયલ વગેરે પ્રાણીઓનાં શરીર કાળાં જણાય છે, તેનું છે કારણ તેઓના ઔદારિક શરીરની વર્ગણામાં રહેલા સ્વાભાવિક વર્ણો કાળા વર્ણરૂપે પરિણામ પામ્યા છે. તેમ થવામાં આ કર્મ પ્રેરક છે. દરેકની કાળાશમાં થોડો થોડો ફેર જાય છે, તેનું કારણ દરેકનું શ્યામવર્ણનામકર્મ જુદી જુદી જાતનું હોય છે તે છે. હવે પછીના બીજાં વર્ણ નામકર્મો તથા ગંધ નામકર્મો વગેરેની વ્યાખ્યા આ પ્રમાણે જ સમજી લેવી. ૯૯, ૫૧. ૨. હારિતવર્ણનામકર્મ–દાખલા-ઇયળો, ઝાડનાં પાંદડાં, પોપટ, લીલી દ્રાક્ષ. ૧૦૦. પર. ૩. રક્તવર્ણનામકર્મ–દાખલા-ઘોડા, ગાય, હરણ, લાલ માછલું, મરચાં, પોથી. - ૧૦૧. પ૩. ૪. પીતવર્ણનામકર્મ–દાખલા–ભમરીઓ, સિંહ, કૂતરા, સંતરા, મોગરાનાં ફૂલ. ૧૦૨. ૫૪. ૫. શ્વેતવર્ણનામકર્મ—દાખલા–ગાય, ઘોડા, માણસો, ધોળા કબૂતર, ફૂલ, જુવાર, સસલું. કેટલાકના રંગો આથી જુદી જાતના હોય છે અથવા ચિત્રવિચિત્ર હોય છે. છતાં તેમાં મુખ્યપણે તો આ પાંચનું જ મિશ્રણ હોય છે. અથવા પાંચેય જુદા જુદા સ્થાનમાં ગોઠવાયેલા હોય તેથી પણ ચિત્રવિચિત્ર લાગે અથવા તે તે પ્રાણીઓના પોતપોતાના વર્ણને માટે જુદી જુદી જાતના વર્ણ નામકર્મ માનવામાં વાંધો નથી. માત્ર શાસ્ત્રમાં સંક્ષિપ્ત સંગ્રહ કરવા માટે આ પાંચ પ્રકારો બતાવ્યા છે. પરમાણુઓના કુદરતી વર્ણો ઉપર આ કર્મને લીધે Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કર્મ-વિચાર ભાગ-૩ અમુક આત્માનું આધિપત્ય જામે છે. ૧૦૩. ૫૫. ૧. સુરભિગંધનામકર્મ–દાખલા-કસ્તૂરી મૃગ, ગુલાબ વગેરેનાં ફૂલો, માટી, સુખડ. ૧૦૪. ૫૬. ૨. દુરભિગંધનામકર્મ–દાખલા-લસણ, ડુંગળી, કેટલાક કીડાઓ. આમાં પણ ચિત્રવિચિત્ર ગંધો હોય છે. પ્રત્યેક પ્રાણીના શરીરની જુદી જુદી કંઈક વિલક્ષણ ગંધ હોય છે. પરંતુ તે બધાનું સંક્ષેપથી એકીકરણ આ બે પ્રકારમાં થાય છે. ૧૦૫. ૫૭. ૧. તિક્તરસનામકર્મ–દાખલા-અંદરજવ, કડુ, કુંવાર, કારેલા, લીંબડો. ૧૦૬. ૫૮. ૨. ટુકરસનામકર્મ–દાખલા—મરી, મરચાં, સૂંઠ, લવિંગ. તજ, ૧૦૭, ૫૯. ૩. કષાયરસનામકર્મ–દાખલા-હરડે, સોપારી, મીંઢીયાવળ, નસોત૨. ૧૦૮, ૬૦, ૪, અમ્લરસનામકર્મ–દાખલા–આંબલી, લીંબુ, કેરી, આંબળાં, બિજોરાં. ૧૦૯, ૬૧. ૫. મધુ૨સનામકર્મ–દાખલા-શેરડી, ચીકુ, પાકાં કેળાં, પાકી કેરી. સંસ્કૃત ભાષામાં-તિક્ત શબ્દનો અર્થ ‘કડવું’ એવો પણ થાય છે. અને કટુકનો અર્થ તીખું એવો પણ થાય છે. જો કે પ્રતિ પ્રાણીને પોતપોતાના શરીરનો સ્વાદ જુદો જુદો હોય છે. અને તેનું પ્રેરક કર્મ પણ પોતપોતાને જુદું જુદું હોય છે, પરંતુ બધાનું એકીકરણ કરતાં આ પાંચ જાતના રસમાં અથવા તેના મિશ્રણથી ઉત્પન્ન થતા અનેક પ્રકારોમાં સમાવેશ પામી શકે છે. અહીં એટલું યાદ રાખવું કે દાખલાઓમાં જણાવેલાં પ્રાણીઓમાં વર્ણાદિ ચારેય હોય છે. પરંતુ તેમાંથી જેમાં જે મુખ્ય હોય છે તે ધ્યાનમાં રાખીને દાખલા Page #300 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૭૫, આપ્યા છે. સુંઠ રંગે ધોળી, ગંધ-સુગંધી, સ્વાદે તીખી અને સ્પર્શે ખડબચડી હોય છે. તે પ્રમાણે બધામાં યથાયોગ્ય રીતે સમજી લેવું. ૧૧૦. ૬૨. ૧. ગુરુસ્પર્શનામકર્મ–દાખલા-લોઢું, પથ્થર, આપણું શરીર. ૧૧૧. ૬૩. ૨. લઘુસ્પર્શનામકર્મ-દાખલારૂ પક્ષીનું શરીર. ૧૧૨. ૬૪. ૩. મૂદુસ્પર્શનામકર્મ–દાખલા-ફળો, ફૂલો, આપણાં શરીરો. ૧૧૩. ૬૫. ૪. ખરસ્પર્શનામકર્મ–દાખલા–સીતાફળ, અનેનાસ, સંતરાં, શીળો, મગર. ૧૧૪. ૬૬. ૫. શીતસ્પર્શનામકર્મ-દાખલા-કેળ, બરફ, પાણી. ૧૧૫. ૬૭. ૬. ઉષ્ણસ્પર્શનામકર્મ–દાખલા–અગ્નિ. ૧૧૬. ૬૮. ૭. નિગ્ધસ્પર્શનામકર્મ–દાખલા-કેટલાંક જંતુઓના શરીર ઉપર ચીકાશ હોય છે. ૧૧૭. ૬૯. ૮. રુક્ષસ્પર્શનામકર્મ—દાખલા-કેટલાંક જંતુઓના શરીર રાખ જેવા લૂખા હોય છે. | વિહાયોગતિનામકર્મ પ્રાણીને શરીર અને તેને લગતી ઘણીખરી સગવડો ઉપરનાં કર્મોથી મળે છે, ત્રસનામકર્મ ગતિશક્તિ આપે છે, પરંતુ ગતિ એટલે ચાલવાની રીતમાં પણ ફેરફાર હોય છે. કેટલાંક પ્રાણીઓની ગતિ સુંદર આનંદ આપે તેવી હોય છે, એટલે વખણાય છે. જેમકે ઉત્તમ ઘોડા, હાથી, બળદ, ગાય, હંસ વગેરે વગેરે. અને કેટલાકની ચાલ એટલી બધી ખરાબ હોય છે કે જે વખણાતી નથી. ઊંટ, ખચ્ચર વગેરે વગેરે. આ ગતિ આકાશના અવકાશમાં પ્રાણીઓ કરે છે. એટલે ‘વિહાયોગતિ' નામ આપી પ્રથમ જણાવેલા ગતિનામકર્મથી આ કર્મને જુદું પાડેલ છે. આકાશને બદલે વિહાયસ્ શબ્દ વાપરેલો છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ કર્મ-વિચાર ભાગ-૩ વિહાયસ્ એટલે આકાશ. ૧૧૮. ૭૦, ૧. શુભવિહાયોગતિનામકર્મ–ગતિ શક્તિવાળા જીવ તથા (પુદ્ગલ) શરીરનો સંજોગ થવા છતાં, ગતિ ક૨વાની શક્તિ ત્રસ નામકર્મ આપે છે. પરંતુ તેમાં શુભ ગતિનું નિયામક આ કર્મ છે. ૧૧૯, ૭૧. ૨. અશુભવિહાયોગતિનામકર્મ–આ કર્મ ઉપરના કર્મથી વિપરીત છે. જીવમાં રહેલી ગતિશક્તિને ત્રસનામકર્મ મર્યાદિત કરે છે, અને ગતિ-શક્તિ પ્રવર્તવા દે છે. તેમાં શુભાશુભનું નિયામક આ કર્મ છે, એટલે એક રીતે આ કર્મ ત્રસનામકર્મની સાથે સંબંધ ધરાવતું હોય તેવું જણાય છે. પરંતુ તેના બે ભેદ પાડેલા હોવાથી તેની ગણતરી પિંડપ્રકૃતિમાં ગણવાની જરૂર પડી છે. ૧૪. આનુપૂર્વીનામકર્મ. આનુપૂર્વી ચાર છે. અહીં જગતનું સ્વરૂપ જો કે સમજાવવું જોઈએ. અને તેમાં આકાશદ્રવ્યનું સ્વરૂપ પણ સમજાવવું જોઈએ. આત્માઓ અને પરમાણુઓની ગતિ આકાશપ્રદેશોની શ્રેણી પ્રમાણે કેવી રીતે થાય છે. ગતિવિજ્ઞાનને લગતું જૈનશાસ્ત્રોમાં રીતસર સાંગોપાંગ ચોક્કસ નિયમો શાસ્ત્રીયપદ્ધતિ પર આપ્યા છે તે પણ સમજાવવા જોઈએ, પરંતુ અહીં તે સમજાવવા જતાં ઘણો જ વિસ્તાર થાય, તેથી તે વિચાર હવે પછીના ભાગો ઉપર રાખીને કામચલાઉ હકીકત તમને સમજાવીશ એટલેથી તમારે સંતોષ માનવો જોઈએ. એક દાખલો લોબારીક વાળાની ઝીણી જાળી ગૂંથેલી હોય, અથવા દવા ચાળવાનો બારીક હવાલો જુઓ. તેમાં બારીક તારો હોય છે. હવે તેમાં પાણી છાંટો. અને પછી એ હવાલાને ત્રાંસો ઊભો રાખો તો પાણીનાં બિંદુઓ મુખ્યપણે તાર સાથે લાગેલાં હશે. અને તારની મદદ પ્રમાણે નીચે ઊતરી આવશે. એમને એમ એ બિંદુઓ નીચે ન પડતાં તારના પ્રમાણે સીધા નીચે ઊતરી આવશે. Page #302 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૭૭ તેવી રીતે આકાશના પ્રદેશની શ્રેણીઓ (લાઇનો) સર્વ દિશામાં જાય છે. કોઈપણ જીવ કે પરમાણુસ્કંધો શ્રેણીઓના ક્રમ પ્રમાણે ગતિ કરી શકે છે. જેમ રેલવે લોઢાના પાટાની લાઈન પ્રમાણે ચાલે છે તેમ એ ગતિ કરનારાં દ્રવ્યો શ્રેણીને છોડ્યા વિના ગતિ કરે છે. આમ ક્રમસર ગતિ કરવી તેનું નામ આનુપૂર્વી. આનુપૂર્વી કરવા છતાં ઉત્પત્તિક્ષેત્ર આડેઅવળે સ્થળે હોય તો ત્યાં આનુપૂર્વી પ્રમાણે જીવને જવા માટે પ્રેરકબળ આપનાર આ કર્મ છે. જો આ કર્મ ન હોય તો સીધી શ્રેણી ઉપર તો જીવ ચાલે, પરંતુ શ્રેણી બદલવાનું તેનાથી બની શકતું નથી. એ આનુપૂર્વી-શ્રેણીનો ક્રમ બદલી આપવાનું કામ આ કર્મ કરે છે. જેમ રેલવે એક પાટા ઉપર સીધી જતી હોય છે. પરંતુ તેને બીજે પાટે ચઢાવવાની છે અને જુદી જ દિશાના પ્રદેશો તરફ ચલાવવાની છે, પરંતુ જો સાંધાવાળો સાંધો બદલી આપીને બીજે પાટે ન ચઢાવી આપે તો તે તો એમને એમ સીધી જ ચાલ્યા કરે. પરંતુ ધારેલ પ્રદેશ ન પહોંચે. તેમ ધારો કે એક કીડીનો જીવ મારી સામેની આ પેટી પરથી નીકળીને આ મકાનના પેલા ખૂણામાં અધ્ધર રહેલા લાકડાના પાટિયા પર કુંથુરૂપે ઉત્પન્ન થવાનો છે. તે જીવ પ્રથમ જ્યાં છે ત્યાંથી સીધો ઊંચે તો જાય. પરંતુ તે ઊંચે ક્યાં સુધી ચાલ્યો જાય ? તેને આ આનુપૂર્વીકર્મ આગળ જતો અટકાવી જયાં ઉત્પન્ન થવું છે તેની હદ સુધી ઊંચો જાય એટલે વાળીને ઉત્પત્તિક્ષેત્ર તરફ સહેલાઈથી જઈ શકાય તે શ્રેણી તરફ વાળી દે છે. અને છેવટે શ્રેણી પર જ ચલાવીને ઉત્પત્તિક્ષેત્ર સુધી લાવી મૂકે છે. જુઓ આ રીતે[શિક્ષકે આકૃતિ કાઢી સમજાવવું. આ કર્મ ન હોય તો જીવમાત્ર સીધી શ્રેણીમાં ગતિ કર્યે જાય, પરંતુ ઉત્પત્તિસ્થળે જઈ ન શકે. ત્યાં ગયા વિના તેનો છૂટકો તો નથી. કારણ કે ત્યાં જવા માટે અનેક જાતની સામગ્રી લઈને નીકળ્યો છે. મોક્ષમાં સીધો પહોંચી જવાની તો તેની પાસે યથાયોગ્ય સામગ્રી છે જ નહીં એટલે અને શ્રેણી વિના તો ગતિ થઈ શકતી નથી એટલે શ્રેણી બદલી બીજી શ્રેણી પર ચઢવાને માર્ગદર્શક પ્રેરક બળ આપનાર આ કર્મ છે, તેના બળથી તે ઉત્પત્તિક્ષેત્ર સુધી પહોંચી જાય છે. સીધી શ્રેણીએ ગતિ કરવા સિવાય બીજી રીતે કરવાનું સામર્થ્ય જીવમાં કર્મની મદદ વિના શી રીતે આવી શકે ? હવે Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કર્મ-વિચાર ભાગ-૩ આ શ્રેણીઓમાં પહેલી ગતિને ઋજુ-અવિગ્રહગતિ, સીધી ગતિ કહે છે. અને ત્યાર પછીની શ્રેણીઓમાં ગતિ કરે ત્યારે એ ગતિઓને વક્રગતિવિગ્રહવતીગતિ-વાંકી ગતિ એવું નામ શાસ્ત્રમાં આપેલું છે. આ આનુપૂર્વી નામકર્મનો વિપાકમાત્ર વિગ્રહગતિમાં હોય છે, અવિગ્રહગતિમાં નથી હોતો, કારણ કે ત્યાં તેવી જરૂર નથી. ઋજુગતિ જીવ પોતાની સ્વાભાવિક ગતિશક્તિથી જ કરે છે. આવી ઋજુગતિ તો માત્ર એક હોય છે અને તેને માટે એક સમયનો વખત લાગે છે, પરંતુ વિગ્રહગતિ વધારેમાં વધારે ત્રણ અને ચાર સમય સુધી હોય છે. હવે આ વચલા વખતમાં પણ કાર્મણ અને તૈજસ્ શરીર તો જીવની સાથે હોય છે અને પ્રતિ સમય તેને યોગ્ય નવી નવી વર્ગણા લેવા માટે તે અપાવનારાં તૈજસ-કાર્યણ શરીરનામકર્મ પણ સાથે જ હોય છે. એટલે તે કર્મો પોતાનું કામ શી રીતે બંધ રાખે ? એ પોતાને યોગ્ય વર્ગણાઓનું આહારણ-ખેંચાણ-સ્વીકાર કરે જ ને ? પરંતુ તેમાં એટલું સમજવાનું છે કે બે સમયની વિગ્રહગતિ હોય તો વિગ્રહગતિના પહેલા સમયમાં કોઈપણ જાતના સ્કંધો જીવ લેતો નથી. અને ત્રણ સમયની વિગ્રહગતિ હોય તો વિગ્રહગતિના પહેલા બે સમય સ્કંધો આહરણ કરતો નથી અર્થાત્ અનાહારક હોય છે. આ ઉપરથી એક સ્થળેથી છૂટેલો જીવ બીજે સ્થળે ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં વચલા વખતમાં ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે ચાર સમય લાગે છે. આ કર્મનું બીજું નામ તેના ભાવાર્થ પ્રમાણે અનુશ્રેણીકર્મ પાડવું હોય તો પાડી શકાય. આ રીતે વિગ્રહગતિમાં જીવને પ્રેરક બળ આપનાર આ કર્મ છે. સામાન્ય રીતે જીવને ઉત્પન્ન થવાના ચાર મુખ્ય વિભાગો છે. એટલે તે મુખ્ય વિભાગોને આશ્રયીને આ કર્મ પણ ચાર જાતનું સમજાવ્યું છે, તે આ પ્રમાણે— ૧૨૦, ૭૨. ૧. દેવાનુપૂર્વીનામકર્મ–દેવોની પરિસ્થિતિમાં જવાને ઇચ્છતા જીવને પહેલાં છોડેલી અને હવે પછી મેળવવાની એમ બન્ને ગતિની વચ્ચેના પ્રદેશમાં મદદગાર થઈ ઉત્પન્ન થવાની ગતિ સન્મુખ જીવને વાળી દઈ, આકાશપ્રદેશોની શ્રેણીના અનુક્રમ પ્રમાણે—આનુપૂર્વી પ્રમાણે Page #304 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૭૯ દેવપરિસ્થિતિમાંના ઉત્પત્તિપ્રદેશ સુધી લઈ જનારું કર્મ. ૧૨૧. ૭૩. ૨. મનુષ્યાનુપૂર્વીનામકર્મ ૧૨૨. ૭૪. ૩. તિર્યંચાનુપૂર્વીનામકર્મ ૧૨૩. ૭૫. ૪. નારકાનુપૂર્વીનામકર્મ આ ત્રણેયના અર્થો પણ ઉપર પ્રમાણે જ યાદ કરી લેવા. ૮ શુદ્ધ પ્રત્યેકપ્રકૃતિઓ. હવે આપણે પ્રત્યેકપ્રકૃતિઓના વિચાર ઉપર આવીશું. એ ભેદો, તેના વિપાકના અને પિંડપ્રકૃતિઓના વિપાકના કોઈ મૂળ તત્ત્વમાં ભેદ છે, એ ઉપરથી એ ભેદ પાડવામાં નથી આવ્યા. પરંતુ માત્ર તેને પેટા ભેદો નથી. અને ઉપર ગણાવેલી ચૌદ પ્રકૃતિઓને પેટા ભેદો છે એટલે ગ્રંથરચનાનો અમુક ક્રમ સાચવવા એ પ્રમાણે વિભાગ પાડીને વિવેચન કરેલું છે. બાકી બીજી રીતે પણ તેનું વિવેચન કરી શકાય, જીવવિપાકીનો વર્ગ જુદો અને પુગલવિપાકીનો વિભાગ જુદો. તથા ક્ષેત્રવિપાકીનો ત્રીજો વિભાગ એમ વિપાકની તરતમતાને લીધે તેના ત્રણ ભાગ પાડી શકાય, જે હવે પછી બતાવીશું. - આ આઠ પ્રકૃતિઓમાં શ્વાસોચ્છવાસનામકર્મ અને જિનનામકર્મ જીવવિપાકી છે, અને બાકીની છ પુદ્ગલવિપાકી છે અર્થાત્ તેઓના વિપાકનો સંબંધ પુદ્ગલવર્ગણાઓના બનેલા શરીર સાથે મુખ્ય છે. પુદ્ગલોમાં અનેક શક્તિ છે. તે બધી સ્વાભાવિક રીતે પરિણામો પામ્યા કરે છે, ત્યારે તે વિશ્રસા પરિણામ કહેવાય છે, પરંતુ જીવના નિમિત્તને લઈને જે પરિણામો થાય છે, તે બધા પ્રયોગપરિણામો છો. પ્રયોગપરિણામોમાં જીવ ખાસ નિમિત્ત છે, અને જીવનિમિત્ત છતાં પ્રયોગપરિણામોમાં જે તરતમતા રહે છે, તે કર્મને લીધે હોય છે. કર્મો વિના પ્રયોગપરિણામો પ્રાપ્ત કરવાનો જીવને અધિકાર રહેતો નથી. એટલે કે પુદ્ગલોમાં રહેલી સ્વાભાવિક શક્તિઓના પ્રયોગપરિણામો કર્મની મદદથી પ્રાપ્ત કરી શકે છે. તમામ પુદ્ગલવિપાકીઓના પુદ્ગલવિપાકીપણામાં આ મૂળ તત્ત્વ છે. એ ધ્યાનમાં Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ કર્મ-વિચાર ભાગ-૩ રાખીએ તો કર્મોના વિપાકનો અર્થ બરાબર સમજી શકાય છે. ૧૨૪. ૭૬. ૧. અગુરુલઘુનામકર્મ–પુદ્ગલપરમાણુઓ અને સ્કંધોમાં પણ સર્વ અવાંતર પરિણામોના મૂળ તત્ત્વરૂપ એક અગુરુલઘુનામનો વ્યાપક પરિણામ હોય છે. પરંતુ આ તો જીવે ગ્રહણ કરેલી શરીરાદિકના સ્કંધોમાં પરિણામ થવાનો છે, અને તે પ્રત્યેક જીવની જુદી જુદી પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે વિચિત્ર વિચિત્ર જાતનો રહેવાનો. એટલે આ પ્રયોગ પરિણામમાં જીવનું કર્મ કારણ હોવું જ જોઈએ. એટલે આ કર્મ તે તે જીવે પ્રાપ્ત કરેલા શરીરાદિક સ્કંધોમાં ઉત્પન્ન થતા અગુરુલઘુપ્રયોગ પરિણામનું નિયામક છે. એવી જ રીતે ઉપઘાત, પરાઘાત, આતાપ, ઉદ્યોત, નિર્માણ વગેરે વિશે સામાન્યતઃ સમજી રાખવું. કારણ કે એ પરિણામો વિશ્રસા પણ હોય છે, અને જીવપ્રયોગકૃત હોય ત્યારે પ્રયોગપરિણામો પણ હોય છે અને તે તે પ્રયોગપરિણામમાં તે તે કર્મ કારણ હોય છે. એટલું સામાન્ય સમજયા પછી તે તે પરિણામની શી શી ખાસ જરૂર છે. તે નીચે પ્રમાણે સમજી લેવાથી બરાબર ખ્યાલ આવી જશે. ૧૨૫. ૭૭. ૧. નિર્માણનામકર્મ–આ કર્મ અંગોપાંગનામકર્મથી મળવાનું નક્કી થયેલાં અંગોપાંગોની સ્થળમર્યાદાઓ નક્કી કરે છે. જે અંગ જ્યાં શોભી શકે અને બરાબર ઉપયોગમાં આવી શકે તે રીતે બરાબર સ્થળો નક્કી કરવાનું કામ આ કર્મ કરી આપે છે. આ કર્મ માત્ર બાહ્ય અંગોપાંગોનાં સ્થળો નક્કી કરે છે, એમ નથી. પરંતુ અંદરનાં અંગો અને એકંદર શરીરનાં નાનાં મોટાં તમામ તત્ત્વોનો રીતસર ચિતાર નક્કી કરી આપે છે અને તે આવેલી વર્ગણાઓ ઉપર પહેલે સમયેથી અસર કરવા માંડે છે, એટલે પરિણામે તે પ્રમાણે બધું ગોઠવાતું ચાલે છે. યદ્યપિ આવો ક્રમસંનિવેશ પરિણામ પુદ્ગલમાં હોય જ છે. પરંતુ અહીં જીવવિશેષ જુદી જુદી પરિસ્થિતિવાળો હોય છે. એટલે પ્રત્યેક જીવની પરિસ્થિતિ પ્રમાણે પ્રયોગથી ઉત્પન્ન થતા ક્રમસંનિવેશ પરિણામમાં આ કર્મ કારણભૂત છે માટે જ તે પ્રયોગપરિણામ કહેવાય છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૮૧ ૧૨૬. ૭૮. ૧. પરાઘાતનામકર્મ-બીજાના શરીરને આઘાત પહોંચાડી શકે, પછી ભલેને કદાચ સામો માણસ બળવાન હોય, પરંતુ શરીરરચનામાં એવો જ એક પરિણામ પ્રગટ થાય કે જેથી કરીને તે બીજાના શરીરને આઘાત પહોંચાડી શકે, તે આ કર્મને લીધે. પ્રત્યેક જીવની પરિસ્થિતિ પ્રમાણે ઓછાવત્તા પ્રમાણમાં આ પરિણામ પ્રગટ થાય છે. જ ૧૨૭. ૭૯. ૧. ઉપઘાતનામકર્મ–આ કર્મ લગભગ ઉપરના કર્મ કરતાં કંઈક વિપરીત અસર ઉત્પન્ન કરે છે. બીજાના શરીરથી પોતાનું શરીર ઉપઘાત પામે એવો તેમાં પરિણામ ઉત્પન્ન થાય છે. તથા રોગાદિકથી અને વધારાના કેટલાક અવયવોથી જેવાં કે-રસોળી, પડજીભી, છઠ્ઠી આંગળી, ત્રણ પગ, પશુને પાંચ પગ, બે માથાં વગેરે રીતે શરીરમાં હરકત રહ્યા કરે. આવા વિચિત્ર જાતનો શરીરમાં ઉપઘાતજનક પ્રયોગપરિણામ આ કર્મને લીધે ઉત્પન્ન થાય છે. ૧૨૮. ૮૦. ૧. આતાપનામકર્મ–આતાપ નામનો પરિણામ પુદ્ગલોમાં પ્રગટ થાય છે અને તે જીવવિશેષના શરીરમાં પ્રયોગથી ઉત્પન્ન થાય છે. આ પરિણામ માત્ર અમુક જીવોના શરીરમાં જ ઉત્પન્ન થાય છે. એમ શાસ્ત્રોમાં બતાવ્યું છે અને તે બીજા કોઈ જીવોના શ૨ી૨માં નહીં, માત્ર સૂર્યનું બિંબ જે આપણે જોઈએ છીએ, તે એક જાતની પાર્થિવ રચના છે. જેમ સોનું, લોઢું વગેરે, અને તે સૂર્યના પાર્થિવબિંબમાં સૂર્ય નામની દેવજાતિ રહે છે. પરંતુ એ પાર્થિવબિંબમાં પૃથ્વીકાય જીવો ઉત્પન્ન થાય છે. અર્થાત્ એ બિંબ અસંખ્ય પાર્થિવ જીવોનાં શરીરોના સમૂહરૂપ હોય છે. એ શરીરોમાં આતાપ પરિણામ ઉત્પન્ન થાય છે. તે આ કર્મને લીધે. તેમાં ખૂબી એ છે કે, એ શરીરને જો આપણે સ્પર્શ કરીએ તો તે આપણને ગરમ ન લાગે. પરંતુ તેમાંથી બહાર પડતાં કિરણો દૂર દૂર ગરમ લાગે અને બીજી વસ્તુને પણ ગરમ કરી દે. જો કે અગ્નિમાં આ સ્થિતિ આપણે જોઈએ છીએ. પણ તેમાં આતાપ પરિણામ નથી માનેલો. પરંતુ તે રક્તનામકર્મ અને ઉષ્ણસ્પર્શ નામકર્મની અસરનું પરિણામ છે. એટલે કે અગ્નિને અડકીએ તો તે ગરમ લાગશે, અને બહાર દૂર દૂર તે સ્પર્શની અસર જ્યાં સુધી ફ્લાય ત્યાં સુધી Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કર્મ-વિચાર ભાગ-૩ ગરમી જણાશે, પછી નહીં જણાય. ત્યારે આતાપમાં એ ફેર છે કે મૂળ સ્થળે ગરમી નથી હોતી અને દૂર દૂર વધારે ને વધારે ગરમી હોય છે. જો કે આ એક વિચિત્ર શોધ છે પણ તે જાણવા જેવી છે. સૂર્યનો તડકો આપણને લાગે છે, પણ સૂર્ય એટલો ગરમ નથી એમ આ કર્મના વિવેચન વખતે શાસ્ત્રકારો આપણને સમજાવે છે. ૧૨૯. ૮૧. ૧. ઉદ્યોતનામકર્મ-ઉદ્યોત, કાંતિ, પ્રભા એ નામનો પ્રયોગપરિણામ પ્રાણીના શરીરમાં ઉત્પન્ન થાય છે, તેનું પ્રેરક આ કર્મ છે. હીરા, પન્ના, ચંદ્ર, પતંગિયા, દેવો, મહાતપસ્વીઓ, ખજુઆ, કેટલીક ઔષધિઓ વગેરેના શરીર પર ઠંડક ઉત્પન્ન કરે તેવો ઉદ્યોતપરિણામ ચકચકતો જણાય છે તે આ કર્મને લીધે. પન્નાનો રંગ નીલવર્ણ નામકર્મને લીધે, તેમ જ હીરાનો શ્વેતવર્ણ નામકર્મને લીધે, પરંતુ ચકચકાટ ઉઘાત કર્મને લીધે છે. ૧૩૦. ૮૨. ૧. શ્વાસોચ્છવાસનામકર્મ–આ કર્મ જીવવિપાકી છે. યદ્યપિ શ્વાસોચ્છવાસ નામની વર્ગણા અગાઉ પહેલા ભાગમાં આપણે ગણાવી ગયા છીએ, તેના ગ્રહણ, પરિણમન અને ત્યાગ કરવામાં પર્યાપ્તિ નામકર્મ પ્રમાણે વપરાતી જીવની શક્તિ કામ કરે છે, પરંતુ તે ગૃહીત અને પરિણત વર્ગણાનો શ્વાસોશ્વાસપણે ઉપયોગ કરી લેવામાં આ કર્મ જીવને પ્રેરક બળ આપે છે, તેથી આપણે શ્વાસ લઈ શકીએ છીએ અને ઉદ્ઘાસ કાઢી શકીએ છીએ. જો આ કર્મ ન હોય તો સતત નિયમિત ચાલતી આ પ્રવૃત્તિ ચાલી ન શકે. તેમાં આત્માને નિયમિત રીતે પોતાનું સામર્થ્ય લાગુ રાખવાનું જ હોય છે. એ પ્રવૃત્તિમાં પોતાનું સામર્થ્ય રોકવાનું આત્મા બંધ કરે એટલે બધી જીવનની પ્રવૃત્તિઓ રોકાઈ જાય છે અર્થાત્ આ કર્મ આત્માની અમુક શક્તિને આ પ્રવૃત્તિમાં રોકી રાખે છે, અથવા આ પ્રવૃત્તિ ચલાવવા માટે અમુક એક શક્તિને રોકી આપે છે અર્થાત્ આ કર્મની સીધી અસર આત્માની અમુક શક્તિ ઉપર છે એટલે તે જીવવિપાકી કહેવાતી હોવી જોઈએ. આપણે શ્વાસોશ્ર્વાસ લઈએ છીએ તેને પ્રાણાપાન કહે છે અર્થાતું, જુદાં જુદાં દ્વારોથી શરીરમાં દાખલ થતો પ્રાણવાયુ અને નીચે ફરીને પાછો જુદાં જુદાં દ્વારોમાંથી નીકળી જતો અપાનવાયુ એમ કહેવાય છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૮૩ ખરી રીતે એ વાયુ નથી. જો કે પવન દાખલ થાય છે અને બહાર નીકળે છે. પરંતુ તેની સાથે બીજાં દ્રવ્યો હોય છે. જૈનશાસ્ત્રકારો કહે છે કે, તે ક્રિયામાં શ્વાસોચ્છવાસ વર્ગણાના કંધો ખાસ ઉપયોગી છે. પર્યાપ્તિ નામકર્મથી ઉત્પન્ન થયેલી જીવની જીવનશક્તિવિશેષ પોતાના બળથી એ વર્ગણાના સ્કંધો ગ્રહણ કરે છે, ઉપયોગમાં આવે તેવી રીતે તેને પરિણાવે છે, અને ઉપયોગમાં લીધા પછી તેને છોડી દે છે, અને નવા લે છે વગેરે પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. ભાષાના સ્કંધોની માફક શ્વાસોચ્છવાસના સ્કંધોનો માત્ર અમુક વખતે જ ઉપયોગ થાય છે, એમ નથી. પરંતુ તેનો ઉપયોગ સતત અમુક નિયમ પ્રમાણે નિયમસર ચાલ્યા જ કરે છે, અને તેમ ચલાવવામાં આત્માનું અમુક પ્રમાણમાં બળ નિયમિત રીતે જોડાઈ રહે છે. તે રીતે નિયમિત રીતે તે બળને રોકી રાખવાનું કામ આ કર્મ કરે છે. એટલે આ પ્રકૃતિ જીવવિપાકી તો બરાબર લાગે છે. પરંતુ પ્રાણાપાન-શ્વાસોચ્છવાસ વર્ગણા મળે છે, તે કયા કર્મને લીધે, અને તેમાં થતા બીજા પરિણામવિશેષનાં નિયામક કર્મો કે જે પુગલવિપાકી સંભવી શકે, તે કેમ નહીં ગણાવ્યા હોય ? તે વિશે તમને શંકા થશે. પરંતુ સંક્ષેપપ્રિય શાસ્ત્રકારોએ કોઈમાં અંતર્ભાવ કરેલો હોવો જોઈએ. એ જ પ્રમાણે ભાષા અને મનને માટે પ્રશ્ન છે. જો પર્યાપ્તિનામકર્મને તેના નિયામક તરીકે ગણવામાં આવે, તો તે પણ જીવવિપાકી છે, પુદ્ગલવિપાકી નથી. એટલે શરીરનામકર્મ સાથે તેનો અંતર્ભાવ કર્યો હોય તો ના ન કહેવાય. વળી ભાષા અને મનની પ્રવૃત્તિમાં પ્રેરક બળ શરીર (કાયયોગ) આપે છે. તેને બદલે પ્રાણાપાનમાં પ્રેરક બળ આ પ્રાણાપાનલબ્ધિજનક નામકર્મ આપે છે. આમ કંઈક વ્યવસ્થા લાગે છે. આપ આ રીતે સંદેહમાં વાતો કરો, ત્યારે અમારે શું સમજવું ? બરાબર છે. આ વિષય એટલો ગંભીર છે કે આ વિષયના વિજ્ઞાનના ઊંડા જ્ઞાન વિના તેનું યથાર્થ સમાધાન વિદ્વાનોએ પણ આપવું મુશ્કેલ પડે તેમ છે. એટલે આ કર્મવિચારના વિષયોમાં આટલા ઉપરથી તમે Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ કર્મ-વિચાર ભાગ-૩ મને