________________
કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૪૧ છે. કર્મવિષયક જૈન શાસ્ત્રોમાં તેને અનુક્રમે ઘાસના ભડકા સાથે, લીંડીઓના અગ્નિ સાથે અને શહેરને લાગેલી આગ સાથે સરખાવેલાં છે.
અનુકૂળ સંજોગોમાં ખુશી ઉત્પન્ન થાય છે, તે રતિમોહનીયકર્મને લીધે અને ખુશી થવાથી ઉલ્લાસ આવે છે ત્યારે હસવું આવે છે, તે હાસ્ય મોહનીયકર્મને લીધે. તે વખતે જે સુખ વેદાય છે, તે સાતાવેદનીયકર્મને લીધે. કોઈ વખતે અસાતા હોવા છતાં રતિ અને હાસ્ય અને ગાંડા માણસમાં જોવામાં આવે છે, તે વખતે મોહનીયની વધારે પ્રબળતા હોય છે. આ રીતે અરતિ, શોક અને અસાતાને પણ સમજી લેવાં.
ભય અને જુગુપ્સા પણ એક જુદી જ જાતની લાગણીઓ છે. એટલે તેનાં પ્રેરક જુદાં કર્મો ગણાવ્યાં છે. આમ જુદી જુદી લાગણીઓના પ્રેરક આ મોહનીય કર્મોના ભેદો ગણાવ્યા છે.
આવી લાગણીઓ તો અસંખ્ય થાય, તો પછી બધી લાગણીઓનાં પ્રેરક કર્મો ગણાવવાં જોઈએ કે નહીં?
હા. ગણાવવાં જ જોઈએ. ગણાવો. કોઈ રોકશે નહીં. શાસ્ત્રપ્રણેતાઓએ તો માત્ર સંક્ષેપ ખાતર જ આટલા ભેદો પાડી બતાવ્યા છે.
તો પછી આટલા અઠ્ઠાવીસ ભેદો પણ શા માટે પાડ્યા ? બે-ચાર ભેદો બતાવી દે, એટલે બસ.
શાસ્ત્રરચવામાં બે વાતનું ધ્યાન રાખવું પડે છે : પૃથક્કરણ અને સંક્ષેપ. વસ્તુને બરાબર સમજાવવા માટે પૃથક્કરણ તો કરી બતાવવું જ જોઈએ. જો શાસ્ત્ર તેમ ન કરે તો પછી શાસ્ત્રની જરૂર શી ? દુનિયામાં વસ્તુઓ તો બધી હોય જ છે. લોકો તેના ઉપરથી જ સમજી લે. શાસ્ત્ર રચવાની જરૂર જ શી ? પણ બધા એમ સમજી શકતા નથી. એટલે શાસ્ત્ર ઉપર આધાર રાખવો પડે છે, અને શાસ્ત્રમાં તો કશું પૃથક્કરણ હોય નહીં. તો શાસ્ત્ર નકામાં થાય. માટે શાસ્ત્રપ્રણેતાઓએ પૃથક્કરણ કરવું જ જોઈએ.
પરંતુ એ પૃથક્કરણ એટલું બધું વિસ્તારથી ન કરવું જોઈએ કે જેનો પાર જ ન આવે. ત્યારે યોગ્ય મર્યાદામાં આવશ્યક વિસ્તાર કરીને માર્ગદર્શક થઈ પડે તે રીતે વિવેચન કરવું જોઈએ. આ નિયમ ધ્યાનમાં રાખીને ૨૮