________________
૨૬૬ કર્મ-વિચાર ભાગ-૩
ભવિષ્યમાં શરીરની મજબૂતી જેવી થવાની હોય, તેમાં ઉપયોગી થાય તેવી જ રીતે પહેલે સમયેથી જ ગ્રહણ કરેલી વર્ગણામાં પરિણામ થવા લાગે છે.
પ્રત્યેક પ્રાણીની મજબૂતી એકઠી કરીએ તો તેમાં અનેક જાતની ચઢતા ઊતરતા ક્રમની મજબૂતી માલૂમ પડશે. પરંતુ તેનું સામાન્ય વર્ગીકરણ કરીને છ દાખલાની છ પ્રકારની શરીરની મજબૂતી સમજાવવામાં આવે છે. ૮૬. ૩૮. ૧. વજઋષભનારાચસંહનનનામકર્મ.
વજ્ર એટલે ખીલો. ઋષભ એટલે પાટો. નારાચ એટલે બન્ને તરફ મર્કટબંધ, એટલે વાંદરીને પેટે જેમ તેનું બચ્ચું વળગી રહે છે, વાંદરી ગમે તેમ કૂદે પણ તે છૂટું ન જ પડે, તેમ. અથવા તમારા બન્ને હાથથી મજબૂત તમારા પોતાના જ હાથના કાંડા પકડો. બસ આનું નામ મર્કટબંધ. તેના ઉપર એક મજબૂત ઋષભ એટલે લોઢાનો પાટો વીંટી લઈએ, અને પછી તેના પર સોંસરો લોઢાનો ખીલો ઠોકી બેસાડીએ એટલે કેટલી બધી મજબૂતી થાય ? બસ. જેના શરીરના હાડકાનું બંધારણ આટલું બધું મજબૂત હોય, તેનું નામ વજઋષભનારાચસંહનન કહેવાય. આ સંહનન કહેવાય. આવું સંહનન એટલે શરીરનો આવો મજબૂત બાંધો ઉત્પન્ન કરે તે કર્મ વજ ઋષભ નારાચ સંહનન નામકર્મ કહેવાય.
અહીં ખાસ એક વાત સ્પષ્ટ કરવાની જરૂર જણાય છે કે, વજ ઋષભનારાચસંહનન, અને વજઋષભનારાચસંહનનનામકર્મ—એ બન્ને જુદી જુદી વસ્તુઓ છે.
સંહનન એ શરીરમાં ઉત્પન્ન થયેલી મજબૂતી છે. અને સંહનન નામકર્મ, એ મજબૂતી ઉત્પન્ન કરનાર કર્મ છે. તેવી જ રીતેઔદારિક શરીર અને ઔદારિકશરીરનામકર્મ, એ બન્ને પણ જુદી જુદી વસ્તુઓ છે. ઔદારિકશરીર ઔદારિકવર્ગણાનું બને છે. અને તેનું પ્રેરક કર્મ, તે ઔદારિક શરીરનામકર્મ છે. દરેક કર્મ કાર્મણ વર્ગણાના હોય છે. અને તે પ્રથમ બાંધવામાં આવે છે, અને તેનું અમુક વખતે ફળ મળે છે. ત્યારે ઔદારિક શરીર વગેરે તેનાં ફળ છે. દેવગતિ ફળ છે. દેવગતિરૂપે ફળ આપનાર કર્મ તે દેવગતિનામકર્મ. તે જ રીતે ઔદારિકાદિક શરીરની વર્ગણાઓમાં થતો