________________
પાઠ ૩જો
ચૈતન્ય-લાગણીના તરંગો
ગયા પાઠમાં આપણે ચૈતન્ય અને જડ વિશે શીખી ગયા છીએ, ચેતના, ચેતનશક્તિ, જાણવાની શક્તિ, જ્ઞાનાદિ શક્તિ અને લાગણી વગેરે ચૈતન્યનાં અનેક નામો છે.
આપણે જે જે કામો કરીએ છીએ, તે દરેક ધારણાપૂર્વક કંઈક સમજીને કરીએ છીએ. જેમ કે–ખાવાની ઇચ્છા થઈ, એટલે જમવા બેસીએ છીએ; સાપ જોઈ પાછા હઠીએ છીએ; નવી ચીજ જોઈ લેવાનું મન કરીએ છીએ, કપડાં, જોઈ પહેરવા માંડીએ છીએ; ને લાડુ જોઈ ખાવા લાગીએ છીએ; આમ આપણું શરીર જે જે કામ કરે છે, તે દરેક વિવેકબુદ્ધિથી કરે છે. કબાટ તેમ કરતો જ નથી. કારણ કે–તે “જડ” છે, આપણામાં ચેતનાશક્તિ, ચૈતન્ય, લાગણી છે, તેથી દરેક કામો વિવેકપૂર્વક કરીએ છીએ, એટલે
બુદ્ધિપૂર્વક અને બંધારણસરની રીતસરની હિલચાલમાં ચૈતન્યશક્તિ ખાસ મદદગાર છે.”
આ બાબત તમારા મગજમાં બરાબર ઠસી કે ? હા.
ઉપર પ્રમાણે જે નિયમ ઘડ્યો, તે ન માનતો હોય, એવો કોઈ પણ વિચારશીલ મનુષ્ય દુનિયાની સપાટી ઉપર જભ્યો જ નથી, એમ મારી ચોક્કસ ખાતરી છે. પછી ભલે, ચૈતન્યના વિશેષ વિવેચનમાં અનેક મતભેદો હોય, પણ “તે શક્તિ છે, અને તેના વિના જગતમાં ચાલી શકે તેમ નથી.” એમ તો દરેક માને છે જ.