________________
૨૨૨ કર્મ-વિચાર ભાગ-૩
આત્મબળ મદદ કરે છે.
આ કાર્મણ અને તૈજસ બન્ને શરીરો જીવને સદાકાળ સાથે જ હોય છે. અર્થાત્ જ્યારે મરણ વખતે એક શરીર છોડ્યું અને બીજું શરીર બનાવવાંને ઉત્પત્તિના પ્રદેશ સુધી જીવ પહોંચે છે. તેટલા વચલા વખતમાં પણ એ બન્ને શરીરો તો સાથે જ હોય છે. આ રીતે નામકર્મની કેટલીક પ્રકૃતિઓ તમારા સમજવામાં આવી ગઈ હશે.
કુલ ૮૯ નામકર્મો ગણાવ્યાં. બાકી ૧૪ રહે છે. તે પણ અહીં
ગણાવી દેવા ઠીક પડશે.
૧. તિર્યંચગતિનામકર્મ.
૨. તિર્યંચઆનુપૂર્વીનામકર્મ.
૩. ચારઇંદ્રિયજાતિનામકર્મ.
૪. ત્રણઇંદ્રિયજાતિનામકર્મ.
૫. બેઇંદ્રિયજાતિનામકર્મ.
૬. એકઇંદ્રિયજાતિનામકર્મ.
૭. સ્થાવરનામકર્મ.
૮. સૂક્ષ્મનામકર્મ.
૯. સાધારણનામકર્મ.
૧૦. આતપનામકર્મ.
૧૧. દેવગતિનામકર્મ.
૧૨. દેવઆનુપૂર્વીનામકર્મ.
૧૩. નારકગતિનામકર્મ.
૧૪. નારકઆનુપૂર્વીનામકર્મ.
કુલ ૧૦૩ એકસો ત્રણ નામકર્મની પ્રકૃતિઓ સમજાવી.
આ રીતે કુલ મૂળ આઠ કર્મ અને તેની ૧૫૮ પેટા પ્રકૃતિઓ
સમજાવી.