________________
આત્મપ્રદેશો અને આત્મપ્રદેશોની સંસર્ગ તથા વિસર્ગ શક્તિ ૪૫
ચારેય તરફ ફ્લાય છે ને ?
હા, જી !
જુઓ, આ નાનો ડબ્બો છે. હવે તેમાં મીણબત્તી મૂકો, ને તપાસો કે, પ્રકાશ ક્યાં ક્યાં ફ્લાય છે ?
પ્રકાશ આખા ડબ્બામાં ફ્લાયો છે.
એ મીણબત્તી બહાર કહાડો, ને પેલી મોટી પેટીમાં મૂકો, હવે તપાસો, દીવાનો પ્રકાશ કેટલા ભાગમાં ફ્લાય છે ?
આખી પેટીમાં છે.
ડબ્બામાં મીણબત્તી મૂકી હતી, ત્યારે તે પ્રકાશ ડબ્બામાં જ સમાયો, ને આખો ડબ્બો પ્રકાશથી ભરાયો. મોટી પેટીમાં મીણબત્તી મૂકી, ત્યારે પ્રકાશ આખી પેટીમાં ફેલાયો. ત્યારે, પેટીમાં મૂકતી વખતે પ્રકાશ વધ્યો હશે ?
નહિ જ.
ત્યારે ?
ડબ્બામાં-સાંકડી જગ્યામાં જે પ્રકાશ હતો, તે પ્રકાશ મોટી પેટીમાં પહોળી જગ્યામાં વિસ્તાર પામ્યો.
હવે, જો પેટીમાંથી ડબ્બામાં મૂકીએ, તો ?
પ્રકાશ સંકોચાય, ને ડબ્બામાં સમાઈ શકે.
બસ, ભાઈ ! બસ હવે તમને વધારે પૂછવાની જરૂર નથી.
તેવી જ રીતે, આત્માના સંબંધમાં સમજી લ્યોને, કે—જ્યારે તમે નાના હતા, ત્યારે તમારું શરીર નાનું હતું, ત્યારે તે જ અસંખ્ય પ્રદેશીઅસંખ્ય પ્રદેશવાળો આત્મા—તેમાં સંકોચિત રૂપે હતો. જેમ જેમ તમે મોટા થતા ગયા, શરીર મોટું થતું ગયું, તેમ તેમ આત્મા—આત્મપ્રદેશો—વિકાસ વિસ્તાર પામતા ગયા.
આ ઉપરથી એટલું સમજી લ્યો કે તમે યુવાન થશો, તમારાં દરેક અંગો પૂરાં ખીલશે, ત્યારે તે જ આત્મા વિસ્તાર પામીને આખા શરીરમાં ફેલાશે. પછી જ્યારે તમે વૃદ્ધ થશો, શરીરના અવયવો સંકોચાશે, ત્યારે