________________
૯૬ કર્મ-વિચાર ભાગ-૨
અર્થ જણાય છે.
ઉપર જણાવેલા રસો પરમાણુના-જડના છે, અને નાટક જોતાં જે રસ આવે છે, તે આત્માની કોઈ એક લાગણી છે. પરંતુ એ લાગણીમાં મુખ્ય નિમિત્ત તો પરમાણુનો-જડનો સંબંધ ખાસ નિમિત્તરૂપ હોય છે. એટલે આત્માની જુદી જુદી લાગણી-અધ્યવસાયોને લીધે કાર્યણવર્ગણામાં અસર થાય છે. અને જેવું લાગણીના-અધ્યવસાયના બળનું પ્રમાણ, તે પ્રમાણે કર્મોમાં રસ ઉત્પન્ન થાય છે, અને તેના પ્રમાણમાં કર્મો ઉદયમાં આવે, ત્યારે આત્માને તેની મીઠાશ કે કડવાશનો અનુભવ થાય છે. કડવાશ કે મીઠાશ આપવાની શક્તિ ઉત્પન્ન થાય છે. આત્માનો રસ ઓછો હોય, તો કર્મોની મીઠાશ કે કડવાશ ઓછી અનુભવાય છે.
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
પ્રશ્નો
રસ શબ્દના ક્યા ક્યા અર્થો પ્રસિદ્ધ છે ?
પાંચ રસ. તેમાં રસ શબ્દનો શો અર્થ ?
શેરડીમાં રસ ઘણો છે. તેમાં રસ શબ્દનો શો અર્થ ?
શેરડીનો રસ અને લીંબડાનો રસ બહુ મીઠો અને કડવો છે. તેમાં રસ શબ્દનો શો અર્થ ?
“જમીનમાં રસકસ બહુ છે.” તેમાં રસ શબ્દનો શો અર્થ ?
“આજે નાટક જોવામાં બહુ જ રસ આવ્યો હતો.” તેમાં રસ શબ્દનો શો અર્થ ?
“કર્મના રસનો બંધ બહુ આકરો કર્યો.” તેમાં ૨સ શબ્દનો શો અર્થ?