પણ પારંગત ન માનશો. ઘણું સમજવાનું અને શીખવવાનું અને શોધવાનું છે. તે બધું નમ્ર બની શાસ્ત્રોના અવગાહન કરી શોધ્યા કરશો તો કંઈક કંઈક નવું જાણી શકશો. ૧૩૧-૮૩-૧ તીર્થંકર નામકર્મ–જીવ પોતે પોતાના સ્વતંત્ર અધિકારમાં રહેવાના જ સ્વભાવવાળો છે, છતાં કર્મોને લીધે તેને તે સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત થતી નથી, પરંતુ તે શક્તિ મર્યાદિત રીતે પ્રાપ્ત થાય છે. એટલે આ કર્મ એ મર્યાદાનું નિયામક છે. તેથી તે જીવવિપાકી છે. જગતમાં પ્રાણીવર્ગમાં અધિકાર પ્રમાણે અનેક પદવીઓ જીવને ભોગવવી પડે છે. અથવા બાહ્ય દૃષ્ટિથી કહીએ તો પ્રાપ્ત કરવી પડે છે. એક માણસ જાતિનામકર્મને લીધે અમુક કુટુંબમાં ઉત્પન્ન થયો, પરંતુ તે કુટુંબમાં ઉત્પન્ન થયો એટલા ઉપરથી તે કુટુંબના મુખી તરીકેની પદવી બધાને મળે જ, એમ નથી. તે પદવી તો અમુક વ્યક્તિને જ પ્રાપ્ત થાય, અથવા ભોગવવી પડે. અર્થાત્ આત્માનું અમુક ચોક્કસ સામર્થ્ય અમુક ચોક્કસ મર્યાદામાં એ પદવી નિમિત્ત વડે આત્મા પ્રગટ કરી શકે અથવા પ્રાપ્ત કરી શકે છે. આવી પદવીઓ પ્રતિ પ્રાણીવર્ગમાં મેળવવા ધારીએ તો મળી શકે. પરંતુ એ સર્વ પદવીઓની શિરોમણિ તીર્થંકર પદવી છે. તેનાથી ઊંચી કોઈ પણ પદવી નથી. રાજા, ચક્રવર્તી, ઇંદ્ર, આચાર્ય, ઉપાધ્યાય, નાયક વગેરે વગેરે પ્રાણીમાત્રની સર્વ પદવીઓ એ પદવીમાં વ્યાપ્ય રીતે સમાઈ જાય છે. અર્થાત્ એ પદવી ત્રિભુવનનાં પ્રાણીઓને પૂજય થઈ પડે છે. આવી ત્રિભુવન પૂજ્ય પદવી પ્રાપ્ત કરાવનાર કર્મ અથવા એ શક્તિને પ્રગટ કરવાનો અવકાશ આપનાર કર્મ તીર્થકર નામકર્મ છે. આ કર્મનું આ નામ ઉપલક્ષણરૂપ હોય એમ સમજાય છે, કેમકે દુનિયામાંની દરેક વ્યવસ્થિત પદવીનું પ્રેરક આ કર્મ છે. એટલે કે, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણી, પ્રવર્તક, પ્રવર્તિની, સાધુ રાજા, ચક્રવર્તી, ઇંદ્ર, સામાનિક, પુરોહિત, સેનાધિપતિ, સામંત, ન્યાયાધીશ, શેઠ, નગરશેઠ, કુલપતિ, કુટુંબપતિ, પ્રમુખ, મંત્રી, નાયક, સંઘવી વગેરે વગેરે પદવીનાં પ્રેરક કર્મો તે તે જીવને લગતાં અને તે તે પરિસ્થિતિ પ્રમાણે જાણી શકાય છે. અહીં એટલું યાદ રાખવું કે, તીર્થકરની યોગ્યતા અને પદવી, Page #310 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૮૫ આચાર્યપણું અને આચાર્ય પદવી, સાધુપણું અને સાધુપદવી વગેરેમાં સૂક્ષ્મ ભેદ છે. અર્થાત તે તે જાતની સ્વાભાવિક યોગ્યતા આત્માના તે તે ગુણોની ખિલવણીથી ઉત્પન્ન થાય છે. પરંતુ તે તે જાતની પદવી મળે છે, તે આ કર્મના પેટા ભેદમાંના તે તે પદવી પ્રેરકકર્મને લીધે મળે છે, એમ સમજી શકાય છે. તે તે જાતની યોગ્યતા છતાં તે તે યોગ્યતાને લગતી પદવીને પ્રેરક કર્મ જેણે ઉપાર્જન ન કર્યું હોય, તેને તે પદવી મળતી નથી. તેથી આ ભેદ સમજાય તેવો છે. આ રીતે સમાનશક્તિવાળા આત્માઓમાં પણ તીર્થંકરપદ માત્ર અમુક વ્યક્તિને જ હોય છે. પદવી પ્રાપ્ત કરવાને માટે યોગ્ય સદ્વર્તન જેમ જેમ કેળવીએ તેમ તેમ તે પ્રાપ્ત થતું જાય, તેવી રીતે સર્વોત્કૃષ્ટ ઉત્તમ સદ્વર્તનમાં આત્માને લગાવવાથી પરિણામે તીર્થકરપદ પ્રાપ્ત થાય છે, તે કેળવવાના ૨૦ પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે. પ્રભુમય જીવન કરવાના એ સચોટ વીસ પ્રકારોનું યથાર્થ સેવન કરે તે ચોક્કસ પ્રભુમય થાય, તીર્થકર થાય. પ્રભુમય થવાની યથાર્થ કૂંચી આપણા પ્રાચીન શાસ્ત્રકારોથી અજ્ઞાત નથી. એ વીસ પ્રકારો કયા કયા? તે વિષયનું પ્રકરણ આવશે ત્યાં તે ગણાવીશું અને સમજાવીશું. એકંદર સદ્વર્તન રાખવું, એ તેનો સાર છે. હાલ તો એટલું સમજીને આગળ વધીએ તો ઠીક. ૨૦. સપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિઓ–આ પણ માત્ર સપ્રતિપક્ષતાને લીધે પ્રથમની પ્રવૃતિઓ કરતાં જુદી પડે છે, નહીં કે બીજું કાંઈ પણ કારણ છે. આમાં પ્રત્યેકનામકર્મ અને સાધારણનામકર્મ, સ્થિરનામકર્મ, અસ્થિરનામકર્મ, શુભનામકર્મ અને અશુભનામકર્મ—એ છ પ્રકૃતિઓ પુદ્ગલવિપાકી છે. બાકીની ચૌદ જીવવિપાકી છે.' પુદ્ગલવિપાકીનો વિપાક શરીર ઉપર થાય છે. અને જીવવિપાકીઓ જીવ ઉપર સીધી અસર કરીને તે તે સામગ્રી પ્રાપ્ત કરાવે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કર્મ-વિચાર ભાગ-૩ છે. માટે જીવવિપાકી છે. ૧૩૨. ૮૪. ૧. ત્રસનામકર્મ ૧૩૩. ૮૫. ૨. સ્થાવરનામકર્મ આ બન્ને કર્મોની અસર પરસ્પર વિરુદ્ધ જેવી છે. માટે સપ્રતિપક્ષ પ્રકૃતિઓ છે. આત્મામાં ગતિશક્તિ છે. આત્મા નિષ્પ્રયોજન ગતિ કરે જ નહીં. અથવા સપ્રયોજન સર્વત્ર ગતિ કરી શકે, અથવા સદા ગતિશીલ રહી શકે. આવી તેની સ્વતંત્ર મૂળ ગતિશક્તિ છે. તે શક્તિને અમુક મર્યાદામાં મર્યાદિત કરનાર ત્રસનામકર્મ છે. અને જ્યારે ગતિનો તદ્દન રોધ થઈ જાય એટલી હદ સુધી પોતાનો વિપાક બતાવે, અને તેને પરિણામે જીવને એક જ સ્થળે સ્થિર થઈ રહેવું પડે, ઇચ્છા છતાં ગતિ કરવાનો હક્ક જરાયે ભોગવી ન શકાય, એવી સ્થિતિમાં આવી જવું પડે, તે સ્થાવરનામકર્મને લીધે. ગતિને મર્યાદિત કરનાર અને ગતિનો રોધ કરી સ્થિતિ કરાવનાર કર્મની કેમ જાણે બે અવસ્થા વિશેષને ધ્યાનમાં રાખીને એક કર્મના બે ભેદ પાડ્યા હોય, તેવું જણાય છે. ત્રસનામકર્મને લીધે અમુક હદ સુધીની ગતિ શક્તિ વ્યક્ત રહે છે, અને સ્થાવરનામકર્મને લીધે તે શક્તિ ઢંકાઈ જાય છે, એટલું જ નહીં પણ સ્થિર રહેવું જ પડે છે. ઝાડને ખસેડવા ધારીએ તો સાધારણ પ્રયત્નથી તો ખસેડી શકાય જ નહીં એવી સચોટ સ્થિરતા હોય છે તે સ્થાવરનામકર્મને લીધે. ૧૩૪. ૮૬. ૧. બાદરનામકર્મ ૧૩૫. ૮૭. ૨. સૂક્ષ્મનામકર્મ આ કર્મો જીવની સંકોચ વિકાસ શક્તિ ઉપર મર્યાદા મૂકે છે, અને તેને અંમુક વખત સુધી અમુક સ્થિતિમાં લાવી મૂકે છે. આત્મા ધારે તો લોકવ્યાપી થઈ શકે છે, અને ધારે તો તદ્દન નાનું પણ રૂપ કરી શકે છે. જ્યારે જેમ ધારે તેમ કરી શકે છે, પરંતુ આ કર્મો એ શક્તિ ઉપર મર્યાદા મૂકે છે. એટલે કે એક જીવની એવી ઇચ્છા હોય કે હું અમુક મોટી જગ્યામાં વ્યાપીને રહું અને એકની ઇચ્છા એવી હોય કે હું તદ્દન નાનામાં નાની જગ્યામાં વ્યાપીને રહું. સ્વતંત્ર આત્મા તેમ Page #312 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૮૭ કરવા ધારે તો કરી શકે છે, પરંતુ આ કર્મો તેને એવી ફરજ પાડે છે કે, તમારે વ્યાપવાનું ક્ષેત્ર વધારેમાં વધારે અમુક હદ સુધીનું જ અને ઓછામાં ઓછું અમુક હદ સુધીનું. તેમાં આંખથી જોઈ શકાય એવા સ્થૂળ ક્ષેત્રમર્યાદામાં વ્યાપવાની પરવાનગી આપનાર બાદરનામકર્મ છે. અને નાનામાં નાની ક્ષેત્રમર્યાદામાં વ્યાપવા છતાં આંખથી ન જોઈ શકાય તેટલી સૂક્ષ્મ ક્ષેત્રમર્યાદામાં વ્યાપવાની પરવાનગી આપનાર સૂક્ષ્મનામકર્મ છે. માટે તે બન્ને પ્રકૃતિઓ જીવવિપાકી છે. અર્થાત્ આત્મપ્રદેશોની સંસર્ગ-વિસર્ગશક્તિની ચોક્કસ મર્યાદાઓ નક્કી ક૨ના૨ આ કર્મો છે. આ કર્મે નક્કી કરી આપેલી ક્ષેત્રમર્યાદામાં જ તેના આત્મપ્રદેશો વ્યાપે છે. ન વધારે ક્ષેત્રમાં, ન ન્યૂન ક્ષેત્રમાં. પછી શરીરરચના પણ તે