________________
૧૧૨ કર્મ-વિચાર ભાગ-૨
પોતાની અસર ઉત્પન્ન કરવાની શરૂઆત એકીવખતે કરી હતી. પરંતુ તેનું પરિણામ સૌ સૌના ઉપર પોતપોતાની સ્થિતિ અનુસાર જુદું જુદું થયું.
તે જ પ્રમાણે કરણ એક જ છતાં, તેણે જ બંધાતાં કર્મને બાંધ્યાં, સંક્રમ યોગ્યનો સંક્રમ કર્યો. ઉદ્વર્તના યોગ્યમાં ઉદ્વર્તન કરી. અને અપવર્તના યોગ્યમાં અપવર્તના કરી. આ રીતે, તે કરણમાં વિચિત્ર શક્તિ હેય છે. અથવા તે અધ્યવસાયસ્થાન અને યોગનું સામર્થ્ય જ વિચિત્રતા ગર્ભિત હોય છે, કે જેને લીધે તે જુદું જુદું પરિણામ નિપજાવી શકે છે. અથવા કર્મો પરિસ્થિતિઓની જુદી જુદી યોગ્યતાને અંગે જુદી જુદી અસર થાય છે.
૨. એક ઉપદેશક પોતાના વિષયને અનુસરીને સળંગ ઉપદેશ આપ્યું જાય છે. પરંતુ કોઈ તેમાંથી ઇતિહાસને લગતા મુદ્દા તારવે છે, કોઈ તેમાંથી કર્તવ્યમાર્ગ શોધે છે કોઈ તેમાંથી ભૂલો જ કાઢે છે, કોઈ ભૌગૌલિક માહિતી મેળવે છે, કોઈ તત્ત્વજ્ઞાન, તો કોઈ નીતિના નિયમો તરફ વધુ લક્ષ્ય આપે છે, ને તેનો સંગ્રહ કરે છે.
આ રીતે ઉપદેશ એક છતાં, તેની જુદા જુદા શ્રોતાઓ ઉપર જુદી જુદી અસર થાય છે, કેમકે જેના ઉપર તે ઉપદેશની અસર થાય છે, તે પાત્રો જુદી જુદી જાતની પસંદગી અને મનોવૃત્તિ ધરાવતાં હોય છે, તેથી તેની અસર પણ જુદી જુદી થાય છે.
૩. વળી, તમે કોઈએ સંચો ચાલતા જોયો છે ? હા, મિલ જોઈ છે.
સારું કોલસા સળગાવવાની તેને એક મોટી કોઠી હોય છે, તેમાં ખૂબ તીવ્ર અગ્નિ સળગાવવામાં આવે છે. તેને લીધે વરાળ બને છે. અને તે વરાળ બીજા એક યંત્ર ઉપર અસર ઉપજાવે છે. તે વળી ત્રીજા યંત્ર ઉપર અસર ઉપજાવે છે. એમ ઠેઠ કાપડ વણાય છે, ત્યાં સુધી તે દરેકની ઉપર તે સળગતા અગ્નિની આડકતરી રીતે અસર ચાલી આવે છે. જો તે એકાએક બંધ પડે, તો બધા સંચા એકાએક બંધ પડે છે. તેને સતેજ કરવામાં આવે, તો બધાયે સંચા સતેજ રીતે ચાલવા માંડે છે. તેને મંદ કરવામાં આવે, તો બધા સંચા મંદ મંદ ચાલવા માંડે છે. અર્થાત બધી અસરનું મૂળ સળગતો તે