________________
આત્મપ્રદેશો અને આત્મપ્રદેશોની સંસર્ગ તથા વિસર્ગ શક્તિ ૪૩
તમારી આંગળીમાં કેટલો આત્મા હશે.
આંગળી જેટલો જ.
ને આંગળીના ટેરવા પર ?
ટેરવા જેટલો.
તમારી આંગળીના ટેરવા પર સોયની અણી મૂકું છું, કેમ તમને કાંઈ જ લાગતું નથી ને ?
ના, જી ! સહેજ તમતમાટ થાય છે.
નખના કાળા ભાગ પર સોયની અણી દબાવતાં શું થાય છે ? કંઈએ નહીં.
કારણ ?
નખના છેડાનો ભાગ જડ (આત્મા વિનાનો) છે ને ?
હા, બરાબર હું ભૂલ્યો. ત્યારે તમારી આંગળી પર સોયની અણી જેટલામાં વાગે છે, તે ભાગ આત્માવાળો ખરો ને ?
શકે?
હા.
જે ભાગમાં તમને સોય વાગે છે, તે ભાગમાં કેટલો આત્મા હશે ? સોયની અણી જેટલો.
ત્યારે શું આત્માના નાના નાના કકડા થતા હશે?
એમાં હું કાંઈ કહી શકતો નથી. પણ આખા શરીરમાં આખો આત્મા છે. આંગળીમાં આંગળી જેવડો, સોયની અણી જેટલા ભાગમાં સોયની અણી જેટલો આત્મા છે, એમ ચોક્કસ કહી શકું છું.
તો તો પછી આવી રીતે, આત્માનો નાનામાં નાનો ભાગ પણ થઈ
થઈ શકે. કેમ ન થઈ શકે ?
કેટલો થઈ શકે ?
બરાબર નિહ કહી શકું. આપ સમજાવો.