________________
પાઠ ૬ઠ્ઠો
બારીકમાં બારીક કણિયો–પરમાણુ
આપણે જોઈએ છીએ, તે દરેક જડ વસ્તુઓની ઉત્પત્તિ શામાંથી ? ને કેવી રીતે છે ? તથા નાશ થયા પછી તેની શી સ્થિતિ થાય છે ? એ પણ જરા સમજી લઈએ. .
હા, એ પણ જરૂરનું છે.
આપણે બીજા પાઠમાં જડ અને ચૈતન્યના સંબંધમાં કેટલુંક જાણી ગયા, તેમ જ ચૈતન્ય જેમાં રહે, તેનું નામ “આત્મા” એ પણ થોડું ઘણું આપણે ત્રીજા પાઠથી સમજયા. આત્મા આપણા શરીરમાં જ ફેલાઈ રહ્યો છે, તે પણ ચોક્કસ નક્કી કર્યું.
ચંદ્રકાન્તભાઈ ! આ શું છે ? તે ઈંટ છે. તે ઈંટ કોણે બનાવી છે? ' કુંભારે. . શામાંથી ? અને કેવી રીતે બનાવી ? તે કહી શકશો?
માટી ખોદી લાવી, પાણી રેડ્યું. પછી ખૂબ ગૂંદી, ચીકણી માટી થયા પછી લાકડાના ચોકઠામાં ઈંટો પાડી, પછી પકવી, એવી ઘણી ઈંટો બરાબર ગોઠવી આ મકાન કડિયાઓએ ચપ્યું.
ત્યારે આ ઈંટ આખી વસ્તુ નથી, પણ “માટીના ઘણા કણિયા એકઠા મળીને ઈંટો બની છે.” એમ તમારું કહેવું છે ને ?
હા, જી ! એમ જ. તેમાં કાંઈ ભૂલ હોય, તો સુધારશો.