________________
પાઠ ૬ઠ્ઠો
અસંખ્ય આત્મપ્રદેશો સાથે લાગેલી અનંતી કાર્મણવર્ગણાના દરેક સ્કંધમાં અનંતા પરમાણુઓ કેમ ?
તમે રોટલી ઉપર રોજ શું ચોપડો છો ? માલૂમ છે ?
હા, જી ! ઘી ચોપડીએ છીએ.
એ ઘી ક્યાંથી આવે છે ?
એ માખણમાંથી બને છે.
ત્યારે માખણ ક્યાંથી મળે છે ?
દૂધનું દહીં બનાવીને તેને વલોવી, ખૂબ મથ્યા પછી તે મળી શકે છે. દહીં બરાબર મથાય છે, ત્યારે જ જરાએ જરા માખણ છાશની ઉપર તરી આવે છે. તેને તાવે છે, એટલે તે ઘી રૂપમાં ચોખ્ખું આપણને મળી આવે છે.
પણ, દહીંમાં એ માખણ આવ્યું ક્યાંથી ?
તે દૂધમાં હોય જ છે.
શી રીતે હોય છે ? તે સમજાવી શકશો ?
માખણ કાઢી લીધા પછી ચીકાશ વગરના ધોળા કણો છાશરૂપે બાકી રહે છે. તેમાંથી પાણી સૂકવી નાંખીએ, તો ચૂનાના ભૂકા જેવો ધોળો ભૂકો મળી આવે. ત્યારે, દૂધમાં એ ધોળો ભૂકો, પાણી, અને ચીકણા માખણના