________________
કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૩૭
સંક્ષેપમાં છેલ્લા ત્રણેય કષાયોના નામ અપ્રત્યાખ્યાનીય–લેશ પણ પ્રત્યાખ્યાન ન કરવા દે.
પ્રત્યાખ્યાનીય–અલ્પ પ્રત્યાખ્યાન કરવા દે, પણ સર્વથા પ્રત્યાખ્યાન ન કરવા દે.
સંજવલન-નિર્મળ ચારિત્રવૃત્તિને કંઈક મલિન કરે.
અનંતાનુબંધી મુખ્ય હોય, તે વખતે બીજા ત્રણેય જાતના કષાયો સાથે હોય છે. એમ પ્રથમના કષાયો મુખ્ય હોય ત્યારે સાથે બીજા કષાયો હોય જ છે. અર્થાત્ સંજવલન જ્યારે મુખ્ય હોય, ત્યારે તો સાથે બીજો કોઈ પણ કષાય ન જ હોય. પરંતુ સંજવલન કષાયો પણ ન હોય ત્યારે શું હોય? તે તો કહો જોઈએ.
કાંઈયે ન હોય, કાંઈયે ન હોય. તે વખતે કેવળ શુદ્ધ ચારિત્ર પરિણામ જ હોય, જેનું યથાખ્યાતચારિત્ર એવું નામ આગળ આવી ગયું છે.
ત્યારે સંજ્વલન કષાયો મુખ્ય હોય ત્યારે કયું ચારિત્ર હોય?
ત્યારે સર્વ પ્રત્યાખ્યાનરૂપ-સર્વવિરતિરૂપ ચારિત્ર હોય. તેવી જ રીતે પ્રત્યાખ્યાન કષાયો મુખ્ય હોય ત્યારે અલ્પ વિરતિરૂપ-દેશવિરતિરૂપ-અલ્પ પ્રત્યાખ્યાનરૂપ ચારિત્ર હોય; અને અપ્રત્યાખ્યાન કષાયો મુખ્ય હોય ત્યારે લેશ પણ વિરતિ-પ્રત્યાખ્યાનરૂપ ચારિત્ર ન હોય. માત્ર તે વખતે દૃષ્ટિ કંઈક સારી રીતે વિશુદ્ધ હોય; અને અનંતાનુબંધી વખતે તો તીવ્ર આસક્તિ હોય એટલું જ નહીં પણ ઘણે ભાગે દષ્ટિ પણ મિથ્યા જ હોય. તેનું વર્તન સામાન્ય રીતે વિવેકશૂન્ય છતાં લોકલજ્જા વગેરે કારણોથી ઠીક ઠીક ચાલ્યા કરતું હોય, પરંતુ પ્રસંગ આવે તો એ પણ બાજુએ રહી જાય, અને બધું વર્તન બેહૂદું બની જાય.
બાકીના બાર કષાયો એટલે કષાયચારિત્રાવરણીય કર્મોનાં નામ નીચે પ્રમાણે છે, અને તેનો ભાવાર્થ લગભગ તમે ઉપરના વિવેચન ઉપરથી કલ્પી શકશો.
અપ્રત્યાખ્યાનીય કષાયો૨૪. પ્રત્યાખ્યાનનું તદ્દન આવરણ કરનાર–અર્થાત્ અપ્રત્યાખ્યાન
કર્મ-૧૭