________________
૯૮ કર્મ-વિચાર ભાગ-૨
કણો-ઘી વગેરે, હોય છે, એમ સમજી શકાય છે.
પરંતુ એ બધાયે કેવી રીતે એમાં ગોઠવાયા હશે?
આ પણ વિચાર કરતાં આનંદ આવે એવી એક વાત લાગે છે. દૂધમાં ખટાશ, માખણ ની મીઠાશ, ઘીની સુગંધ, ઘીનો સ્વાદ, છાશના અને માખણના ધોળા રજકણો વગેરે કેવી ખૂબીથી રહ્યા હશે ? દૂધના એકેએક રજકણોમાં ઘીના કણો કેવી ખૂબીથી ગોઠવાયા હશે ?
તે જ પ્રમાણે આત્માના એકેએક ગુણના અનંત અંશો એક એક આત્મપ્રદેશોમાં ગૂંથાયા હોય છે. અને એક એક આત્મપ્રદેશે અનંતી અનંતી કામણવર્ગણાઓ ચોંટી છે. એક એક કાર્મણવર્ગણામાં અનંત અનંત સ્કંધો હોય છે. અને એક એક સ્કંધમાં અનંત અનંત પરમાણુઓ હોય છે. છતાં, એક એક પ્રદેશમાંના ગુણોના અનંત અનંત અંશો કર્મોથી સંપૂર્ણપણે ઢંકાઈ જતા નથી. એટલા બધા એક એક પ્રદેશમાં આત્મગુણોના અનંત અનંત અંશો હોય છે. આત્મપ્રદેશોના અનંત ગુણાંશોને ઢાંકવા માટે આટલા બધા પરમાણુઓની બનેલી બારીક, ચીકણી, કાર્મણવર્ગણાની જરૂર પડે છે. અને તેનું મિશ્રણ પણ આત્મા સાથે ગાઢ-મજબૂત થાય છે. - દરેક આત્માના પ્રદેશો અસંખ્ય છતાં, તેમાં આત્માના અનંતા ગુણોમાંના પ્રત્યેક ગુણના અનંત અનંત અંશો હોય છે, તેના ઉપર અનંત અનંત પરમાણુઓના બનેલા અનંત સ્કંધોની બનેલી અનંત કાર્મણવર્ગણા વિના અસર ન થાય.
ચીજ જેમ બહુ જ ચીકણી, તેમ તેના રજકણો બહુ જ બારીક હોવા જોઈએ, તેવા રજકણોના જથ્થાની તે ચીજ બનેલી હોવી જોઈએ.
જેમકે માખણ
ચીજ જેમ બહુ જ લીસી સપાટે વાળી, તેમ તે બારીક રજકણોના જથ્થાની બનેલી હોવી જોઈએ. જેમ કે—હીરાની સપાટી
અરૂપી આત્મા, તેના અસંખ્ય પ્રદેશો, અને એક એક પ્રદેશમાં આત્માના અનંત ગુણોમાંના પ્રત્યેક ગુણોના અનંત અનંત અંશો હોય છે.
કલ્પના ખાતર માની લઈએ કે, આત્મપ્રદેશોની અત્યન્ત લીસી