________________
કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૩૯ છતાં વિના કારણે દરેક પ્રસંગે તેને કોઈના ઉપર ક્રોધ વગેરે કરવાનાં નથી હોતાં. તે વખતે તો તેઓને શાંત રહેવું પડે છે. છતાં કંઈક નિમિત્ત મળી જાય તો હસવા માંડે છે. અથવા કાંઈ નુકસાન થાય તો શોક, રુદન, વિલાપ વગેરે કરી મૂકે છે. આમ શેષ રહેતી ચારિત્રશક્તિને ઢાંકનાર આ કર્મો છે. તેથી તેનું નામ નોકષાય મોહનીય છે. અર્થાત્ કષાય સાથે ઘણી રીતે મળતાં આવે છે, અને કષાયને મદદગાર થાય છે. નોકષાય મોહનીયના બે પ્રકાર આગળ આવી ગયા છે. તે ઉપરથી યુગલ નોકષાય મોહનીય, અને વેદ નોકષાય મોહનીય એ બે નામોથી તેને ઓળખીશું તો ચાલશે.
- જેમ કે-હાસ્ય અને જુગુપ્સા. રતિ અને અરતિ. શોક અને ભય. અનુકૂળ સંજોગોમાં હાસ્ય અને રતિ હોય છે, અને પ્રતિકૂળ સંજોગોમાં અરતિ અને જુગુપ્સા હોય છે. ભયના પ્રસંગો શોકના કારણ બને છે. બીજે પ્રકારે પણ આ જોડકાં ગોઠવી શકાય.
વેદ નોકષાય નામના ચારિત્રાવરણીય મોહનીયકર્મો ઉપરના છ નોકષાયો કરતાં કંઈક જુદા પડે છે. એ ત્રણેયની લાગણી જુદી જાતની હોય છે, અને તે સમાન જાતની લાગણીવાળાં તે કર્મોની સંખ્યા ત્રણની છે. તેથી પણ તેનો વિભાગ જુદો પાડવામાં આવ્યો છે. વળી હાસ્યાદિ કરતાં આ લાગણીઓમાં તીવ્રતા અને આવેશ વધારે પ્રમાણમાં જણાવવામાં આવ્યાં છે. એટલે કે લાગણીની તીવ્રતાનું વેદન આ લાગણીઓમાં વધારે પ્રમાણમાં થતું હોવાથી તેનું નામ વેદ એવું પાડવામાં આવ્યું છે તે ઉચિત જણાય છે. અને એ વેદની લાગણીનાં પ્રેરક કર્મો પણ વેદ નો-કષાય ચારિત્રાવરણીય મોહનીય કર્મ કહેવાય છે, તે બરાબર છે.
૩૬. હાસ્ય નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીયકર્મ આ કર્મ સમવૃત્તિરૂપ ચારિત્રનું આવરણ કરી, અમુક સંજોગોને અનુકૂળ મનાવી હાસ્યવૃત્તિ ઉત્પન્ન કરાવે છે, અને સમવૃત્તિ ગુમાવડાવે છે.
૩૭. શોક નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીયકર્મ–આ કર્મ સમવૃત્તિરૂપ ચારિત્રનું આવરણ કરી, અમુક સંજોગોને પ્રતિકૂળ મનાવી શોકવૃત્તિ ઉત્પન્ન કરાવે છે અને સમવૃત્તિ ગુમાવડાવે છે. - ૩૮. રતિ નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીયકર્મ–આ કર્મ