________________
૧૨ કર્મ-વિચાર ભાગ-૧
- તમે થોડી વાર પહેલાં કહેતા હતા કે-“હું અને કબાટ સરખા
છીએ” અને હવે કહો છો કે–“અમારા બન્નેયમાં ઘણો ફરક છે.” એમ બે વાત કેમ કરો છો ?
પહેલાં મને એમ સમજાતું હતું, પછી આપે સમજાવ્યું એટલે મારે મારી વાત ફેરવવી પડી.
મેં જે વાત સમજાવી, તે કોણ સમજયું? તે અમે સૌ સમજયા છીએ.
પણ, તમે સૌ એટલે શું? કોણ સમજ્યું? એ મારો પ્રશ્ન છે. તમારા હાથ સમજ્યા? પગ સમજ્યા? કે નાક સમજયું? કોણ સમજયું? તે કહો.
અમારું શરીર સમજયું.
તમારું શરીર સમજી શકતું હોય તો, આ કબાટ કે મડદાનું શરીર કેમ ન સમજી શકે ?
તે ન સમજી શકે, કેમકે તે બન્નેયમાં ચૈતન્ય નથી, લાગણી નથી. લાગણી હોય, તે સમજી શકે.
તો શું તમારી લાગણી મારી બધી વાત સમજી શકી ? તમારી લાગણી એટલે કોની લાગણી ?
તમારા શરીરની? હાથની ? પગની ? કોની લાગણી સમજી શકી? શરીર તો સમજી શકતું નથી. તો હાથપગ શી રીતે સમજી શકે ? “અમારી લાગણી” એટલે કોની? એ સવાલ બરાબર ઊભો થાય છે. લાગણી શરીરની નથી. જો શરીરની હોય, તો શરીરને છોડીને તે ચાલી જાય નહીં. તો કોઈ દિવસ દુનિયામાં મડદું જોવામાં જ આવી શકે નહીં. લાગણી કોની ?
પ્રશ્ન બરાબર છે. આપે અમને બરાબર ગૂંચવણમાં નાખી દીધા.
તમને ગૂંચવણમાં નાંખવાનો મારો જરા પણ ઇરાદો નથી. તમારી જિજ્ઞાસાવૃત્તિને ઉત્તેજવાનું મને મન થાય છે, પણ ગૂંચવણમાં નાંખવાની ઇચ્છા થતી નથી.
થોડી વાર પહેલાં તમે મને ટપ ટપ જવાબ આપતા હતા. અને હવે