________________
જડ અને ચૈતન્ય ૯
“કબાટ જેવો હોય” એવો તે થઈ રહ્યો ને ?
કેમકે તમારામાં લાગણી છે, ને તે માણસમાંથી લાગણી ચાલી ગઈ છે. કબાટમાં બિલકુલ લાગણી છે જ નહિ. એટલે પછી તે અને કબાટ બન્નેય સરખા થયા ને ?
હા, જી ! એમ જ.
“લાગણીને” અમે અહીં ચૈતન્ય” કીએ છીએ.
તમારામાં “ચૈતન્ય છે, અને મરેલા તે માણસમાંથી ચૈતન્ય ચાલ્યું ગયું છે. અને આ કબાટમાં ચૈતન્ય નથી જ.'
જેમાં ચૈતન્ય નથી, તેને અમે જડ” કહીએ છીએ.
ત્યારે શું આ ટેબલ, ખુરશી, મકાન, હોલ્ડર, ખડિયો, બધાંયે જડ છે ? હા. એ બધાં યે ‘જડ” છે. અને પેલો માણસ મરી ગયો, તેનું શરીર પણ જડ હતું.
લાગણી વિનાની દરેક વસ્તુ “જડ.” સમજ્યા કે ?
જરા વિચાર કરો. આવી “જડ” વસ્તુઓ અને “ચૈતન્યવાળીલાગણીવાળી'' વસ્તુઓ સિવાય દુનિયામાં તમે બીજું કાંઈ જોઈ શકો છો ? ના. ખરેખર, જે જોઉં છું, તે દરેક “જડ કે ચૈતન્યવાળી વસ્તુના વર્ગમાં જ” સમાઈ જાય છે.
ચૈતન્યવાળા પદાર્થોને જો કે “શરીર” કહેવામાં આવે છે. પરંતુ તેમાંથી જ્યારે ચૈતન્ય ચાલ્યું જાય છે, ત્યારે તે પણ કબાટ જેવું જડ જ સમજજો. એટલે શરીર એ જડ છે. અને તેમાં રહેલું ચૈતન્ય એ એક જતી આવતી બીજી કોઈ વસ્તુ છે. એમ સાબિત થયું ?
હશે ?
હા. બરાબર, બરાબર સાબિત થયું ને ?
આ પાઠમાં કઈ બે વસ્તુઓ સાબિત થઈ ? “જડ અને ચૈતન્ય.”
પરંતુ, સાહેબ ! “લાગણી [ચૈતન્ય]'' એ શું હશે ? કયાંથી આવતી