________________
૨૪૦ કર્મ-વિચાર ભાગ-૩
સમવૃત્તિરૂપ ચારિત્રનું આવરણ કરી, અમુક સંજોગોને અનુકૂળ-આનંદદાયક મનાવી, રતિની-ખુશીની લાગણી ઉત્પન્ન કરાવે છે, અને સમવૃત્તિ ગુમાવડાવે છે.
૩૯. અરતિ નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીય કર્મ–આ કર્મ ઉપરના કર્મથી વિપરીત છે. અર્થાત્ તે અરતિ-અપ્રીતિ-અણગમાની લાગણી ઉત્પન્ન કરાવી, સમવૃત્તિને ગુમાવડાવે છે.
૪૦. ભય નોકષાય નામનું ચારિત્રાવરણીયમોહનીયકર્મ–આ કર્મ નિર્ભયતારૂપ સમવૃત્તિ ચારિત્રનું આવરણ કરી અમુક સંજોગોને નુકસાનકર્તા મનાવી ભયની લાગણી ઉત્પન્ન કરે છે અને નિર્ભયતા ગુમાવડાવે છે.
૪૧. જુગુપ્સા નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીયકર્મ-આ કર્મ દુર્ગચ્છનીય પરિસ્થિતિમાં પણ હોવા જોઈતા સમવૃત્તિરૂપ ચારિત્રનું આવરણ કરી અમુક સંજોગોને કંટાળાભરેલા દુગચ્છનીય મનાવી, કંટાળાભરેલી લાગણી ઉત્પન્ન કરે છે અને સમવૃત્તિ ગુમાવડાવે છે.
૪૨. પુરુષવેદ નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીયકર્મ-આ કર્મ સ્ત્રી વગેરે આત્માની વસ્તુ નથી છતાં તેને પોતાની મનાવવાની ભૂલ ખવડાવે છે. ઉપરાંત અનાસક્તિરૂપ ચારિત્રનું આવરણ કરે છે, અને સ્ત્રી તરફ આસક્તિની લાગણી ઉત્પન્ન કરાવી અનાસક્ત સ્થિતિ ગુમાવડાવે છે.
૪૩. સ્ત્રીવેદ નોકષાય નામનું ચારિત્રાવરણીયમોહનીયકર્મ–આ કર્મ પુરુષ વગેરે આત્માની વસ્તુ નથી છતાં તેને પોતાની મનાવવાની ભૂલ ખવડાવે છે, ઉપરાંત અનાસક્તિરૂપ ચારિત્રનું આવરણ કરે છે, અને પુરુષ તરફ આસક્તિની લાગણી ઉત્પન્ન કરાવી અનાસક્ત સ્થિતિ ગુમાવડાવે છે.
૪૪. નપુંસકવેદ નોકષાય નામનું ચારિત્રાવરણીય મોહનીયકર્મ-આ કર્મ સ્ત્રી-પુરુષ વગેરે આત્માની વસ્તુઓ નથી છતાં તેને પોતાની મનાવવાની ભૂલમાં પાડે છે. ઉપરાંત, અનાસક્તિરૂપ ચારિત્રનું આવરણ કરે છે, અને સ્ત્રી તથા પુરુષ એમ બન્ને તરફ લલચાવી આસક્તિની લાગણી ઉત્પન્ન કરાવી અનાસક્ત સ્થિતિ ગુમાવડાવે છે.
આ ત્રણ વેદમાં ઉત્તરોત્તર આસક્તિની તીવ્રતા વધારે વધારે હોય