________________
કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૩૧ પ. અને તેનું છેવટે એક આખું પ્રજાતંત્ર ગોઠવાય છે. ૬. તે પ્રજાતંત્ર-મહામહાજન પ્રત્યેક આત્માની રક્ષા, મદદ, પ્રગતિ વગેરે
માટે ન્યાય, રાજય વગેરે અનેક સંસ્થાઓ ઉત્પન્ન કરે છે. તે દરેક
સંસ્થાના આશ્રય નીચે પાછો આત્મા આવે છે. ૧. બીજી રીતે શરીર મકાનમાં સુરક્ષિત રહે છે. ૨. મકાન પણ સારી શેરીમાં કે લત્તામાં હોય છે. ૩. લત્તો પણ સારામાં સારી વસ્તીવાળા મધ્યસ્થાનમાં આવેલો હોય છે. ૪. અને તે મધ્યસ્થાનની આજુબાજુ બીજા અનેક સ્થાનો તથા કિલ્લો-કોટ
વીંટાય છે. ૫. કોટને ફરતી ખાઈ, નદી કે જંગલોથી સુરક્ષિત કરવા ઉપરાંત, તેને
રખેવાળો સુરક્ષિત રાખે છે. ૬. રખેવાળોની સુવ્યવસ્થા રાખવા માટે રાજ્યસંસ્થા. ૭. રાજ્ય સંસ્થાની વ્યવસ્થા માટે રાજા અને તેના હાથ નીચેના અમલદારો
તથા લશ્કર વગેરે હોય છે. ૮. રાજાને સીધા રાખવા રાજયસંસ્થાનો વડો અધિકારી ચક્રવર્તી અને ૯. ચક્રવર્તીને સીધે રસ્તે કામ કરતો રાખવા માટે ઉપર કહેલા
મહામહાજનનું પ્રજાતંત્ર હોય છે. ૧૦. અને મહામહાજનના તંત્રને સીધે રસ્તે રાખવા વિદ્વાનો અને મહાત્મા
પુરુષો. ૧૧. અને મહાત્મા પુરુષોને સીધે રસ્તે દોરવતાં શાસ્ત્રો. ૧૨. શાસ્ત્રોમાં અપ્રમાણિકતા વગેરે ટાળવા માટે અને યોગ્ય શાસ્ત્રો ઉત્પન્ન
કરવા માટે મહાન તીર્થકરો થાય છે. ૧૩. તીર્થંકરો વળી દરેકને જ્ઞાન અને સદ્વર્તન સુગ્રાહ્ય થાય તેટલા માટે
તીર્થ નામનું તંત્ર સ્થાપે છે અને તે તીર્થમાં અધિકારી ભેદથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની પરિસ્થિતિ પ્રમાણે તેઓ અનેક જાતની વ્યવસ્થા ગોઠવાવે છે.