________________
૨૩૦ કર્મ-વિચાર ભાગ-૩
સમજવામાં ગુરુ વગેરે બીજાની મદદની જરૂર રહે. અથવા છેવટે સહેજસાજ સંદિગ્ધતા, શંકા, વહેમ, અનિશ્ચિતતા વગેરે ઉત્પન્ન કરે.
૧૮ ૨. મિશ્રદર્શનમોહનીયકર્મ—કંઈક નિશ્ચિતતા અને કંઈક અનિશ્ચિતતા એમ બન્ને સ્થિતિમાં લગભગ સમાન રીતે મનોદશાને રાખે. ૧૯ ૩. મિથ્યાત્વદર્શનમોહનીયકર્મ અથવા અત્યંતસમ્યગ્દર્શન મોહનીયકર્મ–વસ્તુસ્થિતિ કરતાં તદ્દન ઊલટું જ ભાસે, તદ્દન ઊલટું હોય તે બરાબર વસ્તુસ્થિતિ જેવું ભાસે, અને કોઈ બરાબર વસ્તુસ્થિતિ સમજાવે છતાં તેમાં વિશ્વાસ જ ન બેસે. આટલી બધી હદ સુધી આત્માના સ્વતંત્ર શુદ્ધદર્શીપણાની શક્તિ આચ્છાદિત થઈ ગઈ હોય છે. તે આ કર્મને લીધે.
ચારિત્રમોહનીયકર્મ આત્માની પોતાની જ સ્વરમણતાનું આવરણ કરે છે અને બીજા તરફ લલચાવે છે. એટલું જ નહીં, પણ બીજામાં તલ્લીન બનાવે છે.
આપણે સમજ્યા છીએ કે—આત્મા તદ્દન શુદ્ધ સ્વતંત્ર અને નિર્મળ છે. પરંતુ તેમાં સંજોગવશાત્
૧. યોગ અને લાગણીઓ એટલે અધ્યવસાયસ્થાનકો ઉત્પન્ન થાય છે. એ તેનું પહેલું પતન, ત્યાર પછી તેને લીધે આત્મામાં અનેક પતનોની પરંપરા ચાલે છે.
૨. તેના પર કર્મો વીંટાય છે.
૩. પછી તે કર્મો સહિત આત્મા શરીરમાં પેક થાય છે.
૪. શરીર કપડાં દાગીનાથી ઢંકાય છે.
૧. તે શરીર વળી કુટુંબ-કબીલા અને વડીલોથી વીંટાય છે.
૨. તે કુટુંબ પણ જ્ઞાતિમાં, સમાજમાં અને
૩. જ્ઞાતિ છેવટે મહાજનમાં ગોઠવાય છે.
૪. મહાજન મહામહાજનમાં.