________________
૧૧૦ કર્મ-વિચાર ભાગ-૨
ચાલુ હોય છે. કોઈ કર્મ બંધાતાં હોય છે, કોઈ નિકાચિત થતાં હોય છે, કોઈ સંક્રમતાં હોય છે વગેરે વગેરે.
આપની આ વાત માનવામાં કેમ આવે ?
કેમ ન આવે ?
એક જ કરણ બધાં કામ કરે, તે ઘટે જ કેમ ?
હા, એક જ કરણ બધાં કામ કરે, અને તે બધાં કામો થાય પણ
ખરાં,
કૃપા કરી, તે સમજાવશો ?
કેમ નહીં ? સમજાવવા તો બેઠા જ છીએ ને ? વાત બહુ ઝીણી છે. એટલે ધ્યાન પણ બહુ જ રાખજો, અને બુદ્ધિને પણ ઝીણી કરજો, એટલે બરાબર સમજાશે.
ઘણી કૃપા. સાંભળો, ત્યારે :
એ એક જ કરણમાં એવી વિચિત્ર શક્તિ હોય છે કે જેના-જેના ઉપર તેની અસર થાય, તેની તેની પોતાની પરિસ્થિતિ અને યોગ્યતા જુદી જુદી જાતની હોવાથી તેની ઉપર જુદી જુદી જાતની અસર થાય છે. આ વાત નીચેના દાખલાઓ ઉપરથી બરાબર સમજાશે.