SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ર૬૭ સંઘાત, તે સંઘાતન. અને તેનું પ્રેરક કર્મ તે સંઘાતનનામકર્મ. આ ભેદ જો કે તમે આટલું શીખ્યા છો, એટલે સમજતા હશો જ. પરંતુ વધારે સ્પષ્ટ કરવાના હેતુથી, અથવા ભૂલ ન થઈ જાય એવા હેતુથી તમને ચેતવ્યા છે. માટે હવે દરેક પ્રસંગે કર્મ અને કર્મનું ફળ એ બન્નેનો જુદો જુદો અભ્યાસ કરજો . બરાબર છે, કોઈ વખતે ગૂંચવાડો થઈ જવા સંભવ છે. આટલી ચેતવણીથી હવે બરાબર સાવચેત રહીશું. ઘણી વખત એવી ભૂલ થાય છે કે, ઔદારિકશરીરનામકર્મ વિશે પ્રશ્ન પૂછ્યો હોય છે, અને વિદ્યાર્થીઓ ઔદારિકશરીર વિશે સમજાવીને ચૂપ રહે છે, અથવા ઔદારિકશરીર વિશે પ્રશ્ન હોય તો, ઔદારિકશરીરનામકર્મની વ્યાખ્યા બોલી જાય છે. આવો ભ્રમ થઈ જતો ઘણી વખત જોવામાં આવે છે. ૮૭. ૩૯. ૨. ઋષભનારાચસંહનનનામકર્મમર્કટ બંધ પહેલા જેવો રાખો ને તેના પર પાટો પણ રહેવા દો. માત્ર ખીલો નહીં. એમ જે જાતની મજબૂતી થાય, એવો હાડનો બાંધો, તે ઋષભ નારાજ સંહનો. અને તેવો બાંધો અપાવનાર કર્મ, તે ઋષભ નારાચસંહનન નામકર્મ. ૮૮. ૪૦. ૩. નારાચસંહનનનામકર્મ—માત્ર બને તરફ મર્કટ બંધ જ, પરંતુ તેના ઉપર પાટો કે ખીલો કશુંયે નહીં. એવો બાંધો તે નારાચ સંહનન, અને તેનું પ્રેરક એટલે તે અપાવનાર કર્મ તે મારા સંતનન નામકર્મ. ૮૯. ૪૧. ૪. અર્ધનારાચસંહનનનામકર્મ–તમે તમારા હાથના બન્ને કાંડા પરસ્પર પકડ્યા છે. તેમાંનો એક હાથ છૂટો કરો એટલે એક તરફ મર્કટ બંધ રહેશે. આનું નામ અર્ધ નારાચ. આવો હાડકાનો બાંધો તે અર્ધનારાચ સંહનન અને તે અપાવનાર કર્મ, તે અર્ધનારાચ સંહનન નામકર્મ. ૯૦. ૪૨. ૫. કિલિકાસંવનનનામકર્મ–બસ, બન્ને તરફનો મર્કટ બંધ છોડી નાંખો. માત્ર બન્ને હાથને પાસે પાસે રાખો. માત્ર તેની વચ્ચે એક નાનકડી નાજુક પાતળી ખીલી-કિલિકા નાખી દઈએ. અને જે મજબૂતી થાય,
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy