________________
૧૦૨ કર્મ-વિચાર ભાગ-૨
યોગ અને અધ્યવસાયને લીધે ઉત્પન્ન થયેલા છે તે સમયના આત્માના એ જાતના એક સામટા બળને કરણ કહે છે. તેની મદદથી કર્મબંધ થાય છે અને કર્મબંધ થયા પછી બંધાયેલાં કર્મોમાં પણ પાછળથી પણ અનેક જાતના ફેરફાર થાય છે.
૧. કર્મબંધ પણ જુદે જુદે સમયે જુદી જુદી જાતનો હોય છે. એટલે કે જુદી પ્રકૃતિ, જુદી સ્થિતિ, જુદો રસ અને પ્રદેશોના અણસરખા ભાગલાવાળો બંધ હોય છે.
તેમાં કોઈ વખતે-બંધ સમયે, પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ જે પ્રકારનો થયો હોય છે, તેમાં આગળ જતાં [બંધ થયા પછીના સમયોમાં અનેક જાતના ફેરફાર થઈ શકે એવો સામાન્યબંધ—જે યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનકના સામટા બળથી થયો હોય, તે સામટા બળને બંધનકરણ કહેવાય છે એટલે બંધનકરણને લીધે કર્મબંધ થાય છે. જે યોગ અને અધ્યવસાયના બળથી કર્મબંધ થાય, તે યોગ અને અધ્યવસાયનું સામટું નામ બંધનકરણ.
બંધ, બંધન, બંધનકરણ, એ શબ્દોના અર્થ બરાબર સમજી લેવા જોઈએ.
હા, જી ! તેમ ન થાય, તો ગૂંચવાડો પડે તેમ છે. બંધ એટલે, કાર્મણવર્ગણા અને આત્માનું મિશ્રણ.
બંધન એટલે એ મિશ્રણ થવામાં ખાસ મદદગાર, અથવા મિશ્રણ કરાવનાર ખાસ સાધન તે બંધન.
આત્માના યોગ અને અધ્યવસાયોનું સામટું બળ કે જે આત્માને કર્મ બાંધવામાં ખાસ મદદ કરે છે. અનેક જાતના કરણ છે, તેમાંના એક કરણનું નામ બંધન છે. જે વડે કર્મ બાંધી શકાય, તે બંધન.
બંધનકરણ–બંધન શબ્દમાં કરણનો ભાવ આવેલો છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરણ શબ્દ કરે છે.
કરણ એટલે પ્રબળ સાધન. પ્રબળ સાધનોને લીધે આત્માનાં જીવન અને કર્મોમાં અનેક જાતના ફેરફારો થાય છે તે બધાં સાધનો કરણો કહેવાય છે.