________________
પાઠ ૯મો
કરણની વિચિત્ર અસર
એ તો તમને યાદ જ હશે કે “કરણ એટલે અધ્યવસાય અને યોગબળથી ઉત્પન્ન થયેલું આત્મિક બળ—આત્મિક પ્રયત્નવિશેષ. હા, એ બરાબર યાદ છે.
સારું, એક બીજી વાત પણ સાથે સાથે યાદ રાખી લો :એક સમયે, આપણને અધ્યવસાય અને યોગસ્થાનકનું જે બળ ઉત્પન્ન થયું હોય–કરણ ઉત્પન્ન થયું હોય, તે જ કરણ, તે જ વખતે, કેટલાંક કર્મોને બાંધે, તેનું નામ બંધન કરણ કહેવાય પૂર્વે બાંધેલાઓનો સંક્રમ કરે, ત્યારે તેનું જ નામ સંક્રમણ કરણ કહેવાય. તે જ વખતે કેટલાંક કર્મોમાં અપવર્તન, ઉર્તન, થાય, એટલે તેનું જ નામ ઉર્તના કરણ અને અપવર્તના કરણ, કહેવાય.
વળી, તે જ કરણને લીધે કેટલાંક કર્મોની ઉદીરણા અને કેટલાંકનો ઉપશમ થાય, કેટલાંક નિકાચિત બંધાય, અને કેટલાંક નિત રીતે બંધાય. ત્યારે તેનું જ નામ ઉપશમનાકરણ, ઉદીરણાકરણ, નિદ્ઘતકરણ, નિકાચનાકરણ એ નામ કહેવાય.
અર્થાત્—એ જ સમયનું કરણ : તે સમયે જેટલાં કર્મ બંધાય, તેને માટેનું તે સમયનું કરણ બંધન કરણ ગણાય. જેટલાને સંક્રમાવે, તેટલાનું તે સમયનું કરણ સંક્રમણ કરણ ગણાય.
આ ઉપરથી એ સમજવું જોઈએ કે, દરેક સમયે અધ્યવસાય અને યોગનું બળ—એટલે કરણ એક હોય છે, અને તેને લીધે, ક્રિયાઓ આઠેય