માપ પ્રમાણે જ થાય છે. અને એ જ પ્રમાણે શ૨ી૨વર્ગણાના સ્કંધોનો પણ સ્થૂલ કે સૂક્ષ્મ પરિણામ થાય છે. જો કે પુદ્ગલ દ્રવ્યમાં સ્થૌલ્ય કે સૌક્ષ્ય પરિણામો થાય છે તેમ આત્મામાં પણ પ્રદેશોના સંસર્ગ-વિસર્ગથી નાના મોટાપણું થાય છે. આત્માના નાના-મોટાપણાના નિયામક આ કર્મો આત્મા ઉપર સીધી અસર કરે છે. છતાં તેની અસર શરીર ઉપર પણ જણાય છે. એટલે સૂક્ષ્મ પ્રાણીઓનાં શરીરો ગમે તેટલા સાથે મળે તોપણ ઇંદ્રિયગ્રાહ્ય થઈ શકતાં નથી અને સ્થૂલ પ્રાણીઓનાં શરીરો ઇંદ્રિયગ્રાહ્ય થઈ શકે છે. ૧૩૬. ૮૮. ૧. પર્યાપ્તનામકર્મ ૧૩૭. ૮૯. ૨. અપર્યાપ્તનામકર્મ આ બન્ને સપ્રતિપક્ષ છે. આ કર્મનો વિચાર વિસ્તારથી સમજવા જેવો છે, પરંતુ અહીં તો સંક્ષેપમાં જ તે સમજાવીશું. પ્રાણી ઉત્પન્ન થઈ જન્મ ધારણ કરી છેવટે મરણ પામે છે. ત્યાં સુધી તેની જીવનક્રિયા ચાલ્યા કરે છે. માટે “તે જીવે છે” એમ કહેવાય છે. આ જીવનક્રિયા ન ચાલતી હોય, તો શરીર વગેરે સાધનો વિદ્યમાન છતાં પ્રાણી જીવી ન શકે, પરંતુ “મરણ પામેલ છે” એમ કહેવાય. જીવનક્રિયાઓને ચલાવનારું પ્રેરક બળ જીવનશક્તિ છે અને એ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કર્મ-વિચાર ભાગ-૩ જીવનશક્તિ આત્માનું જ એક જાતનું સામર્થ્ય છે. આને બીજા શબ્દોમાં પ્રાણ પણ કહેવાય છે અર્થાત્ પ્રાણોનો આધાર આ જીવનશક્તિ ઉપર જ છે. જીવનશક્તિ એ આત્માનું સામર્થ્ય છે. પણ તે આપણા શરીરમાં જુદી જુદી જીવનક્રિયાઓ દ્વારા દેખાય છે—ણાય છે. તે ન હોય તો, શરીરમાં વૃદ્ધિ થાય છે, તથા બીજા પણ કેટલાક વ્યાપારો ચાલે છે, તે ન ચાલે, અને શરીર બને જ નહીં અથવા અમુક એક સ્થિતિમાં જ પડ્યું રહે. આપણા શરીરમાં જીવનક્રિયાઓ ચાલે છે, તો આપણે જીવીએ છીએ. જો જીવક્રિયાઓ બંધ પડે તો તે જ વખતે મરણ થાય. જીવનક્રિયાઓ ચલાવનાર જીવનશક્તિ છે. જીવનક્રિયાઓ છ પ્રકારની છે. તેથી જીવનશક્તિ એક છતાં છ પ્રકારે વહેંચાયેલી જણાય છે. એ જીવનશક્તિ તે જ પર્યાપ્ત. અર્થાત્ એક પ્રાણીને જેટલી હદ સુધીની જીવનશક્તિ હોવી જોઈએ, તેટલી સંપૂર્ણ પ્રાપ્ત થાય—પ્રગટ થાય, તો તે જીવ પર્યાપ્ત કહેવાય. અને અપૂર્ણ પ્રાપ્ત થાય, તો તે જીવ અપર્યાપ્ત કહેવાય. આત્માની પૂર્ણ શક્તિને મર્યાદિત કરવા છતાં અમુક મર્યાદા સુધીની પોતાને યોગ્ય પર્યાપ્ત સ્થિતિ પ્રાપ્ત થાય, તેવી રીતે આત્માની શક્તિને આવરનાર—પર્યાપ્ત જીવનશક્તિ આપનારકર્મ તે પર્યાપ્તનામકર્મ છે. અને જે કર્મ જીવનશક્તિને એટલી બધી હદ સુધી આવરી નાંખે કે જેથી કરીને પોતાની અમુક પરિસ્થિતિમાં (પર્યાપ્ત) જરૂર પૂરતી-જીવનશક્તિ (પર્યાપ્તિ) પણ પ્રાપ્ત ન થવા દે, તે અપર્યાપ્તનામકર્મ અર્થાત્ પર્યાપ્ત નામકર્મ, પર્યાપ્ત જીવનશક્તિ–પર્યાપ્તિ—શેષ રહેવા દે છે કે જેના બળથી પોતાના ચાલુ જીવનને યોગ્ય બધી જીવનક્રિયાઓ ચલાવી શકાય, અને અપર્યાપ્તનામકર્મ, એ જીવનશક્તિને=પર્યાપ્તિને એટલી બધી હદ સુધી ઢાંકી દે છે કે જેથી કરીને માત્ર અમુક જ પ્રમાણમાં જીવનશક્તિ ખુલ્લી રહેવા દે છે, કે જેથી કરીને પોતાને યોગ્ય પૂરેપૂરી જીવનક્રિયાઓ ચલાવી શકાતી નથી. આ રીતે આ કર્મો આત્માની જીવનશક્તિ ઉપર અસર કરનારા હોવાથી જીવવિપાકી છે એક ઓછી અસર કરે છે, અને બીજું ઘણી જ Page #314 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૮૯ વધારે અસર કરે છે. માટે તેના બે ભેદ જુદા જુદા પરસ્પર વિરોધી જેવા ગણાવ્યો છે. આ રીતે જીવનક્રિયામાં મદદગાર શક્તિ તે જીવનશક્તિ અર્થાત્ પર્યાપ્તિ. એ જીવનશક્તિ આત્માની શક્તિ છે અને તે અપરિમિત હોય છે. પણ તેને મર્યાદિત કરી અમુક પ્રમાણમાં ઠીક ઠીક શેષ ખુલ્લી રાખે, તે કર્મ પર્યાપ્તનામકર્મ કહેવાય છે અને વધારે પ્રમાણમાં ઢાંકે અને બહુ જ ઓછા પ્રમાણમાં ખુલ્લી રાખે, તે અપર્યાપ્તનામકર્મ કહેવાય છે. હવે આપણા જીવનમાં જીવનક્રિયાઓ કેટલી ચાલે છે, તે તપાસીએ. ૧. આપણે ખાવું પડે છે. જો ખાઈએ નહીં તો, મરી જઈએ. તમે સવારે જમ્યા છો. પરંતુ અત્યારે તમારી હોજરી ખાલી થઈ છે. જો કાંઈ ખાવાનું મળે તો ખાવાની ઇચ્છા થઈ છે, જેને ભૂખ કહે છે. આમ દરેક પ્રાણી આહરણ ક્રિયા—ખાવાની ક્રિયા કરે છે. ૨. ખાધા પછી તે ખોરાક હોજરીમાં પડ્યો રહેતો નથી. પણ તે આંતરડામાં ધકેલાય છે. અને તેમાંથી છેવટે લોહી બને છે. અને તે લોહી હૃદયમાં થઈને આખા શરીરમાં ધકેલાય છે. જુઓ—તમારા જમણા હાથના અંગૂઠા તરફ કાંડા ઉપર આંગળીઓ મૂકો તો ત્યાં નાડી ધબકે છે, હૃદયમાં લોહી આવે છે, અને ધકેલાય છે. તેના ધબાકા પ્રમાણે જ નાડીમાં ધબાકા થાય છે. એવી સૂક્ષ્મ ક્રિયાઓ શરીરમાં અનેક જાતની ચાલ્યા કરે છે અને શરીરની રચના થાય છે. તે પણ એક જાતની જીવનક્રિયા છે. જો શરીર જીવનક્રિયા કરતું બંધ પડે, તો નાડી પણ બંધ જ પડે. આ બીજી જીવનક્રિયા ચાલે છે. ૩. ત્રીજી જીવનક્રિયા ઇંદ્રિયોમાં અને તેના સૂક્ષ્મ અવયવોમાં ચાલ્યા કરે છે. જો ઇંદ્રિયોમાં જીવનક્રિયા ન ચાલતી હોય, તો ઇંદ્રિયો જડ થઈ જાય, અને કંઈ જાણી શકે નહીં. જે વખતે મેં આ ટોકરીનો અવાજ કર્યો તે વખતે તમારા કાન ચમક્યા, અને સાંભળવાનું કામ ઝપાટાબંધ કરવા લાગ્યા. આ ઇંદ્રિયો અને જ્ઞાનતંતુઓ વગેરેમાં ચાલતી જીવનક્રિયા છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ કર્મ-વિચાર ભાગ-૩ ૪. હવે શ્વાસોચ્છ્વાસ-પ્રાણાપાન નામની જીવનક્રિયા ચાલે છે. તે તો તમે સમજી શકતા જ હશો. આપણે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છ્વાસ કાઢીએ છીએ, તે ચોથી જીવનક્રિયા છે. આ સિવાય બીજી કોઈ જીવનક્રિયાઓ ચાલે છે ? ચાલતી તો હશે. પરંતુ અમે સમજી શકતા નથી. આપ કહો તો કદાચ ખ્યાલ આવે. અહો ! એમાં શું છે ? આપણે બોલવાનું અને વિચારવાનું કામ કરીએ છીએ કે ? હા. હા. એ તો ધ્યાનમાં જ ન રહ્યું. ૫. બોલવાની જીવનક્રિયા અને ૬. વિચારવાની જીવનક્રિયા. એ બે જીવન-ક્રિયા. બોલો હવે કોઈ પણ જાતની જીવનક્રિયા તમારા શરીરમાં થાય છે ? હા. લોહી ફરે છે, આંખો ફરે છે, ગરમી જણાય છે. એ બધી જીવનક્રિયાઓ શરીરની જીવનક્રિયામાં અંતર્ગત થઈ જાય છે. ગરમી રહે છે તે તૈજસ્ શરીરની છે, તે પણ શરીરમાં જ અંતર્ભૂત થાય છે. બસ. છ ઉપરાંત મુખ્ય જીવનક્રિયાઓ વધારે નથી. હોય તો કહેજો. ગમે ત્યારે કહેજો. તેનો વિચાર કરીશું. અમારા ધ્યાનમાં તો આવતી નથી. પરંતુ બધાં પ્રાણીઓને છ જીવનક્રિયાઓ હોય જ, એમ જો આપનું કહેવું હોય, તો આ માખી શો વિચાર કરતી હશે ? અમારું ક્યાં એમ કહેવું છે કે દરેકને છ એ છ જીવનક્રિયાઓ હોય. કેટલાંક પ્રાણીઓને છયે હોય છે. કોઈને પહેલી પાંચ કે ચાર હોય છે. તેથી ઓછી ન હોય. જેને જેટલી કહી તે પ્રમાણે પૂરેપૂરી જીવનક્રિયા ચલાવે તે બધાં પર્યાપ્ત પ્રાણીઓ કહેવાય. પરંતુ તેથી ઓછી હોય, તો તે અપર્યાપ્ત પ્રાણી કહેવાય. કારણ કે Page #316 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૯૧ શ્વાસોચ્છવાસ વિના વધારે જીવી જ કેમ શકાય ? તેને જેમ બને તેમ વહેલાસર મરવું જ જોઈએ, એટલે તે અપર્યાપ્ત કહેવાય. પરંતુ એટલું યાદ રાખવું કે, અપર્યાપ્તને પણ પહેલી ત્રણ જીવનક્રિયાઓ તો હોય જ. તે સિવાય તે પ્રાણીનું જે નામ હોય તે ન કહેવાય. ત્રણ જીવનક્રિયાઓ શરૂ થઈને ચાલે, તેટલો વખત તો કોઈ પણ પ્રાણી જીવે જ. એટલે કે ત્રણ જીવનક્રિયાઓ ચાલુ કરીને, અથવા પોતાને જેટલી હોય તેટલી પૂરેપૂરી બધીયે પૂરી કર્યા વિના મરે, તે અપર્યાપ્ત પ્રાણી કહેવાય. તેની આવી સ્થિતિ અપર્યાપ્તનામકર્મને લીધે થાય છે. આ છે જીવનક્રિયાઓ આપણા જીવનમાં ચાલે છે, તે ચલાવનાર જીવનશક્તિઓ પણ છ છે. એટલે કે આત્માની એક જીવનશક્તિ છ પ્રકારે વહેંચાઈને પોતાનું કામ કરે છે. આ જીવનશક્તિને જૈનશાસ્ત્રમાં પર્યાપ્તિ નામ આપવામાં આવ્યું છે. એ છ પર્યાપ્તિઓ પ્રાણી જન્મે છે, ત્યારે પ્રગટ થાય છે, અને તે છે જીવનક્રિયાઓ કેવી રીતે ચાલે છે ? પછી પણ જીવ આખા જીવન સુધી પર્યાપ્તિઓ=જીવન ક્રિયાઓ કેવી રીતે ચલાવે છે વગેરે બાબતોને લગતું સૂક્ષ્મ વિવેચન ચોક્કસ સ્વરૂપમાં જૈનશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે, તે સમજાવવાનો અહીં પ્રસંગ છે. એટલે સંક્ષેપમાં સમજાવવું પડશે જ. આહારપર્યાપ્તિ- આ પર્યાપ્તિ-શક્તિના-બળથી જીવ શરીર, શ્વાસોજ્વાસ, શબ્દ અને મનને લગતી વર્ગણાઓ ગ્રહણ કરી શકે છે, તેનો યોગ્ય પરિણામ કરી શકે છે, અને તેનો ઉપયોગ પણ કરી શકે છે. આપણે ખોરાક લઈએ છીએ, તે ગળે ઊતરે ત્યાં સુધી આહારક્રિયા કહેવાય. તેમાં મદદગાર આ પર્યાપ્ત છે. તથા સમયે સમયે ઉપરની વર્ગુણાઓ ગ્રહણ કરીએ છીએ, તે પણ આહાર કહેવાય છે. તેમાં પણ આ પર્યાપ્તિ મદદગાર છે. તથા જીવ ઉત્પન્ન થાય છે, તે જ વખતે નવું શરીર બનાવવા જે ઓજસ્ સ્કંધોમાં દાખલ થાય છે અને આહારરૂપે તેને પ્રહણ કરે છે, તે પણ આ પર્યાપ્તિના બળથી. કાર્પણ અને તેજસ શરીરની મદદથી ઓજસનો આહાર આત્મા Page #317 -------------------------------------------------------------------------- ________________ ર૯૨ કર્મ-વિચાર ભાગ-૩ કરે છે. ઓજસ એટલે વીર્ય અને રજસ્. અથવા દરેક પ્રાણીની ઉત્પત્તિને યોગ્ય સ્થળમાં રહેતા ઓજસપણે પરિણત થયેલાં પુદ્ગલો. પ્રાણી માંથી કેવળ આહાર કરે છે અને શરીરનાં તમામ છિદ્રોથી રોમ આહાર કરે છે, કે જેમાં ઉપરની વર્ગણાઓ આહાર તરીકે ઉપયોગમાં આવે છે. જેમ કેઆપણને ઉપવાસ હોય અને તૃષા લાગે, ત્યારે ગળે પાણીવાળું લૂગડું બાંધીએ છીએ, તરસ છીપે છે તથા ઉપર મલમ વગેરે ચોપડવાથી અંદરના રોગ મટે છે. - આપણે કોળિયો મોંમાં ઉતારીએ છીએ કે તરત મોના બધા અવયવો તેમાં કામ કરવા મંડી પડે છે અને તેમાંથી જેટલો રસ ચુસાય તેટલો રસ ચૂસે છે. એમ ઠેઠ હોજરીમાં જતાં સુધી એમને એમ ચૂસનક્રિયા થતી જાય છે. એ ચૂસવા દ્વારા પણ શરીર આહાર કરે છે. શરીરપર્યાપ્તિ-હોજરીમાં ગયેલો આહાર અથવા શરીરમાં આવેલા શરીરવર્ગણાના સ્કંધો, તથા પ્રથમ સમયે ગ્રહણ કરેલ ઓજસ આહાર, એ દરેક ઉપર શરીરરચનાને યોગ્ય ક્રિયા થવા માંડે છે. તે કરનારને શરીર પર્યાપ્તિ કહેવાય છે. આહારમાં રૂપાંતર થવા માંડે છે, તેના ગંધ, રંગ, સ્વાદ, સ્પર્શ વગેરે તમામ બદલાઈ જાય છે. - હોજરીમાં ગયેલો આહાર પરિણામ પામીને તેમાંથી અમુક રસ ચુસાય છે, તે આહરણ ક્રિયા. તેમાં હોજરીમાંનો રસ મળીને તેનો જુદો પરિણામ થાય છે. એમ હોજરીમાંથી નીકળેલો ભાગ આંતરડામાં જાય છે. અને ત્યાં પણ આ જ રીતે રસ ચુસાય છે, ને આહારણ ક્રિયા થાય છે, તેમાં બીજાં તત્ત્વો ભળે છે અને રૂપાંતર થાય છે, એ શારીરિક ક્રિયા થાય છે, એમ . ચાલતાં ચાલતાં કૂચા રહે છે, તે મળરૂપે બહાર નીકળી જાય છે. ઉપર પ્રમાણે શરીરના જુદા જુદા અવયવોએ ચૂસેલો રસ પણ એ ને એ સ્વરૂપમાં નથી રહેતો, તેમાં વળી અમુક પરિણામ થઈને તે લાલ બને છે, એટલે લોહી બને છે, તે હૃદયમાં જઈ આખા શરીરમાં લાય છે. રસનું લોહી બને અને લોહી હૃદયમાં જાય ત્યાં સુધીમાં પણ શરીરની જીવનક્રિયાના અનેક જાતનાં પરિણામો થાય છે. પિત્તાશય વગેરે Page #318 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૯૩ સ્થળોમાંથી પિત્ત ભળે છે અને પોતાનો ઉચિત ભાગ તેમાંથી લઈ લે છે. એમ ચાલ્યા કરે છે. શરીરમાં ધકેલાયેલું લોહી પણ માંસ, ચરબી, હાડકાં, મજ્જા, વીર્ય વગેરે રૂપે પરિણામ પામતું જાય છે. એ તો મૂળ સાત ધાતુઓ કહી–રસ, લોહી, માંસ, ચરબી, મજ્જા, હાડકાં, વીર્ય. ઉપરાંત બીજા પણ અનેક અવયવો બને છે, હૃદય, ફેફસાં, બરોળ, પિત્તાશય, દાંત, નખ, વાળ, કફ વગેરે વગેરે જુદા જુદા રંગના, જુદા જુદા ઉપયોગનાં અનેક પરિણામો થાય છે. તે કેવળ આહારમાંથી જ. તેનું ભારે સૂક્ષ્મ પૃથક્કરણ થઈને અનેક જાતની ચીજોમાં તે વહેંચાઈ જાય છે. તે બધું શારીરિક જીવનક્રિયાને લીધે. અને તેની પાછળ શ૨ી૨૫ર્યાપ્તિનું બળ હોય છે. આ રીતે શારીરિક જીવનક્રિયાના બળથી પરિણામ પામેલાં તત્ત્વોમાં પણ એક જાતની જીવનશક્તિ ઉત્પન્ન થાય છે. તે નવાંઓને પોતાનો વારસો આપે છે અને પોતે નિરુપયોગી થતાં જાય, તેમ તેમ શરીરથી ખરતાં જાય છે. આમ પ્રતિ સમય ચાલ્યા કરે છે. આપણે નિર્જીવ નખ કાપી નાંખ્યા, કે વાળ કતરાવી નાંખ્યા કે તરત પાછળ નવા આવે છે. તે સતત ચાલતી આ જીવનક્રિયાને લીધે. ગૂમડું થયું હોય, તે પણ અમુક વખતે વગર ઔષધે પણ મટી જાય છે. તે પણ આ ક્રિયાને લીધે જ. નવાં નવાં જીવનતત્ત્વો ત્યાં દાખલ થાય છે, અને જૂનાં જૂનાં નિઃસત્ત્વ થઈને ખરતાં જાય છે, આમ સતત ચાલ્યા કરે છે. આ બાબત વૈદ્યકીય શારીરિક રચનાનું જ્ઞાન હોય, તો વધારે સારી રીતે સૂક્ષ્મતાથી સમજાય. ઇંદ્રિયપર્યાપ્તિ. શરીરપણે પરિણત થયેલાં તત્ત્વો ઇંદ્રિયોનાં સ્થાનો પામીને ત્યાં વધારે તેજસ્વી અને બહારના પદાર્થોનું જ્ઞાન કરવા માટે વધારે પાણીદાર થઈને ઉપયોગમાં આવે છે. આ જાતની અમુક તત્ત્વોમાં થતી જીવન-ક્રિયા, તે ઇંદ્રિયપર્યાપ્તિના બળથી થાય છે. એટલે કે તીવ્ર જીવનક્રિયાશક્તિવાળા અવયવો તૈયાર થઈ જાય છે, અને તેમાં પણ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ કર્મ-વિચાર ભાગ-૩ વિષયોને આકર્ષવાની જીવનક્રિયા શરૂ થાય છે. આ ત્રણ જીવનક્રિયાઓ પૂરી કર્યા વિના કોઈ પણ જીવ મરે જ નહીં. ઓછામાં ઓછી એટલી જીવનક્રિયા કર્યા પછી જ જીવ મરણ પામે છે. શ્વાસોચ્છવાસપર્યાપ્તિ–આહારપર્યાપ્તિ અને શરીરના બળથી ખેચેલી શ્વાસોáાસવર્ગણામાં પરિણામ થાય છે. અને તે શ્વાસોચ્છવાસ લેતી વખતે ઉપયોગમાં આવે છે, ને પાછી છૂટી થઈ જાય છે, વળી બીજી આવે છે. એમ ચાલ્યા કરે છે. તે આ પર્યાપ્તિને બળે. શ્વાસોચ્છવાસ વર્ગણાનો ઉપયોગ કરતી વખતે શ્વાસોજ્વાસનામકર્મ મદદમાં હોય છે. એ યાદ રાખવું. ભાષાપર્યાપ્તિ અને મન-પર્યાપ્તિ–આ બન્ને વર્ગણાઓ પણ આહારપર્યાપ્તિ અને શરીરના બળથી આહત થાય છે, અને આ બે પર્યાપ્તિઓના બળથી તેના પરિણામ થાય છે. એટલે કે બોલવા, વિચારવામાં કામ લાગે એવું રૂપાંતર થાય છે. પછી બોલવા તથા વિચારવામાં ઉપયોગમાં આવી ગયા પછી પાછા એ સ્કંધો નકામા થઈ ફેંકાઈ જાય છે. ગ્રહણ, પરિણામ અને ફેંકવા, એ ત્રણે જીવનક્રિયામાં આ પર્યાપ્તિઓ મદદગાર થાય છે. આ રીતે આ છ જીવનક્રિયામાં આ છ પર્યાપ્તિ મદદગાર છે. હવે તે જીવનશક્તિઓ-પર્યાપ્તિઓ પ્રથમ પ્રગટ શી રીતે થાય છે? તેનો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ સમયે આહત થયેલા આહારના સ્કંધોના છ વિભાગ પડી જાય છે. પછી પ્રતિ સમયે આવતા એ સ્કંધોનો એ પ્રમાણે એ વિભાગોમાં ઉમેરો થતો જાય છે. હવે પહેલા વિભાગમાં એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે, જે આહારના સ્કંધો ખેંચવા પરિણાવવા વગેરે જાતનું કામ કરી શકે એવી હેય છે, અને એ શક્તિ પહેલા સમયમાં જ ઉત્પન્ન થાય છે. એટલે એક Page #320 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ચાલુ) ૨૯૫ સમયની આહાર-પર્યાપ્તિ. અર્થાત્ આત્માની શક્તિ પ્રથમ સ્કંધો દ્વારા પ્રગટ થાય છે અને પછી આખા જીવનભર આહાર લેવાનું કામ ચાલ્યા કરે છે. બીજા વિભાગમાં આદતવર્ગણાનો શરીરપણે પરિણામ કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે. ત્રીજામાં શરીરપણે પરિણામ પામેલાં પુદ્ગલોમાંથી ઇંદ્રિયોનાં પરિણામો કરવાની શક્તિ પેદા થાય છે. બાકીના વિભાગોમાં અનુક્રમે શ્વાસોચ્છવાસ, ભાષા અને મન સુધીનું કામ કરવાની શક્તિ પેદા થાય છે. આ છ ભાગોમાં પહેલેથી સાથે તૈયારી થવા માંડે છે, પણ પૂરા થતાં વાર લાગે છે. એટલે કે તેની પૂર્ણતા અનુક્રમે થાય છે. કારણ કે ઉત્તરોત્તર કાર્ય બારીક કરવાનું હોય છે, એટલે તે કામને માટેના સંચાઓ પણ બારીક અવયવોવાળા બનાવવા પડે છે, બારીક અવયવોવાળા સંચા બનાવતા પણ વખત લાગે જ. પછી અનુક્રમે તૈયાર થઈ ગયેલાં એ છયે મુખ્ય યંત્રો દ્વારા પર્યાપ્તિ શક્તિ પ્રગટ થઈ જીવનક્રિયાઓ ચલાવ્યા કરે છે. આ વિભાગો શરીરમાં માત્ર અમુક જગ્યાએ જ હોય છે, એમ નથી. પણ આખા શરીરમાં એ છયે સાધનો વ્યાપ્ત હોય છે. એટલે એ છયે જીવનશક્તિઓ આખા શરીરથી પ્રગટ થાય છે, અને આખા શરીરમાં જીવનક્રિયાઓ ચાલે છે. જો કે તેનાં અમુક અમુક મુખ્ય મથકો હોય છે, છતાં તેનો શરીર આખામાં પ્રચાર અને ઉપયોગ હોય છે. આ રીતે બાકીની પાંચેય પર્યાપ્તિઓનાં યંત્રો અંતર્મુહૂર્તમાં જ તૈયાર થઈ જાય છે. છતાં અંદર અંદર તો અનુક્રમે જ પૂરાં થાય છે. ' અર્થાત્ પુદ્ગલો પરિણમાવવા માટેની જીવનક્રિયાઓ ચલાવવા, પુદ્ગલોના જથ્થા દ્વારા બહાર પડતી જીવનશક્તિ, તે પર્યાપ્તિ. આ વ્યાખ્યાયે બરાબર બંધબેસતી થશે. ' આ રીતે આ છ જાતની જીવનક્રિયાઓની પરસ્પર જીવનશક્તિઓ ઉપર પણ અસર થાય છે. કારણ કે એ બધી એક મહાન જીવનક્રિયાઓની પેટા શાખાઓ હોય છે. જીવ ઉત્પન્ન થતી વખતે આ જીવનશક્તિઓ પર્યાપ્તનામકર્મને ધ્યાનમાં રાખી જે અસર ઉત્પન્ન કરે છે, તે જ વખતે Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ કર્મ-વિચાર ભાગ-૩ શરીર, પ્રત્યક, સાધારણ, શુભ, સંઘાતન, બંધન, વર્ણાદિ, નિર્માણ વગેરે વગેરે કર્મો પણ પોતાની અસર પહેલેથી જ કરવા લાગ્યા હોય છે અને ગતિ, જાતિ વગેરે તમામ કર્મ પણ પોતાની અસર પાડે છે. એ બધી અસરોના સરવાળા રૂપ અમુક જાતનું શરીર, અમુક સંખ્યામાં-અમુક આકારની, તથા અમુક તીવ્ર શક્તિવાળી ઇંદ્રિયો, શ્વાસોચ્છવાસની રીત, ભાષા અને મનને લગતી સ્થિતિ ઉત્પન્ન થાય છે. પર્યાપ્તિના સંબંધમાં ઘણું સમજવા જેવું છે. પરંતુ તેના સંગ્રહમાંથી સંક્ષેપમાં તમને અહીં સમજાવ્યું છે. ૧૩૮. ૯૦. ૧. પ્રત્યેકનામકર્મ ૧૩૯. ૯૧. ૨. સાધારણનામકર્મ આ બન્ને કર્મો પરસ્પર સપ્રતિપક્ષ છે અને પુદ્ગલવિપાકી છે. એટલે કે, આત્માએ શરીરમાં રહેવું જોઈએ, પણ એકને માટે એક શરીર કે ઘણાં શરીર ? અથવા ઘણા જીવને માટે એક શરીર કે ઘણાં શરીર ? આ પ્રશ્નો ઊભા થાય છે. તેના નિકાલ આ કર્મોની યોજનાથી થઈ જાય છે. એક જીવ માટે એક જ શરીરમાં રહેવાનો હક્ક પ્રત્યેકનામકર્મ અપાવે છે. અને એક શરીરમાં અનંત જીવોએ રહેવું જ જોઈએ એવી ફરજ સાધારણ નામકર્મ પાડે છે. બાકી એક જીવને માટે ઘણાં શરીરની આવશ્યકતા નથી. કોઈ બે શરીર સાથે જોડાયેલા જણાય છે. પણ તે તો ઉપઘાત છે, વિકાર છે. ૧૪૦. ૯૨. ૧. સ્થિર નામકર્મ ૧૪૧. ૯૩. ૨. અસ્થિરનામકર્મ આ બન્ને પરસ્પર વિરુદ્ધ કર્મો પુદ્ગલવિપાકી છે. શરીરમાં અમુક અવયવો સ્થિર હોય તો જ તે વધારે ઉપયોગી થાય, જેમકે દાંત, હાડકાં વગેરે અને અમુક અવયવો અસ્થિર હોય તો જ વધારે ઉપયોગી થાય. જેમકે, હાથ, પગ, આંખ વગેરે. માટે અમુક અવયવોમાં સ્થિરતા ઉત્પન્ન કરનાર સ્થિર નામકર્મ છે અને અસ્થિરતા ઉત્પન્ન કરનાર અસ્થિરનામકર્મ છે. - Page #322 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૯૭ ૧૪૨. ૯૪. ૧. શુભનામકર્મ ૧૪૩. ૫. ૨. અશુભનામકર્મ આ પણ પરસ્પર વિરોધી પ્રકૃતિઓ પુદ્ગલવિપાકી છે. શરીરનો ઉપરનો ભાગ શુભ ગણાય છે અને નીચેનો ભાગ અશુભ ગણાય છે. માટે તે વ્યવસ્થા કરનાર આ કર્મો છે. કોઈને પગ અડકે છે, તો તેને અરુચિકર લાગે છે અને હાથ અડકે છે, તો તે અરુચિકર ન લાગતાં રુચિકર પણ લાગે છે. અર્થાત્ શુભભાવ, શોભા, મંગળમય અવયવોનું પ્રેરક શુભનામકર્મ છે અને અશુભનામકર્મ તેથી વિપરીત છે. ૧૪૪. ૯૬. ૧. સૌભાગ્યનામકર્મ ૧૪૫. ૯૭. ૨. દૌર્ભાગ્યનામકર્મ આ બન્ને પરસ્પર વિરોધી પ્રવૃતિઓ જીવવિપાકી છે. સુરૂપ કે કુરૂપ છતાં જોતાની સાથે પોતાના પ્રત્યે વહાલ ઊપજે એવી જાતની અસર આત્મા ઉપર પાડી શકે છે. તે આ સૌભાગ્યનામકર્મને લીધે, અને જોતાંની સાથે જ સામાના મનમાંથી અણગમાની લાગણી જાગી ઊઠે છે, તે દુર્ભાગ્ય નામકર્મને લીધે. ૧૪. ૯૮. ૧. સુસ્વરનામકર્મ ૧૪૭. ૯૯. ૨. દુઃસ્વરનામકર્મ આ બન્ને પરસ્પર વિરોધિની પ્રકૃતિઓ જીવવિપાકી છે. જો કે અવાજ-શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે, પરંતુ તેમાં સારાપણા અને નરસાપણાનાં પ્રેરક આ કર્મો છે, તેથી તે જીવવિપાકી છે. અવાજમાં મીઠાશનું પ્રેરક સુસ્વરનામકર્મ છે અને કડવાશનું પ્રેરક દુઃસ્વરનામકર્મ છે. ૧૪૮. ૧૦૦. ૧. આયનામકર્મ ૧૫૧. ૧૦૧. ૨. અનાદયનામકર્મ આ બન્ને કર્મો પણ પરસ્પર વિરોધી અને જીવવિપાકી છે. બીજા Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કર્મ-વિચાર ભાગ-૩ જીવ આ જીવનો હુકમ માને, એવી સ્થિતિમાં જીવને મૂકનાર કર્મ આદેય નામકર્મ અને અધિકાર છતાં બીજા હુકમ ન માને, એવી સ્થિતિમાં જીવને મૂકનાર કર્મ તે અનાદેય નામકર્મ. ૧૫૦. ૧૦૨. ૧. યશ-કીર્તિનામકર્મ ૧૫૧. ૧૦૩. ૨. અપયશ-અકીર્તિનામકર્મ આ બને પરસ્પર વિરોધી કર્મો પણ જીવવિપાકી છે. જીવનો યશ અને કીર્તિ લાવનાર યશ-કીર્તિનામકર્મ છે અને અપયશ અને અપકીર્તિ લાવનાર અપયશ-અપકીર્તિનામકર્મ છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૮મો ૭ ગોત્રકર્મ ઊંચ-નીચ કુળમાં ઉત્પન્ન થવાને પ્રેરક આ કર્મ છે. ૧૫ર. ૧. ઊંચગોત્રકર્મ–આ કર્મને લીધે ઊંચ-સંસ્કારવાળા દેશ, જાતિ, કુળ સ્થાનમાં જન્મ તથા માન, સત્કાર, વૈભવી જીવન વગેરેનું પ્રેરક આ કર્મ છે. ૧૫૩. ૨. નીચગોત્રનામકર્મ–ઉપરનાથી વિપરીત હલકી પરિસ્થિતિનું પ્રેરક આ કર્મ છે. ૮ અંતરાયકર્મ. આ કર્મ જીવની દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ શક્તિઓનું આવરણ કરે છે. આ બાબત ૪ ચોથા પાઠમાં વિગતવાર સમજાવેલ છે. ૧૫૪. ૧. દાનાન્તરાયકર્મ-આત્મા સમસ્ત જગતનું દાન કરી શકે છે. તે શક્તિ પર આવરણ કરનાર આ કર્મ છે. માટે તે જીવવિપાકી છે અને એ રીતે અંતરાય કર્મની બધી પ્રવૃતિઓ જીવવિપાકી છે. કારણ કે તે સીધી રીતે આત્માના દાનાદિ ગુણો ઉપર અસર કરે છે. માત્ર જેટલું આવરણ ઓછું તેટલું દાન કરી શકે છે. ૧૫૫. ૨. લાભાન્તરાયકર્મ આત્મા આખા જગતનો પોતાના વિકાસમાં ઉપયોગ કરીને લાભ મેળવવા માટે સ્વતંત્ર છે. તેના પર આ કર્મ આવરણ કરે છે. માત્ર જેટલું આવરણ ઓછું તેટલી વસ્તુથી લાભ ઉઠાવી શકે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ કર્મ-વિચાર ભાગ-૩ ૧૫૬. ૩. ભોગાન્તરાયકર્મ–જગતભરના તમામ ભોગો ભોગવવાને આત્મા સ્વતંત્ર છે. તેના ઉપર આ કર્મ આવરણ કરે છે, માત્ર જેટલું આવરણ ઓછું તેટલી વસ્તુઓ ભોગમાં લઈ જઈ શકે છે. ભાગ્ય એટલે દીર્ઘ કાળ ભોગવાય તેવી વસ્તુઓ. ૧૫૭. ૪. ઉપભોગાન્તરાયકર્મ–જગતભરની ઉપભોગ્ય તમામ વસ્તુઓનો ઉપભોગ કરવાને આત્મા સ્વતંત્ર છે. તે શક્તિ ઉપર આવરણ કરનાર આ કર્મ છે. માત્ર જેટલું આવરણ ઓછું, તેટલી જ વસ્તુઓનો ઉપભોગ કરી શકે છે. ઉપભોગ એટલે માત્ર અમુક વખત સુધી જ ભોગવાય તે. ફૂલ, અત્તર, તેલ વગેરે. ભોગ અને ઉપભોગ બને વ્યવહારમાં જુદા જુદા ગણાય છે, એ દષ્ટિથી અહીં પણ ભેદ પાડવામાં આવ્યો છે. ૧૫૮. ૫. વર્યાન્તરાયકર્મ–આત્મામાં અનંત શક્તિ છે, અનંત સામર્થ્ય છે. જ્યારે જેમ ધારે ત્યારે તેમ કરવાની તેનામાં શક્તિ છે. આ શક્તિ ઉપર આવરણ કરનાર આ કર્મ છે. માત્ર જેટલું આવરણ ઓછું તેના પ્રમાણમાં જ તે બળ વાપરીને બધા વ્યવહારો કરી શકે છે. કુલ ૧૫૮ એકસો અઠ્ઠાવન પ્રકૃતિનું સાધારણ વિવેચન સમજાવ્યું છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૯મો ઉદય ઉદય એટલે વિપાક, અનુભાવ, ફળ—એ બધા સમાનાર્થક શબ્દો છે. ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કર્મ જેમ જેમ ઉદયમાં આવતું જાય છે, તેમ તેમ તે તે કર્મનાં તે તે ફળો-સામગ્રીઓ અવસ્થાઓ વગેરે આત્માને સંપ્રાપ્ત થતાં જાય છે. હવે મારો પ્રશ્ન એ હતો કે, “તમે એટલે શું ?' ત્યારે તેના જવાબમાં—તમારો આત્મા, તેનું સ્વરૂપ અને શક્તિઓ અને જુદાં જુદાં કર્મોને લીધે તમને મળેલી સામગ્રીઓ. એ બધાનો સમુદાય તે તમે છો, એ હવે બરાબર સમજ્યા હશો. વળી તમારી પાસે કયાં કયાં કર્મો છે, કે જેને લીધે તમને આ ઘણી ખરી સામગ્રીઓ મળી છે ? અથવા તમારા આત્માની તથા શરીરની પ્રવૃત્તિઓમાં વપરાતી અનેક સામગ્રીઓ ઉપરથી તમારી પાસે કયાં કયાં કર્મો હોવાં જોઈએ ? કયાં કયાં કર્મોનો કેટલી હદ સુધી ઉદય છે ? વગેરે હવે ચોક્કસ નક્કી કરી શકશો કે કેમ ? હા, જી. તો તે પ્રમાણે તમારી મેળે એ વિચારો. પછી તમારા મિત્રો, બીજા માણસો, પશુપક્ષીઓ, ગાયો, ઘોડા વગેરે કાં કાં કર્મો હશે ? તે તમારી મેળે શોધવા લાગો અને નક્કી કરો. પછી કીડાઓ, જંતુઓ વગેરે જુદા જુદા પ્રાણીવર્ગ ઉપર જેટલી બુદ્ધિ પહોંચે તેટલું ઘટાવો. ત્યારે તમારા કર્મનું નાટક કેવું વિચિત્ર છે ? તે બરાબર સમજાશે. આ ઘટનાઓ કરો, લખો અને રોજ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કર્મ-વિચાર ભાગ-૩ રોજ અમને બતાવો, એટલે તમારું જ્ઞાન કેટલું ચોક્કસ થયું છે ? તેની ખાતરી થાય. અને ચોક્કસ થયેલું જ્ઞાન જ આગળના ભાગો સમજવામાં બરાબર મદદગાર થશે. વળી દરેક પ્રાણીઓની સરખામણી અને જુદાપણું વિચારો. તેના કારણભૂત કયું કર્મ કોને છે ? અને કોને નથી ? તે પણ વિચારો. ઉદય એ બહાર જણાતાં કર્મોનું પરિણામ છે, એટલે તેના ઉપરથી કર્મોનું અનુમાન ઘણુંખરું થઈ શકશે. વળી કયા પ્રાણીને કઈ સ્થિતિમાં કયાં કયાં કર્મોનો બંધ, ઉદય અને સત્તા હોય ? તે વિગતવાર અને પદ્ધતિસર આપણે એક ભાગમાં વિચારીશું. વળી એકીસાથે બંધ, ઉદય, સત્તા તથા સંક્રમ વગેરે કરણોમાં કયા કર્મની કઈ પરિસ્થિતિ હોય ? વગેરે હજુ ઘણું વિચારવાનું બાકી છે. કર્મપ્રકૃતિઓના સંબંધમાં પણ તેની સ્થિતિ, પ્રદેશાવયવો, ઘાતિઅઘાતિપણું, પરાવર્તમાન, અપરાવર્તમાન વગેરે વિસ્તૃત વિચાર હવે પછીના ભાગમાં જ કરીશું, ત્યાં આ વિષયની ગહનતાનો ખરો ખ્યાલ તમને આવશે. કર્મોનો ઉદય ચાર પ્રકારે થાય છે અર્થાત્ કર્મો પોતાનો વિપાક ચાર પ્રકારે બતાવે છે. એ વાત ઘણે અંશે તો તમારે આવી ગઈ છે, પરંતુ તેનો સંગ્રહ અહીં કરી લેવો ઠીક પડશે. જીવવિપાકી, પુદ્ગલવિપાકી, ક્ષેત્રવિપાકી અને ભવવિપાકી ૧. જીવવિપાકી–જીવ ઉપર સીધી અસર કરનારાં કર્મો જીવવિપાકી કહેવાય છે. જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૯, વેદનીયની ૨, મોહનીયની ૨૮, ગોત્રની ૨, અંતરાયની ૫ તથા નામકર્મમાં-ગતિ ૪, જાતિ ૫, વિહાયોગતિ ૨, શ્વાસોચ્છ્વાસનામકર્મ ૧, તીર્થંકરનામકર્મ ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, સૌભાગ્ય ૧, સુસ્વર ૧, આદેય ૧, યશ ૧, એ સાત તથા સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૧, દૌર્ભાગ્ય ૧, દુઃસ્વર ૧, અનાદેય ૧ અને અપયશ ૧ એ સાત કર્મ, એમ ચૌદ સપ્રતિપક્ષ પ્રકૃતિમાંથી એટલે નામકર્મની ૨૭ પ્રકૃતિ, એટલે કુલ– Page #328 -------------------------------------------------------------------------- ________________ ઉદય ૩૦૩ પ+૯+૨+૨૮+૨૭+૨+૫=૭૮ જીવવિપાકી. પુગલવિપાકી–પુદ્ગલ એટલે જડ પરમાણુઓ અને સ્કંધો, અર્થાત્ શરીર, પ્રાણાપાન, ભાષા અને મન એ પુદ્ગલો છે અને તે જીવને ઉપયોગમાં આવે છે. તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, મેદ, અંધકાર, છાયા, આતાપ, પરાઘાત ઉપઘાત, અગુરુલઘુ ઉદ્યોત, સંઘાત, મજબૂતી વગેરે પુદ્ગલ દ્રવ્યનાં પરિણામો છે, અર્થાત્ પુદ્ગલો અપાવનાર અને તેનાં પરિણામો ઉપર અસર કરનારા કર્મો જુગલવિપાકી છે અને તે માત્ર નામકર્મમાં જ એ પ્રકાર છે. શરીરનામકર્મ પ. નિર્માણનામકર્મ ૧. અંગોપાંગનામકર્મ ૩. પરાઘાતનામકર્મ ૧. બંધનનામકર્મ ૧૫. ઉપઘાતનામકર્મ ૧. સંઘાતનનામકર્મ આતાપનામકર્મ સંહનનનામકર્મ ઉદ્યોતનામકર્મ સંસ્થાનનામકર્મ પ્રત્યેકનામકર્મ વર્ણનામકર્મ સાધારણનામકર્મ ગંધનામકર્મ શુભનામકર્મ રસનામકર્મ અશુભનામકર્મ સ્પર્શનામકર્મ સ્થિરનામકર્મ અગુરુલઘુનામકર્મ ૧. અસ્થિરનામકર્મ نی نی نی نی نی نی نی 8 | نی ક્ષેત્રવિપાકી–ચાર આનુપૂર્વી કર્મો. કારણ કે તે પ્રકૃતિ બે ગતિની વચ્ચે બરાબર આકાશપ્રદેશોની શ્રેણીરૂપ ક્ષેત્ર પર પસાર થતા જીવને ઉદયમાં આવે છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ કર્મ-વિચાર ભાગ-૩ ભવવિપાકી–ચાર આયુષ્ય કર્મો. તે માત્ર અમુક ભવમાં જ ઉદયમાં આવે છે. માટે તે ચાર ભવવિપાકી કહી શકાય. ભવવિપાકી બીજી પણ ગણાવી શકાય. પરંતુ મુખ્ય રીતે આ ચાર ભવવિપાકી છે, માટે તેને ગણાવી છે. જો કે બધી કર્મ પ્રકૃતિઓ જીવ ઉપર અસર કરે છે, માટે જીવ વિપાકી કહી શકાય, છતાં મુખ્યતા ધ્યાનમાં રાખીને આ ભેદો પાડવામાં આવ્યા છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શ્રતરત્નાકર, અમદાવાદ