________________
૨૩૮ કર્મ-વિચાર ભાગ-૩
દશામાં ક્રોધની લાગણી ઉત્પન્ન કરનાર અપ્રત્યાખ્યાનીય ક્રોધ કષાય નામનું ચારિત્રાવરણીયમોહનીયકર્મ.
૨૫. પ્રત્યાખ્યાનનું તદ્દન આવરણ કરનાર—અર્થાત્ અપ્રત્યાખ્યાન દશામાં માનની લાગણી ઉત્પન્ન કરનાર અપ્રત્યાખ્યાનીય માન કષાય નામનું ચારિત્રાવરણીયમોહનીયકર્મ.
૨૬. પ્રત્યાખ્યાનનું તદ્દન આવરણ કરનાર—અર્થાત્ અપ્રત્યાખ્યાન દશામાં માયાની લાગણી ઉત્પન્ન કરનાર અપ્રત્યાખ્યાનીય માયા કષાય નામનું ચારિત્રાવરણીયમોહનીયકર્મ.
૨૭. પ્રત્યાખ્યાનનું તદ્દન આવરણ કરનાર—અર્થાત્ અપ્રત્યાખ્યાન દશામાં લોભની લાગણી ઉત્પન્ન કરનાર અપ્રત્યાખ્યાનીય લોભ કષાય નામનું ચારિત્રાવરણીયમોહનીયકર્મ.
પ્રત્યાખ્યાનીય કષાયો—
૨૮-૨૯-૩૦-૩૧. અલ્પ પ્રત્યાખ્યાન છતાં સર્વથા રાખવી જોઈતી પ્રત્યાખ્યાન વૃત્તિનું આવરણ કરનાર અને ક્રોધ, માન, માયા અને લોભની લાગણી ઉત્પન્ન કરનાર પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લોભ નામના ચારિત્રાવરણીયમોહનીયકર્મો.
સંજ્વલન કષાયો—
૩૨-૩૩-૩૪-૩૫. સર્વથા પ્રત્યાખ્યાનરૂપ નિર્મળ ચારિત્રવૃત્તિ છતાં કોઈ પ્રસંગે ઉત્પન્ન થતી ક્રોધાદિક લાગણીથી ચારિત્રવૃત્તિમાં સહેજ સહેજ ઝાંખપ લગાડનાર સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ નામના ચારિત્રાવરણીયમોહનીયકર્મો.
નોકષાય ચારિત્રાવરણીયમોહનીયકર્મો.
કષાયચારિત્રાવરણીય મોહનીયકર્મોની અસરથી ચારિત્ર ગુણ ઘણી રીતે ઢંકાયા છતાં કંઈક ચારિત્ર ગુણ ખુલ્લો હોય છે. તેને પણ આ નોકષાય મોહનીય કર્મો ઢાંકે છે. તે કેવી રીતે ઢાંકે છે ? તે આપણે સમજી શકીએ છીએ. તે આ પ્રમાણે–
એક માણસ ગમે તેવા અનંતાનુબંધી કષાયના આવેશવાળો હોય