________________
૪૪ કર્મ-વિચાર ભાગ-૧
પરમાણુ જેવડો.
ઓહો ! પરમાણુ તો ઘણો જ સૂક્ષ્મ છે. જેના જ્ઞાનીની બુદ્ધિથી પણ બે ભાગ ન થઈ શકે.
હા, આત્માનો પણ નાનામાં નાનો ભાગ તેવડો જ–જ્ઞાનીની બુદ્ધિથી પણ જેના બે ભાગ ન થાય–તેવડો જ સમજવો. પણ એટલું યાદ રાખવું કે પરમાણુ એકલો છૂટોછવાયો હોય છે, ને સ્કન્ધ સાથે વળગેલો પણ હોય છે. પણ આત્માના પરમાણુ જેવડા નાનામાં નાના એ ભાગો કદી એકબીજાથી છૂટા પડતા જ નથી.
આ નાનામાં નાના ભાગોનું નામ પ્રદેશ પ્ર-અત્યંત દેશ-નાનો ભાગ, અર્થાત નાનામાં નાનો ભાગ પ્રદેશ કહેવાય છે. આખા આત્માને કેટલા પ્રદેશો હશે ? વારુ ! કહી શકશો ?
ઘણા, ઘણા. ઘણા તો ખરા, પણ અસંખ્ય કહેવા. અસંખ્ય શબ્દનો શો અર્થ છે ? તે આગળ ઉપર પ્રસંગે સમજાવીશું, ગભરાતા નહિ. ઠીક. પણ આપણી વાતચીતનો સાર શો આવ્યો ?
આત્મા એ અસંખ્ય પ્રદેશોનો સમૂહ છે, અથવા આત્માને અસંખ્ય પ્રદેશો છે. આત્મપ્રદેશો આખા શરીરમાં ફ્લાઈને રહ્યા છે. અથવા, અસંખ્યપ્રદેશી આખો આત્મા આખા શરીરમાં ફેલાઈ રહ્યો છે. સોયની અણી જેટલા ભાગમાં પણ. આત્મ પ્રદેશો ઘણા જ–અસંખ્ય સમજવા.
એક પરમાણુ એક સ્વતંત્ર પદાર્થ છે, તે રીતે ઘણા પરમાણુઓ મળીને તેનો બનેલો સ્કંધ પણ એક સ્વતંત્ર પદાર્થ છે. એ જ પ્રમાણે એક ધોતીકોટાના બે ટુકડા થાય, તે પણ બન્નેય બે ધોતિયા રૂપ બે સ્વતંત્ર પદાર્થો છે.
તેવી રીતે આત્મામાં નથી. પણ તે અસંખ્ય પ્રદેશોના સમૂહરૂપ એક આત્મા સ્વતંત્ર પદાર્થ છે.
જુઓ, આ મીણબત્તી, તેને સળગાવી દીવો કરો. દીવાનો પ્રકાશ