________________
૨૬૮ કર્મ-વિચાર ભાગ-૩
તેના જેવો શરીરના હાડનો બાંધો, તે [કિલિકા દષ્ટાન્નોપલક્ષિત] કિલિકાસંહનનનામકર્મ. અને તેવું સંહનન અપાવનાર કર્મ તે કિલિકા સંહનન નામકર્મ.
૯૧. ૪૩. ૬. સેવાર્તાસંહનનનામકર્મ બસ. ખીલી પણ નહીં. માત્ર પાસે પાસે રહેલા હાડકાના સાંધા બહુ જ સાધારણ મજબૂતીથી વળગી રહ્યા હોય છે. આમ અલ્પ મજબૂતીવાળા શરીરના બાંધાને માટે સેવાર્ત, છેદાર્ત, સૃપાટક, છેવઠું એવા જુદા શબ્દો છે. તેનું પ્રેરક કર્મ તે સેવાર્ત સંહનનનામકર્મ.
જો કે દરેકને આ પ્રમાણે જ હાડકાનો બાંધો હોય છે, એમ નથી. પરંતુ કેટલાકને શરીરમાં હાડકાં નથી પણ હોતાં, તેથી આ દાખલા ઉપરથી માત્ર શરીરની મજબૂતીનો પ્રકાર સમજી લેવો. એક એકના વર્ગમાં આવા અનેક ઓછાવત્તા પ્રકારો પડી જાય છે. માત્ર શાસ્ત્રોપયોગી વિષય સમજાવવા માટે આમ સ્થૂળ પ્રકાર પાડી બતાવ્યા છે. પરંતુ શરીરની મજબૂતી વિશે એકલું સ્વતંત્ર શાસ્ત્ર રચવા બેસીએ તો વિગતવાર વધારે પેટા ભેદો પાડીને તેનું વર્ગીકરણ કરી વિવેચન કરી શકાય. પરંતુ અહીં કર્મશાસ્ત્રમાં તેનો જે રીતે ઉપયોગ છે, તેટલા પૂરતો નિર્દેશ કરવામાં આવ્યો છે ને તે જ ઉચિત છે.
૮. સંસ્થાનનામકર્મ–
આ કર્મ શરીર, તેના અવયવો, અને એકંદર તેની રચનાની પ્રમાણસરતાનું પ્રેરક કર્મ છે. સંક્ષેપમાં માત્ર અહીંના ઉપયોગ પૂરતા તેના ૬ પ્રકારો બતાવ્યા છે. આ કર્મ ન હોય તો શરીર વગેરેની આકૃતિનું કંઈ ઠેકાણું ન રહે. વિરૂપ આકૃતિવાળો માણસ પણ સૌભાગ્યનામકર્મને લીધે બીજાને વહાલો લાગે, તથા યશનામકર્મને લીધે તેનો યશ પણ ફ્લાય, છતાં જેના શરીરની આકૃતિ સુંદર હોય. એટલું પુણ્ય જેણે ઉપાર્યું હોય, તે સુભગ અને યશસ્વી પણ હોય. કદાચ આ રીતે સુંદર આકૃતિ જેમ મોહક અને આકર્ષક બને છે, તેમ આકર્ષકતાના કારણ સૌભાગ્યનામકર્મ વગેરે પણ હોય છે. માત્ર શરીર વગેરેની આકૃતિનું નિયામક આ કર્મ છે.
જગતભરમાં ત્રણ કાળમાં ઉત્પન્ન થતા પ્રાણીમાત્રના શરીરની