________________
૧૦ કર્મ-વિચાર ભાગ-૧
સાંભળો, આ દરેક બાબતના ખુલાસા આગળ ઉપર આવશે. હાલ, પ્રશ્નો પૂછવાની ઉતાવળ કરશો નહિ.
મુદ્દા ૧. જગતમાં ચૈતન્યવાળી-લાગણીવાળી અને જડ-ચૈતન્ય વિનાની એ બે
જાતની જ વસ્તુઓ મળે છે. ૨. આપણામાં ચૈતન્ય છે, એટલે આપણે ચૈતન્યવાળી વસ્તુઓમાં
ગણાઈએ છીએ. ૩. આપણામાંથી ચૈતન્ય ચાલ્યું ગયા પછી, આપણું શરીર જડ કહેવાય છે. ૪. કબાટ, ખુરશી વગેરે વગેરે જેમાં લાગણી ન હોય, તે દરેક વસ્તુઓ
જડ છે.