________________
૪૨ કર્મ-વિચાર ભાગ-૧
જ્યારે તમે બે વર્ષના હતા, ત્યારે તમારા શરીરમાં આત્મા હતો ? હા, ચોક્કસ હતો.
હાલ તમારા શરીરમાં આત્મા છે ?
છે.
તે વખતે તમારા શરીરમાં આત્મા હતો, એ વાત તમે કબૂલ કરી, પણ શરીરના કેટલા ભાગમાં આત્મા હતો ?
તેમાં પૂછવાનું શું છે ? આખા શરીરમાં ફેલાઈને રહ્યો હતો, શરીરનો કોઈ પણ ભાગ ખાલી નહીં, તેમ જ શરીરની બહાર આત્મા લટકતો પણ નહીં, એવી રીતે શરીરમાં રહેલો હતો. અને એમ જ હોઈ શકે.
ઠીક, ત્યારે હાલમાં તમારા શરીરમાં આત્મા કેવી રીતે રહેલ હશે ? હાલ પણ એવી જ રીતે આખા શરીરમાં ફેલાઈને.
બાળપણના તમારા શરીરમાં ને હાલના તમારા શરીરમાં કાંઈ ફેરફાર હોય, તેવું ધારો છો ?
બાલ્યાવસ્થામાં મારું શરીર નાનું હતું, હાલ મોટું છે. કારણ કે, મારું શરી૨ દિવસે દિવસે હાલમાં વધતું જાય છે.
બરાબર ! પણ ભાઈ ! આત્માનું કેમ થયું હશે ?
એ પણ વધતો જ હશે ને ?
નહીં, નહીં, આત્મા વધતો નથી, તેમ ઘટતોયે નથી, પણ તેનો સંસર્ગ અને વિસર્ગ થાય છે.
એટલે ? સંસર્ગ-વિસર્ગ વળી શું ?
સમજાવું છું. ધીરજ રાખો.
પરમાણુ કેટલો સૂક્ષ્મ છે ? તે હકીકત તમને યાદ છે ને ?
ા, છઠ્ઠા પાઠમાં એ સંબંધી વિચાર કરી ગયા છીએ.
આખો આત્મા તમારા આખા શરીરમાં ફ્લાઈને રહ્યો છે, પણ